________________
સત્ય વચનના એહવા ફલવે મનમાનો તે ચાખો હે મૃષાવાદ પરહરવા કેરી પ્રજ્ઞા સહુકો રાખો હે માનતુંગને માનવતીનો રાસ રચ્યો મેં રુડો હે II
સંબંધ કાવ્યમાં સામાન્ય સંબંધ કરતાં કોઈ વિશેષ રીતે સંબંધનું નિરૂપણ કરવામાં આવે છે. માનતુંગ અને માનવની રાણીનો સંબંધ સત્ય વચન પર રચાયો છે.
માનતુંગ - માનવતી કથાનો સાર
કોઈ એક શ્રેષ્ઠિની કન્યા દ્વારા કિશોરાવસ્થામાં પોતાની સખીઓ સાથે વનક્રીડા કરતાં જે બોલ બોલાવ્યો હતો તે બોલ (વચન) ને પૂર્ણ કરવા માટે બુદ્ધિ-ચાતુર્યનો પ્રયોગ કરે છે તેની કથા છે.
માનતુંગ રાજવી ગુપ્ત વેશે રહીને શ્રેષ્ઠિ કન્યાના બોલને સાંભળે છે. ત્યારપછી તે રાજવી કપટ કરીને માનવતી સાથે લગ્ન કરે છે. લગ્નની પ્રથમ રાત્રિએ તેણીને જ્યાં સુધી બોલેલા બોલ (વચન) પૂર્ણ ન થાય ત્યાં સુધી એકથંભીયા મહેલમાં કેદ કરે છે. તેણી આ મહેલમાં રહેતી સંન્યાસીના વેશે અને વિદ્યાધરીના રૂપે તથા વિશેષ આશ્ચર્ય થાય તેમ રત્નાવતી ગુરૂણી બનીને તે આવે છે અને રાજવીનો માનભંગ કરે છે. છતાં માનતુંગ તેણીને ઓળખી શકતો નથી. પછી માનતુંગ-માનવતી મળે છે અને ગુરૂમુખથી પોતાનો પૂર્વભવ સાંભળે છે. બીજા મૃષાવાદ પરિહારના વિષયમાં દઢ બની અંતે સંયમ સ્વીકારી આત્મ સ્વરૂપને પ્રગટ કરશે. ધર્મઘોષસૂરિએ પૂર્વભવની માહિતી આપી તે નીચે પ્રમાણે છે.
પૃથ્વીભૂષણ નગરીમાં તિલકસેન રાજા. અહીં ધનદત્ત નગર શેઠ વસે છે. શેઠને બે પુત્ર જિનદત્ત અને જિનપાલ છે. ગુરૂવાણી શ્રવણ કર્યા પછી જિનપાલે અસત્ય વચન નહિ બોલવાનો નિયમ લીધો હતો. વેપાર-ધંધામાં લાભ થતો નથી. ધંધામાં ખોટ આવી એટલે મોટાભાઈ જિનદત્ત પૂછે છે કે ધન ક્યાં ગયું? જિનપાલ કહે છે કે ધંધામાં હું અસત્ય નહીં બોલું. કૂડકપટથી ધંધામાં
૨૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org