________________
( ૨૦. ખ્યાલ –
કાવ્યનો પરિચય જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોની સૃષ્ટિવૈવિધ્ય પૂર્ણ છે તેમાં અલ્પ પરિચિત કાવ્ય પ્રકાર “ખાલ' વિશેના વિચારો અત્રે પ્રગટ કરવામાં આવ્યા છે.
તેનો સામાન્ય અર્થ કોઈ વસ્તુ કે પદાર્થ અંગેનો વિચાર એમ સમજાય છે પણ કાવ્ય પ્રકારની દષ્ટિએ વિશિષ્ટ અર્થ છે.
શ્રી અંગરચંદજી નાહટાએ ‘પ્રાચીન કાવ્યો કી રૂપ પરંપરા' માં ખ્યાલ” સંજ્ઞાવાળા કાવ્યની માહિતી આપી છે. રાજસ્થાની શબ્દ કોશ પ્રથમ ખંડ પૃ. ૮૩૨માં નીચે પ્રમાણેની માહિતી છે.
ખ્યાલ' એટલે તમાસા-નાચ-ગાન કા ખેલ. ઐતિહાસિક-પૌરાણિક પ્રેમગાથા સંબંધી વિભિન્ન રસયુક્ત આખ્યાન કે નૃત્ય-ગીત આદિ. અભિનય કે સાથ રાત્રિભરકા ગ્રામિણ જનતા દ્વારા મનોવિનોદ કે લિયે નાટક કે રૂપમેં ખેલા જાતા હૈ. ઐતિહાસિક કથાયે જિનકો રાજસ્થાનમેં ગ્રામીણ નૃત્ય આદિ અભિનય કે સાથ પદ્યરૂપમેં ગાઈ જાતી હૈયા ખેલી જાતી હૈ.
આ માહિતીને આધારે ખ્યાલમાં નાટકનાં લક્ષણોનો સમાવેશ થયો છે એમ સ્પષ્ટ થાય છે. શ્રી નાહટાજીએ ખ્યાલ' કાવ્યના સંદર્ભમાં ભરતમુનિના નાટ્યશાસ્ત્રની માહિતી આપી છે. મનુષ્યની અનુકરણવૃત્તિના કારણે નાટકની રચના થઈ છે. વિવિધ પાત્રોનું અનુકરણ કરીને અભિનય-ગીત-વાણી દ્વારા મનોરંજનની સાથે અવનવી માહિતી પણ આપવામાં આવે છે. નાટકમાં અનુકરણ દ્વારા હાવભાવથી સુખ-દુઃખની અભિવ્યક્તિ આકર્ષક રીતે થાય છે. જનસાધારણના આનંદના હેતુથી નાટકની ઉત્પત્તિ થઈ છે તેમાં લોકહિતની ભાવના રહેલી છે. આ કાર્ય વિવિધ વિષયો દ્વારા થાય છે. તેમાં મુખ્યત્વે ચાર તત્ત્વો છે : સંવાદ, ગીત, અભિનય અને રસ.
(૨૨ ૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org