________________
અઢારમી સદીના મધ્યકાળમાં કવિ શામળ ભટ્ટની પદ્યકૃતિઓ પ્રાપ્ત થાય છે તેમાં આ કવિની પદ્યવાર્તાઓ વિશેષ લોકપ્રિય છે. તેમાં સમસ્યાઓનું નિરૂપણ થવાથી આવી વાર્તાઓ સર્વસાધારણ જનતાને વધુ પ્રિય લાગે છે. એમની રંગદર્શી શૈલીનું આકર્ષણ સમસ્યાઓ છે - નાયક-નાયિકા અને ગૌણ પાત્રો ચતુર-હોંશિયાર છે એમ સમસ્યા ઉપરથી જાણવા મળે છે. “રાસ' રચનામાં પણ સમસ્યાનો પ્રયોગ થયો છે. સ્ત્રી-પુરૂષ એકબીજાને સમસ્યા પૂછે છે અને તેનો પ્રત્યુત્તર મેળવે છે. સમસ્યાના પ્રત્યુત્તરમાં પાત્રના બુદ્ધિચાતુર્યનો વિશિષ્ટ ગુણ જાણવા મળે છે. કવિ શામળ ભટની નંદબત્રીસી અને પદ્માવતી કૃતિમાં આ સંદર્ભ પ્રાપ્ત થાય છે. તે સમસ્યા અર્થચમત્કૃતિવાળી લઘુ રચના છે. તેમાં એકબીજાને કહેવામાં આવેલી પંક્તિથી અન્ય પંક્તિઓ દ્વારા અર્થ પૂર્ણ કરવાનો હોય છે. કવિત્વ શક્તિનું એક વિશિષ્ટ લક્ષણ આ પ્રકારની રચનાઓમાં દષ્ટિગોચર થાય છે. તેમાં પ્રથમ ચરણને આધારે બાકીનાં ત્રણ ચરણ પૂર્ણ કરવાનાં હોય છે. અર્વાચીન કાળમાં “પાદપૂર્તિ શબ્દ પ્રયોગ થયો છે. તેવી જ આ સમસ્યાપૂર્તિની રચના છે. એટલે ત્રિચરણ સમસ્યા એવું નામ આપવામાં આવ્યું છે. છૂટાં વાક્યો આપીને બીજા વાક્યો દ્વારા અર્થ પૂર્ણ વાક્યની રચના કરવામાં આવે છે તે વાક્ય સમસ્યા છે. સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં “પાદપૂર્તિની રચના એ સમસ્યાનો જ પર્યાય છે. સમસ્યા એટલે ચમત્કૃતિવાળી કાવ્ય રચના એમ સ્પષ્ટતા થાય છે. ગુજરાતી ભાષામાં પાદપૂર્તિ કવિ સંમેલન અને મુશાયરામાં પ્રચલિત છે. યુવક મહોત્સવમાં સાહિત્ય વિભાગની પ્રવૃત્તિમાં પાદપૂર્તિ દ્વારા સ્પર્ધકોને કાવ્ય રચના કરવા માટે આહ્વાન આપવામાં આવે છે. આ પણ સમસ્યાના પર્યાયરૂપે ગણાય છે. તેના દ્વારા સભામાં શ્રોતાઓનું મનોરંજન કરવાનો હેતુ હોવાની સાથે આ પ્રવૃત્તિથી કોઈવાર ઉત્તમ કાવ્યકૃતિ પણ પ્રાપ્ત થાય છે. પ્રહેલિકાનો એક પ્રકાર કૂટ પ્રશ્ન છે. અંગ્રેજીમાં તેને પઝલ કહે છે. જે રચનાનો અર્થ સમજાય નહિ, ગૂંચવણમાં પડી જવાય અને અન્ય દ્વારા કે સ્વ-પુરુષાર્થથી સાચો અર્થ સત્ય જાણી શકાય તે કૂટ પ્રશ્ન કહેવાય છે. તેમાં
૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org