Book Title: Chaturvinshati Prabandh
Author(s): Hiralal R Kapadia
Publisher: Farbas Gujarati Sabha
Catalog link: https://jainqq.org/explore/004892/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી ફાર્બસ ગુજરાતી સબા ગ્રંથમાલા-ગ્ર યાકે ૧૮ મલધારી બીરાજશેખરસૂરિ [ીઃ - ચતુર્વિશતિપ્રબ ધની ગુજરાતી અનુવાદ સંશોધક, અનુવાદક અને વિવેચક છે. હીરાલાલ સિકદાસ કાપડિયા, એમ્ . એ., વા વાયુ ધિ? નરરૂત્ર ( સલ્ટાગ્ય અને સટી , ) વગેરે કૃતિઓના સંપાદક તેમ જ ખિહંત શ નદીપિકાના યાજક. 2. હે કે --શ્રી ફાર્માસ ગુજરાતી સેe -- અંબઇ, રા, એ થ્ય લાલ બુ. જાની, ધી, એ સર ,કે મેં જી, છે તે ૭૫૦ ] » ય મં સંરકર્ ણ વિ. સં. ૧૯૯૬ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ફાર્બસ ગુજરાતી સભા ગ્રંથમાલા-ગ્રંથાંક ૧૮ માલધારી શ્રી રાજશેખરસૂરિપ્રણીત ચતુર્વિશતિપ્રબન્ધને ગુજરાતી અનુવાદ સંશોધક, અનુવાદક અને વિવેચક પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ., તત્ત્વાધિગમસૂત્ર (સભાગ્ય અને સટીક) વગેરે કૃતિઓના સંપાદક તેમ જ આહંતદર્શનદીપિકાના યજક. પ્રકાશક-શ્રી ફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ. રા. શ. અંબાલાલ બુ. જાની, બી. એ, સહાયક મંત્રી. પ્રતિ ૭૫૦ ] પ્રથમ સંસ્કરણ [ વિ. સં. ૧૯૯૦ મૂલ્ય રૂ. ૧-૦-૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: રા. શ. અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ., સહાયક મિત્રી, શ્રી ફાર્બસ ગુજરાતી સભા. ૩૬૫, શ્રી ફાર્બસ ગુજરાતી સભા મંદિર, કોગ્રેસ હાઉસ લેઈન, લેમીંગ્ટન રોડની બાજુમાં મુંબઈ ન. ૪. મુદ્રણરથાન : આદિત્ય મુદ્રણાલયઃ રાયખડ રેડ, અમદાવાદ, મુદ્રકઃ ગજાનન વિશ્વનાથ પાઠક, પ્રાપ્તિસ્થાન મેસર્સ એન. એમ. ત્રિપાઠી એન્ડ કંપની, For Private & Personal u પ્રિન્સેસ સ્ટ્રીટમુંબઇ ન. ૨ ww.jainelibrary.org Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવનો મૂળ ગ્રંથનું અવલોકન મૂળ ગ્રંથનાં ચતુવિંશતિપ્રબન્ધ અને પ્રબન્ધકોશ એવાં બે નામે છે. તેમાં પ્રથમ નામ આ ગ્રંથમાં આવતા ૨૪ પ્રબળે ઉપરથી પ્રચલિત થયેલું જણાય છે, જ્યારે દ્વિતીય નામ તે ખુદ ગ્રંથ કાર શ્રી રાજશેખરસૂરિએ નિર્દોર્યું છે, જે વાતની અંતમાંની પ્રશસ્તિ સાક્ષી પૂરે છે. આ ગ્રંથમાં જે ૨૪ પ્રબળે છે તે પૈકી દશને સૂરિ સાથે, ચારને કવિ સાથે, સાતને રાજા સાથે અને બાકીના ત્રણને - શ્રાવક સાથે સંબંધ છે. અર્થાત વિશિષ્ટ સૂરિઓ, કવિઓ, રાજાએ અને શ્રાવકેને લક્ષ્મીને આ ગ્રંથ રચાય છે. અહીં આપેલા પ્રબન્ધમાંથી કેટલાક પ્રભાવરિત્રમાં પણ નજરે પડે છે. જેમકે (૧) આર્યન્દિલ-પ્રબંધ, (૨) પાદલિપ્તસૂરિ-પ્રબન્ધ, (૩) વૃદ્ધવાદિ-પ્રબન્ધ, (૪) મલ્લવાદિસૂરિ–પ્રબન્ધ, (૫) હરિભદ્રસૂરિ-પ્રબન્ધ, (૬) અપભદિ ૧ શ્રીયુત દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી આ મૂળને અનુલક્ષ્મીને શ્રી ફાર્બસ ગુજરાતી સભાના ૬૭મા વર્ષે અપાયેલા પિતાના વ્યાખ્યાન નામે “ગુજરાતના મધ્યકાલીન હિન્દુ-રાજપૂતયુગના ઇતિહાસનાં પ્રબંધાત્મક સાધનોમાં કથે છે કે “ આ ગ્રંથ પ્રભાવકચરિતની ધાટીને પણ ભાષાશુદ્ધિ, વ્યવસ્થા વગેરે ગુણોમાં પ્રભાવચરિત અને પ્રબંધચિંતામણિ બેયથી ઉતરત છે.” સંશોધનપત્ર તપાસતી વેળા મને આ જાણવાનું મળે છે, એટલે આ સંબંધમાં હું અત્ર ઊહાપોહ કરી શકું તેમ નથી. આથી હું શાસ્ત્રીજીને પ્રબન્ધચિતામણિના ભાષાન્તરની પ્રસ્તાવનામાં આ વાતને સમર્થનમાં દાખલાદલીલ રજુ કરવા વિનવું છું, કેમકે હજી એ ભાષાન્તર પૂરેપૂરું છપાઈ ગયું નથી. ૨ શ્રીકસૂરિએ વ, સં. ૧૩૯૩ માં નાભિજિદ્ધારપ્રબન્ધ ઓ છે, શું એ ઉપરથી પ્રસ્તુત ગ્રથના નામમાં ૧ પ્રબન્ધ” શબ્દ વપરાયો હશે? શ્રી રાજશેખરસૂરિની પેઠે વિ. સં. ૧૪૪૨ માં શ્રી જિનમંડનગણિએ પણ પોતાની કૃતિ નામે “ કુમારપાલપ્રબન્ધ”માં “પ્રબન્ધ' શબ્દ યોજ્યો છે. ( ૩ એમની જન્મ-તિથિ અને નિવાણ-તિથિને ઉદેશીને “Proceedings of the Third Oriental Conference " 414611 34Hi 228 HI yeni એમ સૂચવાયું છે કે વિ. સં. ૮૦૦ ના ભાદરવા સુદ ત્રીજ ને રવિવાર એટલે ઇ. સ. ૭૪૩ ની ૨૮ મી જુલાઈને રવિવારે બપોર પછી (afternoon) ત્રણ કલાક અને ૨૪ મિનિટ બાદ હસ્ત નક્ષત્ર શરૂ થતું હતું અને એમની નિર્વાણતિથિ તે ચોથી જુલાઈ ને ગુરુવાર છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના સૂરિ–પ્રબન્ધ અને (૭) હેમચન્દ્રસૂરિ–પ્રબન્ધ. પ્રમન્વકારાના રચનારા સામે પ્રબન્ધચિન્તામણિ નામનેા ગ્રંથ હો, એ હકીકત આ ગ્રંથના એક વિભાગરૂપ શ્રીહેમચન્દ્રસૂરિ-પ્રબન્ધ ( પૃ. ૯૮ ) ઉપરથી તરી આવે છે.ર મા ઉપરથી એમ અનુમાન કરાય છે કે (૧) વરાહમિહિર, (૨) વૃદ્વવાદી, (૩) મલ્લવાદી, (૪) સાતવાહન ( શાલિવાહન ), (૫) વિક્રમાદિત્ય, (૬) નાગાર્જુન, (૭) આભડ અને (૮) વસ્તુપાલને લગતા પ્રબન્ધ રચવામાં પણ રાજશેખરસૂરિએ પ્રબન્ધચિન્તામણિ ઉપયાગ કર્યો હૈાવા જોઇએ. આ હકીકત ધ્યાનમાં લેતાં એ ફલિત થાય છે કે ૨૪ પ્રબન્ધ્રામાંથી ઉપર્યુક્ત સાત અને આ આઇ એમ કલે પંદર પ્રબન્ધા તા એક યા ખીજા ગ્રંયને આધારે રચાયેલા છે. તેમાં પણ વૃદ્ધવાદિ-પ્રબન્ધ અને મલ્લવા–િપ્રબન્ધ તે પ્રભાવ:ચરિત્ર તેમજ પ્રબન્ધચિન્તામણિ એ બંને ગ્રંથેામાં નજરે પડે છે. ચાવીસ પ્રબન્ધામાંથી આ વૃંદર્ બાદ કરતાં નવ પ્રબન્ધા રહે છે. આપણે એને રાજશેખરની નવીન રચના તરીકે ઓળખાવી શકીએ, પરંતુ એમાં તેમજ બીજા બધા પ્રબન્ધામાં પણ જે જે હકીકત રજુ કરાયેલી છે તે સત્યતાની ગરણીમાં ગળાઈને જ ઉપસ્થિત કરાયેલી છે કે કેમ એને એધડક ઉત્તર વિશેષ અન્વેષણ ઉપર અવલંબિત છે. નવીન રચના તરીકે આળખાવી શકાય તેવા નવ પ્રબન્ધા પૈકી ૧ એમની વિવિધ કૃતિએ પૈકી દ્વચાાયના મૂલ્ય વિષે રા. દુર્ગાશંકર કે. શાસ્ત્રીએ પોતાના ઉપર્યુક્ત વ્યાખ્યાનમાં એવું પ્રતિપાદન કર્યું છે કે ગુજરાતના ઇતિહાસના સોાધન માટે કંમતી એવા આ ગ્રંથમાં ઐતિઙાસિક દૃષ્ટિના માટે ભાગે અભાવ જોવાય છે. ૨ જુએ આ ગ્રંથમાં આપેલા અનુવાદ (પૃ. ૮૫). ૩ આ મત્રીશ્વરે રચેલા નરનારાયણાનંદુ મહાકાવ્યના છેલ્લા સ ઉપરથી એના વંશની માહિતી મળી શકે છે. મંત્રીશ્વરના જીવન ઉપર પ્રકાશ પાડનારાં જે સાધનોના નિર્દેશ ૨૯ મા પૃષ્ટમાં કરાયો છે. તેમાં ત્રીજા અને ચેાથા સાધન પરત્વે મુદ્રણદોષને લીધે એક સ્ખલના ઉદ્ભવી જણાય છે. એથી તેમાં નીચે મુજબ સુધારા કરવા જોઇએ: શ્રીઉદયપ્રભસૂકૃિત સુકૃકીર્તિ કલેક્ષની શ્રીહેમવિજયકૃત ધર્માલ્યુદય મહાકાવ્ય Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના હરિહર-પ્રબન્ધ અને અમારચન્દ્ર-પ્રબન્ધ ગુજરાતના ઈતિહાસ સાથે સંબંધ ધરાવે છે. અમરચન્દ્રના પ્રબન્ધમાં વિરધવલના પુત્રરૂપે જે વીસલદેવને વૃત્તાન્ત છે તે પ્રબચિન્તામણિમાં નથી. એટલે એ વૃત્તાન્ત માટે તે પ્રસ્તુત ગ્રંથ જ ઉપયોગી થઈ પડે છે. વળી આ ગ્રંથ બીજા ગ્રંથકારોને પણ ખપમાં આવ્યું છે, એ હકીકત પણ આની ઉપયુક્તતા સિદ્ધ કરે છે. ગ્રંથરચના– શ્રી રાજશેખરસૂરિએ વિ. સં. ૧૮૦૫( ઇ. સ. ૧૩૪૯)માં 8 શુક્લ સપ્તમીને દિને “દિલ્હી” નગરમાં દર્શનપોષક મહણસિંહના આવાસમાં રહીને પ્રબકેશની રચના કરી. એ ગ્રંથનો પ્રારંભ શ્રીષભદેવ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીરસ્વામી એ ચાર તીર્થકરોની સ્તુતિ, ભારતીને પ્રાર્થના અને પોતાના ગુરુના સંસ્મરણપૂર્વક કરાવે છે. એવી પ્રબન્ધ પછી સાતમા સિવાય બાકીના બધા ગદ્યમાં રચાયેલા છે. કેટલીક વાર ગૂર્જર ભાષાના શબ્દોને સંસ્કૃતને સ્વાંગ સજાવેલો જોવાય છે.? આ પ્રમાણે રચાયેલા ચતુર્વિશતિપ્રબન્ધરૂપ મૂળને સામે રાખી પ્રસ્તુત ભાષાતર વાંચવા સંસ્કૃતના સામાન્ય અભ્યાસી પ્રેરાય એ વિશેષ સંભવ છે. એથી તેમની અનુકૂળતા સચવાય તે માટે અને તેમ થતાં સંસ્કૃત સાહિત્યક્ષેત્રમાં યથેષ્ટ વિહાર કરવા માટે તેમને ગ્ય તાલીમ મળે તે વાતે શબ્દાર્થ ઉપર વિશેષ લક્ષ્ય આપવું દુરસ્ત જણાયું છે. આમ કરવા જતાં કેટલેક સ્થળે દરાન્વયતા કે કિલષ્ટતા ઉપસ્થિત થઈ હશે, પરંતુ આ તે ભાષાંતર છે, કિંતુ રૂપાંતર નથી એ હકીકત ધ્યાનમાં લઈ આને સહૃદય સાક્ષરો ન્યાય કરશે, એવી આશા છે. ગ્રંથનું મહત્વ આ ચતુર્વિશતિપ્રબન્ધનું મહત્વ કેટલું છે તે વિવિધ ગ્રંથકારોએ નિજ નિજ કૃતિ રચતાં એને જે આશ્રય લીધે છે તે કહી આપે છે ૧ નાભિનંદનજિનેદારપ્રબન્ધ ગુજરાતનું વર્ણન પૂરું પાડે છે. આ હકીક્તની ગુજરાતીમાં માહિતી મેળવનારને પ્રથાન (પુ. ૧૧, અં. ૪, પૃ. ૨૭-૨૮૦) જેવું અનુકુળ થઈ પડશે. ૨ એના પરિચય માટે જુઓ પૃ. ૨૨૨. ૩ જુઓ ચતુર્વિશતિપ્રબન્ધનું કિંચિત પ્રાસ્તાવિક (પૃ. ૮). Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના આ સંબંધમાં ૧ઉપદેશરસાલની અંતિમ પંક્તિ રજુ કરવી આવશ્યક જણાય છે – શુપારણાસ્ત્રનામ પરથઃ | ૩રાતીિરप्रबन्धादिबहुशास्त्राण्यवलोक्य उद्धृतः सम्पूर्णोऽयं प्रन्थः।" ઉપદેશસાર નામનો ગ્રંથ પણ ચતુર્વિશતિપ્રબન્ધમાંથી કેટલેક અંશે ઉદ્ધરાવે છે. આના સમર્થનાથે એ ગ્રંથની અંતિમ પંક્તિ અત્ર રજુ કરાય છે : " इति श्रीउपदेशसारनामा ग्रन्थः उपदेशतरङ्गिणीप्रवन्ध. જોવીશીખવશ્વવિકતામણિ યુનિવદુરાન્નાઇથવોવચ સમુદ્રુતા” શ્રીપ્રભાચન્દ્રસૂરિકૃતિ પ્રભાવચરિત્રમાં શ્રીબાપુભદિસરિને જે વૃત્તાન્ત રજુ કરાયેલ છે તે માટે ભાગે આ ચતુર્વિશતિપ્રબન્ધગત બપ્પભટ્ટસૂરિપ્રબન્ધનું કેવળ ગદ્યમાંથી પદ્યમાં રૂપાન્તર છે એમ ગડવધની પ્રસ્તાવના (પૃ. ૧૪૯)માં આલેખાયેલું છે. આની પુષ્ટિરૂપે પ્રભાવકચરિત્રના ૧૧મા સર્ગનું નિમ્નલિખિત– बप्पट्टिः श्रिये श्रीमान् यवृत्तं गगनाङ्गणे। खेलति स्म गतायात, राजेश्वरकविर्मुदा ॥ १ ॥ --પદ્ય અવતરણરૂપે રજુ કરી રાજેશ્વરથી રાજશેખર સમજવું એમ સૂચવાયું છે, કેમકે ઈશ્વર અને શેખર એ કાર્થક વાચી હાઈ ૫ઘની સાનુકૂળતા માટે આ પ્રમાણે પરિવર્તન કરાયું છે. પ્રસ્તાવનાકારનું આ કથન ખુલનાત્મક છે, કેમકે પ્રભાવક ચરિત્રની રચના વિ. સં. ૧૩૩૪માં થયેલી છે એટલે ચતુર્વિશતિપ્રબન્ધ તે ત્યારબાદ ૭૧ વર્ષે રચાયે છે. આથી તે ઉલટું એમ અનુમાન થઈ શકે તેમ છે કે રાજશેખરસૂરિએ પ્રભાવચરિત્રના આધારે બપભટ્ટિસૂરિપ્રબન્ધની સંકલન કરી હોવી જોઈએ. ૧ આની એક હસ્તલિખિત પ્રતિ રૉયલ એશિયાટિક સોસાયટિ (મુંબઈ) પાસે છે. એના વર્ણન માટે જુઓ છે. વેલનકરકૃત સૂચીપત્ર (વિ. ૩-૪, પૃ. ૪૦૬). ૨ વિ. સં. ૧૭૩૭માં લખાયેલી આની એક હસ્તલિખિત પ્રતિ પ્રાચવિદ્યાસંશોધનમંદિર (પુના)માં છે. એને ક્રમાંક ૧૨૬૪. છે. ૧૮૮૪-૮૭ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ગ્રંથકારને પરિચય પ્રસ્તુત ગ્રંથકારનાં કુલ, ગણ, શાખા, ગચ્છ અને ગુરુ સંબંધી કેટલીક માહિતી ચતુર્વિશતિપ્રબન્ધના અંતમાં આપેલી પ્રશસ્તિ ઉપરથી મળી રહે છે. જેમકે શ્રીરાજશેખરસૂરિ “પ્રશ્નવાહન” કુળના छे, तेमना गर्नु नाम 'छ, तेसो भयम 'शानामा येसा છે, તેમને ગ૭ “હર્ષપુરીય' નામથી પ્રખ્યાત છે, તેમના ગુરુનું નામ શ્રીતિલક છે, અને તેઓ “મલધારી' અભયદેવસૂરિના સતાનીય थाय छे. શ્રીરાજશેખરસૂરિએ શ્રીજિનપ્રભસૂરિ પાસે ન્યાયકંદલી શીખી તેના ઉપર જે પંજિકા રચી છે તેના અંતમાં આપેલી નિમ્નલિખિત" श्री प्रश्नवाहन'कुले 'कोटिक'नामनि गणे जगद्वन्धे । श्री'मध्यम'शाखायां वंशे श्रीस्थूलभद्रमुनेः ॥ १ ॥ गच्छे । हर्षपुरीये' श्रीमज्जयसिंहसूरिवरशिष्यः । षष्ठाष्टमतीव्रतपाः षडिकृतित्यागसाहसिकः ॥ २ ॥ देव्या चक्रेश्वर्या प्रतिपन्नसुतः श्रुताब्धिगोविन्दः । श्रोअभयसूरिरभवनिःसङ्गसिद्धबहुविधः ॥ ३ ॥-विशेषकम् परःसहनान् भूदेवान् , यक्षं कडमडं च यः । प्रबोध्य · मेडत'पुरे, वीरचैत्यमकारयत् ॥ ४ ॥ श्रोगूर्जरेश्वरो दृष्ट्वा, तो मलपरीपहम् । श्रीको बिरुदं यस्य, 'मलधारी 'त्यघोषयत् ॥ ५ ॥ नाथं 'सुराष्ट्र'राष्ट्रस्य, खेगारं प्रतिबोध्य यः । 'उज्जयन्त'तीर्थपथं, खिलीभूतमवीवहत् ॥ ६ ॥ यस्योपदेशान्निर्मुच्य, चतस्त्रश्चपलेक्षणाः । प्रधुम्नो राजसचिव-श्चारित्रं प्रत्यपद्यत ॥ ७ ॥ ૧ સરખા ન્યાયકંદલીની પંજિકાના પ્રારંભમાં અપાયેલું દ્વિતીય પદ્ય – " श्रीमजिनप्रभविभोरधिगत्य न्यायकन्दली किञ्चित् । तस्यां विकृतिलवमहं करवै स्वपरोपकाराय ॥२॥" Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના श्रीहेमचन्द्र इत्यासीत् , सरिभूरिगुणः स तु । ग्रन्थलक्षविनिर्माता, निर्ग्रन्थानां विशेषकः ॥ ८॥ प्रतिबोध्य सिद्धभूधव-मुद्दण्डैः कनकदण्डकलशैर्यः । उत्तंसितवान् परितः, स्वदेशपरदेशचैत्यानि ॥ ९ ॥ पतिवर्ष जीवरक्षा-मशोत्यहमशीत्यहम् । यस्योपदेशात् सिद्धेश-स्ताम्रपत्रेष्वलीलिखत् ॥ १० ॥ श्रीश्रीचन्द्रमुनीन्द्रो, विबुधेन्दुमुनिश्च तस्य वंश्यौ द्वौ । यौ 'लाट'देशमुद्रा-मुज्झित्वा जगृहतुर्दीक्षाम् ॥ ११ ॥ श्रीचन्द्रसरिशिष्यः, श्रीमुनिचन्द्रः प्रभुः शुचिचरित्रः । 'चौलुक्य 'मानलनृपं, वाग्मी प्रवाजयामास ॥ १२ ॥ तत्क्रमिको देवप्रभ-मूरिः किल पाण्डवायनचरित्रम् । श्रीधर्मसारशास्त्रं, च निर्ममे सुकविकुलतिलकः ॥ १३ ॥ तदीयसिंहासनसार्वभौम--सूरीश्वरः श्रीनरचन्द्रनामा । सरस्वतीलब्धवरप्रसाद-विद्यमुष्टिन्धवधीबभूव ॥ १४ ॥ टिप्पनमनध्यराघव-शास्त्रे किल टिप्पनं च कन्दल्याम् । सारं ज्योतिषमभद्, यः प्राकृतदीपिकामपि च ॥ १५ ॥ तस्य गुरोः प्रियशिष्यः, प्रभुनरेन्द्रप्रभः प्रभावाढ्यः । योऽलङ्कारमहोदधि-मकरोत् काकुत्स्थकेलिं च ॥ १६ ॥ राजानः प्रतिबोधिताः कति कति ग्रन्थाः स्वयं निर्मिताः ___ वादीन्द्राः कति निर्जिताः कति तपास्युप्राणि तप्तानि च । श्रीमद्धर्षपुरीय'गच्छमुकुटैः श्रीसूरिसुत्रामभि:-- स्तच्छिष्यैर्मुनिभिश्च वेत्ति नवरं वागीश्वरी तन्मतिम् ।। १७ ॥ नरचन्द्रसरिवंशे, सूरिः श्रीपद्मदेव इत्यासीत् । सूरिः श्रीश्रीतिलक-स्तस्य मृगेन्द्रासने जयति ॥ १८ ॥ Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના તઘરળg#foળwામૂષિતમાચ્છોડત્ર કામા શ્રીરાગરોવર ડયું, સૂરિ શ્રીમિતનોન II ૨I. पूज्यश्रीतिलकाभिधानसुगुरोः सामर्थ्यमेतद् ध्रुवं मादृक्षोऽपि यदत्र सभ्यपुरतो धत्ते वचश्चापलम् । यड्डिम्भा अपि शुद्धसंस्कृतगिरः 'कश्मीर देशोद्भवाः वाग्देव्याः स खलु प्रभावविभवस्तत्र स्थितायाचिरात् ॥२०॥" –પ્રશસ્તિ ઉપરથી જણાય છે તેમ શ્રીરાજશેખરની ગુરુપરંપરા નીચે મુજબ છે – સ્થૂલભદ્ર-જયસિંહ-માલધારી અભયદેવ-હેમચન્દ્ર-શ્રીચન્દ્રકમુનિચન્દ્ર-પદવપ્રભ-નરચપદ્મદેવ-શ્રીતિલક શ્રીતિલકનામ ૧ છે અને અમ જેવી તીવ્ર તપશ્ચર્યા કરનારા, છે વિકૃતિના ત્યાગી, ચહેશ્વરી દેવી દ્વારા પુત્રરૂપે સ્વીકારાયેલા, હજારિ બ્રાહ્મણ અને કડમ ચક્ષને પ્રતિબોધ પમાડી “મેડતપુર માં વીરચેય કરાવનાર, ગૂર્જરેશ્વર કણ તરફથી “માલધારી ” એવું બિરુદ પામેલા, ખેંગારને પ્રતિબધી “ગિરિનાર * તીર્થના માર્ગને સરળ બનાવનારા અને રાજમંત્રી પ્રદ્યુમ્નને દીક્ષા ગ્રહણ કરાવનારા આ સૂરિવર છે. ૨ ગૃહસ્થાવસ્થામાં પ્રદુન નામથી પ્રસિદ્ધ, અનેક ગ્રંથના પ્રણેતા, ઉત્તમ નિર્ગવ, સિદ્ધરાજને પ્રતિબંધ પમાડી, તેના દ્વારા સ્વદેશ અને પરદેશનાં ચેત્યોને સૈવર્ણ દંડ અને કળશોથી વિભૂષિત કરાવનારા અને અવરક્ષા માટે સિદ્ધરાજ પાસે પ્રતિવર્ષ લેખ લખાવનારા આ મુનિવર છે. 3 આ શ્રી હેમચન્દ્રના વશના છે. તેમણે વિબુધચન્દ્રની જેમ “વાટ' દેશની મુદ્રા છોડી દીક્ષા અંગીકાર કરી હતી. ૪ આ શ્રીચના શિષ્ય થાય છે અને તેમણે સૈલુકય માનલ રાજાને દીક્ષા લેવડાવી હતી. - એમણે પાંડવચરિત્ર તેમ જ ધર્મસાર એ બે ગ્રન્થો રચ્યા છે. ૬ અનર્થરાધવનું ટિન, ન્યાયકદિલીનું ટિપન, તિસાર અને પ્રાકૃતિદીપિકા એ એમની કૃતિઓ છે. અલંકારમહેદધિ અને કાક. થકેલિન કર્તા, અનેક રાજાઓના પ્રતિબંધક, કેટલાએ વાદીઓનો પરાજય કરનારા અને ઉગ્ર તપશ્ચર્યા કરનારા સૂરીશ્વર નરેન્દ્રપ્રભ એ એમના ગુના પ્રિય શિષ્ય હતા. Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ના અન્ય મુનિવર થઈ ગયા છે. દાખલા તરીકે નવાંગીતિકાર શ્રીઅભયદેવસૂરિના સંતાનીય શ્રીદેવભદ્રસૂરિના શિષ્ય શ્રાતિલક. એ મુનિવરે ૌતમપુછાનું વિવરણ રચેલું છે. શ્રીરાજશેખરસૂરિના ગુરુ શ્રોતિલકરારિ તે એમનાથી ભિન્ન છે, એ કહેવું પડે તેમ નથી. શ્રીયુત જિનવિજય દ્વારા સંપાદિત પ્રાચીન લેખસંગ્રહ (ભા. ૨, ક્રમાંક ૧૪૪–૧૪૫) ઉપરથી જણાય છે તેમ રાજશેખરસૂરિના ગુરુ શ્રીતિલકરિએ આબુ ઉપર પ્રતિષ્ઠા કરી હતી. પ્રસ્તુત ગ્રંથકારે પણ સં. ૧૪૧૮માં “પાટણ માં પ્રતિષ્ઠા કરી હતી, એમ શ્રીબુદ્ધિસાગરસૂરિકૃતિ ધાતુપ્રતિમાલેખસંગ્રહ(ભા. ૧)ના ૨૨૭મા ક્રમાંક ઉપરથી જણાય છે. ગ્રંથકારને કૃતિકલાપ– પ્રસ્તુત ગ્રંથકાર શ્રી રાજશેખરસૂરિએ ચતુવિંશતિપ્રબ યાને પ્રબધેકેશ રચવા ઉપરાંત પડદર્શનસમુચ્ચય, ૨૮૪ કથા, દાનપત્રિશિકા તેમજ *રત્નાકરાવતારિકાની પંજિકા પણ રચ્યાં છે. આ સર્વે શ્રેથે તો અન્યાન્ય સ્થળેથી પ્રસિદ્ધ થયેલા છે તે વિષે કઈ ખાસ કહેવા જેવું રહેતું નથી. લગભગ વિ.સં. ૧૪૦૫માં એમણે નેમિનાથ ફાગ રચ્યાનું કહેવાય છે. વળી શ્રીધરકૃત "ન્યાયતંદલીની પંજિકા પણ ૧ વિ. સં. ૧૨૬૧ માં પ્રત્યેકબુદ્ધચરિત્ર, વિ. સં. ૧૨૭૪માં જિતકલ્પવૃત્તિ, વિ. સં. ૧૨૭૭ માં સકવવૃત્તિ, વિ. સં. ૧૨૯૬ માં આવશ્યકનિયુક્તિ વૃત્તિ અને વિ. સં. ૧૩૦૪માં દશવૈકાલિકટીકા રચનારા તિલકસૂરિ પૂર્ણિમા ગણના શ્રી શિવપ્રભ મુનીશ્વરના શિષ્ય થાય છે. એમને શ્રીતિલક સમજવાની કેટલીક વાર ભૂલ થતી જોવાય છે. ૨ ૫. હીરાલાલ હંસરાજ (જામનગર) તરફથી વિ. સં. ૧૯૬૯ માં આ ગ્રંથ પ્રસિદ્ધ થયેલો છે. ભૂલથી છે. વેલકરે પોતાના સૂચીપવમાં આને ચતુર્વિશતિપ્રબન્ધ” ગણે લીધેલો નજરે પડે છે. ૩ શ્રીષભદેવજી કેસરીમલજી સંસ્થા (રતલામ) દ્વારા ઇ. સ. ૧૯૨૭ માં પ્રત્યાખ્યાનસ્વરૂપ, સારસવતી વભમ ઇત્યાદિ કૃતિઓની સાથે આ પ્રસિદ્ધ કરાયેલ છે. ૪ શ્રીવાદિદેવસૂરિએ રચેલા પ્રમાણુનયતવાલોકાલંકાર ઉપર શ્રી. રત્નશેખરસૂરિએ આ ટીકા રચી છે. ૫ મહર્ષિ કણદે છે પદાર્થના વિસ્તારરૂપ જે સૂરો રચ્યાં છે તેના ઉપર પ્રશસ્તપાદે ભાષ્ય રહ્યું છે, એના ઉપર એકંદર ચાર વૃત્તિઓ છે. (અ) આચાર્ય શિવે રચેલી ચેમવતી, (આ) શ્રીધરાચાર્યકુત ચાથકંદલી, Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના १८८४-८७. ૧૮૩૩૯૧ એમની કૃતિ છે, એમ એ પંજિકાની પ્રશરત ઉપરથી જણાય છે. ભાંડારકર પ્રાચ્યવિદ્યાસંશેાધનમંદિરમાં ૧૩૨૦. અને ૧૨૯૮. એ ક્રમાંકવાળી જે એ હસ્તલિખિત પ્રતિઓ છે, તેમાં પ્રથમ પ્રતિ મલધારી રાજશેખરસૂરિષ્કૃત વિનાદથા રજુ કરે છે અને દ્વિતીય પ્રતિને ‘ કથાસંગ્રહ 'ના નામથી એાળખાવેલ છે; પરંતુ આ એ ગ્રંથા ઉપર્યુક્ત ૮૪ કયાથી ભિન્ન છે કે કેમ તેને નિર્ણય કરવા માટે એ એ પ્રતિનું સંતુલન કરવું બાકી રહે છે. * આ ઉપરાંત સ્યાદ્વાદકલિકા પણ પ્રસ્તુત રાજશેખરસૂરિએ રચેલી છે કે એ નામના અન્ય કાઇ મુનિવરે તે પણ જાણવું બાકી રહે છે, કેમકે જૈન ગ્રંથાવલિમાં એકૃતિના રચનાસંવત ૧૨૧૪ જે દર્શાવાયેા છે તેને આધાર જી સુધી જાણવા જોવામાં આવ્યેા નથી. પ્રબન્ધકાશ અને ભાજપ્રમન્ત્ર "" "The Harvard Oriental Series તરફથી ચાથા ગ્રંથરૂપે પ્રસિદ્ધ થયેલ, અને ચાર્લ્સ શકવેલ લેન્સન (Charles Rockwell Lanman)ના ભાષાન્તર સહિત ર્ડા. સ્ટેન કાના (Sten_Konow ) દ્વારા સંપાદિત કપૂરમ’જરીના ૧૯૬ મા પૃષ્ઠમાં નીચે મુજબને "" Many of the memorial verses which occur in the anthologies, and are ascribed to him, were most probably not written by our poet. Some of them are, according to the Harihārāvali, taken from the Bhojaprabandha of Rajaçekhara". It is ( ૪ ) ઉદ્દયનાચા કૃત કિરણાવલી અને (ઈ) શ્રીવત્સાચાર્યે રચેલી લીલાવતી. આથી આ વાત સ્પષ્ટ થાય છે કે ન્યાય દલી એ બીજી વૃત્તિ છે. એના ઉપર શ્રીનરચન્દ્રસૂરિએ ટિપ્ન રચ્યું છે. ** ૧ આ ૩૯ અને અન્ય પ્રતિ અનુસાર ૪૦ પ્ધવાળી કૃતિ હજી સુધી કોઇ સ્થળેથી પ્રસિદ્ધ થયેલી જણાતી નથી. હાલમાં મુનિ શ્રીપુણ્યવિજય તરફથી મળેલી એની પ્રતિનું સપાદનકાર્યાં મે' હાથ ધર્યું છે. આ કૃતિના આદ્ય અને, અંતમ પધ અનુક્રમે નીચે મુજબ છે: " r षड्द्रव्यं जिनं नत्वा, स्याद्वादं वच्मि तत्र सः । જ્ઞાનવર્શનતા મેવા-મેતામ્યાં પરમામસુ || ૧ || द्रव्यषट्केऽप्यनेकान्त- प्रकाशाय विपश्चिताम् । प्रयोगान् दर्शयामास, सूरिः श्रीराजशेखरः ॥ Author of Karpūramañjarī. 44 ܕܪ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રસ્તાવના accordingly probable that they are extracts from the Prabandhakoca of the younger Rajacekhara, which was written in 1347. ” –ઉલ્લેખ જોવાય છે. અહીં જે પ્રબન્ધકેશમાં ભાજપ્રબન્ધ હેવાને નિર્દેશ કરાયો છે તે ભ્રાન્તિમૂલક જણાય છે. જો તેમ ન જ હોય તે પ્રબધેકેશના કર્તા શ્રી રાજશેખરની ભેજપ્રબન્ધ નામની કંઈ કૃતિ હોવાની સંભાવના કરવી પડે છે. પદ્ધતિ–– આ અનુવાદાત્મક ગ્રંથમાં અનુવાદ કરતી વેળા મેં જે શૈલીનો ઉપયોગ કર્યો છે તે સંબંધમાં “ ગ્રંથની રચના ' એ શીર્ષકગત વિભાગમાં ઇસારો કરાયેલો છે અટલે એ વિષે અહીં કંઈ ખાસ ઉમેરવા જેવું રહેતું નથી. થી ફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ તરફથી ૧રમાં ગ્રંથાંક તરીકે પ્રસિદ્ધ થયેલા અને ગીર્વાણ ગિરામાં રચાયેલા મૂળ ગ્રંથના સંસ્કરણમાં મેં જેમ વિશિષ્ટ નર, નગર ઇત્યાદિ નામો જ-પરિશિષ્ટ તરીકે આપ્યાં છે તેમ આ ગૌર્જર સંસ્કરણમાં આપવાની મને આવશ્યકતા નહિ જણાયાથી મેં તેમ કર્યું નથી. આથી એની જિજ્ઞાસુને એ પરિશિષ્ટ જોઈ લેવા ભલામણ છે. વિશેષમાં જેમ સંસ્કૃત આવૃત્તિમાં ઝ-પરિશિષ્ટ તરીકે કેટલાક પારિભાષિક શબ્દાદિ વિષે ટૂંકી નોંધ અપાયેલી છે તેવી અત્ર આપવી એવો પ્રથમ વિચાર હતા, પરંતુ આ અનુવાદાત્મક ગ્રંથ બહાર પડે છે તે પૂર્વ મારી રચેલી આહતદર્શન દીપિકા પ્રસિદ્ધ થઈ જવાથી એ વિચાર જતો કર્યો છે. આશા છે કે એ મારી કૃતિમાંથી પારિભાષિક શબ્દો વિષેની આવશ્યક માહિતી જરૂર મળી રહેશે. મૂળ ગ્રંથને ઉદ્દેશીને સંસ્કૃતમાં લખાયેલા “કિચિત પ્રારતાવિક”— (પૃ. ૮)માં મેં કેટલાક પ્રબંધની સંવાદાદિર મીમાંસા કરવાનો પ્રયાસ કરવાની અભિલાષા વ્યક્ત કરી હતી, પરંતુ આજે એ મીમાંસાને પૃથફ સ્થાન ન આપતાં કેટલીક પ્રાસંગિક નોંધ પરિશિષ્ટરૂપે રજુ કરી સંતોષ માન્ય છે, કેમકે પ્રભાવક ચરિત્રની પ્રસ્તાવનામાં તેના યાજક ઈતિહાસત્ત સાક્ષર મુનિરાજ શ્રી કલ્યાણવિજયે એ દિશામાં સુંદર પ્રકાશ પાડયો છે. અહીં તો ફક્ત ભદ્રબાહુ સ્વામીને ઉદ્દેશીને બે શબ્દ કહેવા પ્રસ્તુત સમજાય છે. તે એ છે કે કેટલાક સાક્ષરોનું એમ માનવું છે કે જેન વેતાંબર દૃષ્ટિએ પણ ભદ્રબાહુ નામના બે આચાર્યો થઈ ગયા છે. શ્રી કલ્યાણવિજયે “વીર નિર્વાણ સંવત ઔર જૈન કાલગણનામાં કેટલીક ઐતિહાસિક બીનાઓ ચર્ચા છે. તે પૈકી ૭૬માં પૃષ્ઠમાં ચોદપૂર્વધર ભદ્રબાપુ સ્વામી અને નિર્યુક્તિકાર ભદ્રબાહુ સ્વામી એ બે ભિન્ન વ્યકિતઓ હવાને ઉલ્લેખ કર્યો છે. આ સંબંધમાં અત્યારે Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના વિદ્વદલ્લભ મુનિરાજ શ્રી પુણ્યવિજયે પણ ઉપર્યુક્ત મંતવ્યને સ્વીકારતા હોય એમ જણાય છે, પરંતુ એ હકીકત સપ્રમાણ રજુ થાય તે માટે તેઓ વિશિષ્ટ ગષણ કરી રહ્યા છે. એતિહાસિક સામગ્રી જેકે સાહિત્ય, કેળવણી, ગણિત, કાવ્ય, કળા ઇત્યાદિની લાક્ષણિક વ્યાખ્યા સર્વત્ર અને સદાને માટે સર્વમાન્ય થઈ પડે તેવી રીતે રજુ થવી દુશય, બલકે અશક્ય છે, તેમ છતાં એ દરેકની સ્થૂલાદિ વ્યાખ્યાઓ થતી આવી છે અને થાય છે. આ નિયમ ઇતિહાસને પણ લાગુ પડે છે. ઈતિહાસની રપૂલ વ્યાખ્યા તે હરિ + + માસ એટલે પૂર્વ આમ હતું એ વ્યુત્પત્તિ ઉપરથી રજુ કરાય છે. આપણા ભારતવર્ષમાં એક પ્રાચીન સમયમાં કોઈ વિશિષ્ટ વ્યકિતનું જીવનચરિત્ર આધુનિક ઐતિહાસિક દષ્ટિએ લખાયેલું જોવાતું નથી. આવી પરિસ્થિતિમાં પ્રાચીન યુગમાં થઈ ગયેલી અનુકરણીય અને વદનીય વ્યક્તિઓને ઇતિહાસ કાલક્રમાનુસારી અને સાંભળેલા બનાવોની સત્યતા તપાસી અને પૂરવાર કરીને લખાયેલે ન મળે તો તે સ્વાભાવિક છે; કેમકે આપણા પૂર્વજોને મન તો અમુક વીરને પૂજન કરતાં એના વીરત્વના પૂજનની વિશેષ કિંમત હતી એટલે કે ગુણની પૂજા કરતાં ગુણની પૂજાને તેઓ વધારે મહત્વ આપતા અને તેમ થતાં તેમને હાથે સમર્થ વ્યક્તિને પણ ગૌણ સ્થાન મળતું. જેમ અત્યારે ઐતિહાસિક સત્યને નવલકથાના લેબાસમાં રજુ કરી તેને અન્ય જાતને અને કેટલીક વાર તે મૂલઘાતક સ્વાંગ સજાવાય છે તેમ અસલના વખતમાં બનતું કે નહિ તેને નિશ્ચયાત્મક ઉત્તર આપવો મુશ્કેલ છે, પરંતુ એમ તે અનુમનાય છે કે તે વખતે ઐતિહાસિક બીનાને ગુંગળાવી નાંખવાનું કાર્ય ઈરાદાપૂર્વક નહીં થતું હોય. પ્રાચીન કાળમાં પણ આપણે ત્યાં ઐતિહાસિક તને સૂક્ષ્મરૂપે રજુ કરનારી પૌરાણિક કથાઓ રચાયેલી છે એટલે આપણે દેશમાં ઇતિહાસની કિમત કે કદર જ ન હતી એમ માનવું અસ્થાને છે. વળી મધ્યકાળમાં ઈતિહાસ સામે વધારે નજદીક સંબંધ ધરાવનારા ગ્રંથ રચાયેલા છે. લોકોને મોઢેથી સાંભળેલી હકીકતોને મહાભારતમાં ઈતિહાસના નામથી ઓળખાવેલ છે. લગભગ એવી વાત મધ્યકાળમાં પ્રબંધના નામથી અને અત્યારે લોકકથા, લોકસાહિત્ય કે એવા કોઈ નામથી ઓળખાવાય છે. શ્રોતૃવર્ગની ધાર્મિક ભાવનાને સતેજ કરવાના ઇરાદાથી રચાયેલો ચતુર્વિશાતપ્રબન્ધ એ પ્રાયઃ આવી જાતના ૨૪ પ્રબન્ધનો સંગ્રહ છે; એથી એમાં રજુ થયેલી તમામ હકીકત વિશ્વસનીય હોવા વિષે શંકા રહે છે. જે સામગ્રી પ્રભાચન્દ્રસૂરિ પાસે વિ. સં. ૧૩૩૪ માં અને Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રસ્તાવના મેરતંગસૂરિ પાસે વિ. સં. ૧૩૬૧ માં ન હોય તેવી સામગ્રી રાજશેખરસૂરિ પાસે હોવાનો બહુ ઓછો સંભવ છે. વિશેષમાં અજેન કવિ સેમેશ્વર જેવા પાસે જે સાધન ન હોય તે વિ. સં. ૧૪૦પમાં સુલભ હેય એમ માનવાનું કંઈ ખાસ કારણ જણાતું નથી. આ પ્રમાણેના ઐતિહાસિક મૂલ્યવાળો પ્રસ્તુત ગ્રંથ કઇ સિક્કા. તામ્રપત્ર, શિલાલેખ કે એવાં ઐતિહાસિક સાધને વિષે પ્રકાશ પાડી શકે તેમ નથી. આવી પરિસ્થિતિમાં પણ એની ઉપયોગિતા કેટલી છે એ વાત તે “ગ્રંથનું મહત્તવ” કહી રહ્યું છે. ઉ૫કારે 1 ચવિ શતિપ્રબન્ધ તેમજ તેનો અનુવાદ પ્રસિદ્ધ કરી શ્રી ફાર્બસ ગુજરાતિ સભાએ મને તેમજ જેન જગતને ત્રણ બનાવ્યું છે, તેની સૌથી પ્રથમ સત્ર નેંધ લેવામાં આવે છે. ઇ. સ. ૧૮૯૫માં વડેદરા દેશી કેળવણી ખાતા તરફથી સદ્દગત છે. મણિલાલ નભુભાઈ દ્વિવેદી બી. એ., દ્વારા તૈયાર થયેલ ભાષાન્તર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, પરંતુ તેની આજે એકે નકલ વેચાતી મળી શકતી નથી. આ ન્યૂનતા આ અનુવાદથી થોડે ઘણે અંશે પણ જે દૂર થશે તે મારા પરિશ્રમને હું સાર્થક થયેલે ગણીશ. આ ભાષાન્તરમાં સાક્ષર દ્વિવેદીને હાથે કેટલીક ખલનાએ થયેલી જોવાય છે અને તેમાં પણ કેટલાંક પ્રાકૃત અવતરણ અને તેના અર્થ સંબંધી ત્રુટિઓ તે ખટકે તેવી છે. તેમ છતાં એ ભાષાન્તર દ્વારા મને આ અનુવાદ તૈયાર કરવામાં જે સુગમતા મળી હોય તે બદલ હું તેના જકને આભારી છું. એ દુર્લભ્ય ભાષાન્તરની એક નકલ, શ્રીયુત જીવણચંદ સાકરચંદ ઝવેરીએ શ્રીજોનાનંદ પુસ્તકાલય(સુરત)ના કાર્યવાહક પાસે મેળવીને મને આ કાર્યમાં જે પ્રોત્સાહન આપ્યું છે તે બદલ એમને પણ અત્ર ઉપકાર માનવામાં આવે છે. આ પ્રમાણે ઉપકારને વિભાગ પૂર્ણ કરાય તે પૂર્વે આ ગ્રંથના અંત માં આપેલાં બંને પરિશિષ્ટ પર મને સૂચનાઓ કરનાર તેમ જ આ પ્રસ્તાવનાનું મુદ્રણપત્ર તપાસી આપનાર મુનિશ્રી પુણ્યવિજયના મુબારક નામનો ઉલ્લેખ થવો ઘટે છે. તેમની સહદયતા ખરેખર અભિનંદનીય છે. અંતમાં એટલું જ ઉમેરીશ કે આ પ્રસ્તાવના તૈયાર કરતી વેળા જે ગ્રંથે હસ્તગત હતા તે અત્યારે નહીં હોવાથી દરેક વિગત ફરીથી તપાસી જવાની સુગમતા મળી શકી નથી. એથી તેમજ અન્ય કોઈ કારણસર આ પ્રસ્તાવનાદિમાં જે કોઈ ક્ષતિઓ ઉપસ્થિત થઈ હોય તો તે તરફ મારું લક્ષ્ય ખેંચવા હું સમભાવી સાક્ષરોને વિનવું છું, ભગવાડી, ભૂલેશ્વર, હીરાલાલ રસિકદાસ કાપડિયા શ્રાવણ કૃષ્ણ દ્વાદશી, વી. સે. ૨૪૫૯, મુંબઈ Page #16 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ વિષય ૧ ચતુર્વિશતિપ્રશ્નન્દનો અનુવાદ ૨ શ્રીભદ્રબાહુ ને વરાહમિહિરના પ્રબન્ધ ૩ શ્રીઆર્યનન્દિલને પ્રબન્ધ... ૪ શ્રીછવદેવસૂરિના પ્રબન્ધ ૫ શ્રીઆર્યખપટાચાર્યને પ્રબન્ધ ૬ શ્રીપાદલિપ્તાચાર્યના પ્રબન્ધ ૭ શ્રીવૃદ્ધવાદી ને શ્રીસિહસૈનના પ્રબન્ધ ૮ શ્રીમહલવાદીસૂરિને પ્રબન્ધ હું શ્રીહરિભદ્રસૂરિના પ્રબન્ધ ... ૧૦ શ્રીષ્મપ્પભટ્ટિસૂરિના પ્રબન્ધ ૧૧ શ્રીહેમચન્દ્રસૂરિના પ્રશ્નન્ધ ૧૨ શ્રીહર્ષકવિને પ્રબન્ધ ૧૩ શ્રીહરિહરના પ્રબન્ધ ૧૪ શ્રીઅમરચન્દ્રકવિતા પ્રબન્ધ ૧૫ માનકીર્તિના પ્રબન્ધ ૧૬ સાતવાહનને પ્રબન્ધ ૧૭ વંકચૂલના પ્રબન્ધ ૧૮ શ્રીવિક્રમાદિત્યને પ્રમન્ય ૧૯ વિક્રમાર્ક ચરિત્ર ૨૦ નાગાર્જુનના પ્રબન્ધ વત્સરાજ ઉદયનના પ્રબન્ધ ૨૧ ૨૨ લક્ષણસેનને પ્રબન્ધ ૨૩ મદનવર્મતા પ્રબન્ધ પ્રરતાવના ... ... ... ... ... ... ... ... ... ... ... : ૨૪ રત્ન શ્રાવકને પ્રબન્ધ ૨૫ આભડના પ્રબન્ધ ૨૬ શ્રીવસ્તુપાલ તે તેજ:પાલના પ્રબન્ધ પરિશિષ્ટા ... *** : ... ... :: : ... :: ... :: ... *** શ્રીપાદલિપ્તસૂરિષ્કૃત વીરસ્તુતિ (સાવર) પ્રકીર્ણક ટિપ્પનક શ્રીદશવૈકાલિક સૂત્રની સુવર્ણગર્ભિત આદ્ય ગાથા (સાવસૂરિ) આભપ્રાયા પૂર્ણાંક ૧-૧૪ ૧-૨૨૨ ૧-૭ ૮-૧૧ ૧૨-૧૬ ૧૭-૨૦ ૨૧-૨૬ ૨૭-૩૮ ૩૯-૪૪ ૪૫-૪૯ ૫૦-૮૩ ૮૪-૯૭ ૯૮-૧૦૪ ૧૦૫–૧૦૯ ૧૧૦-૧૧૩ ૧૧૪૧૧૭ ૧૧૮-૧૩૨ ૧૩૩-૧૩૮ ૧૩૨-૧૪૬ ૧૪૭-૧૪૮ ૧૪૯-૧૫૧ ૧૫૨-૧૫૫ ૧૫૬ -૧૫૯ ૧૬૦-૧૬૪ ૧૬૫-૧૭૧ ૧૭૨-૧૭૬ ૧૭૭-૨૨૨ ૨૨૩-૨૪૩ ૨૨૩૨૨૮ ૨૨૯-૨૪૦ ૨૪૧ ૨૪૨-૨૪૪ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રો. હીરાલાલ ર. કાપડિયા દ્વારા સંપાદિત અન્ય ગ્રંથ અને કાર્યરત્નમંજૂષા-અષ્ટલક્ષાથી વગેરે સંસ્કૃત પ્રસ્તાવના સાથે આહંત દર્શન દીપિકા યાને જૈનતત્ત્વપ્રદીપનું વિસ્તૃત વિવેચન ચતુર્વિશતિક સટીક ગુજરાતી અનુવાદાદિ સહિત ચતુર્વિશતિજિનાન્દરતુતિ સટીક , , , ચતુવિંશતિપ્રબન્ધ વિવિધ પરિશિષ્ટાદિ સહિત (ફ. ગુ. સ. ) જૈનધર્મવરસ્તોત્ર સંસ્કૃત ટીકા અને પ્રસ્તાવનાદિ સહિત તવાર્થસત્ર ગુજરાતી અનુવાદ સહિત તત્વાર્થાધિગમસૂત્ર (ભા. ૧-૨) સભાષ્ય અને સટીક ન્યાયકુસુમાંજલિ ગુજરાતી અને અંગ્રેજી અનુવાદ સહિત નવતરવસંગ્રહ પદ્માનંદ મહાકાવ્ય સંસ્કૃત અને અંગ્રેજી પ્રસ્તાવનાદિ સહિત ( G. O. s.) પ્રિયકરનૃપકથા અને ઉપસર્ગ રસ્તોત્ર પરિશિષ્ટાદિ સહિત. ભક્તામર, કલ્યાણુમંદિર અને નમિણ તેને અંગ્રેજી અનુવાદાદિ સહિત. ભક્તામરસ્તોત્રની પાદપૂતિરૂપ કાવ્યસંગ્રહ (ભા. ૧-૨) ગુજરાતી અનુવાદાદિ સહિત. વૈરાગ્યરસમંજરી ગુજરાતી અનુવાદ અને વિવેચન સહિત. શંગારવૈરાગ્યતરંગિણે ગુજરાતી અનુવાદાદિ સહિત. શેભનસ્તુતિ વિવિધ ટીકાઓ ને સંસ્કૃત ભૂમિકાદિ સહિત. સ્તુતિચતુર્વિશતિકા સંસ્કૃત ટીકા અને ગુજરાતી અનુવાદાદિ સહિત મુદ્રણાલયમાં A descriptive catalogue of the Jaina Mss. vol. 1-III. (Bhandarkar Oriental Research Institute ) આહત જીવન જ્યોતિ (ભા. ૧-૧ર) ગણિતતિલક સંસ્કૃત ટીકાદિ સહિત (Gaekwad's 0. Series). English translation of Jaina dars’ana. Page #18 -------------------------------------------------------------------------- ________________ अहम् શ્રીરાજશેખરસૂરિકૃત ચતુર્વિશતિપ્રબન્ધ યાને પ્રબન્ધકેશ રાજ્યાભિષેક વેળા સુવર્ણના આસન ઉપર આરૂઢ થયેલા, સર્વ અવયને વિષે દિવ્ય આભૂષણે પહેરેલાં) હેવાથી મનોહર, “મેસ” પ (પર્વત)ના મુકુટ સમાન અને તેમનોવાંછિત; આપવામાં ) કલ્પવૃક્ષ સમાન એવા પ્રથમ જિનેશ્વર (શ્રી કષભદેવ) (હે ભવ્યો !) તમારા કલ્યાણ માટે હો૧ જેઓ (પ્રથમ) વિવેક(રૂપ શિખર ) ઉપર ઊંચા ચઢયા અને પછી (ગિરિનાર') ગિરિના શિખર ઉપર અને ત્યારબાદ ચારિત્ર, તપશ્ચર્યા, ૧૦ (કેવલજ્ઞાનરૂ૫) ઉત્તમ જ્ઞાન અને (મોક્ષરૂપ) ઉત્તમ પદ ઉપર આરૂઢ થયા તે નેમિ(નાથ) (તમને) ઉત્તરોત્તર સંપત્તિ અર્પો-૨ જેમને માટે ભક્તિથી, સ્વયંવર માટે આવેલ સાત તસ્વરૂપ લક્ષ્મીનું પાણિગ્રહણ કરે એટલા માટે નાગે જાણે સાત( ફેણના મિષથી સાત) મંડપ કર્યો કે શું (એવી કલ્પના કરાય) તે વામા (દેવી)ના પુત્ર ૧૫ ભગવાન પાર્શ્વનાથ) તમારા આનંદને અર્થે હો-૩ જેમણે વીર(જન્મરૂપ) સંવત્સરને વિષે લેકને બધી બાજુએ દ્રવ્ય વડે અને વતપર્વથી ઉત્પન્ન થતાં દાનને વિષે પરમાર્થથી કૃતાર્થ કર્યા,તેમજ જેમણે આપેલા આગમના નિર્મળ (ત્રિપદીરૂપ) બીજના બળથી આજે પણ આ “ભરતભૂમિમાં તવ નામના ભંડારે વિદ્વાનોને મળે છે તે વીર ૨૦ (પ્રભુ) (તમારા) શ્રેયને માટે થાઓ.-૪ જિનેશ્વરના ગણધરે (કે જેઓ સરસ્વતીના સાર વડે તીવ્ર છે તેઓ) તેમજ ઉત્તમ અને સચોટ (અથવા સાર વડે તીવ્ર એવી) સરસ્વતી મને સાહિત્ય અર્પો, સરસ્વતીની સૌમ્ય દષ્ટિને લઈને મારી ભારતી વિલાસ પામે અને તે પ્રસન્ન થાઓ. મારા સુગુરુ શ્રીતિલકસૂરિ કે જેમણે વિનો દૂર કર્યા છે તેઓ મને કલાઓ સમર્પો. શિષ્યો ફરાયમાણ છે અને નિરંતર પુણ્યની માલારૂપ શ્રાવકના સમુદાયે ગાજતા રહે–પ ૧ જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મેક્ષ એ જૈન દર્શનનાં સાત તો છે, Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ્રીરાજશેખરસૂરિકૃત [૨ મકવાદુવાદઆ જગતમાં ખરેખર વિનય વડે વિનીત એવા શિષ્ય મૃતરૂપ સમુદ્રના પારને પામેલા તેમજ (આવશ્યક ) ક્રિયાને વિષે તત્પર એવા ગુરુની પાસે વિધિપૂર્વક સર્વ શીખવું જોઈએ. (અ) ત્યાર પછી ભવ્ય (જી)ના ઉપકાર માટે કલેશને વિનાશ કરનારી દેશના તેમણે વિસ્તારવી જોઈએ. તેને વિધિ આ પ્રમાણે છે—સ્મલનાથી રહિત, મિલનથી મુક્ત અને અક્ષરેથી પરિપૂર્ણ એવી રીતે સૂત્ર ઉચ્ચારવું જોઈએ. ગ્રામ્ય અને મનોવેધક રીતિથી અર્થ કહે જોઈએ. ચારે બાજુ સભ્યોને વિષે દૃષ્ટિ રાખી કાયગુપ્તિથી ગુપ્ત એવા (ઉપદેશકે) અર્થનું જ્ઞાન થાય ત્યાં સુધી આસપાસ સભ્યો તરફ દષ્ટિ રાખી દેશના આપવી. (એવા) વક્તાને (ચારિત્ર) અને પ્રબંધનું કામ પડે છે. તેમાં શ્રી ઋષભ(સ્વામી)થી માંડીને તે વધમાન સુધીના તીર્થકરોનાં, ચક્રવર્તી પ્રમુખ રાજાઓનાં, તેમજ આર્યરક્ષિત પર્યન્તના મુનિઓનાં વૃત્તાંત ચરિત” કહેવાય છે, ત્યાર પછીના સમયમાં થયેલા મનુષ્યોનાં વૃત્તાંત તે ‘પ્રબન્ધ” કહેવાય છે. હવે અમે ગુરુમુખથી સાંભળેલા, વિશાળ તેમજ રસમય એવા ચોવીસ પ્રબંધોને સંગ્રહ કરીએ છીએ. તેમાં રિ-પ્રબંધો ૧૦ છે. કવિપ્રબંધ ૪ છે, ભૂપતિ-પ્રબંધો ૭ છે, અને રાજ્યના અંગરૂપ શ્રાવકના પ્રબંધો ૩ છે, એમ (કુલે) ચોવીશ થાય છે. (જેમકે(૧) ભદ્રબાહુ અને વરાહ, (૨) આર્યનંદિલ ક્ષણિક (સાધુ), (૩) જીવદેવસૂરિન, ૨૦ (૪) આયંખપટરિન, (૫) પાદલિત પ્રભુને, (૬) વૃદ્ધવાદી અને સિદ્ધસેનને, (૭)મધુવાદન, (૮) હરિભસૂરિને,(૯)બપભટિરિને, (૧૦) હેમ(ચન્દ્ર)સૂરિને, (૧૧) શ્રીહર્ષ કવિને, (૧૨) હરિહર કવિને (૧૩) અમરચન્દ્ર કવિને, (૧૪) દિગબર મદનકીર્તિ કવિને, (૧૫) સાતવાહનન, (૧૬) વંકચૂલને, (૧૭) વિક્રમાદિત્યને, (૧૮) નાગા૨૫ જુનને, (૧૯) ઉદયનને, (૨૦) લક્ષણસેનને, (૨૧) મદનવર્માને, (૨૨) રત્નને, (૨૩) આભડને, અને (૨૪) વસ્તુપાલને. તેમાં પ્રથમ (૧) ભદ્રબાહુ-વરાહને પ્રબંધ (વર્ણવાય છે):– - દક્ષિણાપથને વિષે “પ્રતિષ્ઠાન 'પુરમાં ભદ્રબાહુ અને વરાહ નામના બે બ્રાહ્મણ કુમારે નિર્ધન અને આશ્રય વિનાના (પરંતુ) બુદ્ધિશાળી ૩૦ વસતા હતા. ત્યાં યશભદ્ર નામના ચૌદપૂર્વધર પધાર્યા. ભદ્રબાહુએ અને ૧ પૂર્વને અર્થ અને તેની સંખ્યા વગેરે માટે જુઓ ભક્તામરસ્તોત્રની પાદતરૂપ કાવ્યસંગ્રહને પ્રથમ વિભાગ (પૃ. ૫૯-૬૨) Page #20 -------------------------------------------------------------------------- ________________ ga ] ચતુર્વિશતિપ્રબન્ધ વરાહે તેમની એ દેશના સાંભળી કે વિવિધ પ્રકારના ભોગે નાશ પામવાના સ્વભાવવાળા છે અને એના વડે જ આ સંસાર છે. તત્ત્વની ખાતર હે લેકો ! પરિભ્રમણ કરો (અન્ય) ચેષ્ટાઓથી સર્યું. જે અમારાં વચન ઉપર શ્રદ્ધા હોય તે આશારૂપ સંકડે પાશના નાશથી નિર્મળ બનેલા ચિત્તને કોઈક આત્યન્તિક સુખના સ્થાનને વિષે સ્થાપે. આટલું જ સાંભળતાં પ્રતિબોધ પામેલા તે (બે કુમારે ઘેર જઈ મન્ત્રણ કરવા લાગ્યા કે શા માટે આપણે જન્મ ફેગટ ગુમાવીએ છીએ ? એક તે ભોગનું સાધન નથી, એથી આપણે યોગ સાધા જોઈએ. આગળ ગાયન, ( બને) બાજુ ઉપર દક્ષિણના સરસ કવિઓ અને પાછળ ચામરધારી લલનાઓનાં કંકણને લીલાત્મક રણકાર એ પ્રમાણે ૧૦ જે (ભેગસામગ્રી) હોય તે સંસારના રસનો આસ્વાદ કરવામાં હે મન ! તું લંપટ બન; નહિ તો વિકલ્પથી વિમુખ એવી સમાધિને વિષે તું એકદમ પ્રવેશ કર. આ પ્રમાણે વિચાર કરીને બંને ભાઈઓએ દીક્ષા ગ્રહણ કરી. ભદ્રબાહુ ચૌદપૂર્વના ધારક અને છત્રીસ ગુણોથી પરિપૂર્ણ આચાર્ય ૧૫ બન્યા. તેઓ (૧) દશવૈકાલિક, (૨) ઉત્તરાધ્યયન, (૩) દશાશ્રુતસ્કંધ, (૪) ક૫, (૫) વ્યવહાર, (૬) આવશ્યક, (૭) સૂર્ય પ્રાપ્તિ, (૮) સૂત્રકૃત, (૯) આચાર–અંગ અને (૧૦) ઋષિભાષિત એ નામના દશ ગ્રંથની (બધી મળીને) દશ નિર્યુક્તિ રચનાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા. વળી તેમણે ભાદ્રબાહુવી નામની સંહિતા પણ રચી. તે સમયમાં આર્યસંભૂતિવિજ્ય પણ ચૌદપૂર્વધર હતા. શ્રીયશોભદ્રસૂરિ સ્વર્ગ ગયા. (પછી) ભવ્ય (જીવ)રૂપ કમળને (વિકસાવવામાં) સૂર્યસમાન એવા ભદ્રબાહુ અને સંભૂતિવિજય પરસ્પર સ્નેહ ધારણ કરતા “ભરત' (ક્ષેત્રોમાં જુદા જુદા વિચરવા લાગ્યા. વરાહ પણ વિદ્વાન હતા, પરંતુ મોટા અભિમાનરૂપ પર્વત ઉપર ચઢેલા તેઓ ભદ્રબાહુ નામના પિતાના ૨૫ બંધુ પાસે “સૂરિ” પદ યાચવા લાગ્યા. (તેમને) ભદ્રબાહુએ કહ્યું કે ૧ વિચારોની આપલે. ૨ ચામર હલાવવા જતાં કંકણ ખખડે તે. ૩ સ્પર્શનાદિ પાંચ ઈન્દ્રિય પરત્વેના પાંચ સંવર, નવ પ્રકારનું બ્રહ્મચર્ય, ક્રોધાદિ ચાર કષાયોથી મુક્તતા, અહિંસાદિ પાંચ મહાવ્રત, પાંચ પ્રકારના આચાર, ૩૦ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ ૩૬ ગુણે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૧૫ શ્રીરાજશેખરસૂરિકૃત [૨ મકવાદુવાદહે વત્સ! તું વિદ્વાન છે, ક્રિયાશીલ છે, પરંતુ અભિમાની છે; (વાસ્તે) અમે (તારા જેવા) અભિમાનીને “સૂરિ' પદ આપતા નથી. આ સાચું હોવા છતાં તેને ન રુચ્યું; કેમકે ગુરુનું સત્ય અને નિર્મળ વચન પણ અભવ્યને કાને પડતાં (તેને) મોટું શળ ઉપજાવે છે. આથી કરીને તેણે વ્રત (દીક્ષા)નો ત્યાગ કર્યો. મિથ્યાત્વી બની તેણે ફરી બ્રાહ્મણને વેષ ગ્રહણ કર્યો. દીક્ષા–અવસ્થા દરમ્યાન કરેલા શાસ્ત્રના અભ્યાસ દ્વારા અર્થને જાણકાર બનેલ હોવાથી વારાહસંહિતા ઇત્યાદિ નવીન શાસ્ત્ર રચવામાં તે પ્રગલ્સ બન્યો અને લેકમાં કહેવા લાગ્યો કે હું બાળપણમાં લગ્ન (કાઢવા)ને અભ્યાસ કરતો હતે. (એટલે) તેને વિચારમાં જ તલ્લીન રહેતો હતો. એક દિવસ પ્રતિષ્ઠાન '(નગર)ની બહાર (પહેલા) એક પત્થર ઉપર મેં લગ્ન માંડવું (કાવ્યું) અને સાંજના તે ભૂંસી નાખ્યા વિના જ સ્વસ્થાને આવી હું સુઈ ગયો. સુતા પછી મને તે લમ ભૂસ્યા વિનાનું રહી ગયેલું યાદ આવ્યું એટલે હું તે ભૂંસી નાંખવા ત્યાં ગયે. (ત્યારે) ત્યાં લગ્ન વડે અધિષિત પત્થર ઉપર સિંહ બેઠેલે હતે. તેમ છતાં તેના ઉદર–પ્રદેશમાં હાથ ઘાલી મેં લગ્ન ભૂંસી નાંખ્યું. તેટલામાં તો એ સિંહ સાક્ષાત સૂર્ય જ બની ગયો. અને તેણે મને કહ્યું કે હે વત્સ ! તારા દઢ નિશ્ચયથી તેમજ લગ્ન-ગ્રહને વિષેની તારી ભક્તિથી હું ઘણે ખુશી થયો છું હું સૂર્ય છું, તું વર માગ. ત્યાર બાદ મેં કહ્યું કે હે નાથ ! જે તમે પ્રસન્ન થયા હોય તો આપના વિમાનમાં મને ચિરકાલ પર્યત રાખો અને મને સંપૂર્ણ તિચક્ર દેખાડે. ત્યાર પછી સૂર્ય મને ઘણું વખત સુધી પિતાના વિમાનમાં રાખી આકાશમાં ફેરવ્યો. સૂર્યે મારે વિષે સંક્રમણ કરેલા અમૃતથી સંતૃપ્ત બનેલા એવા મને ભૂખ, તરસ વગેરે દુઃખોનો અનુભવ ન થયો. (આ પ્રમાણે) કૃતકૃત્ય થયેલે હું સૂર્યની રજા લઈ મારા જ્ઞાન વડે દુનિયા ઉપર ઉપકાર કરવા માટે (આ) મહીમંડળ ઉપર ફરું છું. મને વરાહમિહિર કહી બેલાવ. આ પ્રમાણે એ સ્વછંદપણે પિતાની પ્રખ્યાતિ કરવા લાગે. સંભાવનાને લીધે લેકમાં એ ઘણી પૂજા પામે અને તેણે પ્રતિષ્ઠાનપુરના શત્રુજિત રાજાને પિતાની કળાના સમુદાય વડે રાજી કર્યો. (એથી) તેણે એને પોતાનો પુરોહિત બનાવ્યા, કેમકે ગૌરવ માટે ગુણની જરૂર છે નહિ કે જ્ઞાતિને આડંબર (અર્થાત જાતિના આડંબરથી ગૌરવ મળતું નથી, પરંતુ એ ગુણેથી મળે છે ). વનમાં ઉત્પન્ન થયેલા કુસુમનું (સાદર) ગ્રહણ કરાય છે, જ્યારે પિતાના દેહને વિષે ઉદ્દભવેલે (હેવા છતાં તે) મેલને ત્યાગ કરાય છે. ૩૦. Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રચય ] ચતુર્વિશતિપ્રબન્ધ (હવે) આ (વરાહમિહિર) વેતાંબરની નિન્દા કરવા લાગે કે આ બાપડા કાગડાઓ શું જાણે છે? માખીની માફક બણબણ કરતાં અને (ઉપાશ્રયરૂપ) બંદીખાને પડેલા હોય તેવા કુચેલકે (જેમ તેમ ) વખત પસાર કરે છે, ભલે તેઓ તેમ કરે. એ સાંભળીને શ્રાવકેના મસ્તકમાં શૂળ ઉત્પન્ન થયું (એટલે કે તેમને ઝાંઝ ચઢી). (તેઓ પ કહેવા લાગ્યા કે, અમારા જીવનને ધિક્કાર છે કે અમે ગુરુની અવજ્ઞા સહન કરી રહ્યા છીએ. (પણ) શું કરીએ ? આ કળાવાળો છે એટલે રાજા એને પૂજે છે; અને જેને રાજા પૂજે તેને બધા પૂજે. ભલે એમ છે તે પણ અમે સૌથી પ્રથમ શ્રીભદ્રબાહુને બોલાવીએ છીએ. આ પ્રમાણે મન્ત્રણા કરીને તેમણે તેમ જ કર્યું. શ્રીભદ્રબાહ (ત્યાં) આવ્યા. ૧૦ સ્પર્ધાપૂર્વક (અર્થાત એક બીજાથી ચઢિયાતા એવો) શ્રાવકોએ પ્રવેશમહત્સવ કર્યો. સુસ્થાનમાં ગુરુને ઉતાર્યા. અને રોજ સભ્યો વ્યાખ્યાનના રસને આસ્વાદ લેવા લાગ્યા. ભદ્રબાહુના આગમનથી તે વરાહ પ્લાન થઈ ગયે, પરંતુ તેમના પ્રતિ અપકાર કરવા તે સમર્થ થયે નહિ. એવામાં વરાહમિહિરને ઘેર પુત્ર અવતર્યો. તેના જન્મથી સંતોષ ૧૫ પામેલા તેણે ઘણું ધન ખરચ્યું. વળી લોક તરફથી તે સન્માન પામવા લાગે. પુત્રનું સો વર્ષનું આયુષ્ય છે એમ તેણે રાજા પ્રમુખ લેક આગળ ભરી સભા સમક્ષ નિવેદન કર્યું. તેને ઘેર ઉત્સવ મંડાયે. એક દહાડે સભામાં વરાહ કહેવા લાગ્યો કે અહો ભદ્રબાહુ મારા સગા ભાઈ હોવા છતાં પુત્રના જન્મ–ઉત્સવ પ્રસંગે (મારે ત્યાં) આવ્યા રે, નહિ, વાતે તેઓ (મારાથી) બાહ્ય છે. આવું સાંભળીને શ્રાવકેએ ભદ્રબાહુને વિનતિ કરી કે એ આમ આમ કહે છે; વાસ્તે આપ એક દિવસ તેને ઘેર જઈ આવે, નાહક તેના ક્રોધમાં વૃદ્ધિ ન કરે. શ્રીભદ્રબાહુએ ફરમાવ્યું કે બે (વાર) કલેશ તમે શા સારૂ કરાવે છો ? સાતમે દિવસે રાત્રે બિલાડીને હાથે આ બાળકનું મૃત્યુ થનાર છે. ર૫ (એ પ્રમાણે) તેનું મરણ થતાં શોક દૂર કરાવવા માટે પણ જવું જ પડશે. ત્યારે શ્રાવકોએ કહ્યું કે એ બ્રાહ્મણે આ બાળકનું સે વર્ષનું આયુષ્ય છે એમ રાજા આગળ કહ્યું છે. અને આપ આમ ફરમાવ છો એ શું? શ્રીભદ્રબાહુસ્વામીએ કહ્યું કે પ્રત્યય એ જ્ઞાનને સાર છે અને એ પાસે જ (આવેલે) છે. (એ સાંભળી) શ્રાવકે મૂગા રહ્યા. (પછી) ૩૦ સાતમે દિવસ આવી પહુંચે. (તે જ દિવસે) બે પ્રહર જેટલી રાત્રિ Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજોખરસૂરિકૃત [૨ મકવાણુયાદવ્યતીત થતાં બાળકને સ્તનપાન કરાવવા માટે ધાત્રી ત્યાં જ બેઠી. અન્ય જનોની હીલચાલથી બારણાની શાખ ઉપર મૂકેલો આગળ બાળકના માથા ઉપર પડ્યો. (આથી) બાળકનું મરણ થયું. (અને) વરાહના ઘરમાં સદન શરૂ થયું. લેક ભેગા થયા. ભબાહુએ પણ શ્રાવકને કહ્યું કે શોક ૫ દૂર કરનાર ધર્માચાર્ય છે–શક દૂર કરે એ ધર્માચાર છે; વાતે ત્યાં હવે આપણે જવું જોઈએ. સેંકડો શ્રાવકે સહિત આચાર્ય ત્યાં ગયા. શકથી વ્યાકુળ હોવા છતાં વરાહ અભ્યથાન વગેરે દ્વારા તેમને ઉચિત (સત્કાર) કર્યો, અને કહ્યું કે-હે આચાર્ય ! આપનું જ્ઞાન સાચું કર્યું, પરંતુ બિલાડીથી મૃત્યુ ન થતાં આગળથી તેમ થયું. ભદ્રબાડુએ કહ્યું ૧૦ કે તે લેખંડના આગળાના આગળના ભાગ ઉપર બિલાડી આલેખેલી છે; અમે અસત્ય બોલતા નથી. આગળો લાવી તે તેવો જ નીકળે. ત્યારે વરાહ બે કે પુત્રનું સો વર્ષનું આયુષ્ય છે એવું જે મેં રાજ આગળ નિવેદન કર્યું હતું તે વિફળ જવાથી જેટલો મને ખેદ થાય છે તેટલે મને આ પુત્રના મરણના શેકથી થતો નથી. આ અમારાં પુસ્તકોને ધિકાર છે કે જેના આધારે અમે જ્ઞાનને પ્રકાશ કર્યો. આ પુસ્તકે જૂઠાં છે; તેથી તે પાણીમાં બોળીએ. એમ કહીને તેણે કુંડાઓમાં જળ ભર્યું. પુસ્તકે જે તે બાળવા જતો હતો તેવામાં જ ભદ્રબાહુએ હાથ વડે તેને ઝાલી વાર્યો અને (કહ્યું કે, તારા પિતાના પ્રમાદથી જ્ઞાનને લેપ થયેલ છે તે શા માટે પુસ્તકે ઉપર તું ગુસ્સે થાય છે? આ પુસ્તકે (તે) સર્વ કહેલું જ કહે છે, પરંતુ તેના) જાણકાર દુર્લભ છે. અમુક ઠેકાણે તારી બુદ્ધિને વિપર્યાસ થયે; (માટે) તું તારી જાતની જ નિન્દા કર. નાથની કૃપા, યૌવન, વૈભવ, રૂપ, કુળ, પરાક્રમ અને વિદ્વત્તા એ મઘ વિના અભિમાનના હેતુ છે. વળી ઉન્મત્તને ક્યાંથી વિચાર કરવા જેટલી સૂક્ષ્મ બુદ્ધિ હોય ? રપ વાસ્તે પુસ્તકનો ભંગ ન કર. એ પ્રમાણે તેમણે તેને નિષેધ કર્યો. (આથી) વાહ વિલ બની ગયો. તેવામાં તેણે પહેલાં જે જૈન મતની નિન્દા કરી હતી તેનાથી પીડા પામેલા ચિત્તવાળો કોઈ એક શ્રાવક બોલી ઊઠ્યો કે તમારા જેવા કૃપણ કીડાઓ જે અંધારી રાત્રિને વિષે પ્રકાશતા હતા તે રાત્રિ પૂરી થઈ છે અને દશે દિશામાં પ્રકાશ પાડનાર સૂર્યનાં કિરણો વડે દિવસ અત્યારે પ્રકાશે છે; તેમાં ચન્દ્ર પ્રકાશ નથી તો હૈ કીટમણિ! તારો શે હિસાબ? એમ કહીને તે નાસી ગયે. આથી વાહને પુષ્કળ પીડા થઈ. એવામાં રાજા જાતે આવ્યો અને Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧ ) ચતુર્વિશતિબન્ધ તેણે કહ્યું કે હે પંડિત! શોક ન કર, આ તે સંસારની સ્થિતિ છે. તેવારે જિનેશ્વરને વિષે ભક્તિશાળી એક રાજમંત્રીએ કહ્યું કે પેલા આચાર્ય નવા આવ્યા છે કે જેમણે બાળકનું આયુષ્ય માત્ર સાત દિવસનું કહ્યું હતું. એ મહાત્માની વાણી સાચી છે. કોઈએ ભદ્રબાહ દેખાડ્યા કે તેઓ આ રહ્યા. તે સમયે (વરાહ ) બ્રાહ્મણને એવું દુઃખ થયું કે તે ૫ તેણે જ જાણ્યું. (પછી) રાજા પણ ગયો, ભદ્રબાહુ પણ ગયા અને લોક પણ પિતપોતાને ઠેકાણે (વેરાઈ ) ગયા. રાજાએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. અપમાન થવાથી વહે ભાગવતી દીક્ષા લીધી અને ઘણાં અજ્ઞાનકો વેઠીને જેન ધર્મ ઉપર દ્વેષભાવ રાખનાર દુષ્ટ વ્યંતર તરીકે તે ઉત્પન્ન થયો. મુનિઓ ઉપર હેલી હોવા છતાં તેમને ઉપર તેનું જોર ચાલ્યું નહિ; કેમકે મહામુનિઓની તપશ્ચર્યા વજીપંજરની પેઠે અને પ્રેરેલ વિધરૂપ બાણ વડે ભેદાય તેમ નથી. એથી (અર્થાત તે ફાવ્યો નહિ એટલે ) તે શ્રાવકોને ઉપદ્રવ કરવા લાગ્યો. તેણે ઘેરે ઘેર રગે ઊભા કર્યા. (આથી) દુઃખી શ્રાવકોએ ભદ્રબાહુને આદરપૂર્વક વિનતિ કરી કે હે ભગવન! આપ હોવા છતાં અમે રેગથી પીડાઈએ છીએ ૧૫ તે શું એ સાચું છે કે હાથીની ખાંધ ઉપર આરૂઢ થવા છતાં કુતરા કરડે છે ? ગુરુએ જવાબ આપ્યો કે બીશ નહિ. પેલો વરાહમિહિર પૂર્વ વેરને લીધે તમને પજવે છે. હું ઇન્દ્રના હાથથી પણ તમને બચાવીશ. ત્યાર બાદ પૂર્વોમાંથી ઉદ્ધાર કરીને તેમણે “ઉવસગ્ગહર પાસ” ઇત્યાદિ પાંચ ગાથાનું સ્તવન (સ્તોત્ર) ગુંચ્યું. જોકે તેનો પાઠ કર્યો. ૨૦ (એથી) તરત જ લેશે મટી ગયા. કષ્ટના નિવારણના અભિલાષીએ આજે પણ એને પાઠ કરે છે. એ સ્તવન) અચિન્ય ચિન્તામણિ જેવું છે. શ્રીભદ્રબાહુની વિદ્યા ઉપર જીવનાર ચૌદપૂર્વધર સ્થૂલભદ્ર પરમતને ચૂર્ણ કરતા હવા. इति श्रीभद्रबाहुवराहप्रबन्धः ॥ १॥ ૨૫ ૧ વજૂનું બનાવેલું પાંજરું. Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂતિ [૨ આર્થવિજ (૨) આર્યદિલને પ્રબન્ધ પતિનીખંડ' નામના નગરમાં પદ્મપ્રભ નામને રાજા (રાજ્ય કરત) હતો. તેને પદ્માવતી નામની ) સ્ત્રી હતી. તે નગરમાં પદ્મદત્ત નામે ૫ શેઠ રહેતો હતો. તેને પદ્મયશા નામની પત્ની હતી. તેમને પદ્મ નામે પુત્ર થયો હતો. વરદત્ત (નામના) સાર્થવાહે પોતાની વિટયા નામની પુત્રી તેને આપી હતી. તેણે તેની સાથે લગ્ન કર્યું હતું. એક સમયે વૈરાગ્યને પિતા વરદત્ત પરિવાર સહિત દેશાંતરમાં જતાં જતાં વનમાં દાવાનળથી બળી મુ. સાસુની શુશ્રુષા કરતી હોવા ૧૦ છતાં વૈટિયાનું તેની સાસુ નબાપા કહી અપમાન કરતી. કહ્યું છે કે રૂપ, રહસ્ય, પૈસો, તેજ, સૌભાગ્ય અને પ્રભુતા, એ પિતાના પ્રભાવથી જ અવશ્ય સ્ત્રીઓને પ્રાપ્ત થાય છે. કુકૂલના અગ્નિ જેવાં કઠેર સાસુનાં વચનથી પીડાતી હોવા છતાં તે દેવને ઠપકો આપતી હતી, ( કિન્તુ ) સાસુની (કદાપિ) નિન્દા કરતી ન હતી અને ઉલટી ૧૫ વિચારતી કે સર્વ પૂર્વે કરેલાં કર્મોને અનુભવ કરે છે અને અપરાધ તેમજ ગુણને વિષે અન્ય નિમિત્ત માત્ર છે. એક દિવસ વિટયાએ નાગેન્દ્રના સ્વપ્ન વડે સૂચવાયેલ ગને ધારણ કર્યો. (આથી) એને પાયસના ભોજનનો દેહદ ઉત્પન્ન થયે. તેવામાં આય રક્ષિત સ્વામીની પેઠે સાડા નવ પૂર્વના ધારક નદિલાચાર્ય નામના સૂરિ ઉદ્યાનમાં સમવસર્યા. વેરાની સાસુ એમ કહેતી કે આ વહુને પુત્રી આવશે; નહિ કે પુત્ર. આવાં તેનાં, કાનને વિષે કરવતના જેવાં કઠોર વચનથી પીડાયેલી હોઈ તે સતી વહુ સૂરિને વંદન કરવા ગઈ. સૂરિને વંદન કર્યું (અને) પિતાની સાસુ સાથે (જે) વિરોધ (ચાલતો હતો) તે (તેમને ) કહ્યો. ૨૫ આચાર્યે કહ્યું કે હે વત્સ! આ પૂર્વ કર્મને દોષ છે ક્રોધ સંસારના કારણરૂપ હોવાથી તેની વૃદ્ધિ ન કરવી. (કહ્યું પણ છે કે, ક્રોધ આ લેકમાં પણ ખરેખર શરીરમાં સંતાપ, કંકાસ અને વેર (ઉત્પન્ન) કરે છે અને પરલેકને વિષે નરકાદિનાં અત્યંત ભયંકર દુઃખ (ઉત્પન્ન) કરે છે. વળી તને પુત્રની પ્રાપ્તિ થશે. અને તેને જે પાયસને દેહદ ૩૦ ૧ ફેતરાં. ૨ કહેવાનો મતલબ એ છે કે નિશ્ચય-દષ્ટિએ વિચારતાં કોઈ કેઈને અપરાધી કે ઉપકારક નથી. Page #26 -------------------------------------------------------------------------- ________________ જવા ] ચતુર્વિશતિપ્રબળે ઉત્પન્ન થયે છે તે પણ જેમ તેમ પૂર્ણ થશે. આચાર્યનાં આ પ્રમાણેનાં વચનથી પ્રસન્ન ચિત્તવાળી બની તે પિતાને ઘેર આવી અને વિચારવા લાગી કે ચાર સમુદ્રરૂપ દોરડાથી પરિબદ્ધ ભૂમિ ઉપર ભમતાં અમે એવો કે નિર્મળ ગુણવાળા વિશિષ્ટ મનુષ્ય જે નથી કે જેની આગળ, હૃદયમાં ઘણું વખતથી એકત્રિત થયેલ દુઃખસુખનું વર્ણન કરીને અમને એક કે અડધી ક્ષણ કે નિઃશ્વાસ નાખવા જેટલો સમય વિશ્રામ મળે. આ ગુરુ (ખરેખર ) તેવા છે. પદ્મયશાએ પણ ચિત્ર (માસ)ની પૂનમે ઉપવાસ કર્યો અને પુંડરીક તપ (પૂર્ણ) કરાતાં ઉદ્યાપનને આરંભ કર્યો. તે દિવસે યતિઓને પાયથી પરિપૂર્ણ દાન કરાય છે અને સમાનધમએનું વાત્સલ્ય કરાય ૧૦ છે. તેણે આ બધું કર્યું, પરંતુ વહુ સાથે વેરભાવ હોવાથી તેને તે કુલત્ય વગેરે નઠારું અન્ન (ખાવા) આપ્યું. વહુ તે થાળીમાં ઉદ્દત કરેલ (ઢાંકી રાખેલ) પાયસ છાનામાના લઈ, લુગડે બાંધી અને ઘડામાં મૂકીને જળ (ભરવા) માટે જલાશયે ગઈ. ઝાડના મૂળમાં ઘડે મૂકીને જેવી તે હાથ પગ ધોવા માટે ગઈ તેવામાં અલિંજર નામનો જે નાગ પાતા- ૧૫ લમાં વસતે હવે તેની પત્નીને ક્ષીરાજને દેહદ થયો હતો તે પૃથ્વી ઉપર આવીને ક્ષીરાજ શોધવા લાગી અને ત્યાં ઝાડના મૂળમાં ઘડામાં ક્ષીરાજ દેખી તેણે તેનું ભોજન કર્યું. અને જે રસ્તે થઈને (તે) નાગપત્ની આવી હતી તે જ રસ્તે થઈને તે (ચાલી) ગઈ. વૈરેટા પગ ધોઈને બહાર આવી ત્યારે ક્ષીરા તેના જેવામાં ન આવ્યું. તે પણ તે ગુસ્સે ન ૨૦ થઈ કે તેણે વિરૂપ વચન ન ઉચ્ચાર્યું, કિન્તુ એમ કહ્યું કે જેણે આ ભોજન કર્યું હોય તેને મરથ પૂર્ણ થાઓ. આ પ્રમાણે આશીર્વાદ દીધો. આ તરફ ઝાડમાં સંતાઈ રહેલી અલિંજરની પત્નીએ તેને આશીર્વાદ સાંભળે અને પોતાને સ્થાને આવી તેણે પિતાના પતિને તે નિવેદન કર્યો. વિરેટયા (પણ) પિતાને ઘેર આવી. ત્યાર બાદ ૨૫ રાત્રે નાગપત્નીએ વૈરેટયાની પાડોશણને સ્વપ્નમાં કહ્યું કે હું કલ્યાણિની ! હું અલિંજર નાગની પ્રિયા છું, વૈરેટા મારી પુત્રી છે, તેને પાયસનો દેહદ થયે છે, તે તારે પૂર્ણ કરે; વળી તેની આગળ કહેજે કે તારે પિયર નથી, પરંતુ હું પિતા (પિયર)ની જેમ તારા ઉપર ઉપકાર કરીશ અને સાસુના પરાભવરૂપ અગ્નિના તાપને શાંત ૩૦ Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂરિકૃત [૨ માન૪િ કરીશ. એ પાડોશણે સવારે વૈરેથાને લીરાજનું ભોજન કરાવ્યું. જેને દેહદ પૂર્ણ થયો છે એવી તેણે પુત્રને જન્મ આપ્યો. પેલી) નાગપત્નીએ પણ સો પુત્રને જન્મ આપ્યો. વિરેટથાના પુત્રનું નામ પાડવાને દિવસે નાગે ઉત્સવ કર્યો. જ્યાં પહેલાં (તેનું) પિયર હતું ત્યાં પાતાલમાં રહેનારા નાગાએ વધવલગૃહ બનાવી તેને શણગાર્ય હાથી, ઘોડા જેવાં ઉત્તમ વાહન અને પાયદળ વર્ગ સાથે નાગલકે આવ્યા. તેમણે તેના ઘરને લક્ષ્મી વડે ભરી દીધું. પતિ અને પુત્રોથી યુક્ત અલિંજરની પત્ની દિવ્ય વસ્ત્ર, પટકૂલ, સર્વ અવયવો માટેનાં સુવર્ણ અને રત્ન વડે જડેલાં આભૂષણ ઇત્યાદિ સકળ, મનહર વસ્તુસમૂહ, વૈરેટથાને પુત્રીરૂપે સ્વીકારેલી હોવાથી તેને પૂરું પાડવા લાગી. વિરાટથા અલિંજરની પત્નીને ઘેર રોજ જતી આવતી. અલિંજરની પત્ની વિરેચાને અતિશય સત્કાર કરતી અને તેની પૂજા કરતી. સાસુ તેવા પ્રકારનું (વહુનું) પિયર મેલાપક જેવું જોઈ વહુનો સત્કાર કરવા લાગી, (કેમકે) લેકે પૂજાયેલાની પૂજા કરે છે. વિદ્યાના રક્ષણ માટે નાગપત્નીએ પિતાના નાના સો સર્ષપુત્રો સમર્યા. તેણે સાપને ઘડામાં રાખ્યા. ત્યાં કોઈક કામ કરનારીએ અગ્નિથી તપેલી થાળીના મુખ ઉપર એ સાપવાળે ઘડો મૂક્યો. (દીઠ એવા) તરત જ વૈયાએ તે ઉતારી લીધે. ત્યાર બાદ પાણી છાંટીને તે (એ)ને સ્વસ્થ ર્યા. (પરંતુ) એક સાપનું બચું પૂછડા વિનાનું થયું. જ્યારે તે ભૂમિ ઉપર અલિત થતું ત્યારે વૈરયા કહેતી કે બાંડે છ–બાંડાને ઘણી ખમ. વૈદ્યાના પુત્ર ઉપરના સ્નેહથી મેહ પામેલા તે બધા બાંધવરૂપ સર્પો રેશમી વસ્ત્ર, રત્ન, સુવર્ણ વગેરે તેને આપીને તેમજ નામકરણ વિધિ) કરાવીને પોતાને સ્થાને ગયા. નાગના પ્રભાવથી વૈરોથા માનને પાત્ર થઈ–એનો ભાવ વધે. એક દહાડે પિતાના પુત્રને પૂંછડા વિનાને જોઈ અલિંજરને ગુસ્સે ચડ્યો કે કયા દુષ્ટ મારા પુત્રને પૂંછડા વિનાને કર્યો ? ત્યાર પછી વેટયાએ મારા પુત્રને પૂંછડા વિનાને કર્યો છે એમ અવધિજ્ઞાન વડે જાણી વૈયાના ઉપર પૂર્વે પ્રસન્ન થયેલ હોવા છતાં તે ગુસ્સે થયે. ગુસ્સામાં તે વૈરાનું અનિષ્ટ કરવા તેને ઘેર ગયે. અલિંજર શરીર ગેપવિને ઘરમાં રહ્યો.અંધારામાં વૈરા ઘરના અંદરના ઓરડામાં જ્યારે દાખલ થઈ ત્યારે તે બોલી કે બાંડે ચિરકાળ છે. એ સાંભળીને નાગરાજે ૧ માટે મહેલ. ૨૫ ૩૦ Page #28 -------------------------------------------------------------------------- ________________ wવશ્વ ] ચતુર્વિશતિપ્રબન્ધ ખુશી થઈ તેને બે નૂપુર આપ્યાં. (અને કહ્યું કે, આજથી હે વત્સ! તારે પાતાળમાં આવવું અને નાગે પણ તારે ઘેર આવશે. તેણે આવી કૃપા કરી. (ત્યાર બાદ) એ વટયા પાતાળમાં જવા આવવા લાગી. નાગના વરદાનથી પુત્રનું નામ નાગદત પાડવું. તે સમયે શ્રી આર્યનંદિલ ક્ષપણકે વૈરેટથાના સસરા પદ્મદત્તને કહ્યું કે તારે વહુની આગળ કહેવું કે ૫ નાગને ઘેર જઈ તારે નાગને કહેવું કે તમારે લેક ઉપર ઉપકાર કરવા; કેઈને દંશ ન દે. સૂરિનું તે વચન સસરાએ વહુને અને વહુએ નાગને કહ્યું. વટવ્યા ત્યાં ગઈ અને ઊંચે સ્વરે બોલી કે તે અલિંજરની પત્ની જયંતી વર્તે, તે અલિંજર પણ જયનશીલ હો કે જેણે પિયર વિનાની મને પિયરવાળી કરી-મારી પિયરની ૧૦ ભૂખ ભાંગી અને અનાથને સનાથ કરી. હે નાગકુમારે ! મહાત્મા આર્યનંદિલે આજ્ઞા કરી છે કે લેકને પીડા ન કરવી, (કિડુ) લેકના ઉપર ઉપકાર કરે. (એમ કહી) વિટયા ફરીથી પિતાને ઘેર ગઈ. ગુરુએ નવીન વૈરેટથાસ્તત્ર રચ્યું. જે વેટયા-સ્તંત્રને પાઠ કરે છે તેને સર્પને ભય નથી. વેરેટથા બધા ૧૫ સર્પોને પોતાના ગુરુ પાસે લાવી અને તેમને ઉપદેશ સંભળાવ્યો. એથી તેઓ શાંત ચિત્તવાળા થયા. નાગદત્ત નામને વિદ્યાને પુત્ર સૌભાગ્યની રંગભૂમિ બન્યા. પદત્તે પોતાની પત્ની સહિત વ્રત ગ્રહણ કર્યું, અને તપશ્ચર્યા કરીને તે સ્વર્ગ સંચર્યો. પદ્મયશા પણ તે દેવપણાને પામેલા ઈચ્છાસિદ્ધિવાળા (પિતાના પતિ)ની દેવી તરીકે ઉત્પન્ન થઈ. ૨૦ વળી વરેણ્યા નાગેન્દ્રના ધ્યાનપૂર્વક મરીને ધરણેન્દ્રની પત્ની રૂપે ઉત્પન્ન થઈ. ત્યાં પણ એનું નામ વૈરોડ્યા (જ) રહ્યું. इति श्रीआर्यनन्दिलप्रबन्धः ॥२॥ Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂરિષ્કૃત (૩) શ્રીજીવદેવસૂરિના પ્રબન્ધ * " ૫ ' ' ‘ ગૂર્જર' ભૂમિમાં વાયુ દેવતાએ સ્થાપન કરેલું એવું ‘ વાયટ નામનું મહાસ્થાન હતું. ત્યાં ધર્મદેવ નામને નિક શ્રેષ્ઠી ( વસતા ) હતા. તેની શીલવતી નામની પત્ની દેહધારી ગૃહલક્ષ્મી જેવી હતી. તે ( દ ંપતી )ને મહીધર અને મહીપાલ (નામના ) એ પુત્રા હતા. મહીપાલ ( બહુ ) રમતિયાળ હોઇ કળાના અભ્યાસ કરતા નહિ, તેથી તેના પિતાએ તેને હાંકી કાઢયા. આથી ગુસ્સે થઇ તે અન્ય દેશમાં ગયા. ધર્મદેવ શ્રેષ્ઠી પરલાક પામ્યા અને મહીધરે ‘ વાયટ ' ગચ્છના શ્રીજિનદત્તસૂરિના ચરણે દીક્ષા લીધી. તેઓ શિપ્લસૂરિ નામના આચાયૅન્દ્ર બન્યા. મહીપાલ પણ પૂર્વ દિશામાં આવેલા ‘ રાજગૃહ ’ નગરમાં દિગંબર આચાર્ય કને દીક્ષા લઇ આચાર્ય-પછી પામ્યા. તેમનું સુવર્ણકીર્તિ એવું નામ પ્રખ્યાત થયું. તેમના ગુરુ શ્રુતકીર્તિએ તેમને એ વિદ્યા આપીઃ (૧) ચક્રેશ્વરી–વિદ્યા અને (૨) ૧પરકાયપ્રવેશ—વિદ્યા. ૧૫ ધર્મદેવનું મરણ થતાં શીલવતી (ધણી ) દુ:ખી થઇ ગઇ; કેમકે જેવી મેઘ વિનાની નદી(ની), ચંદ્ર વિના રાત્રિ(ની) અને સૂર્ય વિના કમલિની(ની) દશા ) થાય છે તેવી પતિ વિના કુલવધુ(ની દશા) થાય છે. રાજગૃહ 'માંથી આવેલા પરિચિત મનુષ્યને મેઢે પોતાનો પુત્ર સુવર્ણકીર્તિ ત્યાં રહેલા છે એમ જાણીને તેને મળવા તે પોતે ત્યાં ગઇ. પોતાના પુત્ર સુવર્ણકી તેમને મળ્યા. માતા અને પુત્ર વચ્ચેના પ્રેમ ઉજ્યેા. એક દિવસે તેણે સુવર્ણકીર્તિને કહ્યું કે તારા પિતા સ્વર્ગે ગયા અને તું અહીં આચાય છે. મહીધર પણ રાશિલ્લસરિના નામથી શ્વેતાંબર આચાર્યના પદે છે અને તે · વાયટ ' દેશમાં વિચરે છે. તમે બંને એકમત થઇ એક ધર્મ પાળા. ( એમ કહી ) તે તેમને વાયટ લાવી. બંને બંધુએ એકઠા મળ્યા. માતાએ સુવર્ણકીને કહ્યું કે હે વત્સ ! તું શ્વેતાંબર થા. સુવર્ણકીત કહેવા લાગ્યા કે રાશિલ્લસૂરિ મારી માફક દિગંબર આચાર્ય થાએ. એમ ચાલતું હતું તેવામાં માએ એ જાતની રસાઇ કરાવીઃ (૧) એક વિશિષ્ટ ( સારી ) અને ખીજી કુટુંબ માટે મધ્યમ (સાધારણ ). દિગંબરને પહેલા ખાલાવ્યા. તે સ્વેચ્છાએ વિશિષ્ટ રસાઇ જમવા લાગ્યા; ઉતરતી રસાઇ તે તે જોતા પણ ન હતા. રાશિપ્લસરિના એ શિષ્યા આવ્યા. નિજૅરાના અભિલાષી તે ૧ એના સ્વરૂપ માટે જીએ યોગશાસ્ત્ર (પ્ર. ૫)ના અંતિમ ભાગ. k " * ૧૨ ૧૦ ૨૦ ૨૫ 30 [રૂ શ્રીનીવવૈષતિ Page #30 -------------------------------------------------------------------------- ________________ gયા ] ચતુર્વિશતિપ્રબન્ધ બંને જણે ઉતરતી રસોઈ લીધી. ભોજન બાદ માતાએ દિગંબરને કહ્યું કે હે વત્સ ! આ તાંબરે શુદ્ધ છે; તું આધાકર્મની ચિન્તા કરતો નથી. એઓ તે કહે છે કે જે લેભી આધાકર્મ ભજન કરે છે અને યથાર્થ રીતે પ્રતિક્રમણ કરતું નથી તે સર્વ તીર્થકરોની આજ્ઞાથી વિમુખને આરાધના (સંભવતી ) નથી. વળી તેઓ આ પ્રમાણે આચરણ પણ કરે છે, ૫ વાતે જે તને મોક્ષની ઈચ્છા હોય તે તેને મળ. (આ પ્રમાણેના ) માતાના વચનથી પ્રતિબંધ પામી સુવર્ણકીતિએ શ્વેતાંબર દીક્ષા ગ્રહણ કરી. તેમનું જીવદવસૂરિ એવું નામ દશે દિશામાં વિસ્તાર પામ્યુંપ્રસિદ્ધ થયું. પાંચસે મુનિઓ સાથે વિહાર કરતાં તેઓ ભવ્ય (છો)ના મિથ્યાદિ રોગનું સુંદર દેશનારૂપ અમૃત વડે નિરાકરણ કરતા હતા. ૧ એક દહાડે આચાર્યશ્રીની દેશના(સમયે) કોઈ યોગી આવ્યો. તે લોક્યજયિની” વિદ્યા સાધવા માટે બત્રીસ લક્ષણોથી વિભૂષિત પુરુષને શોધતે હતે. તે કાળમાં તેના ત્રણ જ હતા–એક વિકમદિય, બીજા જીવેદેવરિ અને ત્રીજે તે લેગી જ બીજું કઈ નહિ. રાજાને તે વધ કરાય નહિ. મનુષ્યની ખોપરીમાં એકપુટી ભિક્ષા ૧૫ છ મહિના સુધીમાં મગાય અને ખવાય તે તે (વિદ્યા) સિદ્ધ થાય, તેથી સૂરિને છળવાને તે આવ્યું. “સૂરિ મન્ત્રના પ્રભાવથી સૂરિનાં વસ્ત્રો જ નીલવર્ણી બન્યાં, નહિ કે તેને દેહ. ત્યાર પછી ગુરુ પાસે બેઠેલા ઉપાધ્યાયની જીભ તેણે બંધ કરી દીધી. શ્રીજીવદેવસૂરિની નજર પડતાં પિતાની જીભે ગાયુપર્યસ્તિકા તેણે બાંધી. (આથી) સભ્ય જનો બીવા લાગ્યા. આચાર્યો તેનું કીલન કર્યું. ત્યારે તેણે ખડી વતી ભૂમિ ઉપર લખ્યું કે ઉપકારીના ઉપર ઉપકાર તે સર્ચ લેક કરે છે; પરંતુ અવગુણ કરતો હોય એવા અવગુણી ઉપર પણ જે ઉપકાર કરે છે તેવાને માતા ભાગ્યે જ જન્મ આપે છે. હું તમને છળવા માટે આવ્યો હતો તે તમે જાણ્યું, અને મારું સ્તંભન કર્યું. હવે ૧૫ પ્રસન્ન થાઓ, મને છોડે, કૃપા કરો ઇત્યાદિ (તેણે કહ્યું). એથી મહેરબાનીની રૂએ પ્રભુએ તેને છોડી મૂક્યો એટલે તે “વાયટ' નગરની બહાર મઠમાં જઈને રહ્યા. પ્રભુએ પિતાના ગચ્છને બોલાવી કહ્યું કે અમુક દિશામાં (પેલો) દુષ્ટ યોગી (ગામની) બહાર મઠમાં (રહે) છે, (વાસ્તે) તે દિશામાં ૧ આથી તાંત્રિક વિધિ અનુસાર બંધન સંભવે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂરિકૃત [૨ શ્રીનીલવર કોઈ સાધુએ કે સાધ્વીએ જવું નહિ. બહુ સારું એમ સર્વ સ્વીકાર્યું, પરંતુ બે સાધ્વીઓ સરલ સ્વભાવને લઈને કુતૂહલથી તે જ દિશામાં ગઈ. એગીએ આવીને ચૂર્ણ-શક્તિ વડે તેમને વશ કરી લીધી; એથી તેઓ તેની પાસેથી આઘે જઈ શકતી નહિ. પ્રભુએ પિતાના આશ્રમમાં ૫ દર્ભનું પૂતળું બનાવ્યું. તેનો હાથ છેદતાં યોગીને પણ હાથ છે. (આથી) તેણે (પેલી) સાધ્વીઓને છોડી મૂકી. (એટલે તેમનું ) માથું ધોઈ પરવિદ્યાનું વિદલન કરી (સુરિએ) તેમને સ્વસ્થ કરીયોગીના પાશમાંથી છોડાવી. ત્યાર બાદ એક દિવસે ‘ઉજજયિની'માં વિક્રમાદિત્યે સંવત્સર ૧૦ પ્રવર્તાવવો શરૂ કર્યો. તે સંબંધે દેશને ઋણથી મુક્ત કરવા માટે નિંબ મંત્રીને વિક્રમે “ગૂર્જર ભૂમિમાં મોકલ્યો. એ નિંએ “વાયટ'માં શ્રી મહાવીરનું મંદિર કરાવ્યું. ત્યાં શ્રીજીવદેવ સૂરિવરે (એ દેવાધિ)દેવની પ્રતિષ્ઠા કરી. “વાયટમાં લલ્લ નામનો મહામિથ્યાત્વી શેઠ વસતે હતે. તેણે એક વાર હોમ કરવો શરૂ કર્યો. બ્રાહ્મણે ભેગા મળ્યા, ધૂમાડાથી આકુળ બનેલે સર્પ પાસેના આમળાના ઝાડમાંથી નીકળી (અગ્નિ-) કુંડની પાસે પ. નિર્દય બ્રાહ્મણોએ તે બાપડાને ઉપાડીને અગ્નિમાં હોમી દીધો. તે જોઈને વિરાગી બનેલ લલ્લ બ્રાહ્મણને ઉદ્દેશીને બોલ્યો કે અહે આ તેમની કેવી નિર્દયતા છે! આ પ્રમાણે જેઓ જીવહિંસાના રાગી છે તેવા આ ગુરુઓથી સર્યું. એમ કહી બ્રાહ્મણોને વિસર્જન કરી તે પોતાને ઘેર ગયે. બધાં દર્શનના આચારો તે જોવા લાગે. (એવામાં) એક દહાડો મધ્યાહને શ્રીજીવદેવસૂરિના બે સાધુઓ તેને ઘેર ભિક્ષા માટે ગયા. તેમણે શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરી તેથી તે રાજી થશે. ઉલ્લે તે બે મુનિઓને પૂછયું કે તમારા ગુરુ કેણ છે? શ્રીદેવસૂરિ છે ૨૫ એમ તેમણે કહ્યું. (એ ઉપરથી) લલ્લ ત્યાં ગયો અને સમ્યકત્વ સહિત (પૂર્વક) શ્રાવકનાં બાર વતી તેણે ગ્રહણ કર્યા. એક દહાડે લલે કહ્યું કે મેં સૂર્યપર્વને દિને લક્ષ દ્રવ્યનું દાન દેવા માટે સંકલ્પ કર્યો છે. તેમાંથી અડધું મેં ખચ્યું છે; બાકીનું અડધું તમે ગ્રહણ કરે. તે નિર્લોભ (મુનિવરે) લીધું નહિ. (આથી) લાલ ઘણા ખુશી થ. ૩૦ ગુએ કહ્યું કે આજે સાંજના તું એક પગ ધોઈ રહ્યો હોય તેવામાં જે ભેટવું આવે તે અમારી પાસે લાવજે. એ સાંભળીને લલ્લ ઘેર ગયો, Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃ૫] ચતુર્વિશતિપ્રબન્ય ૧૫ સાંજના તેને કઈકે બે બળદ ભેટ તરીકે આપ્યા. લલ્લ તેને ગુરુ પાસે લઈ ગયો. ગુરુએ કહ્યું કે આ બે (બળદો) જ્યાં પોતાની મેળે જઈને ઊભા રહે ત્યાં આ (તારું) દ્રવ્ય ખરચીને તારે ચિત્ય કરાવવું. એ સાંભળીને તેણે છૂટા મૂકી દીધેલા બળદે “પિપ્પલાનક” ગામમાં કઈ સ્થળે (જઈ) ઊભા રહ્યા. તે ભૂમિમાં લલે ચૈત્ય (બંધાવવું) ૫ શરૂ કરાવ્યું. તે પૂર્ણ થયું (તેવામાં) ત્યાં કઈ અવધૂત આવ્યો. તેણે કહ્યું કે આ મંદિરમાં દોષ છે. લોકોએ કહ્યું કે શું દેણ છે? તેણે કહ્યું કે સ્ત્રીનું હાડકું છે. તે સાંભળીને લલે ગુરુને વિનતિ કરી. એટલે ગુરુએ કહ્યું કે હે લલ ! ભૂમિ નિઃશલ્ય બનાવી ફરીથી મંદિર બંધાવ. એ માટે તારે દ્રવ્યની ચિંતા ન કરવી, કેમકે તેની ૧૦ અધિષ્ઠાત્રી તે ધન પૂરું પાડશે. તેણે મંદિર ઉખેડવા માંડયું. તેવામાં શબ્દ થયો કે ચૈત્ય ઉખેડશો નહિ, ગુરને તે વાત કહેવામાં આવી. (આથી) તેમણે ધ્યાન ધર્યું. (તે) અધિષ્ઠાત્રી દેવી આવી. તેણે કહ્યું કે હું “કજ'ના રાજાની પુત્રી નામે મહણીક “ગૂર્જર દેશમાં વસતી હતી તેવામાં સ્વેચ્છની ફેજ આવતાં હું નાઠી. પરંતુ તેમણે ૧૫ મારી પૂઠ પકડી; એથી બીકથી હું આ કૂવામાં પડી અને મરીને હું વ્યંતરી થઈ (). એથી મારા શરીરના હાડકારૂપ શલ્ય ખેંચાય તે મને માન્ય નથી. પ્રતોલીમાં મને તમે અધિષ્ઠાત્રી કરો કે જેથી હું સંપત્તિમાં વધારો કરું. ગુરુએ હા પાડી. ત્યાર બાદ તેણે આપેલી ભૂમિમાં તેના લાયક કુલિકા કરાવાઈ. વળી ત્યાંથી અગણિત પિસે ૨૦ મળ્યો. લલ્લ કોઈ હરીફ ન થઈ શકે એવા (અર્થાત અપ્રતિમ) સુખને પાત્ર બન્યો. સંધ પણ સંતોષ પામ્યો. લલ્લ ઉપરના ઠેષને લીધે બ્રાહ્મણોએ મરવા પડેલી ગાય મંદિરમાં ફેંકી. તે ત્યાં મરી ગઈ. શ્રાવકોએ તે વાત ગુરુને કહી. ગુરુએ વિદ્યાના બળ વડે (એ) ગાયને બ્રહ્મભવનમાં ફેંકી. જેવું પારકાનું ચિતવાય તે સંમુખ આવીને ઊભું રહે છે. અન્ય ૨૫ ઉપાય નહિ હોવાથી બ્રાહ્મણોએ છવદેવસૂરિનો અનુનય કર્યો. (તેમણે વિનતિ કરી કે) હે જીવદેવસૂરિ ! અમને તારે. શ્રીસૂરિએ તેમનું સર્જન કર્યું અને કહ્યું કે જે મારા ચૈત્યમાં મારા પટ્ટધર આચાર્યની શ્રાવકની પેઠે તમે સર્વ ભક્તિ કરે, મારા આચાર્યને આચાર્યપદવીના પ્રસ્તાવ વેળા સુવર્ણમય ઉપવીત આપિ, વળી તેનું સુખાસન તમે જાતે ૩૦ વહન કરે તે આ ગાયને બ્રહ્માલ્યથી પાછી ખેંચી લઉં; Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂરિકૃત [ રૂછી રહેવારનહિ તે નહિ. કાર્યને માટે આતુર એવા તેમણે તે બધું કબૂલ કર્યું. અક્ષરો વડે તેમણે સ્થિરતા ઉત્પન્ન કરી. ત્યાર પછી ગાયને આકર્ષીને સૂરિએ તેને બહાર ફેંકી દીધી. આથી) ચારે વર્ણ સંતોષ પામ્યા. કાલાંતરે મરણ સમીપ આવતાં પેલા યોગીથી બીતા સૂરિએ શ્રાવકોને સર્વ સિદ્ધિના હેતુરૂપ પિતાનું અખંડ કપાલ ભાંગવા કહ્યું; (કેમકે) જે તેમ નહિ કરાય તે સંઘને એ ઉપદ્રવ કરશે (એમ તેમણે સમજાવ્યું). તે જ પ્રમાણે તેમણે કર્યું. (એથી) નિરાશ થયેલે યોગી ઘણા વખત સુધી રડયો. इति श्रीजीषदेवसरिप्रबन्धः ॥३॥ Page #34 -------------------------------------------------------------------------- ________________ (૪) શ્રીઆય ખપટાચાર્ય ના પ્રબન્ધ : કાઇ એક ગચ્છને વિષે અનેક અતિશયા અને લબ્ધિરૂપ સંપત્તિવાળા શ્રીય`ખપટ નામે આચાર્યસમ્રાટ્ હતા. તેમના શિષ્ય કે જેએ તેમની મેનના છેાકરા થતા હતા તેમનું નામ ભુવન હતું. તે સૂર ભૃગુકચ્છ’માં વિહાર કરી ગયા. ત્યાં બૌદ્દાના ભક્ત એવા ખમિત્ર નામે રાજા હતા. વળી બૌદ્ધેા મહાપ્રામાણિક ( મનાતા હતા ) અને એ પ્રકારના યજમાનથી ગર્વિત બનેલા તેએ કષ્ટસાધ્ય હતા. ( મૂળમાં ) વાનરી અને વીંછી કરડયો એ ન્યાય અનુસાર તમે પશુએ છે એવા ભાવથી તેઓ શ્વેતાંબરાનાં ધર્મસ્થાનેમાં ઘાસના પૂલા નાંખતા હતા. આવા તિરસ્કારથી ( પણ) ખપર પોતાના ગુરુપણાને લીધે ગુસ્સે ન થયા, કેમકે ક્ષુદ્રો ઉપદ્રવ કરે ત્યારે મહાશયેા ક્રોધ કરતા નથી; (કારણ કે) કાલ ભરતા શકરા વડે શું સાગર ચપળ બને કે ? પરંતુ જીવનને ક્રોધ ચઢયો. એક લાખ શ્રાવકોથી વ્યાસ બની તે રાજા પાસે ગયા. શ્રીસંધ અને ગુરુની રજા મેળવી તેમણે ઊંચે સ્વરે કહ્યું કે જ્યાં સુધી ઘણા ઘી વડે અત્યંત તૃપ્ત કરાયેલ અગ્નિમાંથી ઊઠતી વિશાળ જવાળાની જાળના જેવા વિકરાળ જપેાના સમુદાયા પૂર્વક આ માનવ (હું) ઊઠતા નથી ત્યાં સુધી લુચ્ચા (ભલે) ડિંડિમની ઘેાષણા કરે-પેાતાના ડંકા વગાડે, પ્રશંસા કરે, પોતાની જાતની પ્રસિદ્ધિ કરે, અને પૂજ્ય પ્રતિ અસાધારણ અવિનય કરે. બલમિત્ર રાજાએ કહ્યું ૨૦ કે હૈ સાધુ ! તું શું કહે છે ? ભુવને કહ્યું કે પેાતાને તાર્કિક માનતા એવા તારા ગુરુઓ ઘરમાં કૂદનારા હાઇ શ્વેતાંબરાને નિન્દ છે; તેથી અમે વાદ માટે તારી સભામાં આવ્યા છીએ. તેમને મારી સાથે અથડાવ. શ્રોતાઓને એક દિવસ કણકૌતુક ભલે થાય. તે ઉપરથી રાજાએ તેમને ખેલાવ્યા અને ચતુરંગ સભામાં વાદ કરાવ્યા. ભુવન મુનિરૂપ સિંહની તર્કરૂપ ચપેટા વડે તાડન પામેલા તેએ શિયાળાની જેમ શાંત બની ગયા. રાજા વગેરે (જતા)એ શ્વેતાંબર શાસનના જયધેાષ કર્યાં. (તેમનાં) ચૈત્યાને વિષે મહાત્સવા પ્રવાઁ. બૌદ્દો તેા હિમથી હણાયેલા (કરમાઈ ગયેલા) પદ્મવને જેવા બની ગયા. પ્રમાણેનું ) બૌદ્ધોનું અપમાન સાંભળીને ‘ ગુડશસ્ત્ર ' નગરથી વૃદ્ધર નામને મહાતાર્કિક બૌદ્ધાચાર્યે ‘ ભૃગુપુર ' આવ્યા. તેણે રાજાને કહ્યું કે , * શ્વેતાંબરા ૧૦ ૧૫ ૨૫ ૩. Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજશેખરસૂરિકૃત [૪ ચોપરસૂરિ. સાથે મને વાદ કરાવ. ભુવનની વિદ્વત્તાની ર્તિના જાણકાર રાજાએ તેને વાર્યો પણ તે અટક્યો નહિ. વાદને વિષે અજિત એવા પણ તેને ભુવને જી; કેમકે ખરેખર યમ ભૂતોથી ધારણ કરતા નથી. જીત્યા બાદ સભ્યને તેમણે સંધ્યા કે હે (સભ્યો !) સાંભળે. પત્થરને ટાંકણું અંધકારને સેય, શેફાલી પુષ્પના સમૂહને ચન્દ્ર, પતંગને દીપકની વાટનું આકર્ષણ, પર્વતને વજ, મેઘને પ્રચંડ પવન, ઝાડને કુહાડે અને હાથીને સિંહ તેમ (આ) વાદીને હું આ છું. - સભ્યોએ ચમત્કાર પામી ઉદ્દઘોષણા કરી કે તાંબર શાસન જ્યવતું વર્તે છે. વૃદ્ધકર તે અપમાનરૂપ વજથી સંતપ્ત થઈ, અનશન કરી, ૧૦ ‘ગુડશસ્ત્ર’ નગરમાં વૃદ્ધકર નામના યક્ષ તરીકે ઉત્પન્ન થઈ પૂર્વ વેરને લઈને રોગની વૃદ્ધિ કરવી, બીવડાવવા, ધન હરી લેવું ઇત્યાદિ પ્રકારે જેનોને હેરાન કરવા લાગ્યો. “ગુડશસ્ત્રપુરના સંઘે આર્ય ખપટને તેનું સવિનય નિવેદન કર્યું એટલે તેઓ ત્યાં ગયા. ત્યાં યક્ષના મંદિરમાં દાખલ થઈને તેમણે યક્ષને કાને ખાસડાં બાંધ્યાં, અને છાતીએ ૧૫ પગ દીધા. લેક ભેગા થયા. ત્યારે રાજા (પણ) ત્યાં આવ્યો. રાજા ત્યાં આવ્યો એટલે સફેદ કપડા વડે આચાર્ય પિતાનું સર્વ અંગ ઢાંકી દીધું. રાજા જ્યાં જ્યાં (વસ્ત્ર) ઉઘાડે ત્યાં ત્યાં કુલા જ દેખાય. એથી ગુસ્સે થયેલે રાજા ખપટરિના શરીર ઉપર પ્રહાર કરાવવા લાગ્યો. એ પ્રહારે શિરીષના કષથી પણ કમળ એવાં અંતઃપુરવાસી વનિતાઓનાં અવયને વિષે લાગ્યા. (આથી) અંતઃપુરમાં કામિનીઓને કાલાહળ ઉછળે કે હે સ્વામી ! (અમારું) રક્ષણ કરે, રક્ષણ કરો; અફસ, કેઈ અદષ્ટ (રહીને) અમને મારે છે. અમે કેવી રીતે જીવીએ? (ખટ સરિની શક્તિ વડે જેના ચિત્તમાં ચમત્કાર ઉદ્દભવ્યો છે એવો (એ) રાજા સૂરિને પગે લાગ્યો. પ્રસન્ન થાઓ અને સપરિવાર ૨૫ મને જીવન-ભિક્ષા દે, (કેમકે) તમે કૃપાળુ છે ઈત્યાદિ તેણે ઉચ્ચાર્યું. યક્ષ તે પિતાને ઠેકાણેથી ઊઠીને સૂરિ પાસે આવી વિનયપૂર્વક તેમના પગ દાબવા લાગે. કેવળ કીડી જેવા મારા ઉપર તમારો કે સૈન્યનો આ સમારંભ છે એમ તેણે કહ્યું. લેક ભેગા થયા. આર્ય ખપટે યક્ષને કહ્યું કે હે નીચ ! અમારા અનુયાયીઓને તું પરાભવ કરે છે? જે ૩૦ તારામાં Íક્ત હોય તો પરાભવ કર. યક્ષ કહેવા લાગે કે હનુમાન રક્ષણ કરે ત્યારે શાકિનીએ પાત્રને કેવી રીતે ગળે? હું તમારે ન કર Page #36 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિપ્રબન્ધ છું, (વાસ્તે) મને પીડા ન કરે; તમારા સંઘનું બાંધવની પેઠે હું રક્ષણ કરીશ. રાજા વગેરે સર્વે નવાઈ પામી સરિના ભક્તો બન્યા. સૂરિ જ્યારે મંદિરમાંથી નીકળી બહાર ગયા ત્યારે તે પત્થરની મૂતિવાળો યક્ષ સાથે ચાલ્યો. બે પત્થર, બે પત્થરની કુંડીઓ અને સૂક્ષ્મ યક્ષે સાથે ગયા. શહેરના ગઢના દ્વાર આગળ આવેલા સૂરિએ યક્ષાદિનું ૫ વિસર્જન કર્યું એટલે તેઓ પિતાપિતાને સ્થાનકે ગયા. લોકમાં કીર્તિ મેળવવાના હેતુથી બે કુંડી તે શહેરના દરવાજે સૂરિએ સ્થાપી. રાજાને બંધ પમાડી તેને શ્રાવક બનાવ્યું. (પછી) તે પિતાને મહેલે ગયો, પ્રભાવનારૂપ નર્તકીને વિષે રંગાચાર્ય છે એમ ચારે વર્ણ સૂરિનું ત્યાં વર્ણન કર્યું. ૧૦ તે જ સમયે ભગુપુરથી બે સાધુઓ આવ્યા. તેમણે પ્રભુને કહ્યું કે હે ભગવાન! ભૃગુપુરથી અહીં આવતાં આપે જે કારિકા (?) ગૂઢ રાખી હતી તે આપના ભાણેજે વાંચી. વાંચતાં તેમને આકર્ષણ—લબ્ધિ મળી. આની મદદથી ધનિકાને ઘેર તૈયાર થયેલી રાઈનું આકર્ષણ કરી લાવી તે ખાય છે. એ તેમ કરે છે એમ ગચ્છના જાણવામાં આવતાં ૧૫ ગછે તેનો નિષેધ કર્યો છતાં રસના-ઈન્દ્રિયને પરવશ બનેલો હોવાથી તે અટક્યો નહિ, તેથી સંઘે તેને હાંકી મૂક્યો. ક્રોધાયમાન થયેલે તે જઈને બૌદ્ધોને મળે છે અને તેના આચાર્ય જે થઈ રહ્યો છે. બાંનાં પા મઠથી આકાશ (માર્ગે) ગૃહસ્થને ઘેર તે પહોંચાડે છે. ત્યાર બાદ ભજનથી પરિપૂર્ણ એવાં તે (પાત્રો) આકાશ (માર્ગે) જ મઠમાં આવે ૨૦ છે. તે જોઈ લેક બૌદ્ધોના ભક્ત બનતા જાય છે. જે તમને) ઉચિત લાગે તે કરો. તે અવધારીને આર્ય ખપાટ દેવ “ભગુપુર' ગયા અને ત્યાં ગુપ્ત રીતે રહ્યા. બૌદ્ધોનાં પાત્ર અન્નથી ભરપૂર આવે છે (તે જોઈને) તેમણે શિલા વિકુવીં આકાશમાં તેને ભાંગી નાંખ્યાં. પાત્રોમાંથી ભાત, માંડા, લાડુ વગેરેના અંશો લોકના માથા ઉપર પડ્યા. ૨૫ (આથી) સૂરિના આગમનની સંભાવના કરી ચેલો બીધે અને એ બાપડે નાઠો. સૂરિ સંઘ સહિત બૌદ્ધોના મંદિરમાં ગયા. પાષાણમૂર્તિ બુદ્ધ સામા ઊઠીને જ્યા જય મહર્ષિકુલશેખર ! ઈત્યાદિ ( સૂરિની) સ્તુતિ કરી. (તેથી) ફરીથી જિનેશ્વરના શાસનની પ્રભાવના પુષ્કળ થઈ. અને આર્ય ખપટ અન્યત્ર વિહાર કરી ગયા. આ બાજુ “પાટલીપુત્ર” નગરમાં બ્રાહ્મણના ભક્ત દાહડ નામના Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રીરાજશેખરસૂરિકૃત [ ક શીકાર્યબ્રન્નતિરાજાએ જેને યતિઓને બેલાવ્યા અને કહ્યું કે બ્રાહ્મણને નમસ્કાર કરે. જૈનોએ કહ્યું કે હે રાજા! આ ગ્ય નથી, કેમકે) આ ગૃહસ્થ છે; અમે યતિઓ વન્દનીય છીએ. દાહડે કહ્યું કે જો તમે વંદન નહિ કરો તે તમારાં માથાં કાપી નાંખીશું. જેને યતિઓએ સાત દિવસની (અવધિની) યાચના કરી. રાજાએ (તે) સ્વીકારી. દેવયોગે આર્ય ખપટના શિષ્ય ઉપાધ્યય નામે મહેન્દ્ર “ભૃગુકચ્છથી ત્યાં આવ્યા. તેમની આગળ યતિઓએ પિતાનું દુઃખ નિવેદન કર્યું. તેમણે તેમને રૂડી રીતે ધીરજ આપી. સવારના એક રાતે અને એક ઘેળો એમ બે કરવીર કંબા લઈને મહેન્દ્ર દાહડ પાસે ગયા. તે વેળાએ સવાર આઠમા દિવસની (જ) હતી. રાજાએ કહ્યું કે બ્રાહ્મણોને પ્રણામ કરવા માટે વેતાંબરને બેલાવો. તેમને લાવ્યા (એટલે ) તેઓ આગળ ઊભા રહ્યા. રાતી કંબા લઈને મહેન્દ્ર રાજાને કહ્યું કે પ્રથમ આમથી નમું કે આમથી નમું? એમ કહેતાંની વાર જ બ્રાહ્મણોનાં માથાં તૂટીને તાડનાં ફળની જેમ પૃથ્વી ઉપર પડ્યાં. તે જોઈને ભય પામેલે રાજા ૧૫ ખુશામત (કાલાવાલા ) કરવા લાગ્યો. ફરીથી અવિનય કરીશ નહિ એમ તે બે. ત્યારે મહેન્દ્ર કહ્યું કે સિંહના ગળા ઉપર કેસરની સટી (કેશવાળી)ના સમૂહને ચરણ વડે કાણ સ્પર્શ તીણ ભાલાથી નેત્રના ખાડા (ખૂણા)ને કણ ખજવાળવા ઈચ્છે? નાગેશ્વરના માથાના રત્નના ભૂષણની લક્ષ્મીને (મેળવવા) માટે કોણ તૈયાર થાય તે જ કે જે વન્દનીય શ્વેતાંબર શાસનની આવી નિદા કરે છે. (આથી) વિશેષ કરીને બીધેલે રાજા દર્શન()ને પગે લાગ્યો. તે વારે મહેન્દ્ર સફેદ કરવીર કંબા બંને દિશામાં વહન કરાવી-ધોળા કરેણની સેટી હલાવી. (એટલે) ફરીથી બ્રાહ્મણોનાં માથાં પિતપતાને સ્થાને ચોંટી ગયાં. રાજા તેમજ બ્રાહ્મણ જન પ્રતિબોધ પામ્યા. આ પ્રમાણે પ્રભાવના થઈ. ભુવન પણ બૌદ્ધોને પરિહાર કરી પોતાના ગુરુને (આવી) મળે. તેમણે પિતાના ગુરુની ક્ષમા માગી. તે ગુરુએ તે ભુવનને બહુમાન આપ્યું. પછી ભુવન ગુણી, વિનયી, ચારિત્ર્યવાન અને મૃતવાન થયા. તેથી આર્ય ખપદે ભુવનને રિપદ આપ્યું અને (પિત) અનશન કરી સ્વર્ગ સીધાવ્યા. જેઓ જીવન અને મરણ એ બંને આરાધે છે-- ૩૦ ભાવે છે તેઓ જ પુરુષો છે; બાકીના લેક પશુ છે–બીજા બધા જનાવર છે. इति श्रीआर्यखपटाचार्यप्रबन्धः ॥ ४॥ ૧ કરેણની સેટી. ૨૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાદલિપ્તાચાર્યને પ્રબન્ધ કૌશલા” નામની નગરી હતી. ત્યાં નીતિ અને પરાક્રમના સમુદ્ર સમાન વિજયવર્મા (નામ) રાજા (રાજ્ય કરતા) હતે. (ત્યાં) કુલ્લ નામને શેઠ જૈન, વિચક્ષણ અને દાનભટ હતો. તેની પ્રતિમાથું ૫ નામની પત્ની રૂપ શીલ અને સત્યની ભંડારભૂમિ હતી. પુત્ર નહિ હેવાથી તે ખિન રહેતી. (તે ઉપરથી) કેઈએ કહ્યું કે તું વૈરેશ્યા દેવીનું આરાધન કર. તપ, નિયમ અને સંયમ વડે તેનું આરાધન કરતાં તે પ્રત્યક્ષ થઈ અને તેણે કહ્યું કે હે વત્સ ! તે મને શા માટે સંભારી છે? શેઠાણીએ કહ્યું કે પુત્રને માટે. વૈયાએ ઉત્તર આપ્યો કે હે વત્સ ! ૧૦ સાંભળ. “વિદ્યાધર' વશમાં શ્રી કાલિકાચાર્ય થઈ ગયા. તેમને વિદ્યાધર' નામને ગચ્છે છે. ત્યાં આર્ય નાગહસ્તી નામના સૂરિ છે. (શુદ્ધ) ક્રિયા અને જ્ઞાનના સમુદ્રરૂપ તેઓ હાલમાં આ નગરીમાં આવ્યા છે. તેમનું ચરણોદક તું પીજે. (એ સાંભળી) શેઠાણ ભાવનાના સમૂહથી ભરેલી ત્યાં ગઈ. એવામાં ગુરુનાં ચરણ ધોયેલા જળવાળું ૧૫ પાત્ર હાથમાં લઈને શિષ્યને સામા આવતા તેણે જોયા. શેઠાણીએ પૂછવું કે હે તપોધન ! આ શું છે ? શિષ્ય કહ્યું કે ગુરુનું ચરણોદક. (એટલે) તેણે (ત) પીધું. પછી ગુને તેણે વંદના કરી. ગુરુએ કહ્યું કે મારાથી દશ હાથના અંતરે રહીને તે જળ પીધું તેથી તારો પુત્ર તારાથી દશ એજન દૂર રહેશે. અને તે પછી સારની લક્ષ્મીરૂપ બીજા નવ પુત્ર (તને) ૨૦ થશે. ચંપાના ફુલના રસના પાનથી ઉન્મત્ત બનેલા ભ્રમરના ધ્વનિ ( ગુંજારવ )ના જેવી કોમળ વાણીથી તે બેલી કે પ્રથમ પુત્ર મારે તમને આપો. એમ કહીને તે પોતાને ઘેર ગઈ. પતિને ગુરુએ કહેલું તે અને પિતે કહેલું તે પણ તેણે કહ્યું. તે રાજી થયા. શેઠાણીએ (યોગ્ય) સમયે નાગેન્દ્રના સ્વમ (વડે સૂચિત ) પ્રભાવવાળા પુત્રને જન્મ ૨૫ આપ્યો. (એથી) મંગલ-ઉત્સવને પ્રસાર થશે. ગુરુની પાસે રહેલે તે વધવા લાગે. નાગેન્દ્ર એવું તેનું નામ ( પાડવામાં આવ્યું.) સર્વ લકાને સ્પૃહા ઉત્પન્ન થાય એવાં શરીરના અવયવો વડે તેમજ ગુણોથી તે વૃદ્ધિ પામતે ચાલે. ગુરુએ આવીને આઠમે વર્ષે તેને દીક્ષા આપી. ૧ પગ ધોયેલું પાણું. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રીરાજશેખરસૂરિકૃત [ શ્રી રઢિારસૂરિ મસ્ડન નામના મુનિની પાસે તેમને ભણવા મૂક્યા. બાળક હોવા છતાં તેઓ સર્વ વિદ્યાવાન બન્યા. એક દિવસ ગુરુએ જળ માટે મોકલેલ તેઓ જઈ આવી આલેચવા લાગ્યા કે રાતાં નેત્રવાળી અને પુષ્પ જેવા દાંતની પંક્તિવાળી નવોઢાએ ૫ અપુષ્પિત આબે અને નવીન શાલિની કઇ મને કડક વડે આપ્યાં. આ પ્રમાણેની ગાથા દ્વારા ગારમિત કથનના શ્રવણથી ગુરુએ કહ્યું કે તું પવિત્ત છે. હે શિષ્ય ! ખરેખર તું રાગરૂપ અગ્નિ વડે પ્રદીપ્ત થયો છે એ આને ભાવ છે. નાગેન્ડે કહ્યું કે હે ભગવન! એક માત્રા જેટલી કૃપા કરો, જેથી કરીને “પાલિતા' એવું રૂપ બને એને શો ભાવ છે ? (એ જ કે) આકાશમાં ગમન કરવામાં સાધનરૂપ એવી પાઇલેપ-વિદ્યા અને તમે આપે કે જેથી મારું પાદલિપ્તક એવું નામ પડે. ત્યાર બાદ ગુરુએ પાદપ–વિદ્યા આપી. તેને લઈને તેઓ આકાશમાં ભ્રમણ કરવા લાગ્યા. દશ વર્ષના થતાં તેમને સૂરિપદ ઉપર સ્થાપન કરવામાં આવ્યા. ( ત્યાર બાદ) ઘણું શિખેના પરિવારપૂર્વક તેઓ ૧૫ વિહાર કરવા લાગ્યા. “શત્રુજ્ય', `ગિરનાર', વગેરે પાંચ તીર્થોને નિરંતર વંદન કરીને તે અરસ નીરસ ભજન કરતા અને ત૫ (પણ) તેઓ તપતા. જે દૂર હોય, જેની આરાધના કષ્ટસાધ્ય હોય, જે (બહુ) દૂર રહેલું હોય તે સર્વ તપ વડે સિદ્ધ થાય છે, કેમકે તપનો કોઈ પરાભવ કરી શકે તેમ નથી; એથી સર્વ સિદ્ધિઓ થાય છે. એક દિવસ તેઓ (પાદલિત) પાટલીપુત્ર' ગયા. ત્યાં ચંડના દુશ્મન મુંડા)ને જેણે ખંડિત કરેલ છે એ મુડ નામના રાજા ( રાજ્ય કરત) હતું, તેને છ મહિના થયા મસ્તકમાં વેદના ઉત્પન્ન થયેલી હતી. મંત્ર, તંત્ર અને ઔષધ વડે તે મટતી ન હતી. વિશેષ વિચક્ષણ એવા સુરિને આવેલા સાંભળીને રાજાએ પ્રધાનોને (તેમની પાસે) કલ્યા. ૨૫ તેમણે કહ્યું કે હે ભગવન્ ! રાજાધિરાજના મસ્તકની વેદના દૂર કરો, (અને તેમ કરી) કીર્તિ અને ધર્મને સંચય કરે. ત્યાર પછી સૂરીશ્વરે રાજકુલમાં જઈ મંત્રના બળથી ક્ષણમાત્રમાં મસ્તકની વેદના દર કરી દીધી. તેથી આજે પણ બોલાય છે કે જેમ જેમ પાદલિપ્તક જાનુને વિષે પ્રદેશિનીને જમાડે છે તેમ તેમ મુડ રાજાના મસ્તકની વેદના ૩૦ નાશ પામતી જાય છે. ૧ શત્રુંજય, ગિરનાર, આબુ, સંમેતશિખર અને અષ્ટાપદ એ પાંચ તીર્થો છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૫] ચતુર્વિશતિપ્રબન્ધ રાજા રાજી થયો. ઉત્સવ મંડાયા. પાદલિપ્તસૂરિની કીર્તિ વડે સાતે ભુવને પવિત્ર થયાં. રાજા સ્તુતિ કરવા લાગ્યો કે આર્કતાથી અત્યંત વ્યાપ્ત ચિત્ત, અતિશય મધુર વચન, પ્રસન્ન અને નિર્મળ દષ્ટિ, ક્ષમા (યુક્ત હોવા)થી મનહર બળ, અહંકારથી રહિત બુત (જ્ઞાન), ગરીબની ગરીબાઈને હરનારી લક્ષ્મી, શીલથી યુક્ત સૌન્દર્ય, ૫ નીતિને આશ્રયવાળી મતિ અને અભિમાનથી મુક્ત પ્રભુતા આ પ્રમાણેના અહે અમૃતના નવ કુંડ આ ઉત્તમ (સૂરિ)ને વિષે પ્રકટ છે. એક દહાડે સભામાં રાજાએ કહ્યું કે રાજકુળમાં માટે વિનય છે. આચાર્યે કહ્યું કે ગુરુકુળમાં એથી મોટો વિનય છે. તે ઉપરથી આચાર્ય કહ્યું કે જે રાજપુત્ર તમારે અત્યંત ભક્ત હોય તેને બેલા અને તેને કહે કે જઈને જોઈ આવો કે “ગંગા” પૂર્વ તરફ વહે છે કે પશ્ચિમ તરફ? રાજપુત્રને બોલાવ્યો, અને તેને જોવા માટે મોકલ્યા. આમ તેમ કરીને તે આવ્યો એટલે રાજાએ તેને કહ્યું કે “ગગા” પૂર્વ તરફ વહે છે કે પશ્ચિમ તરફ તે તું જેઈ આવ્યો ? ત્યારે રાજપુત્રે જવાબ આપ્યો કે એમાં શું જોવાનું છે? શી તપાસ કરવાની છે? બાળકે (અથવા ૧૫ બાલિકાઓ) પણ જાણે છે કે “ગંગા' પૂર્વ તરફ વહે છે. તેમ છતાં, જઈને મેં જોયું, તે તે પૂર્વ તરફ જ વહે છે (એમ જાણું). રાજા સાંભળી રહ્યો. (એટલે) સૂરિએ પિતાના સાધુને એ કામ માટે મોકલ્યા અને તેઓ ગયા. દંડ અંદર નાંખી તેણે જોયું કે ગંગા” પૂર્વ તરફ વહે છે. (પછી) સૂરિ પાસે તેઓ આવ્યા અને બોલ્યા કે “ગંગા” પૂર્વવાહિની છે ૨૦ એમ મેં પહેલાં સાંભળ્યું હતું. જઈને જોયું છે તેમ જ જાણવામાં આવ્યું બાકી ખરી વાત તે (આપ) સદ્દગુરુ જાતે જાણો. રાજપુત્રનું અને આ સાધુનું ચરિત્ર રાજાને અને સરિને તેમના ગુપ્તચરે એ નિવેદન કર્યું. (આથી) રાજાએ માન્યું જ કે ગુરુકુળમાં વિશેષતઃ વિનય છે. તે ઉપરથી બોલાય છે કે રાજાના પૂછવાથી ગુરુએ “ગંગા” કઈ તરફના મુખે વહે છે એવું ૨૫ શિષ્યને પૂછયું ત્યારે તેણે જેમ કર્યું તેમ સર્વત્ર કરાવું જોઈએ. પાટલિપુત્રથી સૂરીશ્વર “લાટ (દેશમાં) ગયા. ત્યાં એક નગરમાં તેઓ બાળક સાથે રમવા લાગ્યા. મુનિએ ગોચરીની ચર્ચા માટે ગયા. તેવામાં શ્રાવકે વંદન કરવા માટે આવ્યા. એટલે આકાર ગેપવીને–વેશ ૧ ભૂલક, ભૂવર્લેક, સ્વક, મહક, જનક, તપાઁક અને સત્ય એક અથવા બ્રહ્મક, Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજશેખરસૂરિકૃત [શ્રીપાસ્ટિાર ૧૫ બદલીને પ્રભુ બેઠા. શ્રાવકે ગયા એટલે ફરીથી ઓરડામાં જઈને ખેલવા માંડયું. તેવામાં કઈક વાદીઓ આવ્યા. તેમણે (આ પ્રદેશને ) નિર્જન જોઈ કુકદ્દફૂ એવો (મરઘા પડે) શબ્દ કર્યો. સૂરીશ્વરે પણ માઉ એક બિલાડીના જેવો અવાજ કર્યો, અને ત્યાર પછી તેમણે દર્શન દીધું. વાદીઓ પ્રભુને પગે પડ્યા. અહીં તમારી પ્રત્યુપનપ્રતિભા ! બાલભારતી ! ચિરંજીવ (એમ કહી સંતોષ જાહેર કર્યો). ત્યાર બાદ તેમની સાથે પ્રભુએ વાતચિત શરૂ કરી. તેમનામાંથી એકે પૂછયું કે હે પાદલિપ્તક ! સમગ્ર મહીમંડળમાં ફરતાં તમે અગ્નિને ચંદનના રસના જે શીતળ કોઈ સ્થળે સાંભળ્યું કે જે હોય તે એ તમે સ્પષ્ટ કહે. પ્રભુએ ઉત્તર આપો કે અપકીર્તિના અભિગથી દુઃખી બનેલા અને શુદ્ધ હૃદયવાળા પુરુષને દુઃખવહન કરતી વેળા અગ્નિ ચંદનના રસના જે શીતળ લાગે છે. ( આ સાંભળીને) સંતોષ પામેલા વાદીઓએ તેમની સ્તુતિ કરી કે તમે સાક્ષાત બહસ્પતિ છો; બ્રાહ્મી ધન્ય છે કે જે તમારા વદનમાં વસે છે. આ તરફ જે બ્રાહ્મણો સાથે પૂર્વે ખપટ સૂરિના ગચ્છના ઉપાધ્યાય મહેન્દ્રને સંભાષણ થયું હતું તે પૈકી કેટલાકને રજૂલમથી દીક્ષા આપવામાં આવી હતી. તેમના (કેટલાક) સ્વજને “પાટલીપુત્ર’ પતનમાં રહેતા હતા. તેઆ પૂર્વના વૈરથી જૈન સાધુઓને ઉપદ્રવ કરતા હતા. એ વાત પ્રભુ શ્રી પાદલિપ્ત સૂરિએ સાંભળી. (એટલે ) આકાશ (માર્ગ ) તેઓ જાતે ત્યાં ગયા અને તેમણે કહ્યું કે હું વીર અસ્તિત્વ ધરાવું છું ત્યાં સુધી કેણ જૈન લેકને ખરેખર પીડા કરી શકે ? જર્જરિત (ખોખરી) લાકડી પણ હાલાને ભાંગવાને તે સમર્થ છે જ. (આ સાંભળી ) ત્યાર બાદ તેઓ કાગડાની પેઠે નાસી ગયા. પ્રભુ ત્યાંથી) ફરીથી “ભૃગુપુર' ગયા. ત્યાં તેમણે આર્ય ખપટન સંપ્રદાય પાસેથી સમગ્ર કળાઓ ગ્રહણ કરી. “ઢેક” પર્વત ઉપર પ્રભુએ નાગાર્જુનને આકાશગમનવિદ્યા શીખવાડો અને તેને પરમ શ્રાવક બનાવ્યું. તેણે પાદલિપ્તક 'પુર નવું બનાવ્યું. તે તે દશાહના મંડપ, ઉગ્રસેનનાં ભવનો ઈત્યાદિ સ્થળમાં પ્રભુએ ગાતાજુએલેનાથી શરૂ થતું સ્તવન ગૂંચ્યું. તેમાં સુવર્ણસિદ્ધિ વિદ્યા ઉતારેલી છે એમ વૃદ્ધો કહે છે. નાગાર્જુને રસને પ્રારંભ કર્યો, પરંતુ અતિશય તકલીફ ઊઠાવવા છતાં કેમે કર્યો તે બંધાયે નહિ. તેથી તેણે વાસુકિ નાગની આરાધના કરી. (એટલે) તેણે તેમજ શ્રીપાદલિતે ઉપાય બતાવ્યો કે જે “કાંતી'પુરીથી ૩૦ Page #42 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિબધ્ધ ર૫ શ્રીપાધનાને લાવીને તેની દષ્ટિ સમક્ષ તું રસ બાંધશે તે તે બંધાશે; નહિ તે નહિ. નાગાર્જુને પૂછ્યું કે કેવી રીતે શ્રી પાર્શ્વનાથ આવે? વાસુકિએ તેમજ પાદલિતે કહ્યું કે (એને) ઉપાડીને આકાશમાર્ગે તું લઈ આવ. નાગાર્જુન “કાંતી'(પુરમાં) ગયો. ત્યાં ત્ય માટે તેણે પૂછપરછ કરી. ત્યાં ધનપતિ શ્રેણી ચૈત્યને ગેઠી હત. તેની આગળ નૈમિત્તિકે ( જોષીએ ) કહ્યું કે પાશ્વની રક્ષા કરજે; કેમકે એક ધૂર્ત તેને હરી જવાને ભમી રહ્યો છે. (એ ઉપરથી) તે ચાર પુત્ર સહિત દેવનું રક્ષણ કરવા લાગે. નાગાર્જુન ત્યાં ગયા. (પરંતુ) તેઓ રક્ષણ કરતા હતા; એથી હરણને એમ કરતાં પ્રસંગ મળ્યું નહિ. નાગાર્જુને તેમની જ સાથે પ્રીતિ શરૂ કરી. (તેથી) વિશ્વાસ પેદા થયો. ૧૦ આરાત્રિક અને મંગલદીપકના સમયે પિતાએ અને તેના પુત્રોએ પ્રણામ કરવા માટે નીચું મુખ કર્યું. તેવામાં (લાગ જોઈ ) પાર્થને ગ્રહણ કરી આકાશમાર્ગે નાગાર્જુન ગયો. સેડી' નામની નદીના તટ ઉપર શ્રીપાની દૃષ્ટિમાં રસ બંધાયે. (તે ઉપરથી) તે તીર્થ સ્તંભનકના નામથી અને તે નગર “સ્તંભનપુરના નામથી પ્રસિદ્ધ થયું. પછી શ્રી- ૧૫ પાદલિપ્તસૂરિ દક્ષિણ દિશાના શૃંગારરૂપ અને ગોદાવરી’ નદીના કલ્લોલથી ઉછળતા જલશીકથી જ્યાં વટેમાર્ગુના શ્રમનો ભાર દૂર થાય છે તે પ્રતિષ્ઠાન પુર(માં) ગયા. ત્યાંનો સાતવાહન રાજા વિદ્વાનોમાં, વરમાં, દાન દેવામાં નિપુણ (જ)માં તેમજ ભોગીઓમાં અગ્રણી હતા. તેની સભામાં વાત થઈ કે (કાલે) સવારે સમગ્ર ૨૦ વિદ્યારૂપ વનિતાનું વદન જેવા માટેના રત્નના આદર્શરૂપ પાદલિપ્તસૂરિ આવે છે. એથી બધા વિદ્વાનોએ એકઠા મળી ઠરી ગયેલા ઘીથી ભરેલ કળું આપીને પિતાના એક પુરુષને આચાર્યની સંમુખ મોકલ્યો. આચાર્ય ઘીમાં એક સાય ખેતી અને તે પ્રમાણેનું તે (કોળું) પાછું લાવ્યું. રાજાએ તે વૃત્તાંત જાણ્યો અને તેણે પંડિતને પૂછયું કે ૨૫ ઘીથી ભરેલું કોળું મોકલવામાં તમારે શો ઇરાદે હતો? તેમણે કહ્યું કે જેમ ઘીથી (આ) વાડકી ભરેલી છે તેમ આ નગર વિદ્વાનોથી પૂર્ણ છે; તેથી વિચારીને પ્રવેશ કરશે. આવો (અમારી) ઇરાદે હતું. રાજાએ કહ્યું કે ત્યારે આચાર્યની ચેષ્ટા પણ તમે જાણે. (તેઓ એમ સૂચવે છે કે) નિરંતર (ઘટ્ટ બાઝેલું) ઘી હોવા છતાં જેમ ૩૦ પિતાની તીણતાને લીધે સોય જેમ એમાં પડી તેમ વિદ્વાનોથી વ્યાપ્ત Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજશેખરસૂરિકૃત [ શ્રીપાસ્ટિરિનગરમાં હું પણ પ્રવેશ પામીશ. પંડિતેઓ ગર્જના કરી. () બધા (પંડિત) અને રાજા પણ (સૂરિને લેવા) સામે ગયા અને ગંગાની લહરીન જેવી (સૂરિની) મનહર વાણીથી સંતોષ પામ્યા. નગરમાં આણેલા ગુએ નિર્વાણલિકા, પ્રશ્નપ્રકાશ ઈત્યાદિ શાસ્ત્રો રચ્યાં. તરંગલાલા નામની એક નવીન ચંપૂ (કથા) રાજા આગળ રચીને પ્રભુએ સભામાં તેની વ્યાખ્યા કરી. (આથી) રાજાને સંતોષ થયો અને તે બોલી ઊઠ્ય કે) આ (ખરેખર) કવીશ્વર છે. (પ્રત્યેક) પદ જાણે સરાણે ઉતારેલ હોય તેમ. ઉજજવળ પ્રભાવાળું છે, બંધ અર્ધનારી શ્વરની પ્રશંસાનું લંઘન કરવામાં જાધિક જે છે, અર્થથી ગતિ સ્વર્ગમાં ૧૦ ઉભિન્ન થયેલી વેલ સમાન છે, તેમજ રસ સહેજ ચૂર્ણ કરેલ ચદ્ર મંડળમાંથી ટપકતા અમૃત જે મનોહર છે; વાસ્તે આ (ખરા) કવિની કૃતિનું રહસ્ય છે, નહિ કે વાણીના ડિડિમને આડંબર છે. એ પ્રમાણે કવિઓ પણ તુષ્ટ થયા, પરંતુ એક વિદુષી વેશ્યા ગુણની જાણકાર હોવા છતાં અને રાજસભામાં હાજર હોવા છતાં સૂરીશ્વરની ૧૫ પ્રશંસા કરતી ન હતી. તેથી રાજાએ કહ્યું કે અમે બધા તુષ્ટ થઈ તમારી પ્રશંસા કરીએ છીએ; (પરંતુ ) ફક્ત આ જ એક ( વેશ્યા) સ્તુતિ કરતી નથી. તે એવું કરો કે જેથી એ સ્તુતિ કરે. એ સાંભળાને સૂરિ વસતિ એ-ઉપાશ્રયે આવ્યા. રાત્રે ગચ્છની સંમતિ પૂર્વક પવન ઉપર વિજય મેળવવાના બળથી કપટમૃત્યુ વડે તેઓ મરણ પામ્યા-મરી ગયા હોય તેવો દેખાવ કર્યો. સરિની ઠાઠડી બાંધી. ચારે વર્ણ રુદન કરવા માંડયું. (પેલી) વેશ્યાના ઘરના દ્વાર આગળ ઠાઠડી લાવવામાં આવી. (એટલે) વેશ્યા પણ ત્યાં આવી અને રડતો રડતી કહેવા લાગી કે જેના મુખરૂપ નિર્ઝરમાંથી તરગલોલારૂપ નદી નીકળી તે પાદલિપ્તનું હરણ કરનારા યમનું મસ્તક કેમ ન ફૂટી ગયું? (ત્યારે) પ્રભુ ફરીથી ૨૫ જીવતા થયા. વેશ્યાએ કહ્યું કે મારીને આત્માની પ્રશંસા કરાવી ? સૂરિએ જવાબ આપે કે મરીને પણ પંચમ ગા જોઈએ એ શું સાંભળ્યું નથી કે ? ત્યાર બાદ પ્રભુ “શત્રુંજય” (ગયા અને તે સ્થળ)માં બત્રીસ ઉપવાસરૂપ અનશન કરી ઈશાનેન્દ્રના સામાનિક (દેવ) તરીકે ઉત્પન્ન થયા. fત શ્રીurઢવાદિષN: I ૩૦ Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રીવૃદ્ધવાદી અને શ્રીસિદ્ધસેનને પ્રબન્ધ વિદ્યાધરેન્દ્ર” ગચ્છને વિષે શ્રી પાદલિપ્તસૂરિના સંતાનને વિષે ઔદિલસૂરિ કે જેમણે જેનાં કાર્યો સિદ્ધ કર્યા હતાં તેઓ સ્કુરાયમાણુ હતા. તેઓ યતના પૂર્વક વિહાર કરતાં કરતાં ગાડ” દેશમાં ૫ ગયા. ત્યાં “કૌશલા’ નામના ગામને નિવાસી મુકંદ નામે (જે) બ્રાહ્મણ (રહેતા) હતો તે એ સૂરિને મળે, તેણે (સૂરિના મુખથી) આ પ્રમાણેની દેશના સાંભળી કે ભેગને વિષે રોગનો ભય છે, સુખમાં ક્ષયને ભય છે, પૈસાને વિષે અગ્નિ અને નૃપતિ તરફથી ભીતિ છે, દાસ્યને વિષે સ્વામીની બીક છે, ગુણને વિષે શઠને ભય છે, વંશને ૧૦ વિષે દુષ્ટ સ્ત્રીને ભય છે, સ્નેહમાં વેરને ભય છે, નીતિને વિષે અનીતિને ભય છે અને શરીરને વિષે યમનો ભય છે. આ પ્રમાણે સર્વ ખરેખર ભયરૂપ છે, પરંતુ વૈરાગ્ય જ ભય રહિત છે. (આ) સાંભળીને ભવથી ઉદ્વેગ પામેલા તેણે ચારિત્ર ગ્રહણ કર્યું અને ગુરુની સાથે તેઓ ભગુ પુર ગયા. એ મુકદ મુનિ ઊંચે સ્વરે (મેટે ઘાટે) રાત્રે ભણતા. ૧૫ (એથી) સાધુઓની નિદ્રામાં ભંગ પડતો. તેમને ખિન્ન મનવાળા જાણીને ગુરુએ તેમને (રાત્રે) ભણતાં અટકાવ્યા અને કહ્યું કે) હે વત્સ! નવકાર ગણે. રાત્રે મેટેથી બેલતાં ઘાતકી જીવો જાગી ઊઠવાથી અનર્થદંડ ન થાઓ. એથી કરીને તેઓ દિવસે પઠન કરવા લાગ્યા. આથી શ્રાવક અને શ્રાવિકાને કર્ણજવર થવા લાગે. કોઈએ કહ્યું કે આટલી ઉમરે અભ્યાસ કરીને શું આ મુસળાને ફુલ લાવવાને છે કે તે સાંભળીને મુકન્ય ખિન્ન થયા. તેમને ચટકે લાગ્યો. તત્કાળ તે મહાવિદ્યાર્થીએ જિનાલયમાં (જઈ) એકવીસ ઉપવાસ વડે બ્રાહ્મીનું આરાધન કર્યું. તુષ્ટ થયેલી તેણે પ્રત્યક્ષ થઈને કહ્યું કે તે સર્વ વિદ્યાથી સિદ્ધ થા. તે ઉપરથી કવીશ્વર થઈને પિતાના ગુરુ પાસે આવી સંધ રપ સમક્ષ ગંભીર સ્વરે તેમણે ઉદ્દગાર કાઢયા કે કોઈએ મારી મશ્કરી કરી હતી કે શું આ મુસળાને ફૂલ લાવશે કે તે હે લેકે! જુઓ, હું (વે) મુસળાને ફૂલ લાવું છું. એમ કહીને મુસળું મંગાવીને ચતુષ્પથમાં–બજાર વચ્ચે ઊભા રહીને તેમણે તે મંત્રપ્રભાવથી પુષ્પિત કર્યું અને તેને ખાંધ પર રાખીને તેઓ ભમવા અને બોલવા લાગ્યા કે પત્ર અવલંબિત છે ? Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસુરિત [૬ શ્રી વૃજલારિરિ તેજતેમજ જે કાઈ એમ બબડતે હેય કે શું અત્ર મુસળાને ફૂલ આવશે તે તેનું નિરાકરણ કરી મુસળાને ફૂલ આવે છે એમ હું (પક્ષ) સ્થાપું છું. વળી મારી ગાયનું શીંગડું ઈન્દ્રની યષ્ટિ જેવડું છે, અગ્નિ શીતળ છે, પવન નિષ્કપ છે, (આ પૈકી) જેને જે ન ગમે તેમ હોય તે વૃદ્ધવાદી કહે છે પ કાણુ શું કહે(વા માંગે) છે? (તે મારી સામે આવીને બેલે) એ અદ્વિતીય વાદી બન્યા. ઋદિલસૂરિએ તેમને પિતાને પદે સ્થાપ્યા.વૃદ્ધવાદી એવું તેમનું નામ પ્રસિદ્ધિમાં આવ્યું સ્કેન્દિલસૂરિ સમાધિ-મરણરૂપ રથ દ્વારા સ્વર્ગે સંચર્યા. એક દિવસ વૃદ્ધવાદી “ભૃગુપુર જતા હતા. આ તરફ અવતી'માં વિક્રમાદિત્ય રાજા હતો કે જેનાં દાનની ખ્યાતિ એવી હતી કે હાટક આઠ કરોડ, મોતી ૯૩ તુલા, મદગંધના લેભી ભ્રમરના (ગુંજારવના ત્રાસથી) ક્રોધથી ઉદ્ભર બનેલા એવા ૫૦ હાથીઓ, લાવણ્યના સંચયથી જેમનાં નેત્રો પ્રપચિત બન્યાં છે એવી ૧૦૦ વેશ્યાઓ એટલું કપાય” રાજાએ દંડ તરીકે ભેંટણું કર્યું છે તે આ વૈતાલિકને આપવું, ઇત્યાદિ. ૧૫ એના રાજ્યને વિષે (એન) માન્ય, કાત્યાયન’ ગેત્રને વિષે ભૂષણ રૂપ દેવર્ષિ નામે બ્રાહ્મણ (વસતો) હતો. તેને દેવસિકા (દેવરસિક?) નામની પત્ની હતી. એ દંપતીને સિદ્ધસેન નામે પુત્ર હતો. તે (પિતાની) બુદ્ધિના બળને લીધે (સમગ્ર) જગતને પણ તૃણવત ગણત હતો, (કેમકે ) બુદ્ધિની કિંઈ) સીમા નથી. એથી જગમાં કહેવાય २० છે કે પૃથ્વી સમુદ્રથી પરિમિત છે વીંટળાયેલી છે અને એ સમુદ્ર પણ (બહુમાં બહુ) સો જન જેવડે છે. સર્વદા ભમતો સૂર્ય આકાશનું માપ કાઢી શકે છે આકાશને છેડે કાઢી લાવે છે. આ પ્રમાણે મોટે ભાગે (સર્વ) પદાર્થો સ્કુરાયમાણ સીમારૂપ મુદ્રાથી અંકિત છે; પરંતુ સજજનેની પ્રજ્ઞાન વિકાસ નિઃસીમ હાઈ ૨૫ વિજયી વર્તે છે. જેનાથી હું વાદમાં છતાઉં તેને હું શિષ્ય થાઉં એવી તેની પ્રતિજ્ઞા હતી. ક્રમે કરીને વૃદ્ધવાદીની કીર્તિ સાંભળીને તે તેની સમુખ દોડતે આવ્યા. સુખાસનમાં આરૂઢ થઈને એ “ભૂગુપુર ગયે. તે વારે “ભૃગુકચ્છ થી નીકળેલા વૃદ્ધવાદી માર્ગમાં (જ સામા ) મળ્યા. પરસ્પર વાતચિત થઈ. સિદ્ધસેને કહ્યું કે (મારી) સાથે વાદ ૩૦ કરો. સૂરિએ કહ્યું કે કરીએ છીએ, પરંતુ અત્ર સભાસદે વિના વાદમાં છત્યા હાર્યાનું કેણ (નિર્ણાત્મક) કથન કરશે? સિદ્ધસેને ૧ આ બરાબર ધ્યાનમાં આવતું નથી. Page #46 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિપ્રબન્ધ કહ્યું કે આ ગોવાળો સભ્ય છે. વૃદ્ધવાદીએ કહ્યું કે ત્યારે તું બેલ વાદ શરૂ કર. ત્યાર બાદ સિદ્ધસેને ત્યાં તે નગર સમીપ ઘણું વખત સુધી સંસ્કૃત (ભાષા) દ્વારા અતિશય જલ્પ કર્યો. અને પછી તે થંભ્યા. ગોવાળોએ કહ્યું કે આ કંઈ જાણતો નથી; કેવળ મેટા સ્વરે પિકાર પોકાર કરીને અમારા કાનને પીડા ઉપજાવે છે–અમારા કાન ફેડે છે, માટે એને) ધિક્કાર હો, ધિક્કાર છે. વૃદ્ધ તમે (હવે ) કંઈ કહે. ત્યાર પછી સમયના જાણકાર વૃદ્ધવાદીએ કાછડે મજબૂત બાંધી (વાળી ) તે ધિન્દિણિ છંદમાં (બોલવા અને ) ખેલવા માંડયું: કેઈને મારીએ નહિ, ચોરી કરીએ નહિ, પરસ્ત્રીગમન કરવું નહિ, ડું થોડું આપીએ અને એમ ઝટ સ્વર્ગે જવું. વળી તેણે કહ્યું કે ૧૦ તલ અને ચોખાને ગાળ સહિત ચાલે છે, વેઢા વડે વેણુ વગાડે છે, પહેરવા અને ઓઢવા માટે કામળી (રામે) છે એમ ગપાળ હર્ષ પૂરે છે. સાથે સાથે નાચવા પણ માંડયું, (અને તેમ કરતાં તેઓ બોલતા ગયા કે) કાળો કામળો, ટુંકે માર્ગ અને છાશથી ખીચોખીચ ભરેલી દોણી (), બકરીનો સમૂહ સાન્દ્ર વૃક્ષ ઉપર પડ્યો છે. શું સ્વર્ગનું શીંગડું લલાટમાં છે? ૧૫ ગેવાળીઆઓએ રાજી થઈને કહ્યું કે વૃદ્ધવાદી સર્વજ્ઞ છે. અહા ! કેવું કાનને સુખ ઉપજે તેવું અને ઉપયોગી એ બેલે છે. સિદ્ધસેન તે અસાર લે છે--નકામો લવારો કરે છે. આ પ્રમાણે એની તેમણે નિન્દા કરી. ત્યાર સિદ્ધસેને કહ્યું કે હે ભગવન્! મને દીક્ષા આપી; વાદમાં સભ્યની સંમતિ અનુસાર હું છતાયેલો હોવાથી હું તમારો શિષ્ય છું (ત્યારે) ૨૦ વૃદ્ધવાદીએ (ઉત્તર આપતાં) કહ્યું કે “ ભૂગુ 'પુરમાં રાજસભામાં આપણો વાદ હે; ગોવાળોની સભામાં શો વાદ સિદ્ધસેને કહ્યું કે હું સમયનો જાણકાર નથી–મેં સમય વલ્ય નહિ; તમે તે સમયના જાણકાર છે; અને જે સમય છે તે સર્વજ્ઞ છે, (વાસ્તે) તમે મને જીત્યો છે. એ પ્રમાણે વદનારા તેને ત્યાં જ તેમણે દીક્ષા આપી. ૨૫ - ત્યાર પછી “ભૂગપુરના રાજાને તે વૃત્તાન્તની ખબર પડતાં તેણે “તાલારસ” નામનું મોટું ગામ સ્થાપ્યું. (તેમાં) નાભિના પુત્ર (શ્રીગષભદેવ)નું ચૈત્ય કરાવ્યું (અને તેમાં ) વૃદ્ધવાદી પાસે શ્રી ઋષભદેવની (મૂર્તિની ) પ્રતિષ્ઠા કરાવી. (આખો) સંઘ ગાજી ઊઠો. સિદ્ધસેનને દીક્ષા સમયે કુમુદચન્દ્ર નામ (પાડવામાં આવ્યું) ૩૦. હતું. (પરંતુ ) આચાર્ય-પદવી વખતે સિદ્ધસેન દિવાકર એવું નામ પ્રસિદ્ધ થયું. “સ્વામી' શબ્દ અને “વાચક” શબ્દની પેઠે તે વખતે Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂરિકૃત દિશીવૃત્તવારિરિલેદિવાકર” એ આચાર્યની સંજ્ઞા હતી. વૃદ્ધવાદી અન્ય સ્થળે વિહાર કરી ગયા. સિદ્ધસેન તે “અવંતી.” ગયા. સંઘ સામે (લેવા) આવ્યા અને તમે સર્વ પુત્ર છે એવું બિરુદ બેલતાં બોલતાં “અવન્તી’ના ચતુષ્પથમાં તેમને લઈ આવ્યો. તે સમયે વિક્રમાદિત્ય રાજા હાથીના સ્કંધ ઉપર આરૂઢ થઇને સંમુખ આવતો હતો. સર્વપુત્ર એ (શબ્દ) રાજાને કાને પડ્યો. તેની પરીક્ષા કરવા માટે હાથી ઉપર બેઠાં બેઠાં મનથી જ તેણે સૂરિને પ્રણામ કર્યા; નહિ કે વચન દ્વારા કે કાયા દ્વારા, પાસે આવી સૂરિએ ધર્મલાભ કહ્યો. રાજેશ્વરે કહ્યું કે નહિ વંદન કરતા એવા અમને શે ધર્મલાભ હોઈ શકે ? શું આ સસ્ત મળે છે કે ? ૧૦ સરિએ એ સાંભળીને કહ્યું કે કરોડ ચિંતામણિ (રત્ન) કરતાં પણ અધિક (મૂલ્યવાળો) એવો આ ધર્મલાભ) વન્દન કરનારાને (જ) અપાય છે; તે અમને પ્રણામ કર્યા નથી એમ નથી, કેમકે મન (તે જ) સર્વમાં મુખ્ય છે. અમારી સર્વજ્ઞતાની પરીક્ષા કરવા માટે તે અમને મનથી પ્રણામ કર્યો છે. એથી તુષ્ટ થયેલા રાજેશ્વરે હાથીના સ્કંધ ઉપરથી ઉતરી સંઘ ૧પ સમક્ષ ( રૂરિને) પ્રણામ કર્યા અને એક કરોડ સેનૈયા મંગાવ્યા (અને સૂરિને આપવા માંડ્યા, પરંતુ) લેભ રહિત હેવાથી સૂરિએ તે સ્વીકાર્યા નહિ. સંકલ્પ કરેલો હોવાથી રાજાએ પણ તે (પાછા) ન લીધા. તેથી આચાર્યની રજાથી સંઘના પુરુષોએ જીર્ણોદ્ધારમાં તે વાપર્યો. રાજાની વહીમાં તે એમ લખાયું કે દૂરથી હાથ ઊંચા કરીને ધર્મલાભ એમ કહેનારા સિદ્ધસેનસૂરિને રાજાએ એક કેદી (સુવર્ણ) આપ્યું. અવસર આવતાં એ જ ભગવાન શ્રીવિકમ આગળ કહ્યું કે એક હજાર, એક સો અને નવાણું વર્ષ પૂર્ણ થતાં હે વિકમ રાજા ! તારા જેવો કુમાર(પાલ) રાજા થશે. એક દિવસ સિદ્ધસેન ચિત્રકૂટમાં ફરતા હતા. ત્યાં એક પ્રાચીન ચિત્યને વિષે એક મેટા થાંભલાને જોઈને કેઈકને તેમણે પૂછયું કે આ મોટે થાંભલે છે ? એ શેને બનેલો છે? તેણે કહ્યું કે પ્રાચીન આચાર્યોએ રહસ્ય-વિદ્યાનાં પુસ્તકે અહીં રાખેલાં છે (અને) થાંભલે તે તે તે ઔષધદ્રવ્ય બને છે. વજની જેમ જળ વગેરેથી એ ભેદાય તેમ નથી. તેનું વચન સાંભળીને તે થાંભલાની ગંધ લઈને પ્રત્યૌષધના રસ વડે સિદ્ધસેને તેને છાંટવો. તે વડે તે સવારે સૂર્ય કમળ જેમ વિકાસ પામે તેમ વિકસિત થશે. મધ્યમાંથી પુસ્તક પડ્યાં. તે પિકી એક છોડીને વાંચતાં પહેલે પાને જ બે વિદ્યા તેમને મળ-(૧) એક ૨૫ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ચતુર્વિશતિપ્રબન્ધ સર્ષપ-વિદ્યા અને (૨) હેમવિદ્યા. તેમાં સર્ષપવિદ્યા એ હતી કે પ્રસંગ ઉપસ્થિત થતાં જ્યારે માંત્રિક જેટલા સર્ષપ જલાશયમાં નાખે તેટલા ઘોડેસ્વારે ૪૨ હથિયાર સહિત બહાર નીકળે, પરસૈન્યને નાશ કરે અને કાર્ય સિદ્ધ થતાં એ સુભટો અદશ્ય થઈ જાય. હેમવિદ્યા તે એ હતી કે ગમે તે ધાતુ વડે વગર મહેનતે શુદ્ધ સુવર્ણકટિ ઉત્પન્ન ૫ થઈ શકે. તેમણે તે બે વિદ્યાઓ યથાર્થ રીતે ગ્રહણ કરી. જેવું તેઓ (એથી) આગળ વાંચવા જાય છે તેવામાં ગર્ભમાં પુસ્તક સહિત થાંભલે બંધ થઈ ગયો–બીડાઈ ગયો અને આકાશમાં વાણી થઈ કે આ પ્રકારનાં રહસ્ય (જાણવા) માટે તું લાયક નથી; માટે ચપલતા ન કર અને જલદી ન મર–વિના કારણે મેત ન માગી લે. તેથી ભય પામી ૧૦ તેઓ થોભ્યા. જે બે વિદ્યા મળી ગઈ તે મળી ગઈ. એથી અધિક (વિદ્યા) અપ્રાપ્તિને લઇને તમને) મળી નહિ. ત્યાર બાદ સિદ્ધસેન ચિત્રકૂટથી પૂર્વદેશમાં “કૂર્માર પુર ગયા. ત્યાં દેવપાલ રાજાને પ્રતિબંધ પમાડી તેને ગળીના રંગની જેમ ચુસ્ત જૈન બનાવ્યું. ત્યાં તેઓ રહ્યા. રોજ ઈષ્ટ વાત થતી અને એમ કેટલેક વખત વીતી ગયે. એક દિવસ રાજાએ એકાંતમાં આવી (આંખમાં) આંસુ સહિત (સૂરિને) વિનતિ કરી કે હે ભગવન્! અમે પાપી આ પ્રકારની આપની મધુર ગેષ્ઠીને લાયક નથી, કેમકે અમે સંકટમાં પડયા છીએ. સૂરીશ્વરે પૂછવું કે તમને શું સંકટ છે? રાજાએ કહ્યું કે સીમાડાના રાજાઓ એકઠા મળીને મારું રાજ્ય લઈ લેવાથી ઈચ્છાથી આવે છે. સરિએ ર૦ કહ્યું કે હે રાજા ! તું વિહ્વળ ન બન-ફિકર ન કર. જેનો હું મિત્ર છું એવા તારે જ સ્વાધીન રાજ્યલક્ષ્મી છે. (એ સાંભળીને) રાજા આનંદ પામ્યો. પરસૈન્ય આવ્યું. બે વિદ્યાની શક્તિથી સૂરિએ રાજેશ્વરને સમર્થ બનાવ્યો. (એથી) પરસેન્ય ભાંગી ગયું. તેનું સર્વસ્વ લઈ લેવાયું. (અને વિજયનાં) વાદિ વગાડાયાં. તે પછી રાજા સૂરિને અત્યંત ૨૫ ભક્ત બને. સૂરિ ગચ્છ સહિત હોવા છતાં ક્રિયામાં શિથિલ થઈ ગયા; કેમકે ખુશામતીઆની (મીઠું બેલનારાઓની) વાણુઓની રચનાઓથી, હરિણાક્ષીઓના કટાક્ષોથી અને કામિનીઓની કીડાના કલ્લોલોથી કોનું મન ભેદાતું નથી ? ગુરુ નિશ્ચિત્ત સુવે તેના શિષ્યો પણ તેની પાછળ બેફિકરાઈથી સુવે. (આ પ્રમાણે) સ્પર્ધાપૂર્વક સુનારાઓ મેક્ષને પાછળ ૩૦ હડસેલે છે. શ્રાવકને ઔષધશાળામાં પ્રવેશ પણ મળવા ન લાગે. Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂરિષ્કૃત [ ૬ શ્રીવૃદ્ધાવિ-ન્નિદ્ધસેન જળનું પાન કરવું), નહિ કલ્પે એવાં ફૂલ અને ફળના ઉપભાગ કરવા), ગૃહસ્થનાં જેવાં મૃત્યુ ( કરવાં) અને આચરણ કરાતી અયતના એ તિવેષની વિડંબનારૂપ છે ( એમ ) આ ગાથાનું સમાચરણુ થવા લાગ્યું. એ અપકીર્તિ સાંભળીને વૃદ્ધવાદી કૃપાથી તેમના નિસ્તાર કરવા માટે એકલા ( જ ) ૫ ગચ્છ(ના ભાર ) ઉત્તમ ( સાધુએ )ને સોંપી ત્યાં આવ્યા. બારણે ઊભા રહીને દરવાનાની મારફતે તેમણે સૂરિ આગળ કહેવડાવ્યું કે એક મેટી વયના એક વાદી આવ્યા છે. ( આ સાંભળી ) સૂરિએ એમને અંદર ખાલાવ્યા. અને સામે ખેસાડવા. જેમણે વસ્ત્ર વડે સમગ્ર શરીર ઢાંકી દીધું છે એવા વૃદ્ધવાદી ખેાલ્યા કે નીચેના પદ્યની વ્યાખ્યા કરીઃ કર अणफुल्लिय फुल्ल म तोडहि मा रोवा मोडहि । मणकुसुमेहिं अचि निरंजणु हिंडर कांइ वणेण वणु ! ॥ ? વિચારવા છતાં પણ સિદ્ધસેન ( એને ) અર્થ જાણી શકયા નહિ, ત્યાર પછી તેમણે વિચાર કર્યો કે શું આ મારા ગુરુ વૃદ્ધવાદી છે કે જેમના કથનની વ્યાખ્યા કરવા હું અસમર્થ છું? કરી કરીને ( ધારી ધારીતે) જોતાં ગુરુને તેમણે એળખ્યા. (એટલે ) પગે પડીને તેમને ખમાવ્યા અને પદ્યના અર્થ પૂછ્યા. ત્યારે તેમણે વ્યાખ્યા કરી કે પ્રાકૃતની અનંતતાને લઇને ‘અણુગ્નુલ્લિય ખુલ્લ’ ઇત્યાદિને અર્થ એ છે કે જેને ફળ પ્રાપ્ત થયાં નથી એવાં ફૂલે તાડ નિહ. એને શે। ભાવાર્થ છે યેાગ એમ પૂછતા હેય તા સાંભળ એ કલ્પવૃક્ષ છે. કેવી રીતે ? ( તે એ ઝાડ છે કે ) જેને વિષે મૂળ તરીકે યમ અને નિયમે છે, ધ્યાન એ માટે ભાગે પ્રકૃષ્ટ કાંડરૂપ છે, લક્ષ્મી અને સમતા થડ તરીકે છે, કવિત્વ, વક્તૃત્વ, કીર્તિ, પ્રતાપ, મારણ, સ્તંભન, ઉચ્ચાટન, વશીકરણ ઇત્યાદિ સંબંધી શક્તિ તે ફૂલે છે અને કેવલજ્ઞાન એ ફળ છે. હજી સુધી તે યાગરૂપ કલ્પવૃક્ષને ફૂલા ઉગ્યાં છે તેથી કેવલજ્ઞાનરૂપ ફળ વડે તે તે હવે પછી ફળશે. ( માટે ) ૨૫ ફળ પ્રાપ્ત થયું નથી એવાં તેને તું શા માટે તાડે છે? ન તેાડ એ તાત્પર્ય છે. મા રાવા મેાડિä '. અહીં રોપા એટલે પાંચ મહાત્રતે તેને મેાડ નહિ—ભાંગીશ નહિ. ‘ મણુકુ સુમેહિં ' ઇત્યાદિના અર્થ એ છે કે મનરૂપ પુષ્પા વડે નિરંજન અર્થાત્ જિનની તું પૂજા કર. · હિંડઇ કાંઇ વણે વણુ ’ એટલે એક વનથી (બીજે) વન શા માટે તું હીંડે છે ? રાજાની સેવા ઇત્યાદિ નીરસ ફળ મેળવવામાં તું કષ્ટ ક્રમ વેઠે છે એ એ પદના અર્થ છે. ત્યાર બાદ ગુરુની તે શિક્ષા માથે ધરી (ચડાવી), રાજાની રજા લઇ વૃદ્વવાદીની સાથે દૃઢ ૨૦ ' ૧૦ ૧૫ ૩૦ Page #50 -------------------------------------------------------------------------- ________________ v ] ચતુર્વિશતિપ્રબન્ધ (તીવ) ચારિત્ર ધારણ કરતાં તેમણે વિહાર કર્યો. અન્યોન્ય ગુરુઓ પાસેથી ‘પૂર્વમાં રહેલા શ્રતે તેમણે મેળવ્યાં. વૃદ્ધવાદી સ્વર્ગ ગયા. એક દહાડે સિદ્ધસેને સંઘ મેળવીને કહ્યું કે જો તમે આજ્ઞા કરે તે સર્વે આગમને હું સંસ્કૃતમય કરું. ત્યારે સંઘે કહ્યું કે શું તીર્થકરે અને ગણધરો સંસ્કૃતમય કરવાનું જાણતા ન હતા કે જેથી ૫ તેમણે આગમો અર્ધમાગધીમાં રચ્યા ? વાસ્તે આ પ્રમાણે બેલતા એવા તને મોટું પ્રાયશ્ચિત લાગ્યું. એ તારી આગળ શું કહીએ? તું જાતે જ જાણે છે. ત્યાર પછી વિચાર કરીને તેમણે કહ્યું કે સંઘ ! સાંભળઃ મૌનતાને આશ્રય લઈ મુખવસ્ત્રિકા, રજોહરણ વગેરે જેન લિંગે ગોપવી, પ્રકટપણે અવધૂતનું રૂપ ધારણ કરી ઉપયોગ પૂર્વક બાર વર્ષ ૧૦ પર્યત “પારસંચિક” નામનું પ્રાયશ્ચિત્ત કરીશ. એમ કહીને તે ગચ્છને મૂકીને ગામ, નગર ઇત્યાદિ (સ્થળે) ફરતાં ફરતાં બારમે વર્ષે શ્રીમતી “ઉજજયિની” (નગરી)માં આવીને “મહાકાલ” મંદિરમાં “શેફાલિકા પુષ્પ વડે રંગેલાં વસ્ત્રવાળા અને વિભૂષિત દેહવાળા થઈ ત્યાં બેઠા. ત્યાર બાદ દેવને કેમ તે નમતો નથી એમ લેકા બબડવા છતાં તેઓ ૧૫ બોલ્યા નહિ. જનપરંપરા દ્વારા આ પ્રમાણેની હકીકતો સાંભળીને શ્રીવિમાદિત્ય દેવ (ત્યાં) આવીને બેલ્યા કે હે દૂધ ચાટવાની ઈચ્છાવાળા ભિક્ષુક ! તું દેવને કેમ પ્રણામ કરતો નથી? એ ઉપરથી (આ) વાદીએ રાજાને કહ્યું કે મારાથી પ્રણામ કરતાં લિંગને ભેદ થશે કે જે આપની અપ્રીતિ માટે થશે. રાજાએ કહ્યું કે ભલે તેમ ૨૦ થાય. તે નમસ્કાર કર. તેમણે કહ્યું કે ત્યારે સાંભળ. પદ્માસન વાળીને દ્વત્રિશદ્વાચિંશિકા વડે દેવની સ્તુતિ કરવી તેમણે શરૂ કરી. જેમકે સ્વયંભૂ, ભૂતસહસ્ત્રનેત્ર, અનેક, એકાક્ષર, ભાવલિંગ, અવ્યક્ત, અવ્યાહતવિશ્વલક, અનાદિ, અમધ્યમ, અનંત, અપુણ્ય, અપાપ ઇત્યાદિ શ્રીવીરદ્વાત્રિશદાવિંશિકા તેમણે રચી. પરંતુ તેનાથી તે પ્રકારને ચમત્કાર ૨૫ નહિ જણાતાં પછી શ્રી પાશ્વનાથદ્વત્રિશિકા રચવા માટે તેમણે કલ્યાણમંદિર સ્તોત્ર રચ્યું કે જેના પહેલા જ લે કે મંદિરમાં રહેલા લિંગમાંથી અગ્નિની શિખાના અગ્ર ભાગમાંથી જેમ ધૂમાડાના ગોટેગોટા નીકળે તેમ ધૂમાડાના ગોટેગોટા નીકળ્યા. તેથી લેકે એમ કહેવા લાગ્યા કે આ આઠ વિદ્યાના સ્વામીના પણ સ્વામી, કાલાગ્નિ રદ્ર ૩૦ ભગવાન (પિતાના) ત્રીજા નેત્રના અગ્નિ દ્વારા ભિક્ષુને ભસ્મ કરી Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજરોખરસૂરિષ્કૃત [૬ શ્રીવૃદ્ધવાવિ-વિલેન ' નાંખશે. ત્યાર પછી સૌથી પ્રથમ વીજળીના તેજની જેમ તડાત્કાર પૂર્વક જ્યોતિ નીકળી. ત્યાર બાદ શ્રીપાર્શ્વનાથની પ્રતિમા પ્રકટ થઈ. તેની વાદીએ વિવિધ સ્તેાત્રા વડે સ્તુતિ કરી અને ક્ષમા યાચી. રાજા વિક્રમાદિત્યે પૂછ્યું કે ભગવન્ ! પૂર્વે નહિ જોયેલું એવું આ શું દેખાય છે? આ કયા નૂતન દેવ પ્રગટ થયા? સિદ્ધસેને ત્યારે કહ્યું કે હું નરેશ્વર ! પૂર્વે આ જ અવંતી 'માં શેઠાણી ભદ્રાના પુત્ર અને બત્રીસ પત્નીઓના યૌવનની સુગંધના સર્વસ્વને ગ્રાહક એવા અવન્તીસુકુમાલ નામથી પ્રસિદ્ધ શેઠ (રહેતા ) હતા. શાલિભદ્રની પેઠે તે કરો એ ઘરના વ્યાપાર કરતા ન હતા, પરંતુ તેની માતા જ ઘરની સમગ્ર ચિન્તા કરતી હતી—બધી સંભાળ રાખતી હતી. એક હ્રાડા દશપૂર્વધર અને ‘ મૌર્ય ’વંશને વિષે મુકુટ સમાન સંપ્રતિ રાજાને ગુરુ નામે આર્યસુહસ્તિ ગચ્છ સહિત વિહાર કરી ‘અવંતી’ આવીને ભદ્રાની અનુજ્ઞા પૂર્વક તેના ઘરના એક ભાગમાં રહ્યા. રાત્રે તે ' નિલનીગુલ્મ ' નામના સ્વર્ગીય વિમાનને વિચાર ગણતા હતા. તપેાધન જનાએ વિશ્રાંતિ લીધી એટલે તે વિચારને સાંભળતાં, ચન્દ્રપ્રભાથી સાન્દ્ર એવી રજનીને વિષે ધીમે પગે ચાલીને અવન્તિ મુકુમાલ ત્યાં આવ્યા અને રૂડી રીતે તે (વિચાર )નું તેણે શ્રવણ કર્યું. અને આવીને ગુરુને તેણે કહ્યું કે હે ભગવન્ ! આપ આ શું ગણેા છે? આર્યે કહ્યું કે હે વત્સ ! નલિનીગુલ્મ ' વિમાનને વિચાર. અવન્તીમુકુમાલે કહ્યું કે આ જ २० પ્રમાણેના ગયા ભવમાં મેં અનુભવ કર્યાં છે. (હવે) એ કયા ઉપાયથી મળે ? ચારિત્રથી એમ આર્યે કહ્યું. વહાણું વાયું, ત્યારથી (જ) જેમણે ‘નલિનીગુલ્મ’ વિમાનને ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા લઇ જાતે લેાચ કર્યાં, અને પાછળથી ગુરુએ પણ જેમને સામાયિકરૂપ ચારિત્ર આપ્યું અને જેમણે ‘કંથારકુ ંગ ’ નામના સ્મશાનમાં જઈને કાયોત્સર્ગ કર્યાં ( તે અવન્તીમુકુમાલના શરીરમાં ) દર્ભની સૂચી (સળી) વીંધાવાથી તેમના શરીરમાંથી ) વહેતી લેાહીની ધારાની વાસ વડે લેાભાઈને બચ્ચાં સહિત આવેલી ભૂખી શિયાળણી જે પૂર્વ ભવમાં તેમની પત્ની હતી તેના દ્વારા ( પોતાના દેહનું ) ભક્ષણ થતાં તેમણે સદ્દભાવના વડે પાપકર્મની નિર્જરા કરી ‘ નલિનીગુલ્મ ’ પ્રાપ્ત કર્યું. સવારના ગુરુમુખથી પુત્રને વૃત્તાન્ત જાણી પુત્રવધૂ સાથે તે (ભદ્રા) સ્મશાનમાં આવી વિવિધ વિવિધ પ્રકારે વિલાપ કરવા લાગી. પછી પાછી ઘેર આવી. એક સગર્ભા વહુને ઘરમાં મૂકીને ૩૧ વહુએ સાથે સંમમ લઇ તે સ્વર્ગે ગઇ. સગર્ભા અવસ્થામાં રહેલી ' ૩૪ ૧ ૧૫ ૨૫ ૩૦ Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રવચ્છ] ચતુર્વિશતિપ્રબન્ધ વહુથી ઉત્પન્ન થયેલા પુત્રે યૌવન પ્રાપ્ત થતાં આ પ્રાસાદ કરાવ્યો. મારા પિતાને મહાકાલ અત્ર થ માટે “મહાકાલ” એવું (તેણે તેનું) નામ પાડયું. શ્રીપાશ્વની પ્રતિમા મધ્યમાં સ્થાપવામાં આવી. કેટલાક દિવસ લેકમાં તેની પૂજા થઈ. અવસર મળતાં (લાગ જોઈ) બ્રાહ્મણોએ તેને ઢાંકી દઈને તેની જગ્યાએ ) આ શિવનું લિંગ સ્થાપ્યું. હમણાં મેં કરેલી ૫ સ્તુતિથી સંતુષ્ટ થયેલ શ્રીપાશ્વનાથ(ની પ્રતિમા )નો પ્રાદુર્ભાવ થયો. મે પ્રેરેલા શાસનદેવતાએ બળથી શિવલિંગ ભાંગી નાંખ્યું. સત્ય અને અસત્યનું અંતર તું છે. તે સાંભળી રાજાએ (જૈન) શાસનને વિષે દેવને સેંકડો ગામે આપ્યાં. ગુરુ પાસે સમ્યકત્વ પૂર્વક બાર (?) વ્રત તેણે ગ્રહણ કર્યો. વળી તેણે વાદીન્દ્રની પ્રશંસા કરી કે દેડકાંને ખાઈ ૧૦ જવામાં ચતુર એવા સર્પો પુષ્કળ છે, (પરંતુ) પૃથ્વી(ને ભાર) ધારણ કરવામાં સમર્થ એ તે શેષ એક જ ખરેખર છે. આપ તેવા છે. અહો તમારી કવિત્વની શક્તિ! સાકરમાં પકાવેલું હોય તેના જેવું (મીઠું) પદ એકદમ કેને સ્ફરતું નથી ? કેરીના રસમાં તરબોળ એવી ઉક્તિનો વૈભવ કેને નથી ? (પરંતુ) અવર્ણનીય ઉભયને એકત્રિત કરી) અમૃ. ૧૫ તના નિર્ઝરના ઉદ્દગારોથી યુક્ત રસ વડે (શ્રોતાના મનને ) તરંગે ચડાવે તે (કવિ) તે કદાચિત જ એકાદ મળે. સુકવિઓનાં મધને ઝરતાં આ વચને તે મોટા પુણ્યના પરિણામથી સ્વેચ્છાપૂર્વક જગતમાં વિપકવ બને છે, નહિ કે નામથી, નહિ ટીકાથી, નહિ છંદ સંબંધીના પરિચયના વશથી, નહિ શબ્દની વ્યુત્પત્તિથી કે નહિ ગુરુના ગુપ્ત ઉપદેશથી. ૨૦ આ પ્રમાણે સ્તુતિ કરીને એ સમ્રા પિતાને સ્થાને ગયા. પ્રભાવના વડે ખુશ થયેલા સંઘે વાદીન્દ્રને પણ સંઘમાં લીધા. એક દહાડે સિદ્ધસેન વિહાર કરતાં “માલવ' (દેશ)માં “ઓંકાર નગરમાં ગયા. ત્યાં ભક્ત શ્રાવકેએ સૂરિને વિનય પૂર્વક નિવેદન કર્યું કે હે ભગવન ! આ જ નાગરની પાસે એક ગામ હતું. ત્યાં સુન્દર નામને ર૫ રાજપુત્ર ગામને નાયક હતો. તેને બે પત્નીઓ હતી. એકે પ્રથમ પુત્રીને જન્મ આપ્યો તેથી તે ખિન્ન થઈ. તે વારે જ સપત્નીને પણ પ્રસવની તૈયારી જ હતી. એ પુત્રને જન્મ આપીને પતિને વિશેષ પ્રિય ન થઈ પડે એવી સ્ત્રીત્વને એગ્ય તુચ્છ બુદ્ધિ વડે તેણે એક સૂતિકાને કહ્યું કે જે આ મારી પત્ની પ્રસવ-સમયે દૈવયોગે તને બોલાવે (અને ૩, ૧ શેક, પતિની બીજી સ્ત્રી. રસોઇયાણી, Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂરિકૃત [દશી વારિરિસેર તેને જે પુત્ર અવતરે) તે અન્ય સ્થાનેથી પહેલેથી સંગ્રહેલું કોઈ મરેલું બાળકને ત્યાં તારે સંચાર કરે; અને તેને અવતરેલ બાળક જે પુત્રી હોય તે તેને તારે લઈને ગામથી દૂર મૂકી આવવી. (તેના બદલામાં ) આ સુવર્ણ લે. આ પ્રમાણે તેણે મંત્રણા કરી. દેવવશાત તેમ જ થયું અને તેણે તેમજ કર્યું. રાજપુત્ર ઉત્પન્ન થતાં જ તેને ગામથી દૂર ફેંકી દેવામાં આવ્યા. તે રાજપુત્રનું પુણ્ય અધિક હેવાથી તેની કુલદેવતાએ ગાયરૂપે તેને દૂધ આપીને (પાઈને) પાળીને લગભગ આઠ વર્ષને કર્યો. ત્યાર બાદ અહીં જ “કાર' નગરને વિષે શિવમંદિરના અધિકારી ભરડાએ તેને જે, બેલા અને પિતા(ના પંથ)ની દીક્ષા આપી. ૧૦ એક દિવસ “કન્યકુજ' દેશને અધિપતિ રાજા કે જે જન્મથી અંધ હો તે દિગ્વિજયનું કાર્ય કરતાં કરતાં પાસે આવીને વસ્યા. તેવામાં) રાત્રે નાના ભરડાને શિવની આજ્ઞા થઈ કે તારે “કન્યકુજ'ના રાજાને શેષા આપવી. એથી એની આંખ સાજી થશે. નાના મોટા ગુરુને તે વાક્ય કહ્યું અને તેની આજ્ઞાથી શેષા લઈને, છાવણની મધ્યમાં આવીને ૧૫ તેણે રાજાના પ્રધાને કહ્યું કે હે (પ્રધાને !) તમારા સ્વામીને અમારી સંમુખ લાવો, કે જેથી કમળના પત્રના જેવાં મનહર, પિતાના વિષયને ગ્રહણ કરવામાં સમર્થ એવાં નેત્રવાળો જલદી અમે એને બનાવીએ. તે ઉપરથી પ્રધાન વડે પ્રેરાયેલે રાજા ત્યાં આવ્યા. ઋષિએ આપેલ શેષા લઈને આંખમાં તે આંજતાં તેનાં નેત્ર સાજો થયાં. (આથી) ખુશ થઈને ભક્તિપૂર્વક (એ) શાસનને વિષે સેંકડો ગામે તેણે આપ્યાં. આ જ “ઓંકાર' (નગર)માં આ ઊંચું મંદિર તેણે કરાવ્યું. અમે આ નગરમાં રહીએ છીએ (પરંતુ) જૈન મંદિર કરાવવાનું (બળ અમને) પ્રાપ્ત થયું નથી. (કેમકે) મિથ્યાત્વીઓ પરાક્રમી છે. તેથી તમે એમ કરે કે જેથી આથી અધિક ઊંચું અને મનોહર ચૈત્યનું નિર્માણ થાય. તમે જ પરાક્રમી છો (ઘારશો તે કરી શકશે). તેમનું વચન સાંભળીને વાદીએ. અવન્તી” જઈ હાથમાં ચાર કે લઈ, વિક્રમાદિત્યની (સભા)ના દરવાજે આવી દ્વારપાળ મારફતે રાજાને એક લેક કહેવડાવ્યો. તેણે તે કહ્યો. જેમકે (તમારા) દર્શનને અભિલાષી અને હાથમાં ચાર ગ્લૅક લઈને આવેલ ભિક્ષુ અટકાવવાથી બારણે ઊભે છે. તે આવે કે જાય ? એ લેક સાંભળીને વિક્રમાદિત્યે પ્રતિશ્લેક કહેવડાવ્યું. જેમકે દશ લાખ (મુદ્રા) તેમ જ ચૌદ ૩૦. Page #54 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિપ્રબન્ધ ૩૭ શાસને (એટલું મેં તેને) આપ્યું. (હવે ) હાથમાં ચાર લેક લઈને આવેલ (જોઈએ તે) આવે કે (જોઈએ તો) જાય. તે બ્લેક સાંભળીને વાદીએ દ્વારપાળ મારફતે રાજાને કહેવડાવ્યું કે ભિક્ષ દર્શન જ ઇચ્છે છે, નહિ કે દ્રવ્ય. ત્યાર બાદ રાજાએ પિતાની દૃષ્ટિ સમક્ષ તેને બોલાવ્યા, (આવતાં તરત જ) ઓળખ્યા અને કહ્યું કે હે ભગવન્! ૫ કેમ લાંબે વખતે દેખાઓ છે ? આચાર્ય કહ્યું કે ધર્મકાર્યને વશ હોવાથી ચિરકાળે આવ્યો છું, ચાર લોકો સાંભળ. રાજાના સાંભળતાં તેણે કહ્યું કે આવી) અપૂર્વ ધનુર્વિદ્યા આપ ક્યાંથી શીખ્યા (કે જેથી ) બાણોનો સમુદાય સામે આવે છે અને દેશી દિશાંતરમાં જાય છે? સરસ્વતી તારા મુખમાં અને લક્ષ્મી તારા કરકમલમાં રહે છે. તે હે ૧૦ નરેશ્વર ! શું (એથી) કીતિ ગુસ્સે થઈ છે કે તે દેશાંતર ગઈ છે ? હે પૃથ્વી પતિ ! ચારે સમુદ્રમાં સ્નાન કરવાથી જાણે જડતા પ્રાપ્ત કરી હેય-ટાઢે ડરી ગઈ હોય તેમ કીતિ આતપ માટે ( તાપવા વાસ્તે) સૂર્યમંડળમાં ગઈ છે. તે સર્વદા બધું આપે છે એમ (આપની) લેકે તારી જે પ્રશંસા કરે છે તે ખોટી છે, કેમકે શત્રુઓને તારી પીઠ ૧૫ મળતી નથી તેમ જ પરસ્ત્રીને તારી છાતી મળતી નથી. (આ) સાં. ભળીને સંતોષ પામેલા વિક્રમે યથાસંખ્ય વસ્ત્ર, સુગંધી દ્રવ્ય, સુવર્ણ નાણું, હાર ઇત્યાદિથી પરિપૂર્ણ ચાર હાથીઓ મંગાવી આચાર્યને કહ્યું કે આ ગ્રહણ કર. આચાર્યે કહ્યું કે હું આનો અર્થી નથી. ત્યારે વિકમે કહ્યું કે મારી પૃથ્વીને વિષે ઉત્તમ એવા ચાર દેશે તમારી ઈચ્છાનુસાર ૨૦ ગ્રહણ કરો. વાદીએ કહ્યું કે આની પણ મને ઇચ્છા નથી. ત્યારે રાજાએ કહ્યું કે, ત્યારે તમે શું ઈચ્છે છે? (વાદીએ ઉત્તર આપે કે, હે રાજા! સાંભળ. “કાર” (નગર)માં ચાર ધારવાળું જૈન મંદિર શિવમંદિરથી ઊચું કરાવે અને તું જાતે પરિવાર સહિત ત્યાં આવી) તેની પ્રતિષ્ઠા કરાવ. રાજાએ તે તેમ જ કર્યું. (આ) પ્રભાવનાથી સંઘ ખુશી થા. ૨૫ એ પ્રમાણે જૈન ધર્મને ઉદ્દઘાત કરતા વાદી દક્ષિણ દિશા)માં પૃથ્વીસ્થાન પુર વિહાર કરી ગયા. ત્યાં (પોતાને) આયુષ્યને અંત આવેલ જાણી અનશન લઈ સ્વર્ગલોકમાં તેઓ સંચર્યા. ત્યાંના સંઘ, ચિત્રકૂટમાં (વસતા) સિદ્ધસેનના ગચ્છને તે વૃત્તાન્ત જણાવવા ૧ આને પરિહાર એ છે કે ચાચકને સમૂહ સામે આવે છે અને તેને તમે દાન આપે છે એથી) તમારા ગુણ દિગંતમાં જાય છે વિસ્તરે છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી રાજશેખરસૂરિકૃત [૬ શ્રીરાધિ- સિલેમાટે એક વાચાલ ભાટને મોકલ્યો. તે તે સૂરિની સભામાં નીચે મુજબને લેકને પૂર્વાર્ધ વારંવાર બલવા લાગ્યો કે અત્યારે દક્ષિણમાં વાદરૂપ આગીઆ કીડાઓ સુરે છે-ઊભરાવા લાગ્યા છે. ફરી ફરીને આ બોલાતાં, સિદ્ધસારસ્વતને લઈને સિદ્ધસેનની ભગિનીએ કહ્યું કે સિદ્ધસેન દિવાકર નામના વાદીને ખરેખર અસ્ત થયો છે. ત્યાર બાદ ભાટે સવિસ્તર હકીકત કહી. તેથી શોક ઉત્પન્ન થયા અને (કાલાંતરે) શો. इति श्रोवृद्धवादिसिद्धसेनप्रबन्धः ॥ ६॥ Page #56 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિપ્રબન્ધ ( ૭ ) શ્રીમલ્લવાદિસૂરિના પ્રાધ શ્રીઇન્દ્રભૂતિને પ્રણામ કરીને પ્રભાવાને વિષે શિરોમણિ એવા શ્રીમલ્લવાદિ–સુરીશ્વરનું ચરિત્ર હું કહું છું.--1 ગૂર્જર ’ મંડળમાં ‘ ખેટા' નામનું મહાસ્થાન છે. ત્યાં વેદને વિષે પારંગત દૈવાદિત્ય નામના બ્રાહ્મણ રહેતા હતા.--ર તેને ભાવિધવા સુભગા નામની પુત્રી હતી. ભક્તિ કરનારી તે સ્ત્રીએ કાષ્ટક ગુરુ પાસેથી સૂર્યના મંત્ર મેળવ્યા.-૩ તે મંત્રથી આકર્ષાને સૂર્ય તેની પાસે આવ્યા. તેની સાથેના ભાગના લાભથી તેણે સત્વર ગર્ભ ધારણ કર્યાં.-૪ દેવનાં વૈક્રિય અંગેાથી જોકે ગર્ભ ન ઉત્પન્ન થાય તે।પણ તે વેળા તેા ( તે ખાળાના ) ઔદારિક અંગના ધાતુના યાગથી તેને સંભવ થયા.--૫ પ્રવક્ષ્ય ] * સ્હેજ ફિક્કા ગાલવાળી અને ગ્લાન દેહવાળી તેને જોઇને ( તેના) પિતાએ તેને પૂછ્યું કે હું વત્સ ! તેં આ શું નિન્દનીય આચરણ કર્યું ?-૬ તેણે કહ્યું કે જે તાત ! આ કૈં મારા પ્રમાદના વિકાર નથી; કિન્તુ મંત્રથી આકર્ષાઇને આવેલા સૂર્યને બળાકારપૂર્વકના આ ન્યાસ છે.-૭ એમ વદાયેલા છતાં ( અર્થાત્ આ પ્રમાણેની ખરી હકીકત જાણવા છતાં ) કુકર્મથી ખિન્ન આત્માવાળા બનેલા દૈવાદિત્યે એક નાકર સહિત તે પુત્રીને ‘ વલભી 'પુરી મેાકલી દીધી.-૮ કાલાંતરે ત્યાં તેણે સુંદર તેજવાળાં પુત્ર અને પુત્રીને જન્મ આપ્યા. પિતાએ આપેલ આવિકા વડે ( પેાતાનું ગુજરાન ચલાવતી ) તે ત્યાં જ ચિર કાળ રહી.૯ ખાલસૂર્યના જેવા તેજવાળાં તે પુત્ર-પુત્રી ક્રમે વૃદ્ધિ પામ્યાં. એક ક્ષણની જેમ જ્યારે તેમનાં આઠ વર્ષ વ્યતીત થયાં ત્યારે અધ્યાપક પાસે ભણવા માટે તેમને મૂકવાં. કજીએ થતાં ( તે પુત્રરૂપ ) બાળકને નિશાળીઆએ નબાપા મ કહેતા.-૧૦-૧૧ તે વચનથી ખેદ પામેલા તે બાળકે પોતાની માતાને પૂછ્યું કે હું માતા ! શું મારે પિતા નથી કે જેથી લો। આ પ્રમાણે ખેાલે છે?–૧૨ માતાએ કહ્યું કે હું જાણતી નથી. આવા) પ્રશ્નથી મને પ્રેમ તું ૩૯ પ ૧૦ ૧૫ ૨૫ ૩. Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજશેખરસૂરિત [ ૭ શ્રીમgવાદિદુઃખી કરે છે? તેથી ખેદ પામેલ તે સત્યવાને ઝેર વગેરેથી મરવા ઇચ્છા કરી.-૧૩ (તે સમયે) સૂર્ય સાક્ષાત્ આવીને તેને કહ્યું કે હે વત્સ ! હું તારે પિતા છું. જે તારો પરાભવ કરશે તેના પ્રાણને હું લઈ લઇશ.-૧૪ ૫ એમ કહીને તેણે એક સૂમ કર્કર (હડી ?) આપી અને તેણે તેને આદેશ કર્યો કે દ્વેષીને તારે આ વડે મારો જેથી તે તરત જ મરી જશે.–૧૫ એ કર્કરરૂપ શસ્ત્ર વડે વિશેષ બળવાન બનેલા તે બાળકે વિપરીત બેલનાર (અર્થાત બે આરોપ કરનારા એક) નિશાળીઆને મારી ૧૦ નાંખે.–૧૬ તે બાલહત્યાની વાત ) તે “વલભીપુરના રાજાને કાને આવી, (તેથી) ગુસ્સે થયેલા તેણે માણસે મારફતે તે બાળકને તરત જ પિતાની પાસે બોલાવી) મંગાવ્યા.–૧૭ અને કહ્યું કે હે નિર્દય ! આ બાળકને તું શા માટે હણે છે? ૧૫ બાળકે જવાબ આપ્યો કે હું કેવળ બાળકોને જ નહિ, કિન્તુ રાજાઓને પણ હણું છું.–૧૮ એમ કહેતાં તેણે કર્કર વડે તે (રાજા)ને હણે. તેનું મરણ થતાં તેના સામ્રાજ્યનો તે પરાક્રમી રાજા થયે.–૧૯ શિલાદિત્ય તરીકે તે પ્રસિદ્ધ થયે. સૌરાષ્ટ્ર' રાષ્ટ્રને વિષે સૂર્ય સમાન એવા તેણે સૂર્ય પાસેથી પરચક્રનો નાશ કરનાર ઉત્તમ ઘેડે મેળવ્ય -૨૦ તેણે પિતાની બેન “ભૃગુક્ષેત્ર'ના રાજાને આપી (પરણાવી). તેણે દિવ્ય તેજવાળા અને દિવ્ય લક્ષણવાળા પુત્રને જન્મ આપો-૨૧ શત્રુંજય પર્વત ઉપર તેણે ચિત્યનો ઉદ્ધાર કરાવ્યો અને પિતાને ૨૫ તે શ્રેણિક પ્રમુખ શ્રાવકની કટિમને માનવા લાગ્યો.-૨૨ કાઈક દિવસ ત્યાં તર્ક( શક્તિમાં નિપુણતા)ના મદથી ઉદ્ધત એવા બૌદ્ધો આવ્યા. તેમણે શિલાદિત્યને કહ્યું કે આ વેતાંબરે છે.-૩ તેઓ વાદમાં અમને જે જીતે તે તેઓ તમારા દેશમાં (ભલે) રહે; (પરંતુ) જે અમે એમને છતીએ તે એમણે (અહીંથી) ચાલ્યા ૩૦ જવું.-૨૪ ૧. ઉદાર, ઉત્તમ ગુણથી યુક્ત. ૨. સોરઠ. Page #58 -------------------------------------------------------------------------- ________________ was ] ચતુર્વિશતિપ્રબ દૈવયોગે બૌદ્ધો જીત્યા (એટલે) કાળના બળના અર્થી સર્વ વેતાંબરેએ વિદેશને આશ્રય લીધે.-૨૫ શિલાદિત્ય રાજા બૌદ્ધોની ભક્તિપૂર્વક પૂજા કરવા લાગ્યો અને “શત્રુંજય” ઉપરના કષભ(દેવ)ને બુદ્ધ બનાવી તેની પૂજા કરવા લાગ્યો.-૨૬ આ તરફ (તેવામાં) પેલી શિલાદિત્યની બેને પતિના મરણથી વિરત બની સુસ્થિત આચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી–૨૭ પિતાના આઠ વર્ષના બાળક (પુત્ર)ને પણ તેણે દીક્ષા લેવડાવી અને તે બુદ્ધિશાળીને કંઈક કંઈક સામાચારી પણ જણાવી (શીખવી).-૨૮ એક દિવસ તે અભિમાનીએ પિતાની માતા સાધ્વીને પૂછયું કે ૧૦ આપણો આ સંઘ અલ્પ કેમ છે?–ર૯ પહેલાં પણ તે અલ્પ શા કારણથી હતા? (તેત્રમાં) અથુપૂર્વક (અર્થાત આંખમાં આંસુ લાવી) તે બોલી કે હે વત્સ! હું પાપિની શું કહું? શહેરે શહેર શ્રીવતાંબર સંઘ તે ઘણે મેટે હતો.-૩૦ પરંતુ તે પ્રકારની પ્રભાવના કરવામાં વીર સૂરીશ્વરના અભા- ૧૫ વથી પ્રારકાઓએ તારા મામા શિલાદિત્ય રાજાને પિતાને કરી લીધે. ( આ પ્રમાણે તેને હાથમાં લઈ તેમણે શ્રી સંઘને પરાભવ કર્યો.)-૩૧ “શત્રુંજય” નામનું જે તીર્થ મેક્ષના કારણ તરીકે જાણીતું છે તેને (પણ) શ્વેતાંબરોના અભાવથી બૌદ્ધોએ ભૂતની પેઠે આશ્રય લીધે છે.-૩૨ વિદેશમાં વસતા કેટલાક વેતાંબરે કે જેમને ગર્વ ખંડિત થયો છે અને જેમનું પરાક્રમ નાશ પામ્યું છે તેઓ કોઈક સ્થળે સમય પસાર કરે છે.-૩૩ એ સાંભળીને (એ) બાળક બૌદ્ધ ભટ ઉપર ગુસ્સે થયે અને ચોમાસાના મેઘના જેવી (ગર્જનાના) ધ્વનિવાળા તેણે ઊંચા સ્વરે પ્રતિજ્ઞા ૨૫ કરી કે નદીને વેગ જેમ (તેના તટ ઉપર રહેલાં) ઝાડોને મૂળમાંથી ઉખેડી નાખે છે તેમ જે હું બૌદ્ધોને મૂળમાંથી ન ઉખેડી નાખું તો સર્વાનું ખૂન કર્યાના પાપને હું ભાગી બનું--૩૪-૩૫ આ પ્રમાણે કહીને અને માતાની સમ્યક્ પ્રકારે રજા લઇને પ્રલયકાળના અશ્ચિના જેવા પ્રકાશવાળો મહેલ નામનો તે બાળક ૧૦ (ક) પર્વત ઉપર ગયે અને ત્યાં તેણે અતિશય તીવ્ર તપ તપ્યું.-૩૬ Page #59 -------------------------------------------------------------------------- ________________ -४२ ૧ ૧૫ २० ૨૫ ૩૦ શ્રી રાજશેખરસૂરિષ્કૃત [૭ શ્રીમન્નુયાધિ પાસેના ગામથી ભિક્ષા લાવીને તે પારણું કરતા. કેટલાક દિવસ પછી તે ( બાબત ) શાસનદેવતાએ જાણી.-૩૭ આકાશમાં રહીને તેણે ( તેને ) પૂછ્યું કે મીઠું શું છે? તે બાળકે તે સાંભળીને આકાશ તરફ નજર કરીને પોતાના અનુભવપૂર્વક કહ્યું કે વાલ.-૩૮ વળી છ મહિનાને અંતે આકાશમાં રહીને તેણે કહ્યું કે શેની સાથે ? તે છાલ-મુનિએ કહ્યું કે સુંદર થી અને ગાળની સાથે ૩૯ શાસનદેવતાએ અવધારણ શક્તિને વિષે તેને યાગ્ય જાણી પ્રત્યક્ષ થઇ તેને કહ્યું કે ( હે વત્સ! ) તું પરમતને દૂર કરનારા હા.-૪૦ હું માનદ ! (આ) નયચક્ર (નામનું) તર્કનું પુસ્તક તું લે. ( એથી ) તારી વાણી કુતર્કરૂપ સર્પને ( વશ કરવામાં) જાગુલી સમાન સારી રીતે સિદ્ધ થશે.--૪૧ બાલ–મુનિએ તે તર્કનું પુસ્તક ભાંય ઉપર મૂકવું. (કેમકે બાળ ) ઉમ્મરના લીલાવિશેષથી પ્રમાદ થવા સુલભ છે.—૪૨ ( આથી ) ગુસ્સે થયેલી શાસનદેવીએ કહ્યું કે તે અશાતના કરી; ( વાસ્તે) હું તારી પાસે રહીશ પણ પ્રત્યક્ષ નહિ થાઉં.-૪૩ જેમ પાણ્ડના વચલા પુત્ર ( અર્જુન ) ‘પાશુપત' શસ્ત્ર લને દીપવા લાગ્યા તેમ તે પુસ્તક લઇને મીઁવાદી અત્યંત દીપવા લાગ્યા.-૪૪ કલ્પાંત સમયના સૂર્ય·જેવી કાન્તિવાળા તેણે ‘ સુરાષ્ટ્રા ' રાષ્ટ્રના શણગારરૂપ ‘વલભી’પુરમાં આવીને શિલાદિત્યને (નીચે મુજબ) કહ્યું.–૪૫ ઔદ્દોએ ફાગઢમાં દુનિયાનેા ગ્રાસ કર્યાં છે. હું પ્રતિમલ અને અપ્રમાદી એવા અધવાદી ઉપસ્થિત થયા છું. હું તમારી ખેનને પુત્ર છું.-૪૬ શિલાદિત્ય રાજાની પાસે વાચાલ બૌદ્ધ આચાર્ય તર્કના લવારા બહુ કર્યાં.–૪૭ (પરંતુ) નચક્રના સામર્થ્યથી ઉત્ખણ એવા મદ્યવાદી વાચાલ થતાં ( અર્થાત્ એમની સાથેના વાથી ) તે બૌદ્ધરાજ છ મહિનાને અંતે હૃદયમાં હાર્યા-હતાશ થઇ ગયા.-૪૮ છ મહિનાની આખરે રાત્રે તે પોતાના નિવાસસ્થાનમાં ગયા અને કાશમાંથી કાઇક તર્કનું પુસ્તક ખેંચી કાઢી વાંચવા લાગ્યા.-૪૯ ૧ સ`ના વિષને વૈધ. ૨ ગારવપાત્ર વસ્તુનું અપમાન. Page #60 -------------------------------------------------------------------------- ________________ અવશ્વ ] ચતુર્વિશતિપ્રબન્ય ચિન્તાના ચક્રથી તેનું ચિત્ત હણાયેલું હતું એટલે તેને અર્થ ધારણ કરવાને તે સમર્થ થયો નહિ (તેથી) તે બૌદ્ધ વિચાર કર્યો કે સવારે મારા તેજને ભંગ થશે.–૫૦ તાંબર તણખાનું આ તેજ કઈ વિલક્ષણ છે ! અરે રે આ સામ્રાજ્યશાલી બૌદ્ધ (એના વડે) હાંકી કઢાશે.–૫૧ દેશને ભંગ, કુલને ક્ષય, પારકાના હાથમાં ગયેલી પત્ની, અને મિત્રને આપત્તિ પામેલ જેમને જેવાં પડતાં નથી તેઓ ધન્ય છે.–પર આ પ્રમાણેના દુ:ખના સમૂહના સંઘથી તેનું હૃદય ક્ષણમાં ભાંગી ગયું. સવારના જલદી જલદી રાજાનું તેડું આવ્યું.–૫૩ (પરંતુ ) ગુરુ આજે માંદા થઈ ગયા છે તેથી રાજસભામાં નહિ ૧૦ આવશે એમ બોલતાં તેના બિચારા શિષ્યોએ ઘરનું દ્વાર ન ઉઘાડયું.-૫૪ ત્યાં જઈને તેમણે તેમ કહ્યું તે સાંભળીને મલે ઉલ્લાસ પામી શિલાદિત્યને કહ્યું કે એ બૌદ્ધરાજ શોકથી મરી ગયો (છે).-૫૫ શિલાદિત્યે જાતે જઈને તેને તેવો છે. તેથી પોતાના) દેશમાંથી બૌદ્ધોને તેણે કાઢી મૂક્યા. પ્રતિષ્ઠાથી પતિત થયેલા મનુષ્યને ૧૫ ધિક્કાર છે.-૫૬ વાગીશ્વર આચાર્ય દ્વવાદીને ગુરુ કરીને રાજાએ પરદેશમાંથી બધા જૈન મુનિઓને લાવ્યા.–૫૭ “શત્રુંજય ” ઉપરના સંસારરૂપ પાંજરાને ભાંગનાર જિનેશ્વરને તાંબરને સ્વાધીન કરી રાજાએ યાત્રા પ્રવર્તાવી.-૫૮ ૨૦ કાલાંતરે તે નગરમાં રંક નામનો વાણીઓ થે. તેની દુકાને (એક) કાપડી મહારસ થાપણ તરીકે મૂકી ગ–પ૯ તે રસને સ્પર્શ થતાં જ લેઢાને સુવર્ણરૂપ બની ગયેલું જોઈ તેણે હાટ અને ઘરની અદલાબદલી કરી-૬૦ ( આ પ્રમાણે) કાપડીને છેતરીને તે રક માટે ધનિક થયો. ૨૫ (અને) તેની પુત્રી અને રાજપુત્રી વચ્ચે પરસ્પર મિત્રતા થઈ.-૬૧ દિવ્ય રનોથી વિભૂષિત એવી સુવર્ણની એક કાંસકી રકની પુત્રીના હાથમાં જોઈને તે નૃપની પુત્રીએ તેની માગણી કરી.-૬૨ કે તે આપી નહિ અને (તેથી) રાજાએ તે બળાત્કારપૂર્વક માગી (લઈ લીધી એટલે) મત્સરને લઈને તેણે પ્લેનું ૩૦. સૈન્ય આપ્યું –૬૩ તેણે “વલભી” નગર ભાંગી નાંખ્યું. (એ પ્રમાણે) અગ્ય Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂકૃિત [૭થી મારહકીકત બની. આવી રીતે) પુષ્કળ ઋદ્ધિવાળા વણિકે શિલાદિત્યને નાશ કર્યો.-૬૪ ત્યાર બાદ (એ) વાણિયાએ આકર્ષી શકેને રણમાં નાંખ્યા. (એટલે) તૃષ્ણથી તેઓ પોતાની મેળે મરી ગયા. એમ આ મહારોગને નાશ કરાય.-૬૫ રાજા વિક્રમાદિત્યથી ૫૭૩ મે વર્ષે “વલભી'ને નાશ થયે. જ્ઞાનીઓ (તે) પ્રથમથી (એ શહેરમાંથી ચાલ્યા) ગયા હતા.-૬૬ - જિનપ્રતિમાઓ આકાશ-માર્ગ દેશાંતરમાં જતી રહી; કેમકે દેવાધિષ્ઠિત (પ્રતિમાઓ)ને વિષે આવી (જ) ચેષ્ટાને સંભવ છે.-૬૭ આ (વાત) પ્રથમથી જાણીને મહામુનિ મદ્ધવાદી પરિવાર સહિત “પંચાસર” પુરી ગયા હતા.-૬૮ નાગેન્દ્ર' ગચ્છને લગતાં ધર્મસ્થાનના તેઓ પ્રભુ બન્યા. શ્રી સ્તંભનક’ તીર્થમાં પણ સંઘે તેમનું પ્રભુત્વ ધારણ કર્યું –૬૯ જિનશાસનના તેજના ઉત્કર્ષથી પવિત્ર એવું આ શ્રીમવાદીનું ચારિત્ર સાંભળીને હે ભવ્યો ! કવિતાનાં વચનાદિથી વિચિત્ર લબ્ધિના સમૂહ વડે જૈન શાસનની તમે પ્રભાવના કરે.-૭૦ इति श्रीमल्लवादिप्रबन्धः ॥७॥ Page #62 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિ‘શતિપ્રમન્ય (૮) શ્રીહરિભદ્રસૂરિપ્રબંધ શ્રી‘ચિત્રકૂટ'માં હરિભદ્ર ( નામના ) વિપ્ર ચૌદ વિદ્યાસ્થાનાા જાણકાર હતા. પંચમ દૂર કરેલ......પાંચમા માધ એથી કરીને આંખે પાદુકા અને પેટ વિદ્યા વડે ફૂટી ન જાય તેથી કરીને પેટ ઉપર પાટે. જાળ, કાદાળી અને નિસરણી સાથે ચાલતાં. જેનું કહેલું હું સમજી ન શકું તેને હું શિષ્ય થાઉં એવા (તેની) પ્રતિજ્ઞા હતી. એક દિવસ ચતુષ્પષ્ટ (ચૌટા)ની પાસેની ભૂમિએ જતાં, એક ગાથાને પાઠ કરતી યાકિની નામની સાધ્વીને તેણે સાંભળી, મયૂન્ય ૧ આ ગાથાને અથ નીચે મુજબ છે: પ્રથમ એ ચક્રી થયા, પછી પાંચ વાસુદેવ, પછી પાંચ ચકી, પછી એક ષાસુદેવ અને એક ચક્રી, ત્યાર પછી એક વાસુદેવ અને એક ચક્રી, ત્યાર બાદ એક વાસુદેવ અને એ ચકી અને પછી એક વાસુદેવ અને એક ચક્રવર્તી થયા. ૨ પેાલાણુ. "" ૧૫ ૧૮ વણિgñāરિપળો, પળો ચઢી સવો ચી केसव चक्की केसव - दुचक्कि केसी य चक्की य ॥ એ ગાથાને તે પાઠ કરતી હતી. (પરંતુ) તે તે સમજી શક્યો નહિ. (આથી તેની) આગળ જઇને તેણે કહ્યું કે હે માતા ! તમે ખૂબ ચકચક કર્યું. સાધ્વીએ કહ્યું કે નવું લીંપેલું છે. અડ્ડા ! એમણે મને ઉત્તર (આપવા)માં પણ જીત્યા. એથી તેણે તેને વંદન કર્યું. તમારા હું શિષ્ય છું. હે માતા ! ગાથાના અર્થ (મને) કહેા. તેણે કહ્યું કે મારા ગુરુ છે. હરિભદ્રે કહ્યું કે તેઓ ક્યાં છે ? (ઉત્તર મળ્યો કે ) અહીં છે. ત્યાર બાદ ક્રાઇ શ્રાવક તેને (જિન-)મંદિરે લઇ ગયા. તેને પહેલી વાર જિનનું દર્શન થયું. (એથી તેને) હર્ષ (થયા). હે ભગવન્ ! તારૂં શરીર જ તારી વીતરાગતા કહી રહ્યું છે; કેમકે જેના રકાટરમાં અગ્નિ હેાય તે ઝાડ શાખા, પુત્ર વગેરેથી પવિત હેાતું નથી -લીલુંછમ જણાય જ નહિ, દષ્ટિ કરુણારૂપ કલ્લાલાથી યુક્ત પડિયા જેવી છે, આચાર પ્રશમની ખાણ છે, પરિકર શાંત છે અને દેહ પ્રસન્ન છે તેથી ખરેખર આ દેવાધિદેવ ઘડપણ, જન્મ અને મરણને નાશ કરનાર છે, કેમકે જગમાં અન્ય દેવાનું આવું સ્વરૂપ જણાતું નથી. ઇત્યાદિ નવીન નમસ્કારા (તેણે કર્યા). ત્યાર પછી તેણે જિનભટ્ટસૂરિનું દર્શન કર્યું. ૨૫ પ્રતિપત્તિ (થઇ). ચારિત્ર (લીધું). સૂરિપદવી (મળી). આવશ્યમાં ૪૫ ૫ ૧૦ ૨૦ Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસુરિકૃત [૮ શ્રીમતિચકિ' ઇત્યાદિ (પાઠ) દુષ્કર હોવાથી તેમણે આવશ્યકની નિવૃત્તિ રચી. કલિકાલસર્વજ્ઞ એ બિરુદ (તેમણે મળ્યું છે. તેમણે દેવતા તરફથી રહસ્યગ્રન્થ પ્રાપ્ત કર્યો. તેમણે તે (ગ્રન્થ)ને વિવિધ ઔષધથી નિર્મિત તથા જળ અને અગ્નિને અસાધ્ય એવા તેમજ દિગંબર આચાર્યો ૫ છતાતાં છિન્ન થયેલા ૮૪ મઠના ચોર્યાસી નામના પ્રાસાદના થાંભલામાં આદરપૂર્વક મૂક્યા. એક દિવસ પ્રભુ (હરિભદ્રસૂરિ) પિતાના ભાણેજ હંસ અને પરમહંસને શીખવતા હતા. તેઓ નિષ્પન્ન થયા, પરંતુ બૌદ્ધ તકે તેમના (બૌદ્ધના) મુખેથી પાઠ કરવા તેઓ ઈચ્છતા હતા. જ્ઞાની ૧૦ ગુરુએ વાર્યા છતાં તેઓ તેની પાસે ગયા. વૃદ્ધાના ઘરમાં ઉતારે (લીધે). બૌદ્ધ આચાર્યની પાસે તેને વેષ ધારણ કરી તેઓ ભણવા લાગ્યા. કલિકામાં તેઓ રહસ્ય લખતા હતા. પ્રતિલેખના વગેરે સંસ્કાર ઉપરથી દયાળુ જેવા જાણી ગુરુએ વિચાર્યું કે આ ખચ્ચિત તાંબર (જૈન) છે. બીજે દિવસે સીડીના પગથિયા ઉપર ખડી વડે તેણે જિન-પ્રતિમા ૧૫ આલેખાવી. તેની પાસે આવેલા તેમણે (એટલે હંસે અને પરમહંસે) તેના ઉપર પગ ન મૂક્યો. કિન્ત) તે (પ્રતિમા)નો કંઠ ત્રણ રેખા વડે અંકિત કર્યો. (એટલે) આ બુદ્ધ થયો તેથી કરીને તેના) ઉપર પગ મૂક્યો. (અને) તેઓ ( સીડી) ઉપર ચડયા. ગુરુએ તેમને (તેમ કરતાં) જોયા. ગુરુની સમક્ષ તેઓ બેઠા. ગુરુના મુખની છાયામાં ફેરફાર જોઈને -તેમના ચહેરાનો રંગ બદલાયેલે જોઈને પેલું કે તેમણે જ કર્યું છે એમ માની પેટમાં પીડા થતી હોવા)નું બહાનું કાઢી ત્યાંથી તેઓ નીકળી ગયા. કપલિકા લઈને ગયેલા તેઓ ઘણે વખત થવા છતાં (પાછા) ન આવ્યા. જેવડાવ્યા (અર્થાત તપાસ કરાવી) તે હતા નહિ. (એથી બૌદ્ધ આચાર્ય) રાજા આગળ કહાવ્યું કે મહાકપટી બે “વેતાંબર તત્વ લઈને જતા રહ્યા છે. કપલિકા (પાછી) અણાવી આપે. (એથી કરીને) (તેમની) પાછળ (રાજાના હુકમથી) ડુંક સિન્ય ગયું. નજરે નજર મળી. તે બે પણ સહસ્રોધ હતા. તેમણે રાજાની સેનાને નાશ કર્યો. બચીને નાસી ગયેલા સૈનિકોએ રાજા પાસે જઈને તેમના તેજ વિષે કથન કર્યું. (એથી) ફરીથી મોટું સૈન્ય તેણે મોકલ્યું. દષ્ટિને મેળાપ થ. ૩૦ એક યુદ્ધ કરવા લાગ્યા. બીજે હાથમાં કપલિકા લઈને નાઠે. હંસનું માથું છેદીને તે (સૈનિકાએ) રાજાને બતાવ્યું. તેણે તે ગુરુને આપ્યું. ૨૦ ૨૫ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ૧૫ s] ચતુર્વિશતિપ્રબન્ધ ગુરુએ કહ્યું કે એને શી ખપ છે? કપલિકા અણાવી આપે. યોદ્ધાઓ ગયા. રાત્રે “ચિત્રકૂટ’ના કિલ્લાનાં બારણાં દઈને પાસે સૂતેલા પરમહંસનું મસ્તક કાપીને તેમણે ત્યાં અર્પણ કર્યું. (એથી) તે બૌદ્ધોને તેમજ તેમના આચાર્યને સંતોષ થયો. સવારે શ્રીહરિભસૂરિએ શિષ્યનું ધડ જોયું; (એથી તેમને) ગુસ્સો (ચડ્યો. (તેમણે) તેલની કડાઈએ (તૈયાર) ૫ કરાવાવી. અગ્નિ વડે તેલ તપાવ્યું. ૧૪૪૦ બૌદ્ધોને હોમ કરવા તેમણે તેમને આકાશમાર્ગ ખેચ્યા. એટલે તેઓ શકુનિકા (સમડી)રૂપે પડવા લાગ્યા. (એમના) ગુરુએ (આ) વૃત્તાન્ત જા. (આથી એમને) પ્રતિબંધ (૫માડવા) માટે તેમણે બે સાધુઓને મોકલ્યા. તેમણે ગાથા આપી કે"गुणसेण-अग्गिसमा सीहा-ऽऽणंदा य तह पियापुत्ता। સિંહ- િમાણ-સુથા ધન-ધારણમ પ-મક શા. जय-विजया य सहोयर धरणो लच्छो य तह पई भजा। सेण-विसेण पित्तिय-उत्ता मंमि सत्तमए ॥२॥ गुणचंद-वाणवंतर समराइञ्च गिरिसेण पाणो उ। एगस्स तओ मुक्कखोऽणंतो बीयस्स संसारो ॥३॥ जह जलइ जलउ लोए कुसत्थपवणाहओ कसायग्गी। तं चुज्जं जं जिणवयणअमिससित्तो वि पजलइ ॥ ४॥" (અર્થાત પ્રથમ ભવમાં ગુણસેન અને અગ્નિશમ, બીજા ભાવમાં સિંહ અને આનંદ નામે પિતા પુત્ર, ત્રીજા ભવમાં શિખી અને જાલિની સામે માતા પુત્ર, ચોથા ભાવમાં ધન અને ઘનશ્રી નામે ૨૦ પતિ પત્ની, પાંચમા ભવમાં જય અને વિજય નામે સહોદર, છ ભવમાં ધરણુ અને લક્ષમી નામે પતિ પત્ની, સાતમા ભાવમાં સેન અને વિષેણ નામે પિત્રાઈ ભાઈ, આઠમા ભાવમાં ગુણચંદ્ર અને વનવ્યંતર અને નવમા ભાવમાં ગુણસેન તે સમરાદિત્ય થયે અને અગ્નિશર્મા તે ગિરિસેન નામે માતંગ થયો. એક ગુણસેન સંસારથી મુક્ત થયા અને બીજો અગ્નિશર્મા અનંતસંસારી થયો. જેમ લેકમાં અગ્નિ પ્રજવલિત થાય છે તેમ કુશાસ્ત્ર ઉપર પવનથી પ્રહાર કરાયેલા કવાયરૂપ અગ્નિ પ્રજવલિત થાય છે. પરંતુ એ આશ્ચર્ય છે કે જિનનાં વચનરૂપ અમૃતથી સિંચાયેલે પણ પ્રજ્વલિત થાય છે.) (આ વિચારતાં તેમણે) બેધ (થો). શાંતિ વળી). પ્રાયશ્ચિત્ત તરીકે ૧૪૪૦ ૩૦ ગ્ર થે રચ્યા. “ચિત્રકૂ’ની તળેટી ઉપર ફાટવાળા તેલ વેચનાર વાણીઆએ પ્રતિઓ કરાવી. તેમાં સૌથી પ્રથમ યાકિની ધર્મપુત્ર એમ હરિભદ્રના ગ્રંથો Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શ્રી રાજશેખરસૂરિકૃત [૮ શ્રીહરિમરિમાં લખાયું. ૧૪૪૦ ભવવિરહરૂપ અંતવાળા બન્યા. ગુણસેણ-અગ્નિસમાં ઇત્યાદિ ત્રણ ગાથા વડે ગુંથાયેલું અને ક્ષમારૂ૫ લતાના બીજરૂપ એવું સમરાદિત્યચરિત્ર (નામનું) નવું શાસ્ત્ર તેમણે રચ્યું. ૧૦૦ શતક, પંચાત, ડિશક, અષ્ટક, ચિલિંગ, અનેકાંતજયપતાકા, ન્યાયા૫ વતારની ટીકા પંચવસ્તુ, પચસૂત્ર, શ્રાવકપ્રજ્ઞાપ્ત, નાણાયત્તક વગેરે હરિભદ્ર રચ્યાં. એ દરમ્યાન “શ્રીમાલપુરમાં કોઈક ધનિક શેઠિયાએ ચાતુમાંસમાં પરિવાર સહિત દેવસ્થાને જતાં નિર્દય જુગારીઓ દ્વારા ખાડામાં ફેંકાયેલા જુગારી યુવક સિદ્ધ નામના રાજપુત્રને દયાથી તેનું દેવું આપી છેડો, ઘેર લાવી જમા, (ધીમે ધીમે) ભણાવ્યો, સર્વ કાર્યને અધ્યક્ષ બનાવ્યો અને પરણાવ્યો. (સિદ્ધને) માતા પહેલાં પણ હતી. તે જુદી ઘરમાં રહી. માતા અને પત્ની સાથે તેણે ઘર માંડયું. શેઠની મહેરબાનીથી ધન પ્રાપ્ત) થયું. લેખકના લેખ લખવામાં પરવશ હેવાથી સિદ્ધ રાત્રે બહુ મોડે ઘેર) આવો હતે. (એથી) સાસુને ૧૫ અને વહુને અતિશય ઉજાગર કરવો પડતો હોવાથી તેઓ અત્યંત ખિન્ન રહેતી હતી. વહુએ સાસુને કહ્યું કે હે માતા ! તમે પુત્રને એ બોધ આપે કે જેથી રાત્રે તેઓ વહેલા આવે. માતાએ તેને કહ્યું કે હે વત્સ! રાત્રે તું વહેલે આવ; (કેમકે) જે વખત સમજે છે તે સર્વજ્ઞ છે. સિદ્ધ કહ્યું કે હે માતા ! જે સ્વામીએ સર્વસ્વ આપીને તેમજ જીવિતદાન આપીને મારે ઉદ્ધાર કર્યો તેની આજ્ઞા હું કેમ ન માનું?–તે કેવી રીતે લેવું? (એ સાંભળી) માતા ચૂપ રહી. અન્યદા સાસુ અને વહુએ વિચાર કર્યો કે આ રાત્રે મોડે આવે ત્યારે બારણું આપણે ઉઘાડીશું નહિ. બીજે દિવસે રાતના ઘણા લાંબા કાળ પછી બારણે આવેલા તેણે સાંકળની કડી ખખડાવી. (પરંતુ) તે બંને(માંથી એકે પણ) જવાબ આપે નહિ. ૨૫ (તેથી) તેણે ગુસ્સે થઈને કહ્યું કે બારણાં કેમ ઉઘાડતાં નથી ? પહેલાં વિચાર કરી રાખ્યો હતો તેવી તે બંનેએ કહ્યું કે જ્યાં અત્યારે બારણાં ઉઘાડાં હોય ત્યાં તમે જાઓ. તે સાંભળીને ક્રોધાતુર થયેલ તે ચૌટે ગયે. ત્યાં ઉધાડા હાટમાં બેઠેલા અને સરિત્રના સ્મરણમાં તત્પર એવા શ્રીહરિભદ્રને તેણે જોયા. સાન્દ્ર ચન્દ્રપ્રભામાં દેશના (તેણે સાંભળી); (એથી ૩૦ તેને) બેધ (વે). તેણે દીક્ષા ગ્રહણ કરી. સર્વ વિદ્વત્તા તેમજ દિવ્ય કવિત્વ (તેમણે પ્રાપ્ત કર્યો). હંસ અને પરમહંસની પેઠે વિશેષ તકે Page #66 -------------------------------------------------------------------------- ________________ કારણ ] ચતુર્વિશતિપ્રબન્ધ ગ્રહણ કરવાની અભિલાષાવાળા હાઈ બૌદ્ધની પાસે જવાની ઇચ્છાવાળા તેમણે ગુરૂને કહ્યું કે (મને) બૌદ્ધ પાસે મોકલો. ગુરુએ કહ્યું કે ત્યાં તું ન જા, તારું મન ફરી જશે. તેમણે કહ્યું કે યુગાંતે પણ તેમ નહિ થાય. (ત્યારે) ફરીથી ગુરૂએ કહ્યું કે ત્યાં જઈ જે તું ફરી જાય તે અમારે આપેલ વેષ અહીં આવીને તું અમને આપી જજે. તેમણે તે કબૂલ કર્યું. ત્યાં તેઓ ૫ ગયા અને ભણવા લાગ્યા. તેમના (બોદ્ધના) સુઘટિત તેથી તેના મનમાં પરિવર્તન થયું. તેની દીક્ષા તેણે લીધી. (પછી જૈન) વેષ (પાછા) આપવાને માટે તે શ્રીહરિભદ્ર પાસે આવ્યા. તેમણે પણ આવતા તેનું આવર્જન કરી વાદ કરનારા તેમણે તેનો વાદ વડે પરાજય કર્યો. (આથી) બૌદ્ધ વેષ આપવા તે (સિદ્ધ પાછો) ગયો. તેણે પણ બંધ પમાડયો. ફરીથી ૧૦ શ્વેતાંબર વેષ આપવાને તે શ્રીહરિભદ્ર પાસે આવ્યા. ફરીથી તે વાદમાં છતા. આ પ્રમાણે બે વેષ આપવામાં તેણે ૨૧ વાર આવજા કરી. બાવીસમી વેળા ગુરુએ ચિંતવ્યું કે આયુષ્યને ક્ષયથી મિથ્યાદષ્ટિપણામાં મૃત્યુ પામી આ બાપ દીર્ધ સંસારી ન થાઓ. પૂર્વે પણ ૨૧ વાર વાદમાં એ છતાય છે. હવે વાદથી સર્યું. આથી) તેમણે ચૈત્યવંદનની લલિતવિસ્તરા ૧૫ નામની ટીકા તપૂર્વક રચી. તે આવ્યો એટલે (એ) પુસ્તકને પાદપીઠ ઉપર મૂકી ગુરુ બહાર ગયા. તે પુસ્તકનો પરામર્શથી (તેમને) (યથાર્થ) બંધ થયું. તેથી પ્રસન્ન થઈ નિળ ચિત્તવાળા બની તેમણે કહ્યું કે જેમણે મારે માટે લલિતવિસ્તર વૃત્તિ રચી તે સૂરિપ્રવર હરિભદ્રને (મારો) નમસ્કાર હેજે. ત્યાર બાદ મિથ્યાત્વથી ખિન્ન થયેલા સિદ્ધ ૨૦ ઋષિએ ૧૬ હજાર (મલેકપ્રમાણુક) ઉપમિતિભવપ્રપંચાકથા “શ્રીમાલમાં સિદ્ધિમંડપમાં રચી. તેનું સરસ્વતી સાધ્વીએ સંશોધન કર્યું. સમય થતાં હરિભસૂરિ અને તેઓ પણું અનશન કરી સ્વર્ગે ગયા. ઇતિ ચરિત્ર. इति श्रीहरिभद्रसूरिप्रवन्धः ॥ ८ ॥ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૫ ૧૦ ૧૫ ૨૦ ૨૫ .. શ્રીરાજરોખરસૂરિષ્કૃત [o શ્રી-૫મટ્ટિયરિ ( ૯ ) શ્રીમપ્પભટ્ટિસૂરિપ્રબન્ધ * ‘ ગૂર્જર ’દેશમાં ‘ પાડલીપુર 'નગરમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. ત્યાં શ્રીસિદ્ધસેન નામના સૂરીશ્વર હતા. તેઓ ‘માઢેર ’ પુરમાં મહાસ્થાનમાં શ્રીમહાવીર(ની પ્રતિમા)ને વંદન કરવા ગયા. મહાવીરને પ્રણામ કરી, તીર્થ-ઉપવાસ કરી અને રાત્રે આત્મારામને વિષે રક્ત બની યાગ—નિદ્રામાં રહેલા તેમણે સ્વપ્ન જોયું કે બાળકેસરી દેવગૃહના ઉપર ક્રીડા કરે છે. સ્વપ્ન આવતાં તેઓ જાગ્યા. તેમણે મંગલકારી સ્તવનના પાઠ કર્યો અને સવારે ચૈત્યમાં (મંદિર) ગયા. ત્યાં છ વર્ષના અને બાલ-સૂર્યના જેવા તેજવાળા એક બાળક આવ્યા. સૂરિએ (તેને) પૂછ્યું કે હે વત્સ! તું ક્રાણુ છે અને કયાંથી આવે છે? તેણે કહ્યું કે પંચાલ ' દેશમાં ‘ ડુંખાધી ’ ગામમાં મુખ નામના ક્ષત્રિય છે. તેમને ભિટ્ટ નામની સહધર્મચારિણી છે. તેમને હું સૂરપાલ નામના પુત્ર છું. મારા પિતાને, સામર્થ્યથી અભિમાની તેમજ પુષ્કળ પરિચ્છેદવાળા એવા ઘણા શત્રુઓ છે. તે સર્વને મારી નાંખવા તૈયાર થઈને હું જતા હતા, (ત્યારે) પિતાએ (મને) નિષેધ કર્યાં કેહે વત્સ ! તું ખાળક છે, વાસ્તે ) આ કાર્યને માટે તું સમર્થ નથી. માટે એ) ઉદ્યોગથી સર્યું. એથી હું ગુસ્સે થયા કે આવા નિરભિમાની પિતાથી સર્યું કે જેઓ જાતે શત્રુઓને મારતા નથી ( એટલું જ નહિ કિન્તુ ) હું મારવા તૈયાર થયા છું તે મને પણ અટકાવે છે? (આ) અપમાનથી માતાપિતાની રજા લીધા વિના હું અહીં આવ્યો છું. સૂરિએ વિચાર કર્યો કે અડ્ડા (ખરેખર) આ દિવ્ય રત્ન છે ! એ માત્ર માનવ નથી; તેજ ઉમરની સમીક્ષા કરતું નથી—તેજને અને વયા કંઇ મેળ નથી. આમ વિચારી તેમણે (એ) બાળકને કહ્યું કે હે વત્સ ! તારા ઘરના કરતાં પણ અધિક્ર સુખ પૂર્વક અમારી પાસે રહે (અમે તને રાખીશું). બાળકે કહ્યું કે માટી મહેરબાની થઇ. (એથી સૂરિજી) તેને પોતાને સ્થાને લાવ્યા. તેનું રૂપ જોઇને સંઘ ખુશી થયા. ( પરંતુ તેમની ) દૃષ્ટિ તૃપ્ત થઇ નહિ. ( સૂરિએ તેને ) ભણાવી જોયા. એક દિવસમાં તેણે હાર ક્ષેાકેા કંઠસ્થ કર્યાં. (આથી) ગુરુ સંતાષ પામ્યા. પુણ્યના પ્રકર્ષ વડે રત્ના મળે છે; અમે ભાગ્યશાળી છીએ (કે અમને આ રત્ન મળ્યું). તે બાળકે પણ ચેડા Page #68 -------------------------------------------------------------------------- ________________ કુલતા હિરા પ્રહણ કરી અને તે દાતા અને કાકાનમારમાં ચતુર્વિપ્રિખબ્ધ (જ) દિવસમાં લક્ષણ, તક, સાહિત્ય વગેરે પુષ્કળ શાસ્ત્રોનું પરિશીલન કર્યું. ત્યાર પછી ગુરુ “ડુબાઉધી” ગામે ગયા. (પેલા બાળકનાં માતાપિતા (તેમને) વંદન કરવા આવ્યાં. (ત્યારે) ગુરુએ તેમની સાથે વાર્તાલાપ કર્યો કે પુત્ર તે ઘણાએ થાય છે, પરંતુ જો તેઓ સંસારરૂપ ઉકરડા ઉપર કરમિયા જેવા હોય છે તેથી શું ? આ તમારા પુત્ર તો દીક્ષાની ૫ ઈચ્છા રાખે છે; (વાસ્તે) અમને એ આપે (અને) ધર્મ ગ્રહણ કરો; (પિતાનો પુત્ર જે નાસી જાય કે મરી જાય છે તે માબાપ સહન કરે છે-બેસી રહે છે. સંસાર તરી જવાની અભિલાષાવાળે આ (તે) પ્રશંસાપાત્ર છે. માબાપે કહ્યું કે હે ભગવન ! આ એક જ અમારે લત હાઇ કેમ આપી શકાય ? તે વારે પાસે ઊભેલા સૂરપાલે કહ્યું ૧૦ કે હું ચારિત્ર ગ્રહણ કરીશ જ; કેમકે તે બુદ્ધિ નાશ પામો, તે મૃતને (વિદ્યાને) વિષે વજ પડે, અને તે દોડતા ગુણે જવાળા વડે ભયાનક એવી આગમાં પ્રવેશ કરે કે જે શારદ ચન્દ્ર અને કંદ (કુસુમ)ના જેવા નિર્મળ સર્વ પ્રાપ્ત થયેલા હોવા છતાં જેના વડે ફરીથી આ સંસારમાં સ્ત્રીના ગર્ભસ્થાનરૂપ નરકમાં વાસ કરવાની પીડા પમાય છે. ત્યાર બાદ ૧૫ તેના નિશ્ચયથી વાકેફગાર થયેલા તેનાં માબાપે કહ્યું કે હે ભગવન ! આ પાત્ર ગ્રહણ કરી, કિન્તુ એનું અપભદ્ધિ એવું નામ રાખશે. ગુરુએ કહ્યું કે (ભલે) એમ હૈ; એમાં શો દોષ છે ? તમે બંને (પૂરા) પુણ્યશાળી છે કે જેમને આ લાભ મળ્યો. બાપ અને ભટ્ટિની રજા લઈ સૂરપાલને સાથે લઈ સિદ્ધસેનસૂરિ “મોઢેરા’ ગયા. વિકમના ૨૦ સમયથી ૮૦૭ વર્ષ વ્યતીત થતાં વૈશાખ (માસ)ની શુક્લ (પક્ષની) તૃતીયાને દિવસે (યાને અક્ષયતૃતીયાને) ગુરુવારે તેમણે દીક્ષા આપી અને વિશ્વને પ્રિય એવા બપ્પભક્ટિ નામની ઘોષણા કરી. સંઘની પ્રાર્થનાથી ત્યાં તેમણે ચાતુર્માસ કર્યું. એક વાર બપભક્ટિ (દીર્ઘશંકાળું) બહાર ગયેલા હતા તેવામાં મેધે મોટી વૃષ્ટિ કરી. (તેથી) તેઓ કાઈક ર૫ દેવકુલમાં થોભ્યા. તે દેવકુલમાં મહાબુદ્ધિશાળી કોઈ પુરુષ આવ્યો. તે દેવકુલને વિષે રસથી ભરપૂર અને ગંભીર અર્થવાળાં એવાં પ્રશસ્તિકાવ્યોની તેણે બપભટ્ટિ પાસે વ્યાખ્યા કરાવી. ત્યાર પછી તે બપભષ્ટિની સાથે વસતિએ આવ્યા. ગુરુએ આશીવાથી તેનું અભિનન્દન કર્યું, અને તેનો આમ્નાય (ઈતિહાસ) પૂછો. ૩૦ ૧ અભ્યાસ, Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂરિષ્કૃત [૧ શ્રીનવમદિવ્રુત્તિ ૧૫ ત્યારે તેણે કહ્યું કે હે ભગવાન્ ! હું ‘ કન્યકુબ્જ ’ દેશમાં ‘ગાપાલગિરિ’ દુર્ગ નગરમાં યશેાધમ રાજાને (તેની પત્ની) સુયશા દેવીની કુક્ષિથી જન્મેલા પુત્ર છું. જુવાનીને લીધે અનર્ગલ દ્રવ્ય લીલાપૂર્વક ખરચતા-ઉડાવતા એવા મને ગુસ્સે થયેલા પિતાએ શીખામણ આપી કે હે વત્સ ! પૈસા કમાવનાર તાતના કષ્ટને અસ્થાને તેને વ્યય કરનાર પુત્ર જાણતા નથી. તું માપસર ખર્ચ કર. તેથી હું ક્રોધથી અહીં આવ્યા. ગુરુએ પણ કહ્યું કે તારૂં નામ શું છે? તેણે જમીન ઉપર ખડી વડે લખીને આમ (એવું પેાતાનું નામ ) દર્શાવ્યું. મહાજનેાના આચારની પરંપરા એવી છે કે સજ્જના પેાતાનું નામ દેતા નથી—પેાતાને માઢે તે કહેતા નથી. તેના ઉત્તમપણાથી ગુરુને હર્ષ થયા. તેમણે વિચાર કર્યો કે પૂર્વે શ્રીરામના સૈન્યમાં ગામમાં આને છ માસના બાળક તરીકે મેં જોયા હતા. પીલુ ઝાડની મહાજાલી(?)ને વિષે વસ્ત્રની સાળીમાં એ રહેલા હતા. (અને એના ઉપર) અચળ છાયા ( રહેલી હતી તે )થી એ પુણ્યશાળી પુરુષ છે એમ મેં નિર્ણય કર્યો હતા. પછી તેની માતા વનફળ વીણતી હતી તેને અમે કહ્યું કે હે વત્સે ! તું કાણુ છે? (અને) તારૂં કુળ શું છે? તેણે પાતાનું કુળ (દર્શાવતાં) કહ્યું કે હું રાજપુત્રી છું અને ‘કન્યકુબ્જ’ના રાજા યશોધર્મની મુયશા નામની પત્ની છું. આ પુત્ર મારા ગર્ભમાં હતા ત્યારે દૃઢ કાર્પણ વડે વશ કરેલા મારા પતિને પોતે જે કહે તે પ્રમાણરૂપ છે (એવી રીતે માન્ય થઇ પડેલી) કૃત્યાની પેઠે ક્રૂર મારી સપત્નીએ ૨૦ (શાર્ક) મારા ઉપર પરપુરુષ(ના સંગ)ના ખાટા દોષને આરેાપ મૂકી તેની પાસે મને ધરમાંથી કાઢી મૂકાવી. અભિમાનને લીધે સાસરાનું કુળ તેમજ પયરનું કુળ તજીને ભમતી ભમતી હું અહીં આવી છું અને વન્ય વૃત્તિથી જીવું છું, અને મારા બાળકને પાળું છું. એ સાંભળીને અમે કહ્યું કે હે વત્સે ! અમારા ચૈત્યમાં આવ (ચાલ) અને ત્યાં તારા પુત્રને ઉછેર. તેણે તેમ કર્યું. (પેલી) શાક પણ ઘણી શાકાએ કરેલા મારણપ્રયાગથી મરણ પામી. ત્યાર ખાદ વિશિષ્ટ પુરુષાએ ‘ કન્યકુબ્જ ’ (દેશ)ના સ્વામી યોાધર્મને વિનંતિ કરી કે હે દેવ ! સુયશા રાની નિર્દોષ હાવા છતાં તે વેળા દેવે શાકના વષનથી તેને કાઢી મૂકી છે તે તેને પાછી લાવવી. રાજાએ તેને પાતાને મહેલે અણુાવી અને પુત્ર સહિત તેનું બહુમાન કર્યું. એક વાર વિહાર કરતાં કરતાં અમે તેને દેશ ગયા. પૂર્વે થયેલી એ (હકીકત) યાદ આવતાં તેણે અમને વંદન કર્યું અને અમારી પૂજા કરી, પરં '' ૧૦ ૨૫ ૩૦ Page #70 -------------------------------------------------------------------------- ________________ vas ] ચતુર્વિશતિપ્રબન્ય આમ નામને આ તેને (જ) પુત્ર હોવો જોઈએ. એ પ્રમાણે દીર્ઘ કાળ પર્યત વિચાર કરી સૂરિએ તેને કહ્યું કે હે વત્સ ! બપ્પભષ્ટિ નામના તારા મિત્ર સાથે અમારી સમીપ તું નિશ્ચિત (ઈ) રહે. (અને) સર્વ કળાનું ગ્રહણ કર. તે ક્યાં ? (૧) લિખિત, (૨) ગણિત, (૩) ગીત, (૪) નૃત્ય, (૫) વાઘ, (૬) પતિ, (૭) વ્યાકરણ, (૮) છંદ, (૯) જ્યોતિષ, (૧૦) શિક્ષા, (૧૧) નિત, (૧૨) કાત્યાયન, (૧૩) નિઘંટુ, (૧૪) પત્રચ્છેદ્ય, (૧૫) નખચ્છેદ્ય, (૧૬) રત્નપરીક્ષા, (૧૭) આયુધોનો અભ્યાસ, (૧૮) હાથી ઉપર સ્વારી કરવી, (૧૯) ઘેડે બેસવું, (૨૦) ગજતરગશિક્ષા, (૨૧) મંત્રવાદ, (૨૨) યંત્રવાદ, (૨૩) રસવાદ, (૨૪) ખન્યવાદ, (રપ) રસાયન, (ર૬) વિજ્ઞાન(વાદ), (૨૭) તકવાદ, (૨૮) સિદ્ધાન્ત, (૨૯) વિષવાદ, (૩૦) ૧૦ ગાડ(વિવા), (૩૧) શકુનવિદ્યા, (૩૨) વૈદ્યક, (૩૩) આચાર્યવિદ્યા, (૩૪) આગમ, (૩૫) પ્રાસાદનું લક્ષણ, (૩૬) સામુદ્રિક શાસ્ત્ર), (૩૭) સ્મૃતિ, (૩૮) પુરાણ, (૩૯) ઈતિહાસ, (૪૦) વેદ, (૪૧) વિધિ, (૪૨) વિદ્યાનુવાદ, (૪૩) દર્શનને સંસ્કાર, (૪૪) ખેચરીની કળા, (૪૫) અમરીની કળા, (૪૬) ઇન્દ્રજાળ, (૪૭) પાતાલસિદ્ધિ, (૪૮) ધૂર્તશેબલ, ૧૫ (૪૯) ગંધવાદ, (૫૦) ઝાડોની ચિકિત્સા, (૫૧) કૃત્રિમ મણિકર્મ, (પર) સર્વકરણી, (૫૩) વશ્ય(વંશ )કર્મ, (૫૪) પણકર્મ, (૫૫) ચિત્રકર્મ, (૫૬) કાછઘટન, (૫૭) પાષાણકર્મ, (૫૮) લેપકર્મ. (૫૯) ચર્મકર્મ, (૬૦) યત્રક -રસોઈ (?), (૬૧) કાવ્ય, (૬૨) અલંકાર, (૬૩) હસિત, (૬૪) સંસ્કૃત, (૬૫) પ્રાકૃત, (૬૬) પૈશાચિક, (૬૭) અપભ્રંશ, (૬૮) કપટ, (૬૯) ૨૦ દેશભાષા, (૭૦) ધાતુકર્મ, (૭૧) પ્રયોગને ઉપાય અને (૭૨) કેવલિ– વિધિ. આ બધી કળાઓ એ શીખ્યો. લક્ષણ, તર્ક, વગેરે ગ્રંથને તેણે પરિચય કર્યો. બપભટિની સાથે તેણે હાડકાં અને મજજાની જેવી પ્રીતિ બાંધી. કેમકે પ્રારંભમાં ગુરુ અને ક્રમે કરીને ક્ષય પામનારી, પૂર્વ લઘુ અને પાછળથી વૃદ્ધિ પામનારી એમ દિવસના પૂર્વ અને પશ્ચિમ ર૫ ભાગની છાયાના જેવી દુર્જન અને સજજનની મિત્રતા છે. કેટલોક કાળ વ્યતીત થતાં અસાધ્ય વ્યાધિથી ગ્રસ્ત બનેલા થશધર્મ રાજાએ પટ્ટાભિષેક સારૂ આમકુમારને તેડી લાવવા માટે પ્રધાન પુરુષોને મોકલ્યા. (એની) ઈચ્છા ન હોવા છતાં ત્યાં તેને તેઓ લઈ ગયા. પિતાને તે મળ્યો. પિતાએ આલિંગન દીધું અને અશ્રુ સહિત ગદ્દગદ્દ કંઠે - ૩૦. ૧ સર્વ વસ્તુ બનાવવાની કળા. Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજરોખરસૂરિકૃત [ શ્રીપદપમનિસ્ટર ઠપકા આપ્યા કે હે મૌક્તિક ! તારા ગાળ નૃત્યને ધિક્કાર છે, તારી આ ચાગ્ય શુચિતાને ધિક્કાર છે તેમજ તારા કુન્દના જેવા સુંદર ગુણાને ગ્રહણ કરવારૂપ આગ્રહપણાને (પણ) ધિક્કાર છે; કેમકે જેણે તને પોતાના ખેાળાની સીમામાં તારી વૃદ્ધિ કરી-પોતાના ખેાળામાં ઉછેર્યું. તેના મ ઘડપણમાં તું કાઇ પણ રીતે ઉપયેાગી થતું નથી. (પછી) તેણે પોતાના રાજ્ય ઉપર તેના અભિષેક કર્યાં. અને પ્રજાપાલન વગેરે (બાબત)માં શિક્ષા આપી. એ(ટલું) કરીને અરિહંતનું ત્રણે પ્રકારે બુદ્ધિપૂર્વક શરણ લઈને યોાધ સ્વર્ગે ગયા. આમ રાજાએ પિતાનું ઔવંદૈહિક કર્યું, અને દ્વિજ વગેરે ગરીબ લોકેાને ધન આપ્યું. એ લાખ ઘેાડા, ચૌદસે હાથી અને ચૌદસે રથ, એક કાટિ પાયદલ એટલી ન્યાય વડે રામ જેવા આમની રાજ્યલક્ષ્મી હતી. તેપણુ પટ્ટિ મિત્ર વિના એ સર્વને એ પરાળના પૂળા જેવું માનતા. તેથી કરીને મિત્રને મલાવી લાવવા પ્રધાન પુરુષોને એણે મેાકલ્યા. તેમણે ત્યાં જઇને વિનંતિ કરી કે હું શ્રીખપટ્ટિ ! આમ રાજા બહુ ઉત્કંઠાથી તમને ૧૫. ચાલા. પભટ્ટએ ગુરુના વદન-કમલ પ્રતિ દષ્ટિ સામું જોયું. તેમણે સંધની અનુમતિપૂર્વક ગીતાર્થ મુનિએ સાથે બપ્પભટ્ટ મુનિને મેકલ્યા. તેઓ આમના ‘પાલિશિર ' નગરે પડુાંચ્યા. રાજા સૈન્ય અને વાહન સહિત સામેા આવ્યું. તેણે (તેમના) પ્રવેશ—મહાત્સવ કર્યાં, તેમને મહેલે લાવ્યા અને કહ્યું કે હે ભગવન્ ! અડધું રાજ્ય ગ્રહણ કરો. તેમણે કહ્યું કે અમારા જેવા નિર્ઝન્થાને પાપકારી રાજ્યનું શું કામ ? કેમકે અનેક યોનિમાં પડવારૂપ અનંત પીડા ઉત્પન્ન કરનારી આ રાજ્યલક્ષ્મી કેવળ અભિમાનરૂપ જ ફળ આપનારી છે અને તે પણ વળી વિનશ્વર છે. ત્યારે રાજાએ ઊંચા મહેલમાં તેમને રાખ્યા. સવારે સભામાં આવેલા બપ્પભટ્ટ માટે રાજાએ સિંહાસન મંડાવ્યું. (તે જોઇ) તેમણે કહ્યું ૨૫ કે તે પૃથ્વીનાથ ! આચાર્ય-પદવી વિના સિંહાસન (ઉપર બેસવું) યે।ગ્ય નથી. ૫૪ ૧૦ २० 30 એ(મ કરવાથી) તા મેટી આશાતના થાય. તે ઉપરથી રાજાએ અપ્પભટ્ટને મુખ્ય મંત્રીઓ સાથે ગુરુ પાસે માકલ્યા. અને વિનંતિ કરી કે જે મારા પ્રાણુની તમને દરફાર હાય તો કૃપા કરી તરત જ આ (મારા મિત્ર) મહર્ષિને સૂરિપદે સ્થાપો. લાયક પુત્રને અને યાગ્ય શિષ્યને ગુરુએ (જ) લક્ષ્મી પ્રતિ દોરે છે-શુભ પદે પહોંચાડે છે. (સુરિ-પદે) સ્થાપ્યા બાદ તત્ક્ષણ એમને અહીં મેાકલા; નહિ તે હું નહિ હા–મારા જીવ રહેશે નહિ, વિલંબ કરશે નહિ. અખંડ પ્રયાણપૂર્વક પટ્ટિ ‘માઢેરા’ ખેાલાવે છે, માટે કરી–ગુરુના મુખ Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રવધ ] ચતુવિ શતિપ્રબન્ધ આવ્યા. પ્રધાનાએ આચાર્યને વિનવ્યા કે હે નાથ ! રાજાએ કરેલ વિનંતના અર્થને અનુસરશે; કેમકે આપ ઉચિતના જાણકાર છે. ૧૫ શ્રીસિદ્ધસેનસૂરિએ પટ્ટિને સુરિ-પદે સ્થાપ્યા. તેમના શરીરમાં (આચાર્ય)લક્ષ્મીના જાણે સાક્ષાત્ સંક્રમ થતા જોવાયા. એકાંતમાં એમને (ગુરુએ) ઉપદેશ આપ્યા કે હે વત્સ! તારા રાજા તરફથી ધણું સત્કાર થશે. એથી લક્ષ્મી પણ પ્રવર્તશે; તેથી કરીને ઇન્દ્રિયા ઉપર વિજય મેળવવા કઠિંન છે, (વાસ્તે) તું મહાબ્રહ્મચારી થા. વિકારનું કારણ હાવા છતાં જેમને વિકાર ન થાય તે જ ખરા ધીર છે. આ મહાવ્રતથી તું વધારે મોટા થઇશ. વિક્રમથી ૮૧૧ વર્ષે ચૈત્ર કૃષ્ણ અષ્ટમીને દિવસે એ સૂરિ થયા. ગુરુએ તેમને આમ રાજા પાસે મેકલ્યા. તેઓ ત્યાં પહેાંચ્યા. ‘ગાપગિરિ’ના વનના એક નિર્જીવ પ્રદેશમાં તે રહ્યા. રાજાએ સામે આવી માટા ઉત્સવપૂર્વક તેમને નગરીમાં પ્રવેશ કરાવ્યો. શ્રીબપ્પભટ્ટિસૂરિએ ક્લેશના નાશ કરનારી દેશના ત્યાં આપીઃ આ લક્ષ્મી માટે ભાગે પુરુષોને ઉપકાર કરવાનું અદ્વિતીય સાધન છે. તેના જેએ ઉપયોગ કરે છે તેમના વડે આ પૃથ્વી રત્નગર્ભા છે. આમે ગુરુના ઉપદેશથી ૧૦૧ હસ્તપ્રમાણ પ્રાસાદ ‘ગાર્ડારિ’માં કરાવ્યેા. (અને) તેમાં ૧૮ ભારપ્રમાણ શ્રીવર્ધમાનનું બિંબ એસડાવ્યું. (વળી તેણે તેની) પ્રતિષ્ઠા કરાવી. તે ચૈત્યમાંના મૂળ મંડપ સવા લાખ સુવર્ણ- ટંકાના બન્યા છે એમ વૃદ્ધો કહે છે. આમ હાથી ઉપર આરૂઢ થઇ સર્વ સમૃદ્ધિપૂર્વક ચૈત્યવંદન કરવા જતા. (આથી) મિથ્યાત્વીઓની આંખમાં મીઠું પૂરાતું અને સમ્યગ્દષ્ટિએની આંખમાં અમૃત રેડાતું. એમ પ્રભાવના (થતી). સવારે રાજા પેાતાનું મૌલિક અમૂલ્ય સિંહાસન સિર માટે મંડાવતા. તે જોઇને ક્રોધથી બળી ગયેલા બ્રાહ્મણેાએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે હે દેવ ! આ શ્વેતાંબર શૂદ્ર છે. એમને સિંહાસન શાનું? તેમ છતાં હૈાય તે તે નાનું હા; નહિ કે મેટું. વારંવાર આ પ્રમાણેની તેમની વિનંતિથી કર્થના પામેલા રાજાએ મૂળ સિંહાસનને ભંડારમાં મૂકાવી ખીજું નાનું રખાવ્યું. પ્રાતઃકાલે સૂરિ તે જોઇને ગુસ્સે થયા હાય તેમ તેમણે રાજા આગળ કહ્યું: વિનયરૂપ શરીરને નાશ કરનારા સર્પરૂપ માનરૂપ હાથીના ગર્વનું તું મર્દન કર. જેની બરાબરીના ક્રાઇ જગમાં ન હતા તેવા દશમુખ (રાવણ) પણ ગર્વને લીધે ક્ષીણ થઈ ગયા. આ સાંભળીને શરમાઇ ગયેલા રાજાએ સર્વદા ફરીથી મૂળ સિંહાસનની અનુજ્ઞા આપી અને અપરાધની ક્ષમા યાચી, ય ૧૦ ૨૦ ૨૫ ૩૦ Page #73 -------------------------------------------------------------------------- ________________ પ ૫ ૧૫ ૨૦ ૨૫ વ શ્રીરાજશેખરસૂરિષ્કૃત [ શ્રીવળમટ્ટિયર એક દહાડા (રાજાએ) ગુરુને સવા કાટી સુવર્ણ આપ્યું. નિઃસ્પૃહ એવા તેમણે તે (દ્રવ્ય) સમૃદ્ધ શ્રાવકા પાસે જર્ણોદ્ધારમાં વપરાવ્યું. એક વાર અંતઃપુરમાં પેાતાની પત્નીને મ્લાન મુખવાળી જોઇ રાજાએ પ્રભુ આગળ અડધી ગાથા કહીઃ હજી પણ તે કમલવદની પેાતાના પ્રમાદને લઇને પરિતાપ પામે છે. આ સમસ્યા છે. પ્રભુ (સૂરિ)એ કહ્યું કે પહેલાં જાગેલા એવા તેં જેનું અંગ ઢાંક્યું. રાજાને આત્મ-સંવાદથી ચમત્કાર થયા. એક વાર (પેાતાની) પ્રિયાને પગલે પગલે ધીરે ધીરે ચાલતી જોઇ રાજાએ (સિરતે) અડધી ગાથા કહીઃ પગલે પગલે ચાલતાં બાળા ક્રમ માં મરડે છે ? સૂરિએ કહ્યું કે ખરેખર રમણ-પ્રદેશમાં નખની શ્રેણિને મેખલાના સ્પર્શ થાય આ સાંભળીને મારા અંતઃપુરમાં આને વિપ્લવ કર્યાં છે એવી બુદ્ધિથી છે. નિઃશ્વાસ વડે હણાયેલા આદર્શ જેવું મુખ રાજાએ ધારણ કર્યું. આચાર્યે તે (ભાવ) અડધી ક્ષણમાં જાણી લીધે। અને વિચાર કર્યો ૐ અહે વિદ્યાને ગુણ પણ દોષપણાને પામ્યા ! સમુદ્રના પશુ તરંગા અને વાંદરાની પણ ચપળતા યત્ન વડે રોકી શકાય, નહિ કે રાજાના ચિત્તની ચપળતા. રાત્રે સંધની (પણ) રજા લીધા વિના રાજદ્વારના કપાટસંપુટ ઉપર એક કાવ્ય લખી સૂરિ શહેર બહાર ચાલ્યા ગયા. તે (કાવ્ય) આ પ્રમાણે: હે રાહગિરિ ! અમે જઈએ છીએ, તારૂં કલ્યાણ થાએ. તું સ્વપ્ને પણ એવા ખ્યાલ ન કરીશ કે મારાથી ભ્રષ્ટ થયેલા એવા આ કેવી રીતે રહેશે ? જો મણિરૂપ એવા અમે તારાથી પ્રતિષ્ઠા પામેલા છીએ તેા શૃંગારપરાયણ નરેશ્વરા પેાતાના માથે અમને બેસાડશે (જ). વિચિત્ર શરીરવાળા અને લાંબા વખત થયા પુંઠે લાગેલા એવા અમને હે પ્રભુ ! તું શું કરવા ત્યજે છે? અથવા ત્યજ. હે સુંદર માર ! અક્સાસ, આમાં તને જ નુકસાન છે. અમારી સ્થિતિ તા ક્રીથી ભૂપતિના મસ્તકે થનાર છે. કેટલેક દિવસે ‘ગૌડ' દેશમાં વિહાર કરતાં કરતાં તેએ ‘લક્ષણાવતી' નામના નગરના બહારના ઉદ્યાનમાં સમવસર્યા–આવી પહેાંચ્યા. તે નગરમાં ધર્મ નામના રાજા (રાજ્ય કરતા) હતા. તે ગુણાના જાણકાર હતા. તેની સભામાં પાક્ષિત નામના કવીશ્વર હતા. તેણે રિના આગમન(ની) વાત લાક પાસેથી જાણી અને રાજાને જણાવી. રાજાએ પ્રવેશ-મહેાત્સવ કરી શહેરના મધ્યમાં (રાજ)મહેલની પાસે ઊંચા મકાનમાં ગુરુને રાખ્યા. .. ૧ પેાતાના મનમાં જે વાત હતી તે સાંભળી, Page #74 -------------------------------------------------------------------------- ________________ પs ચતુર્વિશતિપ્રબન્ધ રાજા રે જ તેમને વદન કરતા. એમણે કવિઓને જીત્યા અને તેમને ખુશ (પણ) કર્યા. પ્રભાવના વૃદ્ધિ પામી. અને કેળા જેવી ત કીતિ (પ્રસરવા લાગી). રાજાએ કહ્યું કે ન જોયા હોય ત્યાં સુધી દર્શનની ઉત્કંઠા રહે છે અને દૃષ્ટિગોચર થતાં વિરહની બીક રહે છે. ( આ પ્રમાણે) આપને જેવાથી તેમજ નહિ જેવાથી પણ સુખ મળતું નથી. (આ પ્રમાણે) અત્યાગ્રહ થતાં ૫ સૂરિએ કહ્યું કે જે આમ જાતે આવશે તે અમે જઈશું આવીશું), નહિ તે નહિ; એવી પ્રતિજ્ઞા કરીને રખાયેલા તેઓ પુણ્ય-લાભ કરવા લાગ્યા. આ તરફ વિહાર કરી ગયેલા (હેવાથી) બપભક્ટિ જ્યારે સવારે આમ પાસે આવ્યા નહિ ત્યારે તેણે બધે જેવડાવ્યું, પરંતુ તેઓ મળ્યા નહિ. (આથી) રાજા ઝંખવાણો પડી ગયો. અમે જઈએ છીએ, તારું ૧૦ કલ્યાણ હો ઇત્યાદિ કાવ્યો (તેની નજરે પડયાં. અક્ષર ઓળખાયા. એથી જરૂર તેઓ મને મૂકીને કોઈક સ્થળે જતા રહ્યા છે એવો એણે નિશ્ચય કર્યો. એક વાર બહાર (ફરવા ગયેલા રાજાએ મોટે સર્પ જે. તેને મોઢેથી પકડી અને કપડાથી ઢાંકી તે (પિતાને) મહેલે ગયે, (અને) કવિઓના સમુદાયને તેણે સમસ્યા પૂછી શસ્ત્ર, શાસ્ત્ર, ખેતી, વિદ્યા ૧૫ અને અન્ય જે જેનાથી જીવે છે. બધાએ સમસ્યા પૂરી, પરંતુ હૃદયગત અભિપ્રાય (એક દ્વારા) ન કહેવાવાથી રાજાને ચમત્કાર લાગે નહિ. તેવારે તેને બપભષ્ટિ ખૂબ સાંભર્યા. એ હૃદયસંવાદિની વાણી તે તેમની જ છે. આથી તેણે પટ વગડાવ્યું અને એ ઉઘોષણા કરાવી કે જે મારા હૃદયગત (અભિપ્રાય અનુસાર) સમસ્યા પૂરશે તેને લાખ ૨૦ સુવર્ણ-ટેક આપીશ. (એ ઉપરથી) તે વેળા ‘ગપગિરિનો કાઈ ઘતકાર (જુગારી) “ગૌડ દેશમાં ગયે. તેણે બપ્પભટ્ટસૂરિ આગળ તે સમસ્યાનાં બે પદો કહ્યાં. સૂરિએ ઉત્તરાર્ધ કહ્યો કે કૃષ્ણ સર્પના મુખની જેમ એ (બધા)ને સારી રીતે ગ્રહણ કરવાં. છ વિકૃતિના ત્યાગી, સિદ્ધસારસ્વત અને આકાશમાં જવાની શક્તિથી વિવિધ તીર્થને વંદન કરવાની શક્તિવાળા ૨૫ તે ભગવાન હતા. તેમને આનો શો હિસાબ? તે ધૂતકારે તે બે ચરણે ગોપગિરિમાં જઈને) શ્રીઆમની આગળ નિવેદન કર્યો. રાજાએ કહ્યું કે અહો અર્થની સુસંગતતા ! (પછી તેણે) પૂછ્યું કે તેણે ક્યાં (આ) સમસ્યા પૂરી ? ધૂતકારે કહ્યું. “લક્ષણાવતી 'માં જ્ઞાનથી પરિપૂર્ણ બપભદિસરિએ. (એ સાંભળી તેણે) તેને ઉચિત દાન આપ્યું. એક દહાડે રાજા નગરીની બહાર ફરવા) . (ત્યાં) વડના વૃક્ષ નીચે એક મરણ પામેલે મુસાફર તેની નજરે પડયો. શાખા પર Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ૫ ૧૦ શ્રીરાજશેખરસૂરિષ્કૃત [ ૨ શ્રીવળાંકૃદ્ઘત્તિ એક (લટકતું) અને પાણીના ટીપાઓના સમૂહને ચૂતું એક કરપત્રક અને વિશિષ્ટ પત્થર ઉપર ખડી ( ? ) વડે ( નીચે મુજબ ) લખેલી અડધી ગાથા તેના જોવામાં આવ્યાં, ૨૫ ૬ ૧તા મદ નિગમને પિયા, ચોમુજ્જન હળ, એ સમસ્યાનાં એ ચરણેા રાજાએ કવિઓને કહ્યાં. પરંતુ કાઇએ (સમસ્યા) રૂડી રીતે પૂરી નહિ. (એથી) રાજાએ વિચાર કર્યોઃ વેશ્યાની પેઠે વિદ્યાના વદનનું કાણું ચુંબન કર્યું નથી ? પરંતુ તેના હૃદયને ગ્રહણ કરનારા એ ત્રણ છે અથવા નથી. (ખરેખરા) હૃદયગ્રાહી તા મારા મિત્ર એ રિવર જ છે. એ જ દૌરેારિક રાજાએ સિર પાસે મેાકલાવ્યા. સૂરિએ નેત્રનિમેષ માત્રમાં સમસ્યા પૂરી કે— ૮ ૨૨ (૫)ત્તવિવુંઅનિયતને સં મા સંમયિ”. વળી તે દ્યૂતકાર પાસેથી સાંભળીને ખુશી થયેલા અને (સૂરિને મળવા) ઉત્કંઠા પામેલા રાજાએ સૂરિને ખેલાવવા ચાલાક મંત્રીઓને મેાકલ્યા. ઠપકાપૂર્વક વિનંત કહાવી. તેઓ ત્યાં જઇ પહેાંચ્યા. ત્યાં તેમણે ૧૫ સૂરિને જોયા, એાળખી વંદન કર્યું અને રાજાની વિનંતિ કહી. તેમાં લખેલું ગુરુએ વાંચ્યું. સુન્દર સુંદરીના ગાલ ઉપર રહેલું ગાંગેય (કુંડળ) ગંગા ને યાદ કરતું નથી તેમજ સ્તનના સ્વાદનું રસિક એવું મુક્તામણિ છીપનું સ્મરણ કરતું નથી. વળી મુગટ ઉપર આરૂઢ થયેલા મણિએના સમૂહ પેાતાને ઉત્પન્ન કરનાર (માતા)ને સંભારતા નથી. તેથી હું ( એમ જ ) માનું છું કે ( સમગ્ર ) જગત્ પોતપોતાના સુખમાં જ આસક્ત છે—પેાતાના જ સુખની દરકાર કરે છે અને સ્નેહથી વિરક્ત બન્યું છે. (વળા) ૨૦ በ छाया कारणि सिरि धरिय पश्चवि भूमि पडंति । पत्तहं इहु पत्तत्तणउं तरुअर काई करंति ? પ્રધાનાએ પણ કહ્યું કે નાથ ! આમ રાજા શુદ્ધ સ્નેહપૂર્વક વિજ્ઞાપના કરે છે કે જલદી પધારીને આ દેશને વસંત વડે અલંકૃત ઉદ્યાનની લીલાના લાભ આપવે! જોઇએ. આપની વાણીના રસના લેાલી એવા અમને ખીજાની વાણી રુચતી નથી. કવિની કથાઓમાં જેમને ૧ તે વખતે હું બહાર નીકળતાં પ્રિયાએ સ્થૂળ અક્ષુ વડે જે રૂદન કર્યું. ૨ કરપત્રના ટીપાં પડવાથી તે મને યાદ આવ્યું. ૩ ઝાડ છાયા માટે પેાતાના શિર ઉપર પાંદડાં ધારણ કરે છે, પરંતુ તે ભૂમિ ઉપર પડે છે. આ પ્રમાણેની પાંદડાંની પાત્રતા છે. એમાં ગ્રાડ શું કરે ? Page #76 -------------------------------------------------------------------------- ________________ ઘાષ] ચતુર્વિશતિપ્રબન્ધ રસ પ્રાપ્ત થયો છે તેમને અન્ય કથાઓ ગમતી નથી. ગંધિપણને વિષે પ્રીતિવાળા કસ્તૂરિયુગે ઘાસને ચારે ચરતા નથી. એ સાંભળીને એક લેખ આપી સૂરિએ પ્રધાનને કહ્યું કે બૃહસ્પતિના સમાન વિદ્વાન શ્રીઆમને એમ કહેજે કે તમારે જે અમારે ખપ હોય તે જલદી ધર્મ રાજાની સભામાં જાતે છાનામાના આવી અમને આમંત્રણ આપવું, કેમકે ૫ અમારી ધર્મ રાજા સાથે એવી પ્રતિજ્ઞા (થયેલી) છે કે આમ તમારી સમક્ષ જાતે આવી અમને બોલાવે તે (જ) ત્યાં અમે જઈશું; નહિ તો નહિ. સત્યવાદી અને પ્રતિષ્ઠિત (જન) માટે પ્રતિજ્ઞા લેપ ઉચિત નથી. ત્યાર બાદ મંત્રીઓ “કન્યકુજીના રાજા (આમ) પાસે આવ્યા. સૂરિએ કહેલું તેમણે કહ્યું અને લેખ બતાવ્યું. તેમાં લખ્યું હતું કે “ વિષ્ય” (પર્વત) ૧૦ વિના પણ હાથીઓનું રાજાઓનાં ભવનમાં ગૌરવ જળવાઈ રહે છે. ઘણું હાથીઓ જતા રહે તોપણ વિધ્ય” વષ્ય બનતું નથી. જેમ માનસ' (સરેવર)થી રહિત બનેલા રાજહંસોને સુખ મળતું નથી તેમ તે “માનસ'ના તીરના ઉભંગે પણ તેમના વિના શોભતા નથી. હંસના કુળ વડે ત્યજાયેલું “માનસી” (સવાર) માનસ (જ) છે એમાં સંદેહ નથી. ૧૫ (તેવી જ રીતે) અન્યત્ર ગમે ત્યાં ગયેલા તેઓ પૃથ્વીના ભૂષણરૂપ બને છે. તે મહાસરેવને તેમને વિરહ છે કે જેમને હંસોએ પરિત્યાગ કર્યો છે. નદીના મુખથી જેનો ચંદનનાં ઝાડોને સમૂહ ઘસડાઈ ગયો છે તે મલય ચંદનથી યુક્ત જ છે. “મલયથી ભ્રષ્ટ બનેલું ચંદન પણ મહામૂલ્યવાળું છે. જેમણે કમળોના સમૂહને ત્યજી દીધા છે તેવા ભ્રમરો પણ ૨૦ મકરંદનો સુવાસ (આસ્વાદ) લે છે. ભ્રમર વિનાને કોઈ કમળાનો સમુદાય જેવામાં કે સાંભળવામાં આવ્યો છે ? એક કૌસ્તુભ' (રત્ન) ન હોવા છતાં સમુદ્ર રત્નાકર જ છે. જેની છાતી ઉપર “કૌસ્તુભ' રત્ન છે તે ખરેખર મહામૂલ્યવાન છે. તે ઝાડ ! તે ત્યજેલાં પાંદડાઓનું પત્રત્વ જતું રહેતું નથી. વળી તારી છાયા જે કોઈ પણ રીતે થઈ ૨૫ શકે તે તે પોથી (જ) થઈ શકે. જે કોઈ સ્વામી મહામંડળને વિષે શેરડીના દંડ સમાન છે તેઓ જડને વિષે સરસ હોવા છતાં પાત્રને વિષે નીરસ જણાય છે. હાલ જે પ્રભુએ છે તે પ્રભુઓ છે તે પુરાતન કાળના પ્રભુનું શું કહેવું? દોષમાં ગુણે અને ગુણેમાં દોષો જેમ એમણે સ્વીકાર્યા છે તેમ એ (પ્રાચીન રાજાઓએ) કર્યું નથી. ૧ ભાષાંતરમાં ગ્રન્કિપત્રનો ઉલ્લેખ છે અને તેને વિશેષ તરીકે ઓળખાવેલ છે. ૩૦ Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂરિષ્કૃત [o શ્રીવલ્પમ-િ- એ વાંચીને ઉત્કંઠાપૂર્વક રાજા સારા સારા કેટલાક પુરુષા સહિત ચાલી નીકળ્યા. ગેાદાવરી ’ના તીરે એક ગામમાં તે આવ્યા. ત્યાં તેણે ખંડ દેવકુલમાં વાસા કર્યાં. દેવકુલની અધિષ્ઠાત્રી વ્યંતરી (તેના) સાભાગ્યથી માહિત બની; અને ગગાએ જેમ ભરતને સેવ્યેા હતેા તેમ પ્ તેણે તેને સેવ્યા. પ્રભાતે ઊંટ ઉપર આરૂઢ થઇ તે દેવીની રજા લઇ પ્રભુનાં ચરણ પાસે આવી પહોંચ્યા અને અડધી ગાથા ખેલ્યા કે હજી પણ તે યાદ આવે છે. એક રાત્રિના કેટલા સ્નેહ ? સૂરીશ્વરે કહ્યુંઃ કારણ કે ‘ગેાદાવરી’ નદીને તીરે શૂન્ય દેવકુલને વિષે તેં વિશ્રામ લીધા હતા. એમ કહી (કહેવાતાં) બંનેએ એક બીજાને ગાઢ આલિંગન કર્યું. પછી આમ ખેલ્યા કે આજ ૧૦ મારે। જન્મ સફળ થયે। અને આજ મારી રિત સફળ થઇ. આજ મારે ૬૦ જન્મ સફળ થયા તેમજ આજ મારૂં કુળ સફળ થયું. રાત્રે મધુથી પણ મધુર ઇષ્ટ ગોષ્ઠી ચાલી. પછી સવારે સર ધમ રાજાની સભામાં આવ્યા. આમ રાજા પણ પેાતાના પ્રધાન પુરુષા સાથે સ્થગીયર ચને આધ્યેા. ‘ આમ આવ' એમ કહીને સૂરિએ ધર્મને આમના વિશિષ્ટ ૧૫ પુરુષા દેખાડ્યા કે આ આમ નરેશના માણસા ખરેખર મને તેડવા આવ્યા છે. ધમ રાજાએ તે વિશિષ્ટ જતાને પૂછ્યું કે હું આમના પ્રધાન નરેા ! આપના એ નાથનું રૂપ કેવું છે? તેમણે કહ્યું કે જેવા આ સ્થગીધર છે તેવા તેએા છે. પહેલેથી ખીજોરૂં હાથમાં રખાવીને આમને લાવવામાં આવ્યા હતા. સૂરિએ (એને ઉદ્દેશીને) પૂછ્યું કે હે સ્થગીધર ! તારા હાથમાં શું છે? સ્થગીધરના રૂપમાં શ્રીમે કહ્યું કે ‘બીજરા’. અડધી ક્ષણમાં સૂરિએ વાતમાં નીચે મુજબનું સૂક્ત ઉતાર્યું:~~~ " तत्तीसोयी मेलावा केहा धण उत्तावली पिउ मंदसणेहा । विरहि माणुसु जौ मरइ तसु कवण निहोरा कन्निपवित्तडी जणु जाणइ दोरा ॥ ગુરુએ કહ્યું કે આમ આવ, આમ આવશે. ધર્મ રાજાએ તુવેરના છેડને જોઇને પૂછ્યું કે હે સ્થગીધર ! આ શું છે? તેણે કહ્યું: તૂર અર્થાત્ તારા દુશ્મન. આ પ્રમાણે ગેાછી ચાલતી હતી તેવામાં ધીમે ધીમે ચિરૂપ શ્રીમ રાજા મેલાપકમાંથી નીકળી શહેરની બહાર ઠેકાણે ઠેકાણે ઊભા રાખેલાં વાહના વડે (અર્થાત્ તેના ઉપર સ્વાર થઇને) કેટલીક ભૂમિ ઓળંગી ગયા. તેટલા વખત (અહીં) સરોશ્વરે વિલંબ (કરાવવા) માટે એ પ્રહર પર્યંત કાઇક કથા ચલાવી. (તેમાં) એવા કાષ્ઠ (અપૂર્વ) રસ જામ્યા કે રંભ, તિલાત્તમા જેવા જોવા લાયક (પાત્રાને જોવા)થી પણ ભાગ્યે જ "" ૧ પાનદાની ઉપાડનાર, મે. ૨૫ ૩૦ Page #78 -------------------------------------------------------------------------- ________________ વધ] ચતુર્વિશતિપ્રબન્ધ જામે. આમ રાજા (પિતાનું) અમૂલ્ય કંકણ ઘરેણે મૂકીને વેશ્યાના ઘરમાં રહ્યો હતો. તે “લક્ષણાવતી’ના સ્વામીની વારાંગના હતી. એક કંકણ રાજકારે આમ મૂકીને ગયો હતો. બપોર થયા પછી રાજા આગળ બપભટ્ટિસૂરિએ કહ્યું કે હે દેવ ! ગોપગિરિમાં આમ પાસે અમે જઈએ છીએ, રજા આપે. ધર્મ કહ્યું કે શું આપની વાણી પણ વ્યર્થ બને છે? ૫ આપે કહ્યું હતું કે તમારી સમક્ષ આમ આવીને જ્યારે અમને બોલાવશે ત્યારે જઈશું, નહિ કે પૂર્વે; તે શું આપ વીસરી ગયા ? શું આપને બે જીભ છે ? આચાર્યે કહ્યું કે હે શ્રી ધર્મદેવ ! મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઇ છે. રાજાએ કહ્યું શી રીતે ? આચાર્યે કહ્યું કે આમ રાજા જાતે અહીં તમારી સમક્ષ આવી ગયું. રાજાએ કહ્યું કે કેવી રીતે જાણ્યું સૂરિએ ૧૦ કહ્યું કે જ્યારે આપે વિશિષ્ટ (જન)ને પૂછયું કે આપને સ્વામી કે છે ત્યારે તેમણે કહ્યું કે તેઓ સ્થગીધરરૂપે છે તેમજ બીજઉર” એ શબ્દ પણ વિચારે. દોરા' જે શબ્દ મેં કહ્યો હતો તે પણ વિચારી જુઓ. વાસ્તે મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે. એવામાં રાજકાર (આગળ)થી આમના નામથી અંકિત એવું આમનું કંકણ (લાવીને) કોઈએ ધર્મ રાજાના હાથમાં ૧૫ મૂક્યું (અને બીજું કંકણ વેશ્યાએ આપ્યું. તે જોઈને જેનું સમસ્ત ધન નાશ પામ્યું હોય તેના જેવા (?) બનેલા ધર્મ શેક કર્યો કે મને ધિક્કાર છે; કેમકે મારે ઘેર આવેલા દુશ્મનનું ન તે હું પૂજન કરી શક્યો કે ન હું એને સાધી શક્યો. ધર્મ મોકળા કરેલા આચાર્ય આગળ કઈક સ્થળે ભેલા આમ સાથે ગયા. રસ્તે જતાં આમે એક પુલિંદ (ભીલ ?)ને ૨૦ જળાશયમાંથી બકરાની પેઠે મોઢે પાણી પી જે. (આથી) આમ રાજા આચાર્ય આગળ આવી બેલ્યો કે પુલિંદ મુસાફર કયા કારણથી પશની જેમ પાણી પીએ છે ? સૂરિએ કહ્યું કે મુગ્ધાની આંખમાંથી) વહેતાં આંસુઓ નિવારવાથી (એના) બંને હાથ કાજળ વડે કાળા થયા છે (વાસ્તે). રાજાએ ખાતરી કરવા તેને બેલાવીને પૂછયું. તેણે કહ્યું કે સૂરિની ૨૫ વાત સાચી છે. (એમ કહી તેણે) બંને હાથ બતાવ્યા. રાજા એ વાણી ખરી પડવાથી પ્રસન્ન થયા. હજી પણ તે પરિતાપ પામે છે ઈત્યાદિ તેમણે જે કહેલું તે બધું સારસ્વતવિલસિત છે એ તેણે નિશ્ચય કર્યો. તે જલદી જલદી “ગોપાલગિરિ ગયો. પતાકા, તોરણ, મંચ, પ્રતિમંચ ઇત્યાદિ ઉત્સવો ત્યાં થયા. કેટલાક દિવસ(એમ)પસાર થયા.ત્યાર બાદઘડપણથી પીડાતા શ્રસિદ્ધસેનસૂરિ ૩૦ અનશન કરવાની ઈચ્છાવાળા હોઈ તેમણે શ્રીપભદ્રિસુરિને બોલાવી લાવવા બે ગીતાર્થ મુનિઓને મોકલ્યા. તેમણે આવીને તેમને) ગુરુને Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસુરિકૃત [૨ શોઘમffતે લેખ બતાવ્યો કે જેમાં એમ લખ્યું હતું કે હે વત્સ ! હે બપભ!િ તને મેં ભણાવ્યો છે (અને) પદવીએ ચઢાવ્ય છે, વાસ્તે (તેના બદલામાં) તું એવું કંઈક કર જેથી પ્રાયોવેશનરૂપ રથમાં બેસાડીને અમને નિતાંત સ્વર્ગધામમાં તું મોકલે. તે જોતાં (વાંચતાં જ) આમ રાજાની રજા લઈ, બ્રહ્મશાંતિએ સ્થાપેલા વીર તીર્થકરના મહત્સવથી આઢય મોઢેરામાં તેઓ આવી પહોંચ્યા. તેમણે ગુરુને વંદન કર્યું. ગુરુએ પણ તેમને ગાઢ આલિંગન કરી કહ્યું કે હે વત્સ! અમારું હૃદય બહુ ઉત્કંઠાવાળું હતું. તારું વદન કમળ પણ હું વીસરી ગયો હતો. તે રાજા પાછળ ગયો તેથી અમને દુઃખ થયું. (હવે, તું સાધના કરાવ. (અને) અનૃણ થા. ૧૦ પછી તેમણે ચતુદશરણગમન, પાપની નિંદા, સુકૃતનું અનુમોદન, તીર્થમાલાને વંદન ઇત્યાદિ અંતિમ આરાધના વિધિપૂર્વક કરાવી. ગુરુ દેવલોકની લલનાના લાચનના વિભાગને પાત્ર બન્યા-સ્વર્ગ ગયા. શેક ઉછળ્યો. ત્યાર બાદ બમ્પટ્ટિ શ્રીગેવિન્દસૂરિ તેમજ શ્રીનસૂરિને ગ૭ને ભાર સોંપી આમ રાજા પાસે (પાછા) ગયા. પહેલાની જેમ સમસ્યા (પૂરવી) ઇત્યાદિ ૧૫ ગોષ્ટી ચાલવા લાગી. એક દિવસ આચાર્ય રાજસભામાં પુસ્તકના અક્ષર ઉપર નજર ઠેરવીને બેઠા હતા. ત્યાં એક નર્તકી કે જેનું રૂપ અસરાને પણ દાસી બનાવે (લજજા પમાડે) તેવું હતું તે નાચતી હતી. આંખે ઝાંખ વળી હતી તે દૂર કરવા માટે આચાર્યો પિપટના પીંછાના જેવી તેની નીલ ૨૦ કાંચળી તરફ દષ્ટિ કરી. તે જોઈ આમ મનમાં બેલ્યો કે જ્યારે સિદ્ધાન્તનાં તને પાર પામેલા તેમજ વેગથી યુક્ત એવા યોગીઓના મનમાં પણ મૃગલોચના હેય તે પછી તે જ પ્રમાણ છે. આમે રાતના પુરુષના વેષમાં પેલી નર્તકીને સૂરિના રહેઠાણમાં મેકલી. તેણે સૂરિની વિશ્રામણું શરૂ કરી–પગ દાબવા માંડયા. હાથના સ્પર્શ ઉપરથી એને યુવતિ જાણી સૂરિએ તેને કહ્યું કે તું કેણ છે? શા માટે અહીં આવી છે? બ્રહ્મવતથી દૃઢ થયેલા એવા અમારા આગળ હે વરાકિ! તારો શો અવકાશ છે? વાવાઝોડાથી “મેરુ” હાલ નથી. તેણે કહ્યું કે હું આપને એ ઉપદેશ આપવા આવી છું કે રાજ્યનો સાર પૃથ્વી છે, પૃથ્વીને સાર નગર છે, નગરને સાર પ્રાસાદ છે, પ્રાસાદને સાર પલંગ છે અને પલંગનો સાર ૩૦ મદનના સર્વસ્વરૂપ વારાંગના છે. વળી પ્રિયાનું જ દર્શને હૈ: બીજ દર્શનનું કંઈ પ્રયોજન નથી, કેમકે એથી (જ) સરાગ છતાં ચિત્ત નિર્વાણ પામે છે. શ્રીઆમે આપની પ્રાણવલ્લભા એવી મને આપની સેવા કરવા Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રવન્ય ] ચતુર્વિશતિપ્રમન્ય માટે મેાકલી છે. ત્યારે સૂરીન્દ્રે કહ્યું કે જ્ઞાનષ્ટિના પ્રપાતથી જેણે જોવા લાયક વસ્તુઓ જોઇ છે એવા અમને તું મેહ પમાડી શકવાની નથી. વિષ્ટાના ઘરની જેમ મલ, મૂત્ર વગેરેનાં ભાજન એવાં મૃગલાચનાનાં શરીરને વિષે કયા મુદ્ધિશાળી રતિ (ધારણ) કરે? સૂરિવર વિકારથી રહિત છે એવા નિશ્ચય કરીને તે ધ્વનિત ચિત્તવાળી સવારના રાજા પાસે (પાછી) ગઇ. રાજાએ પૂછ્યું એટલે રાત્રે બનેલા સૂરિ સંબંધી વૃત્તાન્ત તેણે રૂડી રીતે કહ્યો કે તમારા ગુરુ પત્થરના બનેલા હોય તેવા (દઢ) છે; બાકીના લોકા માખણના પિણ્ડ જેવા છે. જેટલા ફૂડકપટ, પ્રપંચ, હાવભાવ, કટાક્ષ, ભુજાક્ષેપ, ચુંબન, નખક્ષત ઇત્યાદિ જે વિલાસે હું આખા જન્મારામાં શીખી હાઇશ તે બધાને મેં પ્રયોગ કરી જોયા; પરંતુ તિલતુષના ત્રીજા ભાગ જેટલું પણ (એમનું) ચિત્ત ચલાયમાન થયું નહિ. અનુરાગ, બળાત્કાર, પૂત્કાર, ભયનું દર્શન, હત્યાદાન ઇત્યાદિ ભયેાથી પણ તેએ ક્ષેાભ પામ્યા નહિ. તેથી હું માનું છું કે (એ) મહાવમય (સૂરિ) દેવકન્યા, વિદ્યાધરી } નાગાંગનાથી ચલે તેવા નથી તે। મનુષ્ય-સ્ત્રીની શી વાત ? સૂરિની આ (પ્રમાણેની) ધર્મને વિષે સ્થિરતા સાંભળી રાજાનું શરીર વિસ્મય અને આનંદથી કદંબની કળીના જેવા સ્થૂળ રામાંચથી કંચુકિત બન્યું. ગુરુને ધ્યાન દ્વારા પ્રત્યક્ષ કરી તેણે ચિન્તન કર્યું કે હું તમારાં વાકયો ઉપર વારી જાઉં છું. તમારાં નેત્રનાં ઓવારણાં લઉં છું. મિત્રતાથી મનેાહર એવા તમારા હૃદયને (આ પ્રમાણે) હું બલિ આપું છું. સવારે ગુરુ આવ્યા. રાજા શરમના માર્યો કંઇ ન ખેલ્યા. (ત્યારે) સૂરિએ કહ્યું કે હે રાજન ! શરમાઇશ નહિ. મહર્ષિઓનાં દૂષણ અને ભૂષણની રાજાએ તપાસ કરવી જોઇએ. એટલે એ (કં) દોષ નથી. રાજાએ કહ્યું કે ગષ્ટ વાતની ચર્ચાથી સર્યું. બ્રહ્મચર્યરૂપ સંપત્તિવાળા એવા આપને જોઇને હાથ ઊંચા કરી હું એમ કહું છું કે ધવળ અને વિસ્તૃત નેત્રવાળી, યૌવનના ગર્વથી ધન અને પરિપૂર્ણ સ્તનવાળી તેમજ પાતળા પેટ ઉપર વળેલી ત્રિવલીની લતાથી શાલતી એવી (સ્ત્રી)ની આકૃતિ જોઇને જેમનું મન વિકાર પામતું નથી તે જ ધન્ય છે. એમ કહી શ્રીઅમે (તેમને) દંડપ્રણામ કર્યાં. એક દહાડા રાજમાર્ગે જતાં રાજાએ હાલિકની સ્ત્રી કે જેણે એરંડાનાં મેટાં પાંદડાં વડે પેાતાના પયાધરના વિસ્તારને ઢાંચો હતા તેને એરંડાનાં પાંદડાં વીણતી ધરના પાછળના ભાગમાં જોઇ અને તે ગાથાર્ક ૧ હળ ખેડનાર, ખેડુત, ૬૩ 333 ૧૦ ૧૫ २० ૨૫ ૩૦ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧ ૦. શ્રીરાજશેખરસૂરિકૃત [૧ થીવઘમદિરબોલ્યો કે તો પણ ઉત્તમ પત્ર વડે રહિત બને એરડે તરુમાં શોભે છે જ. એ સૂરિ આગળ સમસ્યારૂપે તેણે અર્પણ કર્યું. સૂરિએ કહ્યું કે એને ઘેર હાલિકની વહુએટલા જ પાધરવાળી વસે છે. રાજાને અચંબો થયે કે અહે ઉત્તમ સારસ્વત ! એક દહાડે સાંજે કઈ પ્રોષિતભર્તુકાને વાંકી ડોકે હાથમાં દીવો લઈ વાસભવન તરફ જતી (રાજા) જેઇ. અને (એથી) સૂરિ આગળ તે અડધી ગાથા બોલ્યો કે પથિકની જાયા વાંકી ડેકે દી જુએ છે. સૂરિએ એ ગાથાનો પૂર્વાર્ધ કહ્યો કે પ્રિયના સ્મરણથી ટપકતાં અશ્રુની ધારા (દીવા ઉપર) પડે તેવી તિથી (તે તેમ કરે છે). એમ સૂરિ અને રાજા ધર્મપરાયણ રહી સુખેથી વખત પસાર કરતા હતા. એક વાર ધર્મ રાજાએ આમ રાજા પાસે દૂત મોકલ્યો. તેણે આવીને કહ્યું કે હે રાજન! તમારી વિચક્ષણતાથી ધર્મ રાજા સંતોષ પામ્યા છે. વળી તેમણે કહ્યું (કહેવડાવ્યું છે કે આપ અમને છેતરી ગયા, કેમકે (અમારે) ઘેર આવેલા આપને અમારાથી થોડે ઘણે કશે. ૧૫ પણ સત્કાર કરાયો નથી. હવે સાંભળો. અમારા રાજ્યમાં બૌદ્ધ દર્શનને અનુયાયી વર્ષનકુંજર નામને મહાવાદી વિદેશથી આવે છે. એ વાદ માટે ઉત્સુક છે. તમારા રાજ્યમાં જે કઈ વાદી હોય તેને લા. અમારે તમારી સાથે ઘણા વખતથી વેર છે. (આને નીકાલ એમ કરે ) એ બેમાંથી જે કાઈ વાદી જીતે તેનો સ્વામી બીજાનું ૨૦ રાજ્ય લઈ લે. જે અમારે વાદી જીતે તે તમારું રાજ્ય અમારે લઈ લેવું. આ (આપણી) સરત છે. કેવળ વાણી-યુદ્ધ થવા દે. માણસોને કદર્થના (કરાવવાથી) શો લાભ? આમે કહ્યું કે હે દૂત ! તેં જે કહ્યું તે ધર્મ કહેવડાવ્યું છે કે તારા મુખમાં ચળ આવવાથી તું કહે છે ? જે તારા સ્વામી વાદમાં હું જય પામું તે સપ્તાંગ રાજ્ય આપે (એ રપ વાત સાચી હોય છે તે વાદીને લઈને અમે આવીએ છીએ. દૂતે કહ્યું કે કારણને લીધે યુધિષ્ઠિર “ણ પર્વમાં અસત્ય બોલ્યા. મારા સ્વામી છે કારણવશાત્ પણ જૂઠું બોલતા નથી. આમે દૂતને (પાછા) મોકલ્યા. ઠરાવેલા દિવસે બપભદિને લઈને અર્ધ માર્ગ કહેલે (નક્કી કરેલું) સ્થાને આમ ગયો. ધમ રાજા પણ વધેનકુંજર વાદીન્દ્રને લઈને ૩૦ ત્યાં આવ્યા. “પરમાર ' વંશના નરેન્દ્ર મહાકવિ વાક્ષતિ કે જેઓ પિતાના સેવક હતા તેમને સાથે લઇને તે આવ્યા, યોગ્ય પ્રદેશમાં આ Page #82 -------------------------------------------------------------------------- ________________ vers ] ચતુર્વિશતિપ્રબન્ધ વાસે તેણે અપાવ્યા. પેલા બે વાદી પ્રતિવાદીએ પક્ષ અને પ્રતિપક્ષ ગ્રહણ કરીને વાદને પ્રારંભ કર્યો. સભ્યો કૌતુકથી આક્ષિત બની જેવા લાગ્યા. બંને અસાધારણ પ્રતિભાવાળા હતા. વાદમાં છ મહિના ચાલ્યા ગયા. પરંતુ) બેમાંથી કોઈ હાર્યું કે છ નહિ. આમે સાંજે સૂરિને કહ્યું કે રાજકાર્યમાં બાધ આવે છે, વાસ્તે આને જલદી છે. સૂરિએ કહ્યું કે " સવારે એને નિગ્રહ કરીશ; બ્રાન્તિ રાખશે નહિ. રાત્રે સૂરએ મન્નની શક્તિથી મંડળમાં હાર, અર્ધ હાર, મણિ અને કુંડળથી અલંકૃત દેહવાળી, દિવ્ય અંગરાગ અને વસ્ત્રવાળી તેમજ દિવ્ય કુસુમના સુવાસથી જેણે ભુવનના ઉદરને વાસિત કર્યું છે એવી ભગવતી ભારતીને સાક્ષાત્ બોલાવી. તેમણે તત્કાળ બનાવેલાં ચૌદ દિવ્ય કાવ્ય વડે એની સ્તુતિ કરી. ૧૦ દેવીએ કહ્યું કે હે વત્સ ! મને કેમ યાદ કરી ? સૂરીશ્વરે કહ્યું કે વાદમાં છ મહિના લાગ્યા છે. (હવે) એવું તમે (કંઈ ) કરે કે જેથી એ નિરુત્તર બને. દેવીએ કહ્યું કે હે વત્સ! એણે મને પૂર્વે સાત ભવ પર્યત આરાધી છે. મેં આ ભવમાં એને અક્ષયવચન-ગુટિકા આપી છે. તેના પ્રભાવથી ચક્રવતીના નિધિની પેઠે એના વચનની હાનિ થતી ૧૫ નથી. સૂરિએ કહ્યું કે હે દેવી! શું તમે જૈન શાસનના વિરોધી છે કે મને જયલક્ષ્મી આપતાં નથી ? ભારતીએ કહ્યું કે વત્સ ! હું જીતવાનો ઉપાય કહું છું. (કાલે) સવારે વાદ શરૂ થતાં સર્વે સભ્યોને તારે મુખશૌચ કરાવવું. કોગળા કરતાં એન (વર્ધનકુંજરના) મુખમાંથી મારી ઈચ્છાથી ગુટકા નીકળી પડશે એટલે તું જીતીશ. પરંતુ ૨૦ એક યાચના કરું છું કે મારી સ્તુતિના ચૌદમા કાવ્યને તારે કોઈની આગળ પ્રકાશ કરવો નહિ; કેમકે એનું પઠન થતાં મારે અવશ્ય પ્રત્યક્ષ થવું પડશે. હું કેટલાની આગળ પ્રત્યક્ષ થાઉં? આ કલેશથી સર્યું. એમ કહીને દેવી વીજળીના ઝબકારાની પેઠે અંતર્ધાન થઈ ગઈ. સૂરિએ રાત્રે પિતાના એક અત્યંત આપ્ત શિષ્યને વાક્ષતિ રાજા પાસે ૨૫ મોકલી કહેવડાવ્યું કે સુરિ એમ કહે છે કે હે રાજન ! તમે વિદ્યાનિધિ છે. “લક્ષણાવતી' પુરીમાં તમારે અમને પરિચય થયો હતે. તેવારે તમે કહ્યું હતું કે હે ભગવન્! તમે ઈચ્છા રહિત છે એટલે હું આપની શી ભક્તિ દર્શાવું? તે વેળા અમે કહ્યું હતું કે અવસરે કોઈક પ્રકારની ભક્તિ કરાવીશું. આપે કહ્યું કે એમ છે. એ અવસર ૩૦ હવે અહીં ઉપસ્થિત થયેલ છે. વાક્ષતિએ શિષ્યને પૂછ્યું કે સૂરિ મને શી આજ્ઞા ફરમાવે છે? હું એમને આદેશ પ્રમાણે ખચ્ચિત વર્તીશ. Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂરિકૃત [૨ બ્રીજcrદરિશિષ્ય નિવેદન કર્યું કે હે રાજન! ગુરુ એવો આદેશ કરે છે કે સવારે ધર્મ અને આમ સભામાં બેઠા હોય ત્યારે તમારે કહેવું કે મુખશૌચ (કર્યા) વિના ભારતી પ્રસન્ન થતી નથી; વાતે વાદી, પ્રતિવાદી, સભ્યો અને સભાપતિ એમ સર્વે શૌચ કરો. એટલું કરાવશે તો આપે બધો સ્નેહ દાખવ્યો જ છે (એમ અમે માનીશું). વાપતિએ એ (વાત) સ્વીકારી. શિષ્ય ગુરુ પાસે જઈ તેણે કરેલી પ્રતિજ્ઞા કહી (સંભળાવી). ગુરુ સંતેષ પામ્યા. સવારે ભગવાન સૂર્યને ઉદય થતાં પૂર્વ દિશાનું વદન લાક્ષાથી આક્ષિપ્ત થયું એટલે રાજાઓ સભામાં આવ્યા. વાપતિએ બધાને-બદ્ધ વાદીન્દ્રને પણ મુખશચ કરાવ્યું. તેના મુખકમલમાંથી ગુટિકા પહૂંગ્રહમાં પડી. બપભષ્ટિના શિષ્યોએ માણસ મારફતે તે પતદ્દગ્રહને દૂર કરાવ્યું. ગુટિકા સુરીશ્વરના કબજામાં આવી. દિવ્ય શક્તિથી રહિત બનેલા કર્ણને જેમ પાથે બાણો વડે હ હતે તેમ ગુટિકા વગરના બૌદ્ધને સૂરીશ્વરે વચનરૂપ બાણ વડે હણ્યો પરાસ્ત કર્યો. નિત્તર બનેલે એ રાહુથી પ્રસાયેલા ચન્દ્ર જેવો અને ૧૫ હિમાનીથી લુપ્ત બનેલા-બળી ગયેલા ઝાડના ખંડની જે અત્યંત નિસ્તેજ થઈ ગયો. તેવારે બપભષ્ટિને નિર્વિવાદ “વાદિકુંજરકેસરી” એવું બિરુદ પિતાના તેમજ પારકા (જને એ આપ્યું, ધર્મ સપ્તાંગ રાજ્ય આમને આપ્યું. આ ગ્રહણ કરો. ધર્મથી રાજ્ય મળે છે. એમાં ચર્ચા શી હોઈ શકે? આમે ગ્રહણ કર્યું. તે વેળા સૂરિએ આમને કહ્યું કે હે નરેશ્વર ! રાજ્ય ધમને પાછું આપ. એ મોટું દાન છે અને તે તને શેભે છે. તું પરંપરાથી રાજાને સ્થાપનાચાર્ય છે. પૂર્વે શ્રીરામે વનમાં ર રહે સુગ્રીવ અને બિભીષણને રાજા બનાવ્યા હતા. તું પણ આ યુગના રાજાઓમાં તેના (અર્થાત રામના) જેવો છે. આ વચન (સાંભળતાંની સાથે જ ગંભીરતા અને ઉદારતાના ધામરૂપ આમે તે ધર્મને તેનું રાજ્ય પાછું આપી તેને વસ્ત્ર પહેરાવ્યાં. પિતાના એક સે મત્ત હાથીઓ, એક હજાર ઊંચા ઘડાઓ, વરૂથથી યુક્ત એક હજાર રથ અને એક સે વાદિત્ર તેણે આપ્યાં. બધા પિતાને ઠેકાણે ગયા. કીર્તિ વડે જેમણે સાત ભુવનને શ્વેત બનાવ્યા છે તેવા સૂરિએ અને (આમ) નૃપે “ગોપગિરિ'માં શ્રી મહાવીરને વંદન કર્યું. તે વેળા સૂરિએ ૩૦ શ્રીવીરનું સ્તવન રચ્યું. રાતો રોષઃ રામલા : ઇત્યાદિ ૧૧ કાવ્યમય એ (સ્તવન)ને આજે પણ સંવમાં પાઠ કરાય છે. સંધે પ્રભુને નમન કરી સ્તુતિ કરી કે જેને ઉદય થતાં અંધારું પણ રહેતું Page #84 -------------------------------------------------------------------------- ________________ gવ૫] ચતુર્વિશતિપ્રબન્ધ નથી તેમજ અન્ય તેજ પણ રહેતું નથી એવા સૂર્યને ઉદય જ પ્રશંસાપાત્ર છે. બીજાના ઉદયનું ગ્રહણ શું કામનું છે ? એક દહાડે પ્રભુએ પિતાને તેમજ અન્યના સિદ્ધાંતનાં સુભાષિત વડે (આમ) રાજાને પ્રતિબંધ પમાડી તેને મધ, માંસ ઇત્યાદિ સાત વ્યસનને નિયમ કરાવ્યો અને સભ્યત્વમૂલક ૧૧ વ્રતને રાગી શ્રાવક બનાવ્યો; (કેમકે) અતિથિસંવિભાગરૂપ બારમા વ્રતને તે પહેલા અને છેલ્લા તીર્થંકરના (તીર્થમાં) રાજાઓને માટે સિદ્ધાંતમાં નિષેધ કરાયેલો છે. એક વાર “લક્ષણાવતી'માં (પેલા) બૌદ્ધ વધેનકુંજરે ગદ્ગદ (કંઠે) ધર્મ રાજાને કહ્યું કે મને બપભષ્ટિએ જ તેમાં મારે દોષ નથી; કે કેમકે બપભટિનરરૂપ સરસ્વતી છે, પ્રતિભામય પિંડ છે, અને સરસ્વતીના પુત્ર છે. એનું મને દુ:ખ નથી. પરંતુ મને એ દુઃખ થાય છે કે તારે સેવક હોવા છતાં વાક્ષતિ રાજાએ સૂરિએ કરેલા ભેદથી (તેમની સાથે મળી જઈ) મારા મુખમાંથી શૌચના ઉપાયથી ગુટિકા હરાવી લીધી. એટલું કહીને મોટી પિક મૂકીને તે રડ્યો. રાજાએ તેને રુદન કરતાં અટકાવ્યો અને કહ્યું કે શું કરીએ ? આ અમારે લાંબા વખતને સેવક છે. એણે અનેક સમરાંગણમાં વિજયની પ્રતિષ્ઠા મેળવી છે. (વળી એ) પ્રબંધકર્તા કવિ છે એટલે એનો પરાભવ કરવા રુચિ નથી. આ એનો અપરાધ માફ કર. તે ઉપરથી બૌદ્ધ મૂગો રહ્યો. થોડેક દિવસે યશધર્મ નામના પાસેના દેશના પરાક્રમી રાજાએ ૨૦. લક્ષણાવતી આવીને લડાઇમાં ધર્મરાજાને મારી નાંખ્યો અને એનું) રાજ્ય લઈ લીધું. વાક્ષતિ પણ કેદ પકડાયો. તેણે કારાગૃહમાં પડ્યા પડ્યા ગૌડવધ નામનું પ્રાકૃત મહાકાવ્ય રચીને યશોધર્મ રાજેશ્વરને બતાવ્યું. ગુણવિશેષને જાણવાવાળા તેણે (એ ઉપરથી) એને સત્કાર પૂર્વક કારાગૃહથી છળ્યો અને ખમાવ્યો. (કહ્યું પણ છે કે, વિદ્વાન સર્વત્ર પૂજાય છે. ત્યાર બાદ વાક્ષતિ બપભટિની પાસે ગયે. એ બેની વચ્ચે પહેલાં પણ મિત્રતા હતી. તે હવે વિશેષ વધી. એ વાકપતિએ મહામહવિજય નામનું પ્રાકૃત મહાકાવ્ય રચ્યું અને આમને બતાવ્યું. આમે એક લાખ સુવર્ણ ટંક તેને આપ્યા. ઉદારતા વડે ઉન્નત મનવાળાને પાંચ હજાર શું, લાખ શું, કરડ છું અને વળી રનવતી વસુંધરા પણ શું ? ( હિસાબમાં છે)? Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂરિકૃત [૫ શીવદgrદરિએક દહાડે શ્રીઆમે પ્રભુને પૂછયું કે તમે તે તપશ્ચર્યા અને વિદ્યાથી લેકમાં પરમ રેખાને-કીર્તિને પ્રાપ્ત થયેલા છે. (તે હું એ જાણવા માગું છું કે) આપની સાથે જરા પણ બરાબરી કરી શકે એવો અન્ય કોઈ કોઈ પણ સ્થળે છે ? બપભટ્રિએ કહ્યું કે હે ૫ રાજન ! મારા ગુરુભાઈ ગેવિન્દ્રસૂરિ અને નમ્નસૂરિ સર્વ ગુણો વડે મારાથી અધિક છે અને તેઓ “ગૂર્જર ભૂમિમાં “મોઢેરક’માં (હાલ) છે. ગુણની ઉત્કંઠાથી આમ પરિમિત સેના સાથે ત્યાં ગયો. તે સમયે નન્નસૂરિ વ્યાખ્યાનમાં પ્રસંગોપાત્ત વાત્સ્યાયને કહેલા કામાંગભાવને પલ્લવિત કરતા હતા. રાજાએ તે સર્વ સાંભળ્યું. (એથી) એને અણ ૧૦ ગમે ઉત્પન્ન થયે. અહે અમે કામી હોવા છતાં આ ભાવ જાણતા નથી. આ તે બરાબર જાણે છે; વાસ્તે આ રોજ સ્ત્રીને સંગ કરતો હશે. એવાને પ્રણામ કરવાથી શું લાભ ? એમ વિચારી) નમન કર્યા વિના જ ઊઠી જઈ જલદી તે “ગે પગિરિ ” આવ્યું. રાજા ઘણે વખતે નજરે પડ્યો એમ (જાણી) સ્નેહથી આક્રાન્ત હૃદયવાળા ૧૫ બનેલા પ્રભુ વંદાવવા આવ્યા. (પરંતુ) રાજા આદર રહિત બનેલ હેવાથી તેણે તેમને વંદન કર્યું નહિ. આ પ્રમાણે કેટલાક દિવસો (વીતી) ગયા. એક દહાડો ગુરુએ પૂછયું કે હે રાજન ! જે તે પહેલાં (અમારા) ભક્ત હતો તે હવે નથી. શું એમાં અમારે કોઈ અપરાધ (થો) છે? રાજાએ કહ્યું કે હે સૂરિવર! આપ જેવા પણ કુપાત્રની પ્રશંસા કરે છે. (એટલે, શું કહેવું ? સૂરિએ કહ્યું કે શી રીતે ? આમે કહ્યું કે આપે જે આપના બે ગુરભાઈઓની તારીફ કરી હતી તેમાંના એક નામે નન્નસૂરિને ત્યાં જઈને મેં જોયા છે તેઓ અંગારકથાના વ્યાખ્યાનમાં લંપટ હોઈ તપશ્ચર્યાથી રહિત છે (એમ જણાયું). લેઢાના તરંડ જે તે ર૫ ભવસાગરમાં ડૂબે છે અને અન્યને ડૂબાડે છે, માટે એ કંઈ નહિ. સૂરિ સાહીના જેવા મલિન મુખવાળા બની પિતાની વસતિએ ગયા. ત્યાં બેસીને તેમણે બે સાધુઓને મઢેરકપુર મોકલ્યા (અને) તેમની પાસે કહેવડાવ્યું કે આમ (આપને) વંદન કર્યા વિના આપ પાસેથી (પાછા) આવ્યું છે (અને) આપની આવી આવી નિંદા કરે છે. (માટે) એવું કરે કે જેથી એ આપને વિષે તેમજ અન્ય સાધુઓને વિષે તિરસ્કાર (વૃત્તિ)વાળે ન રહે. ત્યાંનું બધું જાણું તે બંનેએ ગુટિકાથી વર્ણ અને સ્વરનું પરાવર્તન કરી નટો વેષ ધારણ કર્યો અને તેઓ ગપગિરિ આવ્યા. તેમણે શ્રી ૩૦ Page #86 -------------------------------------------------------------------------- ________________ ઘs] ચતુર્વિશતિપ્રબન્ધ વૃષભધ્વજનું ચરિત્ર નાટકરૂપે રચ્યું. તેમણે નટને તે) શીખવ્યું, અને) આમ રાજા પાસે (નાટક ભજવી બતાવવા) અવસરની યાચના કરી. રાજાએ અવસર આપ્યો. તે તે રસના ભાવના જાણકાર સભ્યો મળ્યા. (એટલે) તેમણે નાટક દેખાડો શરૂ કર્યો. ભરત અને બાહુબલિના યુદ્ધના અવસરનો અભિનય થવા લાગ્યા. બૃહની રચના, શસ્ત્રને રણરણાટ, ૫ વીરની વર્ણના, ભટ્ટોને કોલાહળ, ઊઠતી વેળા ઘુઘરીઓને ઝણકાર ઇત્યાદિનું વર્ણન કરવાનું તેમણે (અભિનયપૂર્વક) જ્યારે આરંભ્ય અને રસનું ધારારૂઢ અવતરણ થયું–રસની ધારા છૂટી ત્યારે શ્રી આમ તેમજ તેના સુભટો કાલિન્દીના પ્રવાહના જેવી સ્પામ અને લાંબી તરવારે ખેંચીને ઊભા થઈ માર મારે એમ બોલવા લાગ્યા. એટલામાં ૧૦ નન્નસૂરિએ પિતાનાં રૂપ અને મુદ્રા પ્રગટ કરી કહ્યું કે હે રાજા ! હે રાજા ! હે સુભટ ! હે સુભટો! સાંભળે. આ (તો) કથાયુદ્ધ છે, નહિ કે સાક્ષાત (યુદ્ધ) છે: (વાસ્તે) સંભ્રમથી સ. એમ કહીને લજિત બનાવેલા અને વિસ્મય પામેલા તે રાજા વગેરે આકાર ગોપવીને રહ્યા. તે વેળા ગોવિન્દરિએ અને નન્નસૂરિએ રાજાને કહ્યું કે (તારી સમજ ૧૫ પ્રમાણે) અમે ખરેખર શુંગારના અનુભવી તેની યથાર્થ રીતે વ્યાખ્યા કરવાનું જાણીએ છીએ. શું યુદ્ધક્ષેત્રમાં પણ અમે આપની જેમ પ્રવેશ કર્યો છે? (ખરી વાત તો એ છે કે, શસ્ત્ર દેખતાં હરણની જેમ અમે બીએ છીએ. બાળપણુથી (જ) વ્રત ગ્રહણ કરેલા એવા અમે પાપથી ડરીએ છીએ, પરંતુ ભારતીના પ્રભાવથી ઉવતી વચન-શક્તિ વડે સર્વ રસોને જીવંત જેવા દર્શાવી (શકીએ) છીએ. હે રાજન ! મોઢેરકમાં જેમણે તારી (સમક્ષ) વાસ્યાયનના ભાવોનું વ્યાખ્યાન કર્યું હતું તે નન્નસૂરિ અમે છીએ અને આ ગોવિન્દસૂરિ છે. તેવારે તને મિથ્યા વિકલ્પ થયો. રાજા સવર શરમાઈ ગયો. તેણે તે બે સૂરિઓની ક્ષમા વાચી અને બપભષ્ટિની પૂજા કરી. તે બે (સૂરિઓ) કેટલાક દિવસ ૨૫ રાજા પાસે રહીને બપ્પભદિની અનુજ્ઞાપૂર્વક પાછા મઢેરપુર ગયા. કેટલેક સમય વીત્યો. ત્યાર બાદ એક દહાડે ગાનારાનું ટોળું આવ્યું. તેમાં તમાલના જેવા નીલ કમળ જેવાં નેત્રવાળી, ચન્દ્રના જેવા મુખવાળી અને કિન્નરના જેવા સ્વરવાળી એક વિદુષી બાલિકા (સુંદર ગાયન) ગાતી હતી. તેને જોઈને કામદેવના બાણથી (ઉદ્દભવેલ) તાપ વડે જર્જરિત થયેલે, ૩ વિવેક વિનાને બનેલ તેમજ જેને શૌચધર્મને અભિનિવેશ લગભગ જતો રહ્યો છે એ “કન્યકુન્જ'ને સ્વામી પ્રભુની સમક્ષ બે પદ્યો Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂરિષ્કૃત [૬ શ્રીવલ્પમટ્ટિøરિ ખેલ્યાઃ વદન પૂર્ણ ચન્દ્ર છે, અધરલતા અમૃત છે, દાંતા મણિએની માળાએ છે, કાંતિ શ્રી છે, ગતિ હાથી છે, સુવાસ પારિજાતક વ્રુક્ષા છે, વાણી કામધેનુ છે અને કટાક્ષલહરી કાલકૂટ (વિષ)ની છટા છે તેા હૈ ચન્દ્રમુખિ ! શું તારે. માટે (જ) દેવાએ ‘ક્ષીર’સાગરનું મંથન કર્યું ? ઉત્પત્તિસ્થાન ખરેખર નિર્મળ નથી. વર્ણ (પણ) વર્ણન કરવા લાયક નથી. શાભા (તા) દૂર રહી (પણ) શરીરે લગાડતાં કાદવ (ચાડયો છે એવી) શંકા વિસ્તાર પામે છે. (છતાં) વિશ્વ વડે પ્રાર્થના કરવા લાયક અને સમગ્ર સુગંધી દ્રવ્યાના ગર્વને હરનારા એવા કસ્તૂરીમાં કયા પિરમલને ગુણુ છે તે અમે જાણતા નથી. (એ સાંભળીને) સૂરિએ વિચાર કર્યો કે અહે। મેટાએને પણ ૧૦ વા અતિ-વિપર્યાસ થાય છે! અનેક ોિમાંથી ગળતા તે તે મેલ વડે ભીંજાયેલી (ખરડાયેલી) કાઇ ભસ્રા સેંકડા સંસ્કારાથી અડધી ક્ષણને માટે બાહ્ય કાંતિને પામે. આંતિરક તત્ત્વાના રસના કલ્લેાલાથી જેમની બુદ્ધિ પ્રક્ષાલિત થયેલી છે તેવા પણ આ (ભસ્રા)ને કાંતાની બુદ્ધિથી ખરેખર આલિંગન કરે છે, સ્તવે છે અને નમે છે તેા અત્ર કેની આગળ પાકાર કરવા ? સલા ઊઠી. ( પેલી ) માતંગી સાથે હું રહીશ એવી બુદ્ધિથી ત્રણ (જ) દિવસમાં રાજાએ નગરની બહાર મહેલ ( તૈયાર ) કરાવ્યા. તે વાત ) શ્રીષ્મપટ્ટિસૂરિના જાણવામાં આવી, કેમકે જગત્ત્યું ( પ્રતિ )વૃત્ત તેમ( ના જેવા )ને (તે) ધ્યાન દ્વારા પ્રત્યક્ષ હેાય છે. પછી (કુકર્મ કરીને) આ નરકે ન જાએ એવી કૃપાથી તેમણે ખાધદાયક પદ્દો તૈયાર થતા મહેલના ભારાટિયા ઉપર રાત્રે ખડી વડે લખ્યાં. જેમકે હે જળ ! શીતલતા એ તારા ગુણ જ છે. તેની પાછળ નિર્મળતા (તેા) સ્વાભાવિક છે. તારા સંગથી ખીજા અપવિત્ર પવિત્રતાને પામે છે એટલે તારી પવિત્રતા વિષે તે અમારે કહેવું જ શું? વળી એથી પણ વધારે તારી સ્તુતિનું પદ એ છે કે તું પ્રાણી ( માત્ર)નું જીવન છે. ( આમ છતાં ) તું નીચ માર્ગે જ્યારે જાય છે ! તને રાકવાને કાણુ સમર્થ છે? સુંદર વૃત્ત અને ગુણથી યુક્ત, મહામૂલ્યશાળી, અતિશય આદરણીય અને મને તેમજ કાન્તાના પીન પાધરના તટને ઉચિત અને રમણીય આકૃતિવાળા ( કિન્તુ ) અરે પામરીના કઠિન કંઠને વળગીને ભગ્ન બનેલા એવા હું હાર! તું તારૂં ગુણીપણું હારી ગયા છે. જીવન જળના બિન્દુ સમાન છે. સંપત્તિએ ( જળના ) કલેાલ જેવી ચપળ છે. પ્રેમ સ્વમ જેવા છે. ( વાસ્તે ) તું જે જાણે છે તે કર. જેનાથી લાકમાં લજવાનું પડે અને જેનાથી પેાતાના કુળનેા ક્રમ મિલન બને એવું કાર્ય કુલીનાએ ૨૫ ૭૦ ૧૫ ૨૦ ૩૦ Page #88 -------------------------------------------------------------------------- ________________ છે. તેવું સમ લોક કરીને સિરિ આવો એકદમ પ્રવધ] ચતુર્વિશતિપ્રબન્ધ કંઠે પ્રાણ આવવા છતાં કરવું નહિ. સવારે એ પોને આમે પોતે જયા અને અક્ષર તેમજ કવિત્વની ગતિ ઓળખ્યાં. અહો ગુરુની મારા ઉપર કૃપા ! અહો મારી, પાપાભિમુખતા ! એમ (વિચારી) તે લજવાઈ ગયો. તે વિચારમાં પડી ગયો કે માતંગીના સંગરૂપ આ પાપ મેં સંકલ્પથી કર્યું છે. (દુઃખના) એ ભાર વડે (લદાએલે ) હું ક્યાં ૫ જાઉં? શું કરું? ગુરુને કેવી રીતે મુખ બતાવું? શી તપશ્ચર્યા કરું? કર્યું તીર્થ સેવું? ઉચું મુખ રાખી જાઉં? કૂવે પડું? શસ્ત્રથી આપઘાત કરું ? અથવા જાણ્ય-સર્વ લેક સમક્ષ પાપ કહી કાષ્ટભક્ષણ કરું. એ પ્રમાણે ટળવળતા એવા તેણે નોકરને હુકમ કર્યો કે અગ્નિ સળગા. તેમણે અગ્નિ સળગાવ્યો. (એવામાં) શ્રીપભટ્ટિસૂરિ આવ્યા. ત્યારે વર્ણ ૧૦ મળ્યા. તે પાપ (રાજાએ તેમની આગળ કહ્યું. આમ જેવો એકદમ અગ્નિમાં પ્રવેશ કરવા જતો હતો તેવામાં (જ) સૂરિએ હાથ ઝાલી તેને કહ્યું કે હે રાજન ! તું શુદ્ધ છે, ખેદ નહિ કર. તે તે પાપ સંકલ્પ માત્રથી કર્યું હતું, નહિ કે સાક્ષાત; સંકલ્પથી તે અગ્નિમાં પ્રવેશ પણ કર્યો છે. (વાસ્તે) હવે તું શુદ્ધ થયો છે. ચિરકાળ તું ધર્મ કર. માનસિક કર્મ, ૧૫ મનથી, વાચિક વાણીથી અને કાયિક કાયાથી બુદ્ધિશાળીઓ તરી જાય છે. આવા વચનથી સૂરિએ અગ્નિનું વિસર્જન કરાવ્યું–ઓલવી નંખાવ્યો અને રાજાને જીવતો રાખ્યો. લેક રાજી થયા. સૂરિ (પણ) ખુશી થયા. સમયાંતરે વાક્ષતિ રાજા “મથુરા” ગયા. ત્યાં તે શ્રીપાદ ત્રિદંડી થયો. એ (વાત) લેક પાસેથી જાણુને આમે સૂરિને કહ્યું કે આપે ૨૦ મને પણ શ્રાવક બનાવ્યો છે. આપની દિવ્ય વાણી પ્રસન્ન જ છે. (પરંતુ) આપણી શક્તિની પરમ રેખા હું ત્યારે જ જાણું કે જ્યારે આપ વાક્ષતિને જૈન દીક્ષા લેવડાવો. આચાર્યવ પ્રતિજ્ઞા કરી કે જે વાલ્પતિને હું મારે શિષ્ય શ્વેતાંબર બનાવું તે (જ) મારી વિદ્યા પ્રમાણ છે. વાસ્પતિ ક્યાં છે એટલું જ કહો. રાજાએ કહ્યું કે એ ૨૫ મથુરા'માં છે. સૂરિ શ્રીઆમના ઘણું આપ્ત જને સાથે “મથુરા” ગયા. તેઓ ત્યાંના) વરાહમંદિર” નામના પ્રાસાદમાં ગયા તે ધ્યાનસ્થ (દશામાં) વાતિ તેમના જોવામાં આવ્યા. તેમની પાછળ (ઊભા) રહી સૂરિએ ઊંચે સ્વરે આશીર્વાદ બોલવા માંડયાઃ લેકની સમક્ષ (તેમના દેખતાં) સંધ્યાને હાથ જોડી નમન કરી તું તેની યાચના કરે છે. વળી ૩૦ હે નિર્લજજ ! તું બીજી (સ્ત્રી ગંગા)ને માથે ધારણ કરી રાખે છે એ પણ મેં સહન કર્યું. ( પરંતુ) અમૃતનાં મંથનથી જયારે હરિને લક્ષ્મી Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧ ૦. શ્રીરાજશેખરસૂરિકૃત [શીવરામિિરમળી ત્યારે તે ઝેર શું કરવા ખાધું? માટે હે સ્ત્રીલંપટ ! મને સ્પર્શીશ નહિ એમ ગૌરી વડે સબંધાયેલા હર તમારું રક્ષણ કરો. એક નેત્ર ધ્યાનના નિમીલનથી અડધું બીડાયેલું છે. બીજું નેત્ર પાર્વતીના વિશાળ નિતંબ ઉપર શંગારના ભારથી ઢળેલું છે. અન્ય (ત્રીજું) નેત્ર દૂરથી ખેચેલા ધનુષ્યવાળા કામદેવ ઉપરના કાપના અગ્નિથી ઉદ્દીપ્ત થયેલું છે (આ પ્રમાણેનાં) શંભુનાં સમાધિ–સમયે ભિન્ન રસવાળાં ત્રણ નેત્ર તમારું રક્ષણ કરે. એક હતો રામ. હું. તેની સ્ત્રી સીતા હતી. હું પિતાના વચનથી પંચવટી” વનમાં વિચરતા તે (રામ)ની એ (પત્ની)ને રાવણ હરી ગયો. એવી કથાને જનની દ્વારા નિકાળે હંકારપૂર્વક સાંભળતા હરિની પૂર્વ સ્મરણથી ક્રોધને લીધે કુટિલ બનેલી અને ભ્ર વડે ભંગુર દષ્ટિએ (તમારું) રક્ષણ કરે. સંભોગને અંતે (થાકી જવાથી) એક હાથે નાગપતિ (શેષ)ના ઉપર (પિતાના શરીરને) ભાર મૂકીને શરીર ટેકવીને અને બીજા હાથે વસ્ત્ર ઝાલીને ઊઠતી એવી તથા વળી છૂટી ગયેલા ચોટલાના ભારને ખભા ઉપર ધારણ કરતી એવી તેમજ ૧૫ જેના આવા દેહની કાંતિને જોતાં જ જેનામાં સંભેગની પ્રીતિ બમણી (ઉત્તેજિત) થઈ એવા વિષ્ણુએ જેને આલિંગન આપીને શયામાં નાખી એવી લક્ષ્મીનું અલસ અને શેલતા હાથવાળું શરીર (તમને ) પવિત્ર કરો. આ પ્રમાણે તેઓ બહુ બાલ્યા. ત્યાર બાદ વાકપતિએ ધ્યાન મૂકીને સામા આવી સૂરિને કહ્યું કે હે બમ્પટ્ટિમિશ્ર ! તમે શા માટે મારી સામે ફગાર અને રૌદ્રરૂપ અંગવાળા પદ્યપાઠ કરે છે ? બપ્પભષ્ટિએ કહ્યું કે તમે સાંખ્ય છે. કેટલાક સાંખ્ય નિરીશ્વર(વાદી) છે અને કેટલાક ઈશ્વરને દેવ (તરીકે માને ) છે. તે સર્વને ૨૫ તો ( સંમત) છે. એમ જાણીને અમે તમારા ઈષ્ટ દેવતાના આશીર્વચને બોલીએ છીએ. સમયના જાણકારોએ શ્રોતા સમક્ષ તેની રુચિ અનુસાર પઠન કરવું જોઈએ. વાસ્પતિએ કહ્યું કે જેકે એ (વાત) ઠીક છે, તે પણ હું તે મુમુક્ષુ છું. મારું મરણ સમીપ આવેલું જાણી અહીં પરબ્રહ્મનું ધ્યાન કરવા આવ્યો છું. ત્યારે શું સંદ્ર વગેરે મુક્તિના દાતાર નથી એમ તમે માને છે એવું બપ્પભએિ પૂછયું. વાક્ષતિએ કહ્યું (નથી) એમ મને લાગે છે. બપભટ્ટિએ કહ્યું કે ત્યારે જે મુક્તિ આપવા સમર્થ છે તે(નું સ્વરૂપ) સાંભળે. હું કહું છું કે તે (તે) જિન જ છે. મદથી, માનથી, કામથી, ક્રોધથી, લેભથી અને સંમદથી અત્યંત પરાજિત એવા અન્ય દેવેની સામ્રાજ્યની પીડા વ્યર્થ છે. (જિનની) દૃષ્ટિ કરુણારૂપ કલોલથી (યુક્ત) છુટ જેવી છે, એનું ૨૫ ૩૦ Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રવ] ચતુર્વિશતિપ્રબન્ધ મુખ સૌમ્ય છે, (ઍને) આચાર પ્રશમની ખાણ છે, પરિકર શાંત છે અને દેહ પ્રસન્ન છે તેથી હું એમ માનું છું કે ઘડપણ, જન્મ અને મરણનો નાશ કરનારા એવા દેવાધિદેવ જિન (જ) છે; કેમકે અન્ય દેવેનું આવું સ્વરૂપ વિશ્વમાં જોવામાં આવતું નથી. આ પ્રમાણે તેમણે ઘણું કહ્યું. વાલ્પતિએ કહ્યું કે એ જિન ક્યાં છે? સૂરિએ કહ્યું કે ૫ સ્વરૂપથી મેક્ષમાં અને મૂર્તિથી જિનમંદિરમાં. વાક્ષતિએ કહ્યું કે હે પ્રભુ ! તે બતાવો. પ્રભુ પણ તેને આમ રાજાએ કરાવેલા જિનાલયમાં લઈ ગયા અને તેમણે પોતે જ પ્રતિષ્ઠા કરેલા શ્રી પાર્શ્વનાથનું દર્શન કરાવ્યું. શાંત, કાંત અને નિરંજન રૂપ જોઈ બોધ પામેલે એ બોલ્યો કે આ દેવ નિરંજન છે એમ એના આકાર (માત્ર)થી જ જણાય છે. તે વેળા ૧૦ બપભટિસરિએ દેવ, ગુરુ અને ધર્મ (એ ત્રણ) તર કહ્યાં–સમજાવ્યાં. (એથી) એ રાજી થયે. મિથ્યાત્વરૂપ વેષને છોડીને તેઓ તાંબર જૈન મુનિ થયા. તેમણે જિનને વંદન કર્યું અને ઉચ્ચાર્યું કે કસ્તૂરી વડે સુવાસિત એવા આ લલાટ વડે સેવકનું ફળ છે. તે છે જિનવર! પ્રણામને કલુષિત કરવા હું કેમ ઈચ્છા રાખું? બંને ગૃહસ્થ ૧૫ થડહડ જાય છે. કારણ કેને ખરેખર વિપત્તિ કહે? આરંભી આરંભીને પૂજે છે, (પણ) શું કાદવ કાદવથી શુદ્ધ થાય છે? આયુષ્યને અંત) અત્યંત પાસે આવ્યો એટલે “મથુરા'ના ચાતુર્વણ્ય (શ્રીસંઘ) તેમજ આમ રાજાના મંત્રિજનની પણ સમક્ષ સુરિએ એમને ૧૮ પાપસ્થાનક ત્યજાવ્યાં અને પંચપરમેષ્ઠીરૂપ નમસ્કાર સંભળાવ્યું. જેને વિષે સામણા ૨૦ કરાવેલા વાકપતિ સુખેથી દેહ છોડી સ્વર્ગે ગયા. એ સર્વ (હકીકત)થી પ્રધાનએ તેમજ બીજાઓએ રાજાને પ્રથમથી જાણીતે કર્યો હતે. પછી બપભટિ “ગોપગિરિ ગયા (ત્યારે તેમણે પણ તે કહી). રાજાએ સંતુષ્ટ થઈ સૂરીન્દ્રની સ્તુતિ કરી કે સૂર્ય વગેરે અનેક પ્રકાશવાળા છે, પરંતુ પથરા પીગળાવવાના કાર્યમાં કુશળ એવો તે ચન્દ્ર જ છે. ૨૫ એક દહાડો રાજાએ સૂરિને પૂછયું કે (એવું) શું કારણ છે કે જૈન તત્વ જાણતા હોવા છતાં મને વચ્ચે વચ્ચે તાપસ ધર્મ ઉપર પ્રીતિ બંધાય છે ? સૂરિએ કહ્યું કે સવારે કહીશ. સવારે આવી તેમણે કહ્યું કે હે રાજન! ભારતીના વચનથી અમે તારે પૂર્વ ભવ જાણ્યો છે. “કાલિંજર' ગિરિને તીરે શાલ નામને તું તપસ્વી હતે. વળી ૩૦ શાલ’ના ઝાડ નીચે બે ઉપવાસને અંતરે ભોજન કરતા એવા તે ૧૦ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ૫ ૧. ૧૫ ૨૦ ૨૫ ૩૦ શ્રીરાજશેખરસૂરિષ્કૃત [૧ શ્રી-૫મદિવ્રુત્તિ બહુ વર્ષ તપશ્ચર્યા કરી હતી. ( તપસ્વી ) મરીને તું ( અહીં આમ તરીકે ) ઉત્પન્ન થયા છે. એની અતિશય લાંખી જટાઓ ત્યાં જ લતામાં અંતિરત થયેલી–વીંટાળાયેલી હજી પણ વિદ્યમાન છે. તે સાંભળીને રાજાએ આપ્ત જનેને ત્યાં મેાકલ્યા. તેઓ જટા લઇ આવ્યા. સૂરિના વચનની સત્યતા જણાઈ. રાજા સૂરિને પગે લાગ્યા અને પરમ શ્રાવક બન્યા. એક વેળા મહેલના ઉપર( ના ભાગમાં ) રહેલા આમે કાઇક ઘરમાં ભિક્ષા માટે દાખલ થયેલા મુનિને જોયા. ત્યાં એક કામાતુર કામિનીએ ઘેર આવેલા અને પરબ્રહ્મને વિષે એકચિત્તવાળા મુનિ સાથે ક્રીડા કરવાની ઇચ્છાથી બારણાં બંધ કર્યા ( પરંતુ ) મુનિ તેને ઇચ્છતા ન હતા; એથી તેણે મુનિને લાત મારી. તેમાં તેનું નૂપુર ‘કાકતાલીય' ન્યાયથી કે ‘અંધવર્તિકા’ ન્યાયથી મુનિવરના પગમાં પેસી ગયું. રાજાએ તે જોઈને સૂરિને સમસ્યા આપી કે કમાડ બંધ કરીને યૌવન વડે ગર્વિત વારાંગનાએ અભ્યર્થના કરી. સૂરિએ ઉત્તર આપ્યા કે તે જિતેન્દ્રિયે તેનું કહ્યું માન્યું નહિ. એ પ્રજિતના પગમાં નૂપુર છે. એક દહાડા ભિક્ષાને અર્ધી કાઇ ભિક્ષુક કાઇ પ્રેષિતભર્તૃકાના ઘરમાં દાખલ થયા. મહેલના અગ્ર ભાગે રહેલા રાજાએ તેને જોચે. તે (સ્ત્રી) ભિક્ષુકને પારણું કરાવવા ) માટે અન્ન લાવી. (પરંતુ ) ઉપરથી કાગડાએ તે ખાઇ ગયા, (કેમકે ) મુનિની નજર તેની નાભિ ઉપર હતી અને તેની નજર તા એના વદનકમળ ઉપર હતી. ( આ ઉપરથી ) આમે સૂરિને સમસ્યા આપી કે ભિક્ષાચર નાભિમંડળ જુએ છે અને તે પણ તેનું મુખકમલ જુએ છે. સૂરિએ કહ્યું કે બંનેના કપાળને તેમજ કડછીને કાગડાઓ બગાડે છે (?). આ સાંભળીને આમને અચંખા થયા. અહે। આ સર્વજ્ઞપુત્ર (જ) છે. એક વેળા કાઇક ચિત્રકાર રાજાનું રૂપ આલેખીને રાજા પાસે ગયા. અપ્પભટ્ટએ તેની કળાની પ્રશંસા કરી ( તેથી ) રાજા પાસેથી તેને લાખ ટંક મળ્યા. ( એની પાસે ) લેખમય ચાર ર્ખિા કરાવાયાં; એક મથુરા ’માં, એક માઢેર ' વહિયામાં, એક · અણુહિલપુર ’માં, એક 6 ' ' ‘ ગાપિરિ ’માં અને એક ‘ સતારકાક્ષપુર ’માં (રખાયાં). તે તે સ્થાનમાં પ્રતિષ્ઠા અને પ્રભાવના પણ કરાવવામાં આવી. ખીજાં પણ ઘણું કરાયું. વખત જતાં આમને ધેર સુલક્ષણુ પુત્રના જન્મ થયા. ઉત્સવપૂર્વક તેનું દુન્દુક એવું નામ સ્થાપ્યું. તે પણ જુવાનીમાં તે તે ગુણ વડે પિતાની પેઠે પ્રસિદ્ધિમાં આવ્યા. એક હ્રાડા સમુદ્રસેન રાજા વડે Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રવ૫]. ચતુર્વિશતિપ્રબન્ધ અધિષિત “રાજગિરિ” નામના દુર્ગને આમે રોબે-ઘેરે ઘા. અપરિમિત સેના, કોદાળી વગેરે સામગ્રી અને ભરવાદિ યંત્રભેદ યોજાયાં. દુર્ગને અતિશય બળપૂર્વક પાડવાનો પ્રારંભ કરાયે, (પરંતુ ) તે પડ્યો નહિ. ( આથી) આમને ખેદ થયો. તેણે સૂરિને પૂછ્યું કે આ ગગનચુંબી દુર્ગને હું જ્યારે ગ્રહણ કરી શકીશ? સૂરિએ કહ્યું કે તારા પુત્રને પુત્ર નામે ભેજ આ દુર્ગને દષ્ટિપાત માત્રથી પાડી નાખશે; બીજાથી કશું થવાનું નથી. (આ ઉપરથી) આરંભ છોડીને આમ દુર્ગની બહાર બાર વર્ષ રહ્યો અને તેણે શત્રુના મુલકને કબજે કર્યો. (તેવામાં) દુન્દુકને ઘેર પુત્ર જન્મે. તેનું ભેજ નામ પાડવામાં આવ્યું. જન્મતાંની સાથે જ પલંગમાં રાખીને એને પ્રધાને દુર્ગના દ્વારના અગ્ર ભાગ આગળ ૧૦ લાવ્યો. તેના કેવળ દૃષ્ટિપાતથી દુર્ગના ટુકડે ટુકડા થઈ ગયા. રાજા સમુદ્રસેન ધર્મકારથી (બહાર) નીકળી ગયો. આમે “રાજગિરિ'માં પ્રવેશ કર્યો, (પરંતુ) પ્રજાને કંઈ અડચણ કરી નહિ; કેમકે જેના મહષિઓ અને રાજર્ષિએ અક્રૂર અને દયાળ હોય છે. રાત્રે ‘રાજગિરિ'ના અધિષ્ઠાતાએ આમને કહ્યું કે હે નૃપ ! જે તું અહીં રહેશે , તે હું તારા લેકને મારી નાંખીશ. આમે ઉત્તર આપ્યો કે લોકને હણવાથી તને શો લાભ છે? જો હો હોય તો મને હણ. આમ એ નિર્ભય વચન સાંભળીને ખુશી થયેલા વ્યંતરે કહ્યું કે તારા સત્વથી હું રાજી થયો છું. (વાસ્તે) કંઈક માગ. રાજાએ કહ્યું કે મારે કશાની ન્યૂનતા નથી; માત્ર એટલું જ કહે કે મારું મરણ ક્યારે થશે ? વ્યંતરે કહ્યું કે તારું આયુષ્ય છ માસ જેટલું બાકી રહેશે ત્યારે હું જાતે આવી (તને ) કહીશ. આયુષ્ય છ મહિના જેટલું બાકી રહેતાં તે (વ્યંતર) ફરીથી આવ્યો. રાજાએ કહ્યું કે મારું આયુષ્ય કેટલું છે ? વ્યંતરે કહ્યું કે હે દેવ! આજથી છ મહિના ઉપર “ગંગામાં રહેલા “માગધ” તીર્થમાં હોડી વડે ઉતરતાં મકારથી શરૂ થતા અક્ષરવાળા ગામને તીરે રપ તારું મૃત્યુ થશે. પાણીમાંથી ધૂમાડે નીકળતો તું જ્યારે જોશે ત્યારે તારું મૃત્યુ છે (એમ તારે) જાણવું. (માટે) પારલૌકિક સાધના કરાવી જોઈએ. એમ કહી તે દેવજાતિને (વ્યતર ) ગયો. રાજા સવારે સૂરિ પાસે ગયો. સૂરિએ કહ્યું કે હે રાજન ! વ્યંતરે તમારી આગળ આયુષ્યનું જે પ્રમાણે કહ્યું છે તે તેમજ છે. (માટે) ધર્મરૂપ ભાથું ગ્રહણ કરો. તે સાંભળીને રાજા તુષ્ટ થયો અને નવાઈ પામ્યો. : અહ જ્ઞાન! અથવા સૂર્ય તેજસ્વી, ચંદ્ર આનંદકારી, “ગંગાનું જળ પવિત્ર Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજશેખરસૂરિકૃત [૧છra vમદિર અને જૈન જ્ઞાની હોય એમાં શું આશ્ચર્ય છે? બે દિવસ ગયા ત્યારે સૂરિ શ્રીઆમની આગળ પ્રસંગવશાત શ્રી નેમિનાથને આશીર્વાદ બોલ્યા. જેમકે, લાવણ્યરૂપ સુધાના સારની સારણિ સમાન એવી તે સ્નેહવતી ભોજની પુત્રી (રાજીમતી), તે લક્ષ્મી, તે નૂતન ઉદયવાળું યૌવન, તે “દ્વારિકા , તે જળ તેમજ તે ગેવિન્દ, શિવ, સમુદ્રવિજય પ્રમુખ પ્રિય જને જેના પ્રેરક (પણ) હતા તે નેમિએ જીવને વિષે કૃપાનિધિ હોઈ લગન કર્યું તે (તમારા) કલ્યાણને માટે (હો). વળી મિથ્યા કાર્યમાં જર્જરિત બનેલા અને કુટુંબરૂપ કાદવમાં ડૂબેલા એવા જેમણે “ઉજજયંત'માં નેમિને નમન કર્યું નથી તેઓ જીવતા ગણાય તે મુએલા કોણ છે? તેવી ૧૦ રીતે “રૈવતક” તીર્થના મહિમાનું સૂરિએ વિવેચન કરી તેને એ પલ્લવિત કર્યો કે ભૂમિ ઠેકી કમર કસીને રાજાએ એકદમ ઊભા થઈ પ્રતિજ્ઞા લીધી કે “રેવતકેનેમિને વંદન કર્યા વિના મારે ભોજન ન કરવું. લોકોએ નિષેધ કર્યો કે હે રાજન્ ! (પ્રતિજ્ઞા) ન (લે) ન (લે); (કેમકે) "રૈવતક” પર્વત (બહુ ) દૂર છે અને તમે નરમ ૧૫ (પ્રકૃતિવાળા) છે. રાજાએ કહ્યું કે મેં લીધેલી પ્રતિજ્ઞા કરે નહિ. ત્યાર પછી સરિને સાથે (લઈને) આમ એક લાખ ભાર વહન કરનારા બળદ, ૨૦૦૦૦ ઊંટો, ૭૦૦ હાથીઓ, એક લાખ ઘોડાઓ, ત્રણ લાખ પાયદળ અને ૨૦૦૦૦ જેન કુટુંબ એમ ઉત્તમ સત્ય સાથે ૩૨ ઉપવાસ પૂર્વક રૈવતક” તરફ ચાલ્યો. સ્તંભન” તીર્થ સુધી ગમે ત્યાં સુધાના પરિતાપથી વ્યાકુળ થવા છતાં અને પ્રાણ સંદેહમાં પડ્યા પણ તેણે અન્ન લીધું નહિ. ( આથી ) લોક ભયભીત બન્યું. ખિન્ન થએલા સૂરિએ મન્નશક્તિ વડે કૂષ્માંડા દેવીને સાક્ષાત બેલાવી અને તેમની આગળ કહ્યું કે એવું કરે કે જેથી રાજા જમે અને જીવે. તે વચન ઉપરથી એક મોટા બિંબને માથા ઉપર ધારણ કરી કૂમાંડી આકાશમાર્ગે આમ પાસે ગઈ અને બોલી કે હે વત્સ! તે હું અંબિકા છું. તારા સવથી તુષ્ટ થઈ છું. ગગનથી આવતી અને તે સાક્ષાત જોઈ છે. રેવત 'ના એક ભાગરૂપ “અવકના ' શિખરથી હું આ નેમિનાથનું બિબ લાવી છું. આને તું વંદન કર. આને વંદન કરતાં મૂળ નેમિને વંદન થયું જ ગણાય; વાતે તું પારણું કર. સૂરિએ પણ એ (વાત)નું સમર્થન કર્યું. લેકે પણ તેની સ્થાપના કરી. તે બિંબને વંદન કરીને રાજાએ અન્ન લીધું. આજે પણ તે બિબ “સ્તંભ” તીર્થમાં પૂજાય છે. એ તીર્થ “ઉજજયન્ત ' એ નામથી પ્રસિદ્ધિમાં આવ્યું. (ત્યાર બાદ ) ૨૫ Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રવધ ] ચતુર્વિશતિપ્રબન્ધ * મનેાહર વાત્રિ વગાડતા. આમ · વિમલ' ગિરિ ઉપર ઘૃષભધ્વજને ઉત્સવ પૂર્વક વંદન કરી ‘રૈવત ’ ગિરિ ગયા. ત્યાં તે તે તીર્થ દિગંબરે એ અંધેલું છે એમ ( તેના જોવામાં આવ્યું ). શ્વેતાંબર સંધ પેસી પણ શકતા ન હતા. અમે તે જાણ્યું. જાણીને તે એક્લ્યા કે યુદ્ધ કરી નિષેધકાને હણી શ્રીનેમિને હું નમન કરીશ. તેવામાં ત્યાં દિગંબરભક્ત એવા અગ્યાર રાજાએ એકઠા મળ્યા. બધા યુદ્ધ ( કરવા ) માટે એકતાન હતા. તે વેળા પટ્ટિએ આમને કહ્યું કે હું રાજેશ્વર ! ધર્મકાર્યમાં પાપના આરંભ કેમ કરાય ? લીલા ( માત્ર )થી જ આ તીર્થ આપણા કબજામાં લાવીશ. આપે સ્થિર થઇ રહેવું. આ પ્રમાણે રાજાને ખેાધ આપી .