SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ જુઓ જુઓ ભવિયણ હૃદય વિચારી, સૂત્ર તણી વિધિ સારી જી; વીસુ પર્વ પજૂસણ કરીએ, દુર્મતિ દૂર નિવારી જી. જુઓ...૨ શ્રાવણે પજુસણ કાર્તિક ચોમાસું દિન સો અંતરે લેવાજી; કલ્પચૂર્ણિ ને કલ્પ નિર્યુક્ત, અક્ષર પ્રગટ કહેવા રે. જુઓ...૩ ભાદ્રવ માસે પર્વ સંવત્સર, સદા નિરંતર કીજે જી; માસ વધે શ્રાવણ પછવાડે, કલ્પ ભાષ્ય હુંડી દીજે જી. જુઓ...૪ સુગુરુ વખાણે વીસું પજૂસણ, નિશીશ ચૂર્ણ નામ જી; એહવું જાણી કરજો ભવિયણ, જો તુમ સૂત્રે કામ જી. જુઓ...૫ ઢાળ ચોથી (ધન સુપન્ન - એ ચાલ) અમ વીસું પજૂસણ કરવાની વિધિ દાખે; એ સદા નિરંતર સૂત્ર સાતની સાખે. ૧ અતિ આનંદ આણી આણી આરાધો જિન આણ; વહતાં સવિ સાધો, પામો શિવપુર ઠાણ. ૨ મિલી દેવો ચોસઠ, એ દિન આવે સાર; અઠ્ઠાઈ મહોત્સવ જીવાભિગમ વિચાર. ૩ વીસું પચ્ચાસું કરવાની વિધિ સાચી; અસ્સીએ દિન કીજે તે વિધિ દીસે કાચી. ૪ પાંચ ભરત, અઈરાવત, પાંચ મહાવિદેહ હેવ; એમ પર્વતણી વિધિ સીમંધર દેવ. ૫ જિન વચન જે માને જાણ શિરોમણિ તેય; ઋષિ મૂલો જંપે સંપત્તિ સુખ પામેય. ૬ ૧૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005254
Book TitleJain Sahityano Swadhyaya
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRitaben Kirankumar Shah
Publication Year
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy