________________
પલ્યોપમ ચિહ્નૈ આઉૌ સુષ ભોગ વૈ અપાર મહાવિદેહ તિહાંથી સીઝિરુપે કરિૌં એક અવતરા.
‘સંધિ’ સંજ્ઞાવાળી કાવ્ય રચના ૧૮મી સદીના બીજા તબક્કામાં થયેલા કવિ ખેમની ‘અનાથી ઋષિ સંધિ’ અથવા ઢાળો અથવા સજ્ઝાય ની રચના સં. ૧૭૪૫ની પ્રાપ્ત થાય છે. અઢારમી સદીના બીજા તબક્કામાં કવિ શ્રીદેવે ‘થાવસ્યા મુનિ’ ની સંધિની રચના સં. ૧૭૪૯માં કરી છે.
૧૯મી સદીમાં લોકાગચ્છના ઋષિ જેમલે ‘પરદેશી રાજાનો રાસ’ અથવા સંધિ અથવા ચોપાઈચરિત્રની ૨૨ ઢાળમાં રચના કરી છે. ઉપલબ્ધ સંધિ કાવ્યોમાં જોઈએ તો આ કવિ ઋષિ જેમલે ચાર કાવ્ય સંજ્ઞાઓનો પ્રયોગ કર્યો છે. કાવ્યનો વિસ્તાર જોતાં ‘રાસ' સંજ્ઞા યથાર્થ લાગે છે.
અપભ્રંશ ભાષાના સંધિકાવ્યના પ્રભાવથી ઉપરોક્ત સંધિકાવ્યો પ્રાપ્ત થાય છે. મોટેભાગે આ કાવ્યો ચરિત્રાત્મક છે. જૈન સાહિત્યની વિરાટ ચરિત્ર સૃષ્ટિમાં ભવ્યાત્માઓને વિહાર કરીને માનવ જન્મ સફળ કરવા માટે પ્રેરણા મળે તેવાં આ ચરિત્રો જૈન સમાજના સંસ્કાર ઘડતર અને વિકાસમાં પણ ઉપકારક નીવડે છે.
સંધિ કાવ્યના વિષયો ચરિત્રાત્મક હોવાની સાથે જૈનદર્શનના સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને તેની રચના થઈ છે.
જીવાણુ સિદ્ઘ સંધિમાં છ કાયના જીવો, ચઉંરંગ ભાવણમાં ચાર ભાવના, મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યસ્થ, ભાવણા સંધિમાં, ઉવહાણ તપમાં ઉપધાન તપની આરાધના, શીલ સંધિમાં શીલનો મહિમા, તપ સંધિમાં કર્મ નિર્જરા માટે તપનો મહિમા, વગેરે તાત્ત્વિક વિષયોની માહિતી છે. એટલે
આ સંધિ કાવ્યો જ્ઞાનમાર્ગનું અનુસરણ કરે છે. ધાર્મિક સાહિત્યમાં ઉપદેશનું લક્ષણ સર્વ સામાન્ય છે એ ન્યાયે ઉપદેશ સંધિમાં જીવનના ઉત્કર્ષ માટે આચાર સંહિતા રૂપ વિચારો વ્યક્ત થયા છે: ધત્તા, ફળશ્રુતી અને અન્ય પંક્તિઓ ઉદાહરણરૂપે નોંધવામાં આવી છે.
Jain Education International
૬૨
For Private & Personal Use Only
www.jainelibrary.org