ટ્ટિએ દિગંબર તેમજ તેના ભક્ત રાજા પાસે એક પુરુષને મેાકલી કહેવડાવ્યું કે જેને આ તીર્થ અખિકા આપે તે પક્ષનું આ તીર્થ માને. તેમણે કહ્યું કે એ ( વાત ) વ્યાજખો છે. ત્યાર બાદ બપ્પભટ્ટએ ‘ સુરાષ્ટ્રા ’માં રહેનારા શ્વેતાંબર અને દિગંબર શ્રાવકાની પાંચ સાત વર્ષની સેંકડી કન્યાએ ભેગી કરી. સભ્યો ( પણું ) એકઠા મળ્યા. અપ્પભટ્ટએ અબ્બા દેવી પાસે કહેવડાવ્યું કે જો સર્વ શ્વેતાંબર શ્રાવકાની કન્યા નીચે મુજબની~~~ " उजित सेल सिहरे दिक्खा नाणं निसीहिया जस्स । तं धम्मचक्क अरिनेमिं नम॑सामि ॥ ” -ગાથા ખેલે તા ( આ ) તીર્થ શ્વેતાંબરાનું અને નહિ તે દિગંબરાનું ( ગણવું ). ત્યાર પછી ( પેલી ) મુગ્ધ બાળાઆને ખેાલાવવામાં આવી. શ્વેતાંબર પક્ષના શ્રાવક્રાની સર્વે ખાળાએ એ ગાથા ખેલી. અપર ( દિગંબર )માંથી તે એકે એ ગાથા કહી નહિ; તે ઉપરથી ‘ રૈવત ' તીર્થ શ્વેતાંબરોનું (સિદ્ધ) થયું. આકાશમાં રહીને અખિકાએ શ્વેતાંબરાના ઉપર ફૂલની દૃષ્ટિ કરી. તેથી નાસીને દિગંબરે। ‘ મહારાષ્ટ્ર ' વગેરે દક્ષિણ દેશામાં ગયા. રાજાએ તેમજ ઘણા વખતથી એકત્રિત થયેલા સર્વ સંધેાએ નેમિને નમન કર્યું. દ્રવ્ય આપવામાં આવ્યું. ‘ પ્રભાસ ’માં ચંદ્રપ્રભને પ્રણામ કરાયા. સર્વત્ર બંદીવાનાને છેડી મૂકાયા. આમની ભુક્તિ વિષે ‘ ગૂર્જર ' વગેરે દેશા હતા. તે વેળા તીર્થોને માટે ચિર કાળ પૂજા માટે ઉપયોગી હાટ વગેરે કરાવાયાં. એ પ્રમાણેનાં કાર્યા કરીને સૂરિ સહિત રાજા · ગેાગિરિ 'માં દાખલ થયા. સંધપૂજા વગેરે નવ નવા ઉત્સવા ત્યાં થયા. લગભગ સમય પ્રાપ્ત થતાં દુન્દુકને ' 939 فق ૧૫ ૨૦ ૨૫ ૩. Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂરિકૃત [૧ઝીવ મદિર ૧૦ ૧૫ (આમે) રાજ્ય ઉપર સ્થાપ્યો. તેણે તેની રજા લીધી, લોકેની ક્ષમા યાચી, દેશને અનુણી કર્યો અને પછી) સૂરિને સાથે લઈ હોડીમાં બેસીને ગંગા” નદીના તીર ઉપરના “માગધ' તીર્થે તે ગયે. ત્યાં જળમાં તેણે ધૂમાડે દીઠો. તેવારે તેણે સૂરીશ્વરની ક્ષમા યાચી (અને ) સંસારને અસાર જાણું અનશન ગ્રહણ કર્યું. સમાધિમાં રહી શ્રીવિકમના સમયથી ૮૯૦ વર્ષે ભાદરવા સુદ પાંચમે પાંચ પરમેષ્ઠીઓનું સ્મરણ કરતાં રાજા દેવલોક પામ્યો. તવના જાણકાર હોવા છતાં સૂરિ રહ્યો. લાંબા કાળની પ્રીતિને મેહ દુર્જય છે. સેવકેએ આક્રંદ કરવા માંડયું કે હા, શરણાગતની રક્ષા કરનાર વિજકુમાર ! હા, અશ્વને દમનાર નલ! હા, સત્ય વચન (બેલવા)ને વિષે યુધિષ્ઠિર ! હા, સુવર્ણનું દાન આપવા )માં કર્ણ! હા, મજજાજૈનત્વને વિષે શ્રેણિક ! હા, સૂરિની સેવા કરવા)માં સંપ્રતિ (તુલ્ય) ! હા, અનુણીકરણને વિષે વિક્રમાદિત્ય (જેવા) ! હા, વીર વિદ્યા જાણનાર શાતવાહન ! અમને છોડીને તમે ક્યાં ગયા ? એક વાર તમારા અમને દર્શન કરાવે. અમને એકલા ન મૂકો. એ પ્રમાણે વિલાપ કરતા તેમને સૂરિએ પ્રતિબંધ પમાડ્યો કે અરે ખરેખર પાપી દેવે કામધેનુનો હોમ કર્યો, સરસ કિસલયવાળા ચન્દન (વૃક્ષ)ને ચૂર્ણ કર્યું, અફસેસ, ફળ અને ફૂલથી ભરપૂર “મંદાર વૃક્ષને છેદી નાંખ્યું, કલ્પવૃક્ષને ખંડિત કર્યું કપૂરને ખંડ બાળી મૂક્યો, મેઘરૂપ માણેકની માળાને ઘનના ઘાતથી દળી નાંખી, અમૃત કુંભ ભાંગી નાખ્યો અને કમળો તેમજ કુવલય વડે આ કેલિહોમ કર્યો. તોપણ શક ન કરે, શોક ન કરો. કેમકે સવારે રાત્રિના અંધકારને દૂર કરી, કમળનાં વનને વિકસિત કરી, ચન્દ્રને પિતાના તેજથી પ્રકાશ વિનાને અને નિસ્તેજ બનાવી, તેમજ મધ્યાહને વિસ્તૃત અને દીત કિરણે વડે નદીઓનું જળ પી સાંજે સૂર્ય વિવશ બની આથમી જાય છે. તો બીજા શેને શોક કરવો ? આ પ્રમાણે લેકને શોક રહિત કરી લેકની સાથે સુરિ “ગોપગિરિ’ ગયા. (પિતાના પિતા) આમના શોકથી ઉત્તમ મુક્તાફળ જેવડા મોટા આંસુ પાડતા, હિમ વડે કરમાઈ ગયેલા પદ્મ જેવા દીન મુખવાળા તેમજ ચિન્તા વડે ચાન્ત ચિત્તવાળા એવા દુદુક રાજાને સૂરિએ કહ્યું કે હે રાજન ! તારા જેવા મેટાનો પિતા માટેનો આ શોક કેવો ગણાય?—આ શક ન કરવો જોઈએ; કેમકે તેઓ તે ચાર વર્ગ સાધીને કૃતકૃત્ય થયા છે. કીતિમય શરીર વડે તેઓ જ્યાં સુધી ચન્દ્ર (સૂર્ય) છે ત્યાં સુધી જીવતા જ છે. પુણ્યરૂપ લક્ષ્મી અને કીર્તિરૂપ લક્ષ્મી ૨૫ ૩૦ Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રવધુ] ચતુર્વિશતિપ્રબન્ધ એ બે ઉપકારી પુરુષની વલ્લભા છે. પુણ્યલક્ષ્મી અને કીર્તિની મહરતા તમે વિચારો. એક સ્વામીની સાથે જાય છે અને બીજી પાછળ રહે છે. એમના (અર્થાત તમારા પિતા) જેવા અન્ય (સહુ) કાઈ થજે. એ પ્રમાણેનાં વચને દ્વારા દુદુક રાજાને સૂરિરાજે શોક રહિત કર્યો. દુદુક ધીમે ધીમે પરમ શ્રાવક બન્યો અને રાજ્ય-કાર્યો કરવા લાગ્યો. ૫ તે ત્રિવર્ગને સાધવા લાગ્યા. એમ વખત જતાં એક દહાડે દુન્દુકે ચૌટે જતાં ઉદાર રૂપવાળી, ચિકૂપ, યુવક જનરૂપ મૃગને (પકડવાને) જાળ જેવી અને મદનની માયાથી પરિપૂર્ણ એવી કંટિકા નામની વેશ્યાને જોઈ. તેને તેણે અંતઃપુરની સ્ત્રી બનાવી. તેણે દુદુકને એ વશ કરી લીધો કે તે જે કહે તે જ ૧૦ સાચું અને તે જે કરે તે જ હિતકારી તે માન. કામણ કરનારી અને બોલવામાં ચાલાક એવી તે હિમાની જેમ અશોક વૃક્ષને ખાઈ જાય તેમ સર્વ રાજ્યને ગળી ગઈ. ભેજની માતા પદ્માને તેમજ કુલ, વિનય અને રૂપથી સંપન્ન એવી બીજી રાણીઓને પણ એ તૃણવત્ ગણવા લાગી. એક દિવસ કલાકેલિ નામના તિષીએ રાત્રે સેવક–લેકનું વિસર્જન થયા બાદ દુક રાજાને એકલે જેઈ (તેને ઉદ્દેશીને) કહ્યું કે હે દેવ ! અમે આપના સેવક હોવાથી સુખી, પ્રખ્યાત અને લક્ષ્મીના માલિક છીએ. તેથી જેવું હોય તેવું કહીએ છીએ. આ તમારો ભેજ નામનો પુત્ર ( તમારા કરતાં) અધિક ભાગ્યવાળા હોઈ તમને મારીને તમારી રાજ્ય(ગાદીએ) બેસશે. તમને યોગ્ય લાગે તેમ તમે જાતે કરે. રાજા ૨૦ તે સાંભળીને વજીથી હણુ હોય તેમ એક ક્ષણ મૂગો રહ્યો. તેણે જ્યોતિષીને વિદાય કર્યો. એ વાત ભેજની જનનીની સહચરીરૂપ એક દાસી કે જે મેટા થાંભલા પાછળ અંતરિત થયેલી-સંતાઈ રહેલી હતી તેના સાંભળવામાં આવી અને તેણે તે (વાત) ભેજની માતાને કહી. તે પુત્રના મરણ (ની વાત)થી બીધી. રાજા પણ કંટિકાને ઘેર આવ્યું. તે પણ ૨૫ રાજાને ચિન્તાગ્રસ્ત જોઈ બોલી કે હે દેવ ! આજે આ૫ કરમાયેલા મુખવાળા કેમ છે ?-આપનું મુખ કેમ લેવાઈ ગયું છે? રાજાએ કહ્યું કે શું કરવું? વિધિ કર્યો છે. જેના સેંકડે પ્રત્યયો જોવાયા છે એવા નાનીએ પુત્રથી મારું મૃત્યુ છે એમ કહ્યું છે. કંટિકાએ કહ્યું કે (અહે એમાં ) શી ચિન્તા છે? પુત્રને મરાવી નખાવે. રાજ્યના લોભીઓ ૩૦ પુત્રને પણ મારી નાખે છે. (શત્રુરૂપ) પુત્ર એ પુત્ર નથી. પુત્રરૂપે એ Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજશેખરદ્ધિકૃત [ cvમદિરદુશ્મન જ છે. તેના વચન ઉપરથી દુÇકે પુત્રને મારી નંખાવવાની ઈચ્છા કરી. તે મારી નખાવતા હતા તેવામાં ભેજની માતાએ પાડલીપુત્ર'માં (રહેલા) પિતાના શર, રાજ્ય-લક્ષ્મીના સ્વયંવર મંડપરૂપ, સ્નેહી અને ધર્મત ભાઈઓને ગુપ્ત લેખથી જણાવ્યું " કે આમ આમ આપને ભાણેજ નાશ પામશે. રાજા ક્રોધે ભરાયા છે. (વાસ્તે અહીં આવી) એને લઈ જાઓ (અને) જીવની પેઠે (એને) જાળવજે. આપ હેતે છતે હું પુત્ર વિનાની ન થાઉં. (આ ઉપરથી) તેઓ આવ્યા અને દુન્કને નમ્યા. ઉત્સવના મિષે (પિતાના) ભાણેજ ભોજને લઈને તેઓ “પાડલીપુત્ર” ગયા. ત્યાં તેણે તેને ભણાવ્યો, ૧૦ રમાડ્યો અને શાસ્ત્રને અભ્યાસ કરાવ્યો. તેઓ તેને જીવની જેમ માનતા. ત્યાં તેનાં શેડાંક દિન ઓછાં એવાં પાંચ વર્ષ વ્યતીત થયાં. કંટિકાએ દુદુક આગળ કહ્યું કે હે દેવ ! તમારે પુત્રરૂપ શત્રુ મોસાળમાં મેટે થાય છે. નખેથી છેદી શકાય તેમ હોય તેને કુહાડી વડે છેદાય તે ન બનાવો. અહીં લાવીને છાનામાના તેને યમધામ ૧૫ પહોંચાડો. રાજાએ કહ્યું કે (તારું ) આ (કહેવું) સાચું છે. ત્યાર બાદ દૂતને મુખે દુઃકે ભેજની તેના મામા પાસે માગણી કરી. તેમણે તેને આપે નહિ. ફરી ફરીને દુન્દકે પોતાના દૂતે મોકલ્યા. ભેજના મામાએ કહ્યું કે હે રાજા! અમે તે આશય જાણીએ છીએ. એને અમે નહિ જ આપીએ. એ ધર્મપાત્ર છે. બીજો પણ કઈ શરણે આવ્યો આવ્યો હોય તે ક્ષત્રિયોએ તેનું રક્ષણ કરવું જોઈએ. તે પછી આ ભાણેજનું તે કહેવું શું? જે તમે બળાત્કારની ઇચ્છા કરતા હોય તે યુદ્ધ માટે તયાર થઈ આવજે. અમે તમને) બનેવીને (અમારા ભુજબળને) ચમત્કાર દેખાડીશું. આ (વાત) દૂતોએ આવીને કહી. દુદુક ગુસ્સે થવા છતાં તેમને મારવા સમર્થ થયો નહિ. પિતાની ૨૫ દુષ્ટતાથી તેમના દ્વારા વાકેફગાર બનેલે ભોજ પણ બખ્તર પહેર્યા વિના પિતા પાસે જ નહિ. તેથી દુન્દુકે બપભદ્રિસૂરિને પ્રાર્થના કરી કે તમે જઇને ભોજને સમજાવી લઈ આવ. મને માન આપે (?). ઈરછી નહિ હોવા છતાં તેઓ સૈનિકે સાથે “પાડલીપુત્ર” તરફ ચાલ્યા. અર્થે માર્ગે પહોંચતાં ત્યાં રહીને તેમણે જ્ઞાનદષ્ટિથી વિચાર કર્યો કે ૩૦. ભોજ મારા કહેવાથી રાજા સમીપ આવશે નહિ. અને જે ગમે તેમ કરીને લાવીશ તે તે લવાતાં તેને પિતા તેને મારી નાંખશે. (રાજાના) વચનનું ઉલ્લંઘન કરતાં રાજા પણ ગુસ્સે થઈ મને મારી નાંખશે. તેથી Page #98 -------------------------------------------------------------------------- ________________ અવનવું]. ચતુર્વિશતિપ્રબન્ધ આ તરફ વાઘ અને આ તરફ દુસ્તર કિનારે એ ન્યાય (ગ) પ્રાપ્ત થયો છે. મારું આયુષ્ય (લગભગ) પૂર્ણ થયું છે. બે દિવસ (જ) બાકી રહે છે. તેથી અનશન શરણ છે. એમ વિચારી પાસે રહેલા મુનિઓને તેમણે કહ્યું કે નન્નસૂરિ અને ગેવિન્દ્રસુરિ પ્રતિ હિતકારી થજે. શ્રાવકેને મિથ્યા દુષ્કત કહેજે. પરસ્પર અમસૂરતા રાખજે. ક્રિયા પાળજે, બાળકથી ૫ માંડીને વૃદ્ધો પર્યતનું લાલન (પાલન ) કરજે. અમે તમારા નથી (તેમજ ) તમે અમારા નથી. (આ) બધા સંબંધે કૃત્રિમ છે. એમ શીખામણ આપી અનશનસ્થ તેઓ સમતાને પ્રાપ્ત થયા. ત્રણ જગતને વન્દનીય અરિહંતનું, (આઠે કર્મરૂપ) બંધનેને જેમણે નાશ કર્યો છે એવા સિદ્ધોનું, સાધુઓનું અને જૈન ધર્મનું ત્રણ પ્રકારે હું શરણ લઉં છું. ૧૦ પાંચ મહાવતે અને છઠ્ઠા રાત્રિભેજન(વિરમણરૂપ વ્રત)ને વિષે જે વિરાધના મારાથી થઈ હોય તેને અંગે મિથ્યા દુષ્કત હેજે. એમ કહીને બેઠા બેઠા અદનપણે તેમણે કાળ કર્યો–તેઓ સ્વર્ગે સંચર્યા. શ્રીવિકામાદિત્ય પછી ૮૦૦ વર્ષ ગયા બાદ ભાદરવા સુદ ત્રીજને રવિવારે હસ્ત નક્ષત્રમાં શ્રીબપભક્ટિરિને જન્મ (થ હત) અને ૯૫ વર્ષ અધિક જતાં ૧૫ તેમનું સ્વર્ગારોહણ થયું. તે જ વેળા ‘મેઢેર” માં નન્નસૂરિ આગળ ભારતીએ કહ્યું કે આપના ગુરુ “ઈશાન” દેવલેકે ગયા. ત્યાં બહુ શેક પ્રસર્યો. શાસ્ત્રના જાણકાર, સુવચસ્વી, ઘણુ જનોના આધાર, સુંદર ચારિત્રવાળા, સ્વપર ઉપર ઉપકાર કરવામાં આસક્ત, દક્ષિણતાના સમુદ્ર, બધાને અભીષ્ટ એવા ગુણોથી પરિવૃત અને ભૂમિના શૃંગારરૂપ એવા સજનોને હે વિધાતા! તે મૂઢે કલ્પાન્ત પર્વતના દીર્ધ આયુષ્યવાળા કેમ ન બનાવ્યા ? વૃદ્ધોએ બોધ આપે કે (પુણ્યશાળી જીવ) જીર્ણ બનેલા શરીરને ત્યજી દઈને નવીન મેળવે છે; (વાસ્તે) જેણે પુણ્ય કર્યું છે એવા મત્યને મૃત્યુ જ રસાયન છે. દુકે સૂરિની સાથે સુભટને મોકલ્યા હતા તેઓ પાછા ફરી દુન્દુક પાસે ગયા. તે પણ પશ્ચાત્તાપરૂપ અગ્નિથી બહુ સંતપ્ત ર૫ થયો. જે તેમજ તેના મામાએ સૂરિના શિષ્યો તેમજ બીજા લેના મુખથી પણ જાણ્યું કે સૂરિ આ પ્રમાણે મરી ગયા, પરંતુ તમારી પાસે નહિ આવ્યા. અમારા ઉપરધના સંકટમાં પડેલે આ, પિતા પાસે જઈ મરે નહિ એવી કૃપા(દષ્ટિ) તેમણે ધારણ કરી. આ સાંભળીને ભેજને એવી પીડા થઈ કે જેવી પીડા વજપાતથી (હણતાં) પણ ન થાય. ૩૦ તે (પિતાના ) પિતા પાસે ગયો નહિ. એક વાર કઈ માળી કે જે પૂર્વે આમ રાજાને નકર હતા તે Page #99 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧૦ શ્રીરાજશેખરસૂરિકૃત [૧છી agrદરિવિદેશમાં ભમીને “પાટલીપુર માં ભેજ સમીપ આવ્યો. તેણે કહ્યું કે હે દેવ ! તમે મારા સ્વામીને કુળના દીપક છે. વિદેશમાં (ફરતાં ફરતાં) સદ્દગુરુને મુખે મેં એક “માતુલિંગી' નામની વિદ્યા પ્રાપ્ત કરી છે કે જે દ્વારા અભિમંત્રણ (કરાયેલા) માતુલિંગ વડે હણતાં, હાથી અને સિંહ જેવા પરાક્રમીઓ પણ મરી જાય તે માનવની (તે) વાત (જ) શી? હે દેવ ! એ (વિદ્યા) તમે ગ્રહણ કરે. ભેજે તે તેની પાસેથી લીધી અને પ્રમાણ કરી જેમાં તે સાચી (ઠરી). ભેજે માળીને દાન અને માન વડે રાજી કર્યો. જે વિદ્યાશક્તિને પ્રકાશ કરી બધા મામાઓને સંતોષ પમાડ્યો. તેમણે કહ્યું કે જે આ (પ્રમાણેની) તારી શક્તિ છે તે ભેટ/રૂપે માતુલિંગે લઇને અમારી સાથે તું (તારા) પિતા સમીપ ચાલ. પિતાને મારીને તું રાજ્ય ગ્રહણ કર. ભેજને તે (વાત) પસંદ પડી. પુષ્કળ માતલિંગ વડે શોભતો એ તે ચાલી (નીકળ્ય) અને પિતાના દ્વાર પાસે ગયો. તેણે કહેવડાવ્યું કે હે તાત! તમે પૂજ્ય છે, હું બાળક છું; તમારાથી મને મરણ મળે કે રાજ્ય મળો એ બધું મને મનહર છે. રાજા સંતોષ પામ્યો કે અહો પુત્ર વિનયવાળો છે. ભલે આવે એમ વિચારી તેણે ભેજને બોલાવ્યો. રોધિત થઈ તે મધ્યમાં આવ્યા. એક આસન ઉપર બેઠેલા કટિકા અને રાજાને પૃથ પૃથમાતુલિંગથી તેણે હણ્યાં. યથાર્થ વિદ્યા અન્યથા થતી નથી. દુન્દુકના રાજ્ય ઉપર ભેજને બેસાડાયો. (એથી) તેના મામાઓને અસાધારણ સંતોષ થયો. માતા પદ્મા (૫ણુ) પ્રસન્ન થઈ. દુદુકે ધનના હરણ, ગ્રાસના ઉદ્દાલન ઇત્યાદિ દ્વારા દુભાવેલા રાજાઓ પિતાને ફરી જન્મ થયો એમ માનવા લાગ્યા. મહાજન જીવ્યું. સર્વે વણે ખુશી થયા. સંસારરૂપ સરોવરને વિષે કમળ (સમાન) ભેજને કમલા (સ્વત) વરી. બાહુબળથી તેમજ પરિચ્છેદના બળથી તેણે જગતને છર્યું. ત્યાર બાદ કૃતજ્ઞતાને લીધે તેણે “ઢેરપુરમાં નન્નસૂરિની પાસે વિનતિ આપીને ઉત્તમ નરેને મોકલ્યા. તેઓ ત્યાં ગયા. ત્યાં તેમણે વિનતિ બતાવી. નન્નસૂરિએ અને ગેવિન્દસૂરિએ તે વાંચી. જેમકે સ્વસ્તિ શ્રી મોઢેરે' પરમ ગુરુ શ્રીનનસુરિ અને શ્રીગેવિન્દસૂરિપદને તેમજ ગઓને “ગપગિરિ' દુર્ગથી પરમ જૈન શ્રીભેજ વિનતિ કરે છે કે અત્ર પ્રણારૂપ “ગંગા'ના (પ્રાદુર્ભાવ માટે) “હિમાલય', સમાચારીરૂપ નારીના સૌભાગ્યની વૃદ્ધિ (કરવા)માં મકરધ્વજ, રાજસભારૂપ કુમુદિનીને (વિકસિત કરનાર) ચન્દ્ર અને ભારતીના ધર્મપુત્ર શ્રીબાપ ૨૫ Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રવ૫] ચતુર્વિશતિપ્રબન્ધ ભકિરિ સ્વર્ગના લેકના લેચનને લેહ્ય અને લલિત એવા પુણ્યની લવણિમાને પામ્યા છે. એમને સ્થાને હાલ દીર્ઘ આયુષ્યવાળા તમે છે. (આ) જયેલી વિજ્ઞપ્તિકાને પ્રમાણ ગણી અત્ર આપે પધારવું. એ ભક્તિ-રહસ્ય જઇને સંઘ સમેત સૂરિઓ અત્યંત આનંદ પામ્યા. સંઘની અનુમતિથી ગેવિન્ટરિને મોઢેરક માં મૂકીને શ્રીનગ્નસૂરિ “ગેપ- ૫ ગિરિ ” ગયા. ભજ પગે ચાલીને સૈન્ય સહિત સામે (લેવા) આવ્યા. તેણે ગુરુનું ચરણોદક પીધું. જેની તૃષ્ણ ઉલ્લસિત થઈ છે એવા તેણે તેમની વાણી સાંભળી. સ્થાને સ્થાને મળેલા લોકના હૃદયના સંઘદનથી ચૂર્ણ થયેલા હારના મોતી વડે ધવલ બનેલા રાજપથવાળા નગરમાં તે તેમને લઈ આવ્યું અને તેણે તેમને સિંહાસન ઉપર બેસાડ્યા. મંગલાચરણ કરાયું. ૧૦ તે વેળા તે આજ્ઞાંકિત થયા. વળી તેમના ભક્તોને તે પિતાની જેમ જેવા લાગ્યો અને તેમના અભક્તોને ઝેર જેવા જોવા લાગ્યા. તેમના ઉપદેશ થી પૃથ્વીને તેણે જિન વડે અલંકૃત કરી. દુન્દુકનું તેવું મરણ યાદ રાખીને તે કુમાર્ગ રમત નહિ. “મથુરા', “શત્રુજ્ય વગેરે (સ્થળે) તેણે યાત્રા કરી. તેણે ૧૧ વ્રતો ઉચ્ચાર્યા. તેણે પૂર્વના રાજર્ષિઓની કીતિને ૧૫ ઉદ્ધાર કર્યો. તેણે ચિર કાળ રાજ્ય કર્યું. આ પ્રમાણે “ગોપગિરિ માં ભેજે ધર્મનું લાલન કર્યું અને તેની ઉન્નતિ કરી. બીજા પણ પુણ્ય પુરુષોએ એમ કરવું. इति श्रीबप्पभट्टिसरिप्रबन्धः ॥९॥ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧૫ ( ૧૦ ) શ્રીહેમચન્દ્રસૂરિને પ્રબન્ધ પૂર્ણતલમ્ ગચ્છના વિદ્વાન શ્રીદત્તસૂરિ ‘વાગડ દેશમાંના ‘વટપદ્ર' નગરમાં ગયા. ત્યાંને સ્વામી યશોભદ્ર નામને રાણે લક્ષ્મીવાન હતો. એના મહેલની પાસેના ઉપાશ્રયમાં) શ્રાવકોએ તેમને) ઉતારો આપ્યો. રાત્રે ચાંદરણી ખીલી હતી ત્યારે રાણાએ મુનિઓને ઉપાશ્રયમાં બેઠેલા જોયા. (આથી) (પિતાનો) પ્રધાન જે શ્રાવક હતો તેને (રાણાએ) પૂછ્યું કે આ કોણ છે ? પ્રધાને કહ્યું કે હે દેવ ! વિષમ વ્રત ધારણું કરનારા આ મેટા મુનિઓ છે. રાણને શ્રદ્ધા (ઉત્પન્ન) થઈ. (એથી) સવારે તે તેમને) વંદન કરવા ગયે. (ત્યાં) દેશના (સાંભળવામાં આવી). (એથી) શ્રાવકપણું રૂડી રીતે (તેને) પ્રાપ્ત થયું. એક માસકલ્પ રહી ગુરુ પરદેશ ગયા. તેવામાં વર્ષાકાલ (આવી પહોંચ્યો). રાણો દેવપૂજા વગેરે ધર્મ-વ્યાપારો વડે ઉત્તમ દિવસે પસાર કરે છે. (એવામાં) શરદ્દ (ઋતુ) આવી. રાણે પશુક્ષેત્રો જોવા ગયો તે નેકરે બુઢાઓ (બાંટવા ?) બાળતા હતા. તેમાં ગર્ભના ભારથી મંદ બનેલી એવી એક સર્પિણીને જવાળાઓ વડે દાઝેલી અને એથી તડફડતી તેમજ સિમસિમાયમાન () થતી રાણાએ જઈ. (આથી) તેને દયા ઉપજી (અને) એ વિરાગી બને. હા, હા, સંસાર; ગૃહવાસને ધિક્કાર છે. કેની ખાતર આ પાપ કરાય છે? રાજ્ય પણ દુઃખે પાળી શકાય તેવું, કપટને જાળ જેવું અને નરકરૂપ ફળવાળું છે, તેથી સમસ્ત સંગને ત્યાગ કરવો જોઈએ. એમ વિચારી તે મહેલે આવ્યું. રાતના શ્રાવક પ્રધાનને બેલાવી તેણે ખાનગીમાં (તેને) પૂછયું કે મારા ધર્મગુરુ શ્રી દત્તસૂરિ ક્યાં વિહરે છે? મત્રીએ કહ્યું કે “હિંદુઆણક”માં. મસ્ત્રી તેમજ બાકીના પરિવારને રજા આપી પરિમિત અશ્વપરિવાર તરસાલા) સમેત એક ઉત્તમ હાર સાથે લઈને રાણે જલદી ‘હિંદુઆણક પહોંચ્યો. ગુરુના દર્શન કરી તેણે તેમને) વંદન કર્યું. સંસાર ઉપર વૈરાગ્ય આવવાથી તેણે રુદન કર્યું. પગે લાગીને તેણે (તેમને) પોતાનું પાપ કહ્યું. ગુરુએ કહ્યું કે હે રાણું ! ચારિત્ર વિના જીવો પાપથી છૂટતા નથી. રાણો બોલ્યો કે તે તે (ચારિત્ર) મને જલદી આપે. સૂરિએ હા પાડી. રાણાએ “ડિડુઆણક ના શ્રાવકને બોલાવ્યા અને દિવ્ય મંદિર બનાવજો એવા હેતુથી (પેલો) હાર તેમને આપે. તેમણે તેમ કર્યું. આજે પણ એ (મંદિર) ત્યાં નજરે પડે છે. રાણાએ વ્રત ગ્રહણ કર્યું. નન્દીમાં જ છ વિકૃતિને તેમજ વળી ૨૫ Page #102 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિપ્રબન્ધ જીવન પર્યત એકાંતરે ઉપવાસ કરવાને પણ) તેમણે નિયમ લીધે . તે રાણા યશભદ્ર ગીતાર્થ થતાં તેમને સૂરિપદ મળ્યું. શ્રીયશોભદ્રસૂરિ એવું તેમનું નામ (રાખવામાં આવ્યું છે. તેમની પાટે પ્રદ્યુમ્નસૂરિ ગ્રંથકાર થયા. તેમની પાટે શ્રીગુણસેનસૂરિ થયા. શ્રીયશોભદ્રસૂરિ ત્રણ ઉપવાસ કરી “રેવત” (ગિરિ) ઉપર નેમિનાથની દૃષ્ટિ સમક્ષ અનશન કરી સ્વર્ગ સંચર્યા. ગુણસેનસૂરિની પાટે શ્રીદેવચન્દ્રસૂરિ થયા કે જેમણે ઠાણુગની વૃત્તિ, શાન્તિનાથચરિત્ર વગેરે મહાશાસ્ત્ર રચી પ્રજ્ઞાના પ્રકર્ષને ચરિતાર્થ કર્યો. તેઓ વિહાર કરતા કરતા “ગૂર્જર ભૂમિ અને “સુરાષ્ટ્ર'ના સંધિ ઉપર આવેલા “ધંધુકા નગરમાં ગયા. ત્યાં (તેમણે દેશના વિસ્તારી. એક દહાડો (સભામાં) નેમિનાગ નામના શ્રાવકે ઊભા થઈને શ્રીદેવચન્દ્રસૂરિને કહ્યું કે હે પ્રભુ! આ “મોઢ” જ્ઞાતિને, મારી બેન પાહિણીની કુખે જન્મેલ અને ઠકુર ચાચિગનો પુત્ર નામે ચાંગદેવ (આપ) પ્રભુની દેશના સાંભળીને પ્રબોધ પામી દીક્ષા માટે યાચના કરે છે. એ ગર્ભમાં હતો ત્યારે મારી બેને સ્વમમાં આંબાનું ઝાડ જોયું, એ અન્ય સ્થળમાં રોપાયું અને ત્યાં ફળોની મોટી વૃદ્ધિને પામ્યુ-એને ૧૫ બહુ ફળ આવ્યાં. ગુરુએ કહ્યું કે અન્ય સ્થળમાં જતાં આ બાળકનો મહિમા વધશે. આ મહાપાત્ર છે, યોગ્ય છે, સુંદર લક્ષણવાળો છે અને દીક્ષા માટે લાયક છે; માત્ર એનાં માતાપિતાની રજા લેવી જોઈએ. (એ ઉપરથી) મામા ભાણેજ પાહિણુ અને ચાચિગ પાસે ગયા. તેમણે જઈને) વ્રતવાસના કહી (બતાવી). તેમણે સેંકડો કરણ વચને વડે ર૦ એને નિષેધ કર્યો. (કિન્ત) ચાંગદેવે તે દીક્ષા લીધી. એઓ (જ) હેમસૂરિ પ્રભુ. તેમણે જેમ સિદ્ધરાજને રાજી કર્યો. (સિદ્ધહેમ), વ્યાકરણ રચ્યું અને વાદીઓને જીયા તેમ કુમારપાલ આશ્રીને પણ કર્યું કુમારપાલ પણ પચાસ વર્ષ જેટલી ઉમરે ગાદીએ બેઠે અને શ્રીહેમસૂરિને ગુરુ તરીકે માનવા લાગ્યો. તેમણે પ્રતિપક્ષરૂપે દેવાધિને પરાજય કર્યો, રાજાને સમ્યકત્વ પમાડયું અને શ્રાવક કર્યો. તેણે નિર્વીરાધન મૂક્યું. એ (બધે વૃત્તાન્ત) પ્રબન્ધચન્તામણિથી જાણી લે. ચાવેલું ચાવવાથી શું? (આથી) કેટલાક નવીન પ્રબન્ધો પ્રકાશમાં લેવાય છે કુમારપાલે અમારિનો પ્રારંભ કર્યો તેવામાં આસો (માસ)નું પખવાડિયું આવ્યું. કશ્વરી વગેરે દેવતાઓના અબાટિકાએ રાજાને વિનંતિ કરી કે ૩૦ હે દેવ ! સાતમને દિવસે સાત પશઓ અને સાત મહિષ, આઠમને ૧ પાડાઓ. Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂરિત [૨૦ થીમવરરિદિવસે આઠસો પશુઓ અને આઠ મહિષો અને તેમને દિવસે નવસે પશુઓ ને નવ મહિષ, એટલું રાજાએ આપવું કેમકે પૂર્વ પુરુષને (આ) કમ છે. રાજા તે સાંભળી શ્રીહેમ(સૂરિ)ની પાસે ગયો (અને) તેણે એ વાત કહી. શ્રીપ્રભુએ કાનમાં આમ આમ (કરજે એમ) કહ્યું. રાજા ઊડ્યો. તેણે (પેલા અબેટિકાને) કહ્યું કે ઠીક છે, આપીશું. એમ કહીને તેણે બહિક (2) ક્રમે રાત્રે દેવીના મંદિરમાં પશુઓ પૂરાવ્યા અને તાળાં મરાવ્યાં. ત્યાં (ચકી કરવા) ઘણું આપ્ત રાજપુતોને તેણે બેસાડવા, સવારે નરેશ્વર આવ્યો. તેણે દેવીના મંદિરનાં દ્વાર ઉઘડાવ્યાં તે મધ્યમાં પશુઓને વાગોળતા અને નિર્વાત શય્યા ઉપર સ્વસ્થ જોયા. રાજાએ કહ્યું કે હે અબોટિકે ! મેં આ પશુઓ આ (દેવતાઓ)ને આપ્યા. જે એમને ઈચ્છા હોય તે તેઓ તેમને ગ્રાસ કરે, પરંતુ તેમણે તેમ કર્યું નહિ. એથી (એમ જણાય છે કે એમને આ માંસની રુચિ નથી; એ તે તમને જ ભાવે છે. વાસ્તે મૂગા રહે. હું જીવોને ઘાત કરાવનાર નથી. (આથી) તેઓ વિલખા પડી ગયા. બકરાઓને ૧૫ છોડી મૂકવામાં આવ્યા. બકરાની કીંમત જેટલા ધન વડે દેવોને નૈવેદ્ય અપાયાં. ત્યાર પછી આસો સુદ દશમે ઉપવાસ કરી રાજા રાત્રે ચન્દ્રશાળામાં બેસી જાપ જપવા લાગ્યો. બહાર દ્વારપાળે હતા. રાત્રિ ઘણી ગઈ. (તેવામાં એક દિવ્ય સ્ત્રી પ્રત્યક્ષ થઈ. તેણે કહ્યું કે હે રાજન! હું તારી કુળદેવી કહેધરી છું. આ વર્ષે તે મને જે આપવું જોઈતું હતું તે ૨૦ કેમ આપ્યું નથી ? રાજાએ કહ્યું કે હું જેન છું, દયાળુ છું. હું કીડીને પણ મારતો નથી તે પંચેન્દ્રિયોની (તો) વાત (જ) શી? તે સાંભળીને કટેશ્વરી ગુસ્સે થઈ. રાજેશ્વરને માથામાં ત્રિશળ મારીને તે ચાલી) ગઈ. (આથી) રાજા કેઢીઓ થઈ ગયો. પિતાના દેહને બગડી ગયેલે તેણે જોયે. (આથી) તેને ખે થયો. ચાકર દ્વારા મંત્રી ઉદયનને બોલાવી તે સ્વરૂપ કહીને તેણે (તેને) પૂછ્યું કે હે પ્રધાન! દેવી પશુઓ માગે છે તે આપવા કે નહિ ? મંત્રીએ દાક્ષિણ્યથી કહ્યું કે હે નૃપ ! રાજાનું યત્નપૂર્વક રક્ષણ કરવું જ જોઈએ. રાજાએ કહ્યું કે તું સાવ વિનાને વાણીઓ છે કે જેથી તું આમ બેલે છે. મારે જીવીને શું કામ છે? રાજ્ય કરાયું. ધર્મ મેળવાયો. શત્રુઓ નાશ પામ્યા. કેવળ એકાંતમાં . (મને) કાષ્ઠ લાવી આપ કે જેથી સવારે મને આ જોઈને લોક * ધર્મની મશ્કરી ન કરે. ઉદયને વિચાર્યું કે અહીં મહાસંકટ આવી પડ્યું છે. પરવશતામૂળ નિગને ધિક્કાર છે. મંત્રીએ તરત બુદ્ધિથી કહ્યું Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રાણ] ચતુવિંશતિપ્રબન્ધ કે શ્રીહરિને ખબર આપવી જોઈએ. રાજાએ કહ્યું કે તેમ છે. મંત્રી સૂરિ પાસે ગયે. સૂરિએ પાણી મંત્રીને આપ્યું (અને કહ્યું કે) આ વડે રાજાને છાંટજે. પ્રધાને રાજા પરત્વે તેમ કર્યું. (આથી) રાજા દિગંદક' દેવની પેઠે દિવ્ય રૂપવાળો બન્યો અને અધિક ભક્ત બની શ્રીગુરુને વંદન કરવા ગયે. ગુરુએ દેશના આપી કે પગલે પગલે શરે ૫ હજારો (પડેલા) છે, વિદ્વાન અનેક છે, કુબેરને પરાસ્ત કરનારા એવા ધનિકે પણ આ પૃથ્વી ઉપર પુષ્કળ છે, પરંતુ અન્ય માનવને દુઃખથી પીડાતે સાંભળીને કે જેને જેમનું મન તહરૂપતાને પામે તેની સાથે તન્મય બની જાય તેવા સજજનો જગતમાં (ભાગ્યે જ) પાંચ છ હશે. રાજા પિતાને મહેલે ગયે. તે સમૃદ્ધ રાય ભેગવવા લાગ્યો. એક દહાડો પ્રભુએ ભરત ચક્રવતીની સાધમિકવાત્સલ્યની કથા કહી. તે સાંભળીને રાજાએ દિવ્ય ભજન, વસ્ત્ર અને સુવર્ણનાં દાન વડે ગામે ગામ અને શહેરે શહેર સાધાર્મિક વાત્સલ્યની શરૂઆત કરી. તે જોઈને કવિ શ્રીપાલને પુત્ર સિદ્ધપાલ સુભાષિત બોલ્યો કે સમુદ્ર મણિઓના સમૂહને તળિયે નાંખીને, “રેહણ'(ગિરિ ) રત્નના ઢગલાને ધૂળ વડે ૧૫ ઢાંકીને, “સુવર્ણગિરિ' સેનાને પોતાને વિષે મજબૂત બાંધી રાખીને અને કુબેર બીજાથી બીને પૃથ્વીમાં ધન દાટીને રહ્યા છે. સર્વે યાચકને પિતાનું ધન આપનારા એવા આપ તે કંજુસે સમાન કેમ કહેવાય ? અહીં (રાજાએ એને) લાખ દ્રમ્મ અપાવ્યા. વળી તે કદાચિત ખેલ્યો કે ભગવાન શ્રી વીર પરમેશ્વર જાતે ધર્મ કહેતા હતા અને ૨૦ અભય મંત્રી બુદ્ધિશાળી હતો ત્યારે પણ જે જીવની રક્ષા શ્રેણિક કરવાને સમર્થ ન થયે તે જીવરક્ષા કુમારપાલ રાજાએ જેનાં વચનામૃતને પ્રાપ્ત કરીને વિના કોણે કરી તે શ્રીહેમચન્દ્ર પરમ ગુરુ છે. અહીં પણ લાખ (દ્રગ્સ) અપાયા. એક વેળા કથાપ્રસંગે પ્રભુએ કહ્યું કે પૂર્વે શ્રીભરત રાજા “શ્રીમાલપુરમાં, ‘નગરપુરમાં, “શત્રુંજયમાં, સોપારકમાં, ૨૫ અને અષ્ટાપદ માં જીવંતસ્વામી શ્રીષભની પ્રતિમાને વંદન કરવા માટે ચતુરંગ સેનાચઠ વડે ઉછળતી ધૂળના સમૂહ વડે દિશાના ચક્રવાલને મલિન કરતે સંધપતિ થઈને ચાલ્યો અને તેણે તેને વંદન કર્યું. તે સાંભળીને, પતે તૈયાર કરાવેલા રથમાં જિનબિંબ પધરાવીને શ્રી ચાલુક્ય સૈન્ય સહિત “શત્રુજ્ય', ઉજયંત' વગેરેની યાત્રા માટે ચાલી નીકળ્યો. સંઘમાં ઉદયનને પુત્ર વાગભટ કે જેણે ચોવીસ મેટા પ્રાસાદો કરાવ્યા હતા તે, પનાગ નામના Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસુરિત [ ૨૦ શ્રી રામરિશેઠને પુત્ર શ્રીમાન આભડ, બ્રહ્માષાકવિચક્રવર્તી શ્રીપાલ, તેને નંદન સિદ્ધપાલ, કવિઓ અને દાતારોમાં મુખ્ય એ ભંડારી કપદી, ‘પરમાર વંશી, ફૂલસરસ્વતી અને પ્રહલાદન’ પુરાનવેશક રાણે પ્રહુલાદન, રાજેન્દ્રનો દૌહિત્ર પ્રતાપમધુ, ૯૦ લાખ સુવર્ણ સ્વામી શેઠ છાડા, રાણી પલદેવી, ચાલુક્યપુત્રી લીલુ, અંબાની માતા માઊ; આભડની પુત્રી ચાંપાલ વગેરે કટીશ્વર લેક, શ્રી હેમચન્દ્રસૂરિપદ, શ્રીદેવસૂરિ, શ્રીધર્મસૂરિ અને લાખ માન હતાં. સ્થાને સ્થાને પ્રભાવના (કરાતી) હતી. જિને જિને છત્ર અને ચામરેનાં દાન થતાં હતાં. પાત્રોની ઇચ્છાની સિદ્ધિ થતી હતી. પ્રથમ “રેવતગિરિના તળિયે સાંકલીવાલી ૫દીથી દિશામાં જઈને રાજા . નદીને નિર્દોષ થવા લાગે. રાત્રે ભારતીએ શ્રી હેમસૂરિને આદેશ કર્યો કે વિઘને સંભવ હોઈ રાજાએ પર્વત ઉપર ચઢવું નહિ; અહીં જ કામદેવના નાશ કરનારા દેવ નેમિને નમન કરવું. તેમજ કરાયું. સંધે તે “રવત' ગિરિ ઉપર (ઈ) શ્રીનેમિને ઉદ્દેશીને નાન, વિલેપન, પુષ્પ, ફળ, વસ્ત્ર, પૂજ, નૈવેદ્ય, ૧૫ નાદમાલા ઇત્યાદિ ગ્રહણ કરી ભાવ પૂર્ણ કર્યો. રાજાએ પણ અક્ષવાટક, વસ્ત્રાપથ, જીમતી વગેરે (નામની) ગુફારૂપ સ્થાનની યાત્રા વડે તેમજ મહાદાન વડે ધન અને જીવનના વ્યયને લાભ ઊઠાવ્યો. દેવપત્તન માં સંઘ સહિત એને ચન્દ્રપ્રભની યાત્રા થઈ. ત્યાંથી નીકળીને તે શત્રુંજય” ગિરિ ગયો. તે એના ઉપર ચઢ. મરદેવાનાં દર્શન અને ૨૦ પૂજન કરાયાં. ત્યાં આશીર્વાદ એ અપાયો કે મારે કષભ બાળક છે; (વાસ્તે) એ પુષ્પને પણ ભાર કેમ સહન કરી શકે? એથી ધીરે રહીને (એને માથે) પુપને મુગટ મૂકજે. એના કરને વિષે કાંકણ ન હે. એને પીડા ન કરો. નામ સૌથી વધારે બળવાન હોવા છતાં સુવર્ણનું કટિસૂત્ર પાતળું હોય તે યુક્ત છે. આવાં માતાનાં દયાપૂર્ણ વચન કે ૨૫ જે સુરજનને હાસ્યકારક થઈ પડ્યાં તે તમારું રક્ષણ કરો. આગળ કપર્દી હતો. ત્યાં કાર્યોત્સર્ગ કરાય. (અહીં) આશીર્વાદ (આ પ્રમાણે); આ પ્રમાણે ખરેખર રૂઢિ છે કે આ “વિમલ' ગિરિ ઉપર વૃષભ કપદીને સેવે છે અને વૃષભ પ્રતિ શુભ આશયવાળો આ કપર્દી તમારી શાંતિક અને પૌષ્ટિક લક્ષ્મીને વિસ્તાર કરો. (ત્યાંથી) આગળ વૃષભ પ્રભુનું ૩૦. મંદિર છે. દેવનાં દર્શન અને પૂજા થયાં. આશીર્વાદઃ નવ્ય વિવાહની વિધિને વિષે રતિ અને પ્રીતિથી યુક્ત મદનની પેઠે જે પુત્રને બે પત્નીવાળો જોઈને (તેની ) સાધ્વી માતાએ આશીષ આપી કે શું કલ્પવૃક્ષ હાલ Page #106 -------------------------------------------------------------------------- ________________ એ મલિન છે જ પ્રવધૂ] ચતુર્વિશતિપ્રબન્ધ પૃથ્વી ઉપર બે પાંદડાં વડે ઉગ્યું છે? (જે એમ હોય તે) તું એ શાખાવાળો થા તે નાભિનંદન પ્રતિદિન (તમારા) કલ્યાણાર્થે હો. ચૈત્યપરિપાટીને વિષે ૫દીએ કહ્યું કે હે શ્રીલુક્ય! પૂર્વે સમાસૂત્રિત અને પ્રાણીઓના પ્રાણને વિનાશ કરવાથી પાપને મિત્ર બનેલ-પાપી થયેલે તમારે પેલે જમણે હાથ જિનેન્દ્રની પૂજાથી શુદ્ધ થયા છે. આ ડાબે હાથ પણ તે જ પાપી છે. એ હાથ જે મુનિરાજ શ્રી હેમચન્દ્ર(ના ચરણ)ને સ્પર્શ ન કરે તે કેમ શુદ્ધ થાય ? મેરુ મહાધ્વજ અવારિત અન્નદાન અને યાચકેને સત્કાર પ્રવર્તવા લાગ્યાં. માલદ્દઘાટનના પ્રસંગે તેવા પ્રકારનો સંઘ તેમજ રાજા બેઠા હતા ત્યાં મહું (?) વાલ્મટ પ્રથમ ચાર લાખ બે. કેઈ ગુપ્ત ધામિકે આઠ લાખ ૧૦ કહ્યા. એમ ધનિકે પરસ્પર એક એકથી વધતા હતા તેવામાં કેઈકે સવા કરોડ કહ્યા. રાજાને પણ (એથી) અચંબો થયો અને તે બેલ્યો કે જે ગ્રહણ કરે છે તેને ઊડાડે. તે ઊઠયો. જુએ છે તો જાડા અને મલિન વસ્ત્રવાળે વાણિયો હતો. રાજાએ વાભટને કહ્યું કે કમ્મ બરાબર કરીને (એટલા દ્રગ્સ એ આપી શકશે તેની ખાતરી કરીને) ૧૫ આપજે. વાલ્મટ વાણિયા સાથે ઊઠીને પાદુકા પાસે જઈને દમ બરાબર છે કે નહિ તે પૂછવા લાગ્યો. વાણિયાએ સવા કરોડના મૂલ્યવાળું માણેક બતાવ્યું. મંત્રીએ પૂછ્યું કે આ તારે (ત્યાં) ક્યાંથી ? વાણિયાએ કહ્યું કે મારા પિતા નામે હંસ સોરઠીઆ પિરવાડ “મદઅક'ના નિવાસી હતા. હું તેને પુત્ર જગડ છું. મારી માતા(નું નામ) ધારૂ છે. ૨૦ મરણસમયે મારા પિતાએ મને કહ્યું હતું કે હે વત્સ ! ચિર કાળ પર્યત વહાણ દ્વારા કરેલી યાત્રાઓ ફળી છે અને પુષ્કળ) પૈસે મળે છે, તેથી મેં સવા સવા કટિની કીંમતનાં પાંચ માણેકે ખરીદ્યાં છે. હવે વૃષભ પ્રભુનાં ચરણો મારું શરણ છે. (એમ કહી) તેમણે અનશન અંગીકાર કર્યું અને સર્વ જેને ખમાવ્યા. એક માણેક શ્રીષભને, એક નેમિનાથને અને એક ૨૫ શ્રીચન્દ્રપ્રભને તું આપજે; બાકીનાં) બે માણેક તું તારા ધનની અંદર મૂકજેતારે માટે રાખજે. વળી બાહ્ય ધન પણ બહુ છે. હાલ હું મારી સાથે લાલ મારી માતાને કપર્દિભવનમાં મૂકી આવ્યું છે. પ્રાચીન પુરુષોએ સર્વ તીર્થથી અધિકરૂપે વર્ણવેલી જરાકાન્ત માતાને હું આ માળા પહેરાવીશ. (એ) સાંભળીને મંત્રી, રાજા તેમજ સંધને હર્ષ થયો. સર્વ ૩૦ શ્રાવકો માતાની સંમુખ ગયા અને માળા પહેરાવાઈ. પછી પેલા માણેકને સેનામાં જડી ઉષભને માટે કંઠાભરણું બનાવાયું. એનાં Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦. શ્રીરાજશેખરસુરિકૃત [૨૮ શ્રીમરિકિરણથી ચૈત્યગર્ભ વ્યાપ્ત બન્યું. (પછી) સંઘ (પાછો) વળે અને પત્તન” પહેઓ. સંઘને ભોજન અને પ્રતિલાભના પ્રવર્તી. અમારિ તે નિત્ય જ પ્રવર્તી. એ કુમારપાલ દેવની બેનના લગ્ન “શાકંભરી'ના માલીક અને ૫ “ચાહમાન” વશી રાજા આનાક સાથે થયા હતા. એક દિવસ તે બંને સોગઠાં વડે રમતાં હતાં. રમતાં રમતાં રાજાએ સોગઠાને ઘરમાં મૂકતાં કહ્યું કે મુંડિક (મુંડકા)ને માર, ફરીથી મુંડિકને માર, એમ બે ત્રણ વાર (તેણે કહ્યું). ટોપી વગરનું મસ્તક હોવાથી “મુંડિક'થી ગૂર્જર” લેકે વિવક્ષિત છે અથવા ગૂર્જરેન્દ્રના ગુરુ શ્વેતાંબર મુંડિક છે એવા ઉપહાસથી પૂર્ણ (તેનું ) વચન હતું. (આથી) રાણી ગુસ્સે થઈને બોલી કે હે જંગડક! જીભ સંભાળીને બેલાતું નથી કે? તમે બોલે છે ? મને દેખતા નથી? મારા ભાઈ રાજરાક્ષસને ઓળખતા નથી? કુપિત થયેલા રાજાએ તેને લાત મારી. તેણે પણ કહ્યું કે જે હું તારી જીભ ફૂપમાર્ગે ખેંચાવું તે તું મને રાજપુત્રી માનજે. એમ કહીને તરત જ ૧૫ સૈન્ય સાથે વિના વિલંબે “શ્રીપત્તન” આવી તેણે ચાલુક્યને એ પરિભવ અને એ પોતાની પ્રતિજ્ઞા જણાવી. ચૌલુક્ય બોલ્યો કે હું એમ જ કરીશ; તું કૌતુક (રમુજી જજે. ત્યાર પછી રાણ ( આ પ્રમાણે) જતી રહી એટલે આનાક ગૂર્જર' રાજાનું તેજ દુર્ધર જાણ હોઈ લેભ પામ્યો. ચાલુક્ય પણ ઘણું આપ્તના પરિવાર સાથે (પિતાના ) એક પ્રધાનને ત્યાંનો વૃત્તાન્ત જાણવા માટે મોકલ્યો. તે ત્યાં ગયો અને તેણે (એક) ઘર રાખ્યું. રાજા પાસેની એક દાસીને ધન વડે રાજી કરીને તેણે તેને પોતાનું ભોગપાત્ર બનાવી. પહોર માત્ર રાત્રિ વ્યતીત થતાં તે રોજ તેની પાસે આવે અને એને રંજન કરે. એક દિવસ તે (ક) મધ્ય રાત્રિએ આવી. (આથી) મંત્રી ગુસ્સે થયે ૨૫ અને બેલ્યો કે અરે પાપિણી ! પરપુરુષસેવિની ! કેમ તું મોડી આવી છે? તેણે પણ વિનયપૂર્વ મંત્રીને કહ્યું કે હે નાથ ! ગુસ્સે ન થાઓ. હું સકારણે રહી હતી. મંત્રીએ કહ્યું કે શું કારણ તેણે કહ્યું કે હે પ્રભુ ! હું અને રાજાની તાંબૂલ (આપનારી) દાસી છું. આજે રાત્રિને એક પહેર વીત્યા બાદ સર્વ પરિવારને રજા આપવામાં આવી. ૩૦ મને પણ રજા મળી. એમ રજા આપતાં તેણે એક આપ્ત નરને કહ્યું કે વ્યાધ્રરાજને બેલાવ. હું એ કૌતુકથી થાંભલા પાછળ સંતાઈ રહી કે ૧ અ રાજાએ. Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રવધ ] ચતુર્વિ’શતિપ્રબન્ધ વ્યાધરાજ કાણુ છે અને તેને શા માટે બાલાવ્યા છે? ત્યાર બાદ રાજા વડે ખાલાવાયેલા તે આવ્યા અને રાજાને તેણે વંદન કર્યું એટલે તેણે (તેને) કહ્યું કે જો વિજન છે એટલે કહું છું. તું અમારા કુળના ક્રમ મુજબ આવેલા સેવક છે. ( માટે ) જલદી જા અને ‘ ગૂર્જર ’ (દેશ)ના માલિકને ઘાતક બની તેને મારી નાંખ. હું (એ બદલ ) તને ત્રણ લાખ સુવર્ણ આપીશ. ત્યાર બાદ વ્યાધરાજ નામવાળા તેણે કહ્યું કે હે દેવ ! હું તે રાજાને હણીશ જ; હે નાથ ! શંકા રાખશે નહિ. પછી તેનું વચન સાંભળીને સંતુષ્ટ થયેલ ‘ શાકંભરી ‘ના સ્વામીએ તરત જ ત્રણ લાખ સુવર્ણ-દરક તેને ઘેર મેાકલાવી દીધા અને વ્યાધ્રરાજને પૂછ્યું કે ત્યારે શા ઉપાયે તું એને હરશે ? વ્યાધરાજે કહ્યું કે હે નાથ ! આજે રવિવાર છે. આવતે સામવારે કાઇક અવસર મેળવીને હું તેને મારી નાંખીશ. ઉપાય તે હું ભરડારૂપે કરીશ. રાજા તેા ‘ કર્ણમેરુ ' પ્રસાદમાં સામવારે જરૂર આવે છે. દેવને નમીને પાછા ફરતા એવા એને, બહારના આંગણામાં શેષ લેવાને બહાને પુષ્પષ્કલં(દં ?)બેંક ઉપાડી ત્યાં રાખી મૂકેલ કકમય કર્તિકા વડે હું મારી નાખીશ, જેમણે સાહસ અંગીકાર કર્યું છે તેમને કશું કાર્ય મુશ્કેલ નથી. ( કદાપિ ) જો હું માર્યાં જાઉં તા મારા માણસા ઉપર કૃપા કરવી; અને જો હું બચ્યા તે જયજયકાર છે. આ પ્રમાણે વ્યાધરાજે કહ્યું એટલે આનાકે (એને) ખીરું આપ્યું ( અને ) રજા આપી. એ બધું થાંભલા પાછળ રહીને સાવધાનપણે મેં સાંભળ્યું. રાજા અંતઃપુરમાં ગયા એટલે હું તમારાં ચરણની સેવા માટે આવી; તેથી મારે વિષે ક્રોધથી કલુષિત મન ન કરશે! – મારા ઉપર નાહક ગુસ્સે ન થશેા. આ પ્રમાણેનું દાસીનું વચન સાંભળીને ચાલુચના ( પેલા ) નિયેાગીએ વિચાર કર્યું કે શત્રુના ધરનું મર્મ મળ્યું. હવે કાર્ય કરવા હું પ્રયાસ કરીશ. એમ વિચારી તેણે દાસીને કહ્યું કે જા, જા, રૃ ખેલનારી ! સ્ત્રીના વચન ઉપર શે। વિશ્વાસ ? શાસ્ત્રોમાં જે સાંભળ્યું નહાય અને લાકમાં જોયું ન હોય તેની કામિનીએ કલ્પનાઓ કરે છે, તે વિષે ખેલે છે અને તેનું સ્થાપન (પણ) કરે છે. એમ કહીને તેણે તેને વિસર્જન કરી. પોતે તેા ચતુર હોઇ તેણે ચાર યાલિકાને ચાલુક્ય પાસે માકલ્યા અને વિજ્ઞપ્તિપૂર્વક કહેવડાવ્યું કે સાવધાન રહેજો. (આપ ) પૂજ્ય સ્વામી ઉપર શત્રુએ આમ આમ કપટ રચ્યું છે; ભરટકથી ચેતતા રહેજો. ચાલુથ સાવધ રહ્યો, સામવારે રાજા ‘ કર્ણમેરુ ' ગયા. પૂર્વે કહેલી ચેષ્ટા અનુસાર ભરડે। પ્રકટ થયા. તે ૨૫ > ૧ ૧૦ ૧૫ ૨૦ ३० Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ્રી રાજશેખરસૂરિકૃત [૨૦ મિરઝલ્સftનજરે પડતાં જ રાજાએ તેને મલ્લે પાસે પકડાવ્યું અને કતિકા મેળવી લીધી. તેણે વ્યાઘરાજને બાંધી લીધું અને કહ્યું કે હે વરાક! જગડકે તને મોકલ્યો છે. તું (તે) સેવક છે. સેવકને હિત અહિતને વિચાર હેતું નથી. તું સ્વામીની ઈચ્છાને વશ છે, (માટે) બીક રાખીશ ૫ નહિ; તને છોડી મૂકવામાં આવે છે. જે દુર્દરૂઢ બની આ પ્રમાણે દ્રોહ કરે છે તેને જ હું મારી નાંખીશ. એમ કહીને વસ્ત્ર પહેરાવી તેણે એને વિદાય કર્યો. પિતે તે મહેલે જઈ યુદ્ધની સામગ્રીની રચના કરી. વિધિ પ્રમાણે પાણિની રક્ષા કરી તે ચાલી નીકળ્યો. તેણે “સપાદલક્ષમાં પ્રવેશ કર્યો. તેણે ભાટ દ્વારા આનાક રાજાને કહેવડાવ્યું કે હે દેડકા ! ગર્વ ૧૦ એ કર. કૂવાની બખલ તારું શરણ કરવા લાયક સ્થાન છે. તે વાચાલ ! તું કડવું કેમ બોલે છે ? ભયંકર ઝેરના કૂકારથી યુક્ત મુખવાળો અને અભિમાની એવો સાપ જીભ લબક લબક કરતો તને ગળી જવાને દેડતો આવે છે. આનાક પણ શત્રુના દૂતનું ઉદ્દામ અને શરીર્યથી પૂર્ણ વચન સાંભળીને ત્રણ લાખ ઘોડા, દશ લાખ પુરુષ (પાયદળ) અને પચાસ મદાંધ ગંધગજ સાથે ચાલ્યો. “શાકંભરી થી પાંચ કોશ આગળ તે આવ્યા. બંને રાજેન્દ્રોએ નક્કી કર્યું કે ત્રણ દિવસમાં યુદ્ધ કરવું. રાજપુત્રો પરસ્પર અક્ષ રમવા લાગ્યા (તેમજ ) મલ્લ, સુભટ, છુરીકાર, બકરા, બળદ, પાડા અને હાથીઓને લડાવવા લાગ્યા. તેમણે નાળીએર ફોડવા માંડ્યાં. એટલે અવકાશ મળ્યો તેવામાં “સપાદલક્ષના ૨૦ રાજાએ રાત્રે દ્રવ્યના બળથી “નલીય ', “ કલ્હણ” વગેરે રાજકીય જે ચેલક્યના ભક્ત હતા તેમને ભેદી પિતાના પક્ષના બનાવ્યા. સર્વેએ એક (જ) મંત્રણ કરી કે યુદ્ધ માટે તૈયાર થયું, પણ લડવું નહિ, રાજા ચાલુક્યને એકલે મૂકી દેવો. (ભલે પછી) એને શત્રુ મારી નાંખે. પૈસા એ ત્રિભુવનને ફેરવી નાંખે છે. રંકથી માંડીને ઇન્દ્ર પર્યત ત્રિભુવન જેના નાટ્યનાં પાત્રો છે એવો એકલે લેભ જ રંગાચાર્યોને વિષે મુખ્યતા ધારણ કરે છે. તેમની આ મંત્રણ હજી સુધી ચાલુક્ય જાણતો હતો નહિ. એથી સવારે રાજા કુમારપાલે કલહપચાનન (નામના) પટ્ટહસ્તીને માવધ શ્યામલ પાસે આગળ ધકેલા. પાસે ઊભેલાઓ તે દુષ્ટ છે એવો (તેમની) ચેષ્ટા ઉપરથી તેણે નિર્ણય કર્યો. શ્યામલને રાજાએ કહ્યું કે શા માટે આ (કે) ઉદાસીન જેવા દેખાય છે? શ્યામલે જણાવ્યું કે હે દેવ ! શત્રુએ કરેલા દ્રવ્યના દાનથી એઓ તમારા તરફ દેહી બન્યા છે. રાજાએ કહ્યું કે તારી શી ચેષ્ટા છે ?-તું શું કરશે ? ૩૦ Page #110 -------------------------------------------------------------------------- ________________ ઝવધ ] ચતુર્વિશતિપ્રબન્ધ શ્યામલ પણ બે કે હે દેવી! એક દેવ, બીજે હું અને ત્રીજે તે (આ) કલહપંચાનન હાથી, આ ત્રણ કદાપિ ફરવાના નથી. રાજાએ કહ્યું કે સામે દેખાતા દુશ્મન રાજાના મુદ્દેગરઘમાં હાથીને હાંક. "साहस जुत्तइ हल वह दैवह तणइ कपालि। હૂર રિy at નો હિમ( ?) છૂટા રઢિ ? ૫ ત્યારે એક ચારણે કહ્યું કે હે કુમારપાલ! તું ચિન્તા ન કર, (કેમકે) ચિંતવેલું કશું થતું નથી. જેણે તને રાજ્ય સમર્પે છે તે ચિન્તા કરશે. તેનું એ વચન સાંભળી શકુન થયા માની સામે રહેલા મહાઘટ્ટમાં તે પિઠે. હજાર મનુષ્યનો ભંગ કરતે, હણતા અને હાથી ઉપર આરૂઢ થયેલો કુમારપાલ આનાકના હાથી પાસે ગયો. તેણે હાથીને ૧૦ હાથી સાથે અથડાવ્યો. સૂંઢ સંદ્ધ સાથે લાગી. દાંતે દાંત સાથે અથડાયા. બંને હાથીઓ જાણે એક શરીરવાળા હોય તેમ થયું. લેખંડી બાણ વડે યુદ્ધ પ્રવત્યું. બંને રાજાના હાથીઓ અતિશય પરાક્રમી અને મોટા ઉત્સાહવાળા હતા. તેમ છતાં કલહપંચાનન ચીસ પાડતો ફરી ફરીને પાછો હઠતા હતા. તે વેળા ચાલુ શ્યામલને કહ્યું કે આ કેમ પાછા હઠે ૧૫ છે ? શ્યામલે કહ્યું કે હે નાથ ! શ્રીજયસિંહદેવ મરણ પામ્યા ત્યારે ૩૦ દિવસ પાદુકાથી રાજ્ય ચાલ્યું. “માલવાના રાજપુત્ર ચાહડ કુમારે પ્રધાન પાસે રાજ્ય માગ્યું, પરંતુ તે અન્ય વંશને હેવાથી પ્રધાનએ (તેને) આપ્યું નહિ. તેથી ગુસ્સે થઈને ચાહડ આનાકને સેવક બને. તે ભગદત્ત રાજાની પેઠે મહાવતેમાં મુખ્ય છે તેમજ અસાધારણ પરાક્રમવાળે છે. ૨૦ તેના સિંહનાદથી ભ પામી કલહપંચાનન પાછા હઠે છે. અત્ર શું કરાય (તે ઠીક) તે હું જાણતો નથી. ચાલુક્ય તે સાંભળી પિટી ફાડીને તેણે બે ફાલિક વડે હાથીને બંને કાને પૂરી દીધા. ત્યાર બાદ ચાહડને સિંહનાદ નહિ સંભળાતાં કલહ પંચાનન પર્વતની જેમ વધારે સ્થિર થઇને ઊભો રહ્યો. ૩૬ આયુધ વડે યુદ્ધ થતું હતું. (એથી) બંને સને ૨૫ ચમત્કાર પામ્યા. ઉદાસીન થઈને ઊભેલા ચાલકીય ભયથી કંપવા લાગ્યા કે અહો કેવળ એકલા એવા કુમાર(પાલ)દેવનું યુદ્ધલક્ષ્મીને વિષે અસાધારણ લંપટપણું છે. બે સેનાઓનું યુદ્ધ થયું નહિ. તે બે જ લડ્યા. એવામાં વીજળીએ ઉછાળેલા કરણને દઈને (?) ચૌલુક્ય આનાકના ગજપતિના સ્કંધ ઉપર ચઢી બેઠે. તેણે રાજા ઉપર હાથ નાંખ્યા. કસણોને ૩૦ છરી વડે છેદી આનાકને ઢાંચા સહિત પૃથ્વી ઉપર પાડી, યોજકનું બંધને ફેંકી દઈ, હૃદય ઉપર પગ દઈ (મૂકી) છરી હાથમાં લઈ તે Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦. શ્રીરાજશેખરસૂરિકૃત [૧૦ થીમરમરબેલ્યો કે હે વાચાળ! હે મૂ! હે અધર્મ ! હે પિશાચ! મારી બેન આગળ મુંડિકને માર એમ તું બોલેલે તે તને યાદ છે કે મારી બેનની પ્રતિજ્ઞા હું (આજે) પૂર્ણ કરું છું. દુષ્ટ વચનરૂપ કાદવથી દૂષિત એવી તારી જીભને હું કાપી નાંખું છું. એ પ્રમાણે, યમની જેમ દુપ્રેક્ષ્ય એ ચાલુક્ય બોલતો હતો ત્યારે ‘સપાદલક્ષીય ” કંઈ ન બોલ્યો; માત્ર ચપળ ડોળાવાળાં નેત્રો વડે તે (ટગર ટગર) જોઈ રહ્યા. (એથી) કાત્તર કરણને પરિણામ જેને વિષે ઉત્પન્ન થયો છે એ ચૌલુક્ય બોલ્યા કે હે હરામખોર ! તું મારો બનેવી છે, વાતે તને જવા દઉં છું એમ નહિ, પરંતુ તું કૃપાપાત્ર છે એથી તને જવા દઉં છું. પહેલાં તારા દેશમાં ટેપીબંધના અગ્ર ભાગમાં બે ઇલ્મો હતી. કસાને “જી” નામ અપાતું. અવટુથી જીભ ખેંચી કાઢવાની પ્રતિજ્ઞાની સિદ્ધિનું સૂચન થાય તે માટે હવેથી તારે જીભ પાછળ બાંધવી. એ સાંભળી આનાકે તે વાત કબૂલ કરી, કેમકે પરાક્રમીઓ સાથે વિરોધ શો ? લાકડાના પાંજરામાં ઘાલી તેણે તેને ત્રણ રાત સુધી પિતાના લશ્કરમાં રાખ્યો. તેણે વિજયનાં વદિત્રો વગડાવ્યાં; પછી “શાકંભરી” ૧૫ ના માલિકનું વિધાન કર્યું. તિહુઅણુપાલદેવને નંદન ખરેખર ઉખાત, પ્રતિખાત અને રેપિત ગ્રતાચાર્ય હતા. ગંભીરતાને લીધે પોતાના સૈનિકાને તેણે ઠપકે ન આપે. જેમની જીવવાની આશા છૂટી ગઈ હતી તેવા તેઓ તેની સેવા કરવા લાગ્યા. તેણે સાત વાર “મેડતક” ભાંગ્યું. (વળી) તેણે પલ્લીકટ’ સ્થાનમાં આદું વાવ્યું. તે ઉપરથી ચારણે કહ્યું કે૨૦ "कुमारपाल रणहट्टि वलिउ कुकरि सइव वहरणु । इक्कह पल्लो मट्टि वीसलक्खउ झगडउ कियउ ।।" તે ત્યાં લાંબા વખત સુધી રહ્યો. શ્રી હેમચન્દ્રસૂરિ સાથે જ હતા. તેણે તેમને પૂછયું કે હે ભગવન્! “માલવા'ના રાજાઓ “ગૂર્જર” (દેશમાં) આવી પિતાની કીર્તિ માટે પ્રાસાદ પાડી નાંખે છે તે મને ૨૫ અકૃત્ય ( જણાય ) છે. તે માટે કયા ઉપાયે નામના કરવી ? શ્રીહેમ સૂરિપદે કહ્યું કે હે રાજેન્દ્ર ! તલ પીલવાનાં પત્થરનાં યંત્રોને તું ભાંગ; તેથી પુણ્ય અને કીતિનો લાભ થશે. તેણે તે ઘાણીઓ ભાંગી નાંખી. તેના ભાંગેલા (અવશેષો) આજે પણ (ત) સ્થાનમાં દેખાય છે. ત્યાર બાદ પારકાનાં રાજ્યનું મર્દન કરનારે ચાલુક્ય પાછો વળે. તે પત્તન” આવ્યો. તેણે (પિતાની) બેનને પતિના કુળમાં મેલવા ઉતાવળ કરી, પરંતુ અભિમાનને લઈને તે ત્યાં ગઈ નહિ, કિન્તુ તેણે તપ કર્યું. રાજાએ “સ્તન પુરની યાત્રા કરી અને તે નગર પા. Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રવા ] ચતુર્વિશતિપ્રબન્ધ દેવને આપ્યું. (તેમ કરી) તે પાછો “પત્તન” આવ્યો. “સપાદલક્ષ'ના સ્વામી પાસેથી જેમણે લાંચ તરીકે દ્રવ્ય લીધું હતું તે કુસેવકને નિગ્રહ કરી નિશ્ચિત બનેલ શ્રીકમારપાલ શ્રી હેમસૂરિપદની ઉપાસના તેમજ સામાયિક, પૌષધ વગેરે કરવા લાગ્યો, એક દહાડે રાજાએ (સૂરિને) પૂછયું કે હે ભગવન! શું એ જાણ ૫ શકાય તેમ છે કે હું પૂર્વ ભવમાં કોણ હતા ? ગુરુએ કહ્યું કે હે રાજન! આ કાળ તે અતિશય વિનાને છે, કેમકે શ્રીવીરના મેક્ષગમન પછી ૬૪ વર્ષ છેલ્લા કેવલી જંબુસ્વામી મેલે ગયા. તેમની સાથે મન:પર્યવિજ્ઞાન, (૨) પરમ અવધિ (જ્ઞાન) (૩) પુલાલબ્ધિ, (૪) આહારક શરીર, (૫) ક્ષપકશ્રેણિ, (૬) ઉપશમણિ, (૭) જિનકલ્પ (૮) પરિહાર- ૧૦ વિશુદ્ધિ, (૯) સમર્સપરાય અને (૧૦) યથાખ્યાત (એ છેલ્લાં ત્રણ પ્રકારનાં) ચારિત્રો, (૧૧) કેવલજ્ઞાન અને (૧૨) મેક્ષગમન એ બાર સ્થાને ભરતક્ષેત્રમાં વિચ્છેદ થયો. ૧૭૦ વર્ષ જતાં સ્થૂલભદ્ર સ્વર્ગે સંચર્યા એટલે (છેલ્લાં) ચાર પૂર્વો, “સમચતુરસ્ત્ર સંસ્થાન, વજષભનારાચ” સંહનન અને “મહાપ્રાણ” ધ્યાનનો ઉચ્છેદ થયો. આર્યવાસ્વામીને વિષે ૧૫ દશમું પૂર્વ અને પહેલાં ચાર સંસ્થાને નાશ પામ્યાં. ત્યાર બાદ ધીરે ધીરે સર્વ પૂર્વેને નાશ થયો. અત્યારે થોડું શ્રત અસ્તિત્વ ધરાવે છે તેમ છતાં દેવતાના આદેશથી કંઈક જાણી શકાય (તેમ) છે. રાજાએ વિનતિ કરી કે ગમે તે પ્રકારે મને પૂર્વ ભવ જણાવો. ગુરુએ (તે વાત) સ્વીકારી. ત્યાર બાદ તેઓ પોતાના આપ્ત તપોધનો સાથે “સિદ્ધપુરમાં “સરસ્વતી ને તીરે ૨૦ જઈ એકાંતમાં ધ્યાન ધરવા બેઠા. તેમણે બે મુનિઓને દિશાની રક્ષા માટે મૂક્યા. ત્રણ દિવસને અંતે વિદ્યાદેવીઓ આવી. તેમણે પ્રભુ આગળ કહ્યું કે આપના સત્ત્વથી અમે સંતુષ્ટ થયાં છીએ; કંઈક માગે. રિએ કહ્યું કે કુમારપાલને પૂર્વ ભવ કહે. તેમણે કહ્યું કે “મેદપાટ અને સીમાડે પર્વતોની શ્રેણિને વિષે “પરમાર” પલ્લીને માલિક જયતાક રાજ્ય કરતે ૨૫ હતો. તે અન્યાયી હતો. એક દિવસ ધન અને સુવર્ણથી સમૃદ્ધ એવી પિઠને તેણે ગ્રહણ કરી. એ પિઠને સ્વામી (વણજાર) નાઠે, જયકે સર્વ લૂંટી લીધું. વણજારાએ ધમાલવ ” દેશ જઈ રાજા સાથે મળી સેના લઈ તે પલ્લીને ઘેરે ઘાલ્યો. કીટમારિ કરવામાં આવી. જયતાક નાઠે. તેની પત્ની હાથ આવી. વણજારાએ તેનું પેટ ચીરીને (તેના) ૩૦ ગર્ભરૂપ પુત્રને પત્થર ઉપર અકાળી મારી નાંખે. પલ્લી, ગામ વગેરે બાળીને ફરી તે “માલવ” દેશ ગયે. (તેને જોઈને) ખુશી થયેલા Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂરિકૃત [૨૦ શ્રીમવરસૂરિરાજાએ પૂછ્યું કે તે કેવી કેવી રીતે લડાઈ કરી ? વણજારાએ કહ્યું કે હે નાથ! મેં તેના શહેરને આગ લગાડી ) બાળી મૂક્યું. જયતાક નાસી ગયો. તેની પત્ની સાથે આવી. મેં તેને ગર્ભ સહિત મારી નાંખી. રાજાએ કહ્યું કે તે સારું ન કર્યું. તે બે હત્યા લીધી. જેનું મુખ ન જેવું ૫ જઈએ એ તું મને (હવે છોડી જા. (એમ કહીને તેણે તેને કાઢી મૂક્યો. લેકમાં તેની નિંદા ઉછળી (થઈ). પવનમાં જઈને તેણે તપસ્વિદીક્ષા લીધી. ખૂબ તપ કરીને મરી તે વણજારો જયસિંહદેવ થયો. જયતાક તે પિતાના) સ્થાનનો નાશ થયેલે જોઈ દેશાંતર ગયો. વનમાં તે જતા હતા તેવામાં તેને “ર્ષ(ખ)ડેર” ગચ્છના સ્વામી શ્રીયશોભદ્રસૂરિ મળ્યા. સૂરિએ કહ્યું કે જે તારું હતું તે બધું ગયું. (તે હવે) તું શા માટે અન્યાય કરે છે? જયતાકે કહ્યું કે ભૂખ્યા માણસ શું પાપ કરતા નથી? તેથી હું સર્વ અકૃત્ય કરું છું. સૂરિએ કહ્યું કે હમણું તને શબલાદિ ભેજનાદિ કરાવીશ, અનીતિન આચર. (તેમણે) તેને કોઈક પાસેથી ભોજન અને વસ્ત્ર અપાવ્યાં. તેમણે સાર્થમાં તેના હુકમને અનુસરનારા ઘણને જીવન ૧૫ પર્યત ચોરીને નિયમ લેવડાવ્યા. (પછી) તે તિલંગમાં “ઉજંગલપુરને વિષે ઓઢર વણજારાને ઘેર ભોજનાદિ વૃત્તિથી નકર થઈને રહ્યો. વિહાર કરતાં યશોભદ્રસૂરિ ત્યાં આવી પહોંચ્યા. તેઓ જયતાકને ચાટામાં મળ્યા. શ્રાવક ઉપાશ્રય આપે. જયતાકે ત્યાં જઈ હૃદયની શુદ્ધિપૂર્વક ચોરીને નિયમ લીધો. તેણે બીજા ઘણાને નિયમે લેવડાવ્યા. (પછી) મેડેથી તે દરને ઘેર ગયો. એઠરે પૂછ્યું કે તને ક્યાં વાર લાગી ? તારા વિના કામ બગડે છે. તેણે કહ્યું કે મારા ગુરુ આવ્યા છે. તેમનાં ચરણકમળના વંદનને મેં આનંદ અનુભવ્યો (અને) નિયમો લીધા. જેને વિષે શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે એવા એટરે કહ્યું કે હું પણ (એ) ગુરુને વંદન કરીશ. જયતાકે કહ્યું કે પુણ્યથી (આ) પુણ્ય (મળે) છે. આઠર ત્યાં ગયો (અને) ગુરુને વંદન કરીને બેઠો. તેણે દેશના સાંભળી; (એથી) તેને તત્ત્વનું જ્ઞાન થયું. તેણે શ્રાવકપણું ગ્રહણ કર્યું. પછી ગુરુદક્ષિણું લે એમ એરે કહ્યું ત્યારે સૂરિએ કહ્યું કે હું મમત્વ અને પરિગ્રહથી રહિત હેઈ ધનાદિ લેતું નથી. તેમ છતાં જે તારો અત્યંત આગ્રહ જ હોય તે મહાવીરનું મંદિર કરાવવા રૂપ દક્ષિણ છે. તેણે પ્રાસાદ કરાવ્યો. એરને જયતાક સાથે ભાઈ જે સંબંધ હતે. એક દિવસ પર્યુષણમાં પરિવાર સાથે જયતાને લઈને ઓર દેવમંદિર તરફ ચાલ્યો. ફૂલે લઇને ઓઢરે દેવની પૂજા કરી. Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રાણ] ચતુર્વિશતિપ્રબન્ધ તેણે જયતાને કહ્યું કે આ મારાં ફૂલે લઇ તું પૂજા કર. જ્યતાકે (ઉત્તર આપતાં) કહ્યું કે (એ) ફૂલે આપનાં છે. એના વડે પૂજા કરવાથી મને શું ફળ? એ વેઠ માત્ર છે. મારી પાસે પણ કેવળ પાંચ કડીઓ છે. તેનાં પુષ્પો (લઈ તે) વડે જિનેશ્વરની હું પૂજા કરીશ. તેણે તે પ્રકારે પૂજા કરી. આથી જયતાકે અગણિત પુણ્ય ઉપાર્જન કર્યું. ત્યાર બાદ એકર ૫ અને જ્યતાક ગુરુને વંદન કરવા ગયા. જયતાકે ઉપવાસ કર્યો. બીજે દિવસે તેણે મુનિને (દાન) આપી પારણું કર્યું. એ પ્રમાણે પુણ્ય પ્રાપ્ત કરી મરીને તે શ્રીમૂલરાજના વશમાં તિહુઅલપાલદેવને ઘેર શ્રીકુમારપાલ થયા. એમ કહીને દેવીઓ વિરમી ત્યારે પ્રભુએ પૂછયું કે એની શી ખાતરી ? (એટલે) ફરીથી દેવીઓએ કહ્યું કે રાજાને તમે કહેજો કે ૧૦ નવલક્ષતિલંગશૃંગારનગર ઉરંગલ' માં માણસને મોકલો. હજી (ત્યાં) એટરના વંશના લોકે છે. તેમની દાસી (નામે) સ્થિરદેવી જૂના વૃત્તાંતે જાણે છે, તે કહેશે. એમ સાંભળીને તેમણે દેવીઓને વિસર્જન કરી. જતાં જતાં દેવીઓએ ત્યાં એકરના ઘરમાંથી નિધાને મળવાનું કહ્યું. ( આ પ્રમાણે વૃત્તાંત) જાણીને પ્રભુ “પત્તન” માં રાજા પાસે ગયા. ત્યાં - ૧૫ રાજાએ પૂછયું એટલે હતું તેવું રાજા આગળ તેમણે કહ્યું. માણસ મોકલી બધું તેણે જાણ્ય, જિનધર્મને વિષે (તેની) સ્થિરતા થઈ. સિદ્ધસેન સાથે પણ વેરનું કારણ સમજાયું. પૂર્વ ભવમાં ગર્ભનો નાશ કરેલ હોવાથી સિદ્ધરાજને પુત્ર ન થયો (એ વાત પણ સમજાઈ). આ પ્રમાણે કુમારપાલને પૂર્વ ભવ છે. ॥ इति श्रीहेमचन्द्रसूरिप्रबन्धः ॥ १० ॥ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦. (૧૧) શ્રીહર્ષકવિને પ્રબન્ધ પૂર્વ દિશામાં “વારાણસી” નગરમાં ગેવિન્દચન્દ્ર નામે રાજા હતા. તે ૭૫૦ અંત:પુરીના યૌવનના રસના સુવાસવાળો હતો. તેને જયન્તચન્દ્ર ૫ (નામે) પુત્ર હતું. તેને રાજ્ય સોંપી પિતાએ ગ ગ્રહણ કરી પરલોક સા. જયન્તચન્દ્ર ૭૦૦ એજન જેટલી પૃથ્વી જીતી લીધી. તેને મેઘચન્દ્ર (નામે) પુત્ર હતો કે જે સિંહનાદ વડે સિંહને ભગાડવા સમર્થ હતા; તે પછી મદાંધ ગધગજની ઘટાની તો વાત (જ) શી? તે રાજા ચાલે ત્યારે (તેનું) લશ્કર “ગંગા' અને “યમુનાના જળ વિના તૃપ્ત થતું નહિ. (આમ) બે નદીરૂપ લાકડીના ગ્રહણને લીધે તે લેકમાં * પગલ” રાજા તરીકે પ્રસિદ્ધ થયે. એની ગોમતી નામની ) દાસી ૬૦ હજાર ઘોડાઓને વિષે પાખરનું નિવેશન કરીને અભિષેણ કરતી પરસૈન્યને ત્રાસ આપતી. રાજાને શ્રમ જ શે? તે રાજાને ઘણા વિદ્વાને હતા. તેમાં એક હીર નામને બ્રાહ્મણ હતા. તેને પુત્ર શ્રી હર્ષ ૧૫ બુદ્ધિશાળીમાં ચક્રવર્તી હતા. તે હજી બાલ્યાવસ્થામાં હતું. સભામાં એક રાજકીય પંડિત વાદીએ રાજાની સમક્ષ (વાદમાં) હીરને જીતી તેનું મોઢું બંધ કર્યું. (આથી) તે લજજારૂપ કાદવમાં દટાઈ ગયે. તરવારની ધાર જેવું તીક્ષ્ણ વેર તેણે રાખ્યું. મરણ સમયે તેણે શ્રીહર્ષને કહ્યું કે હે વત્સ! અમુક પંડિતે મારું આહનન કરી રાજાના દેખતાં મને જીત્યો છે, તે મને દુઃખ(રૂપ) છે. જો તું સુપુત્ર હોય તે તું તેને રાજસભામાં જીતજેશ્રીહર્ષે કહ્યું વારૂ હીર સ્વર્ગે ગયો. શ્રીહર્ષ તે કુટુંબને ભાર આપ્ત દાયાદોને સોંપી, વિદેશ જઈ, આચાર્યો પાસે તર્ક, અલંકાર, ગીત, ગણિત, ચૂડામણિ, મંત્ર, વ્યાકરણ ઈત્યાદિ સર્વ સ્કુરાયમાણ વિદ્યાઓ સત્વર ગ્રહણ કરી. “ગંગાને તીરે સુગુરુએ આપેલા “ચિન્તામણિ' મંત્રની તેણે અપ્રમત્તપણે એક વર્ષ સાધના કરી. (આથી) ત્રિપુરા પ્રત્યક્ષ થઈ. તેને અમોઘ આદેશ ઇત્યાદિ વરદાનની પ્રાપ્તિ થઈ. ત્યારથી તે રાજગેડીઓમાં ભમવા લાગ્યો. તે અલૌકિક ઉલ્લેખથી શિખરિત જલ્પ કરતે કે જેને કોઈ સમજી શકતું નહિ. તેથી લેકેને અગોચર એવી અતિવિદ્યાથી પણ તે ખિન્ન થયે. (આથી) ફરીથી ભારતીને પ્રત્યક્ષ કરી તેણે તેને કહ્યું કે હે માતા ! અતિપ્રતિભા પણ મને દેષરૂપ થઈ. મારું વચન સમજાય એવો મને બનાવ. રે; Page #116 -------------------------------------------------------------------------- ________________ vષ9]. ચતુર્વિશતિપ્રબન્ધ ત્યારે દેવીએ કહ્યું કે તું મધ્યરાત્રિએ પાણીથી માથું પલાળી દહીં ખાજે. (અ) પછી સૂઈ જજે. કફના અંશના અવતારને લીધે જડતાને લેશ તને પ્રાપ્ત થશે. તેણે તેમ કર્યું. સમજાય તેવી વાવાળે તે થશે. ખંડનાદિ સેંકડે ગ્રન્થ તેણે રચ્યા. કૃતકૃત્ય બની તે “માસી” આવ્યા. નગરતટે રહી તેણે જયન્તચન્દ્રને જણાવ્યું કે હું ભણીને આવ્યો છું. ૫ રાજા પણ ગુણાનુરાગી હોઈ હીરને જીતનારા પંડિતની સાથે તેમજ ચાર વર્ણો સહિત પુરી પરિસરમાં આવ્યો અને) તેણે શ્રીહર્ષને નમસ્કાર કર્યો. તેણે પણ લેકને યથાયોગ્ય કર્યા. રાજાની તે તેણે એવી સ્તુતિ કરી કે હે યુવતિઓ! આ રાજા ઉગેવિન્દને પુત્ર છે એથી તેમજ એના શરીરની કાંતિથી તમે એના તરફ કામબુદ્ધિ રાખશે નહિ; ૧૦ (કેમકે) કામદેવ (તો) દુનિયાને જીતતી વેળા સ્ત્રીને અસ્ત્રી બનાવે છે અને આ તે અસ્ત્રીને સ્ત્રી બનાવે છે. વિસ્તારપૂર્વક ઊંચે સ્વરે એણે (આ લેન) વ્યાખ્યા (પણ) કરી. સભાને તેમજ રાજાને (એથી) સંતોષ થયો. પિતાના વેરી વાદીને જોઈને તે તેણે કટાક્ષપૂર્વક કહ્યું કે સુકોમળ વસ્તુવાળા સાહિત્યમાં કે ૧૫. દઢ ન્યાયના ગ્રહણથી ગાંઠવાળા (કઠિણ) એવા તર્કમાં હું પ્રવેશ કરે ત્યારે ભારતી સમાન લીલા આચરે છે. કેમળ ચાદરવાળી પથારી હે કે દર્ભના અંકુરોથી પથરાયેલી ભૂમિ હે પણ પતિ મનગમતે હેય તે સ્ત્રીઓને રતિ સરખી (જ) થાય છે. આ સાંભળીને પેલે વાદી બોલ્યા કે હે દેવ ! હે વાદીન્દ્ર! તારા સમાન કેાઈ ભારતીસિદ્ધ નથી, ૨૦ તે પછી અધિકની (તો) વાત (જ) શી? (પિતાની) કુશલતાના પરાક્રમથી ઉદ્ધત એવા હજારે હિંસક (પ્રાણીઓ) વનમાં હેય છે. તેમાંના એક સિંહની જ લોકોત્તર તેજની અમે તારીફ કરીએ છીએ કે જેના અભિમાન પૂર્વકના હુંકારથી વરાહના સમૂહોએ ક્રીડા, મદન્મત્ત હાથીઓએ મદ, નાહલેએ કાલાહળ અને પાડાઓએ હર્ષ ત્યજી ૨૫ દો. આ સાંભળીને શ્રીહષ ક્રોધ રહિત હોય તેવો થયો. રાજાએ કહ્યું કે અત્ર શ્રીહર્ષને વિષે આમ જ કહેવું ઉચિત છે. પ્રતિવાદી ૧ આનો બીજો અર્થ કૃષ્ણને પુત્ર પ્રદ્યુમ્ન અર્થાત “કામદેવ' છે. ૨-૩ સ્ત્રીને અસ્ત્રી બનાવે છે એટલે પુરુષ બનાવે છે એ વિરોધ છે. તેમજ અસ્ત્રીને સ્ત્રી કરે છે એ પણ વિરોધ છે. આને પરિહાર એ છે કે 2૦. કામદેવ સ્ત્રીને અસ્ત્રધારિણું બનાવે છે, અને આ રાજા શસ્ત્રધારી જનેને પણ સ્ત્રી જેવા કરી હંફાવી દે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ કbe ૧૦ શ્રીરાજશેખરસુરિત [૨૨ થીfપણથી શો અર્થ? શ્રીહીરના વેરી! તે બરાબર અવસરને ઓળખ્યો એ અર્થ છે. પૃથ્વીચન્દ્ર (અર્થાત રાજાએ) બંનેને પરસ્પર ગાઢ આલિંગન કરાવ્યું. વિસ્તારથી મહેલે લાવી માંગલિક કરાવી તેણે શ્રીહર્ષને ઘેર મોકલ્યો. લાખ સેનૈયા આપવામાં આવ્યા. નિશ્ચિત થયેલા રાજાએ એક દિવસ હર્ષભેર કવીશ્વરને કહ્યું કે હે વાદીન્દ્ર! કઈ પ્રબન્ધરત્ન રચ. તે ઉપરથી તેણે નૈષધ (નામનું) મહાકાવ્ય રચ્યું. દિવ્ય રસવાળા અને અત્યંત ગૂઢ વ્યંગ્યના ભારથી ઉત્તમ એવું એ કાવ્ય એણે રાજાને બતાવ્યું. રાજાએ કહ્યું કે એ ઘણું સુંદર છે; પરંતુ તે “કાશ્મીર' જા. (અને) ત્યાંના પંડિતોને બતાવજે તેમજ ભારતીના હાથમાં (એ) તું મૂકજે. ભારતી ત્યાં (શારદા)પીઠ ઉપર સાક્ષાત્ બીરાજે છે. અસત્ય પ્રબન્ધ હાથમાં મૂકાતાં કચરાના ઢગલાની પેઠે તેને તે દૂર ફેંકી દે છે; અને જે સત્ય હોય તે માથું ધૂણાવી સારું એમ તે કબૂલ કરે છે. ઉપરથી પુષ્પો પડે છે. રાજાએ આપેલા દ્રવ્યથી વિપુલ સામગ્રી તૈયાર કરી શ્રીહર્ષ “ કાશ્મીર ” ગયો અને તેણે સરસ્વતીના હાથમાં (એ) પુસ્તક મૂકવું. સરસ્વતીએ તે દૂર ફેંકી દીધું. શ્રીહર્ષે કહ્યું કે તું ઘરડી થઈ છે એટલે (તારી) અક્ષ ગઈ છે કે શું કે જેથી મારા કહેલા (ચેલા) પ્રબને પણ ઇતર પ્રબન્ધ જેવો તું ગણે છે? ભારતીએ કહ્યું કે હે પારકાના મર્મને બેલનાર! અગ્યારમા સર્ગમાં ૬૪ માदेवी पवित्रितचतुर्भुजवामभागा वागालपत् पुनरिमां गरिमाभिरामाम् । एतस्य निष्पकृपाणसनाथपाणेः ૧૫ ૨૫ –કાવ્યમાં જે તે કહ્યું છે તે તને યાદ નથી? (આમાં) આમ મને વિષ્ણુની પત્ની તરીકે બતાવી, લેકમાં મારું જે કન્યાપણું રૂઢ થયેલું હતું તેને તે લેપ કર્યો છે, તેથી મેં પુસ્તક ફેંકી દીધું. યાચક, છેતરનાર, રોગ, મરણ અને મર્મ કહેનાર એ પાંચ યોગીઓને પણ શેકનાં કારણરૂપ છે. આ પ્રમાણે સરસ્વતીની વાણી સાંભળીને શ્રી કહ્યું કે કેઈક કારણસર એક અવતારમાં તે નારાયણને પતિ કર્યા. (તેથી) પુરાણમાં પણ તે વિષ્ણુની પત્ની કહેવાઈ છે. તે (મું) સત્ય (કહ્યું) તેમાં તું શાને ગુસ્સે થાય છે? ગુસ્સે થવાથી શું કલંકથી છૂટાય છે ? એ સાંભળીને પિતાની મેળે તેણે પુસ્તક હાથમાં થયું (લી) અને સભા Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ ચતુર્વિશતિપ્રબળે સમક્ષ ગ્રંથની પ્રશંસા કરી; શ્રીહણે ત્યાંના પંડિતેને કહ્યું કે અહિંયાના માધવદેવ નામના રાજાને (આ) ગ્રંથ બતાવે. અને શ્રીજયનચન્દ્ર ઉપર આ ગ્રંથ શુદ્ધ છે એમ લખી આપે. આમ સાંભળવા છતાં તેમજ ભારતીને એ અભિમત છે એમ જાણવા છતાં તેમણે લેખ ન લખી આપ્યો કે રાજાને (એ ગ્રંથ) બતાવ્યું પણ નહિ. (આથી) શ્રીહર્ષ ઘણું મહિના (ત્યાં) રહ્યો. ભાથું ખવાઈ ગયું. (એથી) તેણે બળદ વગેરે વેચ્યા (અ) પરિવાર પણ એછે કર્યો. ૫ એક દહાડે એ નદીના પાસેના પ્રદેશમાં કૂવાના કાંઠાની તદ્દન નજદીકના દેવકુળમાં ગુપ્ત રીતે રુદ્રને જાપ કરતે હતો. ત્યાં કઈક ગૃહ સ્થની બે ઉલ્લઠ દાસીઓ આવી. પહેલા હું જળ ભરું અને તે પછી ૧૦ ભરે એમ ઘડામાં જળ ભરવા સંબંધમાં તે બંને વાદે વળગી. તે બે વચ્ચે સામસામી બેલાચાલી થઈ, ઘાત અને પ્રતિઘાતથી માથાં ફૂટવાં. (એથી) તે બંને રાજકુળે ગઈ. રાજાએ સાક્ષીની ગવેષણ કરી. તેણે તેમને પૂછયું કે આ કજીઆમાં કોઈ સાક્ષી છે કે નહિ ? તેમણે કહ્યું કે ત્યાં જાપ જપવામાં તત્પર એવો એક બ્રાહ્મણ છે. રાજાના માણસે ત્યાં ગયા. શ્રીહર્ષને ૧૫ લાવવામાં આવ્યો અને તેને એ બેની નીતિ અનીતિ વિષે પૂછવામાં આવ્યું. શ્રીહર્ષ સંસ્કૃત ભાષામાં (ઉત્તરરૂપે) કહ્યું કે હે દેવ ! હું પરદેશી છું. આ બે પ્રાકૃતમાં બેલનારીઓ શું બેલી તે હું સમજી શક્યો નથી; ફક્ત તે શબ્દ હું જાણું છું. રાજાએ કહ્યું કે તમે કહે. (આ ઉપરથી) તે જ કમપૂર્વક તેમનાં સેંકડો ભાષિત અને પ્રતિભાષિતો તેણે ૨૦ કહી આપ્યાં. રાજાને (આ સાંભળીને) અચંબ થયો કે અહો પ્રતિભા ! અહે અવધારણ(શક્તિ) ! બે દાસીઓના વાદને નિર્ણય કરી, યથાસંભવ (તેમની નિગ્રહ અને અનુગ્રહ કરી (તેમને) મોકલી આપીને રાજાએ શ્રીહર્ષને પૂછ્યું કે આ પ્રમાણેને બુદ્ધિશાળીઓને વિષે શિરેમણિ એવા તમે કેણુ છે ? શ્રીહર્ષે પિતાની સર્વ કથા કહી કે હે ૨૫ રાજન! પતિએ કરેલી દુર્જનતાને લીધે તમારા શહેરમાં હું દુઃખ ભોગવી રહ્યો છું. યથાર્થ પરંપરાના જાણકાર રાજાએ પડિતેને બેલાવિને કહ્યું કે હે મૂર્ખ ! તમને ધિક્કાર છે. આવા રત્નને વિષે પણ તમે સ્નેહ રાખતા નથી ? સળગાવેલા અગ્નિમાં ઝટ શરીર હોમાય તે સારું, કિન્તુ ગુણસંપન્નને વિષે જરા પણ મત્સર રાખો તે સારે ૩૦ નહિ. તે નિર્ગુણ દશા સારી છે કે જેને કેઈ મત્સરી જ ન થાય; કેમકે Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ રાજશેખરસૂરિકૃત [૨૨ શીર્ષકપ્રાયઃ સુમનને પણ ગુણયોગની વિમુખતા રહે છે. વાસ્તે તમે લુચ્ચા છે. જાઓ પ્રત્યેક જણ પિતપિતાને ઘેર (બેલાવી) આ મહાત્માને સત્કાર કરે. ત્યારે શ્રી હર્ષે કહ્યું કે જેમાં યુવાનોના અંતઃકરણને કાઈ અત્યંત રમણીય રમણી હરી લે છે તેમ તે કુમારોના અંતઃકરણને (પણ) હરે છે. મારી ઉક્તિ જે અમૃતરૂ૫ હેઈ સુબુદ્ધિશાળીના ચિત્તને મદમસ્ત કરે તે અરસિક પુરુષને આરાધવાના રસને લઈને (!) એને શું નામ અપાય ? આ (ઉપરથી) પંડિત શરમાઈ ગયા. બધાએ એને પોતાને) ઘેર લઈ જઈ સત્કાર કરી, (ઍને) અનુનય કર્યો. રાજાએ સત્કાર્યના જાણકારો સાથે શ્રીહર્ષને “કાસી મોકલ્યો. તે (જઈને) જયન્તચન્દ્રને મળે. બધું કહેવાયું. ( આથી ) તે ખુશી થયો. લેકમાં નૈષધને પ્રસાર થયે. એવામાં જયન્તચન્દ્રને પાકર નામના પ્રધાન શ્રી અણહિલપત્તને” ગયો. ત્યાં સરોવરને કાંઠે બેબી વડે ધોવાયેલી સાડી ઉપર, કેતકી ઉપર બેસે તેમ ભમરાના સમૂહને બેઠેલું જે વિસ્મય પામી તેણે ૧૫ બેબીને પૂછયું કે જે યુવતિની આ સાડી છે તે (સ્ત્રી) મને બતાવ. એ પ્રધાનના ચિત્તે તે પદ્મિની હોવાને નિર્ણય કર્યો હતે. બેબી સાંજે નીકળી તેને તેને ઘેર લઈ ગયો. અને તે (સાડી) આપી તેની સ્વામિની અને શાલાપતિની પત્ની નામે સૂણવદેવી જે વિધવા યૌવનવતી અને સુંદર રૂપવાળી હતી તેને બતાવી. શ્રી કુમારપાલ રાજા પાસે તેને ૨૦ ઉપરોધ કરાવી તેને ઘેરથી લઈ સેમિનાથની યાત્રા કરી તે “કાસી’ ગયે. તે પદ્મિનીને તેણે જાતચન્દ્રની ભગિની બનાવી. સૂહુવદેવી એવી (તેની) ખ્યાતિ થઈ. તે અભિમાની વિદુષી હોઈ તે પિતાને લેકમાં “કલાભારતી’ એમ ઓળખાવતી. શ્રીહર્ષ નરભારતી' કહેવાતે હતો. તે એ મત્સરવાળી (સ્ત્રી) સહન ન કરી શકી. એક દહાડે તેણે સત્કારપૂર્વક શ્રીહર્ષને બેલા અને પૂછયું કે તમે કેણ છે ? શ્રીહવે કહ્યું કે હું કલાસર્વજ્ઞ છું. રાણીએ કહ્યું કે તે મને પગરખાં પહેરાવો. એનો શો આશય ? જે આ બ્રાહ્મણ હોવાથી એમ કહે કે હું જાણતો નથી તે અ ઠરે. શ્રીહર્ષ (એ વાત) કબૂલ ૧ સુમન એટલે પુખ અને ગુણ એટલે દરેક પુરુષને દેરામાં પરવાનું ૩૦ ગમતું નથી તેમ સુમન