________________
તેહને કહીએ જતના ભક્તિા કિરિયામાં નહીં દોષ | પડિકમણે મુનિદાનવિહારે II નહીં તો હોય તસ પોષ સુI
અર્થ તેહને કહીએ કે જે પૂજામાં હિંસા બતાવે તે તેમને કહીએ શું કહીએ? તે કહેવું જતના ભક્તિ કે એક જતના બીજી ભક્તિ કરિયામાં કે જે ક્રિયામાં હોય એટલે જે ક્રિયામાં જતના તથા ભક્તિ હોય નહીં દોષકે. તે ક્રિયામાં દોષ નથી તથા કદાચિત તેહમાં પણ હિંસા કહીને દોષ દેરવાડીએ તો પડિક્કમણે પડિકમણામાં મુનિ દાન કે મુનિને દાન દેતાં વિહાર કે મુનિને વિહાર કરતાં નહીં તો કે જીતના ભક્તિએ પણ કરતાં દોષ કહીએ તો હોય તસ પોષકે તે પ્રતિક્રમણ પ્રમુખમાં પણ હિંસાની પુષ્ટિ થાશે એટલે એ એ ભાવ જે પ્રતિક્રમણ કરતાં ઉઠ બેસ કરતાં વાયુકાય હણાય મુનિ દાનમાં પણ ઉન્હી બીક નીકજે. તથા દાન દેવા ઉનતાં પણ જીવઘાત થાય વલી મુનિને વિહાર કરતાં પણ પૃથ્વી પાણી વાયુ વનસ્પતિ વલી ત્રસ બેઈંદ્રિયાકનો પણ ઘાત થાય તે માટે એ પણ ન કરવાં એમ કહેવું પડશે તે માટે જતના ભક્તિ ક્રિયામાં દોષ નથી.
આસ્તવનમાં શુદ્ધ તાત્ત્વિક વિચારોનો સમન્વય સધાયો છે. જ્ઞાનમાર્ગની ઉચ્ચ કોટિની રચના તરીકે સ્થાન ધરાવે છે. કવિએ ઢંઢક મતવાળા વિચારોનો પ્રતિકાર કરીને આગમના પાઠ આધાર સાક્ષી તરીકે વિચારો દર્શાવીને સત્ય દર્શન કરાવ્યું છે. યશોવિજય ઉપા-ની આ જ્ઞાન ગર્ભિત વીર સ્તવના ઉત્તમ કૃતિ ગણીએ તેની સાથે ચતુર્વિધ સંઘને પણ આગમસાક્ષીએ સત્ય સમજાવીને ધર્મશ્રદ્ધા દઢ બનાવવામાં અમૂલ્ય ફાળો આપે તેવી છે.
આ સ્તવનના વિચારો ગુરુગમ વગર આત્મસાત્ થઈ શકે તેમ નથી એટલે આત્માર્થી જનોએ આગમની વાણી સમજવા માટે ગુરુની નિશ્રામાં પુરૂષાર્થ કરવો ઈષ્ટ છે એમ કવિએ જણાવ્યું છે. અહીં હુંડી શબ્દનું અર્થઘટન ઢંઢક મતવાદી જિનવાણી-જિનાગમરૂપી હુંડી સ્વીકારી આત્માનું કલ્યાણ કરે એમ સમજવાનું છે.
મહાવીર હુંડી બાલાવબોધની રચના કવિ પદ્મવિજયજીએ સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org