________________
૧૭. વર્ણક મધ્યકાલીન ગદ્ય સાહિત્યમાં “વર્ણક વિશિષ્ટ પ્રકારની રચના ગણાય છે. વર્ણક જૂની ગુજરાતી ગદ્ય સાહિત્યનો એક પ્રકાર છે. વર્ણક એટલે વર્ણન. કોઈ એક વિષય કે પ્રસંગનું પરંપરાગત નિશ્ચિત શૈલીમાં વર્ણન કરવાની પદ્ધતિને વર્ણન સાથે સંબંધ છે. અનુપ્રાસયુક્ત પદ્યરચના પણ વર્ણનમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. કથાકારો શ્રોતાઓના મનોરંજન માટે પણ આ પ્રકારના વર્ણનનો આશ્રય લે છે. ભારતીય સાહિત્યમાં સંસ્કૃત, પાલી અને પ્રાકૃત ભાષાઓમાં પરંપરાગત વર્ણનનો મૂળ આધાર રહેલો છે.
આગમ ગ્રંથોમાં મહાપુરુષોનાં ચરિત્રોનો સમાવેશ થયો છે. તેમાં કથાનુયોગનું સ્થાન સર્વસાધારણ જનતાને સન્માર્ગે દોરવા માટે ઉપકારક બને છે. આ પ્રકારની રચનાઓમાં પાત્રો અને પ્રસંગોનું વર્ણક-વર્ણન સ્થાન પામ્યું
આગમ ગ્રંથો ગ્રંથારૂઢ થયા ત્યારે તેમાં જાવ, જહા, અંક, વર્ણાગ્ય જેવા શબ્દોનો ઉલ્લેખ મળે છે. તીર્થકર, શ્રમણ, રાજા, નગર, ચૈત્ય વગેરે વર્ણનો એક કરતાં બીજા આગમોમાં પણ પ્રાપ્ત થાય છે. પ્રો. હીરાલાલ રસિકલાલ કાપડિયા જણાવે છે કે આગમોના પ્રણેતાઓએ નીચે દર્શાવેલા કોઈ વિકલ્પને આધારે વર્ણન કર્યું હોય એમ સંભવે છે.
(૧) નવેસરથી અન્ય વર્ણન કરવું. જો આ વિકલ્પ સાચો હોય તો ધર્મપ્રધાન આગમોમાં આવાં વર્ણન બહુ ઉપયોગી નહિ ગણાય.
(૨) પહેલાં કરેલા વર્ણનમાં યથાયોગ્ય પરિવર્તન કરી વર્ણન કરવું.
(૩) પહેલાં કરેલા વર્ણનને બંધબેસતું કરવાની ભલામણ કરવી પરંતુ એવું વર્ણન તૈયાર ન કરી આપવું.
(૪) પહેલાં કરેલું વર્ણન કોઈપણ ફેરફાર વિના રજૂ કરવું.
૨૦૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org