________________
– ૯. ચિત્ર કાવ્ય )-= કાવ્ય પ્રકારોની વિરાટ સૃષ્ટિમાં કવિઓની કલ્પના અને સર્જન શક્તિના નમૂનારૂપે વેદકાળથી પ્રચલિત ચિત્ર કાવ્યની સૃષ્ટિ છે. આ પ્રકારના કાવ્ય વિશેની માહિતી અત્રે પ્રગટ કરવામાં આવી છે.
સાહિત્યમાં ચિત્રાત્મક અભિવ્યક્તિ શબ્દપ્રયોગ થયો છે. તેનો અર્થ એ છે કે કવિના શબ્દો ચિત્ર સમાન સ્થાન ધરાવે છે.
ચિત્ર કાવ્યનો પ્રાચીન સંદર્ભ અગ્નિપુરાણમાંથી પ્રાપ્ત થાય છે. ૧. અનેકધાવૃત્તવર્ણવિન્યાસઃ શિલ્પ કલ્પના
તત્ત...સિદ્ધવસ્તુનાં, “બંધ' ઇત્યભિધીયતે |
ચિત્ર કાવ્યમાં જે ભિન્ન રૂપ ચિત્ર ને કાવ્ય કલામાં અનેકાર્થ પદ્ય તથા વિવિધ પ્રકારના આકાર, ચિત્ર બંધ અથવા બંધ ચિત્ર.
સંસ્કૃત કાવ્યમાં આવાં ચમત્કૃતિ કાવ્યને ધ્વનિકાવ્યની રીતે અધમ ગણ્યાં છે છતાં સંસ્કૃત અને પ્રાકૃતના કવિઓએ આવો બુદ્ધિવિલાસ કરવામાં લઘુતા ગણી નથી. આલંકારિકો આવા પ્રકારના શ્રમસાધ્ય કાવ્યોને ગારુડીખેલ અથવા હાથચાલાકીની રમત કહે છે. તેમાં રહેલી ચમત્કૃતિ જ કાવ્યની દૃષ્ટિએ મહત્ત્વની છે. પદ્યની પંક્તિઓના છંદ અને અક્ષરને યથાસ્થાને ગોઠવી તે વડે ચારૂતાયુક્ત આકૃતિનો આભાસ ઉત્પન્ન કરવો તે ચિત્રકાવ્યનું લક્ષણ ગણાય છે. એવા રચના બંધને તેના આકાર ઉપરથી ખડગબંધ, પદ્મબંધ, મણિબંધ, સરસ્વતી બંધ, ચક્રબંધ, કપાટબંધ, નાગબંધ, છત્રબંધ, ચામરબંધ એવા નામથી ઓળખવામાં આવે છે.
“બંધ’ શબ્દથી કોઈ એક ચાતુર્યવાળી શિલ્પ કલ્પના અથવા સંયોજનનો બોધ થાય છે. આ પ્રકારની રચનાથી વિસ્મય, અદ્ભુત અને ચમત્કારયુક્ત રસ નિષ્પન્ન થાય છે. સંસ્કૃત મહાકાવ્યોમાં આવાં ચિત્ર કાવ્યોનો પ્રયોગ થયો
૮૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org