________________
વિઘ્નોના સમૂહરૂપે વેલડીઓ માટે હાથી સમાન, જગતના લોકોના મન માટે મયૂર સમાન શોભતા, નમન કરનારા જીવોને શાંતિનું રાજ આપનારા એવા હે પ્રભુ મને અભિમાન મનને પસંદ એવું સ્થાન બળ આપો.
જગતના જીવોના તારણહાર ધર્મ ફેલાવનારા, દુઃખના હારનો સમૂહનો નાશ કરનારા, સારા જનોને સુખશાંતિ આપનારા, લોકોની અશાંતિને દૂર કરનારા, મારાં દારિદ્રનો જલ્દીથી વિનાશ કરનારા, ભવ્ય જીવોની ઈચ્છાઓને લક્ષ્મીથી પૂરનારા, કલ્યાણમાં યશ છે એવા પ્રભુનો યશ મોક્ષમાં પણ શોભી રહ્યો છે.
અસેવકોના મનમાં તમે પુષ્ટિ કરો છો અને સેવકોની ઉપેક્ષા કરો છો, તમને જે ભજે છે તેઓ જલ્દી કમલા-લક્ષ્મીને પામે છે અને દેવલોકમાં દેવી રૂપી સ્ત્રીને પામે છે.
મંદ બુદ્ધિવાળો એવો પણ જેમનું ઉદાર-પ્રભાવશાળી એવું નામ બોલે છે, તે બુદ્ધિશાળીઓમાં સ્થાન પામે છે. સમુદ્ર તરવા માટે પોત સમાન, જગતના દેવ, લક્ષ્મીને આપનારા એવા પાર્શ્વનાથ પ્રભુ સ્વરૂપે મને તો આજે ચિંતામણિ રત્ન ચડ્યું - મળ્યું છે, હે જિનેશ! મારા ઘરના આંગણે કલ્પલતા ફળી છે, મારા હાથમાં કલ્પવૃક્ષ ફાયું છે. આપના મુખના દર્શનથી હંમેશને માટે લીલાવ્હેર છે.
સિદ્ધાંત સુંદર રતિ - એટલે કે સમયસુંદરને આનંદ આપનારા અને સુરેન્દ્રોએ જેમને નમસ્કાર કર્યા છે એવા, ભવ્ય જીવોના સમૂહથી વિંટળાયેલા એવા પાર્શ્વપ્રભુની મેં આ પ્રમાણે યકલબદ્ધ નવીન કાવ્યોથી સ્તુતિ કરી છે. D - શ્રી પાર્શ્વનાથસ્ય શ્રુંખલામય લઘુ સ્તવનમ્ પ્રણમામિ જિનં કમલાસદનું, સદનંતગુર્ણ કુલહારસમમ્। રસ મંદમંદભસુધાનયનં, નયનંદિત વૈશ્વજનું શિમનમ્ ||૧|| યુવનોન્મુખશેરિશાવરવં, વરવંશપદા ન તદા સહિતમ્ ।
Jain Education International
62
For Private & Personal Use Only
www.jainelibrary.org