________________
સરણિ એટલે સરોવરમાં અને બાણો ક્યાં? તો એને સાથે ગોઠવવાથી ઉત્તર મળશે કેસરાણિ - કેસરાઓ.
જે પૂછવામાં આવે તેનો જવાબ આપવામાં આવે પણ અંધની જેમ ન જાણે એવી પ્રગટ અને ગૂઢ રચનાને “પઢઢું કહેવામાં આવે છે. જેમ કે, આ સર્વ કોણ કર્યું? કોના વડે અધિષ્ઠિત થઈ દેહ વહન કરાય છે? કોનાથી જીવો જીવે છે? જે તને પૂછ્યું તેનો જવાબ કહે.
જો જાણતો હોય તો કહે કે કોણે આ સર્વ કર્યું? પ્રજાપતિએ. પ્રજાપતિ કોને કહેવાય? કઃ એટલે આત્મા કહેવાય; ક પટેલ પાણી કહેવાય. માટે તેણે સર્વ કરેલું છે.
જેમાં એક અક્ષર ઓછો થાય તો શ્લેષ ઊડી જાય પણ જોડીને અક્ષર અંદર ગોઠવાય તો બરાબર થઈ જાય તે અક્ષરપ્રુત કહેવાય છે. તે આ પ્રમાણે, તાજા ધૂપની ગંધયુક્ત, દેવસમૂહો વડે સેવાતી, ગ્રીષ્મમાં પણ શિશિર માફક ઠંડક આપનાર તે વકુલાવલિ મનોહર છે. જો જાણતી હોય તો કહે. જવાબ - તે દેવકુલાવલિ મનોહર છે.
જેમાં ક્રિયાનો લોપ થાય અને માત્રાના સભાવથી તભાવ રહે તો માત્રાટ્યુત કહેવાય. એવી જ રીતે બિંદુટ્યુત પણ સમજવી.
પ્રવાસેથી પાછો આવેલો મુસાફર શરદઋતુના જળ જેવાં પ્રિયાનાં સ્વાભાવિક ઉજ્જવળ (પઈ) ચપળ અને સ્વચ્છ વચનોની તૃષ્ણાવાળો બને છે. હવે અહીં ઊડી ગયેલી ઈ માત્રા ગોઠવીએ (પથઇ ને બદલે પછી તો શરદઋતુના જળની માફક વચનપાન કરે છે એમ અર્થ થાય. હવે બિંદુમ્રુત આ પ્રમાણે :
અશુચિમાં અશુચિ, દુર્ગધીમાં દુર્ગધી, હજારો ડાહ્યાઓએ નિંદિત એવા જગલ' (મદિરાનો નીચેનો પદાર્થ) ને કોણ ખાય? અહીં જો બિંદુ મૂકવામાં આવે તો જંગલ' (અર્થાત્ માંસ) થાય.
(૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org