એટલે ઉત્તમ મનવાળા સજજન તેમને ગુણોગ એટલે ગુણી સાથે સંબંધ કરવા ઉપર વિમુખતા હોય છે–અરુચિ હોય છે. ૨૫ Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રય] ચતુર્વિશતિબન્ધ ૧૦૩ કરી. (અને પછી) તે ઘેર ગયો. તે તે પ્રકારે પરિકર્મિત એવી ઝાડની છાલે વડે જેડા બનાવી સાંજના ચપળ નેત્રવાળા બની દૂર ઉભા રહી તેણે સ્વામિનીને બોલાવી, અને મોચી પહેરાવે તેમ પગરખાં પહેરાવ્યાં. અભ્યક્ષણ કરજે; હું તે માચી છું, એમ બેલતાં અને રાજાને પણ તેણે કરેલી કુચેષ્ટા જણાવતાં ખિન્ન બની ગંગા' ને તીરે તેણે સંન્યાસનું ગ્રહણ કર્યું. પેલી સામ્રાજયની માલિક સૂણવદેવીએ પુત્રને જન્મ આપો. તે પણ યૌવન પામ્યો. તે ધીર હતા, પરંતુ અનીતિવાળે હતે. એ રાજાને વિદ્યાધર નામને મંત્રી હતા. ચિન્તામણિવિનાયકની કૃપાથી સર્વ ધાતુઓને સુવર્ણરૂપ કરવામાં પ્રખ્યાત પ્રભાવવાળા સ્પર્શ પાષાણ (મણિ)ને લાભ થવાથી તેણે ૮૮૦૦ બ્રાહ્મણોને ભેજનનું દાન ૧૦ કર્યું. એથી તેની ‘લઘુ યુધિષ્ઠિર એવી પ્રખ્યાતિ થઈ. તે કુશના અગ્રભાગ જેવી (તીણ) બુદ્ધિવાળે હતો. રાજાએ તેને પૂછયું કે રાજ્ય કક્ષા કુમારને હું આપું ? મંત્રીએ કહ્યું કે સુંદર વંશવાળા મેઘચન્દ્રને આપે, નહિ કે રાખેલીના પુત્રને. રાજા તે તેના વડે કામણ કરાયેલ હોઈ તેના પુત્રને જ આપવાની ઈચ્છા રાખતા હતા. આ પ્રમાણે રાજા અને પ્રધાન ૧૫ વચ્ચે વિરોધ ઉભે થે. કેઈક પ્રકારે મંત્રીએ રાણીનું વચન અપ્રામાણિક કરાવીને રાજા પાસે મેઘચન્દ્ર કુમારને રાજ્ય આપવા કબૂલ કરાવ્યું. (આથી) રાણું ગુસ્સે થઈ. ધનાઢય તેમજ સ્વછંદી હોવાને લીધે તેણે પિતાના મુખ્ય પુરુષોને (“તક્ષશિલા") મેકલ્યા. “કાસીને ભંગ કરવાને (બોલાવાયેલા) બતક્ષશિલા'ના માલિક સુરત્રાણ (સુલતાન)ને પ્રયાણે પ્રમાણે સવા લાખ સુવર્ણનું દાન આપીને (આગળ) ચલાવાયેલ તે આ. વિદ્યાધરને જાસુસ દ્વારા તે (વાત)ની ખબર પડી અને તેણે તે (હકીકત) રાજાને કહી. પેલી (સ્ત્રી)ના કામણથી દિમૂઢ બનેલા રાજાએ કહ્યું કે આ મારી વાભેશ્વરી આ પ્રમાણે પતિદ્રોહ કરે (જ) નહિ. પ્રધાને તે કહ્યું કે હે રાજન ! શાખીન્દ્ર અમુક પ્રયાણે (દૂર) પડશે ૨૫ છે. (આ સાંભળીને) રાજા વડે હાંકી કઢાયેલો તે ઘેર ગયે. તેણે વિચાર કર્યો કે રાજા તે મૂઢ છે, રાણી પરાક્રમી છે, તેને પ્રસાર થએલો છે તેમજ તે અવિવેકી છે; (વાસ્તે) સ્વામીના મરણ કરતાં વહેલું મારું મરણ થાય તે ધન્યતા. સવારે પ્રધાન પિતાને ઘેરથી એકલો ચાલી નીકળ્યો. રસ્તે જતાં પિણ્યાક જોઈ તે ખાઈ ગયે, ફરી તે આગળ ગયે. ફૂટેલા ૩૦ ચણાનો લોટ જે તેણે તે ખાવા મન કર્યું. તે બે કુચેષ્ટા ઉપરથી પિતાની તરફ વિધિ વિપરીત છે એવા નિર્ણય કરી રાજા પાસે જઈ તેણે Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રીરાજજોખરસરિતા [૨૨ શીર્ષથષિવિનતિ કરી કે હે દેવ! જે આપની આજ્ઞા હોય તે “ગંગા'ના જળમાં ડૂબી મરું. રાજાએ કહ્યું કે જો તું મરશે તે અમે સુખેથી જીવશું કર્ણજવર મટી જશે. (આથી) મંત્રી દુઃખી થયે. હું હિતકા વચન ન સાંભળવાં, અનીતિ તરફ વલણ પ્રિયને પણ ઠેષ તેમજ પિતાના ૫ ગુરુજન તરફ તિરસ્કાર એ ખરેખર મરણનાં પૂર્વ રૂપ છે-મૃત્યુ પાસે આવ્યાનાં લક્ષણ છે. (માટે) રાજાનું મરણ આવી લાગ્યું છે. રાજાની રજા લઈ ઘેર જઈ (પિતાનું) સર્વસ્વ બ્રાહ્મણ વગેરેને આપી દઈને સંસારથી વિરક્ત બની “ જાહનવીના જળમાં પેસી તેણે કુળગોરને કહ્યું કે તમે દાન ગ્રહણ કરો. (તે) બાહ્મણે પણ હાથ લંબાવ્યો. (એટલે) તેણે સ્પર્શ પાષાણ આપ્યો. તેણે કહ્યું કે તારા દાનને ધિક્કાર છે કે તું પત્થર આપે છે. એ(વા વિચાર)થી ગુસ્સે થયેલા તેણે (ત) પાણીમાં ફેંકી દીધે. તે પત્થર ગંગા દેવીએ ગ્રહણ કર્યો. મંત્રી જળમાં ડૂબી મર્યો. રાજા અનાથ થયો. સુરત્રાણ આવ્યા. નગરમાં ભાડે ભાંડ ફૂટવા લાગ્યા. રાજા યુદ્ધ માટે સામે ગયે. પોતાના સૈન્યમાં ૮૪૦૦ નિસ્વાને થતાં ૧૫ હતાં, પરંતુ એક પણ નિસ્વાનને સ્વન રાજા સાંભળતો ન હતે. (આથી) તેણે પાસે ઉભેલાઓને પૂછયું. તેમણે કહ્યું કે સ્વેચ્છના ધનુષ્યના અવાજમાં બીજા અવાજે ડૂબી ગયા છે. રાજા હદયમાં હારી ગયો. પછી એ હણાયે, (નાસી) ગયે કે મરી ગયો તે જાણવામાં નથી. યવનોએ શહેર લીધું. | તિ શીર્ષ-વિદ્યાર્થકત્તાપN ૧૨ ૧ બાણ ફેંકવાથી થતો અવાજ. Page #122 -------------------------------------------------------------------------- ________________ (૧૨) શ્રીહરિહરને પ્રબન્ધ શ્રીહર્ષના વંશમાં થયેલ હરિહર “ગૌડ” દેશને વતની હતો. અને તે સિદ્ધસારસ્વત” હતો. તે “ગૂર્જર ભૂમિ તરફ ચાલ્યા. ૨૦૦ ઘડાઓ, ૫૦૦ માણસે અને ૫૦ ઊંટે. (એટલું લઈ) મકળે હાથે ૫ અન્નદાન દેતો તે “ધવલકુવક” નામના પાસેના ગામમાં આવ્યો. રાણા શ્રી વીરધવલને, શ્રીવાસ્તુપાલન અને શ્રી સોમેશ્વરદેવને જુદા જુદા આશીવદ (કોઈ) પ્રગલ્મ બાળકને હાથે તેણે મોકલ્યા. (આથી) વસ્તુ પાલને હર્ષ થયો. (એટલે તેણે ઊઠીને, બાળકને સાથે લઈ શ્રી વીરધવલને પંડિતને આશીર્વાદ દેખાડ્યો–કહી સંભળાવ્યો. વળી તેણે તેના ૧૦ ગુણોનું (પણ) વર્ણન કર્યું. રાણાએ કહ્યું કે અત્ર શું ઉચિત છે? પ્રધાને કહ્યું કે હે દેવ! સવારે પંડિતને પ્રવેશ મહોત્સવ વિસ્તારથી કરાવ જોઈએ તેમજ પુષ્કળ દાન આપવું જોઈએ. રાણાએ કહ્યું કે બરાબર. ત્યાર બાદ મંત્રિરાજ તેમજ બાળક પાછા ફર્યા. બાળકે ત્રીજે આશીર્વાદ પંડિત સેમેશ્વરને દેખાડ્યો. તેની કવિતા જેમાં તેની મત્સરતાનું ઉદ્દીપન ૧૫ થયું. તેણે નિઃશ્વાસપૂર્વક નીચું જોયું અને તે બાળક સાથે બોલ્યો પણ નહિ. ઊડીને બાળક હરિહર પાસે આવ્યો. તેણે રાણાનું અને પ્રધાનનું સૌમનસ્ય તેમજ સોમેશ્વરનું દૌર્મનસ્ય કહી બતાવ્યું. (આથી) હરિહર સોમેશ્વરદેવ ઉપર ગુસ્સે થયો. સવાર પડી. રાણો મન્ત્રી તેમજ ચારે વર્ણ સાથે સર્વ ઋદ્ધિપૂર્વક સામો ગયો. હરિહરનો મેળાપ થશે. ત્યાં ૨૦ વિરધવલને ઉદ્દેશીને (તેણે કહ્યું કે, હે વીર! મને એમ લાગે છે કે તમારે પ્રતાપરૂપ ઉગ્ર અગ્નિ (પ્રકટ) થનાર છે એમ) જાણીને શંભુ સ્વર્ગગા ને મસ્તકે ધારણ કરવા છતાં “માનસ' (સરોવર ) સમીપ બેઠા છે, લક્ષ્મીના પતિ (વિષ્ણ) ચરણ આગળ બેઠેલી એને વહન કરતાં છતાં સમુદ્રમાં સંતાયા છે અને કમંડળમાં રહેતી એવી એને ૨૫ ધારણ કરતા સતા બ્રહ્મા કાદવમાં ખૂંચ્યા છે. જેણે સરસ રણાંગણે ચઢેલા “ચૌલુક્ય ચૂડામણિનું દર્શન કર્યું છે તેણે ક્ષત્રિયોનો ક્ષય કરવા માટે સામા બાણ ફેંકતા સાક્ષાત્ ભાર્ગવનું દર્શન કર્યું છે, તેણે નિશાચરના અધિપતિ (રાવણ)ને વધ કરવામાં તત્પર બનેલા રઘુગ્રામણ (રામ)નું દર્શન કર્યું છે અને તેણે જયદ્રથના ૩૦ વધે માટે પ્રવૃત્ત બનેલા સુભદ્રાને સ્વામી (અર્જુન)નું દર્શન કર્યું છે, Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રીરાજશેખરસૂરિત [૨૨ શ્રીહરિદાપંડિતે (પલા) બાળકને પૂછયું કે આ સભામાં સેમેશ્વર છે કે નહિ ? બાળકે કહ્યું કે તેઓ ક્રોધને લીધે આવ્યા નથી. એ જાણી પંડિત (ચેપ) રહ્યો. (ગામમાં) પ્રવેશ થયો. રાણાએ ચમત્કાર ઉપજે તેવાં ધન, કુણ, વસ્ત્ર, પરિજન, ઘેડા વગેરે આપ્યાં. ત્યાર પછી એ (પંડિત) ૫ પ્રધાનને ઘેર ગયો. (ત્યાં) મટી સભા (મળી) હતી. મંત્રી ઊઠી સામે (લેવા) આવ્યો અને બે કે જે હરિહરના મનહર વચનને આસ્વાદ કરાયો છે તે (પછી) મધ નકામું છે, મદિરા વ્યર્થ છે, અને એ અમૃત પણ નિરર્થક છે-એ બધાં નીરસ છે. પંડિતે કહ્યું કે હે દેવ ! હે લઘુ ભેજરાજ ! હે વિચારચામુખ! હે સરસ્વતીકંઠાભરણ! સાંભળે, ૧૦ અમે પંડિત છીએ. અમારી માતા ભારતી છે અને તે ત્રિભુવન ચારિણી છે. એક દહાડે ભારતીની સાથે અમે મહેન્દ્રની સભામાં ગયા. એ (સભા )નું નામ સુધર્મા '. ત્યાં શ્રીમાન ઇન્દ્ર, ત્રણ કરોડ સુરાંગનાઓ, ૮૪૦૦૦ સામાજિક તેમજ બાર સૂર્યો, આઠ વસુઓ, ૧૩ વિવેદ, ૩૬ તુષિત, ૬૦ આભાસ્વરે, ૨૩૬ માહારાજિકે, ૧૧ ૧૫ સ, ૪૯ વાયુઓ, ૧૪ વૈકુંઠે, ૧૦ સુશર્માઓ, ૧૨ સાથે ઈત્યાદિ પ્રસિદ્ધ દેવતાગણ છે. આ પ્રમાણેની સમૃદ્ધિનું સ્વરૂપ જોઈ અમને વિસ્મય થયો. અહો તપશ્ચર્યાના ફળને શે ભોગ? એમ અમે ચિતવતા હતા તેવામાં ત્યાં કઈ બૂમ પાડતો આવ્યો કે હે દેવ ! હે સ્વર્ગપતિ ! ખરેખર કષ્ટ છે. આપને અનન્દન વનને પાલક ક્યાં છે? (કેમકે) આજે અનિર્વોચ્ચ ખેદ થાય છે કે કોઈકે અરેરે આ વનમાંથી કલ્પવૃક્ષ હરી લીધું છે. (ત્યારે ઇન્કે કહ્યું કે, હ. એમ ન બોલ. માનવે ઉપર કૃપા કરવાના (ઇરાદા)થી મેં જ એને પ્રીતિથી આદેશ કરેલ એ (વૃક્ષ) વસ્તુપાલરૂપે પૃથ્વીતલને તિલકિત કરી રહ્યું છે. આ પ્રમાણેને વાર્તાલાપ સાંભળી આશ્ચર્ય પામી હું ભારતી સહિત પાંચમા કલ્પદ્રમરૂપ તમને જોવાને આવ્યો છું. આ પ્રમાણે વિસ્તૃત કાવ્યની વ્યાખ્યા કરી પંડિત છે. (આને) હું શું આપું એમ પ્રધાન વિચારતો હતો તેવામાં ડોડીયા” વંશને રાણે ભીમદેવ ઉત્તમ તેમજ વાહન ઉપરથી ઉતારાયેલા ચોવીસ ઘોડાઓ અને એક દિવ્ય પદક ભેટણા તરીકે લાવ્યા. એ બધું જ તેણે પંડિતને આપી દીધું. આથી રાજી થયેલા તેણે તમે પાંચમાં કલ્પવૃક્ષ છો એમ ૩૦ કહ્યું અને તે પિતાને ઉતારે ગયો. કેટલાક દિવસ ગયા પછી સભા મળી ત્યારે ત્યાં સેમેશ્વર સામે બેઠા હતા. તે સમયે રાણાએ પંડિત હરિહરને કહ્યું કે હે પંડિત ! આ ૨૦ ૨૫ Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રથs ] ચતુર્વિશતિપ્રબન્ધ ૧૦૭ નગરમાં અમે “વીરનારાયણ” નામને મહેલ કરાવ્યો છે. તેની પ્રશસ્તિનાં ૧૦૮ કાવ્ય સંમેશ્વરદેવ પાસે કરાવ્યાં છે તે તમે સાંભળે, જેથી શુદ્ધપણને વિષે જ્ઞાનીઓને () નિશ્ચય થાય, કેમકે મહાલક્ષ્મીની દષ્ટિ સમક્ષ નાણાની પરીક્ષા થાય. હરિહરે કહ્યું કે તે (કાવ્યો) કહે. સોમેશ્વરે તે કહ્યાં. તે સાંભળીને હરિહરે કહ્યું કે હે દેવ ! (કાવ્યો) સારાં છે તેમજ ૫ એ અમારાં પરિચિત છે, કેમકે “માલ” (દેશમાં)ની “ઉજજયંતી માં ગયેલા એવા અમે “સરસ્વતીકંઠાભરણ” (નામના) પ્રાસાદના ગર્ભગ્રહ (ગભારા)માં પદિક ઉપર શ્રીજદેવના વર્ણનરૂપ આ કાવ્યો જેમાં છે. જે (આપને ) વિશ્વાસ ન આવતો હોય એ પરિપાટીપૂર્વક (હું કહું) તે આપ સાંભળે. એમ કહીને ક્રમપૂર્વક અખલિત (રીતે) એ ૧૦ (એ કાવ્ય) બોલી ગયે. રાણાને (આથી) ખેદ થયો. પરંતુ) લુચ્ચાઓ રાજી થયા. શ્રીવાસ્તુપાલ પ્રમુખ સજ્જનોને દુઃખ થયું. સભા ઊઠી - બરખાસ્ત થઈ. હણાયો હોય, મરાયો હોય, તંભિત થયો હોય, જડ થઈ ગયું હોય એ સેમેશ્વર થઈ ગયો. તે પિતાને ઘેર ગયો. ઘરમાં પણ શરમના માર્યા એણે કાઈને મેં ન બતાવ્યું. તે રાજસભાદિમાં ૧૫ જવાની વાત (જ) શી? ત્યાર પછી સેમેધર શ્રીવાસ્તુપાલને ઘેર જઈ બે કે હે પ્રધાન! એ કાવ્યો મારાં જ છે; અન્યથા નથી. તમે મારી શક્તિ જાણે છે. હરિહરે તે મારી આ પ્રમાણે વગોવણી કરી. હું (વે) શું કરું ? મન્ત્રીએ કહ્યું કે તમે એને જ શરણે જાઓ; કેમકે પિતાનાથી ૨૦ અધિક (પરાક્રમી) વડે જીતાયેલે (માણસ) પરદેશ જાય છે અથવા તેને શરણે થવું એ કુશળ (જન)ને ન્યાય છે. પંડિતે કહ્યું કે તે મને ત્યાં એની પાસે) લઈ જાઓ. મંત્રીએ તેમ કર્યું. પંડિત સોમેશ્વરને બહાર બેસાડી મંત્રી પિતે હરિહર પાસે ગયો અને કહ્યું કે પંડિત સોમેશ્વરદેવ તારી પાસે આવે છે અને વિનતિ કરવા ઇચ્છે છે. ૨૫ હરિહર હસ્યો અને તેણે તેને પોતાની પાસે બોલાવ્યો. ઊભા થઈ આલિંગન દઈ, મેટું આસન આપી (ઇત્યાદિ પ્રકારે) તેણે તેને સત્કાર કર્યો. સોમેશ્વરે કહ્યું કે હે પંડિત ! પારકાના કાવ્ય ચોરવાના કલંકરૂપ કાદવમાંથી તું મને બહાર કાઢ; કેમકે મહાબુદ્ધિશાળીઓ પિતાને ઘેર આવેલા શત્રુનું પણ ગૌરવ કરે છે. પિતાના ઘરમાં આવેલા મત્સ્યને ૩૦ બૃહસ્પતિએ કવિની ઉચ્ચ (પદવી) આપી. પ્રસન્ન થયેલા હરિહરે કહ્યું કે તમે ચિન્તા ન કરે. ફરીથી તમને હું (પહેલાના જેવા) ગૌરવવાળા Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂરિષ્કૃત [ ૨ શ્રીવિદ - ' ૫ બનાવીશ. ( આ સાંભળી ) પ્રધાન તેમજ સામેશ્વર પાતપેાતાને સ્થાને ગયા. પ્રભાતે રાણાની સભા ભરાતાં સામેશ્વરને ખેલાવાયે। અને (એવી) પ્રસ્તાવના યેાજા ક્રુ પરમેશ્વરી ભારતી જય પામે છે કે જેના પ્રસાદથી મારી આવી શક્તિ છે. શ્રીવસ્તુપાલે કહ્યું કે કેવી ? હરિહરે કહ્યું કે હે દેવ ! મેં કાવેરી ’ નદીને તીરે ‘ સારસ્વત ’ મંત્ર સાધ્યા હતા. હામ વેળાએ સરસ્વતી દેવી પ્રત્યક્ષ થઇ; (અને) તેણે વર(દાન) યાચવા કહ્યું. મેં કહ્યું કે હે જગત્ની અદ્વિતીય જનની ! જો તું તુષ્ટ થઇ હાય તે એક વાર કહેલાં ૧૦૮ ઋચા, ષટ્પદ, કાવ્ય, વસ્તુક, ધત્ત કે દંડકાના અવધારણ માટે હું સમર્થ બનું. દેવીએ કહ્યું કે તેમ થાઓ. ત્યારથી જે ૧૦૮ ખેલે તે હું કહી આપું છું. જેમકે સામેશ્વરદેવે રચેલાં ૧૦૮ કાવ્યા. રાણાએ કહ્યું કે પ્રતીતિ કરાવેા. ૧૦૮ ભણતા કહેવડાવ્યાં કે જે તે તે છંદમાં હરિહરે પાછાં કહી બતાવ્યાં. ક્ષુધા, તૃષા, આતપ વગેરેની ચિન્તાથી લાક નિરપેક્ષ બન્યા. રાકેશ્વરે કહ્યું કે હૈ પંડિત ! તા ( તે દિવસે) સામેશ્વરને શા માટે દૂષિત કર્યો? હરિહરે કહ્યું કે હે દેવ ! હે રાણેન્દ્ર ! (એ) પંડિતે મારી અવજ્ઞા કરી હતી તેનું એ ફળ મેં (એને) આપ્યું; કેમકે પ્રિય કે અપ્રિય ગમે તે અન્ય તરફથી મળ્યું હોય તેને જેએ સવિશેષ બદલા આપતા નથી તેમના કરતાં ફળદ્રુપ જમીન સારી છે. રાણાએ કહ્યું કે તે એમ હાય, પરંતુ સરસ્વતીપુત્રાને પરસ્પર સ્નેહ હાવા વ્યાજબી છે એમ કહી તેણે એક બીજાને ગળે વળગાડ્યા. સામેશ્વર કલંક રહિત બન્યા. રાજ ઈષ્ટ ગેાકી થવા લાગી. હરિહર નૈષધ( ચરિત્રગત ) કાવ્યા સમયાનુસાર ખેલતા. ( આથી ) વસ્તુપાલ ખુશ થતા (અને કહેતા કે) અડ્ડા, પૂર્વે નહિ સાંભળેલાં એવાં આ કાવ્યેા છે. :૧૦૮ ૧૦ ૧૫ २० ૨૫ એક દિવસ પંડિત હરિહરને તેણે પૂછ્યું કે આ કયા ગ્રંથ છે? પંડિતે કહ્યું કે નૈષધ મહાકાવ્ય. ( વસ્તુપાલે પૂછ્યું કે ) કવિ કાણુ ? ( પંડિતે કહ્યું કે ) શ્રીહર્ષ. શ્રીવસ્તુપાલે કહ્યું કે તે તેની આદર્શ (પ્રતિ) મને બતાવા. પંડિતે કહ્યું કે અન્યત્ર આ ગ્રંથ નથી; (વાસ્તે) ચાર પ્રહર (જ) માટે એની (હસ્તલિખિત) પુસ્તિકા હું (તમને) આપીશ. (એમ કહી) તેણે પુસ્તિકા આપી. રાત્રે લેખકને રોકીને (મંત્રીએ) તરત જ નવીન પુસ્તક લખાવી લીધું. તેને જીર્ણ રજ્જુ (?) વડે વીંટાળવામાં આવ્યું. વાસ ( કપડા)ના ન્યાસ વડે ધૂસર કરી–જૂના જેવું બનાવી મૂકી ઠંડાચું.સવારે તેણે પડિતને (તેની) પુસ્તિકા (પાછી) આપી. આ તમારૂં નૈષધ લે! (એમ ૩૦ Page #126 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિપ્રબન્ધ ૧૦૯ કહ્યું). પંડિતે પુસ્તિકા લીધી (એટલે) પ્રધાને કહ્યું કે અમારા ભંડારમાં પણ આ શાસ્ત્ર છે એમ અમને યાદ આવે છે. (વાતે) ભંડાર જુઓ. વિલંબ પૂર્વક નવીન પ્રતિ ખેંચાઈ અને જે તે “નિપીય ક્ષિતિરક્ષિ: કથા” ઈત્યાદિથી શરૂ થતું) નિધધ નીકળ્યું. (એ) જતાં (જ) પંડિત હરિહરે કહ્યું કે હે પ્રધાન! આ તમારી જ માયા છે; કેમકે આવાં કાર્યોમાં અન્યની મતિ ચાલે નહિ. તમે પ્રતિપક્ષીઓને યોગ્ય રીતે દંડ્યા છે; જૈન, વૈષ્ણવ અને શિવ શાસન સ્થાપ્યાં છે, સ્વામીને વંશનો ઉદ્ધાર કર્યો છે; આ પ્રમાણે તમારી બુદ્ધિને પ્રકાશ છે (ત્યાં બાકી શું રહે છે?) એવામાં વીધવલે મોકલેલી સેના વડે ચંપાયેલા મહારાષ્ટ્રના ૧૦ માલિકે સવા કરોડ સુવર્ણ જેટલે દંડ મેકલાવ્યો. શ્રીવાસ્તુપાલે તે તે સુવર્ણ ચારે દિશાના યાત્રાળુઓને તેમજ યાચકને વિવેકપૂર્વક આપી દીધાં. તે જોઈ હરિહરે વર્ણન કર્યું કે હું, અદ્વિતીય લક્ષ્મી વડે આલિંગન કરાયેલા એવા આની, યાચના માટે ઉો હાથે કરેલા અને પિતાના આકારની ગરમીને જેણે ખર્તિત કરી છે એવા શાગિ (પુરુષોત્તમ) સાથે ૧૫ સમાનતા છે એમ કાઈ કહે છે તે વાત) હું સહન કરતું નથી, કેમકે પુરુષોત્તમના કરતાં અધિક ગુણના ઉદ્દગારવાળા એવા એણે તે યુદ્ધરૂપ સમુદ્રમાંથી લક્ષ્મીને ખેંચી લાવી યાચકેમાં કટકે કટકે વહેંચી આપી છે. તે વેળા વીરધવલનું ‘સપાદાટિકાંચનવર્ષ” એવું બિરુદ ભાટો વગેરેમાં પ્રસિદ્ધિને પામ્યું. પછી હરિહર સેમેધરને નમન કરવા ૨૦ દેવપત્તન” ગયો. ત્યાં પંડિત સોમેશ્વરદેવની દુર્જનતા યાદ આવતાં ખેદ પામી તેણે એ કાવ્ય કહ્યું કે ક્યાં જવું, ક્યાં આવવું, ક્યાં બોલવું, કેની આગળ કહેવું, ક્યાં નિષ્કપટપણે કાવ્ય રચવાં, કોની સભામાં દાખલ થવું? સમસ્ત વિશ્વ ખલરૂપ સર્ષથી ગ્રસ્ત છે એટલે બુદ્ધિશાળીઓને કશી ગતિ રહેતી નથી. એમ તત્વ જાણીને શિવ ! શિવ ! હરિહર ૨૫ મૂઢ બને છે. ગુણો વડે રાજાની કૃપાની કણિકાનું આરહણ કરીશું, લક્ષ્મીના અંશો જોઈશું, કંઈક સાહિત્ય ભણીશું, બીજાને (વાદમાં) હરાવીશું એ પ્રમાણે ચિતે કેટલી એ મેહમયી અનર્થની કંથીને કરી નથી? (પણ) હવે જેણે નિર્મળ જ્ઞાનને સ્વાધીન કર્યું છે એવું ચિત્ત સ્વર્ગગંગાની ઈચ્છા રાખે છે. એમ કહી અડધું ધન આપી દઈને અને ૩૦ બાકીનું અડધું લઈને “ધવલકુવકમાં થઈ રાણા અને મંત્રીની રજા લઈ કાસી’ પહોંચી તેણે સ્વાર્થ સાધ્યો. | | તિ હરિરકાર: // ૨૨ , Page #127 -------------------------------------------------------------------------- ________________ - (૧૩) શ્રીઅમરચન્દ્ર કવિને પ્રબંધ શ્રી‘અણહિલ્લપત્તનની પાસે ૮૪ મહાસ્થાનમાં એક “વાય.' નામનું મહાસ્થાન છે. ત્યાં “પરકાયપ્રવેશ’ વિદ્યાથી સંપન્ન એવા ૫ શ્રીછવદેવસૂરિના સંતાનમાં શ્રીજિનદત્તસૂરિ ગાજતા હતા. તેમના શિષ્ય નામે અમર બુદ્ધિશાળીઓમાં ચૂડામણિ (સમાન) હતા. તેમણે શ્રીજિનદત્તસૂરિના ભક્ત અને કવિરાજ એવા અરિસિંહ પાસેથી સિદ્ધસારસ્વત” મંત્ર ગ્રહણ કર્યો. એ ગચ્છના મહાભક્ત, વિવેકના ભંડારરૂપ અને કેષ્ઠાગારી પદ્મના અત્યંત વિશાળ ભવનના એકાંત ભાગમાં એકવીસ આચાર્મ્સપૂર્વક નિદ્રાજય, આસનજય, કષાયજય ઇત્યાદિને વિષે એકચિત્ત બનેલા તેમણે (એ) મંત્ર જાપ કર્યો, અને વિસ્તારથી હેમ (પણ) કર્યો. એકવીસમે દિવસે મધ્યરાત્રિએ આકાશમાં ઉગેલા ચન્દ્રબિંબમાંથી નીકળીને પિતાના મૂળરૂપે આવી ભારતીએ અમરને પિતાના હાથમાં રાખેલા) કમંડળમાંથી જળ પાયું અને ૧૫ વર(દાન) આપ્યું કે તું સિદ્ધકવિ થા તેમજ સમગ્ર પતિઓની પૂજાથી ગૌરવિત બન. એ પ્રમાણે વર આપી ભગવતી ગઈ. અમર કવીશ્વર થયા. તેમણે કાવ્યકલ્પલતા નામે કવિશિક્ષા, છંદરત્નાવલી અને સૂક્તાવલી રચ્યાં. વળી તેમણે કલાકલાપ નામનું શાસ્ત્ર તેમજ બાલભારત પણ રચ્યાં. બાલભારત (સ. ૧૧, લે. ૬)માં પ્રભાતના વનને વિષે, ૨૦ સમગ્ર બ્રહ્માંડને અદ્વિતીય વિજેતા એવો આ મદન કે જેણે શંકરને (હાથે) પરાભવ પામવા)થી ગુસ્સે થઈ બાણે ત્યજી દીધાં છે તે પ્રકટ શક્તિવાળે હેઇ, દહીં વલોવતી વેળાએ ચપળ નેત્રવાળીની વેણીના મિષથી દિવસના પ્રારંભમાં તરવાર (ફેરવવા)ને નિર્દયપણે શ્રમ કરતો હોય એમ જણાય છે. આ પ્રમાણે અત્ર વેણીનું તરવારરૂપે વર્ણન કરવાથી ૨૫ તેને કવિના સમુદાય તરફથી, દીપિકાકાલિદાસ’ અને ‘ઘટામાઘની પેઠે વેણીપાણ અમર' એવું બિરુદ મળ્યું. વળી કવિત્વની પ્રસિદ્ધિથી મહારાષ્ટ્ર' વગેરેના રાજેન્દ્ર તરફથી એની પૂજા આવવા માંડી. તે વેળા “ગૂર્જર'ને સ્વામી વીસલદેવ રાજા “ધવલકુવક'માં રાજ્ય ચલાવતા હતા. તેણે અમ કવિના ગુણગ્રામ સાંભળી, (પોતાના) પ્રધાન ઠક્કર વઇજલને મોકલી સવારે એ કવીન્દ્રને (પિતાની હજુરમાં) બોલાવ્યા. તેઓ આવતાં) આસન વગેરે પ્રતિપત્તિ કરવામાં આવી. મોટી Page #128 -------------------------------------------------------------------------- ________________ vas] ચતુર્વિશતિપ્રબન્ધ સભા ભરાઈ. (એ પ્રસંગે) અમરે કહ્યું કે આના હાથના પરાક્રમના ક્રમના ચમત્કારને જોઈને આ રભા કે જેનું ચિત્ત ગુણગ્રામ વડે અદ્વિતીયપણે રજિત થયેલું છે તે મારે વિષે પ્રેમ નહિ કરે એમ માનીને હે શ્રીમદ્દ વીસલદેવ! તમારા યુદ્ધને જોઈને દિવ્યાંગનાને સમૂહ કુંભિત થયે તે વેળા હરિ રમાને પોતાની બાથમાંથી મૂકતા નથી. તમે શરૂ ૫ કરેલા પ્રચંડ સંહારને વિષે મરણ પામેલા શત્રુવીરેના અતિરેકથી કીડા કરતી લેહીની નાની નદીઓની શ્રેણિઓથી પૃથ્વી કંદ પર્યત પ્રવાહને પામી-ધિરની નદીઓમાં પૃથ્વી તરબોળ થઈ ગઈ તે વેળા એનું રક્ષણ કરનારા સર્પલેકના સ્વામીને આ રક્તભાવ હે વજીના સ્તંભના જેવા દેદીપ્યમાન હાથવાળા (રાજા) ! રત્નોની કાંતિની શ્રેણિના મિષથી તારા ૧૦ મસ્તક ઉપર શોભે છે. સભા ( આ સાંભળી) રાજી થઈ. રાજા (પણ). ખુશ થયો. ત્યાર બાદ રાજાએ કહ્યું કે તમે કવીશ્વર છો એમ સંભળાય છે. અમારે કહ્યું કે જે દેવ ગવેષણ કરતા હે તો તે સાચું જ છે. તે ઉપરથી રાજાએ સેમેશ્વરદેવ તરફ નજર કરી એટલે સેમેરે સમસ્યા આપી. જેમકે મારાં માથામાંનાં ૯૦ અને નેત્રનાં ૮૦ વ્યર્થ ગયાં. ૧૫ અમરે તરત (એ) પૂર્ણ કરીઃ હે સર્પોના નાથ ! તારી આંખે અને માથે આ શી શોભા (થઈ રહી) છે? એ તે (પાર્વતી સાથે) છૂત રમતાં શંભુ ૯૧૦ દાણા જીત્યા તેનાં ચિહ્નો મારે માથે રાખથી કર્યો છે અને ગૌરી ૧૯૨૦ દાણું છતી તેથી તેણે મારાં તેટલાં નેત્ર જ્યાં છે. તેથી એ શભા થઈ છે, જેથી બાકીનાં મારાં માથામાંનાં ૯૦ અને લોચનમાંનાં ૮૦ વ્યર્થ ગયાં છે. અત્ર “શિsફા” એથી માથાથી યુક્ત આંખને એમ “મધ્યમપદ લોપી સમાસ કરે; કેમકે ઇન્દ્ર (કરવા જતાં) તે પ્રાણીના અંગરૂપ હોઈ એકવદ્ભાવ થવો જોઈએ. ત્યાર બાદ વામન” સ્થળવાસી કવિ સોમાદિત્યે સમસ્યા આપી કે ધનુષ્યની કોટિ ઉપર ભ્રમર છે, તેના ઉપર પર્વત છે અને તે ઉપર સમુદ્ર છે. અમરે કહ્યું કે મહાદેવના, ચન્દ્રનાં કિરણથી ઉત્તમ (વ્યાસ) કપાલે પાર્વતીના લલાટને આશ્લેષ થતાં કસ્તૂરીના પુની પ્રતિકૃતિ થઈ છે. એની સમીપ જટા છે અને ત્યાં ગંગા” છે. આ બધું અહ ધનુષ્યક્રેટિ ઉપર ભ્રમર, તેના ઉપર પર્વત અને તેના ઉપર જલધિ (જેવું) છે. ત્યાર પછી “કૃષ્ણ નગરના નિવાસી કમલાદિત્યે સમસ્યા આપી કે મચ્છરના ગળાના ૩૦ છિદ્રમાં હાથીનું ટોળું છે. અમરે (એમ સમસ્યા) પૂરી કે તટ ઉપરના જંગલમાંના વિહારથી સ્વચ્છંદી બનેલ જ્યાં યાદસ્ છે ત્યાં મચ્છરના Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ૧૦ * ૧૫ શ્રીરાજશેખરસૂરિકૃત [ શરૂ કરાશીગળાના છિદ્રમાં હાથીનું ટોળું પેઠું. હે બગલા! આ સમુદ્ર સાંભળ્યો છે? જ્યાં તિમિઓ બહુ પાતળાં હેય. એવા કેઈક તલમાં તું ક્ષણમાં જા. ત્યાર બાદ “વીસ” નગરના નાનાકે સમસ્યા આપી કે યુવતિ રાત્રે ગીત ગાતી નથી. અમારે કહ્યું કે ધ્વનિની મધુરતા સાંભળીને (ચન્દ્રગત) હરણ એકદમ ભૂમિ ઉપર ઉતરી આવતાં એ લાંછન વિનાને બનેલ ચન્દ્ર મારા વદનની બરોબરી ન કરે એ માટે રાત્રે યુવતિ ગીત ગાતી નથી. આ પ્રમાણે ઘણું કવિઓએ આપેલી ૧૦૮ સમસ્યા શ્રી અમરે પૂરી. ત્યાર બાદ રાજાએ કહ્યું કે ખરેખર શ્રીઅમર કવિચક્રવર્તી છે. તે દિવસે સાંજ સુધી સભા બેસી રહી. રાજાને તેમજ સભ્યજનને પણ લાંઘણ થઈ. કાળ પસાર થતો હોવા છતાં રસને આવેશમાં તેના જાણ કારને તેનું ધ્યાન રહેતું નથી. બીજે દિવસે શીધ્ર કાવ્યરૂપ પ્રમાણેના ઉપન્યાસ વડે એણે પ્રામાણિકને જીત્યા. ત્રીજે દિવસે રાજાએ પૂછયું કે અત્યારે અમને શી ચિન્તા છે તે કહે. અમરે કહ્યું કે હે દેવ ! સ્વર્ગમાં ઐરાવણના જમણા કાનમાં લુકિત (!) કેમ દૂર ગયાં ? રાજા સ્વસંવાદથી ખુશ થશે અને તેણે માથું ધૂણાવ્યું. રોજ આવજા કરતા (કવિએ) જિનધમ બનાવેલા રાજા (રેજ) ચિત્યમાં પૂજા કરતે. એક દહાડે રાજાએ (અમરચન્દ્રને) પૂછયું કે આપના કલાગુરુ કેણ છે? અમારે કહ્યું કે અરિસિહ કવિરાજ. (રાજાએ કહ્યું કે) તો સવારે એમને લાવજે. અમરચન્દ્ર કવિરાજને સવારે રાજા પાસે લાવ્યા. તે વેળા રાજા તરવાર ફેરવતે (?) હતા. રાજાએ પૂછયું કે આ કવિરાજ છે? કવિરાજે કહ્યું કે હા. રાજાએ કહ્યું કે સમયોચિત કંઇક બોલે. અરિસિંહે કાવ્ય કહ્યું કે તમારી તરવારને ઘડતાં વધેલા દ્રવ્ય વડે બ્રહ્માએ કૃતાન્તને ઘડે છે અને સપને તે હાથના (આમ તેમ) ઉદ્દવર્તનથી ઘડે છે. સ્વચ્છ, સ્વચ્છ અને એક બીજાથી અધિક અર્પણ કરવાને આપના હાથને ગુણ તરવારમાં સંક્રમિત થયો છે જેથી તેણે પૃથ્વીના અથએને વિષે સ્વર્ગની પદવી આપી. ( વળી) તારી સોબતથી એ બદમુષ્ટિ થયે નથી જેથી શત્રુરૂપ રાજાઓની પીઠને વિષે પ્રોદામ રોમનો ઉદ્દગમ પિતાની મેળે અત્યંત મુદિત બની રહે છે. હે વીસલ(દેવ! તું શા માટે તરવર ધારણ કરે છે? (તારું નામ સાંભળતાં જ ) શત્રુઓ મુખમાં જે બળવાળાં ઘાસ નાખે છે તેનું લંઘન કરવા માટે–તે કાપવા માટે એ અસમર્થ છે. હે દેવી! તમે મલય” ગિરિ છે. તમારા હાથ ચંદન વૃક્ષ છે. તે ઉપર કાજળ જેવી આકૃતિવાળો Page #130 -------------------------------------------------------------------------- ________________ કપs ] ચતુર્વિશતિપ્રબન્ધ ૧૧૩ અને તરવારની બે ધારરૂપ જીભવાળે સર્ષ કોડા કરે છે. એ શત્રુરૂપ ઝાડના સ્કન્ધને વિષે પિતાના અંગને અનર્ગલપણે વીંટી દે (છે) અને પછી છેક આકાશ સુધીના વિસ્તારવાળી અને નિર્મળ કીર્તિરૂપ દીધું કાંચળી ઉતારે છે. (આ) અદ્દભુત કવિતા અને રાજાએ કવિરાજને (પિતાને) નિત્ય સેવક બનાવ્યું અને (તેને) મોટે ગ્રાસ આપ્યો. એક દિવસ શ્રીવીસલદેવે ભોજનાને ઘાસ હાથમાં લઈ અરિ. સિંહને કહ્યું કે આ ઘાસનું તત્કાલ વર્ણન કરો. જો તમે મનહર પ્રકારે (એનું વર્ણન કરશે તે હું પ્રાસ બમણો કરીશ, નહિં તે બધા ગ્રાસને ત્યાગ કરાવીશ. આ કહેતાની વાર જ અપ્રતિહત પ્રતિભાવાળા તેણે કહ્યું કે સાગર ખારો છે, ય વાળાવાળા છે, ભ્ર વિષમય છે, અને ૧૦ ચન્દ્ર ક્ષયવાળે છે એટલે ત્યાં અમૃત છે એમ કહેવું નકામું છે. એ (અમૃત) તે દાનવોના ભયથી ધાસમાં જ લીન થયેલું છે, જે ખાવાથી ગાયોને અમૃતને પ્રસવ થાય છે અને જે પોતાના મુખમાં નાંખીને (તમારા) શત્રુઓની જાતિ તમારા ખગ્નરૂપ યમના મુખમાંથી બચી જાય છે. રાજા ધ્વનિત થયા. એણે પ્રાસ બમણ કર્યો. કાલાંતરે અમરે ૧૫ કાષ્ઠાગારિક પદ્મના કહેવાથી પધાનન્દ નામનું શાસ્ત્ર રચ્યું. આ પ્રમાણે દરરોજ કવિતારૂપ કલ્લોલનું ત્યાં સામ્રાજ્ય હતું. છે તે જોવામાયિકવષ + શરૂ II Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ( ૧૪ ) મદનીતિને પ્રબન્ધ ઉજજયિની માં વિશાલકીર્તિ (નામે) દિગંબર હતો. તેને મદનકીર્તિ (નામ) શિષ્ય હતે. પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર એ ત્રણ ૫ દિશામાંના સર્વ વાદીઓને છતીને “મહાપ્રામાણિક ચૂડામણિ” એવું બિરુદ ઉપાર્જન કરી તે પોતાના ગુથી અલંકૃત “ઉજજયિની” ગયો. (અ) તેણે ગુરુને વંદન કર્યું. પહેલેથી જ જનપરંપરા પાસે તેની કીર્તિ તેણે સાંભળી હતી. (એથી) તેણે એ મદનકિતિની ભૂરિસૂરિ પ્રશંસા કરી. તે પણ આનંદ પામે. કેટલાક દિવસ પછી તેણે ગુરુને કહ્યું કે હે ભગવન ! હું દક્ષિણના વાદીઓને છતવાને ઇચ્છું છું. ત્યાં જાઉં? રજા આપો. ગુરુએ કહ્યું કે હે વત્સ ! તું દક્ષિણમાં જઈશ નહિ; કેમકે એ દેશ ભેગોનો ભંડાર છે. ત્યાં ગયેલો ક તત્ત્વજ્ઞાની પણ ખરેખર ભ્રષ્ટ થતું નથી? ગુરુના વચનનું ઉલ્લંઘન કરી વિદ્યાને ગર્વથી ઉન્મત્ત બનેલો તેમજ જાળ, કોદાળી, નિસરણી વગેરે સાથે ઘણું શિષ્યોથી પરવરેલો તે મહારાષ્ટ્ર વગેરેના વાદીઓ(ના મદ)ને ચૂર્ણ કરતે કર્ણાટ' દેશ પહોંચે. ત્યાં “વિજયપુરમાં પિતાની મેળે ત્રણ વિદ્યાના જાણકાર બનેલા, વિબુધને વલ્લભ અને સભામાં બેઠેલા એવા કુતિજ નામના રાજાને દ્વારપાલ દ્વારા નિવેદન કરાયેલા તેણે જોયો અને તેણે તેનું વર્ણન કર્યું હે દેવી! તારા ભુજદંડના ગર્વની ગરિમાના ઉદ્દગારના પ્રતાપરૂપ અગ્નિની જવાળાથી તપેલા (2) કીર્તિરૂપ પારાની ઘડીમાં (બહાર) ફૂટી નીકળતા બિન્દુઓ શેષનાગ, કેટલાક તારા, કેટલાક ક્ષીરસમુદ્ર, કેટલાક હિમાલ, શંખે, છીપ, કરકે. કપૂર, કુન્દ અને ચન્દ્ર(રૂપે પરિણમ્યાં) છે. હે કુતિભેજ ! આપની કીર્તિ સ્વર્ગગામાં સ્નાન કરી દિક્પાની આસપાસ ફરીને સૂર્યમય ગેળાને ધારણ કરતી સાત સમુદ્ર અને પૃથ્વીમંડળને ઓળંગી તમારે વિષે મારું એક પત્નીવ્રત છે–તમે જ મારા પતિ છે એવી પ્રસિદ્ધિ માટે (એક બાજુ) વિષ્ણુના પગને અને બીજી બાજુ) શેષનાગનાં મસ્તકને પણ નિરંતર સ્પર્શે છે. (આ સાંભળીને) રાજાને ચમત્કાર થશે. (એટલે) મહેલની પાસેની જગ્યામાં તેણે દિગંબરને રાખ્યો. રાજાએ કહ્યું કે અમારા પૂર્વજોના વર્ણનથી યુકત એક ગ્રંથ તમે રચે. તેણે કહ્યું કે હે દેવ ! હું એક દિવસમાં પાંચસે કે રચવા સમર્થ છું; પરંતુ તેટલા લખવા સમર્થ નથી. કોઈ લેખક આપે. Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રવરણ ] ચતુર્વિશતિપ્રબ રાજાએ કહ્યું કે અમારી પુત્રી નામે મદનમંજરી પડદામાં રહીને લખશે. દિગબરે ગ્રંથ રચવો શરૂ કર્યો. રાજપુત્રી પાંચસો ( કે) લખતી. એમ કેટલાક દિવસે ગયા. એક દહાડે કોયલના ટહુકાને જીતનાર તેનો સ્વર સાંભળતી થકી રાજપુત્રી વિચારવા લાગી કે આનું રૂપ પણ સુંદર હશે (પરંતુ) પડદામાં રહીને તે કેમ દેખાય છે ત્યારે (ભાવ) હું ઉપાય કરું. રસોઈમાં મીઠું ખૂબ નાંખું. તે (દિગંબર) પણ આવી વિદુષી તેમજ સુંદર સ્વરવાળી રાજપુત્રીને જેવા ઇચ્છતા હતે. મીઠું બહુ હેઈ તે બોલ્યો કે અહે લવણિમા ! રાજપુત્રીએ કહ્યું કે આ નિર્દયતા ! આ પ્રમાણે આલાપ પ્રત્યાલાપ થતાં બંનેએ મર્યાદા રૂપ વસ્ત્રના પડદાને દૂર કર્યો. પરસ્પર દિવ્ય રૂપનું દર્શન થયું. તેવામાં દિગંબરે કહ્યું કે જે. નલિનીએ ચન્દ્રના બિંબને જોયું નહિ તેને જન્મ એળે ગયે. રાજપુત્રોએ પણ કહ્યું કે જે ચન્દ્ર નલિનીને જેવા છતાં વિકસિત કરી નથી તેની ઉત્પત્તિ નિષ્ફળ છે. ત્યાર પછી મદનની અન્ય ચપલતાઓ જાણે નેત્રની પ્રીતિને ઉદ્દભવ ન કરતી હોય તેવાં વચનથી મદન નિરંકુશ બનતાં તે ૧૫ બેનું કૌમારવત ખડિત થયું. (પછી) વિકથા ચાલવા માંડી. (આથી) ગ્રંથ છેડો તૈયાર થતું. સાંઝે રાજા શાસ્ત્ર(રૂ૫ એ ગ્રંથ) જેતે (અને પૂછતો કે, આજે હું તૈયાર થયું તેનું શું કારણ છે ? દિગંબર તેમાં ત્રણ ચાર વિષમ પદ્ય નાંખતો. પછી તે રાજા આગળ કહે કે હે દેવ ! મારી એ પ્રતિજ્ઞા છે કે હું (મારા લેક) નહિ સમજનાર ૨૦ લેખક પાસે લખાવતા નથી. તારી પુત્રીને આ સ્થાન કષ્ટ સમજાયું. આ પ્રમાણે કાલમાં વિલંબ થવાથી ગ્રંથ એ છે તૈયાર થાય છે. રાજાએ વિચાર કર્યો કે આ શકને જ ઉત્તર છે. એકદા ગુપ્ત ચર્યા કરું (અને જેલ) કે આ બે શું કરે છે? રાત વીતી એટલે એક દિવસ રાજા ગુપ્ત રૂપે એકલે તે બે ગ્રંથ નિર્માણ કરતાં હતાં તે પ્રદેશની ભીંતને ૨૫ આંતરે (જઈ) ઉભે. તે જ વેળા દિગંબરે રાજપુત્રીને પ્રણયકલહના અનુનયરૂપ (વચન) કહ્યું કે હે સુબુ ગુસ્સે થઇ એથી મેં ખાવાનું છોડી દીધું છે, કામિનીઓની કથા ત્યજી દીધી છે, અને સ્વર્ગધ, ધૂપ વગેરે સુવાસનું દૂરથી જ નિરાકરણ કર્યું છે. ૧ લવણને ભાવ, મીઠું ખૂબ પડયું છે. આને ગુહાર્થ “હાવચ છે. ૩૦ ૧ હે સુંદર જવાવાળી ( ભામિની) ! Page #133 -------------------------------------------------------------------------- ________________ શીરાજરાખરસારિત ૨૪ કલાપીહે રાગવાળી (રમણી) ! મને પગે પડેલો જે ગુસ્સો તજ, હવે કૃપા કર; (કેમકે) હે પ્રિયા ! તારો વિરહ થતાં ખરેખર બધી દિશા મને અંધ થઈ ગઈ છે. આ કાવ્ય સાંભળીને બંનેની દુશીલતાને નિર્ણય કરી તે ધીમે પગે ( ત્યાંથી) નીકળી ગયે. રાજ (પિતાને) સ્થાને ગયે. ક્રોધાયમાન થયેલા તેણે તત્કાલ દિગંબરને બેલાવ્યો અને આવતાં (વંત જ) કહ્યું કે હે પંડિત! સુઝુસર્વ પિરથviજજ ઇત્યાદિ આ નવીન પદ્ય શું છે? દિગંબરે વિચાર્યું કે રાજાએ મારી ગુપ્ત ચર્ચા કરી છે. હું અપરાધી પકડ છું. તે પણ જેમ તેમ (બંધબેસત) ઉત્તર આપું. એમ વિચારીને તેણે રાજાને કહ્યું કે હે દેવ ! બે દિવસ થયા મારી આંખે પીડા થાય છે. તેના ઉપબ્લેક માટે અનુનયરૂપ આ પદ્ય હું બેલ્યો હતો. એ પ્રમાણે પ્રસ્તાવના કરી ક્ષોભ પામ્યા વિનાને તેણે તે જ પ્રકારે તરત જ એ (પદ્ય)ની વ્યાખ્યા કરી. એ પ્રજ્ઞા વડે રાજા ખુશી થશે, કિન્તુ અકૃત્યના દર્શનથી તે ગુસ્સે થ. (આથી) ભૂભગપૂર્વક તેણે નેકરને કહ્યું કે આ કુકર્મ કરનારને બાંધે અને (તેને) મારી નાંખો. તેમણે તેને બાંધે. તે સાંભળીને રાજપુત્રી હાથમાં શસ્ત્રિકાવાળી એવી (પિતાની) ૩૨ સખીઓ સાથે આવી. રાજાની દૃષ્ટિ સમક્ષ આવીને તેણે પિતે કહ્યું કે આ મારા મનમાં રુચિ ગયેલાને મૂકે. જો તમે નહિ છોડી મૂકો તે ૩૪ હત્યા થશે એક દિગંબરની અને ૩૭ યુવતિઓની. તે ઉપરથી રાજાને મંત્રીઓએ વિનવ્યો કે હે દેવી! તમે જ આને આની પાસે રાખી. યુવકેનું સ્ત્રીની પાસે રહેવું એ મદનક્ષને દેહદ (પૂર્યા બરાબર ) છે. કેને દેવ દે? ચિત્રમાં આલેખાયેલી હેય તે પણ મૃગાક્ષીઓ મનને હરે છે. તે પછી મદન વડે વિકસિત વિભ્રમ વડે ભ્રમિત નેત્રવાળીએ શું ન કરે? (તેથી) પ્રસન્ન થઈ દિગંબરને છેડી મૂકે. અને વળી આ (પુત્રી પણ) એની જ (પત્ની) હે. એ સાંભળીને તેને છોડી મૂકીને તે (રાજપુત્રી)ને તેણે તેની જ પત્ની કરી. એ રાજ્યના ભાગને પાત્ર બનાવા. સસરાએ દિગ્વિજય દ્વારા (મેળવેલ) બને તેને સે પ્યાં. એ (દિગંબર) વ્રત છોડીને ભાગી બ. એ પ્રકારને વૃત્તાન્ત (એના) ગુરુ વિશાલકીતિએ “ઉજજયિની માં સાંભળે અને વિચાર્યું કે અહે યૌવન, દાલત અને ૧. સમગ્ર પદ્ય આંખને પણ લાગુ પડે છે. જેમકે શગિણિ થી “હે વાવ રંગવાળી !એવો અર્થ આ પક્ષમાં ધટે છે. આંખ દુખવા આવે ત્યારે જે રતાશ થાય તે રતારાવાળી એમ અત્ર બંધબેસતું થાય છે. 5. * ૩૦ Page #134 -------------------------------------------------------------------------- ________________ LTC ચતુવિ શતિપ્રમન્ય કુસંગના મહિમા કેવા છે કે જેથી આવા પ્રકારના આ વ્રતી, વિદ્વાન, વાદી, ચેાગના જાણકાર હેાવા છતાં આવી જાતના ઉગ્ર દુર્ગતિમાં પડવારૂપ મૂળવાળા કુમાર્ગે ચડયો. હા, હા, ધિક્કાર. પરિચ્છેદની પાર, સમસ્ત વચનેાના અવિષયરૂપ, વળી આ જન્મમાં જે અનુભવમાર્ગે આવેલા નથી એવા તેમજ વિવેકના વિનાશથી વૃદ્ધિ પામેલા મહામેાહરૂપગઢનવાળે એવા કાઇક વિકાર અંતરને જડ કરે છે અને સંતાપને વિસ્તારે છે. એમ વિચારી ચાર ચતુર શિષ્યાને તે ( દિગંબર )ને મેધ (પમાડવા) માટે તેણે માકલ્યા. તેમણે ત્યાં જ એને કહ્યું કે હે પંડિત ! તમે ક્ષણુર્ભુગુરુ એવા સ્ત્રીસંગના સુખથી વિરમા, કરુણા, પ્રજ્ઞા અને મૈત્રીરૂપ વધૂજનને સંગ કરો; કેમકે હારથી માક્રાન્ત એવું ધન સ્તનમંડળ કે મણિથી જડિત અને ( મેખલાના ) રણકારવાળું નિતંબભિષ્મ ખરેખર નરકમાં શરણરૂપ થતું નથી. આ પ્રમાણે ગુરુએ તને પ્રતિમાધ્યેા છે; સમજ, મેાહ ન કર. (પરંતુ) એણે (તે) નિર્લજતાને લીધે ગુરુને ઉદ્દેશીને પદ્યો . પત્રમાં લખી (તે પત્ર) તેમના હાથમાં (મૂકી) તેમને વિદાય કર્યાં. તેઓ ત્યાં ગયા. ગુરુએ પો વાંચ્યાં. તર્ક નિશ્ચિત નથી. શ્રુતિ ભિન્ન ભિન્ન છે. એવા (એક) ગુરુ નથી કે જેનું વચન પ્રમાણુરૂપ હાય. ધર્મનું તત્ત્વ તે ગુઢ્ઢામાં રહેલું છે. જે રસ્તે મહાજન જાય એ (જ ખરે) રસ્તા છે. જે પ્રિયાદર્શનથી સરાગ ચિત્તે પણ નિર્વાણુ મળે છે તે જ પ્રિયાદર્શન હ।. અન્ય દર્શન શા કામનાં છે? જેના અધરપાત્ર દશિત થયા છે એવી, ચકિત થઇ હસ્તના અગ્ર ભાગને હલાવતી, હે શઠ ! મને મૂકી દે એમ ।પથી યુક્ત વનેા વડે જેની શ્રૃલતા નાચી રહી છે એવી તેમજ ( ચારુ ચન્દ્રવદનમાંથી નીકળતા ) સત્કાર વડે અંચિત નેત્રવાળી એવી માનિનીને જેમણે સરલસ ચુખન કર્યું છે. તેમણે અમૃત મેળવ્યું છે; ( બાકી ) મૂઢ સુરાએ સાગરનું ( કેવળ ) શ્રમ માટે મંથન કર્યું. ઇત્યાદિ જોઇ ગુરુ મૂગા રહ્યા. મદ્દનકીતિ વિવિધ વિલાસે કરવા લાગ્યા. इति मदनकीर्तिप्रबन्धः ॥ १४ ॥ ૧. યાપ્ત. ૧૧૭ ૧. ૧૫ ૨૦ ૨૫ Page #135 -------------------------------------------------------------------------- ________________ " આ ‘ભારત' વર્ષમાં દક્ષિણ ખંડમાં મહારા′ ' દેશના ૧અવતંસરૂપ શ્રી‘ પ્રતિષ્ઠાન' નામે નગર છે. પોતાની સમૃદ્ધિ વડે ઇન્દ્રપુરને પણ પરાભવ કરનારૂં તે (નગર) કાલાંતરે ક્ષુદ્ર ગામ જેવું થઇ ગયું. ત્યાં એક દહાડા બે વિદેશી વિષે પેાતાની વિધા બેન સાથે આવી કાઇ કુંભારની શાળામાં રહ્યા. કવૃત્તિ કરીને અને બન પાસે કા વીણી લાવીને તેણે કરેલા આહારપાક વડે તેઓ ઠરાવેલા સમયે (નિર્વાહ) કરતા હતા. એક દિવસ તે વિષેાની એ એન પાણી ભરવા માટે ગાદાવરી ’ ૧૦ (નદીએ) ગઇ. તેનું અપ્રતિરૂપ સ્વરૂપ જોઇ કામવશ બનેલા ( નદીની ) અંદર હદમાં રહેનારા શેષ નામના નાગરાજે હદમાંથી બહાર નીકળી મનુષ્યનું રૂપ ધારણ કરી તેની સાથે બળપૂર્વક સંભોગક્રીડા કરી. ભવિતવ્યતાના વિલાસથી એટલે કે દૈવયેાગે સાત ધાતુથી રહિત હાવા છતાં દિવ્ય શક્તિ વડે તેના દેહમાંથી નીકળેલા શુક્રરૂપ પુદ્દગલના ( તેને વિષે ) સંચાર થવાથી તેને ગર્ભ રહ્યો પાતાનું નામ પ્રકાશીને અને આપત્તિસમયે મને યાદ કરજે એમ કહીને ( તે) નાગરાજ ‘ પાતાલ ’ લેાકમાં ગયા. તે ધેર ગઇ. લજ્જાથી પીડાતી હાવાથી તેણે એ વૃત્તાન્ત પેાતાના ભાઇઓને ખરેખર કહ્યો નહિ. કાલક્રમે ભાઇઓએ ગર્ભનાં ચિહ્ન જોઇ એને ગર્ભિણી તરીકે એાળખી. અન્ય શંકાને અભાવ હાવાથી મેાટા (ભા)ના મનમાં એવી શંકા ઉત્પન્ન થઇ કે આને ખરેખર નાનાએ ઉપભેાગ કર્યો છે. નાનાને પણ એવા વિકલ્પ થયા કે જરૂર મેાટાએ આનું શીલ ખંડિત કર્યું છે. આ પ્રમાણે પરસ્પર કલુષિત ચિત્તવાળા તે તેને એકલી મૂકીને જાદે દે દેશ ગયા. વધતા જતા ગર્ભવાળી તે પણ પારકાને ઘેર કામ કરી પ્રાણ ટકાવવા લાગી. ક્રમે કરીને પૂરે દિવસે સમગ્ર લક્ષણાથી લક્ષિત દેહવાળા પુત્રને તેણે જન્મ આપ્યા. દે અને ગુણાથી ક્રમસર વૃદ્ધિ પામતા તે સમાન ઉમરના ( મિત્રા ) સાથે રમતાં બાલક્રીડાથી પોતે રાજા બની તેમને કૃત્રિમ હાથી, ધેાડા, રથ વગેરે આપતા. આ પ્રમાણે ‘ સન્ ’ધાતુના દાન અર્થ થતા હેાવાથી લેાકેાએ સાતવાહન એવું તેનું નામ પાડયું. પેાતાની માતા વડે પળાતા તે સુખે રહ્યો. ૧ શિરાભૂષણુ, ૧૫ ૨૦ ૨૫ 30 ( ૧૫ ) સાતવાહનના પ્રબન્ધ ' Page #136 -------------------------------------------------------------------------- ________________ प्रबन्ध ] ચતુર્વિશતિપ્રબંધ આ તરફ્ ઉજ્જયિની 'માં ‘ અવન્તિ ’ના નરેશ શ્રીવિક્રમાદ્વિત્યની સભામાં કાઇ નિમિત્તિયાએ પ્રતિષ્ઠાન 'પુરમાં સાતવાહન રાજા થશે એમ કહ્યું. (એ સમયે) એ જ ('ઉજ્જિયની') પુરીમાં એક વૃદ્ધ બ્રાહ્મણે પોતાના આયુષ્યનેા અંત (આવેલા)જાણી પેાતાના ચાર પુત્રાને ખેાલાવી કહ્યું કે વત્સ! હું મરી જાઉં ત્યાર બાદ મારી શય્યાના એસીકા(ની નીચે)ના જમણુા પાયાથી માંડીને ચારે પાયાએની નીચે રહેલા ચાર નિષિળશે। તમારે મોટા પ્રમાણે ગ્રહણ કરવા જેથી તમારા નિર્વાહ થશે. પુત્રોએ વારૂ (કહી) પિતાના આદેશ સ્વીકાર્યાં. તેનું મરણુ થતાં તેની ઔર્વદૈહિક ( ક્રિયા ) કરી તેરમે દિવસે ભૂમિ ખાદીને ચારેએ યથાયાગ્ય નિષિકળશે। ગ્રહણ કર્યાં. તેઓ ઉઘાડીને જેવા જુએ છે તેવા પહેલાના કુંભમાં સુવર્ણ, ખીજાના કુંભમાં કાળી મટાડી, ત્રીજાના કુંભમાં ખુશ (ઉંખી ?) અને ચેાથાના કુંભમાં હાડકાં દેખાયાં. તે ઉપરથી સૌથી મેાટા સાથે બીજા (નાના) ત્રણ વિવાદ કરવા લાગ્યા કે પેલું સુવર્ણ ( તને જે મળ્યું છે ) .તે અમને પણ વહેંચીને આપ. તેણે તે ન આપ્યું એટલે તે · અવન્તી 'પતિના ધર્માધિકારી પાસે ગયા. ત્યાં પણ તેમના વિવાદના નિર્ણય થયા નહિ. તેથી ચારે ‘ મહારાષ્ટ્ર ' જનપદ્મમાં ગયા. " સાતવાહન તેા કુંભારની મટાડી વડે રાજ નવા નવા હાથી, રથ, અને સુલટ બનાવતા કુંભારશાલામાં બાલક્રીડાના દુર્લલિત વડે ઉત્પન્ન થયેલ સ્થિતિવાળા સમય પસાર કરતા હતા. પેલા બ્રાહ્મણપુત્રા ‘ પ્રતિષ્ઠાન ’પત્તનમાં આવી આમ તેમ ભમતાં કુંભારની શાળામાં (આવી) રહ્યા. ઈંગિત આકાર (જાણુવા)માં નિપુણ એવા સાતાહુન તા તેમને જોઇને ખેલ્યા કે હું બ્રાહ્મણા ! તમે ચિન્તાતુર ક્રમ દેખાઓ છે ? તેમણે કહ્યું કે હું જગતને વિષે અદ્વિતીય સુભગ ! તેં અમને કેવી રીતે ચિન્તાયુક્ત ચિત્તવાળા જાણ્યા ? કુમારે કહ્યું ૐ ઈંગિતાથી શું જણાતું નથી ? તેમણે કહ્યું કે એ બરાબર છે, પરંતુ તારી આગળ ચિન્તાનું કારણ જણાવવાથી શા લાભ ? (.કેમકે ) તું (તા) ખરેખર બાળક છે. બાળકે કહ્યું કે મારાથી પશુ તમારૂં સાધ્ય સિદ્ધ થાય તેમ હશે તેા હું જરૂર તેમ કરીશ ); વાસ્તે એ ચિન્તાનું કારણ જણાવે. તેના વચનની વિચિત્રતાથી જેમનું હૃદય હરાયું હતું એવા તેમણે એ ઉપરથી નિધિના નિર્ગમથી માંડીને તે માલવ પતિની સભામાં પણ વિવાદના નિર્ણયના અંત ન આવ્યા ત્યાં 7 ૧૧૯ ૫ ૧. ૫ ૨૦ ૨૫ 30 Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂરિક્ત [સા સુધીના પોતાના સમસ્ત સ્વરૂપનું નિવેદન કર્યું. સ્મિત વડે વ્યાપ્ત અધરવાળા કુમારે તે। કહ્યું કે હું બ્રાહ્મણેા ! હું તમારા ઝગડાને નિર્ણય કરૂં છું. સાવધાન થઇને સાંભળેા. જેને પિતાએ સેાનાના કળશ આપ્યા છે તે તેનાથી જ નિવૃત્ત ડેા તેણે તેનાથી સંતેાષ માનવા; જેના કળશમાંથી કાળી માડી નીકળી તે ક્ષેત્ર, ક્રેદાર વગેરેનું ગ્રહણુ કરે; જેના (કળશ)માં મુશ છે તે કાઠારમાં રહેલાં સર્વ શ્વામ્યાના સ્વીકાર કરે, અને જેના (કળશ)માંથી હાડકાં નીકળ્યાં તે ધેડા, ભેંસ, દાસી, દાસ વગેરે ગ્રહણ કરે, એમ તમારા પિતાને આશ્ચય છે. આ પ્રમાણે ખાળનું કહેલું સાંભળીને બ્રાહ્મણેા કે જેમને છ પતી ગયા હતા. તે તેના વચનને પ્રમાણુરૂપ માની તેની રજા લઇ પેાતાની નગરીએ પાછા આવ્યા. તેમના વિવાદના નિર્ણયની એક્થા નગરીમાં પ્રસિદ્ધિ પાસી. રાજાએ પણ તેમને ખેલાવી પૂછ્યું કે શું તમારા વિવાદને નિર્ણય થયા ? તેમણે કહ્યું કે હા, નાથ ! (થયા). શે નિર્ણય કર્યો એસ રાજાએ કહ્યું ત્યારે તેમણે સાતવાહનનું સમગ્ર અને સત્ય સ્વરૂપ ૧૫ શું. તે સાંભળીને તે બાળકની તિસમૃદ્ધિ જોઇ દૈવજ્ઞે પહેલાં કહેલું ક્રૂ ‘ પ્રતિષ્ઠાન ’માં તેનું રાજ્ય થશે તે યાદ આવતાં તેને પેાતાના પ્રતિપંથી સમજીને મનમાં ક્ષેાલ પામી તે નરેશ્વરે તેને મારી નંખાવવાના ઉપ્તયનું ચિર કાળ ચિન્તન કર્યું. અભિધાત કરાદિ પ્રયાગા દ્વારા એને આરી નખાવતા તેા અપકીર્તિ તેમજ ક્ષાત્ર વૃત્તિની ક્ષતિ થાય એમ 14 થિયારી ચતુરંગસેનાના સમૂહ તૈયાર કરી ‘ અવન્તિ 'ના પતિએ પ્રતિષ્ઠાન પત્તન તરમ્ પ્રયાણ કરી તેને શ્રેષ્ટ રીતે ધેરી લીધી. તે જોઇને તે ગામે ભયભીત થઇ વિચારવા લાગ્યા કે ગુસ્સે થયેલા માલવ 'પતિના ક્રાના ઉપર આ આટલા ( બધા ) આાપ છે? અત્ર તે નથી રાજા, નથી રાજ્ય ( ઢાકાર ? ), નથી વીર્ કે નથી ક્રાઇ તેવા કિલા વગેરે. તે આ પ્રમાણે વિચાર કરતા હતા તેવામાં • માલવ પતિએ મેલેલા દૂતે આવીને સાતવાહનને કહ્યું કે હું કુમાર ! તારા ઉપર ગુસ્સે થયેલા રાજા સવારે તને મારી નાંખશે; એથી તારે યુદ્ધાદિના ઉપાયનું ચિંતનનું અવધારણ કરવું-યુદ્ધ વગેરે માટે જે તૈયાર કરવી હાય તે કરવી. દૂતનાં વચન સાંભળ્યા પછી પણ તે નિર્ભયપણે નિરંતર રમ્યા કરતા હતા. એવામાં જેમને પરમાર્થ જણાયા છે એવા તેના બે મામા કે જાગી.. ૨૦ ૫ ૨૦ 潘 Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રધ] ચતુર્વિ‘શતિપ્રમન્ધ જેમના એક ખીજા તરફના વિકલ્પો નાશ પામ્યા હતા તેઓ ફરીથી ‘પ્રતિષ્ઠાન’ આવ્યા. પરસૈન્યને જોઇને તેમણે પેલી પાતાની બેનને કહ્યું કે હે બેન ! જે દેવે તને આ પુત્ર આપ્યા છે તેને જ તું યાદ કર જેથી તે જ આને મદદ કરશે. તે વચન ઉપરથી નાગપતિનું પ્રાચીન વચન યાદ આવતાં માથે ધડા મૂકી ‘ગોદાવરી’ના નાગુદે જઇ અને (ત્યાં) સ્નાન કરી તે જ નાગપતિનું તેણે આરાધન કર્યું. નાગરાજે તરત જ પ્રત્યક્ષ થઈ વચન ઉચ્ચાર્યું કે હે બ્રાહ્મણી ! શા માટે તેં મને યાદ કર્યાં છે ? પ્રણામ કરી, જેવું હતું તેવું તેણે કહ્યું એટલે શેષરાજે કહ્યું કે હું તારા પતિ ( બેઠા ) છું ત્યાં સુધી તારા પુત્રને પરાભવ કરવા કાણુ સમર્થ છે ? એમ કહીને તે ઘડેા લઇને હદમાં તે ખેાળીને તેમજ અમૃત કુંડમાંના અમૃતથી તે ઘડાને ભરીને તેણે તેને આપ્યા. સાતવાહને માટીના બનાવેલ ઘેાડા, રથ, હાથી અને પાયદળના સમૂહને આ અમૃત છાંટજે, જેથી તે સજીવન થષ્ટ પરચક્રને ભાંગી નાંખશે–સામા સૈન્યને હરાવશે. વળી એ જ અમૃતના ધડાથી તારા પુત્રના ‘ પ્રતિષ્ઠાન ' પત્તનના રાજ્ય ઉપર અભિષેક થશે. કામ પડે તેા કરીથી મને યાદ કરજે. એમ કહી નાગપતિ પાતાને સ્થાને ગયા. અમૃતના ડેા લખી પેાતાને ઘેર જઈ તેણે તેનાથી પેલા માટીના સૈન્યને પુષ્કળ છાંટયુ દિવ્ય પ્રભાવથી સવારે સજીવન બની તે સૈન્ય સામું જ પરસૈન્ય સામે યુદ્ધ કરવા મંડયું. સાતવાહુનના એ લશ્કરે અવન્તિ ’પતિનું સૈન્ય ભાંગી નાંખ્યું. વિક્રમ રાજા પણ નાસીને ‘અવન્તી’ ગયા. ત્યાર પછી સાતવાહનના રાજ્યાભિષેક થયા. પાતાની વિભૂતિ વડે વસ્તુના સમૂહના ઉત્તમ નામના જેણે પરાભવ કર્યાં છે એવું ‘ પ્રતિષ્ઠાન ' ધવલગૃહ, દેવમંદિર, હાટની શ્રેણિ, રાજમાર્ગ, કાટ, ખાઇ વગેરેથી યુક્ત પત્તન બન્યું. ધીરે ધીરે ‘દક્ષિણાપથ'ને અનૃણુ (? અનૃપ) બનાવી અને ‘તાપી’ના તીર સુધી ‘ઉત્તરાપથ'ને સાધીને સાતવાહને પેાતાના સંવત્સર પ્રવર્તાવ્યા અને તે (પાતે) જૈન બન્યા. મનુષ્યાનાં નેત્રને જેણે શીતલતા આપી છે એવાં ચૈત્યા તેણે કરાવ્યાં. પચાસ વીરા પૈકી પ્રત્યે પણ પોતપાતાના નામ વડે અંકિત નગરમાં જિનમંદિર બનાવ્યાં. અન્ય દર્શનના લેાકમાં પ્રસિદ્ધ એવું સાતવાહનનું બાકીનું ચરિત્ર પણ કંઇક કહેવાય છેઃ——— * જ્યારે શ્રીસાતવાહન પૃથ્વીનું રક્ષણ કરતે હતા ત્યારે પચાસ વીરા ‘પ્રતિષ્ઠાન’ નગરની અંદર અને પચાસ વીરા નગરની બહાર રહેતા હતા. એવામાં એ જ નગરમાં એક બ્રાહ્મણને કૈંક નામને પુત્ર ગર્વથી ૧૬ ૧૧ ૫ ૧૦ ૧૫ ૨૦ ૨૫ ૩૭ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રીરાજશેખરસૂરિષ્કૃત [છુ: સાતથાહન ૧૦ ઉદ્દત બન્યા. આ આપણા કુળને ઉચિત નથી એમ કહી તેના પિતાએ અભિમાનથી યુદ્ઘના શ્રમ કરતા એવા તેના પ્રતિષેધ કર્યાં, છતાં તે અટકથો નહિ. એક હાડા પિતા સાથે જતાં એ ખાર વર્ષના બાળકે શહેરમાં રહેનારા બાપલા, ખૂલ વગેરે પચાસ વીરેથી યુક્ત સાત૫ વાહનને બાવન હાથના માપવાળી શિલાને શ્રમાર્થે ઉપાડતા જોયા. ક્રાઇ વીરે ચાર આંગળ, કાઈએ છ આંગળ તે કાઇએ આઠ આંગળ અને ભૂપતિએ ઘુંટણ પર્યંત શિલાને ભૂમિથી ઉપાડી. એ જોઇને કે સ્કુરાયમાણુ પરાક્રમપૂર્વક કહ્યું કે તમારામાંથી કાઇ આ શિલાને માથા સુધી ઊંચી કરવા સમર્થ છે ? તેમણે પણ ઈર્ષ્યાથી કહ્યું કે જો તું ( તારી જાતને ) સમર્થ માનતા હોય તે તું જ ઉપાડ. તે સાંભળીને શુદ્રકે તે શિલાને આકાશમાં એવી ઉછાળી કે તે દૂર ઊંચે ગઇ. કે ફરીથી કહ્યું કે આપનામાંથી જે સમર્થ હોય તે આને પડતી અટકાવે. ઔકથી ભ્રાન્ત નયનવાળા બનેલા સાતવાહુન પ્રમુખ વીરાએ તેને વિનતિપૂર્વક કહ્યું કે હે મહાપરાક્રમી ! તું અમારા પ્રાણનું રક્ષણ કર, રક્ષણુ કર. તેણે પેલી પડતી ( શિલા )ને એવા એક મુષ્ટિપ્રહાર કર્યાં કે તેના ત્રણ કટકા થઇ ગયા. તેમાંના એક કટકા ત્રણ યેાજન ઉપર પડ્યો, ખીજો નાગહદમાં અને ત્રીજો પ્રતાલીના દ્વાર આગળ ચતુષ્પથમાં પડ્યો, જે આજે પણ તેવા જ જતેાના દીઠામાં આવે છે. તેના પરાક્રમના વિલાસથી વિસ્મય પામેલા ચિત્તવાળા ભૂપતિએ શક સારા સત્કાર કરી (તેને) નગરરક્ષક ખનાવ્યા. બીજા હથિયારાના નિષેધ કરી. રાજાએ તેને કવળ દંડરૂપ આયુધની જ અનુજ્ઞા આપી. અનર્થના નિવારણ માટે શૂદ્રકે બહાર ફરતા વીરાને નગરમાં દાખલ થવા દીધા નહિ, ૧૫ ૨૦ ૨૫ ૩૦ એક દિવસ પેાતાના મહેલના ઉપરના ભાગમાં સૂતેલા સાતવાહન રાજા મધરાતે દેહચિતાર્થે ઊડયા. ( તે તે વખતે) નગરની બહાર નજીકમાં કરુણ રુદન સાંભળીને તે પત્તો મેળવવા માટે તરવાર હાથમાં રાખી પારકાના દુઃખ વડે દુ િખત હૃદયવાળા (બનવાના તેના) સ્વભાવને લતે તે ધરમાંથી નીકળ્યો. વચમાં શૂકે તેતે જોયે। અને તેણે તેમને સવિનય પ્રણામ કરી મહારાત્રિએ ( બહાર ) નીકળવાનું કારણ પૂછ્યું, ભૂપતિએ કહ્યું કે બહાર નગરતી સમીપમાં કરુણુ આક્રંદથી યુક્ત આ ૧ મુઠ્ઠી ભારી, ૨ ચકલા, Page #140 -------------------------------------------------------------------------- ________________ ઇવ ] ચતુર્વિશતિપ્રબન્ધ ધ્વનિ સંભળાય છે તેના કારણની પ્રવૃત્તિ જાણવા માટે હું જઈ રહ્યો છું.' આ પ્રમાણે રાજાએ કહ્યું એટલે શુદ્ધકે વિનતિ કરી કે હે દેવ ! પૂજ્યપાદ પોતાના મહેલને અલંકૃત કરવા માટે પધારે. હું જ તે પ્રવૃત્તિ લઈ આવીશ. એમ કહીને ભૂપતિને પાછો વાળી રુદનના અવાજ અનુસાર નગરની બહાર જવા તે પોતે પ્રવૃત્ત થયા. આગળ જતાં કાન દઈને ૫ (સાંભળતાં) તેણે “ગોદાવરી ના પ્રવાહમાં કોઈને રડતો સાંભળ્યો. તે ઉપરથી કમ્મર કસીને શુદ્રક. તરતો તરતો જે નદીના મધ્યમાં જઈ પહોંચે તે તેણે પાણીના પૂરમાં તણાતા એક મનુષ્યને રડતે જોયો તેણે એને કહ્યું કે તું કોણ છે અને શા સારૂ રડે છે? એમ કહેવાતાં તે અતિશય રડ્યો. આ પ્રમાણેના આગ્રહથી તેણે સ્પષ્ટ કહ્યું કે હે સાહસિકમાં ૧૦ શિરોમણિ ! તું મને અહીંથી કાઢીને રાજાની સમીપ લઈ જા જેથી ત્યાં હું મારો વૃત્તાન કહીશ. એમ બોલતા એવા તેને સૂકે ઊંચકવા જેમ જેમ પ્રયાસ કર્યો તેમ તેમ તે ઊંચકાય નહિ. તેથી નીચે કોઈ યાદ (જલજંતુ) વડે એ પકડાય હશે એવી આશંકા લાવી ઢકે તરત જ નીચે તરવાર ફેરવી. ત્યાર બાદ ઉદ્ધાર કરનાર શદ્રકના હાથે કેવળ ૧૫ મસ્તક જ ચડયું. લોહીની ધારા વહેતી હતી એવા મસ્તકને જલદી જોઈ દ્રક શોકાતુર બની ચિંતવવા લાગે કે મારા ઉપર પ્રહાર નહિ કરનારને હણનારા અને શરણે આવેલાના ઘાતક એવા મને ધિક્કાર છે. એ પ્રમાણે આત્માની નિન્દા કરતો વજથી હણાયે હોય તેમ એક ક્ષણ તે મૂછિત થઈ ગયા. ત્યાર બાદ ચેતન આવતાં તેણે ચિર કાળ વિચાર २० કર્યો કે આ દુગ્રેષ્ટા હું રાજાને કેવી રીતે જણાવીશ? એથી શરમાઈ ગયેલા ચિત્તવાળા તેણે ત્યાં જ લાકડાંની ચિતા રચી અને ત્યાં અગ્નિ સળગાવ્યો. પછી મસ્તકને સાથે લઈને જેવી તેણે ઊંચી જવાળામાં પ્રવેશ કરવા પ્રવૃત્તિ કરી તેવામાં જ તે મસ્તકે કહ્યું કે હે મહાપુરુષ ! તું શા સારૂ આમ કરે છે? રાહુની પેઠે હું સર્વદા મસ્તકરૂપ જ છું; ૨૫ તેથી તું નાહક શેક ન કર, કૃપા કરી અને મને રાજા પાસે લઈ જા. આ પ્રમાણે તેનું વચન સાંભળી અને પામેલા ચિત્તવાળો અને એ જીવે છે એથી રાજી થયેલે શદ્રક તે મસ્તકને પઢાંશુકમાં વીંટીને સવારે રાજા પાસે ગયે. રાજાએ પૂછયું કે હે શુદ્રક! આ શું છે ? એણે પણ કહ્યું કે હે દેવ ! જેના સદનને અવાજ દેવે રાત્રે સાંભળ્યો હતો તે આ ૩૦ છે. એમ કહીને તેનું પૂર્વે કહેલું સર્વ વૃત્તાન્ત તેણે જણાવ્યું. ફરીથી રાજાએ તે જ મસ્તકને પૂછયું કે તું કોણ છે અને તારૂં અહીં શા Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૧૨૪ શ્રીરાજશેખરસૂરિકૃત [ સંતવાનસારૂ આવવું થયું? તેણે કહ્યું કે હે મહારાજ ! આપની કીર્તિ બંને કાને સાંભળી કરુણ રુદનના મિષથી (મારી) જાતને જણાવી હું આપની પાસે આવ્યું. આપને મેં જોયા. એથી મારાં નેત્રો આજે કૃતાર્થ થયાં છે. તું કઈ કળા યથાર્થ રીતે જાણે છે એવી રાજાની આજ્ઞા (પૃચ્છ)થી તેણે નિરવ (2) ગીત ગાવાનું શરૂ કર્યું. ક્રમે કરીને તેના ગાનની કળાથી રાજા પ્રમુખ આખીએ સભા મેહ પામી. એ માયાસુર નામને અસુર કપટ કરી રાજાની પૂજ્ય રૂપધેયવાળી પટ્ટરાણીનું હરણ કરવાની ઈચ્છાથી આવ્યો હતો. પરંતુ) એ (વાત) કોઈના પણ જાણવામાં ન હતી. જોકેએ કેવળ મસ્તકના દર્શનથી એનું પ્રાકૃત ભાષામાં સીસુલા એવું નામ પાડયું. ત્યાર બાદ દરરોજ તંબૂરાને પણ હઠાવે એવા મધુર સ્વરે તેનું ગાન થતાં તેનું સ્વરૂપ દાસીને મોઢે મહાદેવીએ સાંભળ્યું. રાજાને વિનવીને તેણે તે મસ્તક પિતાની પાસે મંગાવ્યું. રોજ રાણી તેને ગવડાવતી. કેટલેક દહાડે રાત્રે લાગ જોઈને માયાસુરે તેનું તરત જ હરણ કર્યું. તેણે તેને પોતાના ધંટાવલંબિ” નામના વિમાનમાં બેસાડી. રાણીએ કરુણ રુદન કરવા માંડયું. અરેરે મને કઈ હરી જાય છે (આ) પૃથ્વી ઉપર એવો કાઈ વીર છે કે જે મને છોડાવે ? તે સાંભળીને ખૂંદલ નામના વીરે આકાશમાં ઉડીને તે વિમાનને ઘંટ હાથે મજબૂત પકડી લીધે. તેથી હાથ વડે રેકાયેલું તે વિમાન આગળ ચાલ્યું નહિ. ત્યાર બાદ માયાસુરે વિચાર્યું કે આ વિમાન કેમ ચાલતું નથી ? હાથ વડે ઘેટનું અવલંબન લીધેલા વીરને જેવો તેણે જોયો તે(જ) તેણે ખગ વડે તેનો હાથ કાપી નાંખ્યો. (એથી) વીર પૃથ્વી ઉપર પડ્યો અને એ અસુર આગળ ચાલ્યો. ત્યાર પછી દેવીના હરણના વૃત્તાન્તથી વાકેફગાર બનેલા ભૂપતિએ ૪૮ વીરને હુકમ કર્યો કે પટ્ટદેવીનું કોણે હરણ કર્યું છે તેની શોધ કરે. પ્રથમથી જ શદ્રક ઉપર અસૂયા (ધારણ કરવા)માં તત્પર એવા તેમણે કહ્યું કે હે મહારાજ ! શદ્રક જ જાણે; (કેમકે) તે જ તે મસ્તક લાવ્યો હતો (અને) તે જ દેવીને હરી ગયું. તે ઉપરથી તેના ઉપર ગુસ્સે થયેલા રાજાએ તેને શલિએ ચડાવવાનો હુકમ કર્યો. ત્યાર પછી દેશની રીતિ (ચાલ) પ્રમાણે રાતા ચદનથી લિપ્ત દેહવાળા એવા તેને ગાડામાં સુવડાવી અને તેની સાથે તેને મજબૂત બાંધીને જેવા રાજપુરુષે (તેને) શલિ (દેવા) માટે ચાલ્યા તેવામાં ૫૦ વર પણ એકઠા મળી શકને કહેવા લાગ્યા કે હે મહાવીર! શા માટે આપ રાંડની જેમ મરે છે ? અશુભનું કાલ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ઝા] ચતુવિજ શતિપ્રબળે હરણ કરવું અર્થાત અણી ચૂકાવવી એ ન્યાયપૂર્વક રાજા પાસે તું કેટલાક દિવસની મુદત માગ (અને) બધે દેવીનું હરણ કરનારાને શેધ, કેમ તું એકાએક જ પિતાની વીરતાની કીતિને દૂર કરે છે–ઝાંખ લગાડે છે? તેણે કહ્યું કે ત્યારે રાજા પાસે જાઓ (અને) એ માટે રાજાને વિન. તેમણે પણ તેમ કર્યું એટલે રાજાએ શુદ્રકને પાછા બોલાવ્યું. તેણે પણ સ્વમુખે વિનતિ કરી કે હે મહારાજ ! મુદત આપો જેથી પ્રત્યેક દિશામાં દેવીને તેમજ તેનું હરણ કરનારને હું શોધું. રાજાએ દશ દિવસની મુદત આપી. શદ્રકના ઘરમાં બે કૂતરા હતા જે તેની સાથે રહેતા હતા. રાજાએ કહ્યું કે આ બે કૂતરાને જામીન તરીકે અમારી પાસે મૂક (અ) દેવીનો પત્તો મેળવવા માટે તું જાતે ભૂમંડળમાં ૧૦ ફર. એ પણ આદેશ પ્રમાણ છે એમ કહીને (એ) પરાક્રમી નીકળી પડો. પૃથ્વી પતિએ તે બે કૂતરાને સાંકળે બાંધી ખાટલાના પાયા સાથે બાંધ્યા. શદ્રક તે ચારે બાજુ ફર્યો-ખો. ફરવા છતાં પણ જ્યારે પ્રસ્તુત અર્થની કેવળ ખબર પણ કોઈ ઠેકાણે તેને ન મળી ત્યારે તેણે વિચાર્યું કે અહે મારી આ અપકીતિને પ્રાદુર્ભાવ થયો કે ૧૫ આ સ્વામીને દ્રોહી બની દેવીને હરી ગયો. તે (દેવી)ને કઈ પણ ઠેકાણે પત્તો મળે (મળ) નથી; વાસ્તુ મરણ એ જ મારું શરણું છે. એમ વિચારી તેણે લાકડાં વડે ચિતા રચી-ખડકાવી અને અગ્નિ સળગાવ્યો. જેવો તે તેમાં દાખલ થવા જતો હતો તેવામાં પેલા બે દેવાધિષિત કૂતરાઓએ જાણ્યું કે અમારા નાથ મરણું ઇચ્છી રહ્યો છે. તે ઉપરથી ૨૦ દેવતાઈ શક્તિ વડે સાંકળો ભાંગીને તે બે વિના વિલંબે ત્યાં ગયા કે જ્યાં શતકે ચિતા ખડકવેલી હતી. દાંત વડે કેશ બચીને તેણે શુકને બહાર કાઢો. એકાએક તે (બે કૂતરાને જોઇને અચંબે પામેલા ચિત્તવાળા તેણે કહ્યું કે હે મહાપાપી ! તમે દુષ્ટએ આ શું કર્યું? રાજાના મનમાં વિશ્વાસનો ઘાત થશે કે જામીનરૂપ (બે કૂતરાઓ)ને ૨૫ પણ તે પોતાની સાથે લઈ ગયો. કૂતરાએાએ કહ્યું કે તું ધીરજ ધર અને બતાવેલી દિશાને જલદી તું અનુસર. તારે શી ચિન્તા છે? એમ કહીને આગળ થઈને તેઓ તેની સાથે ઉપડ્યા. ક્રમે તેઓ “કલ્લાપુર” પહોંચ્યા. ત્યાં આવેલા મહાલક્ષ્મી દેવીના મંદિરમાં તેઓ દાખલ થયા. ત્યાં તે દેવીની પૂજા કરી કુશના સ્તરે બેસી શુદ્રક ત્રણ રાત કુક રહ્યો. ત્યાર બાદ ભગવતી મહાલક્ષ્મીને પ્રત્યક્ષ થઈ તેને કહ્યું હે વત્સ! તું શું શોધે છે? શકે કહ્યું કે હે સ્વામિની ! સાતવાહન રાજાની Page #143 -------------------------------------------------------------------------- ________________ V ૧૨૬ શ્રીરાજશેખરસૂતિ [૨૯ સાતવાણામહિષીને પત્તે કહે. તે ક્યાં છે અને તેનું હરણ કોણે કર્યું છે? શ્રીદેવીએ કહ્યું કે સર્વ યક્ષ, રાક્ષસ, ભૂત વગેરે દેવગણને ભેગા કરી તેની ખબર હું તને જણાવીશ, પરંતુ તેમને માટે બલિ ઉપહાર વગેરે તારે તૈયાર કરી રાખો. જ્યાં સુધી તેઓ ધરાઈને બલિ વગેરેને ૫ ઉપભેગ કરી સંતોષ ન પામે ત્યાં સુધી તું વિનો(થી તારી જાતને) સાચવજે. તે ઉપરથી શુદ્રકે દેવતાઓના તર્પણ માટે કુંડ ચાવી હોમ કરવો શરૂ કર્યો. બધા દેવગણે મળ્યા. તેમણે પોતપોતાનો ભગ અગ્નિમુખે ગ્રહણ કર્યો. તેવામાં તે હોમને ધૂમાડે પસરતો પસરતો જ્યાં માયાસુર હતા તે સ્થાનમાં પહોંચે. લક્ષ્મીએ આદેશ આપેલા કકના હૈમના સ્વરૂપથી ૧૦ જાણીતા બનેલા તેણે પણ હોમમાં વિદ્ધ કરવા માટે કેલ્લાસુર નામના પોતાના ભાઈને મેકલ્યો. કેલાસુર પોતાના સૈન્ય સાથે આકાશ (માર્ગે) આવ્યું. દેવગણએ તે દીઠું અને તેઓ અચંબો પામ્યા. ત્યાર બાદ (પલા) બે કૂતરાઓ દિવ્ય શક્તિથી દૈત્ય સાથે યુદ્ધ કરવા લાગ્યા, પરંતુ દૈત્યોએ ક્રમે કરીને તેમને મારી નાંખ્યા. તેથી શકિક પિતે યુદ્ધ કરવા તૈયાર થયો. દંડ સિવાય અન્ય આયુધના અભાવને લીધે દંડ વડે જ તેણે ક્રમે કરીને ઘણું અસુરેને મારી નાંખ્યા. ત્યારે દૈત્યોએ તેને જમણે હાથ કાપી નાંખે. ફરીથી તેણે ડાબે હાથે જ દંડયુદ્ધ કર્યું. તે પણ છેદતાં જમણા પગે દંડ ગ્રહી તે યુદ્ધ કરવા લાગ્યો. તે દૈત્યોએ કાપી નાંખે એટલે ડાબે પગે દંડ ગ્રહણ કરી તે યુદ્ધ કરવા લાગ્યો. દૈત્યોએ તે પણ ક્રમે છેદી નાંખે. ત્યાર બાદ દાંતથી દંડ પકડીને તેણે યુદ્ધ કરવા માંડયું. ત્યારે તેમણે (તેનું) મસ્તક છેદી નાંખ્યું. ત્યાર બાદ ગળા સુધી તૃપ્ત થયેલા દેવગણએ પેલા કકને ભૂમિ ઉપર પડેલા મસ્તકવાળા જઈને અહે, અમને ભેગ આપનારા વરાકને શું થયું એમ પરિતાપ પામી યુદ્ધ કરવા માંડયું અને કેલાસુરને મારી નાંખ્યો. ત્યાર પછી રૂપ શ્રીદેવીએ શદ્ધકને અમૃત છાંટીને ફરીથી એનાં અંગે સાંધી દીધાં અને તેને ફરીથી જીવતે કર્યો. તેણે પેલા) બે કૂતરાઓને પણ જીવતા કર્યા. દેવીએ પ્રસન્ન થઈ તેને ખગરત્ન આપ્યું અને આનાથી તું અજેય થઈશ એ વર પણ આવે. ત્યાર પછી મહાલક્ષ્મી વગેરે દેવગણ સાથે સાતવાહનની દેવીની શેધ માટે સમસ્ત ત્રિભુવનમાં ભમીને ૩૦ શ્રદ્ધક મહાસાગરે પહોંચ્યો. ત્યાં એક ઊંચા વડના ઝાડને જે જે તે આરામ લેવા માટે એના ઉપર ચઢો તે તેણે તેની ડાળીએ ઊંધા માથે લટકતો અને લાકડીની ખીલીમાં ઉપર બાંધેલા પગવાળા એક Page #144 -------------------------------------------------------------------------- ________________ PC ] ચતુર્વિશતિપ્રમન્ધ પુરુષને જોયા. તે વળી જીભ પ્રસારી અંદર પાણી પીતા અને જલચદિને ખાતા તેમની નજરે પડ્યો. શૂકે પૂછ્યું કે તું કાણુ છે અને શા માટે આ પ્રમાણે લટકે છે? તેણે કહ્યું કે હું માયાસુરને સૌથી નાનેા ભાઇ છું. તે મારા મેટા ભાઇ કામદેવના ગર્વને અધીન બની ‘પ્રતિષ્ઠાન’ના અધિપતિ સાતવાહન રાજાની મહિષી સાથે ક્રીડા કરવાની અભિલાષાવાળા, રાવણે સીતાનું હરણ કર્યું હતું તેમ એને હરી લાગ્યે (છે). એ પતિવ્રતા એને ઋચ્છતી નથી; તેથી મેં મારા માટા ભાઇને કહ્યું કે પરસ્ત્રીનું હરણ કરવું તે તારે માટે મેગ્ય નથી. પરાક્રમથી જેણે જગત્નું આક્રમણ કર્યું હતું. તેવા દૃશકધર પરસ્ત્રીને વિષે ક્રીડા કરવાની ઇચ્છા (કરવા)થી કુળને નાશ કરી નરકે ગયે।. આ પ્રમાણેનાં વચનેાથી નિષેધાયેલ માયાપુરે મારા ઉપર ગુસ્સે થઇ આ વડની ડાળીએ મને ટાંગીને આ પ્રમાણે મારી વિડંબના કરી છે. હું (મહામહેનતે) જીભ પસારી સમુદ્રમાં સંચરતા જળચર વગેરેને ખાતા પ્રાણયાત્રા ક છું-જીવું છું. એ પ્રમાણે સાંભળીને રાકે પણ કહ્યું કે હું તે જ રાજાને તેાકર નામે શૂદ્રક તે જ દેવીને શોધવા માટે આવ્યો છું. તેણે કહ્યું કે જો એમ હાય તેા મતે હેાડાવ જેથી હું સાથ આપી તેને તેમજ તે દેવીને બતાવું. તેણે પોતાના સ્થળની આસપાસ લાખનેા કિલ્લા કર્યાં છે. તે નિરંતર બળતેા જ રહે છે. તેથી તેને એળંગી તેમાં દાખલ થઇને અને તેને પાડીને દેવી પાછી લાવવી જોઇએ, એ પ્રમાણે સાંભળીને પેલી તલવાર વડે તેનાં લાકડાંનાં બંધના છેદીને તેને આગળ કરી શૂદ્રક દેવગણાથી પિરવરાયેલા ઉપડીન અને કિલ્લો મેળંગીને તે સ્થાનમાં પેઠા. દેવગણાને જોઇને માયાસુરે પોતાની સેનાને યુદ્ધ માટે મેકલી. તેને નાશ થતાં તે પેાતે લડવાને તૈયાર થયા. તે ઉપરથી ક્રમે કરીને શૂદ્રકે તે ખડ્ગથી તેના વધ કર્યાં. ત્યાર બાદ દેવીને ‘ધંટાવલંબ’ વિમાનમાં બેસાડીને દેવગણા સાથે તે ‘પ્રતિષ્ઠાન' તરફ ઉપડયો. આ તરફ અવધિ પ્રમાણે ફેરવેલા દશમા દિવસને આવેલા જાણીને ભૂપતિએ વિચાર્યું કે અહે। મારે મહાદેવી નથી, મારે નથી ચૂક વીર તેમજ નથી (મારે) પેલા કૂતરાએ. દુષ્ટ મુદ્ધિવાળા એવા મેં જ બધું નષ્ટ કર્યું છે. આ પ્રમાણે શેકથી પરિવાર સહિત જ પ્રાણને ત્યાગ કરવાની અભિલાષાવાળા તેણે ચંદનાદિ લાકડાંથી શહેરની 1 શવષ્ણુ, ૧૨૯ ૫ ૧૦ ૧૫ ૨૦ ૨૫ ૩૦ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ૧૫ શ્રીરાજશેખરસૂરિત [શવ સાતવાદબહાર ચિતા રચાવી. જે ક્ષણમાં પરિજન ચિતામાં અગ્નિ નાંખતે હતા તેવામાં દેવગણમાંથી એક વર્યાપક આવ્યો અને તેણે વિનયપૂર્વક વિનતિ કરી કે હે દેવી! તમારું સદ્દભાગ્ય છે: મહાદેવી આવ્યાં. કાનને મનોહર એવું તે સાંભળીને ભૂપતિ કે જેનું હૃદય સ્કુરાયમાણુ આનંદથી કંદલિત થયું હતું તેણે ઊંચું જોયું તે આકાશમાં દેવગણ તેમજ શુદ્રક તેની નજરે પડ્યાં. એ તેમજ મહાદેવી પણ વિમાનમાંથી ઉતરી રાજાને પગે પડ્યાં. ભૂપતિએ શુદ્ધકને સાનંદ અભિનંદન આપ્યું. વળી તેણે તેને અડધું રાજ્ય આપ્યું. ઉત્સવપૂર્વક નગરમાં કને દાખલ કરી તેનું મનહર ચારિત્ર સાંભળનારા રાજાએ મહિલી સાથે રાજ્યલક્ષ્મી બેગવી. એ સાતવાહનને ચન્દ્રલેખા વગેરે ૫૦૦ પત્નીઓ હતી. બધીએ છ ભાષાની કવિતાની જાણકાર હતી. રાજા તો વ્યાકરણ (પણ) શીખ્યા ન હતો. ઉનાળો આવ્યો. જલક્રીડા શરૂ કરવામાં આવી. ચન્દ્રલેખા શતાલું હોઈ તેનાથી શીત સહન ન થતું. રાજા ને પ્રેમપૂર્વક પીચકારી વડે પાણીથી તેનું નિરંતર સિંચન કરતા હતા. તેથી તેણે સંસ્કૃતમાં કહ્યું કે હે દેવ ! મા મે જૂથ. સંસ્કૃતનું તત્વ નહિ જાણ હેઈ “મેદક’ નામ સાંભળીને હાલે દાસી પાસે માદકની પટલિકા (ટેપલી?) મંગાવી. ચન્દ્રલેખા તે જઇને પતિની બુદ્ધિની ભ્રાંતિના દર્શનથી હસી કે અહે મહારાજની શાસ્ત્રથી ઉત્તેજિત બુદ્ધિની વિશાલતા ! રાજાને પણ (આ) ઉપહાસ જણાયો. રાજાએ પૂછયું કે શા માટે અમારે ઉપહાસ કરે છે? રાણીએ કહ્યું કે હે પ્રિય ! અન્ય અર્થની જગ્યાએ અન્ય અર્થ (આપનાથી) સમજાયાથી આપને હું હસી. રાજાને શરમ લાગી. તરત જ વિદ્યા માટે ત્રણ રાત્રિ સુધી ઉપવાસ દ્વારા ભારતીનું આરાધન કરી તેને પ્રત્યક્ષ કરી અને તેના પરથી મહાકવિ બની તેણે સારસ્વત વ્યાકરણ વગેરે સંકડા શાસ્ત્રો રચ્યાં. એ રાજાના ગુણે કરીને ભારતી દેવીએ પ્રસંગે (સ્વર્ગથી) ઉતરી આવી કહ્યું છે. એક દહાડે તેણે ભારતીને વિનતિ કરી કે સમગ્ર નગરને પહેલા અડધા પ્રહર સુધી શીધ્ર કવિરૂપ બનાવે. દેવીએ તેમજ કર્યું. એક દિવસમાં દશ કરોડ ગાથાઓ થઈ. તે રચાયેલું (પુસ્તક) સાતવાહનનું શાસ્ત્ર થયું. તે પૃથ્વી પતિને ખરમુખ નામને દંડનાયક શૂરવીર, ભક્ત, વિદ્વાન, પુણ્યાત્મા અને આરંભસિદ્ધ હતા. એક વાર હાલે ખરમુખને આજ્ઞા કરી કે “મથુરા ” , ૨૫ ૩૦ Page #146 -------------------------------------------------------------------------- ________________ vas] ચતુર્વિશતિપ્રબન્ધ ૧૨૯ પ્રહણ કરો. આદેશ પ્રમાણ છે એમ કહીને બહાર વ્યાપારીઓ પાસે આવી તેણે (તેમને) રાજાને હુકમ કહ્યો. વ્યાપારીઓએ કહ્યું કે હે ખરમુખ! બે “મથુરા” છે. એક (તે) પાંડવોએ રચેલી “દક્ષિણ મથુરા” (અને) બીજી “ પૂર્વ મથુરા' કે જેના ગોષ્ઠમાં કૃષ્ણ ઉત્પન્ન થયા હતા અને જ્યાં વૃન્દાવન વગેરે બને છે. (એ) બેમાંથી કઈ “મથુરાનું ગ્રહણ કરવું તે પૂછ. ખરમુખે કહ્યું કે તે પ્રતાપસૂર્યને પૂછવાને કાણુ સમર્થ છે? તે કહેશે ને કે શું તમે મારું મન જાણતા નથી ? વળી તેને ક્રોધ સત્વર પ્રાણ હરનારો છે. (વાસ્તે) બંને “મથુરા” આપણે લઇશું. સેનાના બે વિભાગ કરી એક જ દિવસે મધ્યાહને ખરમુખે બે “મથુરા” ગ્રહણ કરી. તે બે નગરીના ગ્રહણની વધામણી કહેવા ૧૦ બે પુરુષે આવ્યા. હર્ષપૂર્વક રાજા (એ) બે સાથે બોલતે હતો તેવામાં ત્રીજો એક આવ્યો. તેણે કહ્યું કે હે દેવ ! સદ્દભાગ્યે આપ દ્વારા તૈયાર) કરાવાતા જૈન મંદિરના ભૂમિતલમાં અક્ષય નિધિ પ્રકટ થયેલ છે. તેના સામું એ જોતું હતું તેવામાં પ્રેમમંજાષા દાસી અંતઃપુરમાંથી આવી (અને બોલી કે) હે નાથ! દેવી. ચન્દ્રલેખાને સગે લક્ષણ વાળો પુત્ર આવ્યો ૧૫ છે. ચારેને રાજાએ વધામણ આપી. તે હર્ષથી એને મેટ ઉન્માદ થયે. તેથી લેકેને એકઠા કરી ઘોડે ચઢી “ોદાવરી”ના તીરે આવી ઊંચે સ્વરે તેણે (નદી)ને કહ્યું કે હે ગોદાવરી ! પૂર્વ સમુદ્રથી સાધિત થયેલી તે સાચું બેલઃ તારા તટ ઉપર સાલિવાહનના જેવું કુળ છે? ઉત્તરમાં હિમાલય” અને દક્ષિણમાં સાલિવાહન રાજા, એથી તુલ્ય ભારના ૨૦ બોજાથી આક્રાન્ત પૃથ્વી કઈ તરફ નમી જતી નથી. તેને તે પ્રકારને ગર્વ જોઈ મહામંત્રીઓ માંહોમાંહે મંત્રણ કરવા લાગ્યા કે રાજા લક્ષ્મી વડે ચંચળ બને છે, તેથી કહ્યું પણ છે કે, જે પુરુષ લક્ષ્મી વડે જીતાયો તે બે કે તે હારી ગયે; (પરંતુ) જે એ (લક્ષ્મી) પુરુષ વડે છતાય તે એનાથી બંને લેકે છતાયા. તેથી કરીને એને દુઃખ ઉપજાવીને (તેના) ૨૫ ગર્વરૂપ રોગનો ઉછેદ કરવું ઉચિત છે. એમ વિચારી તેમણે રાજાને ખબર આપી કે હે દેવ! લલાટ તપે એવો સૂર્ય થવા આવ્યો છે. ભેજનને સમય થયો છે. (વાસ્તે) મહેલે પધારો. એમ કહીને તેઓ (તેને) મહેલે લઇ ગયા. ત્યાં પણ ગર્વથી તે થાંભલા વગેરે કૂટવા લાગ્યો. તે ઉપરથી મંત્રીઓએ વીરેને વિષે ભૂષણરૂપ ખરમુખને સંતાડીને રાજાને કહ્યું હે દેવ ! ખમ્મુખ રોગથી તરત જ દેવલોક પામ્યો છે. તેનું શ્રવણ થતાં રાજાએ દુઃખથી અને શોકથી મદ ત્યજી દીધે. શોકથી તે તેણે ૧૭ Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂરિષ્કૃત [3. સાયાન વિકલતાને ધારણ કરી. ત્યાર ખાદ પ્રધાનાએ જણાવ્યું કે હું પ્રજાનાથ ! વિદેશથી આવેલા અને મરેલાને જીવાડવાની વિદ્યાથી વાકેગાર (જનેાએ) ખરમુખને જીવતા કર્યાં છે. જો આદેશ હોય તા ચરણકમલયુગલના તટમાં એ દેખાય. એમ કહેવાતાં તે સ્વસ્થ થયા. ખરમુખ દેખાયા. રાજા ખૂખ તુષ્ટ થયા. એ પ્રમાણે તેના ઉદય થયા. ૧૫ એક વેળા એ ‘ગાદાવરી 'ને તીરે ક્રીડા કરતા હતા. તે વારે એક મત્સ્ય જળમાંથી મુખ બહાર કાઢી હસ્યા. (એથી) રાજા ખીધા તેમજ અચો। પામ્યા. રાત્રે ધ્યાનથી આકર્ષાયેલી અને (એથી) આવેલી બ્રાહ્મીને તેણે પૂછ્યું કે હે દેવી! મત્સ્ય શા માટે હસે છે ? બ્રાહ્મીએ કહ્યું કે હે વત્સ ! પૂર્વના ભવમાં હું આ જ નગરમાં લાકડાના ભાર ઊઁચકનારા (કઠિયારા) હતા. તે મધ્યાહને લાકડાં ( વેચવાના કષ્ટથી ઉપાર્જન ) કરેલ ધન વડે ખરીદેલા અને ઊના પાણીમાં વિલેાડિત કરેલ સતુ માસક્ષપણુક ઋષિને આનંદથી આપ્યાં. તે પુણ્ય વડે તું સમ્રાટ્ ( તરીકે ) અવતર્યો છે. ત્યાંને એક વ્યંતર એ (વાત) જાણે છે. મત્સ્યમાં સંક્રમીને તે હસ્યા તે તેં જોયું. રાજાએ કહ્યું કે હસવાને શે। આશય છે? બ્રાહ્મીએ કહ્યું કે આ આશય છે—દાનથી ઋદ્ધિ પામેલા આ દાનને વિષે મંદ આદરવાળા છે. પાતાના કાર્યને વિષે મૂઢ એવા જીવલેાકને ધિક્કાર છે. સાતવાહન એસ્થેા કે તે વ્યંતરે મારી ચર્ચા શા માટે કરવી જોઇએ ? બ્રાહ્મીએ કહ્યુંઃ પૂર્વ ભવમાં એ તારા જ મિત્ર હતા. તેણે કંજુસાથી કંઇ પણ દાન દીધું હતું નહિ. ફક્ત તારા દાનની કંઇક તેણે અનુમેાદના કરી હતી. તે પુણ્ય વડે એ વ્યંતરરૂપે અવતર્યાં છે, તેથી તેનું તારે વિષે હિતાચિત્વ છે. તારા મંત્રના સામર્થ્યથી ખેંચાઇ પ્રત્યક્ષ થતી એવી મતે તે તારી માતા સમાન જાણે છે, તેથી એ તેમ હસ્યા એમ જાણુ. તે વૃત્તાન્તના મેધથી ભૂપતિએ સારી પેઠે દાતારપણું સ્વીકાર્યું. બ્રાહ્મીએ અને શ્રીએ આપેલ ‘શબ્દવેધ' રસની સિદ્ધિથી તે ઇચ્છાદાની માની જૈન થયા. એ હાલ રાજાના આવા વિવિધ વૃત્તાન્તા છે. કેટલા કહેવાથી પાર આવે ? તેણે ગોદાવરી તે તીરે પ્રાસાદમાં મહાલક્ષ્મીની સ્થાપના કરી. તે તે સ્થાનામાં તેણે બીજા પણ યથાયાગ્ય દેવાને બેસાડ્યા. " તે રાજા વિશાળ રાજ્ય લાંખા કાળ પર્યંત એક દહાડા કાછ કઠિયારા કાઇ વણિકની શેરીમાં લઇ જઇ વેચતા હતા. એક હાડા તે ત્યાં તેની બેનને પૂછ્યું કે શા માટે તારા ભાઇ ૧૩૦ ૫ ૧. ૨૦ २५ ૩. ભાગવતા હતા તેવામાં રાજ મનેાહર લાકડાં ન ગયા ત્યારે વિકે આજે મારી શેરીમ Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રવક્ષ્ય ] ચતુર્વિશતિપ્રમન્ત્ર ૧૩૧ આવ્યા નથી ? તેણે કહ્યું: હું શ્રેષ્ટિવર્ય ! મારે ભાઇ હાલ સ્વર્ગીઓમાં વસે છે. વિષ્ણુકે કહ્યું: કેવી રીતે ? તેણે કહ્યું: કંકણના બંધનથી માંડીને ( શરૂ થતા ) વિવાહપ્રકરણને વિષે ચાર દિવસ પુરુષ પાતે સ્વર્ગીએમાં જાણે રહેતા હેાય એમ માને છે; કેમકે તેને ઉત્સવ જોવાનું કુતૂહલ છે. તે સાંભળીને રાજાએ પણ વિચાર કર્યાં ક અહે। હું કેમ સ્વર્ગીએમાં ન વસું ? ચાર ચાર દિવસે નિરંતર વિવાહના ઉત્સવમય જ હું રહીશ. એમ વિચારી ચારે વર્ણોમાં જે જે કન્યાને રૂપશાલી અને યુવાન જુએ કે સાંભળે તેને તેને તે ઉત્સવપૂર્વક પરતા, એમ ઘણા કાળ જતાં લેાકાએ વિચાર્યું કે અહા આ શું થવા ખેઠું છે? શું બધા વર્ણએ સંતાન વિનાના રહેવું ? બધી કન્યાઓને રાજા જ પરણે છે. અને (આ પ્રમાણે) અબળાના અભાવમાં સંતતિ યાંથી હોય ? એ પ્રમાણે લોકાખિન્ન થતાં ‘ વિવાહવાટિકા ’ નામના ગામમાં રહેનારા એક બ્રાહ્મણે પીજા દેવીનું આરાધન કરી તેને વિનંતિ કરી કે હે ભગવતી ! અમારાં સંતાનેાનું વિવાહ-કાર્ય કેવી રીતે થશે ? દેવીએ કહ્યું કે હે બ્રાહ્મણ ! હું તારા ઘરમાં કન્યાનું રૂપ લઇને અવતરીશ. જ્યારે રાજા મને માંગે ત્યારે (તારે) મને તેમને દેવી. બાકીનું હું કરીશ. તે જ પ્રમાણે રાજાએ તેને રૂપવાળી જોઇને બ્રાહ્મણ પાસે (તેની) માંગણી કરી. તેણે પણુ કહ્યું કે મેં ( એ તમને ) આપી, પરંતુ હે મહારાજ ! આપે અહીં જાતે આવીને મારી ફ્રન્યા પરણવી પડશે. રાજાએ ( એ વાત ) સ્વીકારી. જોષીએ આપેલા લગ્નમાં ક્રમથી વિવાહ માટે તે ઉપડ્યો. રાજા તે ગામમાં સસરાના કુલે પહેાંચ્યા. દેશાચાર મુજબ વહુ અને વરની વચ્ચે પડદા કરાયા-અંતરપટ ધરાયા. ખાળેા ‘યુગંધરી' લાજોથી ભરવામાં આવ્યા. લગ્નની વેળાએ પડદા દૂર કરાતાં બંને (જણાં) એક બીજાના માથા ઉપર લાજ નાંખવા લાગ્યા. હવે ખરેખર હસ્તમેલાપ થશે એમ માની રાજાએ તેની સામું જોયું તેા તેણે તેને ભયંકર રૂપવાળી રાક્ષસી દીઠી. વળી તે લાજ કાણુ અને કર્કર પત્થરરૂપે રાજાના માથા ઉપર પડવા લાગ્યા. રાજા પણ આ કં વિકૃત છે એમ જાણી નાઠો. તેવામાં તે પૂઠે લાગી પત્થરના કટકાએ વર્ષાવતી રહી. તે ઉપરથી રાજા પાતાના જન્મસ્થળરૂપ નાગહદમાં પેઠે અને ત્યાં જ તે મરણુ પામ્યા. આજે પણ તે પીજા દેવી શેરીની બહાર પેાતાના મંદિરમાં રહેલી છે. ક્રમે કરી કાલિકા દેવીએ બકરીરૂપ વિČને ૧ કાંકણુદેરા. ૧૦ ૧૫ ૨૫ ૩૦ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રીરાજશેખરસૂરિકૃત [ સાતવારવાવમાં પ્રવેશ કરી કરુણ ધ્વનિ વડે શકને પણ છેતર્યો. એથી તે તેને કાઢવા (અંદર) દાખલ થયો. (પરંતુ તેમ કરવા જતાં) પડી ગયેલા એવા તેની તરવાર કુવાના દ્વાર આગળ આડી પડી જવાથી તેનું શરીર (એ વડે) છેદાઈ એ મરણ પામ્યા; કેમકે વર આપતી વેળા આ દિવ્ય ૫ તરવારથી તારૂં મરણ થશે એમ મહાલક્ષ્મી એ ફરમાવ્યું હતું. ત્યાર પછી શાન્તિકુમારને રાજ્ય ઉપર અભિષેક થયે. સાતવાહનના મરણ પછી આજે પણ કોઈ રાજ, પ્રતિષ્ઠાન” વીરક્ષેત્ર હોવાથી તેમાં પ્રવેશ કરતા નથી. અહીં જે (વાર્તા)માં અસંભવિત (જણાતું) હોય ત્યાં પરસિદ્ધાન્તને કારણરૂપ માન; કેમકે જેને અસંગત વાણી (વદનાર) મનુષ્ય નથી. ૧૦ શ્રીવીર મેક્ષે ગયા ત્યાર પછી ૪૭૦ વર્ષે વિકમાર્ક રાજા થયો. આ સાતવાહન તેને પ્રતિપક્ષી હેવાથી તે સમયને અને કાલિકસૂરિ પછી જેણે પર્યુષણને એક દિવસ આગળ આણું તે (કેઈ) બીજે સાતવાહન સંભવે છે. નહિ તે– "नवसयतेणउपहि समकंतेहिं वीरमुक्खाओ। पजोसवणचउत्थी कालयसूरेहिं तो ठविआ॥" –એ પ્રાચીન ગાથા સાથે વિરોધને પ્રસંગ આવે છે. ભાજપને વિષે બહુ ભોજે અને જનપદને વિષે બહુ જનકે રૂઢ હોવાથી સાતવાહન પછી સાતવાહન (થ છે એમ કહેવામાં) વિરોધ જણાતો નથી. इति सातवाहनचरित्रम् ॥ १५ ॥ Page #150 -------------------------------------------------------------------------- ________________ (૧૬) વંકચૂલને પ્રબન્ધ પારેત” જનપદમાં “ચર્મવતી મહાનદીને તટે વિવિધ અને ઘન વન વડે ગહન એવી “ટીંપુરી' નામે નગરી જ્યવંતી વર્તે છે. આ જ ભારત વર્ષમાં વિમલયશા નામને રાજા થઈ ગયો. સુમંગલા પ દેવી સાથે વૈષયિક સુખ ભોગવતાં તેને બે સંતાન ઉત્પન્ન થયાં. તેમાં (એક) પુત્ર (નામે) પુષ્પચૂલ અને (એક) પુત્રી (નામે) પુષ્પચૂલા. અનર્થનો સમૂહ ઉત્પન્ન કરનારા પુષચૂલનું લોકેાએ વંકચૂલ એવું નામ પાડયું. મહાજન દ્વારા ઠપકે અપાયેલા રાજાએ ગુસ્સામાં વંકચૂલને ૧૦ નગરમાંથી કાઢી મૂક્યો. પિતાના પરિવાર અને સ્નેહને લીધે પરવશ એવી બેન સાથે રસ્તે જતાં તે ભયંકર અટવીમાં (આવી) પડ્યો. ત્યાં ભૂખ અને તરસથી તેને પીડાતા જોઈ ભિલે (તેને) પિતાની પલ્લીમાં લઈ ગયા. ત્યાર બાદ) પૂર્વ પલ્લીપતિના પદે તેને સ્થાપવામાં આવ્યો. તેણે રાજ્યનું પાલન કર્યું. ગામ, નગર, સાથે વગેરેને તે લૂંટતે. ૧૫ એક વાર ‘અબુંદ પર્વતથી “અષ્ટાપદની યાત્રાએ નીકળેલા સુસ્થિત સરિ પિતાના ગ૭ સહિત સિંહગુહા” નામની તે જ પલ્લીમાં આવી ચડયા. (એવામાં) વર્ષાકાળ આવ્યો. પૃથ્વી જીવોથી વ્યાપ્ત બની. સાધુ સાથે આલેચના કરી વંકચૂલ પાસેથી વસતિ માંગી સૂરિ ત્યાં જ રહ્યા. તેણે પ્રથમથી જ એવી વ્યવસ્થા કરી કે મારા સીમાડામાં ધર્મક્યા ન કરવી; કેમકે તમારી કથામાં અહિંસાદિ ધર્મ છે અને એ પ્રમાણે મારા લેકે નિર્વાહ કરી શકે તેમ નથી. (ભલે) એમ છે એમ કબૂલ કરી ગુરુ ઉપાશ્રયમાં રહ્યા. વંકચૂલે બધા પ્રધાન પુરુષોને બોલાવી કહ્યું કે હું રાજપુત્ર છું, તેથી મારી પાસે બ્રાહ્મણ વગેરે આવશે; વાસ્તે તમારે પલ્લીમાં જીવહિંસા ન કરવી તેમજ માંસ, મદિરા વગેરેને પ્રસંગ ઉભે ૨૫ થવા ન દે. એમ કરતાં સાધુઓને પણ અજુગુણિત આહાર પાણી કલ્પશે. ચાર મહિના સુધી તેમણે તે પ્રમાણે જ કર્યું. વિહાર (કરવા)નો સમય આવ્યો. શ્રમણોનાં, શકુનનાં, ભમરાઓના સમુદાયોનાં, ગાયનાં ટોળાં. ઓનાં અને શરદ્દ (ઋતુ)નાં વાદળાંઓનાં રહેઠાણ અનિયમિત હોય છે ઈત્યાદિ વાક્યો (કહેવા) વડે સૂરિએ વંકચૂલની રજા લીધી. ૩૦ પછી વંકચૂલ તેમની સાથે ચાલ્યો. પિતાની સીમા પ્રાપ્ત થતાં તેણે જણાવ્યું કે અમે પારકાની સીમમાં દાખલ થતા નથી. સૂરિએ કહ્યું ૨૦ Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂરિષ્કૃત [દ્વચલ કે અમે અન્ય સીમમાં પેઠા છીએ; તેથી દક્ષિણતાથી તમને કંઇક ઉપદેશ આપીશું. તેણે કહ્યું કે જેને મારાથી નિર્વાહ થઇ શકે તે(વા) ઉપદેશ દ્વારા આ મનુષ્યના ઉપર અનુગ્રહ કરશે, તે ઉપરથી સૂરિએ ચાર નિયમા આપ્યા. જેમકે (૧) અજાણ્યાં ફળે ન ખાવાં, (૨) સાત આઠ પગલાં ૫ (પાછળ) ખસીને ઘા કરવા, (૩) પટ્ટદેવીનું સેવન નહિ કરવું અને (૪) ૧૩૪ ૧૦ કાગડાનું માંસ ન ખાવું. તેણે તે કબૂલ કર્યો, ગુરુને નમીતે તે પેાતાને ઘેર ગયા. એક વેળા સાથે ઉપર ધાડ પાડવા ગયે. (અપ)શુકનના કારણથી સાર્ચ ગયેા નહિ. ?તેનું ભાથું ખૂટયું. રાજન્યા ભૂખથી પીડા પામ્યા. કિપાક' ઝાડને ફળેલું તેમણે જોયું. તેમણે ફળે! લીધાં, તેનું નામ તે જાણતા નહતા એટલે રએણે ખાધા નહિ, બાકી બધાએ ખાધાં, તેઓ ‘કિંપાક’ ફળ (ખાવા)થી મરી ગયા. તે ઉપરથી તેણે વિચાર કર્યાં ૐ અહા નિયમાનું ફળ ! ત્યાર પછી એ એકલા જ પલ્લીમાં આવ્યા. રાત્રે તે પોતાના ધરમાં દાખલ થયેા. દીવાના પ્રકાશથી તેણે પુષ્પચૂલાને પુરુષના વેષમાં પોતાની પત્ની સાથે સૂતેલી જોઇ. એ એના ઉપર તે ગુસ્સે થયા. આ બંનેને તરવારના પ્રહારથી હું છેદી નાંખું એવા જેવા તેણે મનસૂએ કર્યો તેવા જ નિયમ યાદ આવ્યા. તેથી સાત આઠ પગલાં પાછા ખસીને ધા કરતાં ખડ્ગથી ખકારા થયા. એને કહ્યું કે વંકચૂલ જીવા. તેનું વચન સાંભળીને શરમાઇ ગયેલા તેણે પૂછ્યું' કે આ શું ? તેણે પણ નટના વૃત્તાન્ત કહ્યો: હે ભાઇ ! અહીં પ્રતિભૂપતિના દૂતા નટને વેષ ધારણ કરી આવ્યા હતા. તે પલ્લીમાં ઇંકચૂલ હોય તા તે અમારૂં નૃત્ય જુએ એમ તેમણે કહ્યું. તે વેળા મેં વિચાર્યું કે હાલ ભાઇ વંકચૂલ ધરમાં નથી. તે વારે તારા વેષ ધારણ કરી મેં તેમની પાસે નૃત્ય કરાવ્યું. મેં તેમને દાન આપ્યું. તેઓ પેાતાને સ્થાને ગયા. ત્યાર પછી ધણી રાત (પસાર થઇ) ગઇ હાવાથી નિદ્રાને અધીન બનેલી હું તે જ વેષે ભાભી પાસે સૂઇ ગઇ. એ પ્રમાણેને વૃત્તાન્ત સાંભળી તે મનમાં અત્યન્ત ખેદ પામ્યા. ૨૫ ૧૫ ૨૦ ३० આચાર્યના ધર્મઋષિ અને ધર્મદત્ત વર્ષારાત્ર રહ્યા. ત્યાં તે એમાંથી ખીજાએ તા ચાર માસક્ષપણુ કર્યું. કાલક્રમે તે તે રાજ્ય ચલાવતા હતા તેવામાં તે જ પલ્લીમાં તે જ નામના એ શિષ્યા કાઇક વેળા એક સાધુએ ત્રણ માસક્ષપણ કર્યું; વંકચૂલે તે તેમણે આપેલા નિયમાનું ભવિષ્યમાં શુભ ફળપણું જોઇને વિનંતિ કરી કે હે ભવંતા ! મારા ૧ વંકચૂલનુ. ર વસૂલે. ૩ એામાસુ Page #152 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ] ચતુર્વિશતિપ્રબન્ધ ૧૩૫ ઉપર દયા લાવીને કોઈક કોમળ ધર્મોપદેશ આપે. તે ઉપરથી તેમણે પાપને નાશ કરનારી એવી ચૈત્ય કરાવવાની દેશના આપી. “શરાવિકા પર્વતની સમીપમાં રહેલી તે જ પલ્લીમાં “ચર્મણ્વતી નદીને તીરે તેણે પણ ઊંચું અને મને હર મંદિર કરાવ્યું. તેમાં શ્રી મહાવીરની પ્રતિમાનું સ્થાપન કરાયું. તે તીર્થરૂપે રૂઢ થયું. ચારે દિશામાં ત્યાં સો આવવા લાગ્યા. કાલાંતરે કાઇ નૈગમ પત્ની સહિત સમસ્ત સંપત્તિ પૂર્વક તેની યાત્રા માટે ઉપડી કેમે કરીને “રતિ’ નદીએ આવી પહોંચ્યા. વહાણ ઉપર આરૂઢ થયેલા તે દંપતીએ મંદિરનું શિખર જોયું. પછી એકદમ સેનાના કચોળામાં કુંકુમ, ચંદન અને કપૂર નાંખીને નૈગમની પત્નીએ તેમાં (જળ) નાંખવું શરૂ કર્યું, પ્રમાદથી તે (કોળું) જળની તળિયે પડવું. ત્યારે ૧૦ વણિકે કહ્યું કે અહે આ કાળું અનેક કટિ મૂલ્યવાળાં રત્નોથી જડેલું હોઈ રાજાએ ઘરેણે આપ્યું હતું. (હવે, ત્યારે રાજાથી કેમ છૂટવું ? એ પ્રમાણે દીર્ધ કાળ પર્યત ખેદ પામી પલ્લીપતિ વંકચૂલને તેણે કહ્યું કે આ રાજાની વસ્તુની શોધ કરી. તેણે પણ માછીને હુકમ કર્યો. તે તે શોધવા નદીમાં પેઠે. શોધ ૧૫ કરતાં તેણે જળના તળિયે સોનાના રથમાં રહેલ જીવંતસ્વામી શ્રીપાશ્વનાથનું બિંબ જોયું. (અને) તે બિંબને હદયે તે કચોળું જોયું. માછીએ કહ્યું કે આ દંપતી ધન્ય છે કે કેસર, કપૂર અને ચંદનના વિલેપનને યોગ્ય એવી પ્રભુની છાતી ઉપર એ (જઈને) બેઠું. ત્યાર બાદ તે લઈને તેણે તે નૈગમને આપ્યું. તેણે તેને બહુ ધન આપ્યું. ર, નાવિકે બિંબનું સ્વરૂપ કહ્યું. તે ઉપરથી શ્રદ્ધાળુ વંકચૂલે તેને જ તેમાં) પ્રવેશ કરાવી તે બિબ બહાર કઢાવ્યું. સેનાના રથને તે ત્યાં જ રહેવા દીધે. પૂર્વે ભગવાને રાજાને સ્વરૂપમાં કહ્યું હતું કે ફૂલની માળા નંખાતાં જ્યાં તે જઇને રહે ત્યાં બિંબની શોધ કરવી. તે અનુસાર બિંબ લાવીને તેણે તે વંકચૂલ રાજાને આપ્યું. ખરેખર નવીન ચૈત્ય હું કરાવું ત્યાં સુધી આ રપ અહીં રહે એવા વિચારથી તેણે પણ તેને શ્રીવીરની પ્રતિમાના બહારના મંડપમાં સ્થાપન કર્યું. અન્ય ચૈત્ય તૈયાર કરાતાં રાજકીયએ જ્યારે તેની ત્યાં સ્થાપના કરવા માટે તેને ઉપાડવાને આરંભ કર્યો ત્યારે તે બિંબ ઉપવું નહિ. દેવતાના અધિષ્ઠાનને લીધે આજે પણ ત્યાં જ તે તે પ્રમાણે જ રહેલું છે. માછીએ ફરીથી પહેલી પતિને વિજ્ઞપ્તિ કરી કે હે દેવ ! 2, નદીમાં દાખલ થયેલા એવા મેં ત્યાં બીજું બિંબ પણ દીધું હતું. તેને પણ બહાર કાઢવું ઉચિત છે (જેથી) તે પૂજાથી આરૂઢ થાય. એ Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજશેખરસૂરિકૃત [૧૬ ઘરઉપરથી પલ્લી પતિએ પિતાની પર્ષદાને પૂછયું કે આ બે બિબેનું સંવિધાન કઈ જાણે છે? કોણે ખરેખર આ બેને નદીમાં જળને તળિયે મૂક્યાં ? એ પ્રમાણે સાંભળીને એક પ્રાચીન (વાત)ના જાણકાર સ્થવિરે કહ્યું કે હે દેવ ! એક નગરમાં પૂર્વ રાજા હતા. (તેના ઉપર ચડી આવેલા પર સૈન્ય સાથે યુદ્ધ કરવા માટે સમસ્ત સેનાના સમૂહને તૈયાર કરી તે ગયે. તેની પટ્ટરાણી પિતાનું સર્વસ્વ તેમજ એ બે બિબેને સેનાના રથમાં મૂકી જળદુર્ગ છે એમ (મનસૂબે) કરીને “ચમવતી'માં કૌટુંબિકને તે સોંપીને (૬) રહી. લાંબા વખત સુધી તે (રાજા) યુદ્ધ કરતે હો તેવામાં કાઈક લુચ્ચો ખરેખર એવી વાત લાવ્યો કે આ રાજાને પેલા પરસૈન્યના ૧૦ માલિકે મારી નાંખ્યો. તે સાંભળીને દેવીએ તે કૌટુંબિકનું આક્રમણ કરી જળને તળિયે તે નાંખ્યું. અને તેણે પોતે પણ દેહ છોડ્યો. તે રાજા પરસૈન્યને જીતીને જે પિતાના નગરમાં આવ્યું તે દેવીને પ્રાચીન વૃત્તાન્ત સાંભળીને સંસારથી વિરક્ત બની તેણે ભાગવતી દીક્ષા સ્વીકારી. તેમાંનું એક બિંબ દેવ દ્વારા બહાર લવાતાં પૂજાઈ રહેલું છે. ૧૫ જે બીજું પણ બહાર નીકળે છે તેમ હેય) તો તેવો ઉપક્રમ કરે. તે સાંભળીને પરમ શ્રાવક ચૂડામણિ વંકચૂલે પેલા જ માછીને તે લાવવા (તે જળમાં) પ્રવેશ કરાવ્યું. તે બિંબને કેડ સમાન જળને તળિયે રહેલું તેમજ બહારનું બાકીનું શરીર નીચું જોઈને તેણે (તેને) બહાર કાઢવાના અનેક ઉપાયે કર્યા. (પરંતુ) તે બહાર નીકળ્યું નહિ. એ ઉપરથી દેવતાને પ્રભાવ વિચારી અને (બહાર) આવી તેણે તે સ્વરૂપ રાજાને જણાવ્યું. આજે પણ તે ખરેખર ત્યાં જ છે. આજે પણ સંભળાય છે કે વહાણ અટકી જતાં કોઈક વૃદ્ધ માછીને તેનું કારણ શોધતાં તે સેનાના રથની યુગકાલિકા મળી. તેને સોનાની જેઈને તે લેભીએ વિચાર્યું કે ક્રમે કરીને આ આખા રથને લઈ હું ઋદ્ધિશાળી થાઉં. તે ઉપરથી તેણે રાત્રે ઉંઘ આવી નહિ, કેઈક અદષ્ટ પુરુષે કહ્યું કે આને ત્યાં જ મૂકીને સુખે રહે; નહિ તે હું તેને જલ્દી મારી નાંખીશ. ભયભીત બનેલા તેણે યુગકીલિકા ઇત્યાદિ ત્યાં મૂકી દીધાં. દેવતા વડે અધિષ્ઠિત પદાર્થોને વિષે શું સંભવતું નથી ? આ કાળમાં પણ સંભળાય છે કે પત્થર જેવા (મજબૂત) હાથવાળે કોઈ મ્લેચ્છ શ્રી પાર્શ્વનાથની મૂર્તિ ભાંગવા તૈયાર થતાં ૩છે તેને હાથ ખંભિત થશે. મોટી પૂજાવિધિ કરી ત્યારે તે સાજો થયો. ૧ ઘૂસરીની ખીલી. Page #154 -------------------------------------------------------------------------- ________________ અવશ્વ ] ચતુર્વિશતિપ્રબન્ધ ૧૯ શ્રીવીરની મૂર્તિ મોટી હતી. તેની અપેક્ષાએ શ્રી પાર્શ્વનાથની મૂર્તિ નાની હતી; એથી એ દેવ મહાવીરના અર્ભકરૂપ છે એમ (માની) એનું “મેદાશ્ચલણ એવું નામ (લોકેએ) પાડયું. અધિક પ્રભાવના ભંડારરૂપ શ્રીચેલણ દેવની સામે તે બે મહષિઓએ સેનાના મુગટનો આમ્નાય સાધ્યો અને ભવ્ય આગળ તેને પ્રકાશ કર્યો. તે “સિંહગુહા” પલી વખત જતાં “ઢિપુરી” એ નામથી પ્રસિદ્ધ નગરી બની. આજે પણ સકળ સંધ તે જ નગરીમાં યાત્રા–ઉત્સવોથી એ ભગવાન શ્રીમહાવીરની અને એ ચેલણ પાશ્વનાથની આરાધના કરે છે. એક વાર “ઉજજયિની માં ખાતર પાડવા માટે ચેરની વૃત્તિથી વંકચૂલ કાઈક શ્રેણી (શેઠિયા)ના ઘરમાં ગયે, (પરંતુ) કેલાહલ સાંભળી તે ચાલ્યો ૧૦ ગયો. ત્યાર બાદ તે દેવદત્તા (નામની) વેશ્યાના ઘરમાં પેઠે. તેણે તેને કાઢિયાની સાથે સૂતેલી જોઈ. ત્યાંથી નીકળી તે (અન્ય) શેઠિયાને ઘેર ગયા. ત્યાં એક વાસવાસી જેટલી નામામાં ભૂલ આવતી હતી એથી કઠોર વચને વડે પિતાના પુત્રની નિર્ભમ્ન કરી ઘરમાંથી શ્રેણીએ તેને બહાર કાઢી મૂક્યો. (એમ) રાત પૂરી થઈ. રાજકુળમાં જાઉં એવું ૧૫ તેણે વિચાર્યું. તેવામાં સૂર્ય ઉગ્યો. પલ્લી પતિ નગરમાંથી નીકળીને ઘરે લઈને અને ઝાડ તળે દિવસ પૂરો કરીને ફરીથી રાત્રે રાજભંડારની બહાર આવ્યું. ઘેને પૂછડે વળગીને તે ભંડારમાં પેઠે. ગુસ્સે થયેલીરાજાથી રીસાયેલી પટ્ટરાણીએ તેને જોયો. તેણે પૂછયું કે તું કોણ છે ? તેણે કહ્યું કે ચેર. તેણે કહ્યું કે બીતે નહિ. મારી સાથે તું સંગમ ૨૦ કર. તેણે કહ્યું કે તું કોણ છે? તેણે પણ કહ્યું કે હું પટરાણી છું. ચોરે કહ્યું કે જે એમ હોય તે તું મારી મા (બરાબર) છે; એથી હું જાઉં છું. એ પ્રમાણે તેણે નિશ્ચય કર્યો એટલે તેણે નખ વડે પોતાના શરીરને વિદારીને ઉઝરડા પાડી અને પિકાર કરી આરક્ષકાને બેલાવ્યા. તેમણે એને પક. રાણીને અનુનય કરવા-મનાવવા આવેલા રાજાએ ૨૫ તે જોયું. રાજાએ પિતાના પુરુષોને કહ્યું કે એને મજબૂત-બહુ કસીને બાંધશો નહિ. તેમણે એને સાચવી રાખ્યો. સવારે રાજાએ પૂછયું (ત્યારે) તેણે કહ્યું કે હે દેવ ! ચેરી માટે હું દાખલ થયો હતે. પછીથી દેવીએ દેવભંડારમાં મળે છે. બીજું કાંઈ તેણે કહ્યું નહિ, તેથી પ્રસન્ન થયેલા અને બન્યું હતું તે જાણનારા રાજાએ તેને પુત્ર ૩૦ તરીકે સ્વીકાર્યો અને સામંતપદે સ્થાપે. દેવીની વિડંબૂના થતી વચૂકે અટકાવી. અહ! નિયમોનું શુભ ફળ છે એવું તેણે નિરંતર ચિતવ્યું. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રીરાજશેખરસૂરિકૃત [૧૬ વચૂએક દહાડે કામરૂપ રાજાને સાધવા માટે રાજાએ તેને મેકલ્ય અને તે ગયે. યુદ્ધમાં પ્રહારો વડે જર્જરિત બનેલે એવો તે તેને હરાવીને પિતાને સ્થાને ગયે. રાજાએ વૈદ્યો બોલાવ્યા ઘા ઉપર ત્રણ હેવાથી રોગ વધતો ગયો એટલે તેમણે કહ્યું કે હે દેવ ! કાગડાનું માંસ ખવડાવવા)થી આ સાર થશે. તેને જિનદાસ શ્રાવક સાથે પહેલેથી જ મિત્રતા હતી. તેથી તેને (બેલાવી) લાવવા માટે રાજાએ એક પુરુષને મોકલ્યો કે જેથી તેના વચનથી તે કાગડાનું માંસ ખાય. તે વખતે બેલાવાયેલા જિનદાસ "અવંતી” આવતા હતા તેવામાં તેણે બે દિવ્ય અને સુંદર દાંતવાળી સુંદરીઓને રડતી જોઈ. (તે ઉપરથી) તેણે પૂછયું કે તમે કેમ રડે છે? તેમણે કહ્યું કે અમારા સ્વામીનું “સૌધર્મ થી ચ્યવન થયું છે. એથી અમે રાજપુત્ર વંકચૂલની પ્રાર્થના કરીએ છીએ, પરંતુ તું જતાં તે માંસ ખાશે, એથી એ દુર્ગતિમાં જશે; તેથી અમે રુદન કરીએ છીએ. તેણે કહ્યું કે હું એવું કરીશ કે જેથી એ (માંસ) ન ખાય. તે ગયો અને તેણે રાજાના ઉપધથી વંકચૂલને કહ્યું કે કાગડાનું માંસ તું ૧૫ ગ્રહણ કર; સારો થયા બાદ તે પ્રાર્યાશ્ચત કરજે. વિચૂલે કહ્યું કે તું જાણે છે કે અકાર્ય કરીને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું જોઈએ તે પછી પહેલેથી જ તે ન કરવું એ સારું છે. કાદવને ઘેરવા કરતાં દૂરથી (પણ એને) સ્પર્શ ન કરવો એ વાક્ય વડે તેણે રાજાને નિષેધ કર્યો. વ્રતના સમૂહને વિશેષ સ્વીકાર કરી તે “અમ્યુત' કલ્પમાં ગયો. (પાછા) વળતા જિનદાસે તે બે દેવીઓને તે જ પ્રમાણે રુદન કરતી જોઇને કહ્યું કે તમે કેમ રડે છે ? તેને તે મેં માંસ ખવડાવ્યું નથી. તેમણે કહ્યું કે અધિક આરાધના કરવાથી તે “અય્યત” (કલ્પ) પામે. તેથી તે અમારે સ્વામી ન થયું. આ પ્રમાણે જેન ધર્મના પ્રભાવને દીર્ઘ કાળ પર્યત વિચાર કરી જિનદાસ પિતાને ઘેર ગયો. આ “ઢિપુરી” તીર્થનું ર૫ નિર્માણ કરાવનારે વધૂલ છે. ૨૦ રતિ વર્ષ થી I Page #156 -------------------------------------------------------------------------- ________________ (૧૭) શ્રીવિક્રમાદિત્યને પ્રબન્ધ વિક્રમાદિત્યના પુત્ર વિકમસેન રાજાને પુરોહિતે આશીર્વાદ આપે કે તું (તારા) પિતા વિક્રમાદિત્યથી અધિક થજે. તે વેળા દેવતાથી અધિષ્ઠિત અને સિંહાસનને વિષે રહેલી લાકડાની ચાર પ પૂતળીઓ હતી. ત્યારે વિકમસેને પૂતળીઓને પૂછવું કે તમે કેમ હસે છે ? તેમણે કહ્યું કે તેની સાથે (તારી) સમાનતા પણ ઘટતી નથી, તે પછી) નામની અધિકતા ક્યાંથી? પહેલીએ કહ્યું કે “અવન્તી માં વિકમ રાજા અપૂર્વ અને સાચી વાર્તા કહેનારાને ૫૦૦ દીનારો આપતે. એ સાંભળીને ખ૫૨ ચોરે ૫૦૦ દીનારોની યાચના કરી અને એક વાત કહીઃ ૧૦ “ગંધવત ” સ્મશાનની નજીક પાતાલકૃપમાં દેવી હરસિદ્ધિઓ મેકલેલા દીવાને મેં પડત જે. (અને મેં પણ તેની પાછળ ઝંપલાવ્યું. ત્યાં પાતાળમાં દિવ્ય મહેલ દેખાય. ત્યાં એક તેલનું કડાયું ઉકળતું નજરે પડ્યું. તેની પાસે એક પુરુષ જોવામાં આવ્યો. મેં તેને પૂછયું કે તું અહીં શા માટે (ભા) છે? તેણે કહ્યું કે આ મહેલમાં શાપ વડે ૧૫ ભ્રષ્ટ થયેલી દિવ્ય કન્યા (વસે) છે. તે કહે છે કે જે તેલના કડાયામાં ઝંપલાવે તે મારો સે વર્ષ સુધી પતિ થાય. એ ઉપરથી હું એમાં પડવા માટે અહીં ઊભો છું. પરંતુ (એ) સાહસ (કરવાની હિંમત) નથી. એ પ્રમાણેની વાર્તા દ્વારા તેણે પ૦૦ દીનારો મેળવી. તે ખપરની સાથે રાજા પણ તે વિવર દ્વારા ત્યાં ગયા. તેણે તેલના કડાયામાં ઝંપલાવ્યું. ૨૦ કન્યાએ તેને અમૃત વડે જીવાડવો. જેવી તે રાજાને પસંદ કરે છે તેવું જ રાજાએ કહ્યું કે આ મારી) આગળ ઉભેલા પુરુષને તું પસંદ કર. તેણે તેને પસંદ કર્યો. આ પ્રમાણે જે પરોપકારી છે તેનાથી અધિક એ કેમ હોય? બીજીએ કહ્યું કે “ કાસી થી બે બ્રાહ્મણે આવ્યા. વિકમાર્કે રાજાનું સ્વરૂપ પૂછ્યું. તેમણે કહ્યું કે અમારા દેશમાં પાતાલમાં વિવર છે. તેમાં આંધળે રાક્ષસ (રહે) છે. અમારા દેશને નાથ તેલના કડાયામાં ઝંપલાવી પિતાના માંસ વડે રાક્ષસને પારણું કરાવે છે અને રાક્ષસ પણ તેને ફરીથી જીવતો કરે છે. વળી સાત ઓરડાઓ તે એનાથી ભરી દે છે. તે (રાજા) રોજ સવારે સાતે ઓરડાઓ દાન દઈને ખાલી ૩૦ કરે છે. એ સાંભળીને વિક્રમ પણ ત્યાં ગયો. કડાયામાં ઝંપલાવી રાક્ષસને Page #157 -------------------------------------------------------------------------- ________________ 30 ૧૫. ૧૪૦ શ્રી રાજશેખરસૂરિકૃત [વિકરિશ્યપિતાનું માંસ ખવડાવી તે ફરીથી જીવતે થે. ફરીથી તેનું ભક્ષણ કરાયું અને તે (ફરીથી) જીવતે કરાયે. રાક્ષસને જે શાપથી અંધાપે હતા તે શાપને અંત આવ્યો. તે આંખે દેખતે હૈ. જોઈને તેણે કહ્યું કે સાહસ કરનાર તું કોણ છે? તેણે કહ્યું કે હું વિક્રમ છું. હું તારા ઉપર પ્રસન્ન થયો છું; (વાતે વર) માગ (એમ રાક્ષસે કહ્યું). રાજાએ કહ્યું કે જે તું પ્રસન્ન થયા હોય તે આ રાજાના સાત ઓરડાઓ સદા સુવર્ણથી પરિપૂર્ણ રહે (તેમ કરો. તેમજ વળી એને ફરીથી કડાયામાં ઝંપલાવવા વગેરે ની પીડા ન હો. રાક્ષસે કહ્યું કે એમ છે. એથી એ કેવી રીતે વિકમાર્કથી અધિક થશે? એ સમાન પણ નથી; એથી હું હસી. ત્રીજીએ કહ્યું કે એક દહાડે વિકમાર્ક પિતાના નગરમાં વસતા અને માથે ટાલવાળા કુંભાર જેડે દેશાંતર ગયે. (ત્યાં તેને) પારકાના શરીરમાં પ્રવેશ કરવાની વિદ્યા જાણનારે ભેગી મળ્યો. તેનું આવર્જન થતાં તે પ્રસન્ન થયા અને તેણે (એ) વિદ્યા આપવા માંડી. રાજાએ કહ્યું કે પહેલાં એ મારા મિત્રને આપો. તેણે કહ્યું કે એ લાયક નથી. ગુણ વડે રાજી બનેલા યોગીએ આગ્રહને લીધે તેને પણ આપી. પછી તેણે રાજાને (પણ) જબરજસ્તીથી આપી. “અવંતી' જઈ રાજાએ રાજ્ય કરવા માંડયું. એક દહાડો પટ્ટ અશ્વ મરી ગયે. વિદ્યાની પરીક્ષા કરવા માટે રાજાએ તેમાં પોતાને જીવ ઘા. (એટલે) કુંભારે પિતાને જીવ રાજાના શરીરમાં ઘાલ્યો. કુંભાર રાજ્ય કરવા લાગ્યું. તેણે ઘોડાને મારી નાંખવા વિચાર કર્યો. (તેથી) રાજાને જીવ તે પૂર્વે મરેલા પોપટના શરીરમાં પેઠે. (એ) પોપટ પણ સેમદ શેઠની પ્રેષિતભર્તુકા પત્ની કામસેનાને ઘેર ગયે. તે તેની ચતુરાઈથી ખુશી થઈ રાણી પાસે જતી નહિ. શેઠ આવ્યા. તે રાણી પાસે ગઈ. તેણે નહિ આવવાનું કારણ પૂછ્યું. તેણે પિપટની ચતુરાઇરૂપ કારણ કહ્યું. તેણે પોપટને ર૫ મંગાવ્યો. જેમ પહેલાં રાજાથી તે રાજી થતી તેમ તે તેનાથી રાજી થઈ. એક દિવસ રાણીના સ્નેહની પરીક્ષા કરવા માટે પિપટ ઘરોળીના શરીરમાં પેઠો. રાણીએ તેના વિયોગથી કાષ્ઠભક્ષણ કરવું શરૂ કર્યું. રાજાના જીવે પિટને જીવાડો. તે રાણીને અટકાવવામાં આવી. પિપટે (પિતા) સમસ્ત વૃત્તાન્ત રાણીને કહ્યો. રાણીએ કુંભારનું આવર્જન કર્યું. (એથી) પેલા ૩૦ કક્ષાની કુંભારના જે પ્રસન્ન થઈ વિદ્યા બતાવવા માટે મરેલા બેકડાના શરીરમાં પિતાને જીવ મે. રાજા પોતાના શરીરમાં પેઠે. બકરે બીકથી ૧ જેને પતિ પરદેશ ગયેલ હોય તેવી સ્ત્રી. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૫] - ચતુર્વિશતિપ્રબન્ય ધ્રુજવા લાગ્યો. રાજાએ કહ્યું કે બીવાની જરૂર નથી. હું તારા જેવો થનાર નથી. હું દયાળુ છું. તું સુખે છવ, ચર અને પાણી પી. તેથી એ તેની બરાબર કેમ થવાને ? ચોથીએ કહ્યું કે એક દિવસ વિક્રમાકે ઉત્તમ મહેલ કરાવ્યો. રાજા (ત) જેવાને ત્યાં ગયા. ત્યાં ચકલાંનું જોડું બેઠેલું હતું. ચકલાએ ૫ કહ્યું કે (આ) મહેલ સુંદર છે. ચકલીએ કહ્યું કે સ્ત્રીરોન્યમાં લીલા દેવીનું જેવું બહારનું ઘર છે. તે આ છે. રાજાએ તે સાંભળ્યું. ત્યાં જવાની (તેને) ઉત્કંઠા થઈ, પરંતુ (તે) સ્થાન તો તે જાણતો હતો નહિ તેથી તે ચિંતાતુર થયે. કેવળ ભટ્ટ રાજાને આશય જાણીને તે સ્થાન જાણવા માટે ચાલ્યો. માર્ગમાં “લવણ” સમુદ્ર અને ત્યાર પછી ધૂલી” સમુદ્ર ઉતરીને ૧૦ ત્યાંના મદનમંદિરમાં તે રહ્યો. મધ્ય રાત્રિએ ઘેડાના ખારાના અવાજથી સુચિત તેમજ દિવ્ય ભૂષણોથી અલંકૃત દિવ્ય સ્ત્રીઓનું એક કેળું આવ્યું. તેમની સ્વામિનીએ મદનની પૂજા કરી, તેઓ પાછી વળતી હતી તેવામાં જોડાના પૂછો વળગીને તે ત્યાં ગયો. દાસીઓની નજરે પડતાં તેઓ તેને સ્વામિની પાસે લઈ ગયા. તેણે સ્નાનાદિ કરાવ્યું. રાત્રે ૧૫ તે ઘરમાં જ રહ્યો. સુતાં પેલીએ કહ્યું કે મને વિક્રમાદિત્ય પતિ હોજ અથવા તે જે ચાર શબ્દો વડે જગાડે છે. એમ કહીને તે સુઈ ગઈ. તેણે વિચાર્યું કે શું ચાર શબ્દોથી પણ નાહ જાગે ? (ભાવ) તે હું જ એને જગાડું. તેણે ચાર શબ્દો કર્યા. જયારે તે ન જાગી ત્યારે તેણે તેના) પગના અંગુઠે દેખ્યો. તેણે લાત મારી તો જ્યાં વિક્રમાદિત્ય સુતે હતો ત્યાં જઈને) તે પડ્યો. રાજાએ પૂછયું કે આ શું? તેણે સઘળે વૃત્તાન્ત કલ્યો. તે ઉપરથી અગ્નિ નામના વેતાલ ઉપર આરૂઢ થઈ રાજા ત્યાં ગયે. વેતાલ સંતાઈ ગયો. રાજાને દાસીઓ ત્યાં લઈ ગઈ. તેણે (એની) ભક્તિ કરી. તેનું રૂપ જોઈને તે રાગી બની; પરંતુ સુતાં તેણે પ્રતિજ્ઞા કરી. અને તે જ પ્રમાણે કહ્યું. રાજાએ દીવામાં રહેલા વેતાલને ર૫ કહ્યું કે હે પ્રદીપ ! કઈક કથા કહે. તેણે કહેવા માંડી કે બ્રાહ્મણ હતું. તેને એક પુત્રી હતી. તે જુદા જુદા ગામમાં ચાર વરને આપેલી હતી. ત્યારે આવ્યા. (એથી) વિવાદ થયો. તેણે મોટું અનર્થ જોઈને કાછભક્ષણ કર્યું. સ્નેહથી એક વરે પણ ચિંતામાં ઝંપલાવ્યું. એક હાડકાં લઈને ગંગા’ ગયો. એક ત્યાં ઝુંપડી બનાવીને રાખનું રક્ષણ કરવા ત્યાં જ) ૩૦ રહ્યો. એક દેશાંતર ગયે. ભમતાં (ભમતાં) તે “સંછવિની વિદ્યા શીખે. ફરીથી તે ત્યાં આવ્યો. બીજા પણ આવ્યા. પેલીને છવાડવામાં આવી. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર શ્રીરાજશેખરસૂરિકૃત [૧૭ વિસરિણફરીથી વિવાદ થયો. તે ચારમાં એ કેની પત્ની થાય ? રાજાએ કહ્યું કે હું નહિ બેલું, તું જ બેલ. તેણે કહ્યું કે જે ચિતાની સાથે ઊડ્યો તે ભાઇ થયા. જે હાડકાં લઈ ગયો તે પુત્ર થયો. ઉત્પન્ન કરવાના કારણથી જેણે જીવાડી તે પિતા થયો. જેણે રાખની રક્ષા કરી તે પાલક ૫ થવાથી પતિ થયો. રાજાએ પાનની પેટીને બીજી વાત પૂછી. તેતાલ વડે અધિષિત હોવાથી તેણે પણ કહ્યું કે કોઈક સ્થળે વિધવા બ્રાહ્મણી હતી. તેને જારથી પુત્રી થઈ. રાત્રે તેને બહાર ત્યાગ કરવા તે ગઈ. આ તરફ ત્યાં કોઈ શુળીએ ચઢાવેલો જીવતા હતા તેના પગ સાથે એ અથડાઇ. તેણે કહ્યું ૧૦. કે કયો પાપી દુઃખીને પણ દુઃખ આપે છે ? તેણે કહ્યું કે શું દુઃખ છે? તેણે પણ કહ્યું કે શરીરની પીડા વગેરે વિશેષમાં નિષ્ણુત્રત્વ કર્યું. શીએ ચઢેલા પુરુષે ફરીથી કહ્યું કે તું પણ કહે કે તું કોણ છે ? તેણે પિતાનું ચરિત્ર કહ્યું. તે સાંભળીને તેણે કહ્યું કે પહેલાં હરણ કરેલું, ભૂમિમાં દાટેલું અને અહીં રહેલું એવું મારું ધન તું ગ્રહણ કરી મારી સાથે (તારી) પુત્રીને પરણાવ. બ્રાહ્મણીએ કહ્યું કે તું હમણ મરી જશે. છોકરી નાની છે. (તે) ક્યાંથી પુત્રની ઉત્પત્તિ થશે ? તેણે કહ્યું કે ઋતુકાળમાં કોઈને પણ દ્રવ્ય આપીને પુત્ર ઉત્પન્ન કરાવજે. તેણે બધું તેમજ કર્યું. પુત્ર ઉત્પન્ન થતાં જ તેને રાજદ્વાર આગળ ફેંકવામાં આવ્યો. રાજાએ (તે) કોઈને આપે. વખત જતાં છોકરા વગરના રાજાના રાજ્ય ઉપર એને જ બેસાડવામાં આવ્યો. શ્રાદ્ધને દિવસે ગંગા'માં પિંડનું દાન કરવા તે ગયો. જળમાંથી ત્રણ હાથ નીકળ્યા. તે રાજા અચંબો પામ્યો. કેના હાથને દાન દઉં ? તે હે રાજા ! કહે, કોને પિંડ આપ જોઈએ ? રાજાએ કહ્યું કે ચેરના હાથને. - રાજાએ સુવર્ણપાલકને કહ્યું (એટલે) તેણે પણ કથા કહી કે એક ૨૫ ગામમાં કોઈ કુલપુત્ર (વસતા) હતા, તેને અન્ય ગામમાં પરણાવેલ હતો, પરંતુ તેની પત્ની સસરાને ઘેર આવતી ન હતી. તેને સ્વજને નિર્ગુણ (એમ કહી) હસતા એક દહાડે બધા માણસેથી પ્રેરાયેલા તે મિત્ર સાથે ત્યાં ગયે. રસ્તામાં તેણે યક્ષને મસ્તક નમાવ્યું. તેના પ્રભાવથી પેલી (સ્ત્રી) આદરવાળી થઈ અહીં આવવા પ્રવૃત્ત થઈ. યક્ષભવન સમીપ આવતાં તે એકલે યક્ષને નમવા ગયો. યક્ષે સ્ત્રીના લેભથી તેનું મસ્તક છેદી નાંખ્યું. બહુ વાર થઈ એટલે મિત્ર આવ્યો. તે અવસ્થા પામેલા ધનિકને તેણે જોયો. તેણે વિચાર્યું કે લેકે ૧૫ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ પs ] ચતુર્વિશતિપ્રબન્ધ કહેશે કે એણે સ્ત્રી માટે એને મારી નાખે. તે માટે પણ મરવું એગ્ય છે. એ પ્રમાણે વિચારી તેણે પણ પોતાનું મસ્તક કાપી નાંખ્યું, ઘણે વખત થયો એટલે પેલી પણ આવી. બંનેને એ દશામાં જોઇને તેણે વિચાર્યું કે લોક પહેલાં પણ (મો) ૮ષી કહેતા હતા. હવે પતિને ઘાત કરનારી કહેશે તે હું મરું. એમ વિચારી ગળા ઉપર તેણે શસ્ત્રિકા લગાવી. ૫ તેવામાં જ યક્ષે તેને હાથ ધરી રાખ્યો. (અને કહ્યું કે, તું સાહસ ન કર. તેણે કહ્યું કે બંનેને છવાડે. યક્ષે કહ્યું કે ધડ ઉપર જેનાં જેનાં માથાં હેય તે તું મૂક. આતુર એવી તેણે ઉંધાં ચત્તાં ધડ મૂક્યાં. તે બેમાં પત્નીને વિવાદ થયો. એક કહે કે (આ) મારી પત્ની છે. બીજે પણ તેમ જ કહેતે. તો એ કોની ? રાજાએ કહ્યું કે સમગ્ર શરીરમાં મસ્તક ઉત્તમ ૧૦ : છે એ વચનથી જેના વડે મસ્તક હોય તે પતિ. કપૂરની પેટીઓ કથા કહીઃ કેક ગામથી પિતપિતાની કળાના જાણકાર ચાર મિત્રો દેશાંતર ચાલ્યા. તેમાં એક લાકડા ઘડનાર, બીજો સેની, ત્રીજો શાલાપતિ અને બ્રાહ્મણ હતા. તેઓ રાત્રે કોઈ વનમાં રહ્યા. પહેલે પહેરે સુથાર પહેરે રહ્યો. તેણે પૂરેપૂરી યુવતિ જેવી લાક- ૧૫ ડાની પૂતળી બનાવી. બીજા પહોરે સોની ચોકી કરવા લાગ્યો. તેણે તેને ઘરેણાંથી શણગારી. ત્રીજે પહોરે સાલાપતિએ તેણે ક્ષૌમ પહેરાવ્યાં. ચેથે (પહેરે) બ્રાહ્મણે તેણે જીવતી કરી. સવારે તેને જીવતી જોઈ બધા તેનું ગ્રહણ કરવાની ઇચ્છાથી પરસ્પર લડવા લાગ્યા. તે છે વિક્રમાદિત્ય રાજા ! એ કેની (પત્ની કહેવાય)? પેલી નામ સાંભળીને ક્ષોભ પામી. રાજાએ ૨૦ કહ્યું. તે હું જાણતો નથી. તેમણે ન કહ્યું ત્યારે તેણે કહ્યું કે હે રાજા ! તે કોની ? રાજાએ કહ્યું કે સોનીની. હાલ પણ જે સેનું ઘડાવે તે જ પતિ થાય છે. તેણે પૂછયું કે તમે કોણ છો ? દીવામાં રહેલા તાલે કહ્યું કે એ પેલો વિક્રમાદિત્ય છે. તે ખુશ થઈ અને તેને પરણી. તેણે લઈને તે અવંતી ગયે. જે એના જેવા હોય તો સમાન ગણાય). તે ૨૫ અધિકતાની શી વાત એથી હસવું આવ્યું. વિક્રમસેને અભિમાન મૂક્યું. ત્યાર બાદ વિકમસેને પુરોહિતને પૂછયું કે જે ખરેખર આ લાકડાની પૂતળીઓ મારા પિતાને અભુત ગુણવાળા વર્ણવે છે તે તેઓ જ લેકમાં ઉત્તમતારૂપે પ્રથમ અવતર્યા હશે. (આથી) તે પૂર્વે તે કોઈ પણ તેમના જેવા ૧ સુથાર, ૨ વૈશમી વસ્ત્ર, Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રીરાજશેખરસૂરિકૃત [૭ વિક્રમાદિત્યઉત્તમ થયા નથી એમ અમે કહીએ છીએ. પુરોહિતે કહ્યું કે હે નૃપ ! આ રત્નગર્ભા અનાદિ છે. (અને) ચાર યુગોનો સમૂહ (પણ) અનાદિ છે. યુગે યુગે નરને ઉત્પન્ન થાય છે. હું જ મુખ્ય છું એવું અભિમાન કલ્યાણકારી નથી. વળી તે ચાલતું (પણ) નથી; કેમકે તારા પિતા વિક્ર૫ માદિત્યના મનમાં એક દહાડે એમ થયું કે જેમ રમે વ્યવહાર કરી લોકને સુખી કર્યા તેમ હું પણ કરું. તે ઉપરથી તેણે રામાયણની વ્યાખ્યા કરાવી. તેમાં જેમ રામનાં દાન, (ધર્મ)સ્થાનની સ્થાપના, વર્ણાશ્રમની વ્યવસ્થા અને ગુરુભક્તિ હતાં--સંભળાયાં તેમ તેણે બધું આરંળ્યું. તે ઉપરથી તે પિતાને “અભિનવ રામ' કહેવડાવા લાગ્યા. તે જોઇને પ્રધા૧૦ એ વિચાર્યું કે આપણા સ્વામી કે જે ગર્વથી પિતાને તેના જેવા માને છે તેઓ અનુચિત કરે છે. પ્રસંગ મળતાં એમને આ ગર્વ ઉપાયથી ઉતાર જોઈએ. આ તરફ તારા પિતા વિક્રમાદિત્યે પૂછ્યું કે લોકમાં એવું કઈ પણ ક્યાં છે કે જે પૂર્વ નહિ સાંભળેલું એવું રામનું આચરણ ૧૫ અમને જણાવે? તે ઉપરથી બીજા મંત્રીથી પ્રેરાયેલા એક વૃદ્ધ મંત્રીએ કહ્યું કે હે રાજેશ્વર! “કેશલામાં એક ઘરડે બ્રાહ્મણ (રહે) છે. તે શ્રીરામની પરંપરાગત કેટલીક વાર્તાઓ સારી રીતે જાણે છે. બેલાવી પૂછી જોઈએ. રાજાએ તેને બેલાવ્યો. ગૌરવપૂર્વક આવેલા તેની પૂજા કરીને તેણે પૂછયું કે હે બ્રાહ્મણ ! રામની કોઈ નવી કથા તું કહે. બ્રાહ્મણે કહ્યું કે હે પૃથ્વી પતિ ! જે તું ‘કાશલા” આવે તે રામને કોઈ પ્રબંધ સાક્ષાત બતાવું. અહીં રહીને તો તે કહેતાં પાર ન આવે. ત્યારે રાજાએ રાજ્યનો ભાર પ્રધાને ઉપર મૂક્યા. તે પોતે મોટા સૈન્ય સાથે ઘરડા બ્રાહ્મણની જોડે અયોધ્યાની સમીપમાં ગયે (અને) છાવ ણીમાં રહ્યો. તે વારે તે જ સર્વ દિશાને માલીક છે એમ (સમજી) નિર્ભય ૨૫ બનેલા બ્રાહ્મણને રાજાએ કહ્યું કે રામ દેવનું ચરિત્ર દેખાડે. તે ઉપરથી બ્રાહ્મણે એક રાજાને સ્થળ બતાવીને કહ્યું કે આ પૃથ્વીને ભાગ ખોદાવો. ત્યાર બાદ રાજાએ (તે) ખોદા. ખાણ ખોદાતાં સૌથી પ્રથમ સોનાને કળશ અને ત્યાર પછી સોનાની “મંડપિકા પ્રગટ થયાં. ઉપરની ધૂળ દૂર કરવામાં આવી. રાજાએ પશ્ચાનુપૂર્વીથી પહેલી, બીજી અને ત્રીજી ક્ષણો સેનાની જેઇ. ૧ આને અર્થ “પાલખી' સચવાયો છે. જે છેલ્લેથી પહેલાં. WW Page #162 -------------------------------------------------------------------------- ________________ કહe] ચતુર્વિશતિપ્રબળે ૧૪૫ ચતુર્થ ક્ષણમાં ધૂળ દૂર કરાતાં સેનાના તારથી સીવેલું અને તિની જાળની જટાથી યુક્ત માણેકથી જડેલું એવું એક મોટું પગરખું જવામાં આવ્યું. અચંબો પામેલા રાજાએ (તે) લઈને હૃદય ઉપર ચાંપ્યું તથા માથા ઉપર મૂક્યું અને તે બોલી ઊઠ્યો કે) અહે આ રત્નની જાતિ માન્ય છે ! ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હે દેવ ! મેચીની પત્નીના આ પગરખાને તારા જેવા રાજાએ અડકવું એગ્ય નથી. (ત્યારે) વિકમે કહ્યું કે તે મોચણ પણ ધન્ય છે કે જેનું આવું પગરખું છે. તે કહે કે આ શી કથા છે? ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે હે પૃથ્વીપતિ! જ્યારે શ્રીરામ રાજ્ય કરતા હતા ત્યારે અહીં મેચીનાં ઘરે હતાં. આ એક મેચીનું ઘર છે. તેની પત્ની બહુ લાડકી હતી. એથી તે અભિમાન ધારણ કરતી. તે વિનય સાચવતી ૧૦ નહિ. તેથી તેણે તેને મારીને હાંકી કાઢી. વળી દુઃખ (કંકાસ)ને લઇને જા એમ તેણે કહ્યું. તેથી ગુસ્સે થઈ આ એક પગરખું તટમાં પડતાં તે પહેર્યા વિના અને બીજું તો પહેરીને તે પોતાને પિયર ગઈ. જઈને પતિનું કઠેર વચન તેણે પિતાને કહ્યું. પિતાએ બે દિવસ રાખી અને તેનું આવર્જન કર્યું. પછીથી તેણે કહ્યું કે હે બેન! કુલીન સ્ત્રીને પતિ જ ૧૫ શરણ છે. ત્યાં જ તું જા. તેણે કહ્યું કે તમારું) માનભંગ થાય તેમ હોવાથી હું નહિ જાઉં. બે વાર, ત્રણ વાર ઉક્તિઓ અને પ્રયુક્તિઓ કહેવામાં આવી. માતાપિતાના કહેવા છતાં જ્યારે તે સાસરે ન ગઈ ત્યારે પિતાએ કહ્યું કે હે બેન! હું એમ માનું છું કે જે શ્રીરામ પિતે સીતા અને લક્ષમણ સાથે અહીં આવીને તારે અનુનય કરી તેને સાસરાના કુળમાં મોકલે તે તું ત્યાં જાય. મિથ્યા અભિમાનવાળી તેણે પણ કહ્યું કે આ (વાત) એમ જ છે. જો રામ જ આવે તો હું જાઉં, નહિ તે નહિ. ચરરૂપે નીમાયેલા અને ગુપ્ત રહેલા સુરેએ જઈને રામને આ વૃત્તાના જણાવ્યા અને કહ્યું કે હે દેવ! મેચીની પુત્રીનો આ વૃત્તાત છે. તે ઉપરથી દેવ શ્રીરામ પ્રજાવત્સલ હાઈ સવારે સીતા, લક્ષ્મણ અને પ્રધાન સાથે પેલા ૨૫ મોચીને ઘેર ગયા. અને તેમાં દાખલ થયા. અચંબે પામેલા મેચીઓએ તેમની પૂજા કરી અને વિજ્ઞપ્તિ કરી કે હે દેવ ! આપે અમારા જેવા કીડા ઉપર આ કેટલે બધે પ્રસાદ કર્યો? સ્વને પણ એવું સંભવતું નથી કે દેવ અમારી સેવા કરે. આવવાનું શું કારણ છે? શ્રીરામે કહ્યું કે તારી પુત્રીને સાસરાના કુળમાં મોકલવા માટે અમે આવ્યા છીએ. ૩૦ તે વરાકીની તેવી જાતની પ્રતિજ્ઞા છે. તે ઉપરથી રાજી થયેલા પિતાએ ઓરડામાં જઈ પુત્રીને કહ્યું કે હે મુગ્ધા ! તારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે. દેવી સહિત શ્રીરામ દેવ પણ આવ્યા છે. ચાલ (અને) તે જગન્નાથને વંદન કર. ત્યાર બાદ સંતોષ પામી તે રામ પાસે આવી. અને તેણે તેને ૧૯. Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂરિકૃત [૧૭ વારિસ્ટનમન કર્યું. પ્રજાના પિતા (સમાન તેણે) કહ્યું કે હું બેન! તું સસરાને ઘેર જા. તેણે કહ્યું કે (આપ) આદેશ પ્રમાણ છે. ત્યાર બાદ તે સાસરે ગઈ. (અ) રામ પોતાને સ્થાને ગયા. શ્રીવિકમ! આનું બીજું પગરખું ત્યાં પિતાનું ઘર બેદતાં મળશે. હે નાથ! આવ. તે ખેદાવીએ. રાજા ત્યાં ગયો. તે ખેદાવવામાં આવ્યું. બીજું પગરખું પણ મળ્યું. સેનાનું ઘર નજરે પડયું. એ પ્રમાણે બીજા (સ્થળે) તે બ્રાહ્મણે દાવ્યાં અને તે સોનું લીધું. રાજાએ બ્રાહ્મણને પૂછયું કે હે બ્રાહ્મણ ! તું કેવી રીતે આ પ્રમાણેની (વાત) બરાબર જાણે છે? બ્રાહ્મણે કહ્યું કે પૂર્વજોની પરંપરાના ઉપદેશથી મેં જાણ્યું અને તે મેં તને કહ્યું. પરંતુ તે ગર્વ ધારણ ન કર. તે રામ તે તેઓ જ; કેમકે તેમની આજ્ઞાથી જળ અને અગ્નિ થંભી જતાં. તેમની આણ દેતાં પડતી ભીતે પડતી નહિ. ૪૨ (જાતના) અંધગડે, ૨૭ (જાતના) ફોલ્લાઓ, ૧૦૮ (પ્રકારના) વિડવરે અને બધા દોષો નાશ પામતા. તેમની દેવી જે સીતા તેમને તેમના જે ત્રણ ભાઈઓ તેમને, તેમજ તેમના સેવક જે હનુમાન, સુગ્રીવ વગેરે તેમને મહિમા સો વર્ષ પણ (પૂરેપૂરો) કહેવાને બૃહસ્પતિ પણ સમર્થ નથી. એ સાંભળીને વિક્રમે અભિમાન ત્યજી દીધું. તેણે “અભિનવ રામ' એ બિરુદને નિષેધ કર્યો. ફરીથી તે ‘ઉજજયિની ગયો. તેણે શક્તિ અનુસાર લેકનો ઉદ્ધાર કર્યો. અગ્નિવેતાલ અને પુરુષકસિદ્ધિ વડે તેમજ સુવર્ણસિદ્ધિથી તેનું ઉપકારનું ઐશ્વર્ય તે વેળા અનુપમ હતું. તેથી વિકમ ધન્ય જ છે. તેનાથી અધિક તે કરડે ૨૦ થઈ ગયા છે. એ સાંભળીને વિક્રમસેન વિવેકી બને. इति विक्रमादित्यप्रबन्धः॥१७॥ વિક્રમચરિત્ર જેન તત્વથી બાહ્ય એવા મુગ્ધ લેકને કેવળ અચંબે ઉત્પન્ન ૨૫ કરવારૂપ ફળવાળો વિક્રમાદિત્યને એક પ્રબન્ધ અમે કહીએ છીએ “ ઉજજયિની'માં વિક્રમાદિત્ય રાજ્ય કરતા હતા ત્યારે પાસેના ગામમાં હળ ખેડતાં એક બ્રાહ્મણે દિવ્ય અને તિવાળું એક રત્ન ભૂમિ ઉપર પડેલું (જઈ તે) ગ્રહણ કર્યું. તેનું મૂલ્ય પૂછવા માટે તે “ઉજજયિની'માં રત્નની પરીક્ષા કરનાર વેપારી પાસે ગયો. તે રત્ન (તમને) દેખાડવામાં આવ્યું. નવાઈ પામી તેમણે કહ્યું કે અમે આ રત્નની કિંમત કરવા સમર્થ નથી; કેમકે પૂર્વે આવું રત્ન અમે જોયું નથી તેમજ જૂઠું મૂલ્ય કરવાથી તીવ્ર દેષ લાગે. આનું મૂલ્ય જ કેવળ દેવ શ્રીવિકમાદિત્ય જાણતો હોય Page #164 -------------------------------------------------------------------------- ________________ UCC ચતુર્વિશતિપ્રબન્ધ (તા જાણે). રત્નનું મૂલ્ય જાણવામાં તે રેખાપ્રાપ્ત છે-પ્રવીણું છે. (પેલા) બ્રાહ્મણ વિક્રમ પાસે ગયા. તેણે (તેને) રત્ન બતાવ્યું. વિક્રમે પૂછ્યું કે (તને) એ ત્યાંથી મળ્યું ? બ્રાહ્મણે કહ્યું કે હે દેવ ! હળ ખેડતાં મારા ખેતરમાંથી (મને) એ મળ્યું. રાજાએ કહ્યું કે તાબે દિવસમાં અમે (એનું મૂલ્ય) કહીશું. ખીશ નહિ. અમે પારકાના પૈસા (લઇ લેવા)ની ઇચ્છાવાળા નથી. ધીરજ આપીને પેાતાના મહેલમાં જ તેણે તેને રાખ્યા. ત્યાર પછી રાત્રે વિક્રમે સંસારમાં (પૃથ્વી ઉપરના) રત્નના પરીક્ષા (ઝવેરીઓ)ને પૂછ્યું, લિ પાતાલમાં હતા. ત્યાં પણ જવું જોએ (એવા તેણે નિશ્ચય કર્યો). કુતૂહળવાળા આળસુ ન હેાય. તે ઉપરથી અગ્નિવેતાલ ઉપર આરૂઢ થઇ પાતાલમાં જપ્ત તે અલિના ધરના દરવાજે ઊભો રહ્યો. ત્યાં દરવાજે રહેલા નારાયણને તેણે વંદન કર્યું. નારાયણે પૂછ્યું કે અહીં તું શા માટે આવ્યા છે?વિક્રમે કહ્યું કે અલિ પાસે જઇને (તેને) કહે કે રાજા કાર્યગૌરવથી આવ્યા છે. જો હુકમ હોય તે દર્શન મળે. કૃષ્ણે ગયા. તેણે લિને કહ્યું કે રાજા દરવાજે આવ્યા છે. અલિએ નિવેદન કર્યું કે રાજા હોય તે તે શું યુધિષ્ઠિર છે ? કૃષ્ણ ! તું પૂ. કૃષ્ણે જને પૂછ્યું કે તું શું યુવિષ્ઠિર છે ? વિક્રમે કહ્યું (વિચાર્યું) કે તે યુધિષ્ઠિરને રાજા માને છે, માટે ખીજાં કહેવું જોઇએ. કૃષ્ણ ! તું જા (અને) મંડલીક આવ્યા છે એમ કહે. તે ગયા અને તેણે તે જણુાવ્યું. બલિએ કહ્યું કે મંડલીક શું રાવણ ? કૃષ્ણ ફરીથી આગ્યે અને તેણે પૂછ્યું કે જો તું મંડલીક છે તે! શું તું રાવણ છે ? વિક્રમે ત્યારે કહ્યું કે જને કહે કે કુમાર આવ્યા છે. તેણે જખતે તેમ કર્યું. બલિએ કહ્યું કે શું કાર્તિકેય કે લક્ષ્મણ કે પાતાલમાં રહેનાર નાગપુત્ર ધવલચન્દ્ર કે વાલિના પુત્ર અંગદ જે રામના દૂત તરીકે પ્રખ્યાત છે તે ફરીથી કૃષ્ણની આવજા થઇ. વિક્રમે કરીથી કહ્યું કે તું કહે કે વંઠે આવ્યા છે. ફરીથી તે ગયા. અલિએ કહ્યું કે જો વંઠ હોય તે। શું તે હનુમાન છે ? ક્રીથી કૃષ્ણ થારિત (!) થયા. તેણે બલિનું વચન કહ્યું. ફરીથી વિક્રમે કહ્યું કે જઈને તું કહે કે તલારક્ષક આવ્યા છે. તેણે તે પ્રમાણે કહ્યું. બલિએ કહ્યું કે શું વિક્રમડા ? કૃષ્ણે આવીને પૂછ્યું કે શું (તું) વિક્રમાદિત્ય (છે) : તેણે હા કહી. લિની આજ્ઞાથી તેને લિ પાસે લઇ જવામાં આવ્યા. અલિએ પૂછ્યું કે હું વિક્રમ! તું શું રત્નની કિંમત પૂછવા આવ્યા છે? વિક્રમાદિત્યે કહ્યું કે એમ જ છે. તેણે ( તેને ) રત્ન બતાવ્યું. અલિએ કહ્યું કે આવાં ૮૮૦૦૦ રત્ના રાજ યુધિષ્ઠિર મૂલ્ય લીધા વિના પાત્રાને ૧૪૭ ܕ ૫ ૧૫ २० ૨૫ ૩. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રીરાજશેખરસૂતિ [૧૭ ત્રિમાહિત્યઆપત. તેમાંનું આ એક છે. તે બ્રાહ્મણને મળ્યું છે. મોટે ભાગે બધાં રન્ને પૃથ્વીમાં ગયાં છે, કેમકે કાળ ઘણો થઈ ગયો છે. તે ઉપરથી યુધિષ્ઠિર જ રાજા છે; તું કોણ ? વિક્રમે કહ્યું કે હે દેવ ! એ સાચું છે. હું રાજી થઈ (એ જાણવા ) ઈચ્છું છું કે યુધિષ્ઠિર પાસે આટલી ૫ (બધી) સંપત્તિ ક્યાંથી આવી)? બલિએ કહ્યું કે ચાર ભાઈઓએ દિવિજય કરી (તેને) ધન આણી આપ્યું હતું. પૂર્વે દરિદ્રતામાં મગ્ન હાઈ મદત્ત નામના કાપડીએ સવનું આરાધન કર્યું. તેણે તુષ્ટ થઈ પિતાની ઈચ્છાથી કલાસ પાસે મૂળથી તે શિખા પર્યત નગરને સુવર્ણમય બનાવી તેને આપ્યું. તે નગર તેણે ભગવ્યું. તે મરણ પામતાં છે ધૂળની વૃષ્ટિ ૧૦ વડે તેને ઢાંકી દીધું. જ્યારે યુધિષ્ઠિરને ભાઈ સહદેવ ઉત્તર દિશા સાવવા માટે ઉપડ્યો ત્યારે રુદ્ધ તે નગરને પિતાના ગુણોથી ઉઘાડી પેલી બધી સુવર્ણાદિ વિભૂતિને યુધિષ્ઠિરના ઘરમાં દાખલ કરી. તેથી યુધિષ્ઠિરની દાન દેવાની ઇચ્છાની સિદ્ધિ થઈ. તેથી તે રાજા છે. મંડલીક તે રાવણ છે; કેમકે લોકમાં તેના જેવાં બળ અને વિદ્યાના ગર્વને વેગ નથી. ૧૫ કુમાર તે કાર્તિકેયને કહેવો વ્યાજબી છે કે જેણે સાત દિવસ જેટલી ઉમ્મરે તારકને મારી નાંખ્યો. લક્ષ્મણ પણ કુમાર (કહેવાય તેમ) છે કે જેણે મેઘનાદને હ. વળી પાહુલિને પુત્ર ધવલચ પણ કુમાર છે કે જે જગતને ઝેર વડે મારી નાંખવાને શક્તિમાન છે તેમજ વિષને પણ અમૃતરૂપે પરિણુમાવવાને સમર્થ છે. સંધિમાં કે લડાઇમાં હું દૂત હતાં (રાવણનાં) દશ માથાં અક્ષત કે ક્ષત ભૂમિ ઉપર આળોટશે ઇત્યાદિ (કહેનારા તરીકે) પ્રસિદ્ધ અંગદ પણ સમર્થ છે. (એથી એ કુમાર કહેવાય). વંઠ તે ખરેખર હનુમાન છે કે જેણે પ્રિયાના વિયોગના તાપથી જર્જરિત દેહવાળા (પિતાના) સ્વામી રામને સભામાં ધીરજ આપી કે હે દેવ ! હુકમ કરે. હું શું કરું? શું લંકા” ને અહીં જ લઈ આવું કે જંબૂ દ્વીપને અહીંથી ત્યાં લઈ જાઉં ? સમુદ્રને હું જોષી લઉં કે લીલાથી ઉપાડેલા “વિધ્ય’ પર્વત, ‘હિમાચલ” “મેરે અને ત્રિકટાચલને નાંખવાથી ક્ષાભ પામી વધતા જતા જળવાળા સમુદ્રને બાંધું ? ઇત્યાદિ સ્વામીનાં કાર્યની ચમત્કારી સફળતાની સારતાને લઈને હનુમાન જ વંઠ છે. તલાક્ષિક તે તું છે. તું જા (અને) બ્રાહ્મણને કહે કે રત્નની કિમત (થાય તેમ) નથી. તે સાંભળીને વિક્રમ પિતાની નગરીએ ગે. રત્ન આપી અને બલિએ કહેલું કહી તેણે બ્રાહ્મણને તેને ગામ વિદાય કર્યો. તેણે ચિરકાળ રાજ્ય કર્યું. ॥ इति विक्रमार्कचरित्रम् ॥ ૨૫ & o Page #166 -------------------------------------------------------------------------- ________________ (૧૮) નાગાર્જુનના પ્રબન્ધ ‘સુરાષ્ટ્રા’ના શૃંગારરૂપ ‘શત્રુંજય’ પર્વતના શિખરના એક ભાગરૂપ ‘ક' પર્વત ઉપર રાજપુત્ર રણસિંહની ભાષાલ નામની પુત્રીને રૂપ અને લાવણ્યથી પૂર્ણ જોઇને અનુરાગ પામી તેને સેવતા વાસુકી નાગને નાગાર્જુન નામે પુત્ર થયો. પુત્ર પ્રતિ સ્નેહથી મેાહિત બનેલા પિતાએ તેને બધી મેાટી ઔષધીઓનાં કળા, મૂળા અને પત્રા ખવડાવ્યાં. તેના પ્રભાવથી તે મહાસિદ્ધિઓ વડે અલંકૃત થયેા. તે ‘સિદ્ધપુરુષ ' એવી પ્રસિદ્ધિ પામ્યા. પૃથ્વી ઉપર ફરતાં ‘પૃથ્વીસ્થાન’ પત્તનમાં સાતવાહન રાજાને તે કલાગુરુ થયા. ‘આકાશગામિની' વિદ્યા શીખવા માટે તે પાલિત્તાનક' પુરમાં શ્રીપાદલિપ્તસૂરિની સેવા કરતા. એક દહાડા ભાજનની વેળાએ તેણે, પગે ( લગાડેલા ) લેપના બળથી તેમને આકાશમાં ઉડતા જોયા. ‘અષ્ટાપદ’ વગેરે તીર્થાને વંદન કરી પેાતાને સ્થાને (પાછા) આવેલા તેમનાં ચરાને ધાઇને ૧૦૭ મહાષધીઓના આસ્વાદથી તેમજ વર્ણ, ગંધ વગેરે વડે તેનાં નામેાને નિશ્ચય કરી ગુરુના ઉપદેશ વિના પગે લેપ લગાડી કુકડાના બચ્ચાની પેઠે ઉડતાં તે વડ ઉપર પડયો. ધાથી જર્જરિત અંગવાળા એવા તેને ગુરુએ પૂછ્યું કે આ શું ? જેવું હતું તેવું તેણે કહ્યું એટલે તેની કુશળતાથી ચિત્તમાં ચમત્કાર પામેલા આચાર્યે તેને માથે કરકમળ મૂકી કહ્યું કે સાડી ચોખાના જળમાં-ધવરામણમાં એ ઔષધાને વાટી પગે લેપ લગાવી આકાશમાં ગરુડની જેમ તું સ્વેચ્છાએ જા–ઉડ, ત્યાર બાદ તે સિદ્ધિ પામીને સંતુષ્ટ ખનેલા તે નાચ્યા. વળી દાઇ વાર ગુરુમુખે તેણે સાંભળ્યું કે રસસિદ્ધિ વિના દાન (દેવાની) ઇચ્છાની સિદ્ધિ થતી નથી. તે ઉપરથી રસ બનાવવાને પ્રવૃત્તિ કરતાં તેણે સ્વેદન, મર્દન, જારણુ અને મારણ કર્યા. પરંતુ રસે સ્થિરતા ધારણ કરી નહિ. ત્યારે તેણે ગુરુને પૂછ્યું ક્રે રસ કેવો રીતે સ્થિર થાય ? ગુરુએ કહ્યું કે દુષ્ટ દૈવતનું દલન કરવામાં સમર્થ એવી શ્રીપાર્શ્વનાથની દૃષ્ટિ સમક્ષ સધાતાં અને બધાં લક્ષણાથી લક્ષિત અને મહાસતી એવી મહિલા દ્વારા શ્રુટાતાં રસ સ્થિર થઇ વેધી બનશે. તે સાંભળીને પાર્શ્વનાથની પ્રભાવશાળી પ્રતિમા શેાધવાની તેણે શરૂઆત કરી, પરંતુ તેવી એણે કાઇ પણ ઠેકાણે દીઠી નહિ. આ તરફ નાગાર્જુને ધ્યાન ધરીને પોતાના પિતા વાસુતિ 20 ૧૦ ૧૫ ૨૦ ૨૫ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ૫ ૧૦. ૧૫ શ્રી રાજશેખરસૂરિકૃત ૨૮ નાગાર્જુનપ્રત્યક્ષ કરી પૂછયું કે શ્રી પાર્શ્વનાથની દિવ્ય કળાના પ્રભાવવાળી પ્રતિમા કહેબતાવો. તેણે કહ્યું કે ધારવતી'માં સમુદ્રવિજય દશાર્વે શ્રી નેમિનાથને મુખે મેટા અતિશયથી યુક્ત એવા શ્રી પાર્શ્વનાથની પ્રતિમા જાણીને (તેને) મંદિરમાં સ્થાપી પૂછ હતી. ધારવતી’ બળી ગયા પછી તે પ્રતિમા સાગરમાં ડૂબેલી હતી તેવી જ સ્થિતિમાં સાગરના મધ્યમાં રહી. વખત જતાં કાન્તી' ના રહેવાસી ધનપતિ નામના વહાણવટીનું વહાણ દેવતાના અતિશયથી અલિત થયું–ચાલતું અટક્યું. અહીં તીર્થકરની મૂર્તિ છે એમ અદષ્ટ વાણીથી નિશ્ચય કરીને ત્યાં ખલાસીઓને ઉતારી તેણે સાત કાચા સૂતરના તાંતણ વડે (એ) પ્રતિમા બાંધી ઊંચકી અને પિતાના નગરમાં લઈ જઈ મંદિરમાં સ્થાપી. ધાર્યા કરતાં અધિક લાભ વડે ખુશી થયેલ તે દરરોજ (તેની) પૂજા કરતે. તે ઉપરથી સર્વ અતિશયથી યુક્ત તે પ્રતિમાને જાણીને નાગાર્જુને રસની સિદ્ધિના નિમિત્તે તેને હરી લાવી સેડી” નદીના તટ ઉપર સ્થાપી. તેની સમક્ષ રસ સાધવા માટે સાતવાહન રાજાની ચન્દ્રલેખા નામની મહાસતી દેવીને, વશ કરેલા વ્યંતર દ્વારા રોજ રાત્રે અણુવી તેની પાસે તે રસનું મર્દન કરાવતા. એ પ્રમાણે ત્યાં વારંવાર જા આવથી તેણે તેને ભાઈ તરીકે સ્વીકાર્યો. તેણે પેલી ઔષધિઓને મદન કરવાનું કારણ પૂછયું. તેણે કટિવેધ રસને વૃત્તાન્ત ખરેખર કહ્યો. એક વેળા તેણે (અર્થાત રાણીએ ) પિતાના બે પુત્રને નિવેદન કર્યું કે “સેડી” નદીના તટ ઉપર નાગાર્જુનને રસની સિદ્ધિ થનાર છે. રસના લેભી એવા તે બંને પિતાનું રાજ્ય મૂકીને નાગાર્જુન પાસે આવ્યા. કપટથી તે રસ લેવાની ઈચ્છાવાળા તે બે છુપે વેશે જે ઘરમાં નાગાર્જુન જમતા તેની સમીપમાં ભમતા. (એક વેળા) તેમણે રાંધનારીને કહ્યું કે તું નાગાર્જન માટે બહુ મીઠાવાળી રસોઈ બનાવજે. જ્યારે તે રાઈને ખારી કહે ત્યારે તું (તે) અમને કહેજે. તેણે હા કહી એ (વાત) સ્વીકારી. ત્યાર પછી તેણે તે જાણવા માટે તેને માટે મીઠાવાળી રસોઈ કરવા માંડી. છ મહિના થયા ત્યારે રસોઈ ખારી છે એમ તેણે દેષ કાઢો. રાંધનારીએ રાજપુત્રે આગળ કહ્યું કે આજે નાગાર્જુને ખારાશ જાણી. તેમણે પણ તેની રસસિદ્ધિને નિશ્ચય કર્યો. ત્યાર બાદ તેના વધના ઉપાયનું ચિંતન કરવા તેમણે તેના જાણકાર લેકને પૂછ્યું. પૂછતાં જણાયું કે વાસુકિએ જ દર્ભના અંકુરથી એનું મરણ કહ્યું છે. નાગાર્જુને સિદ્ધ શુદ્ધ રસના બે કૃપા (?) ભરી “ઢક” પર્વતની ગુફામાં મૂક્યા. મૂકીને પાછો ફરતે નાગાર્જુન સામે મળતાં તેમણે તેને દર્ભના અંકુરથી ૨૫ ૩૦ Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રવથ ] ચતુર્વિશતિપ્રબન્ધ ૧૫૧ મારી નાંખે. તે તરત જ મરી ગયો. હે મધુસૂદન ! આલેખેલ, ચીતરેલ અને ભરેલ એમ ત્રણ (પ્રકારની અવસ્થાઓ)ને વિષે રહેલા ક્ષત્રિયને વિશ્વાસ કર. ચોથી (અવસ્થા)વાળે ઉપલબ્ધ નથીએ સિવાયની દશામાં રહેલા ક્ષત્રિયને વિશ્વાસ કરવો નહિ. પેલા કૃપા દેવતાએ સંગ્રહી લીધા. રાજપુત્ર નરકરૂપ કાદવમાં દટાયા. ગુસ્સે થયેલા ૫ દેવતાઓએ તેમને મારી નાંખ્યા. તેમને નહિ રસને લાભ થશે કે નહિ ધર્મને. તે બે રાજપુત્રો પણ મરણના સમયે પશ્ચાત્તાપથી બળ્યા કે અરેરે જેણે ખટિકા-સિદ્ધિ વડે દશાહમંડપાદિકીર્તને “રૈવત'ની નજદીકમાં કર્યો તેમજ જેણે લેકના ઉપર ઉપકાર (કરવા) માટે રસ સાથે તેના પ્રાણના દેહથી આપણે બંનેએ શું સાધ્યું? એક તે ૧૦ કલાપાત્ર દેહ , અને બીજે મામાનો દ્રોહ થા. પાશ્વદેવનું તે તીર્થનું નામ રસના તંભનથી સ્તંભન(પડ્યું). કાલાંતરે તે પ્રતિમા તે સ્થાનથી “પતંભનપુરમાં હાલ (પણ) પૂજાય છે. ત ના અર્જુન વધઃ II ૨૮ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫ (૧૯) વત્સરાજ ઉદયનને પ્રબન્ધ પૂર્વ દિશા)માં “વત્સ દેશ છે. તેમાં કૌશાંબી નગરી છે. શ્રીઋષભના વંશના શાન્તન, વિચિત્રવીર્ય, પાંડુ, અર્જુન, અભિમન્યુ, ૫ પરીક્ષિત અને જનમેજય કુળમાં સહસ્ત્રાનીક રાજા થયે. તેને શતાનીક (નામે) પુત્ર હતો. તેની પત્ની નામે મૃગાવતી મહાસતી, ચેટક રાજાની પુત્રી અને મૃગાક્ષી હતી. તેમનો પુત્ર ઉદયન હતો કે જે ખરેખર “નાદસમુદ્ર' કહેવાતો હતો અને જેણે “ઉજજયિની માં વિષ્ય” (પર્વત) તરફ જતા અનલગિરિ નામના હાથીને ગીતની ૧૦ શક્તિથી ફરીથી આલાને બાંધી ચંડપ્રદ્યોતના રાજ્યને પ્રકાશમય બનાવ્યું. તે સુખે રાજ્ય કરતો હતો. જુવાનીમાં હાઈ તે ભેગી, કળાને વિષે આસક્તિવાળો, ધીર અને લલિત નાયક હતા. આ તરફ પાતાલમાં “કૈચહરણ” નામનું નગર હતું. ત્યાં વાસુકિ નાગરાજ (ગે) વેત અને નીલ કમળ વડે લાંછિત ફેણવાળો (વસતી) હતું. તેને નામ દેવી નામની પત્ની હતી. દેશ વિશાળ હતા. તક્ષક નામને તેને પ્રતીહાર હતો જે વિષમ દેવીને પતિ હતા અને જેના ફેણના મંડપમાં તેર ભાર કરેડ વિષ રહેતું હતું એમ કહેવાય છે. વાસુકિને દિવ્ય રૂપવાળ વસુદત્તિ નામની પુત્રી હતી. તેને ચૌદ સખીઓ હતી. જેમકે (૧) ધારૂ, (૨) વારૂ, (૩) ચંપકસેના, (૪) વસંત વલ્લી, (૫) મેહુમાયા, (૬) મદનમૂછ, (૭) રંભા, (૮) વિમલાનના, (૯) તારા, (૧૦) સારા, (૧૧) ચંદનવલ્લી, (૧૨) લક્ષ્મી, (૧૩) લીલાવતી અને (૧૪) કલાવતી. તે તેમની સાથે વીણા, મૃદંગ, વાંસળી, સુભાષિત ઇત્યાદિ દ્વારા રમતી. એક દહાડે તે (ચૌદ સખીઓ)માંથી એકે (તેને) કહ્યું કે હે સ્વામિની વસુદત્તિકા. પરિવાર સહિત હું સખી નરલોકમાં આવેલી) કૌશાંબી'માં દિવ્ય શોભાવાળા અને મોટા એવા ઉદ્યાનમાં ક્રીડા કરવા ગઈ. ત્યાં મેં બકુલ, વિચલિ, દમનક, ચંપક, વિરહક વગેરે ઝાડોની, સારણીઓની, ક્યારાઓની અને વાડીનાં પાંદડાં(૧)ની શોભા જોઈ. જે સ્વામિનીને તે કીડા ગમતી હોય તે ત્યાં પધારે. આ સાંભળી એ વદત્તિકા પેલી ૩૦ બધી ચૌદે (સખીઓ) સાથે ઈચ્છાસિદ્ધિથી એકદમ તે વનમાં પહોંચી. તેઓ ત્યાં કીડા કરવા લાગી. તેમણે પુષ્પો વીણ્યાં (અને) તે વડે કંડિયાઓ ૧ હાથીને બાંધવાને ખભે. ૨ બેરસલી. ૩ પાણીની નહેરો કે ની. ૨૫ Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃન્ય ] ચતુર્વિશતિપ્રમન્ય ૧૦ ભર્યાં. ( કેટલીક ) ૧મ્મિલ શણુગાર્યાં. (કેટલીક) સારા હારા ગુંથ્યા. એ પ્રમાણે વનમાં ખેલતી તે (સ્ત્રી)ના કાયલાના કુળના કલરવના જેવા મધુર કાલાહલ ઉત્યેા. તે સાંભળીને ઉદ્યાનપાલક આવ્યા અને તેણે તેમને જોઇ. અહા રૂપ, અહે। સ્વર, અહેા પ્રભા એમ તે અસંખે। પામ્યા. તેમને જોવા માટે ભક્તિથી શ્રીઉયનને ખેાલાવવા તે ગયા. ઉડ્ડયન પણ કુતૂહલથી ઘેાડા પરિવાર સાથે વનમાં ગયેા. તેણે સખી સહિત વયુદ્ધત્તિને જોઇ, અને વિચાર કર્યો કે કામદેવરૂપ મેટા શિકારીનું આ રસાયન છે. આના રૂપની સંપત્તિ કરાડા છભેા વડે (પણ) વર્ણવવી અશકય છે. કાન્તિ આપનારા ચન્દ્ર (પાતે જ) ખરેખર આને ધડવાના કાર્યમાં બ્રહ્મા થયે। હશે અથવા શૃંગાર જેને અદ્વિતીય રસ છે એવા કામદેવ કે ચૈત્ર માસ બ્રહ્મા થયેલ હરશે. વેદના અભ્યાસથી જડ બનેલા અને વિષયામાંથી જેનું કુતૂહળ ઉડી ગયું છે એવા પ્રાચીન મુનિ (બ્રહ્મા) આ મનેહર રૂપ બનાવવાને કેવી રીતે સમર્થ થાય ? (આ) લલનાએ નેત્રના ખૂણાની સરણિરૂપ દ્રોણીથી યુક્ત નેત્ર વડે ઝગઝગાટ (?) જુએ છે, ક્રમાનુસાર બંને હાથને લાલન કરાવતી તે ગતિ કરે છે, અને વિદ્વત્તાની મુદ્રાવાળી ઉક્તિએ વડે આશ્ચર્યકારક રીતે તેઓ ખેલે છે; તેથી હું એમ માનું છું કે રસના ભંડારરૂપ મદન દેવનું એ રસાયન છે. તે (રાજા)ને જોઇ તેં ( વસુદ્ધત્તિકા ) નાસી ગઇ. રાજા પણ જલદી જલદી (તેની) પાછળ ગયા. અડધી ક્ષણમાં બધી સખીએ અદૃશ્ય થઇ ગઇ. પેલી (વસુદત્તિકા) પણુ પાતાલના છિદ્ર જેવા એક ખાડામાં પેઠી. રાજાએ પણ જાણ્યું કે કામરૂપણી જશે જ; એથી ‘યમુના’ના જળના પ્રવાહ જેવા તેના (શ્યામ) ચોટલા હાથે ઝાલી તલવારથી તેણે કાપી નાંખ્યા. તે હિરણાક્ષી ગઇ. (પરંતુ તેની) વેણી હાચમાં રહી ગઇ, તે વેણીને જોષ જોઇને તે પેલી ચકારના જેવી ચપળ અને સ્થિર નેત્રવાળી (સુંદરી)ને વારંવાર યાદ કરતા. ભૂરાં કમળાનાં જેવાં નેત્રવાળી, કમલની જેવા વદનવાળી, કલ્લેાલિની જેવી ક્ષતાવાળી અને મૃણાલિની જેવા એ હાથવાળી એવી તે પ્રિયા જો પાછી મળે () તે। તેના લાવણ્યના જળમાં અવગાહન (કરવા)થી જડ બનેલાં અંગેા વડે જ્વાલાના વાળને મૂકનારી અને પ્રાણના ઉચ્છેદ કરનારી ( અનંગરૂપ અગ્નિની) વેદનાએથી હું મુક્ત થાઉં. ત્યાર બાદ જેને પ્રારંભ નષ્ટ થયે છે એવા, આંસુ સારતા અને ખેદ પામેલા (રાજા) નગર પાસે આવ્યા અને પ્રધાનાને ખેાલાવી તેણે કહ્યું કે મેં આ પ્રમાણે કાઇક બાળાની ૧ પૂર્વી ઇત્યાદિ સાથે ગુ'થેલા અખાડા, ૩. ૧૫૩ ૫ ૧૫ २० ૨૫ ૩૦ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૧૫. શ્રી રાજશેખરસૂરિકૃત [૨ વરરાજાનવેણી કાપી નાંખી છે. તે તે પાતાલમાં જતી રહી છે). એથી મારે રાજયનું કામ નથી. આ વેણી જ રાજ્ય કરે. તે પ્રમાણે (કરવાની) કબૂલાત આપી તેઓ પણ નગરની બહાર મંડપમાં ઉત્સવપૂર્વક વેણી દ્વારા રામની પાદુકાની પેઠે રાજ્ય ચલાવવા લાગ્યા. આ તરફ પેલી વસુદત્તિકા સખેદ જઈને પોતાના મહેલમાં સુઈ ગઈ. તેની સખીઓએ તેની વેણી કપાયેલી જોઈને નામ દેવીને બેલાવી (તે) બતાવી. જાગેલી પુત્રીને નામલ દેવીએ પૂછ્યું કે બેન! આ શું? તારે પણ પરિભવ ? પુત્રીએ પણ માને એવું બન્યું હતું તેવું કહ્યું અને તેણે વળી તે પિતાના પતિ નાગરાજને કહ્યું. (એથી) ગુસ્સે થયેલા તેણે તરત જ તક્ષકને બોલાવી (બનેલી) વાત કહી હુકમ કર્યો કે તું જા અને રાજ્ય સહિત ઉદયનને બાળી મૂકી તે પણ તેના હુકમથી ચાલ્યા. તે કૌશાંબી’ પહોંચ્યા. તેના પરિસરમાં-ભાગેળે ઉસે (થતા) જેઈને નરરૂપવાળા તેણે કેઈને પૂછવું કે શા માટે આ ઉત્સવનું સામ્રાજ્ય છે? ત્યાંના માણસે કહ્યું કે આ પ્રમાણે, આ પ્રમાણે રાજાએ દિવ્ય કન્યાની વેણી કાપી નાંખી. (પછી) પશ્ચાત્તાપ ઉત્પન્ન થવાથી તેણે રાજ્ય તેને સોંપી દીધું છે. એથી અહીં વેણુ” રાણી છે. રાજા અહીં જ એક ભાગમાં તપ તપે છે. તક્ષકે ઉત્સવ જે. વચ્ચે ફરતાં તેણે કુશ ઉપર પથારી પાથરીને રહેલા, પદ્માસને બેઠેલા હાથમાં જપમાલાથી યુક્ત, તપશ્ચર્યાથી પાતળા પડી ગયેલા અને પ્રાણને વશ કરી મૌન ધારણ કરી રહેલા એવા રાજાને પણ જે. નરરૂપે તક્ષકે તેને પૂછયું કે તું કોણ છે? તું શા માટે તપ તપે છે? તેણે પણ દીર્ધ અને ઉષ્ણ નિઃશ્વાસ નાંખી કહ્યું કે હે ઉત્તમ પુરુષ! મંદ ભાગ્યવાળા મને તું શું પૂછે છે? મેં એક પુણ્યશાળી હરિણાક્ષીને જેઇ. તેની પાછળ જતાં મેં પાપીએ તે જનારની વેણીને અને સાથે સાથે નિજ પુણ્યની પરિસ્થિતિને તરવારથી છેદી નાંખી. તે ઇચ્છિત સ્થાને જતી રહી. મેં ઉદયન રાજાએ તે રાજ્ય તેને સમર્પણ કર્યું છે અને હવે) હું પોતે તપ કરું છું. એ પ્રમાણે સાંભળીને ક્ષણે થોભી ઉપદ્રવ કર્યા વિના પાતાલમાં જઈ તેણે નાગેન્દ્રને કહ્યું કે હે દેવ ! પાપ વિનાને અને બુદ્ધિશાળી એવો ઉદયન, વેણી’નગર તેમજ રાજ્યને ઉત્સવ મારા જોવામાં આવ્યાં. તે પુણ્યાત્મા કમળ મનને હોઈ અત્યંત પરિતાપ પામે છે. વિનયશીલ હોઈ તે માનને લાયક છે. તે સાંભળીને નાગરાજ રાજી થયો. તેણે તક્ષકને પૂછયું કે શું નકરવું) એગ્ય છે? તક્ષક બોલ્યો કે હે દેવ ! તેની જ સાથે વસુદત્તિનો વિવાહ કરવો યોગ્ય છે. ૨૦ Page #172 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિપ્રબન્ધ ૧૫૫ કુળથી, શીળથી, વિદ્યાથી, વૃત્તથી, શૌર્યથી અને રૂપથી (એ બધાથી એ અવર્ણ છે); એનું શું વર્ણન કરાય ? વિધાતાએ એને અંગના ન કરી તે ખરેખર કીર્તિશાળી તપસ્વીઓને પ્રભાવ છે. નહિ તો ત્રણ જગતમાં કેમ કથા પણ વિદ્યા, કન્યા અને લક્ષ્મી ખરેખર અયોગ્ય સ્થાને જાતાં જકને તેઓ શાપ આપે છે. (પછી) નામલ દેવીને તેમજ કન્યાને મત લઈને ૫ તેણે તક્ષક જ દ્વારા વત્સરાજને બોલાવ્યો. તેણે પ્રવેશ-મહોત્સવ કર્યો. વિવાહ આરંભાયે. પહેલી દક્ષિણમાં વાછરડા સહિત ગાય-કામધેનુ, બીજીમાં વિશિષ્ટ નાગવલી, ત્રીજીમાં એસિકા અને તળાઈ સહિત ખાટલે અને ચોથીમાં રત્નદીપ મળ્યાં. એ પ્રમાણે ચાર રત્નો વડે તેણે તેને સત્કાર કરી વધૂ સહિત જમાઈને “કૌશાંબી નગરીએ મોકલ્યો. પિતાને ૧૦ નગરે જઈ તેણે સમૃદ્ધ રાજ્ય ભોગવ્યું. ચૂના વડે ઘોળેલું ઘર, ખરચો ભાર સહન કરી શકે એવો દ્રવ્યને નિર્વાહ, સકામ કામિની, પિતાનું હદય જણાવી શકાય એ મિત્ર, ગુણોને શોધક (ગુણા) સ્વામી અને શાસ્ત્રને વિષે વ્યસન એ પૂર્વે આચરેલા તીવ્ર તપનું મેટું ફળ છે. આ સ્વછંદ વિહરણ, કૃપણુતા વિનાનું ભજન, સદા આર્યો સાથે નિવાસ, ૧૫ ઉપશમરૂપ અદ્વિતીય આશ્રમફલવાળી વિદ્યા, અને બહારથી મંદ સ્પંદથી રહિત મન છે. તે ઉપરથી કયા ઉદાર તપનું આ પરિણામ છે તે હું ચિરકાળ વિચારતાં (?) પણ જાણી શકતો નથી. કાલક્રમે એ જ (ઉદયન) ચંડપ્રદ્યોતની પુત્રી અને ગુણકીર્તિ (?)રૂપ વાસવદત્તાને તેમજ ડહાલમાં દેશના માલિકની પુત્રી પદ્માવતીને ૨૦ (પણ) પર. “ચાલ દેશના અધિપતિ દ્વારા લઈ લેવાયેલું પિતાનું) કૌશાંબી’નું રાજ્ય તેણે મન્ત્ર અને ક્ષાત્રથી ફરીથી મેળવ્યું. એ પ્રમાણે ઉદયનનો પ્રબંધ છે. આ થા જેનોને માન્ય નથી, કેમકે દેવજાતિના નાગ સાથે માનના લગ્નને સંભવ નથી. વિદી સભાને ગ્ય છે એમ વિચારી) ૨૫ નાગમતથી ઉદ્ધારી આ (કથા) મેં અહીં કહી (છે). ત્તિ લાઇવશ્વઃ | Page #173 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧૦ (૨૦) લક્ષસૈનના પ્રબન્ધ પૂર્વ (દિશા)માં પ્રધાન કુમારદેવની ‘લક્ષણાવતી’ નગરી છે. ત્યાં લક્ષણસેન નામે પ્રતાપી અને ન્યાયી રાજા (રાજ્ય કરતા) હતા. તેના બીજા પ્રાણ જેવા તેમજ બુદ્ધિ, બળ અને ભક્તિના સારરૂપ એવા કુમારદેવ નામે (તેને) પ્રધાન હતા. ( એનું ) રાજ્ય વિશાળ હતું. ( વળી એને ) અપાર સેના હતી. એ સમયે ‘વારાણસી'માં ગાવિન્દચન્દ્ર નામના રાજાને પુત્ર જયન્તચન્દ્ર રાજા ( રાજ્ય કરતા ) હતા. તેને વિદ્યાધર નામે પ્રધાન હતા. તે મેટી અભિલાષાવાળાઓમાં, અન્નદાતાઓમાં અને સત્યવક્તાઓમાં પ્રથમ હતા. ૨૦ એક દિવસ જયન્તચન્દ્રની સભામાં એ વાત ( થતી ) હતી કે ‘લક્ષણાવતી’ને કિલ્લા દુર્જ઼ય છે. (આથી) મોટા લશ્કરના સમૂહથી યુક્ત એવા (તે) ‘કાશી’પતિ રાજાએ સભા સમક્ષ પ્રતિજ્ઞા લીધી કે અહીંથી ચાલીને અમારે ‘લક્ષણાવતી’ કિલ્લા લેવા. જો હું ન લઇ શકું તે। જેટલા દિવસ ૧૫ દુર્ગના તટમાં રહેવું પડે તેટલા લાખ સેાનૈયા દંડ તરીકે લઇશ; તેમ કર્યા વિના હું પાછો નહિ કરું. એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી તેણે પ્રયાણુ માટે ઢક્કા વગડાવી. રાજલેાક એકદમ ભેગા થયા. જગત્ હાથીમય જેવું ખતી ગયું. પૃથ્વી રાજાની શ્રેણીમય જેવી થઇ ગઇ. દુનિયા ઘેાડામય જેવી બની ગઇ. સેના બહાર નીકળી, અખંડિત પ્રયાણાથી પર સૈન્યાના નાશ કરતા, સરોવરોને સૂકવતા, નદીઓને કાદવમય બનાવતા, વિષમ (સ્થળા)તે સરખાં કરતે, શિખરાના ચૂરા કરતા, શાસને લખાવતા અને સાધુજનાને જીવાડતા તે ‘લક્ષણાવતી’ પડેોંચ્યા. કિલ્લાથી નહિ બહુ દૂર કે નહિ હુ પાસે એવા ભૂમિભાગમાં તેણે આવાસે। દીધા. લક્ષણસેન તા દ્વાર બંધ કરીને નગરમાં જ રહ્યો. નગરી ક્ષેાભ પામી. અન્ન, જળ, ઘી, તેલ, વસ્ત્ર, તાંબૂલ વગેરે વસ્તુ ઓછી થવા માંડી. ઠેકાણે ઠેકાણે આર્ત વાર્તા પ્રવર્તી. ‘કાસી’પતિએ તા માકળે. મને પરદેશ લેવા (સાધવા) માંડયો. સાથૅ આવજા કરતા. ખૂટે નહિ એવા સુકાળ હતે. તેણે નવા કૂવાએ ખાદાવ્યા. સુભટ સ્વેચ્છાપૂર્વક ફરતા. વ્યવસાયથી સંપત્તિએ વધવા લાગી, ગામે લૂ'ટાવા માંડયાં. બન્ને રાજાએ વચ્ચે ઊર્ધ્વમુખ અને અધમુખ બાણા વડે યુદ્ધો થયાં. ૧૮ દિવસ (એમ પસાર થઇ) ગયા. એ દિવસે (એટલે કૅ અઢારમે દિવસે) સાંજે લક્ષણસેને કુમારદેવ પ્રધાનને કહ્યું કે આપણે ૨૫ ૩. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧પ૭ ઘa૫] ચતુર્વિશતિપ્રબન્ધ શત્રુને દેશમાં પેસતા જ ન અટકાવ્ય એ અનુચિત કાર્ય આરંભ્ય. હાલમાં કિલ્લે ઘેરાતાં લેક દુઃખી થયા છે. આપણું માન (?)ની ગ્લાનિ થઈ છે. તેથી સવારે આપણે યુદ્ધ કરવું. હું દંડ આપવાને નથી. સામત અને પ્રધાન નેને તું બેલાવ. કુમારદેવે કહ્યું કે હે દેવ ! આ જ વ્યાજબી છે. લેક મૃગેન્દ્ર કહે કે મૃગારિ કહે, પરંતુ જેણે ક્રીડા (માત્ર)માં હાથીઓને પ મારી નાંખ્યા છે તેને માટે બંને (વાત) લાસ્પદ છે. તમે આયુધ ધરો ત્યારે ઈન્દ્ર પણ કાયર જ થઈ જાય. મુખ્ય યોદ્ધાઓ તરત જ ભેગા મળ્યા. યુદ્ધ (કરવા) માટે અભિપ્રાય કહેવાય. અમૃત પીધું હોય તેમ તેઓ ખુશી થયા. વળી તેઓ બોલ્યા કે મિત્રના સ્નેહના ભારોથી વ્યાપ્ત, યુદ્ધના રેણુથી લિપ્ત અને ખની ધારના જળમાં સ્નાન ૧૦ કરેલ એવા ભાગ્યશાળીને આત્મા શુદ્ધ થાય છે. આંખરૂપ પતાકાઓ ફરકવા લાગી. વીરના કરંબકે બન્યા. પત્ની વગેરેથી છૂટા પડવાનું થયું. એ પ્રમાણે થતાં રાજા પાસેથી ઘેર જઈ કુમારદેવ વિચારવા લાગ્યો કે અમારે સ્વામી યુદ્ધને અભિલાષી છે; પરંતુ જયાચ બળવાન છે. અસ્થાને બળને (!) આરંભ એ સંપત્તિનું નિદાન છે. ૧૫ માટે (હવે શું કરવું જોઈએ ? હા, જણાયું. જયન્તચન્દ્રના પ્રધાન વિદ્યાધરને અનુસરવું કેમકે તે સ્વીકારેલ (વાત)ને (નિર્વાહ કરવામાં) શરીર છે, દયાળુ છે, પાપ વિનાને છે અને દાતા છે. એ પ્રમાણે વિચારી પિતે લખેલી એક પત્રિકાને સાથે લઈને કિલ્લામાંથી નગરીતના દ્વારથી એકલે (જ) બહાર નીકળી, મધ્યરાત્રિએ બહાર પડેલા) સૈન્યમાં (થઈને) ૨૦ મંત્રીના ઘરના દરવાજે (જઈ) તે ઉભે. અંદર રહેલા) મંત્રીશ્વર વિઘાઘરને પિતે આવ્યા હતા તે તેણે ત્યાંના દ્વારપાલ દ્વારા જણાવ્યું. તેણે તેને તરત જ બેલાવ્યો, પોતાની પાસે બેસાડ્યો અને પૂછયું કે આપ કોણ છે ? મંત્રીએ કહ્યું કે હું લસણસેનને પ્રધાન કુમારદેવ તમારા દર્શન કરવા આવ્યો ; કંઈક કહેવાનું છે, પરંતુ તે બેલાય તેમ નથી. (આ) ૨૫ લખેલી પત્રિકા (એ) કહેશે. એમ કહી વિદ્યાધરના હાથમાં તેણે તે આપી. તેમાં એક ક નજરે પડ્ય; ઉપકાર (કરવા) સમર્થની સામે કાર્ય માટે આતુર (માનવ) ઊભો રહી જે પીડા (પિતાની) આકૃતિ (જ) દ્વારા કહે છે તે ગમે તેવી) દીન વાણીથી કહી શકતા નથી. આ કને અર્થ લાંબે કાળ વિચારી વિદ્યારે વિચાર્યું કે આ માટે માણસ મારી પાસે આવ્યો ૩૦ છે. એ જયન્તચન્દ્રને દૂર કરવા ઈચ્છે છે, પરંતુ દંડ આપવા ઇચ્છત Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી રાજશેખરસૂરિક્ત [ zક્ષણનથી. (વળી) તે મારા ઉપર જ (આ) ભાર ચઢાવે છે. તેથી સંકટરૂપ સમુદ્રમાંથી મારે એને તારો જોઈએ. જેનો આશ્રય લઈને સર્વ છે નિર્ભયપણે સુવે છે તે જ તેમાં પુરુષ છે, અને તેની જ અહીં પ્રશંસા કરવી યોગ્ય છે. એ પ્રમાણે વિચારી તેણે કુમારદેવને કહ્યું કે તું બીશ ૫ નહિ, દંડ પણ આપને નહિ, સવારે અમારું લકર અહીં નહિ જ રહે. તું જ. એમ કહીને કુમારદેવનો સત્કાર કરી તેણે તેને વિદાય કર્યો. તે (વિદ્યાધર) પિતાના સ્વામી લક્ષણસેન પાસે ગયો. આ તરફ જયન્તચન્દ્ર પાસે જઈને વિદ્યાધરે વિનતિ કરી કે હે રાજેશ્વર ! દેવને અહીં આવ્યાને આજે ૧૮ દિવસ થયા. કુમારદેવે જાતે આવીને મને ૧૮ લાખ સુવર્ણ આપ્યા (?) છે. એથી તમે અભય આપે, કૃપા કરો અને સ્વસ્થાને જાઓ. કાસી પણ છોડે ચાલે તેમ નથી. એ પ્રમાણે સાંભળીને કાસી રાજ સત્વર રાત્રે જ ચાલ્યો ગયે. દશ કેશ જઈને તે પોતાની નગરીને અભિમુખ એવી ઝુંપડીઓમાં રહ્યો. લક્ષણાવતીના લોકો અચંબો પામ્યા અને રાજી થયા. લક્ષણસેને કુમાર૧૫ દેવને પૂછયું કે જયન્તચન્દ્ર કેમ જતો રહ્યો ? પ્રધાને કહ્યું કે હે દેવ! તમને યુદ્ધ માટે તૈયાર થયેલા સાંભળીને “કાશીરાજ ભય પામી પ્રાણ બચાવવા માટે (નાસી) ગયે. તમારી પિંડશક્તિ જુદી જ છે. ઉત્તમ હાથીની ગતિ જુદી છે અને ગધેડાની તેમજ ઊંટની ગતિ જુદી છે. વળી લીલા (માત્ર)માં હાથીઓને દળી નાંખનારા સિંહની ગતિ જુદી જ છે. એક ચપેટા વડે ચીરી નાંખેલા મોટા હાથીના કુંભસ્થળનાં સ્થૂળ હાડકાં વડે વિષમ બનેલા પરિસરવાળા સિંહના ક્રીડાગૃહમાં કેણ દાખલ થાય? ઉદ્ધત ઝેરની જવાળા વડે વ્યાપ્ત અને સ્કુરાયમાણ કુત્કારોની શ્રેણિ વડે ભયાનક એવા સાપના મુખરૂપ ગુફાનું કે આડંબરપૂર્વક ચુંબન કરે ? ચપલતાને લીધે કેઈ તેમ કરે તે તેનું ક્ષેમ ક્યાંથી છે? એથી પિતાનો અપરાધ ક્ષમા ૨૫ કરાવવાને આ તેને ઉપાય છે. કાસી પાસે જઈને “કાસી ના અધિપતિએ વિદ્યાધરને આદેશ કર્યો કે “લક્ષણાવતી'ના માલિક પાસે લીધેલા) દંડનું દવ્ય ચાર દિશામાંથી એકત્રિત થયેલા અથઓને તું આપ જેથી કીર્તિ વધે. વિદ્યારે પણ સ્વામીને કહ્યું કે હે દેવ ! કુમારદેવે મને દંડ પેટે એક રત્ન આપ્યું છે. તેથી તેનું) તરત જ તેનું કેમ બને? રાજાએ કહ્યું કે તે તે) રત્ન દેખાડ. ત્યાર બાદ તેણે પત્રિકાગત શ્લેક બતાવ્યો અને કુમારદેવ આવ્યાને વૃત્તાન્ત કહ્યો. વિદ્યાધરના મોઢે તે અવધારીને મહાબુદ્ધિશાળી જય ચ% બે કે હે પ્રધાન! તે વેળા જ તે આ Page #176 -------------------------------------------------------------------------- ________________ પ. કas ] ચતુર્વિશતિપ્રબન્ધ ૧૫૮ પત્રિકા કેમ મને) ન દેખાડી જેથી તે જ વખતે તેમના ઉપર વિશિષ્ટ કૃપા અમે કરત? તે પોતાનું દ્રવ્ય અર્પણ કરવાનું અંગીકાર કરીને જ અમને ત્યાંથી ઉઠાડ્યા તેથી એ દંડ અમને થયે (). હવે ૧૮ લાખ સુવર્ણ કેશમાંથી લઈ અથઓને તું આપ. ૧૮ લાખ સુવર્ણ તો કૃપા અને પ્રસાદના પાત્રરૂપ લક્ષણસેનને અને ૮ લાખ સુવર્ણકુમારદેવને તું મેકલ. વિદ્યાધરે તેમજ કર્યું. તે બંને કાસી'માં દાખલ થયા. તેણે વિશાળ રાજ્ય ભેગવ્યું. ૨૬ લાખ સુવર્ણ ત્યાં જતાં લક્ષણસેને કુમારદેવને પૂછયું કે આ શું? કુમારે હસીને કહ્યું કે તમારી સાથે વિરોધ કરીને કણ સુખી થાય ? તેથી શત્રએ તમને દંડ આપે છે. રાજા રાજી થયો. પ્રજા ખુશી થઈ. મહત્સવ થયો. એ પ્રમાણે સમયના જાણકાર અને અતિશય ગૂઢ ૧ આશયવાળા પ્રધાને લેક અને રાજાનું કાર્ય કરે. થાવર તિ સૃક્ષાનકુમાર વષ ર૦ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ( ૨૧ ) મદનવર્મને પ્રબન્ધ “ચાલુક્ય વશી, મૂલરાજ, ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લ ભરાજ અને ભીમના કુળમાં કણદેવથી જન્મેલ અને મયણલ દેવીની કુક્ષિમાં ઉદ્દભવેલ તેમજ બારમો દ્ધ એ બિરુદથી જાણીતા બનેલો શ્રીજયસિંહદેવ નામને રાજા હતો. ‘અણહિલ્લપત્તન થી નીકળી તેણે અપાર સેના વડે “માલ” દેશની રાજધાની ધારા બાર વર્ષે (છતી) લીધી. ત્રણ પ્રતિલી ફેડીને યશ પટહુ હાથી દ્વારા તેણે લોઢાને આગળ ભાંગી નંખાવ્યો. તે આજે પણ “દેવપતન'માં સોમનાથ આગળ નજરે પડે છે. યશ ૫ટહુ મરીને વ્યંતર થયો. જયસિંહે પરપુર મળે પસી ‘માલવપતિને જીવતો પકડ્યો. જયસિંહની તલવાર બાર વર્ષ થયાં મ્યાન વિનાની રહી હતી, કેમકે નરવર્માના ચામડાથી જ ઘડેલું માન બનાવીશ એવી તેણે પ્રતિજ્ઞા કરી હતી. એથી જ તેણે હાથી ઉપર આરૂઢ થયેલા નરવર્માને પૃથ્વી ઉપર પા પગ આગળથી એક વેંત જેટલું જ ચામડું તેણે ઉતરાવ્યું એટલામાં (તે) પ્રધાને એ વિજ્ઞપ્તિ કરી કે હે નરેશ્વર ! રાજા અવધ્ય છે એવું નીતિનું વચન છે, તેથી આને છોડી દે ઉચિત છે. તે ઉપરથી તેણે તેને મૂકી દીધે; (પરંતુ) લાકડાના પાંજરામાં પૂર્યો. નરવર્માના તેમજ બીજાનાં ચામડાં વડે સિદ્ધરાજે પિતાના તરવારનું મ્યાન કરાવ્યું. તે ઉપરથી કવીશ્વરેએ તેની વિવિધ સ્તુતિ કરી કે તે એક “ધારા પતિને બે ધારવાળી તરવારથી છે. તે તું શતધારને પણ જીતવાને સમર્થ થાય એમાં શી નવાઈ ? સિદ્ધરાજે રાજાઓની સેનાઓને નાશ કર્યો. ત્યાર બાદ એણે ધારા” નગરી ભાગી. તેથી એની તરવાર કુંઠિત થઈ છે-બુટ્ટી થઈ ગઈ છે એમ હે ક્ષત્રિયો ! તમે માનતા નહિ. પ્રબળ પ્રતાપરૂપ ૨૫ અગ્નિથી વૃદ્ધિ પામેલી એવી અને જેણે લાંબે કાળે ધાર તેમજ ધારા”ને પ્રાપ્ત કરી છે એવી હણનારી (તરવાર) “માલ” (દેશ)ની લલનાઓનાં આંસુનું પાણી પીને વધારે સતેજ બની છે પછી તેણે દક્ષિણાપથ'માં મહારાષ્ટ્ર, “તિલંગ', કર્ણાટ', “પાંડવ” વગેરે રાજ્ય વશ કર્યા. તેણે અપાર ધનને સંગ્રહ કર્યો. ત્યાર બાદ તે ગૂર્જર ભૂમિ તરફ વળે. ૩૦ તે દેશની સીમાની સંધિમાં સેનાને પડાવ કરી રહ્યો તેવામાં એક દહાડે સાંજે મેટી સંપત્તિ વડે સાક્ષાત ઇન્દ્ર જે તે સભામાં બેઠે હતો Page #178 -------------------------------------------------------------------------- ________________ વષ ] ચતુર્વિશતિપ્રબન્ધ ૧૬ તેટલામાં કોઈ પરદેશી ભાટે આવી, આશીર્વાદ બેલી અને સભા જોઇને એમ કહ્યું કે અહે “પરમાર વંશને વિષે ધૂમકેતુ એવા શ્રી સિદ્ધરાજની સભા મદનવર્માની સભાની પેઠે ચિત્તને આશ્ચર્ય ઉત્પન્ન કરનારી છે. તે સાંભળીને તે જ ભાટને સામે બેસાડી સિદ્ધરાજે પૂછ્યું કે હે ભાટ ! એ મદનવમ કણ છે? કયા નગરમાં કયું રાજ્ય તે કરે છે? ભાટે ૫ કહ્યું કે હે દેવ ! પૂર્વ દિશા)માં “મહેબિક” નામે વિશાળ નગર છે. ત્યાંને મદનવર્મા નામને રાજા ચતુર, દાની, ભોગી, ધર્મ અને નીતિમાન હેઈ જાણે નલ, પુરૂરવા કે વત્સરાજ પૃથ્વી ઉપર ફરીથી અવતર્યા હોય એમ લાગે છે. તે રાજાને તેમજ તે નગરને જે ખરેખર રોજ જુએ છે તે પણ તેનું વર્ણન કરી શકે તેમ નથી. તે કેવળ જઈને મૂગાની ૧૦ પેઠે મનમાં (તેના આનંદનો) સ્વાદ અને તેના ગુણને જાણે છે. અમે બહુબેલા હોવાથી અમારા વચનમાં મોટે ભાગે લોકને વિશ્વાસ હેતે નથી. પણ કોઈ અત્યંત આપ્ત અને જાણકાર એવા પિતાના પ્રધાનને મકલ જેથી તે સંપત્તિને જોઈ અહીં આવીને તે દેવને એનું નિવેદન કરે. એ પ્રમાણેનું ભાટનું વચન અવધારીને સિદ્ધરાજે એક પ્રધાનને ૧૫ કેટલાક માણસો સાથે (તે) જેવાને ત્યાં તે જ ભાટ સાથે મોકલ્યો. તે ભાટ અને પ્રધાન ગયા. ભાટે પ્રધાનને “મહાબક” નગર બતાવ્યું. (તે) જોઈને વિલંબ વિના રાજા પાસે આવી તેણે જેવું હતું તેવું કહ્યુંઃ હે નાથ! અવધારે. હું ત્યાં ગયે. ભાટે તે નગર દેખાડયું. તે વેળા ત્યાં વસંતને ઉત્સવ ચાલતો હતો. વસંત, અલક વગેરે ૨૦ રાગોથી ગીત ગવાતાં હતાં. દિવ્ય અલંકારવાળી અબળાઓ ફરતી હતી. લાખો મદનની ભ્રાન્તિને ઉત્પન્ન કરતા યુવકે વિલાસ કરતા હતા. યક્ષકઈમ વડે શેરીએ શેરીએ છાંટણાં થતાં હતાં. મહેલે મહેલે સંગીત હતાં. દેવે દેવે મેટી પૂજા થતી હતી. ઘેર ઘેર ઉત્તમ જમણવાર થતી હતી. રાજકીય દાનશાળામાં તો દાળ, કુરનાં ઓસામણ મોકળાં મૂકાતાં ર૫ ન હતાં, પરંતુ ખાડામાં નંખાતાં. તે વેળા (તેમાં) ઘંટ સહિત હાથી ડૂબી જતો. રાજકીય ઘોડેસવારે શહેરની આસપાસ ફરી લેકને બીડાં આપતા હતા. કપૂર વડે ધૂલિપર્વને ઉદય થયો હતો. રાત્રે વણિક દુકાને બંધ કરતા નહિ, ઉઘાડી મૂકતા (અને) સવારે આવી ત્યાં) બેસતા. એ પ્રમાણેની નીતિ છે. વ્યવસાય પણ આચાર માત્રથી જ ૩૦ ૧ હિંડળ. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર ૧ શ્રી રાજશેખરસુરકૃત [મવારસિદ્ધ છે (?). તે દેશમાં લોઢાની ખાણની પેઠે સેનાની અને રૂપાની ખાણ વહે છે, તેથી સૌ કોઈ (સુખી) છે. રાજા કેવો છે એ મેં જોયેલ નથી, પરંતુ મેં એ સાંભળ્યું છે કે તે કામિની કુંજર કદાપિ સભામાં બેસતું નથી. સાક્ષાત ઈન્દ્રાની જેમ) તે કેવળ હાસ્ય લલિતને ૫ વિસ્તાર કરે છે. એ પ્રમાણેનું વચન સાંભળીને સેનાના બચાવ માટે લશ્કર મૂકીને મેટી સેના સાથે તે “મહેબક” તરફ ઉપડ્યો. તેની પાસે આઠ કેશને (અંતરે) રહેલા ભૂમિપ્રદેશમાં તે રહ્યો. દેશ ક્ષે પામ્યો. “મહેબિક” સ્થાનથી ચળ્યું. દિવ્ય ઉદ્યાનમાં રહેલા અને હજાર અમદાઓથી પરિવૃત્ત એવા મનવમ પાસે આવીને પ્રધાનએ કહ્યું કે હે. નાથ! “ગૂર્જર' (દેશ)વાળા સિદ્ધરાજ નગર પાસે આવ્યો છે. તેને કેવી રીતે પાછો વાળવે છે? મદનવર્માએ હસીને કહ્યું કે આ સિદ્ધરાજ પેલો જ છે જે “ધારામાં બાર વર્ષ સુધી તેને કબજે મેળવવા રહ્યો હતો. તમારે તે કબાડી’ રાજાને કહેવું કે જો તું અમારા નગરને કે અમારી ભૂમિને લેવાની ઈચ્છા રાખતા હોય તે અમે લડાઈ કરીશું. અને જે દ્રવ્યથી તું સંતોષ પામતે હેય તે દ્રવ્ય લે. ત્યાર બાદ તે બિયારે જે (દ્રવ્ય) માગે તે તમારે આપવું. ધન આપતાં આપણને કંઈ તટે આવે તેમ નથી. જે પૈસા માટે કષ્ટદાયક કાર્યો કરી રહ્યો છે તે પણ લાંબે વખત છો. રાજાના વચનને અનુગ્રહ કરી પ્રધાન પર સૈન્યમાં ગયા. તેવામાં સિદ્ધસેને કહેવડાવ્યું. દંડ આપીને પ્રધાનોએ દૂત દ્વારા રાજાનું વાક્ય કહેવડાવ્યું કે જો તું દ્રવ્ય ઇચ્છા હોય તે દ્રવ્ય ગ્રહણ કર. (પરંતુ) જે ભૂમિ ઈચ્છતા હોય તે અમે લડીશું. મદનવર્મદેવને આપના આવવાની (વાત કહેવામાં આવી ) છે. તે ઉપરથી અમારા સ્વામીએ કહ્યું છે કે તે “કબાડી રાજાને દ્રવ્ય વડે સંતોષ. તેની લીલાથી નવાઈ પામેલા સિદ્ધરાજે ૯૬ કરોડ સુવર્ણ માગ્યું. પ્રધાનોએ તે આપ્યું. (એથી) તરત જ દેશ સુખી થા. તે પણ તે પાછો ફર્યો નહિ. ત્યારે તે પ્રધાનએ કહેવડાવ્યું કે હે નૃપ ! તને દ્રવ્ય મળ્યું; હવે તું કેમ પાછો જતો નથી? સિદ્ધરાજે પ્રધાન આગળ કહ્યું કે તે લીલાના ભંડાર આપના નાથને હું જોવા ઇચ્છું છું. તેમણે ૧ સિદ્ધરાજે, ૨ કહેવડાવ્યું કે દંડ આપે એમ હોય તે તે વધારે ઉચિત જણાય છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ અંદર તેણે ના માલિક જ અંદર જવણ] ચતુર્વિતિપ્રબન્ય પણ આવીને મદનવર્માને કહ્યું કે તે કલેશી રાજાને દ્રવ્ય વડે સંગે તોપણ (આપ) રાજેશ્વરને જેવા ઇચ્છું છું એમ તે કહે છે. ત્યારે મદનવર્માએ કહ્યું કે તે એ આવે. તે ઉપરથી સેનાને ત્યાં જ મૂકીને પરિમિત સેના સાથે સિદ્ધરાજ તે ઉદ્યાનમાં આવ્યો કે જ્યાં મોટા કિલ્લામાં આવેલા મહેલમાં મદનવ હતે. કિલ્લાની બહાર લાખ ૫ સુભટ ઊભા હતા. દરવાજા પર્યત આવીને દ્વારપાલો દ્વારા અંદર તેણે કહાવ્યું કે અમે આવ્યા છીએ. “મહેબૂક'ના માલિકે કહ્યું કે ચાર માણસ સાથે આવે. સિદ્ધરાજ અંદર આવે અને જુએ છે તે સુવર્ણનાં તોરણવાળા સાત દરવાજા જોયા. આગળ રૂપા અને સેનાની વાવે તેણે જોઈ. વિવિધ દેશની ભાષાને વિષે નિપુણ, ચન્દ્ર જેવા ૧૦ વદનવાળી, વિશાળ નિતંબવાળી તેમજ જુવાની વડે મનહર અવયવવાળી અબળાઓ તેની નજરે પડી. પણવ, વાંસળી, વીણુ, મૃદંગ વગેરેની કળાને વિષે આસક્ત સેવક જન (પણ) તેના જોવામાં આવ્યા. તેણે વિશાળ ગીત સાંભળ્યાં. “નંદનવન કરતાં અધિક (મનહર) ઉદ્યાન, હિમગૃહ, હંસ, સારસ વગેરે પક્ષીઓ, સેનાનાં ઉપકર, કેળનાં પગનાં ૧૫ જેવાં કેમળ વચ્ચે, અને કામદેવનો રાગ ઉપજાવનારાં મેટાં ફૂલના કંડિયા તેણે જોયાં. એ પ્રમાણે જોતાં જોતાં આગળ આગળ જતાં તેણે સાક્ષાત્ મદન જેવા, મધુર વયવાળા, મોટે ભાગે મોતીના મિત અલંકારવાળા, સર્વાંગે લક્ષણેથી યુક્ત, સેના જેવી કાંતિવાળા, મીઠા સ્વરવાળા, કમળ જેવાં નેત્રવાળા, ઊંચા (અણીદાર) નાકવાળા અને ભરેલા દેહવાળા મદનવને દીઠે. મદનવર્માએ પણ સામા આવી આલિંગન કરી સોનાનું આસન આપી તેને કહ્યું કે હે સિદ્ધરાજ ! અમારું આજે પુણ્ય છે કે તું અતિથિ સાંપડડ્યો. સિદ્ધરાજે કહ્યું કે હે નૃપ આ આવર્જના-વચન મિથ્યા છે. પરંતુ પ્રધાન આગળ “કબાડી' એમ જે તે કહ્યું હતું તે સાચું છે. મનમાં હસ્યો કે હે સિદ્ધરાજ ! ૨૫ તને આ કેણે કહ્યું? સિદ્ધરાજે કહ્યું કે તારા તે જ મંત્રીઓએ. મારી નિન્દા કરવામાં દેવને શો અભિપ્રાય છે? મદનવર્માએ કહ્યું કે હે દેવ! આ કલિ (કાળ) છે, જીવન અલ્પ છે, રાજ્યલક્ષ્મી પરિમિત છે અને બળ તુચ્છ છે, તેમ છતાં પુણ્યથી વિશાળ રાજ્ય મળે તે તે પણ જે ન ભેગવાય અને વિદેશમાં રડવડાય (?) તે કબાડીપણું ૩૦ કેમ નહિ ? સિદ્ધરાજે કહ્યું કે સાચું, સાચું ; એ કબાડી તે હું છું જ. તું જ ધન્ય છે જેને આ પ્રકારનાં સુખો છે. તેને જોતાં અમારું Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬° ૧૦ ૧૫ શ્રીરાજરીખરસંકૃિત ( મનયમ જીવન સફળ થયું. તું ચિર કાળ રાજ્ય ભાગવ. એમ કહી તે ઊઠયા. મઢનવર્માએ ઊઠીને નિજ સેવક, કૈાશ, દેવતાવસર વગેરે બધું બતાવ્યું, એથી પ્રેમ વધ્યા. તેણે સિદ્ધરાજને ૧૨૦ પાતાના અંગસેવકા આપ્યા. તેથી રાજી થઇ જયસિંહદેવે લશ્કર લઈઅે ‘ ધારા ’ છતી અણુહિલ્લપુર ' પત્તનમાં પ્રવેશ કર્યા. પેલા ૧૨૦માંથી અડધા કામલતાને લીધે માર્ગમાં મરી ગયા ( અને બાકીના શહેરમાં દાખલ થયા. શહેરમાં પ્રવેશ( વેળા )ના ઉત્સવને વિષે શ્રીપાલ કવિએ સિદ્ધરાજના વર્ણનનું કાવ્ય ( કહ્યું ): હે ત્રણ જગતના સૂત્રધાર ! હે ભગવન્! આ તારો ક્રવા પ્રમાદ છે કે જે વસ્તુઓ જુદે જુદે ઠેકાણે હતી તે એક જ ઠેકાણે તેં લાવી મૂકી ? · ચૌલુક્ય 'ચન્દ્ર રાજાને આ હાથ જો. તે એ જ છે જે ખરેખર મિલના હતા. વાણી તે જ કે જે અર્જુનની હતી. અને ચારિત્ર પશુ તે જ જે રતિનું હતું. વળી હૈ ‘ સરસ્વતી ' ! તું માન મૂકી દે. હું ‘ગંગા ’! તું સુભગતાની ભંગીતે ત્યજી દે. હું ' યમુના ' ! તારી કુટિલતા વ્યર્થ છે. હું ‘ રેવા ' ! તું વેગ છેાડી દે; (કેમકે) શ્રીસિદ્ધરાજની તરવાર વડે ચીરાયેલા શત્રુઓની ખાંધમાંથી ઉછળતી લાહીતી નીકાથી ઉત્પન્ન થયેલ નદીપ નવીન વનિતા રસ્તાંષુધિ ( પ્રકટ ) થયા છે. એ પ્રમાણે ખીજાઓએ પણ કહ્યું. " કૃત્તિ મનયમપ્રધx: ॥ ૨૨ || ૧ રક્ત ' શબ્દ ઉપર શ્ર્લેષ છે. નદીરૂપ વનિતાને વિષે રક્ત અર્થાત્ આસક્ત, અને નદીરૂપ નિતાના ( પતિ) રક્ત એટલે રુધિરના સમુદ્ર એમ બે અર્થા થાય છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ (૨૨) રત્ન શ્રાવકના પ્રબન્ધ ઉત્તર દિશામાં ‘કાશ્મીર ' દેશમાં ‘નવહુલ' નામે મહાસમૃદ્ધિશાળી નગર હતું. ત્યાં પરાક્રમ વડે મંડળનું જેણે આક્રમણ કર્યું છે એવા નવહંસ નામે રાજા હતા. રૂપની શાભા વડે જેણે રંભાના અભિમાનને હસી કાઢવું છે એવી તેને વિજયાદેવી નામની રાણી હતી. તે જ શહેરમાં પૂર્ણચન્દ્ર નામે શ્રેષિરાજ હતા. તેને રત્ન, મદ્દન અને પૂર્ણસિંહુ નામે ત્રણ પુત્રા હતા. (તે) ત્રણે જૈન, શ્રીમંત, મીઠું ખેલનારા, સાત્ત્વિક, બુદ્ધિશાળી, રાજપૂજ્ય અને આરંભેલું સિદ્ધ કરે તેવા હતા. રત્નની પત્ની પણ નામથી પ્રખ્યાત હતી. (તેના) કેકામલ નામે પુત્ર તા બાળક હતા. તે વારે શ્રીનેમિનાથના નિર્વાણુથી ૮૦૦૦ વર્ષ વીતી ગયાં હતાં. એ સમયે મહાપટ્ટદેવ નામના અતિશય જ્ઞાતી ‘નવ ુલ ' નગરને સીમાડે સમવસર્યાં. દેવે એ ભૂમિ શુદ્ધ કરી, (તેના ઉપર ) જળ છાંટવું અને સુવર્ણકમળ માંડયું. તેના ઉપર પટ્ટમહાદેવ બેઠા. નગરમાં તેમના આવ્યા(ની વાત) ઉદ્યાનપાલે લેાકને તેમજ રાજાને જણાવી, અંતઃપુરના પરિવાર સાથે તેમજ રત્ન, મદ્દન અને પૂર્ણસિ'હુ સહિત રાજા પ્રથમ આવ્યા. ખીજા લેાક પણ તેમ આવ્યા. શેઠાણી પર્માણ પણ પુત્ર સાથે ત્યાં આવી. એ પ્રમાણે દેવ, દાનવ, માનવ, વિદ્યાધર વગેરેના સમુદાયથી સુંદર સભા ( ભરાતાં તે)માં ગુરુએ દેશનાને આરંભ કર્યાં. હું જિનમંદિરે જઇશ એમ વિચારતાં ઉપવાસનું ફળ, ઊઠી તૈયાર થતાં છન્દ્વનું, ત્યાર બાદ માર્ગે ચાલવાને પ્રવૃત્તિ કરતાં અઠ્ઠમનું, શ્રદ્ધા પૂર્ણ બનતાં દશમનું, જિનમંદિરની બહાર આવી પહોંચતાં દ્વાદશનું, એની અંદર જતાં પાક્ષિકનું અને જિનેશ્વરનું દર્શન કરતાં એક માસના ઉપવાસનું તે ફળ પામે છે. પ્રમજ્જનથી શત (ગુણું) વિલેપનથી હજાર (ગુણું), માલાથી લાખ (ગુણું) અને ગીતવાત્રિથી અનંત (ગુણું) પુણ્ય થાય છે. કરાડ પૂજા સમાન સ્તોત્ર, કરોડ સ્તોત્ર સમાન જપ, કરોડ જપ સમાન ધ્યાન અને કરાડ ધ્યાન સમાન લય છે. આ સર્વે જિનની સેવાનું સામાન્યરૂપે ફળ છે. અસંખ્ય ‘ શત્રુંજય ’ મુનિઓની સિદ્ધતાને લીધે સિદ્ધક્ષેત્ર હાવાથી ત્યાં તે (ફળ) વિશેષ છે; કેમકે ધૂપતે વિષે (કરવાથો) પંદર ઉપવાસ, કપૂરના ધૂપને વિષે માસક્ષપણુ, અને સાધુને પ્રતિલાલતાં કાર્તિક માસક્ષપણુ(નું મૂળ) મળે છે એવું વચન છે, ' શત્રુંજય ’થી પણ ‘રૈવત’ની સેવા મેઢા ફળવાળી છે, ‘રૈવત’ ખરેખર ૧. ૧૫ ૨૫ 30 Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂરિકૃત [ સનાયાશનું જય ને એક ભાગ હોવાથી “શત્રુંજય જ છે. (વળી ત્યાં) શ્રીનેમિનાં ત્રણ કલ્યાણક થયેલાં હોવાથી તેને પ્રભાવ અતિશય છે. નેમિનાથનો મહિમા મિથ્યાદષ્ટિ પણ પ્રભાસપુરાણમાં આ પ્રમાણે કહેતાં સંભળાય છે. પદ્માસને બેઠેલા, શ્યામ (વર્ણની) મૂર્તિવાળા અને દિગંબર એવા શિવનું વામને નેમિનાથ એવું નામ પાડ્યું. “વામન – અવતારમાં વામને વિત” ઉપર નેમિનાથ આગળ બલિના બંધન માટે શક્તિ (મેળવવા) માટે તપ તપ્યું એવી ત્યાં કથા છે. હે દેવી! મહાભયંકર એવા કલિકાલમાં સર્વ પાપનો નાશ કરનારા અને દર્શન અને સ્પર્શથી કરોડ યજ્ઞનું ફળ આપનારા (નેમિનાથ) થશે. એ પ્રમાણે ઈશ્વરે કહેલ ૧૦ આ (વચન) પ્રભાસપુરાણમાં છે. તેથી રૈવત’ પર્વત ચઢીને જેણે નેમિનાથને વંદન કર્યું તે શ્રદ્ધાળુએ ખરેખર ઉત્તમ પદ ગ્રહણ કર્યું એ તાત્પર્ય છે. એ પ્રમાણે એ દેશના સાંભળીને રત્ન શ્રાવકે ઊભા થઈ પ્રતિજ્ઞા કરી કે જ્યારે હું સંધ સહિત વિત” ઉપર નેમિને નમીશ ત્યારે બીજી વિકૃતિ ગ્રહણ કરીશ; ત્યાં સુધી એકભક્ત ભજન કરીશ. વળી તેટલા વખત સુધી ૧૫ (મારે) ભૂમિશા અને બ્રહ્મચર્ય નક્કી ધારણ કરવાં. હું પ્રાણ ત્યજીશ પણ નેમિનાથને તે હું વંદન કરીશ જ. ત્યાર બાદ રાજા તેમજ લેક પાતપિતાને ઘેર આવ્યા. રત્ન શ્રાવકના આગ્રહથી પટ્ટમહાદેવ ત્યાં રહ્યા. ને તે ઉપાયન દઈને રાજાને કહ્યું કે હે પ! નેમિની યાત્રા ( કરવા) માટે મને રૈવત’ જવા માટે રજા આપો. રાજાએ કહ્યું કે સ્વેચ્છા પ્રમાણે 5 ધર્મ આચરજે. એ અમારે મત છે. જે જોઈએ તે લે. રત્ન હર્ષ પામ્યો. તેણે સંધ એકઠા કર્યો. રાજા પાસેથી હાથી, રથ, ઘોડા અને પાયદળરૂપ મોટું સૈન્ય તેણે મેળવ્યું. જેને જેની ન્યૂનતા હતી તેને તે તેણે પૂરું પાવ્યું. તેણે અમારિ, ચૈત્યપરિપાટી, શાંતિક, જમણવાર, પ્રતિલાભના. બદિજિનો)નો છૂટકારો અને લેકનો સત્કાર કર્યા મુહૂર્ત જેવડાવી તે ર૫ જિનમંદિર તરફ ચાલ્યો. મહોત્સવ કરનાર રાજા મોટો દસ્તદાર હતો. સેંકડે ઊંટ ઉપર ધન ચાલતું થયું. શેઠાણી પઉમિણિ પોતાની બાલસખી રાણી વિજયાદેવીને મળવા ગઈ. તેણે પગે પડી રજા માગી કે હે સ્વામિની! હું યાત્રા કરવા) માટે જાઉં છું. કેટલાક દિવસ હું ધર્મના લભે આપના વિયોગનું દુઃખ સહન કરવા ઇચ્છું . રાણી પણ શીખામણ આપતાં બોલી કે હે સખિ! ત્યાં જઈ ધન ઓછું હોવાથી કંજુસાઈ કરી મને લજજાપાત્ર તું બનાવતી નહિ; સ્વેચ્છા પ્રમાણે દાન દેજે. વળી આ ધન, અલંકારો અને વસ્ત્રો લે. એમ કહીને તેણે તેને બહ Page #184 -------------------------------------------------------------------------- ________________ વર્ષ 1 ચતુર્વિશતિબન્ધ આપ્યું. કેટલાંક પગલાં વળાવી રાણી પાછી ફરી. શેઠાણી સંધમાં જઈ મળી. શ્રી મહાદેવ ગુરુએ સાથે વિહાર કર્યો. તેથી સંઘ સનાથ થયો. રોજ ઘનને ઇચ્છા મુજબ વ્યય થતું. કેટીશ્વર એવા સાધર્મિક હજારો હતા. ચંદ્રહાસના ઘા ખાધેલા લાખ સુભટ હતા. (પછી) બીક ક્યાંથી સંભવે ? એ પ્રમાણે માર્ગમાં તીર્થોને વંદન કરેતે સંઘપતિ રત્ન બે ૫ બાંધવ, પુત્ર અને પત્ની સાથે રિલા” અને તિલા” એ બે પર્વત છે. ત્યાં સુધી ગયો. અહીં ખરેખર શત્રુંજયના મધ્યમાં થઈને રૈવતે જનારા લોકોને કરેલા અને તલા’ એ બે પર્વતે આવતા નથી, પરંતુ ભદ્રેશ્વરને રતે જનારાઓને આવે છે. ત્યાં “રિલા” અને “તલા” એ બે પર્વતના મુખ આગળ મળી જવાથી બે છેડા જેવો (આકાર) થયેલ છે. ત્યાં ૧૦ આગળ સંધે મુકામ કર્યો. આ દિવસ ઇચ્છા પ્રમાણે સ્નાત્ર, ચૈત્યવંદના, દાન, પૂજા, ભોજન વગેરે કરાયાં. રાત્રે સુખે રહેવાયું. સવારે આગળ જવા માટે તૈયાર થઈને સંધ ચાલ્યું. જેવું આગળનું ગાડું પર્વતના મુખ આગળના સંકટમાર્ગમાં ચાલવા માંડયું તેવામાં સાહી જે કાળો, ફાડેલા મુખવાળો, નરસિંહ જેવા દેહવાળો, અટ્ટહાસ્ય કરતા, ઘણા ગાઉ જેટલો ૧૫ ઊંચે અને છાદિને લીધે ભયંકર વદનવાળે કોઈ એક (પુરુષ) નથી લેકીને વિદારવા લાગ્યો. વળી ખાઉં ખાઉં એમ તે બેલવા લાગ્યો. તે જોઈને બીધેલા લેક પાછા ફરી જવા લાગ્યા. રાજપુત્રોએ તે જાણ્યું. તેમણે જઇને તે કાલરૂપને કહ્યું કે તું કોણ છે? શા માટે લેકને ઉપદ્રવ કરે છે? તું દેવ છે, દૈત્ય છે, કે રાક્ષસ છે (જે હોય તે કહે) જેથી તે નામ ૨૦ વડે અમે (તારી) પૂજા કરીએ. તે કાલમૂતિએ કહ્યું કે અરે કેમ મોટેથી બેલે છે? જો તમે આગળ એક પગલું (પણ) ચાલશો તે હું તમને, બધાને એક પછી એક ચાવી ખાઈશ. એ પ્રમાણે તેણે કહ્યું ત્યારે સંઘના રક્ષક ભટ્ટએ પાછા વળી રત્નને વિજ્ઞપ્તિ કરી કે હે દેવ ! આમ આમ બાબત છે. અભાગ્યને લીધે આગળ જવાય તેમ નથી. દૃષ્ટા વડે આ ૨૫ પ્રમાણે ચવાઈ ગયેલા લોકે સામે પડેલા છે તે જુઓ. તે કાનને કટુ (વાત) સાંભળી ન ખેદ પામ્યો. શો ઉપાય? શી ગતિ? શી બુદ્ધિ ? એમ સંધ અને (તેમાં પણ ખાસ કરીને સ્ત્રીવર્ગ કકળી ઊઠ્યો. ઠેકાણે ઠેકાણે ટોળે ટોળાં વાત (કરતાં). કેટલાંક કહેતાં કે પાછા ફરીને જઈએ; (કેમકે) આ બધાંને ખાઈ જ જશે. જીવતે નર સંકડા ભદ્ર જોશે ભદ્રા ૩૦ પામશે. બીજાઓ તો કહેતાં કે મૃત્યુ થાય તે ભલે થાઓ, (પરંત) આગળ જવું, (કેમકે) નેમ જ શરણ છે. કેટલાંક ઝાડ અને લતામાં Page #185 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧૬૮ શ્રીરાજશેખરસૂરિકૃત [રાશાવાસંતાઇને રહ્યાં. બીજા તિષ જોતા. અન્ય સંઘના પ્રસ્થાનનું મુહૂર્ત આપનારાઓને નિંદતા. એ પ્રમાણે વિષમ (સ્થિતિ) વર્તતાં સંઘપતિ રત્ન ભટ્ટોને કહ્યું કે તે ભયંકર પુરુષ પાસે જઈને પૂછે કે તું કેવી રીતે પ્રસન્ન થશે જેથી તે કરી અમે આગળ જઈએ. ભક્કો ગયા. તેની આગળ તેમણે રત્નનું વચન કહ્યું. તેણે કહ્યું કે હું આ ગિરિની ભૂમિને અધિષ્ઠાયક છું. સંઘના એક પ્રધાન પુરુષને હું ખાઉં તે સંતોષ પામું. (ત્યાર બાદ) બીજાઓને ઉપદ્રવ કરૂં નહિ. (આ) પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન (પણ) કરું નહિ. તે ઉપરથી ભટ્ટોએ યથાર્થ રીતે નિર્ણય કરી તે વાત રત્નને કહી. એકત્ર બેસાડેલા સર્વ લેક તે પ્રમાણે તૈયાર થયેલા જ હતા તેમને રને કહ્યું ૧૦ કે મારું મોટું પુણ્ય છે જેથી એ કાઈક ભયંકર પુરુષ એક જ મનુષ્યને ખાવાની ઈચ્છા રાખે છે. તેના ભક્ષણથી તૃપ્ત થતાં તે બીજાને ખાશે નહિ. તેથી તમે જઇને નેમિને વંદન કર. મારે એને મારો દેહ આપ. અહે લાભને ઉદય ! આટલા વખત સુધી વિવિધ પ્રયત્ન વડે પાળેલ દેહ સંઘ માટે ઉપકારી થશે. એમ કહીને સંઘપતિ મૌન રહ્યો. તે વખતે રાજપુત્ર બોલ્યા કે હે નરરત્ન રત્ન! તું ચિરકાળ છવ. અમારામાંના એકથી તે ધરાશે. અમે ખરેખર સેવકે છીએ. વળી સેવકોને એ ધર્મ છે જે મરીને પણ સ્વામીને ઉદ્ધાર કરવ; નહિ તે ધર્મ, કીર્તિ અને વૃત્તિને નાશ થાય. જેમને સ્વામી ગાંયા જાય.સંઘમાંના મુખ્ય સાધામિકેએ કહ્યું કે હે રત્ન! તું લાંબે વખત જીવ તું યુવાન છે, રાજાને પૂજ્ય છે અને દશ કરોડ મનુષ્યને પાળનારો છે. અમે નાશવંત દેહના વ્યય દ્વારા સ્થિર (શાશ્વત) ધમે ગ્રહણ કરવા ઈચ્છીએ છીએ, (કહ્યું પણ છે કે, જે આ શરીરની રક્ષા કરાય છે તે કથળી જાય છે. જે બળાય તે તે ભસ્મરૂપ બને છે. એ દુષ્ટ દેહ પાસે જે (કામ) લેવાય તે સારૂં. મદનપૂર્ણ અને પૂર્ણસિંહ એ બે ભાઈઓએ કહ્યું કે ૨૫ અમારા બેના તમે મોટા ભાઈ છો. સૌથી મોટા ભાઈ તે પિતા જેવા છે અને નાના ભાઈ એ પિતાને અધીન પુત્ર સમાન છે. શું રામ આગળ લક્ષ્મણે યુદ્ધ કરી પ્રાણને તૃણ જેવા બનાવ્યા ન હતા ? હે દેવ ! વદનથી કે કેમળ વચનથી સ્નેહ જણાતું નથી, પરંતુ કદાચિત કાર્યમાં સત્વર પ્રાણ આપવાથી જણાય છે. પઉમિણિ બોલી કે કુલીન કાંતાના પ્રાણ પતિને અધીન છે. પતિ લેકાંતરમાં જતાં તે જીવતી પણ મુએલી છે, કેમકે તેને અલંકાર વગેરેને અભાવ છે. જેમકે ચંદ્રપ્રભા ચંદ્રની સાથે જાય છે. વીજળી મેઘની સાથે વિલય પામે છે. અમદા પતિને માર્ગે જનારી Page #186 -------------------------------------------------------------------------- ________________ બષ ] ચતુર્વિશતિપ્રબ છે એમ અજીવ પદાર્થો) પણ પ્રતિપાદન કરે છે. પતિનું મરણ થતાં પત્નીએ (તેની) પાછળ મરવું જોઈએ. તે જે મારૂં મરણ થતાં તમે જીવતા રહે તે મને શું મળ્યું નથી ? કેમેલે કહ્યું કે હે પિતા! એક દેહના દાનથી દેવાદાર બનાવાયેલા પુત્ર પિતાને કીર્તિરૂપ અને ધર્મરૂપ એમ બે દેહે આપીને દેવાથી છૂટે છે. એ પ્રમાણે બોલતા તે બધાને યુક્તિઓ વડે બહુ નિષેધ કરી તે પોતે મરવા (પાછળો રહ્યો. સંઘને ચાલો કર્યો. કાલપુરુષે ઉપદ્રવ કર્યો નહિ. સંઘ ગયો ત્યારે રત્ન શ્રીનેમિને વિષે પરાયણ બની સ્થિર ઊભે રહ્યો. પઉમિણિ આગળ ગઈ નહિ. અન્યત્ર (ઊભી) રહીને તેણે કાયોત્સર્ગ કર્યો. કેમલે પણ તેમજ કર્યું. કાલપુરુષે રત્નને પર્વતની એક ગુફામાં ફેંક્યો. બારણું ૧૦ * પત્થર વડે દઈને તે પૂછવું પછાડવા લાગ્યો. તે સિંહનાદોથી આકાશને બહેરું બનાવો. તે પણ રત્ન બીતે નહિ. (તેના) હૃદયમાં જિન પ્રતિ રાગ સ્થિર હતે. - એવામાં કૂમાંડીને પ્રણામ કરવા (૧) કાલમેઘ, (૨) મેઘનાદ, (8) ગિરિવિદારણ, (૪) કપાટ, (૫) સિંહનાદ, (૬) બેટિક અને ૧૫ (૭) રૈવત નામના સાત ક્ષેત્રપતિઓ એકઠા મળ્યા. દેવીને પ્રણામ કરી તેઓ બોલ્યા કે હે દેવી! કાઈક સ્થળે પર્વત ધડધડ થાય છે. જેવું અત્યારે વર્તે છે એવું પૂર્વે ક્યાં પણ વર્યું નથી. તેથી તું જો કે આ શું છે? કઈક સ્થળે એક મહાપુરુષને કેઈ કર ઉપદ્રવ કરે છે. અંબાએ જ્ઞાન વડે જાણ્યું. તેમની સાથે તે ત્યાં ગઈ. તે પ્રમાણે કાયા. ૨૦ ત્સર્ગમાં રહેલાં પઉમિણિ અને કેમલ તેમની નજરે પડ્યાં. કૃપા અને ભક્તિ ઉદ્દભવી. ગુફાના દ્વાર પાસે જઈને તે ક્રરને તેણે આક્ષેપ કર્યો કે રે તું આ શું કરે છે? જો તું સમર્થ હોય તે યુદ્ધ કર. અમે ક્ષેત્રપાલ રત્નનું રક્ષણ કરીએ છીએ. હું જગની માતા અંબા છું. તેણે (તેમ) કહ્યું એટલે તે ઘૂરક્યો. યુદ્ધ પ્રવત્યું. તેને પગે ઝાલી ૨૫ માથાની આસપાસ ફેરવી અંબા તેને પત્થર ઉપર અફાળવા જતી હતી તેવામાં પ્રત્યક્ષ દિવ્ય આકારવાળા પુરુષ તેમજ દિવ્ય આભૂષણે અને અંગરાગવાળ રત્ન પ્રિયા અને પુત્ર સહિત સુખી તેના જવામાં આવ્યા. તે દિવ્ય દેહવાળાએ કહ્યું કે હે અંબા ! હે ક્ષેત્રપાળે ! હે શ્રીરત્ન ! સાંભળે. જ્યારે ગુરુએ “રેવત’ને મહિમા કહ્યો ત્યારે આ ૩૦. રને પ્રતિજ્ઞા કરી હતી કે મારે પ્રાણને વ્યય કરીને પણ નેમિને વંદન Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ૧૦ ૧૫ શ્રીરાજશેખરસૂરિકૃત [ રત્નાવલકરવું જ. તે વેળા હું વૈમાનિક દેવ નામે શંકર ત્યાં ગુરુ પાસે બેઠેલો હતો. એની એ પ્રતિજ્ઞા મારાથી સહન થઈ શકી નહિ. તેથી અહીં આવીને મેં મહાસત્ત્વવાળા રત્નને હેરાન કર્યો. એની પત્ની ધન્ય છે, પુત્ર પુણ્યશાળી છે તેમજ સંઘના ભક્ત અને એને મદદ કરનારા એવા તમે (પણ) પ્રશંસાપાત્ર છે. જે હું સાચું યુદ્ધ કરું તો તમારાથી છતાઉં નહિ, પરંતુ શુદ્ધ અને મેં કેવળ ક્રીડા તરીકે આ કર્યું છે. રત્નોની વૃષ્ટિ કરી રત્નને આલિંગન દઈ અને તેને સંઘમાં મૂકી તે તરત જ સ્વર્ગમાં ગયે. અંબા વગેરે પર્વત ગયાં. સંઘ કરૈવતક ઉપર ચઢવો. તેણે નેમિને વંદન કર્યું. લેપ્ય મૂર્તિવાળા નેમિ ઉપર જળ વડે એવું સ્નાત્ર કરવામાં આવ્યું કે જેથી એ બિબ બે ઘડીમાં ગળીને માટીરૂપ બની ભૂમિ સાથે મળી ગયું. બધાને અને (તેમાં) રત્નને તે વિશેષ ખેદ થશે. વળી તેણે ચિંતવ્યું કે આશાતના કરનારા એવા મને ધિક્કાર છે કે જેથી હું આ પ્રમાણે તીર્થનો નાશ કરવારૂપ પાપને પાત્ર થયો. હવે જ્યારે તીર્થ ફરીથી સ્થપાય ત્યારે (મારે) ખાવું. એમ કહીને બે બંધુને સંઘના રક્ષણ માટે મૂકીને અંબાનું ધ્યાન ધરી તેણે તપશ્ચર્યા (શરૂ) કરી. સાઠ ઉપવાસને અંતે અંબા પ્રત્યક્ષ થઈને તેને રાતના “કાંચનબલ” નામના અને ઇન્દ્ર બનાવેલા તીર્થમાં લઈ ગઈ. ત્યાં તેણે મેટાં ૭૨ જિનબિંબ જોયાં. તેમાં ૧૮ સેનાનાં, ૧૮ રત્નોનાં, ૧૮ રૂપાનાં અને ૧૮ પત્થરનાં એમ ૭ર હતાં. ત્યાં એક રત્નના બિંબને વિષે રત્ન જાણે પિતાના નામની સમાનતાને લીધે હોય તેમ તુષ્ટ થયા અને તેને વળગ્યો. હે સ્વામિની ! આ મને આપ જેથી તે સ્થાનમાં (એ) હું સ્થાપે. એમ તેણે અંબાને કહ્યું. અંબાએ પણ કહ્યું કે હે વત્સ ! આ મોટું તીર્થ છે. ધીરે ધીરે કલિ (કાળ) આવશે. તેમાં લોક સત્ત્વહીન, દ્રવ્યના લેબી, પાપ કરનારા અને સર્વ ધર્મથી વિમુખ થશે. તેમની આગળ રત્નનું બિંબ છૂટશે નહિ. (અને તેમ થતાં) મોટી આશાતના થશે, તેથી આ પત્થરનું (બિંબ) તું લે. રત્ને તે પ્રમાણે (કરવાનું) સ્વીકાર્યું અને કહ્યું કે હે માતા ! આ મેટા (બિબ)ને હું કેવી રીતે લઈ જાઉં? દેવી બોલી કે આ કાચા સૂતરના તાંતણથી એને વીંટ. અહીંથી ચાલતાં જ્યાં તું પાછળ જશે ત્યાં જ તે રહેશે. એ પ્રમાણેની અંબિકાની વાણીથી ચાલતો રત્ન બિંબ લઈને કેટલીક ભૂમિ જેટલું આગળ ગયે એટલે અચંબો પામી તેણે પાછું જોયું કે અંબા આવે છે કે નહિ. (આથી પેલું) બિંબ ત્યાં જ ઉદુંબર ઉપર ૨. ૨૫ ૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ ] ચતુર્વિશતિપ્રબન્ધ (સ્થિર) રહી ગયું. લાખ મનુષ્યો વડે (ખેચાતાં) પણ (તે) સ્થાનથી તે ચળ્યું નહિ. તેથી પાછા ફરીને તેણે ત્યાં જ) દરવાજાની અને પ્રાસાદની રચના કરી. તે આજે પણ તે જ પ્રમાણે ત્યાં જ છે. એ પ્રમાણે પ્રતિજ્ઞા પૂર્ણ કરીને રત્ન સંઘ સહિત રૈવત’થી પાછા ફરી “શત્રુંજય” ઉપર ષભને વંદન કરી અને બીજા પણ તીર્થોને નમન કરી “વહુલ્લપત્તનમાં દાખલ થયો. રાજા પિતે સામે આવ્યો. ઘેર ઘેર મંગલે, સાધર્મિક વાત્સલ્યો અને ઋદ્ધિની વૃદ્ધિ થયાં. તેણે ચન્દ્ર અને સૂર્ય પર્યત રહેનારી કીર્તિ મેળવી. આ રને સ્થાપેલું નેમિનું બિંબ છે કે જેને હાલ વંદન કરાય છે. તેની તે આ પ્રમાણે (કોઈ) પ્રાચીન કવિએ સ્તુતિ કરી છે. જેને ખાણમાંથી ખેદી કાઢ્યું નથી, જેને સૂત્રથી ભર્યું નથી, જેને ટાંકણાથી ટાંક્યું નથી, જેનું દ્યોતનકે વડે દ્યોતન કરાયું નથી, જેને ઉપાડનારાઓએ ઉપાડ્યું નથી અને જેને સિદ્ધમંત્રો વડે મંત્રિત કરવામાં આવ્યું નથી તે અનાદિ, અવ્યક્ત દેહવાળા, અભેદ્ય, પ્રકાંતિમય, અનંત બલવાળા, સુસિદ્ધ અને ભવ્યને સંસારસમુદ્ર તરી જવામાં નૌકાસમાન નેમિનાથ કૃપાથી પ્રકટ થયા (છે). ૧૦. ત્તિ સત્તાવાબાપ રર . Page #189 -------------------------------------------------------------------------- ________________ (ર૩) આભડનો પ્રબંધ ‘અણહિલપુરમાં શ્રીમાલ વશને નૃપનાગ નામે) એક શેઠ હતું. તેને સુન્દરી (નામની) પની હતી. તેમને શ્રી આભડ (નામ) ૫ પુત્ર હતા. તે દશ વર્ષનો થયો ત્યારે તેનાં માતાપિતા સ્વર્ગે ગયાં. લક્ષ્મી નાશ પામી તો પણ આભડ સજજનોને આશ્રિત અને વ્યવસાયનો જાણકાર હે મોટે થયે. પૂર્વજોની કીતિથી તેને કન્યા મળી. તે પરો . નિર્વાહ માટે તે ઝવેરીને ઘેર ઘુઘરા ઘસતે. તે પાંચ પત્થરો કમાતે. તેમાંથી એક પથર ધર્મમાં અને બે કુટુંબનો નિર્વાહ કરવામાં તે ખરચતે અને તે બેને સંગ્રહ કરતો. ચૌદમે વર્ષે (એને) પુત્ર થયો. પરંતુ તેને ધાવણ ઓછું મળતું. એથી બકરી શોધવા માટે આભડ બહાર ગામ ગયો. ત્યાં હવાડામાં સવારે તે દાંત સાફ કરતે હતો એવામાં બકરીઓનું એક ટોળું આવ્યું. તે બધી હવાડામાં પાણી પીવા લાગી. શંખના જેવું ઘેલું પાણી પણ નાગવલ્લીના પત્રની છાયાવાળું ૧૫ એકદમ બની ગયું. આભડને (એથી) નવાઈ લાગી. પાણી પીને બકરીઓ નિવૃત્ત થઈ ત્યારે તેણે તપાસ કરી તે એકના ગળામાં મરકત રત્નવાળી ટોકરી જણાઈ. તેણે તે (બેકરી)ને એકદમ ખરીદી લીધી. પુત્ર (દૂધ મળવાથી) છળ્યા. રત્નને તો શરાણે ચઢાવતાં તે મોટા તેજના પંજવાળું બન્યું. તેણે પરીક્ષકને (તે) બતાવ્યું. તેમણે અમૂલ્ય એમ કહ્યું. ત્યાર બાદ તેણે (તે) જેસિંગદેવ રાજાને તે આપ્યું. રાજી થયેલા રાજાએ એક સુવર્ણકટિ આપી. નખના પાછલા ભાગ જેટલા તે (રત્ન)થી એક લાખ મળે. આભડ પણ તે વડે માટે સંપત્તિવાળો બન્યા. તે વારે સુકાળ હતું. તે વ્યવહારી બન્યા. તે વખતે શ્રીજયસિંહનું રાજ્ય સમૃદ્ધ ર૫ હતું. આભડને ત્રણ વહી હતી: (૧) (પહેલી) રોક્યવહી, (૨) બીજી વિલબવહી અને (૩) (ત્રીજી) પારલૌકિક વહી. (એનો શો અર્થ? (એ કે તે) દયાસાગર કોઈને પણ ધરણ અને બંધનની પીડા કરતો નહિ. ૩૬ વેલાતટોને વિષે ધનની સંપત્તિ અને મહાલા હતાં. સોપારીની દુકાન, પિતાનું ઘર, શ્રીહેમસૂરિની પૌષધશાલા તેમજ માયાપિષ્ટકેક ચિતા તેણે કરાવ્યાં. અમારિ કરનાર શ્રી કુમારપાલ દેવના સમયમાં તેને પ્રસાર થયા. એક દહાડે શ્રી હેમસૂરિએ રાજાને કહ્યું કે સાધર્મિક વાત્સલ્યનું મોટું ફળ છે. રાજાએ આભડને કહ્યું કે ધનથી ત્રુટી ગયેલા શ્રાવક કુળને સે દીનારો આપી તારે ઉદ્ધાર કરવો. (એ રકમ અમારે ખાતે Page #190 -------------------------------------------------------------------------- ________________ બજ 1 ચતુર્વિશતિપ્રબળે ઉધારવી). વર્ષની આખરે અમને લેખક બતાવજે. આભડે વર્ષની આખરે રાજાને લેખ્યક બતાવ્યું. એક કાટિ (દેવું) આવ્યું. જેવો તે અપાવવા જતા હતા તેવામાં આભડે વિજ્ઞપ્તિ કરી કે હે દેવ ! રાજાઓને કેશ બે જાતને છે: (૧) સ્થાવર અને (૨) જંગમ. તેમાં સ્થાવર (કાશ) સુવર્ણ વગેરેને ભંડાર છે, (અ) જંગમ (કાશ) વણિકજન છે. વણિકાનું ધન પણ સ્વામીનું જધન છે. રાજાએ કહ્યું કે એમ બેલ નહિ; (કેમકે) લેભારૂપ પિશાચ મને છળશે. તે જ વખતે તેટલું (ધન) મંગાવી તેણે (તેને) અપાવ્યું. રાજાને સંતોષ થયો. એ પ્રમાણે વખત જતાં રાજા કુમારપાલ અને શ્રી હેમ(સૂરિ) વૃદ્ધ થયા. શ્રી હેમસૂરિના ગચ્છમાં વિરોધ હતા. રામચન્દ્ર, ૧૦ ગુણચન્દ્ર વગેરેને સમુદાય એક તરફ હતો અને એક તરફ બાલચન્દ્ર હતું. તે બાલચન્દ્રને રાજાના ભત્રીજા અજયપાલ સાથે દસ્તી હતી. એકદા પ્રસંગવશાત રાજા, ગુરુ અને આભડે રાત્રે મસલત કરવા માંડી. રાજાએ પૂછયું કે હું પુત્ર વિનાનો હેઈ કેને મારા પદ ઉપર સ્થાપું? ગુરુએ કહ્યું કે ધર્મની સ્થિરતા માટે તારા ૧૫ દૌહિત્ર પ્રતાપમલને રાજા બનાવ. અજયપાલથી તે તે સ્થાપન કરેલા ધર્મને નાશ થનાર છે. એવામાં આભડે કહ્યું કે હે ભગવન ! જે તે પણ પોતીકે જ ઉપકારી છે. ફરીથી શ્રીહેમે કહ્યું કે અજયપાલને રાજા ન બનાવતો. એ પ્રમાણેને ગુપ્ત વિચાર બાલચન્દ્ર સાંભળે અને તેણે (તે) અજયપાલને કહ્યો. હેમ(ચન્દ્ર)ના ગચ્છમાંના ૨૦ રામચન્દ્ર વગેરે ઉપર તેને દ્વેષ હતું, પરંતુ આભડ ઉપર સ્નેહ હતો. શ્રીહેમસૂરિ સ્વર્ગ ગયા. ત્યાર બાદ બત્રીસ દિવસે અજ્યપાલે આપેલા ઝેર વડે કુમારપાલ મરણ પામ્યા. અજયપાલને રાજ્ય ઉપર બેસાડવામાં આવ્યો. શ્રી હેમ(સૂરિ) તરફ દ્વેષ હેવાથી (તેમના ) રામચન્દ્ર વગેરે શિષ્યોને તપાવેલા લેઢાની ખુરશી ઉપર બેસાડવારૂપ પીડા ૨૫ કરાવી તેણે મારી નંખાવ્યા. તેણે ઘણું રાજવિહાર પાડી નંખાવ્યા. લઘુ ક્ષુલ્લકેને દરરોજ સવારે બોલાવી તે શિકારનો અભ્યાસ કરાવતો. પૂર્વે આ ચૈત્યપરિપાટી કરતા એવી તે મશ્કરી કરતો. બાલચન્દ્ર પણ પિતાના ગોત્રની હત્યા કરાવનાર છે એમ કહી બ્રાહ્મણએ તેના રાજાના મનથી ઉતારી પાડ્યો. લજજા પામી તે “માલ” જઈ મરી ૩૦ ગયો; કેમકે પાપ સત્વર પાકે છે. પ્રાસાદ પાડેલા જોઇને શ્રાવક લેકને ૧ ચપડે. - ૨ ખજાને, Page #191 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧૫ શ્રી રાજશેખરસૂરિકૃત [ સામખેદ છે. પૂર્વ પ્રતિપાદન કરેલું હોવાથી આભડ માન્ય હોવા છતાં રાજાની ઉગ્રતાને લીધે (કંઈ) બોલી શકતે નહિ, પરંતુ તેણે કપટથી (તેનું) રક્ષણ કરાવ્યું. કેવી રીતે ? એક દિવસ આભડે રાજાને વહાલા અને કૌતુકી નામે સીલણને ઘણું સોનું આપીને વિનવ્યો કે તું એવું કર કે જેથી બાકીના પ્રાસાદ બચે. તેણે કહ્યું કે બેફિકર રહો. હું બચાવીશ જ. સીલણે સાંઠાનો એક મહેલ કરાવ્યું. તેણે તેને ઘળા અને ચિત્રા. રાજા પાસે આમ આમ કરવું એમ તેણે પાંચ પુત્રોને શિખામણ આપી. રાજા પાસે ગયેલે સીલણ બે કે હે દેવ! ઘડપણ મારે માથે રહેલું છે. હું પુત્ર અને પૌત્રવાળો થયો છું. જે આજ્ઞા આપે તે હવે હું તીર્થયાત્રા માટે પરદેશ જાઉં. રાજાએ કહ્યું કે જેવી મરજી હોય તેમ તું કર. ત્યાર બાદ પેલા મહેલને અને પુત્રોને લઈને મહાસભામાં રહેલા રાજા સમીપ તે આવ્યો. તેણે પુત્રને રાજાને ભળાવ્યા. અને રાજાના દેખતાં પુને કહ્યું કે આ મારા મહેલનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરજે. (કેમકે) એ મારે કીર્તિદેહ છે. વળી એ પ્રયત્નપૂર્વક બનાવાયેલો છે, તેમણે તે પ્રમાણે કરવા કબૂલ્યું. રાજા વગેરે બધાની રજા લઈ કેટલીક ભૂમિ જેટલે સીલણ આગળ ગમે તેવામાં ખરેખર તેમણે તે મહેલને લાકડીઓ મારીને તરત ભાંગી નાંખે. ખર્કરો સાંભળીને પાછા ફરી સીલણે કહ્યું કે હે અભાગીઆએ ! આ કુપ કરતાં પણ તમે કુપુત્રો છે. આને (ત) પોતાના પિતા મરી ગયા પછી તેનાં ધર્મસ્થાનો પાડી નાંખ્યાં. તમે તે હું સો પગલા પણ ગયો તેટલીએ રાહ ન જોઈ. રાજા શરમાઈ ગયો. તેણે ચિત્યો નહિ પાડવાનો હુકમ કર્યો. તે કનૃપને માતા અને પુત્રને બળાત્કારથી વિપ્લવ કરાવવાની રુચિ ઉત્પન્ન થઈ. તે વઠોને તેમ કરાવતા. એક વાર એક વડે છાનામાના (હાથમાં) ધારી રાખેલી નાની કંકોહકતિકા વડે તેને મારી નાંખ્યો. કેટલાક દિવસ સુધી કીર્તિપાલ નામના રાજપુત્ર “ગુર્જર ભૂમિનું રક્ષણ કર્યું. તેને છત્ર, ચામર વગેરે હતાં નહિ. તે “માલ” સેનામાં મરણ પામતાં “ગૂર્જર” ભૂમિમાં ભીમદેવ રાજા થો. તેનું જીવન દીધું હતું, પરંતુ તે વિકલ અને અધિક પુણ્યવાળ હતું. તેને સેદ્ર અને મેહૂ એમ બે ગરિકા હતી. તે બંનેને તે નવડાવતે. વળી તે બંનેનાં બધાં અવયવોને તે શણગાર. તે તેને સુખાસને બેસાડતે. ગામમાં તે લશ્કર લઈને ફરતે. સેનાએ ગામ ખાઈ જતી. એમ ઘણો કાળ (વીતી) ગયા. એક દિવસ દેશપાલેએ એકઠા થઈ રાજાને વિજ્ઞપ્તિ કરી કે હે ૨૦ ૨૫ ૩૦ Page #192 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિપ્રબન્ધ ૧૭૫ દેવ! તમે પિતાના દેશને નકામે શા સારૂ ખવડાવી દે છે? આ અન્ન, ઘી, વસ્ત્ર વગેરેને ખોટો વ્યય છે. ત્યારે રાજાએ કહ્યું કે તમે એક વાર્તા સાંભળો. કઈક લાકૂલે પહેલાં જળના વેગથી ઘસડાઈ આવેલે મસ્ય તટે લાગ્યો. તે વેળા ત્યાં અત્યંત દુકાળ હતો. અન્નના અભાવે લેક ભૂખથી પીડાતા હતા. એથી બધા લેકે કુહાડા વગેરેથી તે મત્સ્યને ૫ કાપી કાપીને તેનું ભક્ષણ કરવા લઈ જતા, તો પણ તેનું શરીર મોટું હેવાથી તે મરતે નહિ. એ અવસરે ભૂખ્યો અને પત્ની દ્વારા પ્રેરાયેલે કેઈ બ્રાહ્મણ તે મત્સ્યનું માંસ લેવા ગયો. બીજા લોકો દ્વારા તેને છેદાને જોઈને સ્વભાવથી કૃપાળુ એવા બ્રાહ્મણને દયા ઉપજી કે (આને) નહિ છે. ત્યારે વ્યંતરના દાખલ થવાથી તે મત્સ્ય બ્રાહ્મણને કહ્યું કે તું મને છે. બીજા પણ મને ખાય છે. તારાથી (તેમ થતાં). ભવ્ય ઉપકાર થશે. બ્રાહ્મણે કહ્યું કે મારામાં દયા છે (તેથી) હું નહિ છે. મસ્તે કહ્યું કે તે તું સાંભળ. આ પાપી લેક મને મરતાને મારે છે. હું તો મરીને આ તટ ઉપર પુરંદર નામે રાજા થનાર છું. હું રાજકુળમાં અવતરીશ. તું માર ઉપાધ્યાય થનાર છે. હું પૂર્વ વેરથી ૧૫ આ લોકને નવી નવી રીતે કાર્યના કરીશ. (તે વારે ) તારે કોઈને પણ માટે (મને) વિનતિ ન કરવી. તને સજજનને તે હું ગુની બુદ્ધિથી પૂછશ. એમ બેલ તે મત્સ્ય મરી ઉપર કહ્યા મુજબ પુરંદર નામે રાજા થયે. (૫) બ્રાહ્મણ તે ગુરુ થશે. અતિશય અપરાધ કરેલા એવા પેલા લોકને એ રાજાએ દુઃખ દીધું. બ્રાહ્મણ તે તેનું ૨૦ કહેલું સંભારતે ઈ કંઈ બોલ્યો નહિ. તેથી તે ગામના નાયકે! હું પણ તેવા પ્રકારનો કોઈ અવતરેલો છું. હું લોકને ક્રીડાથી પીડા કરે છું; તેથી તમારે (કંઈ) ન બોલવું. (તેમ છતાં) જે બોલશે તો હું (તમારી) જીભ કાપી નાંખીશ. એ સાંભળીને લોક મૂગા રહ્યા. દેશને હાનિ પહોંચી. એ પ્રમાણેના રાજયમાં પણ આભડ તેવો જ સંપત્તિશાળી હતા. આભડની ચાંપલા નામની પુત્રી કે જે બાલવિધવા, વાગ્મિની, યોગ્યની જાણકાર અને બધાં શાસ્ત્રમાં નિષ્ણાત હતી તે ઘરનાં કાર્યો કરતી અને કરાવતી. એક દિવસ લોભથી કંઈક ચોરી કરેલા એવા ભંડારીને ક્રોધે ભરાયેલા આભડે કાઢી મૂક્યો. ગુસ્સામાં તે ભીમ રાજા પાસે ગયો ૩૦ અને બોલ્યો કે હું નૃપ આભડની સંપત્તિ અનંત છે. આમ આમ તમે તે લઈ લે. રાજાએ કહ્યું કે એણે કઇક અન્યાય કર્યો છે? ભંડારીએ ૨૫. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ૧૦ શ્રી રાજશેખરસૂરિકૃત [ મ - કહ્યું કે ના. તે પારકું ધન કેવી રીતે નકામું લઈ લેવાય (એમ રાજાએ કહ્યું). ભંડારીએ કહ્યું કે કેઈક છળ કરે. રાજાએ કહ્યું કે હું તેમ કરીશ. એમ વિચારી ભંડારીને પિતાના મહેલમાં રાખી બકરીના માંસને થાળામાં રાખી દાસીને માથે તે મૂકી તેને (આભડને ઘેર) મોકલી. મધ્યાહને તે દાસી આભડના ઘરના દરવાજે આવી પહોંચી). તે વેળા આભડ ધ્યાન વડે જિનની પૂજા કરતો હતો. ચાંપલાએ પિતે બારણું ઉઘાડયું. દાસી અંદર આવી. તેણે થાળો બતાવ્યો. ચાંપલાએ માંસ જોઈને તે જ વેળા ભંડારીની આ વિક્રિયા છે એ તર્ક બાંધ્યો. અંદર લાવીને તેણે તેને માનભેર પૂછયું કે આ શું છે? દાસીએ કહ્યું કે ઉત્સવને વિષે રાજાએ તમારું ગારવ (કરવા) માટે આ મેકહ્યું છે. ચાંપલાએ એ માંસ બીજા થાળામાં લઈ લીધું. તેણે રાજાને સવા લાખની કીંમતને હાર અને દાસીને કંઠાભરણ આપ્યાં. તેણે થાળાને મોતી વડે વધાવ્યા. દાસી રાજી થઈ રાજા પાસે ગઈ. ભેજન બાદ પુત્રીએ આભડને કહ્યું કે હે પિતા! કાઢી મૂકેલા ભંડારીથી પ્રેરાયેલા ૧૫ રાજાનું આ કામ છે. (એથી) મેં દાસીને તિરસ્કાર કર્યો નહિ. લક્ષ્મી જશે, પરંતુ (કોઈ) ઉપાય કરો. પિતાની બધી દાલતની ટીપ કરી તમે રાજાને દેખાડે અને કહે કે હે નાથ ! જે તમારી મરજી હોય તે (એ દેલત) લઈ લે. તેણે તે પ્રમાણે જ કર્યું. રાજાને વિસ્મય, લજજા અને હર્ષ થયાં. ભંડારીને તટે (ગળે) ઝાલી રાજાએ કહ્યું કે હે. મૂઢ ! વિધિ જેને ધન આપે છે તેને તેના રક્ષણના ઉપાયની બુદ્ધિ પણ આપે છે. તેથી એના ઉપર ફોગટ મત્સર ન કર. તેણે તેને ફરીથી આભડને પગે લગાડ્યો. રાજાએ તેનું એક તણખલું પણ નહિ જ લીધું. એ પ્રમાણે ધનવાન, અખંડ ભાગ્યશાળી દીર્ધાયુ અને નીરોગી આભડે મરણપ્રસંગે પુત્ર ઉપર ઉપકાર (કરવા) માટે પિતાના મહેલના ચાર ૨૫ ખૂણામાં ચાર નિધિ દાટવ્યા. તે પોતે સમાધિપૂર્વક મરણ પામ્યો. ચાંપલા પણ (મરીને) સ્વર્ગ ગઇ. બહારનું ધન જતું રહેતાં પુત્રએ તે નિધિઓની સંભાળ લીધી, પરંતુ તે મળ્યા નહિ. તેમણે અંજન આપ્યું. અંજનીએ કહ્યું કે કોઈક કાળા દેહવાળા અને હાથમાં મુગરવાળા ધનને નીચે નીચે લઈ જાય છે. તમે શા માટે નાહક કલેશ કરે છે? નિરાશ થયેલા તેઓ સામાન્ય વણિક બની ગયા. તેથી પુરુષના પુણ્યનો ઉદય જ ધનની વૃદ્ધિનું કારણ છે, નહિ કે કુલ. રૂતિ સામugષઃ ૨૨ . Page #194 -------------------------------------------------------------------------- ________________ (૨૪) શ્રીવાસ્તુપાલન પ્રબન્ધ શ્રીવાસ્તુપાલ અને તેજપાલ (નામે) જે બે પ્રસિદ્ધ ભાઈઓ મંત્રીશ્વર હતા તેમની કીર્તિકથા અમે કહીએ છીએ. પૂર્વે ગૂર્જર ભૂમિના શંગારરૂપ “મંડલી” નામની મહાનગરીમાં શ્રીવાસ્તુપાલ, તેજ:પાલ વગેરે ૫ વસતા હતા. એક વેળા શ્રીથી યુક્ત “પત્તન’ના રહેવાસી અને “પ્રાગ્વાટ” વંશના ઠકુર શ્રીચંડપના પુત્ર ઠક્કર શ્રીચંડપ્રસાદના પુત્ર પ્રધાન શ્રીએમ કુલના શૃંગારરૂપ ઠક્કુર શ્રીઆસરાજના પુત્ર અને કુમારદેવીની કુક્ષિરૂપ સરોવરને વિષે રાજહંસ (સમાન) શ્રીવાસ્તુપાલ અને તેજપાલ શ્રી શત્રુંજય’, ‘ગિરનાર' વગેરે તીર્થની યાત્રાએ નીકળ્યા. ૧૦ હડાલક ગામે જઈને પિતાની સંપત્તિ તેમણે વિચારી જે તે બધી મળીને તે ત્રણ લાખની થઈ. ત્યાર બાદ “સુરાષ્ટ્રથી પિતાની સુસ્થતા વિચારી એક લાખ ભૂમિમાં (દાટી ) મૂકવાને મધ્યરાત્રિએ તે બંનેએ મહાશ્વત્થ નીચે ખેદયુંતેઓ ખોદતા હતા તેવામાં કોઈકને પ્રાચીન અને સોનાથી ભરેલો તાંબાને કળશ નીકળે-તેમને હાથ ૧૫ લાગે. તે લઈને શ્રીવાસ્તુપાલ તેજપાલની પત્ની અનુપમા દેવીને માન્યતાથી પૂછ્યું કે આ ક્યાં મૂકવો ? તેણે કહ્યું કે પર્વતના શિખર ઉપર જ ઊંચે મૂકે જેથી પ્રસ્તુત નિધિની જેમ અન્યરૂપ ન બને. તે સાંભળીને શીવપાલે તે દ્રવ્ય શ્રી શત્રુંજય’, ‘ઉજજયંત” વગેરે (તીર્થસ્થળ)માં વાપર્યું. યાત્રા કરી પાછા ફરી તે “ધોળકા” ૨૦. શહેરમાં આવ્યો. એવામાં કન્યકુજના માલિકની પુત્રી નામે મહણદેવી પ્રસન્ન થયેલા પિતા પાસેથી કંચુલિકાને સ્થાને મેળવેલી 'ગૂર્જર ભૂમિને ઘણે વખત ભોગવી સમય જતાં મરીને તે જ “ગૂર્જર' દેશની અધિષ્ઠાત્રી મોટી સમૃદ્ધિવાળી વ્યંતરી થઈ. “ધોળકામાં પથારીમાં આરામ લેતા રાણ ૨૫ શ્રીવીરધવલ આગળ પ્રત્યક્ષ થઈ તે બોલી કે હે રાણું ! આ “ગૂર્જર ભૂમિ વનરાજ પ્રમુખ સાત “ચાવડા વંશના નરેશ્વરોએ ૧૯૬ વર્ષ સુધી ભોગવી. ત્યાર પછી મૂલરાજ, ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લભરાજ, ભીમ, કર્ણ, જયસિંહદેવ, કુમારપાલદેવ, અજયપાલદેવ, લધુ ભીમ અને અણે રાજ એ ચૌલુક્યોએ તેને સનાથ કરી–એ સેલંકી ૩૦ ૨૩ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી રાજશેખરસૂરિકૃત [છીવતુઓએ ભોગવી. હાલ તમે પિતા પુત્ર લવણપ્રસાદ અને વિરધવલ (ભોક્તા) છે. આ ગૂર્જર' ભૂમિ કાળે કરીને સ્વામીના અભાવે અન્યાયમાં તત્પર એવા પાપીઓ દ્વારા મલે વડે ગાયની જેમ “માસ્ય ન્યાય મુજબ પીડામાં પડેલી છે. જો તમે વસ્તુપાલ અને તેજ:પાલને પ્રધાન બનાવે તે રાજ્યને પ્રતાપ અને ધર્મની વૃદ્ધિ થાય. હું મહણદેવી તમારા બધે પસરેલા પુણ્યથી આકર્ષાઈ બોલી રહી છું. એમ બોલતી જ તે વીજળીની પેઠે એકદમ અદશ્ય થઈ ગઈ. રાણા શ્રી વીરધવલ પદ્માસને રહી પથારીમાં બેઠે બેઠે ચિંતવવા લાગે કે અહે સાક્ષાત દેવીને -ઉપદેશ ! દેવીએ જે કહ્યું તે પ્રમાણે) તે બેને પ્રધાન બનાવવા જ, કેમકે ગર્વવાળા હાથવાળા રાજાઓ લક્ષ્મી ઉપાર્જન કરે છે પણ નીતિ દ્વારા તેની ઉન્નતિ તો પ્રધાન જન કરે છે. સમુદ્ર રત્નની શ્રેણિને જન્મ આપે છે, પરંતુ તેને સંસ્કાર તે આ જગતમાં મણિકારને સમુદાય કરે છે. એ પ્રમાણે વિચારી તે સવારે ઊઠયો. મહણદેવીએ પૂર્વે કહેવાઈ ગયેલ જ ઉપદેશ લવણુપ્રસાદને પણ આપો. સવારનું કાર્ય કરી પિતા અને પુત્ર ભેગા મળ્યા. તે બંનેએ પરસ્પર રાત્રિને વૃત્તાન્ત કહ્યો. બંનેને સંતોષ થયો. તે વારે જ તેમને કુલગુરુ નરભારતી સેમેશ્વરદેવ સ્વર્યાયન માટે આવ્યા. તેમણે તેને તે વૃત્તાત કહ્યો. તેણે પણ કહ્યું કે હે દેવ ! તમારા પ્રાચીન પુણ્યથી પ્રેરાઈને દેવી પણ સાક્ષાત (દર્શન દે) છે, તેથી તેના કહ્યા પ્રમાણે કરો. પ્રધાનરૂપ બળ વિના રાજ્ય- પરિકર્મ કંઈ નથી. દેવીએ તમારી આગળ જે પ્રધાનનું પ્રતિપાદન કર્યું છે તે તે તે અહીં આવેલા છે. મને તેઓ મળ્યા હતા. તેઓ રાજાની સેવા (કરવા)ને અભિલાષી છે, ૭૨ કળાના જાણકાર છે, ન્યાયનિક છે અને જૈન ધર્મના જ્ઞાતા છે. જે હુકમ હેય તે લાવું. રાણાની આજ્ઞાથી એ પુરોહિત ખરેખર તેમને તરત જ લઈ આવ્યો, નમસ્કાર કરાવી આસર૫ નાદિ પ્રતિપત્તિથી તેણે તેમનું સન્માન કર્યું. શ્રોલવણપ્રસાદની આજ્ઞાથી વીધવલે જાતે તેમને કહ્યું કે તમારી આકૃતિ ગુણોની સમૃદ્ધિ કહી રહી છે. તમારી નમ્રતા કુળની વિશદ્ધતાનું સૂચન કરે છે, તમારે વાણીને ક્રમ શાસ્ત્રના સંક્રમને સૂચવે છે અને તમારો સંયમ ઉમરના પ્રમાણમાં અધિક છે. આપના જેવા પુરુષોથી પિતૃ-કુળ પ્રશંસા પામે છે, મનોરથરૂ૫ વૃક્ષ ફળે છે અને લક્ષ્મી કીર્તિ સાથે વધે છે. વળી, લક્ષ્મીની ૩૦ (પણ) ઉન્નતિ થાય છે. યૌવન હોવા છતાં મદનજન્ય વિકાર નથી. ધન ૧ સરસ્વતીને પુષરૂપ અવતાર. Page #196 -------------------------------------------------------------------------- ________________ પણs ] ચતુવંશતિ બન્ય ૧૭ છતાં વિનયનું ઉલ્લંઘન નથી, અને દુર્જન ઉપર પણ જરાએ કપટતા નથી. આવી તમારી આકૃતિ કોણે ઘડી છે? અન્યના દ્રોહીએ પૃથ્વીને મોટે ભાર અમે પિતા પુત્ર ઉપર મૂક્યો છે. તેથી તમને બંનેને એક સાથે મંત્રીશ્વર બનાવવા હું ઇચ્છું છું. ગમે તે ધર્મકર્મથી આ પૃથ્વી ઉપર સંપત્તિઓ શું સુલભ નથી ? જે સુકૃતોથી ઉત્તમ પુરુષરત્ન ૫ મળે તે સુકૃત દુર્લભ છે. ત્યાર પછી વસ્તુપાલે કહ્યું કે હે દેવ ! જે પુણ્યશાળીમાં અને ગુણીઓમાં અગ્રણી હોય અને જેને પ્રસન્ન વદન કમળવાળા સ્વામી (સદા) આ પ્રમાણે મધુરું કહે તે (ખરેખર) સેવકજન છે. પાર્થિવ કરતાં આ પૃથ્વી ઉપર બીજું કોઈ મોટું તીર્થ નથી, કેમકે તેના વદનકમલના દર્શનથી આપત્તિરૂપ પાપ સત્વર નાશ પામે છે ૧૦ અને સજજનોએ ઇશ્કેલી સંપત્તિ મળે છે. પ્રસાદથી યુક્ત મુખવાળા રાજાની દૃષ્ટિ જ્યાં જ્યાં વિલસે છે ત્યાં ત્યાં સુચિતા, કુલીનતા, ચતુરાઈ અને સૌભાગ્ય જાય છે, પરંતુ (આજ્ઞા હેય) તે હું જે વિજ્ઞપ્તિ કરું છું તે (આપ) સ્વામી અવધારશો; કેમકે સજજની ન્યાય વડે વિશેષ નિષ્ફર વાણી સાંભળવાને પણ તમારો અધિકાર છે. હે દેવ ! તે શુભ ત્રણ યુગ (વીતી) ૧૫ ગયા છે. હાલ કલિયુગ (પ્રવર્તે છે કે જેને વિષે સેવામાં ભક્તિ અને રાજાઓમાં કૃતજ્ઞતા દેખાતી નથી. રાજાઓની દષ્ટિ અંધકારથી નાશ પામી છે. (તેથી) તેઓ લેભથી આંધળા બનેલાને આગળ કરે છે. તેઓ તેમને એવે માર્ગ દેરે છે કે તેઓ વ્યાકુળ બની શીધ્ર ભમ્યા કરે છે. તદ્દન લેભ વિનાને હેઈ કઈ પ્રતિદિન પ્રભુની સેવા કરતા નથી. તેમ ૨૦ છતાં બુદ્ધિશાળીઓએ તેમ કરવું જેથી (અહીં) સંસારમાં નિન્દા ન થાય અને પરલોકમાં (સ્વર્ગમાં) પીડા ન થાય, ન્યાયને આગળ કરી, દુષ્ટ જનને અનાદર કરી, સ્વાભાવિક દુશ્મનને પરાજય કરી અને શ્રીપતિના ચરિત્રનો આદર કરી જો તમે પૃથ્વીને ઉદ્ધાર કરવા ઈચ્છતા હો તે (આપ) દેવને આદેશ સ્પષ્ટપણે માથે ચડાવું છું; નહિ તે આપનું ૨૫ કલ્યાણ હેજે. વળી હાલ અમે “મંડલી' નગરથી સેવા ( કરવા)ની ઈચ્છાવાળા તમારી સમીપ કુટુંબ સાથે આવ્યા છીએ. અમારે ઘેર ત્રણ લાખ દ્રવ્ય છે. (અમે નેકરીમાં રહીએ ત્યાર બાદ) જ્યારે દવને પિશુનના વચન ઉપર વિશ્વાસ આવે ત્યારે એટલા ધન સહિત દિવ્ય કરાવી અમને મુક્ત કરવા. અહીં કાહિલિકને મર્યાદારૂપે રાખી દેવને પરિગ્રહની ધીરજ છે ૧ રાજ. ૨ ચાડિયે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રીરાજશેખરસૂરિષ્કૃત [ શ્રીવસ્તુપાલ હા એમ કહી બંને રાણાએ ધીરજ આપી અપાવી પ્રધાનની મુદ્રા તેજ:પાલના હાથમાં મૂકી અને ‘॰સ્તંભ’તીર્થ’ અને ધેાળકા’નું અધિપતિપણું વસ્તુપાલને આપ્યું. આ પ્રમાણે રશ્રીકરણમુદ્રા પ્રાપ્ત થઇ. દેવતાના સાન્નિધ્યથી તેમજ સ્વાભાવિક બુદ્ધિરૂપ ખળના ઉદયથી તેમની અનેરી ૫ સ્ફૂર્તિ પ્રકાશી ઊઠી. પેાતાને ઘેર આવી વસ્તુપાલે શ્રોજિનેશ્વરની પૂજા કરી. ત્યાર પછી તેણે એક ક્ષણ સુધી તત્ત્વના વિચાર કર્યાં. પુરુષને ઊંચા અભિમાને સ્થાપીને લક્ષ્મી સત્વર નાશ પામે છે, (પરંતુ) દૈન્ય વડે આશ્રિત અનેલે તે તેનાથી નીચે ઉતરે છે. આંધળા હાય તે જ નાંધ થાય એ (વાત) સાચી છે; કેમકે અન્યના હાથને આશ્રય લઇ અન્ય કહેલા માર્ગે તેઓ જાય છે. (જેમ) હાથમાં દીવાવાળા, દીવા એલવાઇ જતાં અંધકારથી વધારે હેરાન થાય છે તેમ ધન જતું રહેતાં ધનિક ખૂબ દુ:ખથી પીડાય છે. છત્રની છાયાના મિષ વડે વિધાતાએ ચક્ર ઉપર ચઢાવેલા આ ઈશ્વરા ભમતા હેાવા છતાં પેાતાની જાતને સ્થિર માને છે. કસાઇ જેમ પશુને દારે છે તેમ કાળ વડે દારાયેલા માણસ સમીપ રહેલા વિષયરૂપ શાવલમાં માથું નાંખે છે તે ધિક્કાર છે. શરીર મજૂર છે તેટલા પૂરતું જ એનું લાલન કરવું; ભરણ જેટલાને એ યેાગ્ય છે; કેમકે વધારે પુષ્ટ બનાવતાં એ વિકારને પામે છે—બગડી જાય છે. દુષ્ટ મિત્રાની પેઠે અઢાર્યમાં યાજનારી ઇન્દ્રિયા મેટી આપત્તિ આવતાં સત્વર નાશી જાય છે. (તેમ છતાં) એને વિષે મૂર્ખ બંધુભાવ રાખે છે. વિષયરૂપ માંસને ત્યજી દઈ દંડ લઈને જેએ ઊભા છે. તેમનાથી ખીને આ સંસારરૂપ કૂતરા નાસી જાય છે. અવિવેકી પ્રાણીઓના હૃદયમાં સળગતે। દુઃખરૂપ, મદનરૂપ કે ક્રોધરૂપ અગ્નિ અરેરે શાંત થતા નથી. ગુસ્સે થયેલા વિધાતા જ્યારે વીંધે છે ત્યારે ધર્મ (જ) દેહીએનું બખ્તર બને છે; તેથી ફક્ત તે જ અમારી ગતિ હે।—શરણુ હા. એ ૨૫ પ્રમાણે વિચારીને વસ્ત્રા બદલી શ્રીવસ્તુપાલે પરિવાર સાથે ભાજન કર્યું, પાન ખાઇને તે રાજકુલમાં ગયા. એ પ્રમાણે સાત દિવસ થયા એટલે સૌથી પ્રથમ તેણે તે રાજ્યના એક જૂના અધિકારીને ૨૧ લાખ મોટા દૂશ્મના દંડ કર્યો; (કેમકે) તે પહેલાં વિનયી હતા. ત્યાર બાદ તેણે તેને વિનયવાળા બનાવ્યેા. તે દ્રવ્ય વડે તેજ:પાલે હાથી અને પાયદળરૂપ કેટલુંક ઉત્તમ સૈન્ય રાખ્યું. પછી (એ) સૈન્યના બળ વડે ૩૦ ૧ ખભાત. ૨ પ્રધાનતા. ૩ ધનિકો, ૧૦ ૧૫ ૨૦ Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રવÆ ] ચતુર્વિશતિપ્રબન્ધ ૧૦ ધેાળકા'ની આસપાસના ૫૦૦ ગામના ધણીને હક્કાથી (?) જ સંગ્રહેલા ધન જેટલા દંડ કર્યાં, જૂના વ્યાપારીએ નીચેાવાયા. એ પ્રમાણે પુષ્કળ ધન મેળવાયું. ત્યાર બાદ પરાક્રમી લશ્કરના સંગ્રહથી પડ્યુ તેજવાળા વીરધવલને સાથે જ લઇને મંત્રી દેશમાં બધે કર્યાં. તેણે બધાને દંડવા. તેથી વીરધવલની સંપત્તિ અદ્દભુત બની. આથી) તેજ:પાલે કહ્યું કે ‘ સુરાષ્ટ્ર ' રાષ્ટ્રમાં અતિશય ધનવાળા પેલા ઠાકારોને દ’ડીએ. ત્યાર બાદ તે ચાલ્યા, કેમકે જ્યાં પુરુષને સ્વાદ મળ્યા હૈય તેને વિષે તેઓ આક્તિ છેાડી શકતા નથી. સૌથી પ્રથમ ‘વર્ધમાન’પુરના ‘ગાહિલ' વાટત્યાદિના રાજાઓને દંડતાં રાજા અને પ્રધાન વામનસ્થલી' આવ્યા. તટ ઉપર મુકામ કરી વીધવલ (ત્યાં) રહ્યો. તે વારે ‘વામનસ્થલી’માં જેએ રાજાના સહેાદર હતા અને રાણા શ્રીવીરવવલના સાળાએ (થતા) હતા તેએ નામે સાંગણ અને ચામુંડરાજ ઉદ્દામ બળવાળા હતા. એથી સુજનતાની મર્યાદા પાળતા તેણે તેની મેન અને પેાતાની પત્ની નામે જયતલ દેવીને ધણા સેવ¥ા સહિત મધ્યે માકલી. તેણે જઈને (પાતાના) ભાઇઓને કહ્યું કે હે બંધુએ ! તમારા બનેવી નિહ દંડાયેલાને દંડતા અને નહિં ભગાયેલાને ભાંગતા તેમજ ગામે ગામ અને શહેરે શહેર દંડતા તમને દંડવા માટે અહીં આવ્યા છે. (વાસ્તે) ઉત્તમ દ્રવ્ય, ઘેાડા વગેરે આપે. એ પ્રમાણેનું એનનું વચન સાંભળીને ગર્વથી ઉદ્દત તે બે ખેલ્યા કે મારા ભાઇએ યુદ્ધે ચઢતાં હું વધવા ન થાઉં એમ માની હે મેન ! તું સંધિ માટે આવી છે, (પરંતુ) એવી ફિકર ન રાખ. આ તારા પતિને હણીને પણ અમે ખીજું સારૂં ધર તને કરાવીશું. વળી આ રિવાજના નિષેધ નથી, કેમકે રાજપુત્રાનાં કુળામાં એ જોવાય છે. ત્યાર બાદ જયતલ દેવીએ કહ્યું કે હે ભાઇઓ અે પતિના વધથી બીતે હું તમારી પાસે આવી નથી, કિન્તુ પિતાના ઘર વિનાની થઇ જાવું એ ખીકથી આવી છું; કેમકે તમારામાં એવા કાઇ નથી કે જે જગન્ના અદ્વિતીય વીરરૂપ, ઊપરવટ નામના ઘેાડા ઉપર આરૂઢ થયેલા, બાણા ફૂંકતા, ભાલા ફેરવતા અને ખડ્ગને ખેલાવતાને જોવા સમર્થ છે. તે શત્રુઓના સાક્ષાત્ કાળ છે. પારકી શક્તિ નહિ જોયેલા એવા બધા ખળવાન છે. એમ ખેલતી જ ત્યાંથી નીકળી તે સતી પતિની સમીપ આવી અને તેણે તે વાર્તા ઊંચે સ્વરે કહી. તે સાંભળીને ક્રોધથી ભયંકર નેત્રવાળા અનેલા અને ભવાના ભંગથી ભીષણુ બનેલા લલાટ વડે ૧૮૩ ૧૫ ૨૦ ૨૫ ૩૦ Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂરિકૃત ' થgr૪ ૧ ૦ ભીમનું અનુકરણ કરતા વિરધવલે યુદ્ધ માંડ્યું. પેલા બે વરે પણ સેના સહિત આવ્યા. યુદ્ધ મચ્યું. બંને પક્ષના હજારે યોદ્ધાઓ પડ્યા. ધૂળથી આકાશ છવાઈ ગયું. પોતાનો અને પારકે વિભાગ નાશ પામ્યો વિરધવલ મરાયો એમ બંને સેનાઓમાં કહેવામાં આવ્યું. પરંતુ) અડધી ક્ષણમાં (જ) દિવ્ય ઘડે ચઢી ઉત્તમ સુભટ સહિત વિરધવલસાંગણ અને ચામુંડરાજના મુકામે જઈ પહોંચ્યો અને બોલ્યો કે હું સોરઠીઆએ ! જો બળ હોય તે તમે હાથમાં શસ્ત્ર લે. એ પ્રમાણે કહીને તેણે એવું પરાક્રમ કર્યું કે જે જોઈને સ્વર્ગમાં દેવોએ માથું ધૂણાવ્યું. સાંગણ અને ચામુંડરાજ હણુયા. તરવારના મુખથી રણભૂમિની શુદ્ધિ કરી પાળવાયેગ્ય એવા પિતાના તેમજ પારકા (જ)નું તેણે રક્ષણ કર્યું. વીધવલ “વામનસ્થલી'માં પેઠે. સાળાઓના સંકડો પૂર્વજોએ એકઠું કરેલું, તેમનું કરોડ જેટલું સોનું, ૧૪૦૦ દિવ્ય ઘડાઓ અને ૫૦૦૦ તેજસ્વી ઘેડાઓ તેમજ મોતી વગેરે બીજું પણ તેણે લીધું. છત થઈ, છત થઈ એવી ઉદ્દષણ ઉછળી. તે ત્યાં એક મહિનો રહ્યો. પછી વાજામા, ૧૫ નગજેન્દ્ર ચૂડાસમ, વાલાક વગેરે રાજાઓની પાસેથી તેણે ધન ગ્રહણ કર્યું. તે પ્રત્યેક દ્વીપ, બેટ અને પત્તનમાં ફર્યો. તેને પુષ્કળ પસે મળે. એ પ્રમાણે સૌરાષ્ટ્ર જીતીને રાણા પ્રધાન સાથે ધોળકા'માં દાખલ થયા. ઉપરાઉપરી ઉત્સવો પ્રવર્યા. તે પ્રસંગે એક ચારણ દધકનાં બે ચરણે બેઃ “છતઉં છહિ જર્ણહિં સાંભલિ સમહરિ વાજિયઈ”. તે એટલું જ ફરી ફરીને બે, પરંતુ ઉત્તરાર્ધ ન બોલ્યા. (પછી) તે ચારણ પિતાને ઠેકાણે ગયે. (ત્યાર બાદ) ત્યાંના પ્રત્યેક રાજવશીએ છે જને(નાં નામ)માં પિતાનું નામ દાખલ કરાવવા તેને લાંચ આપી. તેણે પણ તે લીધી. એમ ખૂબ વાર લીધા પછી એક દહાડે સવારે સભા બહુ જનોથી ભરપૂર બનતાં રાજા આગળ તે ઉત્તરાર્ધ પણ બેઃ “ બિહું ભુજિ વીર તણેહિં ચહું પગિ ઊપરવટ તણે”. એ સાંભળી બધા ક્ષત્રિયોને ચમત્કાર લાગે કે અહે, પ્રપંચ વડે એણે આપણને છેતરીને છેવટે તત્ત્વ જ કહ્યું. સ્વામીના પ્રત્યેના ભક્તપણાને લીધે તેમણે તેને ફરીથી વિશેષ આપ્યું. તે વેળા ભદ્રેશ્વરને તીરે ભીમસિંહ નામનો પ્રતીહાર રહેતા હતા. તે બળવાળા હોઇ કેદની આજ્ઞા માનતો ન હતે. વળી તે પૈસાદાર હતા. વિરધવલ રાજાએ તેને આજ્ઞા કરી કે તું સેવક થા. તેણે સામું કહ્યાવ્યું કે તું સેવક થા, જે દેવાય તે ૨. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૦ us ] ચતુર્વિશતિપ્રબન્ય ૧૮૩ મળે એ ન્યાય છે. વિરધવલે તેની સાથે યુદ્ધ કરવા) માટે ગૂર્જર ભૂમિના રાજપુત્રોને તેમજ મેટા લશ્કરને એકત્રિત કર્યા. ભીમસિંહ પણ સૈન્ય વડે પરાક્રમી હતો. બંને પક્ષમાં જોર હતું. એ સમયમાં જાવાલિપુરમાં “ચાહમાન કુળને વિષે તિલક (સમાન) અને શ્રીઅવરાજની શાખાને, કેતુના પુત્ર સમરસિંહને પુત્ર શ્રીઉદયસિંહ ૫ નામે રાજા રાજ્ય ભોગવતા હતા. તેને ત્રણ પિત્રાઈઓ હતા જેઓ સગા ભાઈ થતા હતા, અને જેમનાં સામતપાલ, અનંતપાલ અને વિકસિંહ એવાં નામ હતાં. દાતાર અને શરા હેઈ તેણે આપેલા ગ્રાસથી અતૃપ્ત હાઈ ધોળકે આવી તેમણે દ્વારપાળ દ્વારા શ્રી વીરધવલને કહાવ્યું કે હે દેવ ! અમે ત્રણ અમુક વંશના ક્ષત્રિય અને સેવાના અર્થી મનુષ્યો હેઈ આવ્યા છીએ. જે હુકમ હોય તે અમે આવીએ. રાણાએ તેમને બેલાવ્યા. તેઓ તેજ, આકૃતિ, શ્રમ વગેરેથી સુંદર હતા. તેઓ તેને ગમ્યા, પરંતુ તેણે પૂછ્યું કે અમારે કે ગ્રાસ તમને કલ્પ (તેમ) છે ? તેમણે કહ્યું કે હે દેવ ! પુષદીઠ લૂણસાપુરી' ના લાખ લાખનો ગ્રાસ. રાણાએ કહ્યું કે એટલા દ્રવ્યથી (ત) સંકડે સુભટે રાખી ૧૫ શકાય. તમે એથી શું અધિક કરશો ? એ હું આપીશ નહિ. એમ કહી બીડું અપાવી તેણે તેમને વિદાય કર્યા. તે વારે વસ્તુપાલ અને તેજઃપાલ પ્રધાન વિજ્ઞપ્તિ કરી કે હે દેવ ! એમને જવા ન દેશે; પુરુષના સંગ્રહ કરતાં ધનને વધારે ન ગણવું જોઈએ. હાથીમાં, ઘોડામાં, લોખંડમાં, લાકડામાં, પત્થરમાં, વસ્ત્રમાં, નારીમાં, પુરુષમાં અને જળમાં ઘણું ઘણું ૨૦ અંતર છે. એ પ્રમાણે વિનવ્યા છતાં રાણાએ લક્ષ્ય આપ્યું નહિ. રજા અપાતાં જ તેઓ પ્રતિપક્ષ પાસે ગયા. શ્રી ભીમસિંહના પ્રતિહારે તેમને (ભીમસિંહને) મેળાપ કરાવ્યો. વિરધવલે કરેલ કંજુસાઈને વ્યવહાર તેમણે કહ્યો. (એ સાંભળી) ભીમસિંહ પ્રસન્ન થયા. તેમને ઇષ્ટ વૃતિ કરતાં બમણે ગ્રાસ તેણે કરી આપે. તેમણે કહ્યું કે હે દેવ ! અમારા બળ ૨૫ ઉપર આધાર રાખીને વિરધવલને સત્વર કહેવડાવે કે જે તે ક્ષત્રિય હોય તે યુદ્ધ માટે જલદી આવજે; નહિ તે અમારા સેવક થઈને જીવજે. ભીમસિંહે ભાટને મોકલ્યો. વિરધવલ પાસે આવી તેણે તે કહ્યું. એ પ્રમાણે સાંભળીને વિરધવલ સેના સહિત ચાલ્યો. તેણે ભાટને આગળ મોકલ્યો. આપણું યુદ્ધ પંચગ્રામ' આગળ થશે, ૩૦ ૧ ઉદયસિંહે. Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજરોખરસૂરિષ્કૃત [ શ્રીવસ્તુપrs પ્ ત્યાં હું ક્ષેત્ર કરાવી રહ્યો છું, તું જલદી આવજે ઇત્યાદિ તેણે કહેવડાવ્યું. તે પણ તે ગામમાં સૈન્ય વડે સબળ બની આવ્યા. બંને સૈન્યના સંઘટ્ટ થયા. સુભટા સિંહનાદ કરવા લાગ્યા, પાત્રાએ નાચવા માંડયું. ધન અપાવા માંડયાં. શસ્ત્ર પૂજાવા લાગ્યાં. મહાવીરાના ટાંડરોના નાશ થવા લાગ્યા. ત્રણ દિવસ પછી યુદ્ધ મચ્યું. હ્રાએ આતુર બની ગયા હતા. હાથેાનું મોટા ઉત્સવરૂપ યુદ્ધ અહીં વધારે પાસે હતું. લડાઇને આગલે દિવસે વસ્તુપાલ અને તેજઃપાલ પ્રધાનાએ સ્વામીને વિજ્ઞપ્તિ કરી હતી કે હે દેવ ! તમે જે ત્રણ મારવ સુભટને સંઘર્યાં નહિ તે પરસૈન્યમાં મળી ગયા છે. તેમના બળથી ભીમસિંહું નિર્ભય બની ગાજે છે એ અવધારશે. આ હકીકત ) ચરાએ પણ અમને જણાવી છે. રાણાએ કહ્યું જે છે તે ( ભલે ) હાય. શું ભય છે ? યુદ્ધમાં રાજાઓને જય કે મૃત્યુ હાય છે એટલે પરભવ જેવું શું છે ? મેટાપ્રધાને કહ્યું કે હે નાથ ! દેવના હાથમાં ધનુષ્ય આવતાં લાખ કરતાં પણ વધારે શત્રુએ હોય તે પણ શું ? કહ્યું પણ છે કે જ્યાં સુધી વનમાં સંચરવાના વ્યસનવાળા સિંહ ન આવે ત્યાં સુધી કાલ (કાલ ) ક્રીડા કરેા, કાન્તારૂપી મિત્ર સાથે હાથીએ ક્રીડા કરા, તળાવમાં પાડા પેાતાની પ્રુચ્છા અનુસાર જોરથી ગર્જના કરો અને મેં છેડેલાં હરણા ક્રી કરીને કૂદકા મારવાતા અભ્યાસ કરો. સિંહને જોતાં તેા બધાં વનચરા કુંડે છે—સ્તબ્ધ થઈ જાય છે. વળી હે પ્રભુ! આપણા લશ્કરમાં ‘ડાડીયા’વંશના જેહુલ, ‘ચૌલુકય’ ગામવાઁ અને ગુલકુલ્ય ૨૦ક્ષેત્રવાં છે. કલિ (યુગ)માં અર્જુન જેવા દેવનું (તે) વર્ણન (જ) શું કરવું ? એ પ્રમાણે વાતે ચાલતી હતી તેવામાં દ્વારપાળે આવી રાણાને ખબર આપી કે હે દેવ ! એક પુરુષ આપને દ્વારે (આવ્યા) છે; તેના સંબંધમાં શા હુકમ છે? ભવાની સંજ્ઞાથી રાણાએ તેને એલાવવા કહ્યું. એથી અંદર આવી તેણે કહ્યું કે હે દેવ ! તમે ત્યજેલા અને ભીમસિંહે આશ્રય આપેલા સામંતપાલે, અનંતપાલે અને ત્રિલેાકસિહે કહાવ્યું છે કે હે દેવ ! તેં ત્રણ લાખ સુભટા જે રાખ્યા હોય તેનાથી તારી જાતને રૂડી રીતે સાચવજે. સવારે રણમાં (?) સૌથી પ્રથમ અમે તારી ઉપર જ (ચઢી) આવીશું. એ સાંભળીને રાજી થયેલા રાણાએ સત્કારપૂર્વક તેને માકલ્યા–રજા આપી અને કડેવડાયું કે આ અમે આવ્યા જ. સવારે તમારે પણ આવવું. બધાના હાથની ચાલાકી ત્યાં જ જણાશે. તે ત્યાં ગયા. સવારે બંને સૈન્ય મળ્યાં. રણુદૂર વાગવા ૧૮૪ ૧૦ ૧૫ ૨૫ ૩ Page #202 -------------------------------------------------------------------------- ________________ કપ ] ચતુર્વિશતિપ્રબન્ધ ૧૮૫ લાગ્યાં. સુભટનાં અંગમાં બખ્તર માતાં ન હતાં. પેલા ત્રણ મારવોએ વર્ષે મેળવવા લાયક પિતાનું ત્રણ લાખ જેટલું દ્રવ્ય ભીમસિંહ પાસેથી સત્વર લઈને અર્થીઓને દાન દેવામાં આપી દીધું. તેઓ પોતે ઘડે ચઢળ્યા. પ્રહારો થવા માંડ્યા. શસ્ત્રોથી અધિકાર મચી રહ્યો. યમના દૂત જેવાં બાણો પડવા લાગ્યાં. એક પ્રહર એટલે દિવસ ચઢવ્યો હતો. વીરધવલ ૫ સાવધાન થઈ રહ્યો) હતું. તેના રક્ષક મંત્રી વગેરે પણ સાવધાન હતા. એવામાં તે ત્રણ “મવીરે આવ્યા. તેમણે સ્વમુખે વિરધવલને કહ્યું: આ તું છે અને આ અમે છીએ; સાવધાન બનીને પિતાનું રક્ષણ કરજે. તારા સુભટ પણ તારું રક્ષણ કરે. વિરધવલે પણ કહ્યું કે અહીં બડાઈ શું મારે છે ? ક્રિયાથી જ બાહુબળને પ્રકાશ કરો. એ પ્રમાણે ૧૦ સામસામી બાલવું થઈ રહેતાં યુદ્ધ શરૂ થયું. આસપાસ માણસે (રક્ષણ માટેના) યત્નમાં તત્પર બની રક્ષણ કરતા હતા, છતાં તેમણે વિરધવલના કપાળમાં ત્રણ ભાલા માર્યા. આ પ્રમાણે અમે તને મારી નાંખી શકીએ, પરંતુ તેવારે અમે તારું એક બીડું ખાધું છે એટલે નિરુપાયે છીએ એમ બેલતાં તેમણે શ્રી વીરધવલની પાસે રહેલાઓને શસ્ત્રો વડે મારી ૧૫ નાંખ્યા. તે ત્રણ મારો પણ સેકડો ઘા વડે જર્જરિત દેહવાળા બન્યા. તેમણે રાજા વીરધવલને ઊપરવટ અશ્વ ઉપરથી પાડે. એ મારોએ ઊપરવટને પોતાને ઉતારે (લઈ જઈ) છાની રીતે બાંધે. (યુદ્ધને લીધે ઉડતી) ધૂળ વડે જગત આંધળું બન્યું ત્યારે ભૂમિ ઉપર પડેલા રાજા શ્રીવરધવલને ભટ્ટ ઉપાડીને લઈ ગયા. તેવામાં સાંજ પડી. બંને ર૦ સૈન્ય (યુદ્ધ)થી નિવૃત્ત થયાં. રાત્રે ભીમસિંહના સર્વે સુભટ બેલતા હતા કે અમે વિરધવલને પાડો છે, અમે વિરધવલને પાડ્યો છે. તે ઉપરથી મારેએ કહ્યું કે તમે પાડશે તેનું અત્ર શું એંધાણ છે ? તેમણે કહ્યું કે શું (ત્યારે) તમે પાડો છે? મારવોએ કહ્યું કે અમે જ પાડે છે. ઊપરવટ સાક્ષી પૂરશે. ઉતારેથી ઊપરવટને લાવીને તેમણે ૨૫ બતાવ્યો. (એથી) ભીમસિંહ પ્રસન્ન થયો અને બોલ્યા કે શુદ્ધ રાજપુત્રોને દીધેલું દ્રવ્ય સે ગણું ફળે છે. (તે વાતનું) આ જ પ્રમાણ છે. શત્રના ઘડાને હરી જવો એ ક્ષત્રિયોનું મોટું ભૂષણ છે. એમ વાતે કરતા સુભટોની રાત (પસાર થઈ ) ગઈ. સવારે વીરધવલ ઘા વડે જર્જરિત બનેલું હોવા છતાં હોશિયાર બની અક્ષ ખેલતો હતો. ભીમ- ૨૦ ૧ મારવાડીએ. Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજશેખરસૂરિકૃત [છીeતુvસિંહની સેનાના ચરેએ જઈને તે (વાત) જાણી (અને પાછા આવી) ત્યાં કહ્યું કે વિરધવલ કુશળ હેઈ ગાજી રહ્યો છે. એમ હેઈ જેમ (ગ્ય) જાણે તેમ કરો. ત્યાર બાદ ભીમસીંહને તેના મંત્રીઓએ વિજ્ઞપ્તિ કરી કે હે દેવ ! આ તો મૂળ ઘાલીને (પડેલે) દેશપતિ છે. એની સાથે વિરોધનું ફળ સારું નહિ આવું. તેથી સંધિ (કરવી) ઉત્તમ છે. ભીમસિંહે તેમનું વચન માન્યું, પરંતુ યુદ્ધનો આડંબર કર્યો. બંને પરસ્પર જેવા મળ્યા તેવા ભાટોએ વચ્ચે પડી મેળ કરાવ્યો. ઊપરવટ ઘેડ રાણુને (પાછા) આપવામાં આવ્યા. ભીમસિંહે ફક્ત “ભદ્રેશ્વરની વૃતિ લેવી અને બિરદ ન બેલાવવાં એવી વ્યવસ્થા થઈ. એ પ્રમાણે (પ્રબન્ધ) કરીને શ્રીવરધવલ દાન દેતે ધોળકા આવ્યા. ધીરે ધીરે ઉત્તમ પ્રાણ પ્રાપ્ત થતાં તેણે પેલા અપરાધી ભીમસિંહને મૂળથી ઉચ્છેદ કરી પૃથ્વીને એક વીરવાળી બનાવી. એ પ્રમાણે “ધોળકા'માં કાર્ય કરતા એવા તેનાથી ક્ષેભ પામેલા પુષ્કળ પર રાષ્ટ્રના રાજાઓએ તેને ધન આપ્યું. તે ધન વડે તેણે સૈન્ય જ એકઠું કર્યું. રાજવંશી રાજપુત્રનાં ૧૪૦૦ મેટાં કુળો ભેગાં કર્યો. સમાન ભજન, વસ્ત્ર, ભાગ અને વાહનવાળાં તેઓ શ્રીતેજપાલની સહચારિણીની છાયાની પેઠે સમાન જીવન અને મરણરૂપેતેના જીવે જીવન અને મરણે મરણ કરીને રહ્યાં. તેમના બળથી, સૈન્યના પરાક્રમથી તેમજ પોતાના હાથને શૌર્યેથી સર્વ જીતાયું. આ તરફ “મહીતટ' નામના દેશમાં ગોધા' નામે નગર છે કે જ્યાં તે કાર્યોને વિષે યુદ્ધમાં મરેલા રાજપુત્રોનાં ૧૦૧ લિગે પિતાની મેળે ઉત્પન્ન થયાં હતાં. ત્યાં ઘૂઘુલ નામે મંડલીક હતું. તે “ગૂર્જર ભૂમિમાં આવતા સાર્થોને ગ્રહણ કરતે લૂટતે. તે રાણુ શ્રીવરધવલની આજ્ઞા માનત નહિ. વસ્તુપાલ અને તેજ:પાલ પ્રધાનોએ તેની તરફ ભાટને મોકલ્યા અને કહેવડાવ્યું કે અમારા પ્રભુને હુકમ માન, નહિ ૨૫ તે સરાણ, ચામુંડરાજ વગેરેના ભેગો થા. તે સાંભળીને ગુસ્સે થયેલા તેણે તે જ ભાટ સાથે પોતાને માટે મોકલ્યો. તેણે આવીને રાજા શ્રીવરધવલને કાજળની દાબડી અને સાડી એ બે આપ્યાં અને કહ્યું કે મારા અંતઃપુરમાં બધા રાજલક (જ ભરેલા) છે એમ અમારા સ્વામીએ કહાવ્યું છે. રાણાએ તે ભાટને સત્કાર કરી વિદાય કર્યો. તે પિતાને સ્થાને ગયો. રાણુએ પિતાના બધા સુભટને કહ્યું કે ઘઘુલને ૩૦. નિગ્રહ (કરવા) માટે કશું બીડું ગ્રહણ કરે છે ? કોઈએ તેનો આદર કર્યો નહિ. ત્યારે તેજ:પાલે તે લીધું. મેટા સૈન્યરૂપ પરિવાર સાથે તે ૨૦. Page #204 -------------------------------------------------------------------------- ________________ કાળા ] ચતુર્વિશતિપ્રબન્ય ચા. તે દેશની સમીપના ભાગમાં ગયે. કેટલીક ભૂમિમાં રહીને તેણે થોડુંક સૈન્ય આગળ મોકલ્યું. તે પિતે મોટા મેળાપકમાં છૂ રહ્યો. ઘેડ સૈન્ય આગળ જઈ ગોધાની ગાયનાં ટોળાં વાળ્યાં અને ગોપાલોને બાણ માર્યા. તેમણે “ગધ્રામાં જઈને પિકાર કર્યો કે કાઈક ગાયો લઈ જાય છે; વાસ્ત ક્ષત્રિય ધર્મને આગળ કરી ધા રે ૫ ધા. આ પ્રમાણે શબ્દ સાંભળી ઘૂઘુલ ચિતવવા લાગ્યા કે આ નવું (જણાય) છે. અમારા પાદરમાં આવીને કે ગાય હરી જાય છે ? વૃત્તિના ઉછેદરૂપ કાર્યને વિષે, બ્રાહ્મણના મરણને વિષે તેમજ સ્વામી બંદીવાન બનતે હેય, ગાયો પકડાઈ હેય, (કોઈ) શરણે આવ્યો હોય, પત્નીને (ઈ) લઈ જતું હોય અને દસ્તદારની આપત્તિ દૂર કરવાની હોય ત્યારે ૧૦ દુઃખીને બચાવ કરવા માટે તત્પર અને એકતાન એવા (મનુષ્યો જે શસ્ત્ર ન ઝાલે તે તેમને જોઈને સૂર્ય પણ અન્ય સૂર્યને જેવાને શોધમાં નીકળે છે. એમ બેલતાં વેંત જ સેના સાથે ઘોડે ચઢી તે ગાય હરી જનારાની પાછળ ગયે. ગાયને હરનારા પણું ઘુલને દેખો દે અને બાણ ફેકે, પરંતુ ઊભા રહીને યુદ્ધ ન કરે. એ પ્રમાણે વૃધુલને ખેદ ૧૫ પમાડતા તેઓ, મંત્રીના મેટા સમુદાયમાં તે દાખલ થયો ત્યાં સુધી તેને લઈ આવ્યા. ત્યારે તેણે જાણ્યું કે આ મંત્રીનું કપટ છે. ભલે હે. હું ઘૂઘુલ છું. તેણે પોતાના સૈનિકેશને યુદ્ધ (કરવા) માટે પ્રેર્યા. તેણે પોતે વિશેષ અભિગ ધારણ કર્યો. ત્યાર બાદ તે મારવા લાગ્યા. મત્રીની સેના પણું આવી. લાંબા વખત સુધી યુદ્ધના રસનો ભાર રહ્યો. ધંધુલે ભાંગી નાંખેલી-વીખેરી નાંખેલી મન્ચીની સેના એક દિશાથી બીજી દિશામાં નાસવા માંડી. તે વારે ઘોડા ઉપર સ્થિર બેઠેલા પ્રધાન તેજ:પાલે પાસે રહેલા સાત કુલીન શુદ્ધ રાજપુત્રોને કહ્યું કે શત્રુ તે બળવાન છે. આપણું સઘળું સૈન્ય તે ભાંગી ગયું છે. આપણે નાસીશું તે આપણી શી ગતિ થશે? (એમાં શી કીતિ? કીતિ વિના જીવન પણ ર૫ નથી જ. તેથી યોગ્ય કાર્ય કરીએ. તે સાતેએ પણ તેના વચનને માન્યું. પાછા ફરેલા (ત) આઠે (જણ) પર સૈન્યને બાણ વડે નાશ કરવા લાગ્યા. તેટલામાં પિતાના સમુદાયને સંઘટિત થયેલે જઈ બીજા પણ હીંમત ધરી (પાછા) વન્યા. તે વેળા તેજપાલે પોતાની એક ખાંધ ઉપર અબિકા દેવીને અને બીજી ખાંધ ઉપર કપદી યક્ષને જોયાં. એ ઉપરથી વિજયને ૩૦ નિશ્ચય કરી ઘૂઘુલ હતા ત્યાં સુધી પ્રહાર કરતે કરતે તે ગયો. જઈને તેણે કહ્યું કે હે મંડલીક! જેણે અમારા સ્વામીને કાજળની દાબડી વગેરે કહ્યું તેના હાથનું બળ તે બતાવ. ધૂલે પણ સામું કહ્યું કે Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી રાજશેખરસૂરિકૃતિ શિવસ્તુurતેના હાથનું આ બળ તું જે. એમ કહીને તે જેરથી લ. મંત્રી અને મંડલીક વચ્ચે ઠંદ્વયુદ્ધ થયું. ત્યાર બાદ એકાએક દેવતાના અને હાથના બળથી મંત્રીએ તેને ઘેડા ઉપરથી પાડી નાંખે. જીવતે બાંધીને તેણે તેને લાકડાના પાંજરામાં નાંખે. (પછી) તે (તેને) પિતાની સેનામાં લઈ આવ્યો. પુષ્કળ પરિવારવાળા તેણે પિતાની મેળે ગધ્રામાં પ્રવેશ કર્યો. ૧૮ કરેડ સેનાને ખજાનો, ૪૦૦૦ ઘોડા, શુદ્ધ મોતીને એક મૂડો, દિવ્ય અસ્ત્રો, દિવ્ય વસ્ત્રો ઈત્યાદિ બધું તેણે લઈ લીધું. ઘૂઘુલને સ્થાને તેણે પોતાના સેવકને સ્થાપે. (ત્યાંથી પાછા) વળી મંત્રી ધોળકે ગયો. તેણે ઘઘુલની લક્ષ્મી વિરધવલને બતાવી. તેની કાજળની દાબડી તેને ગળે બાંધવામાં આવી અને સાડી (તે) વંઠને પહેરાવી. તે વેળા દાંતે પિતાની જીભ કરડીને ઘૂઘુલ મુ. ધોળકામાં વધાઈ ગઈ. વીરધવલે મેટી સભામાં શ્રી તેજપાલને બોલાવી તેને પોશાક પહેરાવ્યો. તેણે કૃપા તરીકે બહુ સેનું આપ્યું. તે પ્રસંગે શ્રીવરધવલે કવીશ્વર સેમેશ્વર તરફ દૃષ્ટિ કરી. તેથી સેમેશ્વરદેવે કહ્યું કે માર્ગ કાદવ વડે દુસ્તર (બ) હેય, જળથી ભરાઈ ગયેલે રસ્તે હોય, સેકડો ખાડાઓથી માર્ગ વ્યાપ્ત હોય, ગાડાના બળદ થાકી ગયા હોય, ભાર સહન કરવો મુશ્કેલ હોય, કિનારે બહુ દૂર ગયો હોય એવા ગહન (સમય)માં (એક વીર)ધવલ વિના એ ભાર સહન કરવાને બધું સાંગોપાંગ પાર ઉતારવાને કાણુ સમર્થ છે એમ હું તર્જની ઊંચી કરી મોટા શબ્દ કહું છું. સભા વિસર્જન કરાઈ. વસ્તુપાલ અને તેજપાલ એકઠા મળ્યા. તેમણે ઘણી વખત સુધી વાત કરી. પ્રસન્ન થયેલા બંને મંત્રણું કરવા લાગ્યા કે પુણ્ય વડે મળેલું આ દ્રવ્ય ધર્મમાં જ ખરચવું જોઈએ; તેથી તેઓ સવિશેષ તેમ જ કરવા લાગ્યા. તે ઉપરથી કઈક કવિએ કહ્યું કે કદાપિ માર્ગે એકલા ન જવું એ પ્રમાણે સ્મૃતિમાં કહેલું યાદ રાખતાં તે બે ભાઈઓ સંસાર અને મોહરૂપ ચરથી આકુળ એવા ધર્મરૂપ માર્ગમાં એકઠા મળી ચાલે છે. ત્યાર બાદ એક દહાડો) શ્રીવાસ્તુપાલ શુભ મુહૂર્તમાં “સ્તંભ” તીર્થ ગમે. ત્યાં ત્યારે વર્ષે મળ્યા. તેણે બધાને દાન આપી સંતોષ પમાડયો. ત્યાં સદીક નામને વહાણવટી રહેતો હતો. સર્વ બંદરે વૈભવમાં વધારો થવાથી મહાધનિક બનેલ અને ઊંડા મૂળવાળો તે અધિકારીને પ્રણામ કરવા આવતે નહિ. ઉલટું તેની પાસે અધિકારીને જવું પડતું એ પ્રમાણે ઘણે કાળ (વીતી) ગયો. પહેલાં મંત્રીશ્વરે ૨૦ ૨૫ Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃક્ષ ] ચતુર્વિશતિપ્રમન્ય ૧૦ તેને ભાટ દ્વારા કહ્યું કે અમને પ્રણામ કરવાને તું ક્રમ આવતા નથી ? તેણે જવાબ આપ્યા કે આ તારી નવી રીત છે. હું પહેલાં પણ આવતા ન હતા. તને જેની ખેાટ હાય તે ( અહીં ) હું ( મારા ) સ્થાને રહી પૂરી પાડું. તે સાંભળીને ગુસ્સે થયેલા મંત્રીએ કહેવડાવ્યું કે પુરુષ થઈને રહેજે. હું તારા જેવા દુવિનયીનું શાસન કરૂં છું. તે ઉપરથી ‘વહુ’ નામના અંદરના સ્વામી, રાજપુત્ર, ૫૦ વાંસની મધ્યમાં રહેલા ખેરના મુસળાને તરવારના એક (જ) ધાથી છેદવાને સમર્થ અને માટું લશ્કર હાવાથી ‘સારણુસમુદ્ર' એ નામે પ્રસિદ્ધ એવા શંખ નામના (પુરુષ)ને તેણે ઊભા કર્યો. તેણે પ્રધાનને કહાગ્યું કે હું મંત્રી ! મારા એક વહાણવટીને તું સહન કરી શકતા નથી ? એ મારા મિત્ર છે. તે વચનથી ગુસ્સે થયેલા પ્રધાને તેને કહ્યું કે સ્મશાનમાં રહેનારા ભૂતાથી ખીતા નથી. તું જ તૈયાર થઈ યુદ્ધમાં ઉતર. એ સાંભળીને તૈયાર થઇ તે પણ આવ્યા. વસ્તુપાલ મંત્રી પણ ધાળકાથી માટું લશ્કર મંગાવી સામેા ગયા. અંતે રણભૂમિમાં મળ્યા. યુદ્ધ શરૂ થયું. શંખે દળા નાંખેલું મંત્રીનું લશ્કર એક દિશાથી બીજી દિશામાં નાસવા લાગ્યું, તે વેળા શ્રાવસ્તુપાલે પેાતાના રાજપુત્ર નામે માહેચકને કહ્યું કે આ આપના મૂળ ઘાટ છે. વળી તું (સાથે) છે. તે તેવું કર કે જેથી શ્રાવીરધવલને શરમાવું ન પડે. તે ઉપરથી તે રજપુત પેાતાના કેટલાક મિત્ર રજપુતા લઇને તેની સામે જઇ લ્યેા કે હું શંખ ! આ કંઇ તારા ‘વ' નામના ગામની ક્રીડા નથી; આ તે ક્ષત્રિયાનું યુદ્ધ છે. શંખે પણ કહ્યું કે ખેલતાં (તા) તું સારૂં જાણે છે. આ કંઇ તારા સ્વામીને પદ્મ નથી, કિન્તુ આ તા પરિપથીને પ્રદેશ છે-શત્રુતા મુલક છે. શું આ સુભટની ક્રીડાભૂમિ નથી કે ? એ પ્રમાણે વાદ થતાં ઠંયુદ્ધમાં મંત્રીના દેખતાં મંત્રીના પ્રતાપથી તેણે શંખને પાડવો. યુદ્ધમાં જયજયકાર થયા. મંત્રીએ તેનું રાજ્ય લઇ લીધું. અંદરાની સંપત્તિએની શી સંખ્યા ? ત્યાર બાદ તારણુ અને પતાકા ફરકાવતા તે ‘સ્તંભ' તીર્થમાં પેઢા. ત્યાર પછી મંત્રી સદીના ઘરમાં દાખલ થયા. તેના ૧૪૦૦ સન્ત ્ સૈનિકાને હણીને તેણે તેને જીવતો પકડયો. વિદ્ધ ખેાલનારા એવા તેને તેણે તરવારથી હણી નાંખ્યા. ત્યાર બાદ તેણે તેનું સઘળું ઘર ખાદાવી અને પડાવી નાંખ્યું. સાનાની ઈંટાની તા સંખ્યા ન હતી તેમજ મણુિ અને મેાતીનું પ્રમાણ કાષ્ઠને જાણીતું ન હતું. કાઇક વૃદ્દો કહે છે કે ત્યાં તેજતૂરિના કરડી શ્રીમંત્રીશ્વરને (હાથે) ચડયો. મંત્રી પાતાને મહેલ ૧૨૯ ૧૫ ૨૦ ૨૫ ૩૦ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯ શ્રીરાજશેખરસૂરિકૃત 'ઘાયરસુખઆવ્યું. પિતાના સ્વામી, વીર અને પરિગ્રહકેને સંતોષ થશે. તે ઉપરથી કવીશ્વરએ સ્તુતિ (કરી કે, હે શ્રીવાસ્તુપાલ! પ્રતિપક્ષના કાળ ! તે ખરેખર પુરુષોત્તમપણું પ્રાપ્ત કર્યું; કેમકે સાગરને તીરે મસ્યનું રૂપ ધારણ કર્યા વિના શેખને તે છે. જ્યાં સુધી સમુદ્ર પામુદામાં સહચરના હાથમાં આવ્યો નથી ત્યાં સુધી (જ) તે લીલા (માત્ર)માં નદીઓને કળીઓ કરે છે, તેનાં મજા આકાશને અડકે છે, તીવ્ર ધ્વનિ વડે તે શબ્દાયમાન છે, તેની સીમા જણાતી નથી અને નાચતા કુદતા કમઠ, મગર વગેરેને તે તે બંધ છે. પછી ચક્ષવાટિ અને નૈવિસ્તકવાટિ તેણે જુદી કરી. મંત્રીએ “મહારાષ્ટ્ર પર્યત ભૂમિ સાધી. સમુદ્રતટે આવેલા નરેશ્વરો કે જેમના ઉપર બીજા રાજાએ આક્રમણ કરતા હતા તેમનું પ્રતિગ્રહ મોકલીને મંત્રીએ સાન્નિધ્ય કરી તેમને જયલક્ષ્મી આપી. એ કારણથી પ્રસન્ન થયેલા તેઓ ભેટ તરીકે ઉત્તમ વસ્તુઓથી ભરપૂર વહાણ મેકલતા. અંબિકા અને ક્ષદ રાત્રે આવી નિધાનભૂમિ કહેતાં–બતાવતાં. તે નિધિઓ મંત્રી ખોદી બેદીને ૧૫ લઈ લે. તેના ભાગ્યથી દુષ્કાળનું (તો) નામે ન હતું. વિશ્વ દૂરથી (જ) નાશ પામ્યા. “મુદગલ'નાં સૈન્ય વારંવાર આવતાં, પરંતુ એક વાર તેને નાશ કરાતાં તે ફરીથી આવતાં નહિ. ૫૯લીવનમાં તેણે દુકૂળે અને નાગોદરો બાંધ્યા, (પરંતુ) કે તે લેતું નહિ. તેણે ગામે ગામે સત્ર મંડાવ્યાં. સ સત્રે તેણે મિષ્ટાન્ન અને ઉપરથી વળી તાંબૂલ રખાવ્યાં. ત્યાં માંદા(ની સારવાર) માટે વિવિધ વેદો તેણે મોકલ્યો. મન્નીની વ્યવસ્થાથી દર્શનને અને વર્ણને દ્વેષ થયો નહિ. દરેક વર્ષે પિતાના દેશમાંનાં બધાં નગરોમાં ત્રણ ત્રણ વાર વેતાંબરને પ્રતિલાભના અને બાકીનાં દર્શનની પણ પૂજા થતી. શ્રીવાસ્તુપાલ પ્રધાનની લલિતાદેવી અને સેષ નામની બે પત્નીએ ક૯૫લતા અને કામધેનુ જેવી હતી. લલિતાદેવીને પુત્ર અને સૂણવદેવીને પતિ મંત્રી જયંતસિંહ સાક્ષાત ચિતામણિ જેવો હતો. તેજપાલની પત્ની અનુપમા અનુપમ જ હતી. કવિએ કહ્યું પણ છે કે લક્ષ્મી ચપળ છે, એ પાર્વતી ચંડી છે, ઇન્દ્રાણીને સાપન્યને દોષ છે–સપત્નીનું સાલ છે, ગંગા નીચે જનારી છે અને સરસ્વતી વાણના સારવાળી છે, તેથી અનુપમા (અસાધારણ જ) છે. શ્રી શત્રુંજય” વગેરેને વિષે નંદીશ્વરેન્દ્ર મંડપ વગેરે કાર્યો તેણે શરૂ કરાવ્યાં. ત્યાં ત્યાં આરાસણ વગેરે (પાષાણ) દળે જમીનને રસ્તે તેમજ જલમાર્ગ પ્રાપ્ત થતાં. તપશ્ચર્યા અને ઉદ્યાપનને પણ પ્રકાશ થઈ રહ્યો. ૨૫ Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રતાપ ] ચતુર્વિશતિપ્રબન્ધ એક દહાડે પેલા બે ભાઈઓ કે જેઓ બંને મંત્રીશ્વરે હતા તે મહાસમૃદ્ધિવાળા સંધ સાથે શ્રીપાને નમન કરવા “તંભનકપર ગયા. પહેલે દિવસે સંધ સહિત તે બંને શ્રીપાની સામે શ્રાવકની હાર પુરસ્સર ઊભા. તે વેળા ગીત, ગાન રાસ વગેરેને મહારસ પ્રવર્તત હતો. તે અવસરે ત્યાંના સંધના આગ્રહથી ત્યાંના અધ્યક્ષ મલવાદીસૂરિને ૫ બોલાવાયા. તેઓ જ્યાં સુધી દેવમંદિરમાં પેઠા ત્યાં સુધી આ અસાર સંસારમાં મૃગાક્ષી (જ) સારભૂત છે એમ તેમણે બેલ્યા કર્યું. પ્રધાનોએ એ સાંભળ્યું અને વિચાર કર્યો કે અહે મઠાધિકારીના ઘરની પેઠે દેવમંદિરમાં પણ સંગારરૂપ અંગારમય બે પદ આ બોલી રહ્યો છે. દેવને પ્રણામ ઇત્યાદિ ઉચિત એ અત્ર બેલ નથી, તેથી એનું દર્શન કરવું એગ્ય નથી. એ ૧૦ સૂરિ બેઠા. બીજા પણ સેંકડે સૂરિઓ શ્રેણીમાં બેઠા. મંગલદીપને અંતે બીજા સૂરિઓએ મલવાદીને જ આશીર્વાદ આપવા) માટે પ્રેર્યા. મંત્રી સામે ઊભો હતો. તેઓ આ અસાર સંસારમાં ઇત્યાદિ બે ચરણે બેલ્યા અને તેમણે તેની જ વ્યાખ્યા કરી. મંત્રી હાથ વડે વંદન કરી વિરક્ત થઈ પિતાને ઉતારે ગયો. એ પ્રમાણે દિવસે અને અડધા લોકો પાઠ ચાલ્યા. ૧૫ મંત્રીને તિરસ્કાર ખૂબ વધી ગયે. તે આઠમી રાતે મુકલાપનિકા કરવા માટે દેવરંગ મંડપમાં બેઠે. સામે ધનબદરકના ઢગલા હતા. કોઈ કવિએ કહ્યું કે હે શ્રીવાસ્તુપાલ ! તારા લલાટમાં તીર્થકરની આજ્ઞા, સુખે વાણી, હદયમાં દયા, કરપલ્લવમાં લક્ષ્મી અને શરીરે ક્રાંતિ વિકસે છે, એથી જાણે ગુસ્સાથી કીર્તિ પિતામહના સ્થાનમાં એકદમ ખરેખર જતી ૨૦ રહી (છે.) અન્ય કહ્યું કે ઘરના ગભારાની પણ બહાર નહિ નીકળતી એવી અજેની કીતિને કવિઓ અસતી કહે છે, પરંતુ સ્વેચ્છા મુજબ ભટકતી એવી તારી કીતિને કવિઓ હે વસ્તુપાલ! સતી કહે છે. બીજાએ કહ્યું કે હે ઉત્તમ પ્રધાન વસ્તુપાલ ! સમુદ્રરૂપ વસ્ત્રવાળી અને ચારે બાજુ પૂરરૂપ ઉત્તરીય વડે ઢાંકેલાં અવયવવાળી તારી દાનકીર્તિ ૨૫ અદ્યાપિ કર્ણ રહિત છે એમ જે જણાતું નથી તે આશ્ચર્યજનક નથી. કોઈકે તે એમ કહ્યું કે હે વસ્તુપાલ ! કમે કરીને કર્ણની શક્તિને જેણે મંદ કરી છે એવા અને બલિના સ્વભાવને પ્રકાશ કરનારા એવા તારા ૧ અસતી અને સતી શબ્દથી ‘વિધાભાસ' અલંકાર ઉદભવે છે. અસતીને અર્થ બેટી અને સતીને અર્થ ખરી એમ કરવાથી એને પરિહાર ૩૦ થાય છે. ૨ કહેવાનું તાત્પર્ય એ છે કે તમે કર્ણ જેવા દાનેશ્વરી છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર ૧૦ શ્રી રાજશેખરસૂકિત [છીવતુપાઈદાનને ઘડપણની પેઠે શીર્ષાપૂર્વક કાણે અનુભવ કર્યો નથી ? તેણે તે (ચાર) કવિઓને દશ કરોડ આપ્યા. ગાયક, ભાટ વગેરેને પણ તેણે એ પ્રમાણે આપ્યા. સવાર પડી કે તરત જ મહલવાદીએ પિતાને સેવકને જિનમંદિરના દ્વારે ઊભા રાખ્યા. એક કાર બીજી ૫ દિશામાં હતું; એક મઠની દિશામાં હતું. વળી તેમણે તેમને કહ્યું કે મંત્રી મંદિરમાંથી બહાર નીકળે ત્યારે ખબર આપશો. ક્ષણમાં વસ્તુપાલ મઠના દ્વારથી જે બહાર નીકળે છે તેવામાં સેવકે દ્વારા જાણ કરાયેલા સૂરિ આવી સંમુખ ઊભા રહ્યા. મત્રીએ તિરસ્કારપૂર્વક (કેવળ) ભવાંથી જાણે પ્રણામ કર્યો. આચાર્યે કહ્યું કે દૂરથી કર્ણરસાયન અને પાસેથી તે તૃષ્ણા પણ ન શમે. તમે જયવંતા વર્તે. તમે તીર્થોની પૂજા કરો. આ પ્રસ્તાવનાનો અંત શો છે તે વિચારતે મંત્રી કૌતુકથી તે જ સ્થિતિમાં ત્યાં જ (૧) ઊભો રહ્યો, અને (છેવટે) બોલ્યો કે તમે શું કહે છે તેનું પરમાર્થ અમે જાણતા નથી. આચાર્યે કહ્યું કે આગળ જાઓ, આગળ જાઓ, આપને ઘણાં કાર્યો છે. મંત્રીએ વિશેષ પૂછપરછ કરી. સૂરિએ કહ્યું કે હે ઉત્તમ પ્રધાન ! સાંભળે. કાઈક વેળા “મરુ' ગામમાં ગામડીઆઓ પશુની પેઠે બહુ જાડા અને રૂંવાટીવાળા વસતા હતા. તેઓ સભા ભરી બેસતા અને ગાલરૂપ ઝાલર (?) વગાડતા. ત્યાં એક દિવસ સમદ્રને કિનારે ફરનારો મુસાફર આવ્યા. તે નો હોઈ ગામડીઆઓએ તેને બોલાવ્યો અને તેને પૂછયું કે તું કર્યું છે અને ક્યાંથી આવ્યો છે ? તેણે કહ્યું કે હું સમુદ્રના તટ ઉપર રહું છું. મુસાફર હેઠ હું આગળ જાઉં છું. તેમણે પૂછ્યું કે કોણે સમુદ્ર ખેદાવ્યો છે ? તેણે કહ્યું કે તે સ્વયંભૂ છે. ફરીથી તેમણે પૂછયું કે તે કેવડો છે ? મુસાફરે કહ્યું કે તેને પાર પમાય તેમ નથી. ત્યાં શું છે એમ પૂછતાં તેણે કહ્યું કે પત્થરો મણિ છે, હરિ જળચર છે, લક્ષ્મી મનુષ્ય છે, રેતી મોતીના ૨૫ સમૂહે છે, સેવાલ પ્રવાહની લતાઓ છે, પાણી અમૃત છે અને તીરે કલ્પવૃક્ષો છે, (પછી) બીજું શું ( જઈએ)? નામથી પણ તે રત્નાકર છે. એ પ્રમાણે ત્રણ ચરણે બોલી અને તેની વ્યાખ્યા કરી તે મુસાફર આગળ ગયે. તે ગામડીઆઓ પૈકી એક કૌતુકથી પૂછતો પૂછતો સમુદ્રના તટે આવ્યો. તેણે સમુદ્રને મજાની માળા વડે આકાશના અગ્ર ભાગને ૩૦ ચુંબન કરતો જોયો. તે પ્રસન્ન થયા અને તેણે વિચાર કર્યો કે અહીંથી બધી સંપત્તિઓ મળશે. સૌથી પહેલાં તે તરસ્યો હાઈ હું પાણી પીઉં. ૧ ઘડપણમાં સાંભળવાની શકિત મદ પડે છે. “બ” અને “વીને એક ગણતાં શરીરે વળિયાં પડી જાય છે અને શક્તિ ઘટવાથી માથું પણ હાલી જાય છે એ અર્થ સરે છે. ૨૦. Page #210 -------------------------------------------------------------------------- ________________ કાલભ્ય ] ચતુર્વિશતિપ્રબન્ધ ૧૯૩ એમ (વિચારી) તેણે જઇને તે પીધું તે કઠો બળી ગયે. તે ઉપરથી તે બેલ્યો કે દૂરથી કર્ણરસાયન અને પાસેથી તે તૃષ્ણ પણ શમતી નથી. જ્યાં માણસ બેબે ખોબે ઘુટ ઘુટ (પાણી) પીએ તે જળને લઘુ પ્રવાહ સાર; સાગરમાં ઘણું પાણી છે, પરંતુ તે ખારું હોવાથી તે શું કામનું? તે જ પગલે પગલે નાસીને તે પિતાને સ્થાને ગયા. અમે પણ ૫ તેવા (જ) છીએ. પ્રધાને કહ્યું કે જે તે ગામડીઓ છે તેવા તમે કેવી રીતે છે? સૂરિએ મેટેથી કહ્યું કે હે મેટા પ્રધાન ! અમે અહીં શ્રી પાર્શ્વનાથના સેવકે ત્રણ વિદ્યાના જાણકાર અને સમસ્ત ઋદ્ધિવાળા અહીં રહીને સાંભળીએ છીએ કે “ધોળકા'માં શ્રીવાસ્તુપાલ પ્રધાન સરસ્વતીકંઠાભરણ, ભારતી દ્વારા પુત્ર તરીકે સ્વીકારાયેલો, વિબુધજન- ૧૦ રૂ૫ ભ્રમરે પ્રતિ આંબા જે તેમજ સાર અને અસાર વિચારને જાણકાર છે. એ ઉપરથી ત્યાં આવવાને અમે આતુર હતા, પરંતુ ઐશ્વર્યને લીધે અમે કઈ ઠેકાણે જતા નથી. વળી અમે (એમ) વિચાર્યું કે કોઈક વાર અહીંના તીર્થને પ્રણામ કરવા) માટે પ્રધાન અહીં આવશે. તેમની આગળ સ્વેચ્છાથી સુભાષિતે અમે કહીશું. એ વિચારમાં અમે ૧૫ હતા તેવામાં મંત્રિમિશ્ર અહીં આવ્યા. કંઈક બેલાઈ રહે તેટલામાં તે અસતની સંભાવના કરી તમે (અમારે) તિરસ્કાર કર્યો. તે પછી શું કહેવું? તમે જાઓ, તમે જાઓ, મેવું થાય છે. મંત્રીએ કહ્યું કે મારો અપરાધ ક્ષમા કરે. આપે શું કહેવા માંડ્યું હતું? આચાર્ય કહ્યું કે હે દેવ! જ્યારે તમને બે ભાઈઓને શ્રાવકની શ્રેણિની આગળ રાજરાજેશ્વર અને દિવ્ય અલંકારવાળા જોયા તેમજ શ્રાવકોને ધનાઢ્ય જોયા અને ગીતાદિ ચાલતાં જોયાં ત્યારે અમારા મનમાં થયું કે જગતમાં સ્ત્રીજાતિ જ ધન્ય છે કે જેના ગર્ભમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, નલ, કર્ણ, યુધિષ્ઠિર, વિકમ, સાતવાહન વગેરે ઉત્પન્ન થયા છે. અત્યારે પણ એવા (પુરુષ) છે. તેથી શ્રીસાંબ, શ્રી શાંતિ, બ્રહાનાગ, ૨૫ આમદત અને નાગડના વંશના શ્રીઆભૂની પુત્રી કુમારદેવી પ્રશંસા કરવા લાયક છે કે જેણે કલિયુગરૂપ મહાન અંધકારમાં ડૂબતા જિનધર્મનું પ્રકાશન કરનારા આવા બે પ્રદીપને જન્મ આપે. આ પ્રમાણે વિચારતા એવા અમારા મુખમાંથી બે ચરણે નીકળી ગયાં અને જિનેશ્વરને વંદન વગેરે વિસરી જવાયું. હવે તમે ઉત્તરાર્ધ સાંભળોઃ ૩૦ જેની કુક્ષિમાંથી હે વસતુપાલ ! આપ જેવા ઉત્પન્ન થાય છે. તેમણે વિસ્તારથી એની વ્યાખ્યા કરી. પ્રધાનેન્દ્ર લજવાઈ ગયે. સૂરિને પગે ૨૫ Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજશેખરસૂરિકૃત [જીવતુપાલાગીને ક્ષમા યાચી તે ચાલ્યો ગયો). કેશને અંતે એક ગામ આવ્યું. ત્યાં તેણે સ્નાન ભોજન અને વિલેપન કર્યું. ત્યાર બાદ તેણે પોતાના નોકરરૂપ એક પ્રધાનને બોલાવી હુકમ કર્યો કે દશ હજાર સુવર્ણબદરકથી યુક્ત આ પાલખી સુરિને મઠમાં આપી દેવી. મંત્રીને સેવક ત્યાં ગયો. તેણે સૂરિને કહ્યું કે આ મંત્રીએ આપ્યું છે તે લે. આચાર્ય જોયું. ઘડે ચઢી સેંકડે સુભટોએ ઉલ્લાલિત તરવારના જળ વડે અવાજોને ડૂબાડી દેતા તેઓ જ્યાં વસ્તુપાલ હતા ત્યાં ગયા અને તેમણે તેને કહ્યું કે હે પ્રધાન! શું હું ઉચિત બેલનાર છું કે ચારણ કે બંદી કે સર્વ સિદ્ધાંતને વિષે પારંગત યથાર્થ જૈન સૂરિ છું? માનસિક હર્ષભેર-ઉલ્લાસથી ૧૦. મેં જે તમારું કીર્તન કર્યું તેના મૂલ્યરૂપ આ તમારી બક્ષીસ હું કેવી રીતે લઉં? મેં કંઈ પૈસા (મેળવવા) માટે આ કહ્યું ન હતું, પરંતુ અદ્યાપિ જિનેશ્વરને સિદ્ધાંત જયવતે વર્તે છે એમ મનમાં વિચારી કહ્યું હતું. મંત્રીએ કહ્યું કે આપ ઈચ્છા રહિત હોઈ એ લેતા નથી અમે પણ એ આપેલું હોવાથી પાછું લઈ શકતા નથી. તે આ સુવર્ણનું ૧૫ શું કરવું તેની શિક્ષા આપ આપે. ત્યારે સૂરિએ જગતને વિષે અદ્વિતીય દાતાર એવા મંત્રીને કહ્યું કે હાલ તમે તમારે ઘેર જાઓ છો કે કઈક તી? મંત્રીએ કહ્યું કે હે પ્રભુ! અમે શ્રી(મુનિ)સુવ્રત તીર્થને વંદન કરવા ભગુપુર' જઈએ છીએ. આચાર્ય કહ્યું કે આ સુવર્ણ ખરચવાને ઉપાય મળી આવ્યા છે. ત્યાં લેપ્યમય પ્રતિમા છે. ત્યાં શ્રાવકેનો સ્નાત્રસુખાસિકાનો મનોરથ પૂર્ણ થતો નથી. તેથી આ (દ્રવ્ય) વડે સોનાની સ્નાત્રપ્રતિમાં તમે કરાવો. મંત્રીનું મન માન્યું. તેણે તે તેમ જ કર્યું. ત્યાર બાદ “ગૂર્જર” મંત્રી પિતાને ઘેર આવ્યા. એક દિવસ સવારે આરસીમાં (પિતાનું) મુખ જોતાં મંત્રીએ એક ધોળે વાળ જોયે. (તે ઉપરથી) તે બોલ્યો: કોઈ કળાને ૨૫ અભ્યાસ ન કર્યો, કઈ તપશ્ચર્યા ન કરી તેમજ પાત્રને કંઈ આપ્યું નહિ. એમ મધુર ઉમર ચાલી ગઈ. આયુષ્ય, યૌવન અને ધન જ્યારે (કેવળ) સ્મરણ(માત્ર) રહે છે ત્યારે જેવી બુદ્ધિ થાય છે તેવી જો પૂર્વે થતી હોય તે ઉત્તમ પદ (મોક્ષ) દૂર નથી. અંદરથી મસ્તકે ચઢતું ઘડપણ ઉન્નતિનો વિસ્તાર કરે છે, પરંતુ મસ્તકથી અંદર ઉતરતું ઘડપણ નીચતા દેખાડે છે. લેક મને પૂછે છે કે તારે શરીરે કુશળ છે ? (પરંતુ) દરરોજ આયુષ્ય (ક્ષીણ થતું) જાય છે તે પછી અમને ક્યાંથી કુશલ હેાય? તેથી તેણે જિનધર્મમાં વિશેષ રમણતા કરવા માંડી. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ ઇશ્વ ] ચતુર્વિશતિપ્રબન્ધ એક દહાડે બંને ભાઈઓએ રાણા શ્રીવિરધવલને વિજ્ઞપ્તિ કરી કે હે દેવ ! આપ પૂજ્યપાદે “ગૂર્જર ભૂમિ વશ કરી (છે) અને બીજાં રાષ્ટ્રોને પણ ખંડણી આપતાં કર્યા (છે). (વાસ્તે) જે આજ્ઞા હેય તે રાજ્યાભિષેકને ઉત્સવ કરીએ. રાણાએ કહ્યું કે હે મંત્રીઓ ! તમે સરલ તેમજ ભક્તિથી જડ બની ગયા છે. સમુદ્ર પર્વત પૃથ્વી જીત્યા વિના, ૫ વિવિધ યોથી યજન કર્યા વગર તેમજ અથઓને દ્રવ્ય આપ્યા વિના . હું કેવી રીતે રાજા થાઉં? તેથી રાણું એટલું જ છે. એમ કહી તેણે તે બેને વિદાય કર્યો. એક દિવસ બંને મંત્રીઓએ શ્રીમેધર વગેરે કવિઓને ભૂમિ વગેરેનાં દાન દ્વારા પુષ્કળ વૃત્તિ કરી આપી. તે ઉપરથી સેમેશ્વરે ૧૦ કહ્યું કે બુદ્ધિમાન દુર્ગસિંહે પૂર્વ સૂત્રને વિષે વૃત્તિ કરી છે, પરંતુ (મહાપ્રજ્ઞાવાળા) અમારા મંત્રી વસ્તુપાલે તે વિસૂત્રમાં વૃત્તિ કરી છે. શ્રી વીરધવલ પણ સેવકેને સારી રીતે પદવી આપતે હેઈ લેકપ્રિય બન્યું. તેની (તે) શી વાત થાય ? જુઓ, જુઓ. શ્રીવરધવલ ઉનાળામાં ચંદ્રશાળામાં સૂતો હતો. એક વંઠ પગ દાબતે હતા. કપડા ૧૫ વડે ઢંકાયેલા મુખવાળો રાણો જાગતો હતો; છતાં વંઠે તેને ઊંઘી ગયેલો મા. તે ઉપરથી તેણે પગની આંગળીમાં રહેલી રત્નજડિત મુદ્રા લઈ લીધી અને તે મુખમાં મૂકી દીધી. રાણો કંઈ પણ ન બોલ્યો. રણે ઊડ્યો. તેણે ભંડારી પાસેથી બીજી તેવી જ મુદ્રા લઈને તેને પગની આંગળીએ ઘાલી. બીજે દિવસે ફરીથી રાણે ત્યાં જ ચંદ્રશાળામાં સૂત. (પેલે જ) ૨૦ વિઠ પગ દાબતે હતો. રાણે તે જ પ્રમાણે વદન ઉપર કપડું એાઢીને (સૂત) હતો. વંઠ ફરી ફરીને મુદ્રા જેતે હતા. અહ આ પૂર્વના જેવી (જ) છે. તે ઉપરથી (તે) ઉત્તમ રાણાએ કહ્યું કે હે વંઠ ! આ મુદ્રા તે તું લઈશ નહિ; કાલે જે લીધી તે લીધી. આ વચન સાંભળતાં જ વંઠ બીકથી વજથી હણાયે હોય તે થઈ ગયો; કેમકે ૨૫ રાજા હસતાં પણું, દુર્જન માન આપતાં પણ, હાથી સ્પર્શતાં પણ અને સાપ સુંઘતાં પણ હણે છે. તેની તે દીનતા જોઈને રાણાએ કહ્યું કે હે વત્સ ! બીશ નહિ. અમારો જ આ કૃપણુતાજન્ય દેષ છે કે જેથી તારી અલ્પ વૃત્તિ છે. (તારી) ઇચ્છા પૂર્ણ થતી નથી, તેથી પુષ્કળ કષ્ટવાળી ચેરીને વિષે તારી બુદ્ધિ (પ્રવર્તે છે. હવેથી બેસવા માટે ૩૦ ઘડે અને વૃત્તિમાં અડધે લાખ આપું છું. એ પ્રમાણે તેણે તેને આશ્વાસન આપ્યું. Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસુરિકૃત થીજીવિરધવલ ક્ષમા (કરવામાં) તત્પર હોવાથી કપ્રિય અને સેવકને વિષે સદાફળરૂપે પ્રસિદ્ધિ પામે. તે સ્વાભાવિક રીતે યાદ્ર હતા. એ કારણથી બંને મંત્રીઓએ એકાંતમાં કયાંતરને વિષે “શાંતિપર્વમાં વૈપાયને ભીષ્મ તથા યુધિષ્ઠિરને કથેલા ઉપદેશરૂપે આવેલ, જૈપાયને ૫ કહેલ ૩૨ અધિકારમય ઇતિહાસ-શાસ્ત્રના ૨૮ મા અધિકારમાં આવેલ તેમજ શિવપુરાણગત માંસના ત્યાગની વ્યાખ્યા કરી કરીને મોટે ભાગે તેને માંસ, મદિરા અને મૃગયાથી વિમુખ બનાવ્યો. ફરીથી “માલધારી શ્રીદેવપ્રભસૂરિ પાસે વિશેષ રૂપે વ્યાખ્યા સંભળાવી સંભળાવી તેને તો વડે સુવાસિત બુદ્ધિવાળો બનાવ્યા. એક દહાડો વસ્તુપાલે બ્રાહ્મ મુહૂર્તમાં વિચાર્યું કે જે જિનયાત્રા વિસ્તારથી કરાય તે લક્ષ્મી સફળ થાય. આ જનેને છેતરીને સુકૃત લક્ષ્મીથી ગ્રહણ કરાય છે. તત્ત્વથી (એકલી લક્ષ્મીને) જે ગ્રહણ કરે છે તે તે ધૂર્તશિરોમણું છે. રાજાનાં કાર્ય (કરવા)માં (જે) પાપ (કરવાં પડે છે તે)માંથી જે મનુષ્યોએ સુકૃત સ્વીકાર્યું નહિ તેમને ૧૫ ધૂળ દેનારા કરતાં પણ હું વધારે મૂર્ખ ગણું છું. ઇત્યાદિ વિચારી નિત્યભક્ત તેજપાલની સંમતિ મેળવી તેણે “માલધારી” શ્રીનરચન્દ્રસૂરિ પાદને પૂછયું કે હે નાથ ! જે ચિંતા અત્યારે મને છે તે નિવિન સિદ્ધ થશે કે? શાસ્ત્રના જાણકારોમાં મુગટ સમાન એવા (ત) પ્રભુએ કહ્યું કે જિનયાત્રાની ચિન્તા વર્તે છે તે સિદ્ધ થશે. વસ્તુપાલે કહ્યું કે તે દેવાલયમાં વાસનિક્ષેપ કરે. શ્રીનરચન્દ્રસૂરિએ કહ્યું કે હે મંત્રીશ્વર ! અમે (તો) તારા માતૃપક્ષના ગુરુ છીએ, નહિ કે પિતૃપક્ષના. પિતપક્ષના તે “ નાગેન્દ્ર' ગચછના શ્રીઅમરચન્દ્રસૂરિ શ્રી મહેન્દ્રસૂરિના પદને વિષે ઉદયપ્રભસૂરિ નામના શિષ્યથી યુક્ત અને વિશાળ ગ૭વાળા એવા જે શ્રીવિજયસેનસૂરિ “પીલૂઆઈ ” દેશમાં વર્તે છે તેઓ વાસ૨૫ નિક્ષેપ કરે, નહિ કે અમે કહ્યું પણ છે કે જે જેની સ્થિતિ અને જે જેની સંતતિ આશ્રીને પૂર્વ પુરુષે મર્યાદા કરી છે તેનું કઠે પ્રાણ આવે તોપણ ઉલ્લંઘન કરવું નહિ. ત્યાર બાદ મંત્રીએ કહ્યું કે અમે આપ પાસે ઐવિધ છ આવશ્યક, કર્મપ્રકૃતિ વગેરેનો અભ્યાસ કર્યો છે. (તેથી) આપ જ મારા ગુરુ છે. પ્રભુએ કહ્યું કે એમ કહેવું ન જોઈએ, ૩૦ કેમકે એથી લોભરૂ૫ પિશાચને પ્રવેશ કરવાને પ્રસંગ મળે. તે ઉપરથી ૧ શિકાર, Page #214 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિપ્રબન્ધ ૧૯૭ બંને મંત્રીઓએ કરી દેશથી ગુરુને સત્વરે બોલાવ્યા. કુલગુરુએ મુહૂર્તપ્રતિષ્ઠા, દેવાલયની સ્થાપના અને વાસનિક્ષેપ કર્યો. વળી સાધર્મિક વાત્સલ્ય, શાન્તિક, મારિવારણ, સ્વામિપૂજા, લેકનું રંજન, ચૈત્ય પરિપાટી પર્યટન કરાયાં. ત્યાર બાદ પ્રતિલાભના થઈ, ત્યાં કવીશ્વરે, નરેશ્વર અને સંધેશ્વરો મળ્યા. લોકેને કૌશેય, કટક, કુંડળ, હાર વગેરે અને યતિપતિને તે તેમને યોગ્ય એવાં વસ્ત્ર, કાંબળ, ભોજ્ય વગેરે અપાયાં. તે વેળા સંઘની રજા મેળવેલા શ્રીનરચન્દ્રસૂરિએ વ્યાખ્યાન કર્યું કે પરમ આહત અને સેંકડે રાજાને સ્વામી એ જે ચૌલુક્ય, જિનેન્દ્રની આજ્ઞાથી પરિચિત હોવા છતાં નિર્ચથ જનને શુદ્ધ દાન આપતા નથી તેણે પોતાનાં સુંદર આચરણ વડે સ્વર્ગ મેળવેલું હોવા છતાં સત્પાત્રને દાન ૧૦ (દવા)ની ઈચ્છાથી તે 'ગૂર્જર ભૂમિમાં નક્કી શ્રીવાસ્તુપાલરૂપે અવતર્યો છે. (એ સાંભળી) સંઘ ખુશી થશે. ત્યાર પછી શુભ શુકનપૂર્વક મંત્રી સંધ સાથે ચાલ્યો. રસ્તામાં સાત ક્ષેત્રને ઉદ્ધાર કરતે તે શ્રીવર્ધમાનપુરની પાસે રહ્યો. “વર્ધમાનપુરમાં તે વેળા ઘણા જનને માન્ય એ રત્ન નામને શ્રીમાન શ્રાવક વસતો હતો. તેના ઘરમાં ૧૫ દક્ષિણાવર્ત શંખ પૂજાતે હતો. રાત્રે કરંડિયામાંથી બહાર નીકળી તે ( શંખ) સ્નિગ્ધ અને ગંભીર રીતે ઘુમધુમ કરતો અને નાચતે. તેના પ્રભાવથી તેને ઘેર ચારે અંગે પૂર્ણ લક્ષ્મી હતી. (એક) રાત્રિએ શંખે રત્નને કહ્યું કે હું તારા ઘરમાં ઘણું રહ્યો. હવે તારું પુણ્ય થોડું છે. (વાસ્તુ હવે) તું મને શ્રીવાસ્તુપાલરૂપ પુરુષોત્તમના કરકમળને ૨૦ પ્રણયી બનાવ-તેને સોંપી દે. મારું સત્પાત્રને વિષે દાન કરવાથી તે આ લેકમાં તેમજ પરકમાં પણ સુખી થઈશ. સ્પષ્ટપણે તે જાણી, પુષ્કળ સામગ્રીપૂર્વક સામે જઈ, સંઘ સહિત મંત્રીશ્વરને આમંત્રણ આપી અને પિતાને ઘેર બહુ પરિકર સહિત જમાડીને વસ્ત્ર આપી રત્ન (મંત્રીશ્વરને) કહ્યું કે મને શંખે આ આ હુકમ કર્યો છે. (વાસ્તે) તમે ર૫ એ ગ્રહણ કરે. મંત્રીએ કહ્યું કે અમે પારકા પૈસાના અર્થ નથી. (કાઈ) ચાડીઓ પાસેથી શંખનું અસ્તિત્વ જાણીને મંત્રી પોતે જ એ લઈ લેશે તેથી હું જાતે જ આપી દઉં એવી આશા ન રાખશે કેમકે અમે તેમજ અમારા પ્રભુ લોભી નથી. એમ કહી જ્યારે મંત્રી વિરક્ત રહો ત્યારે રને કહ્યું કે હે દેવ! એને મારે ઘેર રહેવું ગમતું નથી. તેથી શું કરાય? ૨૦. (એ) લે જ તે ઉપરથી મંત્રીએ શંખ લીધે. તેને પ્રભાવ અનંત છે. ધીરે ધીરે સંઘ શ્રી શત્રુંજયની તળેટીએ આવી પહોંચે ત્યાં લલિતા” Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રીરાજશેખરસૂરિકૃત [છી કરતુviસરોવર, અને પ્રાસાદાદિ કીર્તન જેઈ સંઘ સહિત મંત્રી હર્ષ પામ્યો અને શત્રુંજય ” પર્વત ઉપર અને વિવેકભાવ ઉપર એ આરૂઢ થયો. ત્યાં મંત્રીએ પ્રથમ ઋષભને વંદન કર્યું. તે વેળા કાવ્ય બેલાયું. તેનું મોં જોવાયું નથી? કયે ઠેકાણે સેવા કરવામાં આવી નથી? કોની મેં સ્તુતિ કરી નથી? તૃષ્ણારૂપ પૂરથી હણાયેલા એવા મેં કેની આજીજી કરી નથી ? (પરંતુ) હે રક્ષક! હે “ વિમલ” પર્વતના નન્દન વન ! હે કલિયુગ)ના અદ્વિતીય કલ્પવૃક્ષ! તને (શરણરૂપે) પ્રાપ્ત કર્યા પછી આવી કદર્થના હું કદાપિ ફરીથી સહન કરનાર નથી. પછી આવારિતસત્ર મે ધ્વજારોપણ, ઇન્દ્રપદ અને અસ્થિરંજન ઇત્યાદિ કાર્યો તેણે કર્યા. તેણે દેવોને સેનાનાં આરાત્રિક, તિલક વગેરે આપ્યાં. કુંકુમ, કપૂર, અગુરુ, કસ્તુરી, ચંદન અને પુછપની સુવાસથી એકત્રિત થયેલા ભમરાના સમૂહના ઝંકારના ભારથી આકાશ જાણે ભરાઈ ગયું હોય તેવું થઈ ગયું. ગીત અને રાસના ધ્વનિથી દિશાની ગુફાઓ ભરાઈ ગઈ. પૂર્વે પ્રધાન શ્રીઉદયને આપેલ સર્વ દેવદાયે તેણે વિશેષ કર્યા. દેવ૧૫ દ્રવ્યને નાશ (થતો) અટકાવવા તેણે શ્રાવકનાં ચાર કુળને પર્વત ઉપર રાખ્યાં. અનુપમા દાનની અધિકારિણી હતી. સાધુઓને દાન આપતાં ખરેખર મોટું ટોળું એકત્રિત થતાં પડી ગયેલી ઘીની કડાઈથી તેનાં રેશમી વસ્ત્ર ખરડાયાં. તેવારે ચોપદારે કડાઈથી ભરેલ (2) સાધુને લાકડીને જરા ફટકો માર્યો. મંત્રિએ તેને દેશની બહાર રહેવાની આજ્ઞા કરી અને કહ્યું કે અરે, શું તું જાણતો નથી કે હું તેલીની પત્ની કે કંદોઇની પત્ની થઈ હોત તે ડગલે ને પગલે (મારાં) વસ્ત્રોને તેલ અને ઘી લાગવાથી તે મેલાં જ થાત ? આ પ્રમાણે કપડાં બગડવાં તે તે (જૈન) દર્શનની કૃપાથી જ સદભાગ્યે બને. જે આ ન માનતું હોય તેનું અમારે કામ જ નથી એમ તેણે કહ્યું. અહીં દર્શનની ૨૫ ભક્તિ એ વનિ બધે થયો. તે એક દહાડો મંત્રીશ્વર દિવ્ય અને શ્વેત વસ્ત્ર પહેરી, ચંદનનું તિલક કરી, દિવ્ય પદક અને હારથી ઉસ્થળને શણગારી નાભેયની સામે આરાત્રિક માં ઊભો હતો. સૂરિઓ, કવિઓ, શ્રાવક અને શ્રાવિકાઓ પ્રણામ કરતાં - હતાં. તિલકના ઉપર તિલક અને ફૂલના હાર ઉપર ફૂલને હાર રખાતાં - ૩૦ હતાં. તેવારે કાઈ સૂત્રધારે માતા કુમાર દેવીની લાકડાની મોટી અને નવી ઘડેલી મૂર્તિ તેની દષ્ટિ આગળ મૂકી. વળી તેણે કહ્યું કે આ ૧ ભદેવ, ૨૦. Page #216 -------------------------------------------------------------------------- ________________ ચતુવિજશતિપ્રબન્ધ માતાની મૂર્તિ છે. ત્યાં મંત્રીશ્વરે નખથી શિખા પર્યત (તે) મૂર્તિ જોઈ. તે જોઈને તેણે રુદન કરવા માંડયું. પ્રથમ તે ફક્ત આંસુ જ ટપકતાં હતાં. પછી અવ્યક્ત ધ્વનિ સંભળાવા લાગ્યો અને ત્યાર બાદ એકદમ સ્પષ્ટ રુદનનો અવાજ આવવા લાગ્યો. પાસે ઊભેલા બધાએ પૂછયું કે હે દેવ ! શા માટે (તમે) રડે છે ? હર્ષને ઠેકાણે શેક છે? નલના મૃતશીલ જેવા, વિષ્ણુના ઉદ્ધવ જેવા, શ્રેણિકના અભય જેવા, નંદના કલ્પક જેવા, વનરાજના જાંબક જેવા, જયનારાજના વિદ્યાધર જેવા, સિદ્ધરાજના આલિંગ જેવા અને કુમારપાલ ના ઉદયન જેવા તમે વીરધવલના મંત્રી છે. આપત્તિથી ભયભીત બનેલા પર્વત જેવા રાજાઓ સાગરના જેવા તમારે આશ્રય લે છે. ૧૦ જેમ ગરુડે સર્પોને હણ્યા તેમ તમે શત્રુરૂપ રાજાઓને હણ્યા છે. ચારો જેમ ચંદ્રને ઇ છે તેમ સ્વજનો તમને ઇરછે છે. “હિમાલયથી ગંગા નીકળે છે તેમ તમારામાંથી રાજનીતિ પ્રવર્તે છે. જેમ પલ્લો સૂર્યના ઉદયની અભિલાષા રાખે છે તેમ સૂરિઓ તમારો ઉદય ઈચછે છે. વિષ્ણુની પેઠે તમારે વિષે લક્ષ્મી રમે છે. તેથી એવું કંઈ નથી કે જે ૧૫ તમને નથી. આમ છતાં તમે શા માટે દુઃખી થાઓ છે ? ત્યારે મંત્રીએ કહ્યું કે તમને) આ દુઃખ છે કે આવું ભાગ્ય, અને સંધના અધિપતિત્વાદિ વિભૂતિ માતાના મરણ બાદ પ્રાપ્ત થયાં (છે). જે તે મારી માતા અત્યારે (જીવતી) હોત તે લેકના દેખતાં પિતાને હાથે મંગલ કરતી અને મને કરાવતી તેને કેટલું સુખ થાત ? પરંતુ શું કરીએ ? ૨૦ વિધાતાએ એકેકની ખોટ રાખીને આપણને હણ્યા છે. તે ઉપરથી “માલધારી શ્રીનચન્દ્રસૂરિએ કહ્યું કે હે મંત્રીશ્વર! જેમ તું પ્રધાને માં છે તેમ આ દેશમાં મુખ્ય રાજાઓમાં સિદ્ધરાજ વિજયી થઈ ગયો. માલવપતિને જીતીને તે “પત્તન” આવ્યો ત્યારે મંગલે કરાતાં તે બે કે માતાના મરણ પછી જેના ભાગ્યનું ફળ મેટું આવે એવા પુત્રને ૨૫ કઈ લલના જન્મ ન આપશે. તેથી હૃદયને નીચું કરી વિવેકીએ રહેવું જોઇએ. મનુષ્યના સર્વે મને રથ પૂર્ણ થતા નથી. ઇત્યાદિ કહીને તેણે મંત્રી પાસે જબરજસ્તીથી આરતી, મંગળદીવો કરાવ્યાં. ત્યાર બાદ ચૈત્યવંદન (પણ) કરાવાયાં. તે વેળા શ્રીનરચન્દ્રસૂરિએ આશીર્વાદ દિધે કે હે વસ્તુપાલ ! ધર્મના ઉપર ઉપકાર કરનારા એવા તમે અને તમારા ઉપર ઉપકાર કરનારો એ તે (ધર્મ) એ બેનો સમાગમ ઉચિત જ છે ઇત્યાદિ. ત્યાર બાદ રાતે તન્મયતાપૂર્વક તેણે નાભેયની Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રીરાજશેખરસૂરિકૃત [ રીવરનુuraપૂજ, ધ્યાન, દાન, પૂજા કર્યા. તેવારે કવિઓ બેલ્યા. એકે કહ્યું કે હે છભ! જેઓ પાપ (કરવા)માં તત્પર, સ્વભાવે કંજુસ અને સ્વામીની મહેરબાનીથી ફાટી ગયેલા છે તે મટ્યરૂપ કૂતરાઓની પણ તે દ્રવ્યના કણ માટે સ્તુતિ કરી છે, તેથી તે પાપને નાશ કરવા માટે આદરવાળી ૫ થયેલી તું કલ્યાણના સ્થાનના વિધાનથી કલિને ધિક્કાર કરનાર શ્રાવસ્તુપાલની સ્તુતિ કર. બીજાએ કહ્યું કે રણમાં સૂર, પગે પડેલાઓને વિષે ચંદ્ર, અતિશય વક્ર ચરિત્રવાળાનો વિષે મંગળ, અર્થના બોધને વિષે બુધ, નીતિમાં ગુરુ, કવિજનમાં કવિ અને અક્રિયાને વિષે મંદ હોવા છતાં તે વસ્તુપાલ! તું ખરેખર પ્રહમય નથી (જ). અન્ય કહ્યું કે શ્રીજના મુખકમળના વિયેગથી વિધુર એવા (પિતાના) ચિત્તને ભારતી શ્રીવાસ્તુપાલના વદનચન્દ્રને વિષે વિનોદ પમાડે છે. બીજાએ કહ્યું કે લક્ષ્મીના નિવાસરૂપ કમળ મુખરૂપે પરિણમ્યું છે. પાંચે દેવમ પાંચ આંગળીને મિષથી દક્ષિણ પાંચ શાખમયતાને પામેલ છે. અને સ્નેહીઓના મનોરથ પૂર્ણ કરનાર ચિતામણિ તે જીભ જ છે. આ ૧૫ પ્રમાણે જેના સંબંધમાં બન્યું છે તે વસ્તુપાલનું શું પ્રશંસાપાત્ર નથી ? બધે લાખનું દાન (દેવાયું). આઠ દિવસ વીત્યા બાદ મંત્રીએ ગદ્દગદ વાણુએ ઋષભદેવની રજા લીધી. તારી કૃપાથી કરાયેલા માળામાં વસતે અને તારા ગુણો સાંભળતો એવો હું પક્ષી સંઘના દર્શનથી પ્રસન્ન આત્માવાળો થાઉં. જુગારીનું પિતાના દાવ ઉપર, વિયેગીનું પ્રિયા ઉપર, અને રાધાવેધ કરનારનું લક્ષ્ય ઉપર જેવું ધ્યાન હેય છે તેવું મારું તારા મતને વિષે છે. ઇત્યાદિ તેણે કહ્યું. એ પ્રમાણે સંધ પણ ચાલ્યો. સંધ સહિત મંત્રી અરુદેવાના શિખરથી આગળ કેટલેક ગયો તેવામાં તેણે શ્રમવશાત નીકળતા પરસેવાથી ભીંજાયેલાં શરીરવાળા અને વસ્ત્રવાળા અને ફૂલના કરંડિયાઓ માથે મૂકેલા એવા કેટલાક માળીઓને જોયા. તેણે તેમને પૂછયું કે તમે કેમ ( ચિંતાથી) આતુર જણાઓ છે ? તેમણે જણાવ્યું કે હે દેવ! અમે દૂરથી ફૂલો લાવ્યા છીએ. (એમ માનીને કે) સંઘ ખરેખર “શત્રુંજયના શિખરે છે (તે તેને એ વેચીને) અમે બહુ મૂલ્ય મેળવીશું. પરંતુ તે અન્યથા થયું છે. સંઘ (તે) ચાલી નીકળ્યો છે એટલે અમે અભાગીએ છીએ. તેમની દીનતા જોઇને મંત્રીએ કહ્યું કે અહીં જ તમે એક ક્ષણ દમ ખાઓ. એવામાં પાછળને સર્વ (સંઘ) આવ્યો. શ્રીવાસ્તુપાલે પિતાના કુટુંબને ૧-૩ સૂર્ય, શુક્ર અને શનિ આ પ્રમાણે પક્ષાંતરમાં અર્થે થાય છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ કરાય.] ચતુર્વિશતિપ્રબન્ધ તેમજ સંધાને કહ્યું કે હે ધન્ય (જો) ! તીર્થને વંદન અને પૂજન કરવા). ની (તમારા) બધાની અભિલાષા પૂર્ણ થઇ કે ? લકે કહ્યું કે આપના પ્રસાદથી એ પૂર્ણ થઈ છે. મંત્રીએ કહ્યું કે કેઈક તીર્થ પૂજયા વિનાનું (રહી જાય) છે ? લકે કહ્યું કે સર્વ તીર્થનું પૂજન અને ધ્યાન કરાયાં છે. (ત્યારે) મત્રીશ્વર બોલ્યો કે જે ભૂલી જવાયું છે તે તમે જાણતા ૫ નથી. (વાસ્તે) અમે યાદ કરાવીએ છીએ. સંઘે કહ્યું કે કયું ભૂલી જવાયું છે ? મંત્રીએ કહ્યું કે હે લેકે ! સૌથી પ્રથમ તે (આ) પર્વત તીર્થરૂપ છે કે જ્યાં ગષભદેવ જાતે સમવસર્યા. ત્યાર બાદ નેમિ સિવાયના ૨૨ તીર્થંકર અહીં સમવસર્યા, અને વળી જ્યાં અસંખ્ય જને મુક્ત થયા. એ પર્વત કેમ તીર્થ ન (ગણાય)? લેકે પણ કહ્યું કે ખરી વાત છે. ૧૦ આ પર્વત તીથરૂપ (જ) છે. તે એની પૂજા કરે. જો તમે એમ કહેતા હે કે ફલે ક્યાં છે તે આ માળીએ અને આ ફૂલો તમારાં પુણ્યથી હાજર છે. તે ઉપરથી સંઘે તે ફૂલે (ખરીદી) લઇને પર્વતની પૂજા કરી. પુષ્પ(નું મૂલ્ય) કમ્મ થયું. નાળિયેર વધેરવું, વસ્ત્રનું દાન દેવું ઈત્યાદિ ક્રિીડાઓ કરવામાં આવી. માળીએ પ્રસન્ન થયા. આ પ્રમાણે આસ. ૧૫ રાજનો પુત્ર પારકાની આશાને ભંગ કરવામાં પરાભુખ હતા. ત્યાર પછી ધીમે ધીમે પશ, ઘોડા અને બાળક વગેરેને પીડા ન થાય તેવી રીતે સદ્ધ કરવતક ઉપર ચડ્યો. નેમિ નજરે પડતાં મંત્રી નાઓ. આનંદના અબુથી નિર્ઝરિત નેત્રવાળા તેણે કહ્યું કે આ કલ્પવૃક્ષ તે વૃક્ષ, (બાકી) બીજાં ઝાડો તે તે ઠીક. આ ચિન્તામણિ તે મણિ; બીજ ૨૦ મણિઓ તે તે ઠીક. જે જન્મમાં નેમિનું દર્શન ન થયું તેને ધિક્કાર જ છે. શ્રી વિત” ઉપર (પસાર થયેલ) દિવસ તે દિવસ; (બાકી) બધા દિવસે તે ઠીક-વ્યર્થ જ છે. હે યદુ વંશના રત્ન ! અખંડિત વૈરાગ્યના તરંગથી રંગિત એવા તારા ચિત્તમાં, કૃશાંગીએ પણ કેવી રીતે માય? કેમકે મદનને પણ ત્યાં સ્થાન મળ્યું નથી. ત્યાં પણ આઠ ૨૫ દિવસ વગેરેની વિધિ પહેલા જેવી જ (જાણવી), નાભેય ભવન, ત્રણ કલ્યાણ, ગજેન્દ્રપદકુંડ, તેની પાસે પ્રાસાદ, અંબિકા, શાંબ અને અને પ્રદ્યુમ્ન સંબંધી શિખર, તેરણ વગેરે અને કીર્તનના દર્શનથી મંત્રીએ સંઘનાં નેને સ્વાદિષ્ટ ફળ આપ્યું. આરાત્રિકને વિષે અથઓને મંત્રી મધ્યે સંભ્રમ પૂર્વક પાપાત કરતા જોઈને શ્રીમેધર ૩૦ કવિએ કાવ્ય બનાવ્યું: ઇચ્છાની સિદ્ધિ કરવા)માં ઉન્નત એવા દેવોના સમૂહમાં કલ્પવૃક્ષો રહે છે, ઉપવનનું ભજન કરનારા જનેવાળા પાતાલમાં ૧ નાગે. Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂરિષ્કૃત [ શ્રીવસ્તુપાઃ અલિ કષ્ટ નાસી ગયેા છે, કામધેનુ વીતરાગ મુનિ પાસે ગઇ (છે) અને ચિન્તામણિ ક્યાંક જતું રહ્યું છે, તેથી પૃથ્વી ઉપર અર્થીએ દ્વારા (થતી) કદર્શના શ્રીવસ્તુપાલે સહન કરવી રહી. મંત્રોએ એને બક્ષીસમાં સવા લાખ આપ્યા. દાન–મંડપમાં બેસી નિગેલ દાન દેતાં (મંત્રી)ની કાષ્ટક કવિએ એમ સ્તુતિ કરી કે અમૃતથી પણ કામળ, ચંદ્રની ચંદ્રકળાના સમૂહથી સ્વસ્થ ? સ્વચ્છ ), આંબાના નવા માર કરતાં પણ વધારે ઉલ્લુસાયમાન સુવાસવાળી અને સરસ્વતી દેવીના મુખમાંથી નીકળતા સામ સૂક્તના વિશદ ઉદ્ગાર કરતાં પણ વધારે ૧પ્રાંજલ એવી શ્રાવસ્તુપાલની રઉક્તિ કાના ચિત્તમાં આનંદ ઉપજાવતી નથી ? હું વસ્તુપાલ ! પર્વની રાત્રિથી અભિમાની બનેલા ચંદ્રના કરને જીતે તેવી તારી કીર્તિ ક્ષીર સમુદ્રરૂપ વસ્રવાળી પૃથ્વીના ઉત્તરીયની બરાબરી કરે છે. એ પ્રમાણે ભાવ રૂડી રીતે પૂર્ણ કરી દેવાત્તમ શ્રીનેમિની રજા લઇ તેણે બધા તીર્થીની ચિન્તા કરી. નિર્માલ્ય-પદ આપીને તે પર્વતથી નીચે ઉતર્યાં, નહિ કે સજ્જનાના હૃદયથી કે મહત્ત્વથી. પછી - ખેંગાર ' દુર્ગ પર્વત, દેવપત્તન વગેરે (સ્થળા )માં તેણે દેવાને વંદન કર્યું. તેજઃપાલને ‘ખેંગાર ’દુર્ગમાં મૂકીને વસ્તુપાલ પાતે સંધ સાથે શ્રી ધેાળકે 'શ્રીવીરધવલ પાસે આવ્યા. સ્વામીએ સ્વાગત-પ્રત તેમજ આરંભસિદ્ધિ-પ્રશ્ન પૂછ્યા. ત્યારે મંત્રીએ કહ્યું કે સ્વામીના પ્રસાદથી સેવકા કાર્યોમાં ખરેખર કુશળ ૨૦ અને છે (જ). પાણીમાં જે કદાચિત્ ઉષ્ણતા (જોવાય) છે તે અગ્નિને જ વૈભવ (મહિમા) છે. રાણાએ સંધ સહિત મંત્રીને પેાતાને મહેલે જમાડયા, વસ્ત્ર પહેરાવ્યાં અને વખાણ્યા. ખગાર ’ દુર્ગમાં રહેલા તેજ:પાલે તે ભૂમિ જોને સત્ર, બગીચા, શહેર, પરબ, જિનમંદિર ઇત્યાદિ વડે મનહર એવું ‘ તેજલપુર ’ વસાવ્યું. તેણે ‘તેજલપુર’ ની આસપાસ પત્થરના ઊંચા કિલ્લા (પણ) કરાવ્યા. ૨૦૧ ૫ ૧૦ ૧૫ ૨૫ ૩. " I વસ્તુપાલ વીરધવલની પાસે સેવા કરતા હતા. દેશ સ્વસ્થ હતા. ધર્મ પ્રવર્તતા હતા. એ પ્રમાણે હતું તેવામાં એક વાર ઢિલ્લી નગરથી આવીને ચર પુરુષાએ શ્રોવસ્તુપાલને નિવેદન કર્યું કે હે દેવ ! ‘ઢિલ્લી’ થી શ્રીમાજદીન કૈસુરત્રાણુનું લશ્કર પશ્ચિમ દિશાને ઉદ્દેશીને ચાલી નીકળ્યું છે. ચાર પ્રયાણા થયાં છે, તેથી સાવધાન થઈને રહેશેા. અમને એમ લાગે ૧ સરળ. ૨ વચનેા, ૩ સુલતાન. Page #220 -------------------------------------------------------------------------- ________________ બાપ ] ચતુર્વિશતિપ્રબન્ધ ૨૦૩ છે કે “આબુ'માં થઈને “ગુર્જરભૂમિમાં તે દાખલ થશે. મંત્રીએ તે ચરને સત્કાર કરી તે તેમને રાણુ પાસે લઈ ગયો અને એ પ્રબળ કહેવડાવ્યો. ત્યારે રાણીએ કહ્યું કે હે વસ્તુપાલ! ઑોએ જેણે ગદંભી' વિઘા સિદ્ધ કરી હતી એવા ગઈભિલ્લને પણ પરાભવ કર્યો. રોજ સૂર્યના બિંબમાંથી નીકળતા તુરંગથી રાજપાટી કરતા ૫ શિલાદિત્યને પણ તેમણે પીડા કરી. ૭૦૦ યોજન ભૂમિને નાથ જયન્તચન્દ્રન (પણ) તેમણે નાશ કર્યો. સહાવદીન સુરત્રાણને વીસ વાર બાંધી (કેદ પકડી) છેડી મૂકનારા પૃથ્વીરાજને પણ તેમણે બંધનમાં નાંખ્યો. તેથી આ (સેચો) દુર્જય છે. તું શું કરશે? વસ્તુપાલે કહ્યું કે હે નાથ ! મને મોકલે, જે એગ્ય જણાશે તે હું કરીશ. તે ઉપરથી ૧૦ લાખ ઉત્તમ ઘેડા સાથે મંત્રી ચાલ્યો. ત્રીજા પ્રયાણે તેણે કપૂર વગેરે દ્વારા મોટી પૂજા પૂર્વક મહલ દેવીને યાદ કરી. એના ભાગ્યથી તે પ્રત્યક્ષ થઈને બેલી કે હે વત્સ! તું બીશ નહિ. “આબુ'ની દિશાથી યવને દાખલ થશે. જ્યારે તેઓ તારા દેશમાં દાખલ થાય ત્યારે એમણે ઉલંઘન કરેલી ઘટિકાઓને તારા રાજન્યો વડે તું રોકી લેજે. ત્યારે ૧૫ બાદ તેઓ જ્યાં મુકામ કરે ત્યાં સ્થિર મનવાળા બની સૈન્ય સહિત યુદ્ધ માટે એકદમ તું તૈયાર થજે. જયલક્ષ્મી તારા જ કરકમલમાં છે. આ સાંભળીને પિતાના સેવક અને “આબુ ગિરિના નાયક ધારાવર્ષ પાસે તેણે માણસો મોકલ્યા અને કહેવડાવ્યું કે સ્વેચ્છનું લશ્કર “આબ'માં થઈને આવી રહ્યું છે. તું એને આવતા છોડીને-આવવા ૨૦ દઈને પાછળથી ઘટિકા રોકી લેજે. તેણે તેમ જ કર્યું. યવનોએ પ્રવેશ કર્યો. જેવા તેઓ આવાસે ગ્રહણ કરનાર હતા તેવામાં કાળરૂપ વસ્તુપાલ (તેમના ઉપર તૂટી) પડ્યો. યવને હણાયા. બુબારવ ઉછળે. કેટલાકે દાંતના અંતરમાં આંગળી ઘાલી; બીજાએ તોબા પોકારી તોપણ તેઓ છૂટ્યા નહિ. આ પ્રમાણે તેમને હણીને અને તેમની લાખે મસ્તકથી ૨૫ ગાડાં ભરીને ધોળકે આવી મંત્રીએ પિતાના સ્વામીને (તે) દેખાડ્યાં. તેણે તેની પ્રશંસા કરી કે તું (ક) ધ્વનિ કરતો નથી, વિકટ જાતે નથી, મુખ ઊંચું રાખતા નથી, ગર્વથી ભૂમિ ઉલ્લેખતો નથી, ખરપુટે વડે તિરસ્કારપૂર્વક તું જેવા નથી, પરંતુ ભૂમિતલ વડે ધવલ અંધથી ભાર વહન કરાતાં ઊંચી તટી વડે વિટંક અને ભીષણ તીર્થોનું ઉલ્લંઘન ૩૦ કરતે તું જણાય છે. ત્યાર બાદ તેણે તેને વસ્ત્ર પહેરાવ્યાં, અને તેને ૧ ઘાંટી, ૨ બૂમાટે, Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી રાજશેખરસૂરિત [ [પારઘેર જવા રજા આપી. ત્યાં મંગલ કરવા માટે લોક આવવા લાગ્યા. કિમે કૂલ મળતાં. એ પ્રમાણે ફૂલની માળાને લેકે ખર્ચ કર્યો. આ તરફ “નાગપુર માં સાધુ દેહાને પુત્ર સાધુ પૂનડ કે જેને શ્રીમેજદીન સુરત્રાણની પત્ની બીબીએ પિતાને ભાઇ કરી મા ૫ હતો તે અશ્વપતિ, ગજપતિ અને નરપતિને માન્ય બની વિજયવતે વર્તતો હતો. તેણે સૌથી પ્રથમ “બખેરપુરથી વિક્રમ સંવત ૧૨૭૩ વર્ષે “ શત્રુંજય માં યાત્રા કરી અને સુરત્રાણુની આજ્ઞાથી ૧૨૮૬ મે વર્ષે “નાગપુર થી બીજી (યાત્રા) કરવા તે નીકળ્યો. તે સંધમાં ૧૮૦૦ ગાડાંઓ અને પુષ્કળ મહાધરો હતાં. કુમાર તે સાથે જેવો “માંડલ્યપુર” આવ્યો તે તેજ:પાલ સંઘ સંમુખ આવી તેને “ધોળકે લઈ ગયે. શ્રીવાસ્તુપાલ સંમુખ આવ્યો. સંઘની રજ પવનની અનુકુળતાથી જે જે દિશામાં ઉડતી ત્યાં ત્યાં તે જતો. પાસે ઉભેલા માણસેએ કહ્યું કે હે. મંત્રીશ્વર ! આ તરફ રજ છે. આ તરફ પધારો, ત્યારે મંત્રીએ કહ્યું કે આ રજને સ્પર્શ કરવાનું પુણ્ય વડે પ્રાપ્ત થાય છે. આ રજ વડે ૧૫ સ્પર્શતાં પાપરૂપ રજ દૂરથી (જ) નાશ પામે છે, કેમકે તીર્થોમાં ભમતાં જેઓ શ્રીનાથના માર્ગની રજથી (પાપરૂ૫) રજ વિનાના બને છે તેઓ સંસારમાં ભમતા નથી. (યાત્રા જવામાં) દ્રવ્ય ખરચવાથી આ લેકમાં તેઓ સ્થિર સંપત્તિવાળા બને છે અને જગતના નાથની પૂજા કરતાં તેઓ પૂજ્ય બને છે. ત્યાર બાદ સંઘપતિ પૂનડ અને મંત્રીનું પરસ્પર ગાઢ આલિંગન થયું તેમજ તે બે વચ્ચે પ્રિય વાર્તાલાપ થયો. સંધ સરોવરને તીરે રહ્યો. પૂનડે કુલગુરુ માલધારી ” શ્રીનરચન્દ્રસૂરિનાં ચરણને પ્રણેમ કર્યો. રાત્રે શ્રીવાસ્તુપાલે પુણ્યાત્મા પૂનડને કહેવડાવ્યું કે સવારે સકળ સંઘે તેમજ તમારે અમારી રસોઈના અતિથિ થવુંઅમારે ત્યાં ભોજન કરવું, ધૂમાડે નહિ કરો. પૂનડે તે પ્રમાણે કબૂલ કર્યું રાત્રે બે ધારવાળો મંડપ તેમજ (સવારે) રાઈનો પ્રકાર (તૈયાર) થયા. બધું તૈયાર થયું. સવારે નાગપુરવાળા આવ્યા. બધાંનાં પગ દેવા અને તિલક કરવું એ કામ શ્રીવાસ્તુપાલ પિતાને હાથે કરતે. એમ બે પ્રહર લાગ્યા. મંત્રી તે તે જ નિર્વિરણ હતું. તે વખતે તેજપાલે વિજ્ઞપ્તિ કરી કે હે દેવ ! અમે બીજા પાસે પણ સંઘના પગ ધોવા વગેરે કામ કરાવીશું; તમે ભોજન કરે. (પછી) તાપ થશે. મંત્રીએ કહ્યું કે એમ ન બેસે. પુથી આ અવસર મળે છે. ગુરુએ પણ કહેવડાવ્યું કે જે કુળમાં જે મુખ્ય પુરુષ હોય તેનું જ યત્ન વડે રક્ષણ થવું જોઈએ. ૩૦ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ અષN ] ચતુર્વિશતિપ્રબન્ય તેનો નાશ થતાં કુળ નાશ પામે છે, કેમકે) નાભિને ભંગ થયા પછી આરા બોલતા નથી, તેથી આપે ભોજન કરવું. તાપ ન થાઓ. મંત્રીએ ગુરુ પ્રતિ આ કાવ્ય કહ્યું આજ મારા પિતાની આશા સફળ થઈ અને માતાની આશીષને વિષે શિખાને અંકુર પ્રકટ્યો કે યુગાદિ જિનના સમસ્ત યાત્રિક લેકનું હું ખેદ પામ્યા વિના પૂજન કરું છું. ભોજન ૫ કરાવતા મંત્રીએ નાગપુરવાળાઓને એક પંક્તિ(રૂપ વ્યવહાર) જોઈને માથું ધૂણાવ્યું. અહે આ લોક શુદ્ધ છે. એ પ્રમાણે જમાડાતાં અને વસ્ત્ર પહેરાવાતાં નાગપુર’ને સંઘ રાજી થયો. વસ્તુપાલ અને પૂના સંઘ સહિત શ્રી શત્રુ ’ ગયે. તેમણે શ્રીકૃષભને વંદન કર્યું. એક દિવસ સ્નાત્ર થતાં દેવને પૂજારી કળશ વડે નાકને હરકત ન થાય એવા ૧૦ આશયથી દેવનું નાક ફૂલ વડે ઢાંકતે હતે. તેવારે મંત્રીએ વિચાર કર્યો કે કદાચિત દૈવયોગે દેવાધિદેવને કળશાદિ વડે કે પરસૈન્યથી ના કહેવા લાયક અમંગળ થાય તો સંઘની શી ગતિ? એમ વિચારી તેણે પૂનાને કહ્યું કે હે ભાઈ ! મને એવો સંકલ્પ થયો છે કે જે (આ બિબને સ્થાને) બીજું “મમ્માણ' પત્થરનું બિબ કરાવાય તે વધારે ૧૫ સારૂં. તે તે સુરત્રાણ મોજદીનના મિત્ર એવા તમે પ્રયત્ન કરે તે થાય; નહિ તે નહિ. પૂનડે કહ્યું કે ત્યાં જઈને વિચાર કરીશું. ઇત્યાદિ બોલતા તે બંને રૈવત' વગેરે તીર્થોને પ્રણામ કરીને પાછા ફર્યા. પૂનડ નાગપુર' ગયે. મંત્રી “ ધોળકા માં રાજ્ય કરવા લાગે, એ પ્રમાણે વૃત્તાન્ત બન્યા પછી એક દિવસ સુરત્રાણમજદીનની ર૦ ઘરડી માતા હજયાત્રા કરવા)ની અભિલાષાવાળી હેઈ સ્તંભપુરમાં આવી. નૌવિને ઘેર તે અતિથિ થઈને રહી. તે આવી તે (વાત) મંત્રીએ ચરો દ્વારા જાણું. શ્રીમંત્રીએ ચરોને કહ્યું કે એ જળમાર્ગે આવે ત્યારે તમારે મને ખબર આપવી. તે આવી એટલે તેમણે તે (વાત તેને) જણાવી. મંત્રીએ પોતાના કાળીઓને મેકલી તેનું કેટીમ્બક(?)ગત સર્વ દ્રવ્ય (લૂટી) લેવડાવ્યું, અને કોઈક સ્થળે તે રૂડી રીતે સાચવી રખાવ્યું. તેવારે નૈવિત્તોએ મંત્રી આગળ પિકાર કર્યો કે હે દેવ ! અમારા યુથની એક વૃદ્ધા હજયાત્રાએ જતી હતી. તેને તમારા પાદરમાં ચોરોએ લુંટી લીધી. મંત્રીએ પૂછયું કે એ વૃદ્ધા કોણ છે? તેમણે કહ્યું કે હે દેવ ! શું પૂછો છે? એ મજદીન સુરત્રાણુની પૂજ્ય માતા છે. મંત્રીએ કપટથી કહ્યું ૩૦ ૧ નાઈડી ભાગી ગયા પછી આરા ઉપર ગાડું ચાલે નહિ. ૨ વહાણવટી, Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રીરાજશેખરસૂતિ [ જોઇeggrકે અરે વસ્તુની તપાસ કરે, તપાસ કરે. બે દિવસને વિલંબ કરી તેણે બધું આણી આપ્યું. વૃદ્ધાને તે તે પિતાને ઘેર લઈ ગયો. તેણે તેની વિવિધ ભક્તિ કરી અને પૂછ્યું કે શું તમારે હજયાત્રાની ઈચ્છા છે? તેણે કહ્યું કે હા. તે કેટલાક દિવસ રાહ જુઓ. તેણે રાહ જોઈ. તેવામાં “આરાસણ” પત્થરનું તેણે તેરણ ઘડાવ્યું અને મંગાવ્યું. તેણે તે મેળવી જોયું, અને પાછું જુદું કર્યું. (વળી) તે રૂ વડે બાંધ્યું. સૂત્રધારેને તેણે સાથે મોકલ્યા. મંત્રીએ કહ્યું કે વચમાં ત્રણ પ્રકારના માર્ગ છેઃ (૧) જલમાર્ગ, (૨) ઊંટ વડે જવાય તેવો અને (૩) ઘોડા વડે ઉલ્લંઘન થઈ શકે તે. જ્યાં જે રાજાઓ સાથે લડાઈ કર્યા વિના તેમનું ઉલ્લંઘન કરાય ત્યાં તેવું સૂત્ર તેણે કરી આપ્યું. રાજાઓને ભેટનું આપવા માટે તેણે દ્રવ્ય તૈયાર કરાવ્યું. એ પ્રમાણેની સામગ્રીપૂર્વક તેણે તેને ત્યાં મેકલી. તેણે મસીદને દરવાજે તે રણની રચના કરી. ત્યાંના રાજા પાસેથી ત્યાં દીપ, નૈલ ઇત્યાદિ વડે પૂળને હંમેશ માટે પ્રબંધ કરાવ્યો. ત્યાં તેણે પુષ્કળ દ્રવ્ય આપ્યું. તેની કીર્તિ ઉદ્દભવી. વૃદ્ધા પાછી ફરી. તેણે 'ખંભાત લાવવામાં આવી. તેનો (વસ્તુપાલે) પ્રવેશમહત્સવ કરાવ્યું. તેણે પિતે તેનાં ચરણ ધોયાં. એ પ્રમાણે ભક્તિ પૂર્વક તેણે તેને પિતાને ઘેર દશ દિવસ રાખી. તેવામાં પ૮૦ ધવલ કિશોર, દુકુલ ગંધરાજ, કપૂર વગેરે તેણે લીધું. (પછી) તેણે વૃદ્ધાને પૂછયું કે હે માતા ! ચાલશે ? જો તમે આજ્ઞા આપતા છે અને માન અપાવવાના છે તે હું પણ (સાથે) આવું. તેણે કહ્યું કે ત્યાં હું જ સ્વામિની છું. સ્વચ્છા પૂર્વક આવ. ત્યાં તારી પૂજા ઘણી થશે. શ્રી વરધવલની અનુમતિથી મંત્રીન્દ્ર ચાલ્યો. રાજાની માતાના વચનથી તે દિલ્લી'ને તટે ગયો. બે ક્રોશને અંતરે તે થોભે. સુરત્રાણુ માતાની સામે આવ્યું. તેણે માતાને વંદન કર્યું અને યાત્રા સુખે થઈ એમ પૂછયું. વૃદ્ધાએ કહ્યું કે જેને “દિલ્લી માં તારા જેવો પુત્ર છે અને ગૂર્જર ભૂમિમાં તે વસ્તુપાલ (પુત્રરૂપ) છે એવા મને કલ્યાણ કેમ ન હોય? રાજાએ પૂછયું કે એ કોણ છે ? વૃદ્ધાએ વિનય અને કીર્તિથી ભરપૂર એવો તેને વૃત્તાન્ત કહ્યો. રાજાએ કહ્યું કે તેને તું અહીં કેમ નહિ લાવી ? વૃદ્ધાએ કહ્યું કે હું લાવી છું. હું તેને જે. (એમ કહી) ઘેડેસ્વારોને મોકલી વસ્તુપાલને બોલાવી તેણે તેને બતાવ્યો. મંત્રીએ ભટણું આપ્યું. રાણાએ તેને કહ્યું કે માતાએ મારાથી તમને અધિક પુત્રરૂપે ગણ્યા છે, તેથી તમે મારા બાંધવ છે. અમારી માતા તમારી તારીફ ૧ સૂતરથી. Page #224 -------------------------------------------------------------------------- ________________ KCPC ] ચતુર્વિ શતિપ્રમન્ય : ' કરે છે. એ પ્રમાણે સુખવાર્તા કરી મોટા ઉત્સવપૂર્વક વસ્તુપાલને પેાતાની માતાના અગ્રેસર બનાવી તેને તે ‘ ઢિલ્લી ’ શહેરમાં લઇ ગયા. અને તેણે સાધુ પૂનડને ઘેર ઉતારો આપ્યા. સુરત્રાણે સ્વમુખે નિમંત્રણ માકલી સાધુ પૂનડને ધેર ભાજન કરાવ્યા બાદ મંત્રીશ્વરને તેણે પોતાને મહેલે ખેલાવ્યા. વિનયપૂર્વક તેના સત્કાર કરી તેણે તેને વસ્ત્ર પહેરાવ્યાં. કૃપા તરીકે એક કરડ સુવર્ણ આપીને તે ખેલ્યા કે કંઋક માગ. વસ્તુપાલે કહ્યું કે હે દેવ ! ‘ ગૂર્જર ' ભૂમિ સાથે આપ જીવે ત્યાં સુધી આપની સંધિ હે। (એ એક અને ખીજાં) ‘મમ્માણી’ ખાણમાંથી પાંચ પત્થરા અપાવેા. રાજાએ તે માન્યું, અને ધીરજ આપી. રાજાના હુકમથી પૂનરે તે પાંચ ફૂલહી ‘ શત્રુજ્ય ’ વગેરે (સ્થા)માં મેકલી આપી. તે પૈકી એક ઋષભની લહી, બીજી પુ’ડરીકની લહી, ત્રીજી કંપની, ચોથી ચક્રેશ્વરીની અને પાંચમી તેજલપુર'માં શ્રીપાર્શ્વની લહી. પછી મંત્રીશ્વર પાતાને નગરે પાળે વળ્યા. લાંબા સમયથી દર્શનની ઉત્કંઠાથી વિવલ બનેલા તેણે પોતાના સ્વામીને નમન કર્યું. ‘ઢિલ્લી’ ગયાનેા વૃત્તાન્ત પહેલાં પણ કાના કાન તેણે સાંભળ્યેા હતેા. (છતાં) કરીથી તેણે મંત્રીને સવિશેષ પૂછ્યું. તેણે પણ અભિમાન કર્યા વિના બધું કહ્યું. વીરધવલ પ્રસન્ન થયા. કૃપા તરીકે તેણે તેને દશ લાખ સુવર્ણ આપ્યું, તે તે તેણે ધેર પહેાંચ્યા પૂર્વે જ એકત્રિત થયેલા પુષ્કળ યાચકાને આપી દીધું. મંત્રીને ઘેર સધળા લેાક મળ્યા. તેના સત્કાર કરી તેણે તેમને વિદાય કર્યાં. કવિએ કહ્યું કે શ્રીમતને વિષે ૨૦ એક ૧જરાજને દેખીને પદ્મો સંક્રાચ પામે છે. (પરંતુ) લાખ દ્વિજરાજે આવતા છતાં તારા હાથરૂપ પદ્મ સદા વિકાસ પામે છે એ આશ્ચર્ય છે. શત્રુઓનું ઉચ્ચાટન (કરવા)માં, લક્ષ્મીનું આકર્ષણ (કરવા)માં અને સ્વામીના હૃદયને વશ કરવામાં હું મંત્રીશ્વર વસ્તુપાલ તારા અદ્વિતીય અને સિદ્ધ મંત્ર સ્ફૂર્તિ પામે છે. આ પ્રમાણે તારીફ કરાતા અને ઉત્તમતાને લીધે શરમાતા વસ્તુપાલે નીચું જોયું. તે ઉપરથી મહાનગર'ના નિવાસી નાનક કવિએ કહ્યું કે હું વસ્તુપાલ ! તમે એકલા (જ) જગત્ ઉપર ઉપકાર કરી છે એવું સજ્જનાનું ખેલવું સાંભળીને લજજા વડે નમાવેલા મસ્તકવાળા તમે આ પૃથ્વીતલ જીએ છે તે(નું તાત્પર્ય) હું જાણું છું (કે) હૈ સરસ્વતી દેવીના મુખકમલને ૧ ચદ્ર અને બ્રાહ્મણ એ બે અર્થાથી વિરોધ અને એને પરિહાર ઘટાવી લેવા. ૨૦૭ ૧૦ ૧૫ ૨૫ ૩૦ Page #225 -------------------------------------------------------------------------- ________________ २०८ શ્રીરાજશેખરસૂરિકૃત [ શીerveવિષે તિલક (સમાન) ! “પાતાલ'માંથી બલિને ઉદ્ધાર કરવા માટે આપ નક્કી વારંવાર માર્ગ શોધે છે. તે જ વેળા “ કૃષ્ણ” નગરના કવિ કમલાદ અન્ય પ્રકારે કહ્યું કે જે ચપળ લક્ષ્મીને તમે ત્યાગરૂપ ફળવાળી બનાવી, તેણે અર્થને આશ્રય લઈ કીર્તિ (નામની) પુત્રીને જન્મ આપ્યો. તે (કીર્તિ) પણ ઐક્ય આગળ ઈચ્છા પ્રમાણે ખેલે છે. તેની વાતથી આ લજજા પામે છે, વાતે આ મોટા છે. તેણે તે કવિઓને પુષ્કળ દાન આપ્યું. કંઈક વેળા મંત્રીએ સાંભળ્યું કે “રૈવતક” પાસે જતા લેકેની પાસેથી ભરડાઓ પૂર્વ રાજાએ આપેલ કર ઉઘરાવે છે. પિટલાઓમાં એક મણ દાણો અને ફૂપકમાંથી એક કર્મ (તેઓ લે છે). આ પ્રમાણે તેઓ લોકને ઉપદ્રવ કરે છે. તે ઉપરથી આયતિને જોનારા મંત્રીએ તે ભરડાઓને “કુહાડી' નામનું ગામ આપીને તે કર ઉઘરાવતા અટકાવ્યા. ગષભ અને નેમિના નિર્ધન જાત્રાળુઓને પોતે ઘેર પહોંચે ત્યાં સુધી ગ્ય ભાથું ચાલે એટલા દ્રમ્મ (ઉપજાવવા બદલ તેણે “અંકેવાલિયા’ ૧૫ નામનું ગામ આપ્યું. “શત્રુંજયે” અને “ રૈવતક'ની તળેટીમાં (આવેલાં) નગરોમાં સુખાસન કરીને આંધળા, તાવવાળા વગેરે જાત્રાળુઓના તીર્થ-આરોહણ માટે તે (મકળાં) મૂક્યાં. તેને ઊંચકનારા મનુષ્યોના ગ્રાસને સ્થાને શાલિનાં ક્ષેત્રો તેણે સ્થાપ્યાં. તેણે સર્વ તીર્થોને વિષે દેવોને માટે રત્નથી જડેલાં સોનાનાં અલંકારો કરાવ્યાં. વિદેશથી આવેલા (આવતા) આચાર્યોની સેવા માટે તેણે સર્વ દેશને ગામના મુખીઓને નીમ્યા. પોતે સમ્યગ્દષ્ટિ હોવાથી ભક્તિથી નહિ, પરંતુ પિતાના નાથના રંજન માટે તેણે લૌકિક તીર્થ પણ કરાવ્યાં. એક વાર મંત્રી ધોળકે'થી “સ્તંભ'પુર ગયે. ત્યાં સમુદ્રને કિનારે વહાણમાંથી ઘોડા ઉતરતા હતા. તેવારે કવિરાજ સામેશ્વર પાસે હોતે, ૨૫ મંત્રીએ (તેને) સમસ્યા પૂછી કે વર્ષ-સમયે સમુદ્ર ગર્જનાથી રહિત છે. સોમેશ્વરે (તે સમસ્યા) પૂરી કે જાણે અંદર સૂતેલા જગન્નાથની નિદ્રાના ભંગના ભયથી. આ પ્રસંગે તેણે ઉચિત દાન તરીકે સોળ ઘડાઓ આપ્યા. વળી કઈ વાર મંત્રીએ કહ્યું કે કાગડે કે ઊંટ? સોમેશ્વરે પદ્ય પૂર્ણ કર્યું કે જેણે મારા પતિને આવતો મને જણાવ્યું (એ કાગડો) ૩૦ અને જે એને લાવ્યો એ( ઊંટ એ) બેમાં સખિ ! કોણ પહેલે પૂજ્ય છે? કાગડે કે ટ? અહીં પણ ૧૬૦૦૦ કમે બક્ષીસ (અપાયાં. એ પ્રમાણે તેની લીલા હતી. ૨૦ Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રવન્ય ] ચતુર્વિશતિપ્રમન્ધ ' એક વાર વૃદ્ધો પાસે તેણે એમ સાંભળ્યું કે ‘પ્રાગ્લાટ' વંશમાં શ્રીવિમલ દંડનાયક હતા, જે તેઢ અને વાહિલના ભાઇ થતા હતા. તેણે ઘણા વખત સુધી ‘ આપ્યુ ’નું અધિપતિપણું ભોગવ્યું, કેમકે ‘ ગૂર્જર ’નાથ તેના ઉપર પ્રસન્ન હતા. તે નિર્મળ બુદ્ધિવાળા વિમલને એ ઇચ્છા થઇઃ (૧) પુત્રની ઈચ્છા અને (ર) પ્રાસાદની ઇચ્છા. તેની સિદ્ધિ માટે તેણે પેાતાની ગાત્ર-દેવી અંબિકાની ત્રણ ઉપવાસ વડે આરાધના કરી. તેણે પ્રત્યક્ષ થઋને કહ્યું કે હે વત્સ ! તું તારી પ્રુચ્છા કહે. વિમલે કહ્યું કે મને પુત્રની ઇચ્છા છે તેમજ ‘આયુ’ના શિખર ઉપર્ પ્રાસાદ બનાવવાની (પણ) ઇચ્છા છે. 'ખાએ કહ્યું કે બંને પ્રાપ્ત નહિ થાય. તું એક કહે. તે ઉપરથી સંસારની કેવળ વૃદ્ધિરૂપ ફળવાળી અને અસાર એવી પુત્રની ઇચ્છા છેાડી દઇને પ્રાસાદની જ ઈચ્છા સફળ કરવા વિમલે અભિલાષા રાખી. અંબાએ કહ્યું કે આ તારી ( ઇચ્છા ) સિદ્ધ થશે; પરંતુ એક ક્ષણ રાહ જો કે જે દરમ્યાન હું ‘ આણુ ’ની અધિષ્ઠાત્રી (અને મારી) સખી શ્રીમાતાના મત લઇ આવું છું. એમ કહી દેવી ગઇ. તેટલી વાર વિમલ ધ્યાનમાં રહ્યો. શ્રીમાતાનેા અભિપ્રાય લઇને દેવી આવી અને ખેલી કે શ્રીમાતાના ભવનની પાસે પુષ્પની માળાથી મનહર એવું ગેસમય ગાયનું મુખ જ્યાં દેખાય ત્યાં પ્રાસાદ યાગ્ય ભૂમિ તું જાણજે, તે તેવી જ જોઇને તેણે ચાંપાના ઝાડની પાસે તીર્થ સ્થાપ્યું. તેમાં વિક્રમાદિત્યથી એક હજાર ઉપર ૮૮ વર્ષ વીતે ચાર સૂરિઓએ મેટી પિત્તળની પ્રતિમા (તરીકે) આદિનાથની પ્રતિષ્ઠા કરી. પ્રાસાદનું નામ વિમલવસતિ ' પાડવામાં આવ્યું. તે જોતાં જન્મનું ફળ મળે છે. આ કથાના શ્રવણથી મંત્રીએ વિચાર કર્યો કે અમે ચાર ભાઇઓ હતા. તેમાં ( અત્યારે ) ખે છીએ. માલદેવ અને ગિ (એ) એ ( ભાઇ તેા નાની વયમાં સ્વર્ગે ગયા. માલદેવના નામથી પૂર્વે પણ કીર્તન મેં કરાવ્યાં છે. લણિગના કલ્યાણનિમિત્તે ‘ આબુ' ઉપર ‘ લૈંગિયતિ ’ કરાવવી. એ વાત )ને તેણે તેજ:પાલ આગળ પ્રકાશ કર્યાં. તે વિનીતે તે અત્યંત માન્ય કરી. ત્યાર બાદ તેજપાલ ‘ ધાળકા ’થી ‘ આપ્યુ કે ગિરિના શૃંગારરૂપ ‘ ચંદ્રાવતી ' નગરીએ જઇને રાણા ધારાવ તે ઘેર ગયા. તેણે તેની ખૂબ પૂજા કરી અને કહ્યું કે શું કામ છે તે કરમાવે. મંત્રીએ કહ્યું કે જો તમે મદ્દગાર બનેા તે અમે ‘ આણુ ’ના શિખરના અગ્ર ભાગમાં પ્રાસાદ બનાવીએ. ધારાવર્ષે કહ્યું કે હું તમારો સેવક (જ) છું; મતે બધાં કાર્યોમાં આગળ કરજો. ત્યાર બાદ રાષ્ટ્રિક મૌર્ગલિકાદિને ) " २७ ૨૦૯ ૧૦ ૧૫ ૩૦ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી રાજશેખરસૂરિકૃત [શોધતુપાઈમહાદાને વડે એવા વશ કરાયા કે ચૈત્ય તૈયાર થતાં તે (લેકેના ઉપર) કરોને ભાર ન નાંખે; કેમકે દાનથી ભૂત (પણ) વશ થાય છે એવું વચન છે. ત્યાર બાદ “ચંદ્રાવતી'ના મહાજનને વિષે ચાંપલ નામના મુખ્ય શ્રાવકને ઘેર જઈ તેણે કહ્યું કે જે તમે પૂજાનું સાન્નિધ્ય કરે તે અમે “આબુ ઉપર ચૈત્ય કરાવીએ. ચાંપલે પણ પિતાના તેમજ અન્યનાં કુટુંબોની પણ દેવપૂજા માટે નિત્ય ધનચિના કરી. ત્યાર પછી મંત્રીએ “આરાસણ” જઈને ચૈત્ય બનાવવા માટે યોગ્ય દલવાટક કઢાવ્યા. તેણે તે ધેસરીને લાયક બળદે (!) દ્વારા “આબુ'ની તળેટીએ અણુવ્યા. અડધે અડધે કેશે તેણે દુકાનો મંડાવી. પશુઓને ૧૦ અને માણસોને ભૂખ વગેરેનું કષ્ટ ન હૈ એવા વિચારથી ત્યાં બધું મળે (એવો તેણે પ્રબંધ કરાવ્ય ). “ઉંબરિણ”ના માર્ગે પ્રાસાદ બનાવવા લાયક દ્વિગુણ દળ ગિરિ ઉપર તેણે દાખલ કરાવ્યું. પછી તેણે તે માર્ગને વિષમ બનાવ્યો જેથી પસૈન્ય પ્રવેશી ન શકે. એ પ્રમાણે પૂર્વ કર્મ સિદ્ધ થતાં તેણે સૂત્રધાર શેભનદેવને બોલાવી તેને કર્મસ્થાય તરીકે નીમે. ૧૫ તેણે ઊદલ નામના શાલને ઉપરી બનાવ્યું અને તેને ઇચ્છા મુજબ દ્રવ્ય ખરચવા હુકમ કર્યો. એ પ્રમાણે પ્રબંધ કરીને તેજપાલ ળકે' ગયે. (અહીં) પ્રાસાદ તૈયાર થવા માંડયો. શ્રી નેમિનું બિંબ કટીના પત્થરનું તૈયાર કરાતું હતું. ૭૦૦ સૂત્રધારો ઘાટ ઘડતા હતા. તે દુશીલ તે આગળ આગળથી પૈસા લેતા અને કાર્ય-સમયે ફરી ફરીને માગતા. ૨૦ તેથી ઊદલે મંત્રી તેજ:પાલને લખ્યું કે હે દેવ ! કો નાશ પામે છે. સૂત્રધારે કર્મસ્થાય પાસેથી પહેલેથી (દ્રવ્ય) લે છે. ત્યારે તેજપાલે કહ્યું કે ક્રમે નાશ પામે છે એમ કેમ કહે છે ? નાશ પામી શું કેહી ગયા? (ના, તેમ તે નહિ જ હેય) કિન્તુ (એ દ્વારા) મનુષ્ય ઉપર ઉપકાર થયે. જે (એ દ્વારા) ઉપકાર કરાય તે વિનાશ થયો એમ રપ કેમ કહેવાય ? મારી માતા વંધ્યા છે એ વાક્યની પેઠે પરસ્પર વિરુદ્ધ તે બોલે છે; વાસ્તે તાત્પર્ય એ છે કે સૂત્રધારોની ઈચ્છાને નાશ ન કરો, પરંતુ તે દ્રવ્ય) આપવું જ. તે ઉપરથી ઊદલ આપતા. ગર્ભગૃહમાં શ્રીનેમિનાથના બિબની સ્થાપના કરવામાં આવી ત્યાં સુધી (કામ). થયું. એટલું (તૈયાર ) કરાતાં વસ્તુપાલને તેની ખબર અપાઈ. બંને મંત્રીઓ પ્રસન્ન થયા. શ્રીવાસ્તુપાલની આજ્ઞાથી તેજપાલ અનુપમાની સાથે મોટા પરિવારપૂર્વક આબુ’ ગિરિ પહોંચ્યો. પ્રાસાદ લગભગ ૧ નઠારા આચરણવાળા. Page #228 -------------------------------------------------------------------------- ________________ LA ] ચતુર્વિ’શાંતપ્રબન્ધ ૧૦ તૈયાર થયેલા તેણે જોયા અને તે સંતેષ પામ્યા. સ્નાન કરી, સુંદર વસ્ત્ર પહેરી, પત્ની સહિત મંત્રી નૈમિની પૂજા કરતા હતા. કાયાત્સર્ગમાં ધ્યાન ધરીને તે ઘણા વખત ઊભા રહો. અડધી ક્ષણમાં પતિને તે સ્થિતિમાં મૂકીને અનુપમા પ્રાસાદની રચના ( જોવા )ના કુતૂતુળથી બહાર આવી. ત્યાં સૂત્રધાર શાભનદેવ મંડપના ચાર થાંભલા ઊભા કરવાની તૈયારી કરતા હતા. તેવારે મંત્રિણીએ કહ્યું કે હે સૂત્રધાર! હું ઘણી વાર થયાં જોઇ રહી છું, ( પરંતુ ) હજી થાંભલા ઊભા થયા નથી. ગાભદેવે કહ્યું કે હે સ્વામિની ! આ પર્વતને પ્રદેશ છે અને 'ડી બહુ છે; એથી સવારે ધડવું અઘરૂં છે. મધ્યાહ્ને તેા ઘેર જવાય છે, સ્નાન કરાય છે, રસાઇ કરાય છે અને ભાજન કરાય છે. એ પ્રમાણે વિલંબ થાય છે. વિલમથી શા ભય છે ? અહીં શ્રીપ્રધાનપાદ ચિરકાળ રાજ્ય ભાગવી (જ) રહેલ છે. તે ઉપરથી અનુપમાએ કહ્યું કે હે સૂત્રધાર ! આ તે કેવળ ચાહુ છે–સારી સારી વાત છે. કષ્ટ ક્ષણ કેવી હશે તે ક્રાણુ જાણે છે ? સૂત્રધાર મૂંગા રહ્યો. પત્નીનું કહેવું સાંભળીને મંત્રીશ્વરે બહાર નીકળી સૂત્રધારને કહ્યું કે અનુપમા શું કહેતી હતી ? સૂત્રધારે કહ્યું કે જે દેવે અવધાર્યું તે (જ). મંત્રીએ પત્નીને કહ્યું કે તેં શું કહ્યું ? અનુપમાએ કહ્યું કે હે દેવ ! હું એમ કહેતી હતી કે કાળના શે! વિશ્વાસ છે ? કૅાક કાલવેલા કેવી હાય ? સદા પુરુષોનું તેજ તેવું ને તેવું રહેતું નથી. જેમકે લક્ષ્મીને કે પેાતાના નાશ અવશ્ય થાય છે તેા પછી તેવા લક્ષ્મીના સંબંધને વિષે ડાહ્યા માણસે સ્થિરતાની બુદ્ધિ ક્રમ રાખે છે ? વૃદ્ધોને આરાધતા, પૂર્વજોને તૃપ્ત કરતા અને લક્ષ્મી વિનાના મનેલાને જોતા છતાં પણુ પ્રાણીઓ માહ પામે છે. રાજાના ભવા૫ પલ્લવના અંતમાં આલંબન વિના લટકતી ( ? ) એવી પેાતાની લક્ષ્મીને પણ સેવકે સ્થિર માને છે. અક્સાસ ! આ તરફ વિપત્તિ, આ તરફ મરણુ, આ તરફ રાગ અને આ તરફ ઘડપણ એમ ચારે વડે સદા પ્રાણીઓ પીડાય છે. આ તત્ત્વમય વચન સાંભળીને મંત્રોશ્વરે કહ્યું કે હું કમળનાં જેવાં દીર્ઘ નેત્રવાળી (સુંદરી) ! તારા સિવાય ખીજાં ક્રાણુ આ પ્રમાણે ખેલવાનું જાણે છે ? • તામ્રપર્ણી 'ના તટમાં ઉત્પન્ન થયેલાં મેાતીએ સાથે તેમજ શેરડીરૂપ કુક્ષિમાંથી ઉત્પન્ન થયેલા અતિશય મીઠા (રસ) સાથે સ્પર્ધાને સમૂહ ધારણ કરતા એવા તારા વર્ષાં પ્રસન્ન અને સ્વાદિષ્ટ છે. ધરની ચિન્તાના ભારનું હરણુ, બુદ્ધિ આપવાપણું, સર્વ પાત્રાના સત્કાર કરવાપણું ( ત્યાદિ) શું શું ફળ ગૃહકપલતા જેવી ૧૧ ૧૫ ૨૦ ૨૫ ૩૦ Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂરિકૃત [ શ્રીયસ્તુપાહ ' પુણ્યશાળીઓની પત્ની આપતી નથી ? હું રાજ્યની સ્વામિની ! પ્રાસાદ જલદી કેવી રીતે તૈયાર થાય તેના ઉપાય તું કહે. દેવીએ કહ્યું કે હે નાથ ! રાતના સૂત્રધારા જુદા અને દિવસના જુદા રાખવા જોઇએ. એક કડાઇ ચડાવા. અમૃતનું ભાજન કરાવા. સૂત્રધારાને આરામને ૫ લાભ (મળવા)થી રાગ નહિ થાય. એ પ્રમાણે ચૈત્ય જલદી તૈયાર થશે. આયુષ્ય (તા નિત્ય ધટતું) જ જાય છે. લક્ષ્મી (પણ) અસ્થિર જ છે; કેમકે (કહ્યું પણુ છે કે) મૃત્યુએ દેશ વડે જાણે પકડવા હાય તેમ બુદ્ધિશાળાએ ધર્મ આચરવા અને કદાપિ ઘડપણુ કે મરણુ આવનાર જ નથી એમ સમજી વિદ્યા અને અર્થનું ચિન્તન કરવું. સરસ્વતીની ૧૦ વીણાના અવાજના જેવી કામળ વાણીથી આ પ્રમાણે કહીને તે સુલક્ષણા (સુંદરી) નિવૃત્ત થઇ-શાંત ઊભી રહી. મંત્રીએ સર્વે દેશના કમઁસ્થાયાને વિષે એ જ રીતિ શરૂ કરી. બધું થાડા જ દિવસમાં તૈયાર થઇ ગયું. મંત્રી ધેાળકે ' ગયેા. કેટલેક દિવસે વધામણી ખાનાર મનુષ્ય આવ્યે ( અને ખેલ્યા કે ) હે દેવ ! ‘ આખુ ’ગિરિ ઉપર નેમિનું ચૈત્ય તૈયાર થજી ગયું છે. અંતે ભાઇએ ખુશ થયા. ફરીથી ત્યાં તેઓ સંધ સહિત પ્રાસાદની પ્રતિષ્ઠા માટે ગયા. ત્યાં ‘જાવાલિપુર'થી શ્રીયશાવીર નામે ભંડારી કે જે સરસ્વતીકંઠાભરણરૂપે પ્રખ્યાત હતા તેને ખાલાવ્યા એટલે તે આવ્યા. સાક્ષાત્ ન્યાય, વિક્રમ અને વિનય જાણે એકત્ર મળ્યા હાય તેમ વસ્તુપાલ, તેજ:પાલ અને યાવીર ભેગા મળ્યા. ૮૪ રાણા, ૧૨ મંડલીક, ૪ મહીધર અને ૮૪ મહાજને એમ સભા થઇ. તેવારે વસ્તુપાલે યાવીરને કહ્યું કે હે ભંડારી ! વત્સરાજના યોગ ધરાયણની જેમ તમે રાજા ઉદ્દયસિંહના મંત્રી છે. સ્વસ્થાનમાં રહી અમે તમારી સ્તુતિ સાંભળી છે જેમકે મધ્યમાં શુન્ય એવાં બિન્દુએ નકામાં છે, પરંતુ તમે એક આગળ થતાં તે સંખ્યાવાળાં અને છે. હું યશાવીર ! વિધાતા તમારી કીર્તિને ચંદ્ર ઉપર લખવા જાય છે તા પહેલા બે અક્ષરા પણુ ત્રિભુવનમાં સમાતા નથી. એ જ કારણથી અમારૂં અંતઃકરણ સર્વદા આપના દર્શન માટે ઉત્કંઠિત રહેતું હતું. હાલ આપની સંગતિ રૂડી રીતે પ્રાપ્ત થઇ. તે પણ વિશેષે કરીને નૈમિની દૃષ્ટિ આગળ. ત્યાર બાદ યોાવીરે કહ્યું કે શ્રીથી યુક્ત કર્ણ—પરંપરાથી આવેલ આપના કલ્યાણની કીર્તિ સાંભળીને પ્રીતિ પામેલ એવું અમારૂં મન આપના દર્શન માટે આતુર હતું. સાંભળીને સદા ખાતરી ૨૫ ૧ વધામણીએ. ૧૨ ૧૫ ૨૦ ૩૦ Page #230 -------------------------------------------------------------------------- ________________ UZU ] ચતુર્વિશતિપ્રબન્ધ કરનારી અને સરલતાને લીધે પાતે જોયેલ (વસ્તુ) ઉપર (જ) વિશ્વાસ રાખનારી એવી આ ષ્ટિ દાક્ષિણ્યના અદ્વિતીય નિધાનરૂપ આપને જોવા ઉત્કંઠા ધરાવતી હતી. ઇત્યાદિ વાર્તા ચાલી. પ્રાસાદ અને બિંખની પ્રતિષ્ઠાના ઉત્સવ થયા. હજારમાં એક એક દિવસ શ્રાવસ્તુપાલે ચૈત્યનાં દૂષણ અને ભૂષા વિષે યશાવીરને પૂછતાં તેણે કહ્યું કે હે દેવ ! શાભદેવ સૂત્રધાર સારા છે. તેથી એ યેાગ્ય જ છે કે એણે અખાને કીર્તિસ્તંભ ઉપર બેસાડી છે અને એક આંગળી ઊંચી કરીને તેને રાખેલી છે. તે ક્રર્મકર તે દ્રવ્યના લેાભી છે. અહીં તમારી માતાની મૂર્ત્તિજીએ જેથી દાતા દુર્લભ છે ( એ વાત સિદ્ધ થાય ). સામાં એક શૂરવીર જન્મે છે, પંડિત જન્મે છે અને લાખેામાં એક વક્તા જન્મે છે; પરંતુ દાતા તેા હાય પણ ખરા અને ન પણ àાય. ત્યાદિ શું કહેવું ? પ્રાસાદ ઉત્તમ છે, પરંતુ દાષા પણ છે. (1) પ્રાસાદની અપેક્ષાએ સેાપાન (બહુ) કાં છે. (૨) થાંભલા ઉપર જે બખે છે તે આશાતનાના ભાજન થશે. (૩) દ્રારના પ્રવેશે વાધનાં રૂપે। પૂજાની અલ્પતા માટે થશે. (૪) જનની પાછળ પૂર્વજોનું આરેપણુ (કરાયેલું) હાવાથી પાછળ થનારાની ઋદ્ધિને નાશ થશે. (૫) આકાશમાં જૈન મુનિની મૂર્તિનું આરેાપણુ (કરાયેલું) હાવાથી તમારા પછી દર્શનની પૂજા અલ્પ થશે. (૬) ગૃહલી કૃષ્ણ હાઇ મંગલકારી હિ નીવડે. (૭) ભારપદ બાર હાથ લાંબા ડ્રાઇ કાલાંતરે એવા પ્રાપ્ત નહિ થાય કે જે વિનાશ થતાં આવે! મૂકી શકરો. આ પ્રમાણે સાંભળીને સાચું માની કાએ ક્રોધ કર્યાં નહિ. ભવિતવ્યતાને પ્રતીકાર નથી એવા (ઉલટા) નિશ્ચય કરાયા. વિક્રમાદિત્યની પેઠે વિવિધ દાનેા વડે પેાતાના મહિમાના પ્રકાશ કરી, લેાકને પાતપાતાને સ્થાને વિસર્જન કરી પરિજન સહિત તે (મંત્રી) ‘ ધાળકે ’ જઇ પ્રભુને નમીતે સુખે રહેવા લાગ્યા. આ તરફ શ્રીવીરધવલને બે પુત્રા હતા. એક વીરમ અને ખીજો વીસલ. તેમાં જુવાન હાઇ વીરમ કે જે વર્ષાકાળમાં અકસ્માત્ ઉપર પડતી વીજળીને ઉદ્દેશીને પણ તરવાર ખેંચતા તે શૂરવીરામાં મુખ્ય ગણાતા. તે એક દિવસ એકાદશીના પર્વને વિષે ધાળકા'માં એક વૃક્ષ આગળ ગયા. તે પર્વમાં એવી રીતિ હતી કે ઝાડની નીચે સર્વે વૈષ્ણુવા ૧૦૮ મેટર કે આમળાં કે મ્મમૂકે. વીરમે ૧૦૮ દ્રુમ્મ ૧૩ ૧૦ ૧૫ २० ૨૫ ૩૦ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રીરાજશેખરસૂરિકૃત [ થવસ્તુપારમૂક્યા. તે જ સભામાં હાજર) રહેલા એક વાણીઆએ ૧૦૮ આબુ મૂક્યાં. (તે જોઈને) વીરમે તેના ઉપર તરવાર બચી. રે, અમારાથી તું અધિક કરે છે એમ બોલતા તે તે વાણીઆને મારી નાંખવા માટે દેડ. વાણુઓ નાસીને વિરધવલ બેઠે હતો તે સભામાં દાખલ થયે. (ત્યાં) કેલાહલ થઈ રહ્યો. વરધવલે પરંપરા જાણી. તેણે વાણીઆના દેખતાં વીરમને બેલાવી ધમકાવ્યો (1) કે એ તારાથી અધિક કરે તેની તારે શી પંચાત ? શું અમારે ન્યાય તું જાણતો નથી દૂર થા. ફરીથી મારી દષ્ટિ સમક્ષ આવીશ નહિ—મને ફરી મેં ન બતાવીશ. વાણીઆ (ત) મારા જંગમ કાશ છે; (એથી) મારા જીવતાં એમને કાણુ પરાભવ કરનાર છે ? એમ કહીને તેણે તેને "વીરમગામ' નામના પાસેને ગામમાં રખાવ્યો. તે તે કેણિક કુમારની તેમજ કંસની પેઠે પિતાને વિષે દ્વેષ ધારણ કરતે જીવતાં (છતાં) પોતે મુએલો હોય તેમ રહ્યો. વિસલ તે રાણા શ્રીવીધવલ તેમજ શ્રીવાસ્તુપાલનો માનીતો હતો. એવામાં શ્રીવરધવલને જેની ચિકિત્સા ન થઇ શકે એ રોગ થયો. ૧૫ તેવારે પિતાના સહાયક વડે બળવાન થઈ વીરમ રાજ્ય (લઈ લેવા) માટે રાણાને મળવાને બહાને બાળકે આવ્યા. તે જ સમયે શ્રાવસ્તુપાલે તેને દુષ્ટ આશયવાળો જાણીને પ્રત્યુત્પન્ન મતિથી ઘોડા, હાથી, સોના વગેરેને વિષે પરમ આપ્ત મનુષ્યો વડે ઉત્તમ યત્ન કર્યો. વીરલનું કંઈ ચાલી શક્યું નહિ. તે ધોળકા'માં જ પોતાના મહેલમાં રહ્યો. ત્રણ દિવસ પછી વરધવલ સ્વર્ગ ગ. લેક શોકસાગરમાં પડ્યા. ઘણાએ ચિતારોહણ કર્યું. પરિજન સહિત કાષ્ટભક્ષણ કરતા મંત્રીને બીજા મંત્રીઓએ રોક્યો અને કહ્યું કે હે દેવ ! તમે છો તે રાણપાદ પિતે જીવતા હોય એમ જણાય છે. તમે પરલેક પામતાં ચાડી આઓના મનોરથ પૂર્ણ થશે અને “ગૂર્જર” ભૂમિ ગઈ એમ જાણજે. તે ઉપરથી ૨૫ મંત્રી મરી ન ગયે. ઉત્થાપનને દિવસે મંત્રી શ્રીવાસ્તુપાલે સભા સમક્ષ કહ્યું કે બીજી ઋતુઓ ક્રમપૂર્વક આવે છે અને જાય છે, પરંતુ આ બે ઋતુઓ (એવી જોડાઈ ગઈ છે કે તે કદાપિ ક્રમપૂર્વક) ન આવતાં નાશ ન પામે એવી થઈ છે. વીર વિરધવલ વિના મનુષ્યોનાં નેત્રમાં વર્ષો અને હૃદયમાં ગ્રીષ્મ (પ્રકટેલ છે). અત્યંત નિઃશ્વાસ નાંખી બધાં પિતાને સ્થાને ગયાં. વીધવલના મરણ પછી તેનું રાજ્ય લઈ લેવાની ઇચ્છાવાળો વિરમ તૈયાર થઈ જેવો ઘર બહાર નીકળવા જતો હતો તેવામાં શ્રાવસ્તુપાલે વીસલ કુમારને રાજ્ય બેસાડ્યો. વીસલદેવ એવું નામ Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રયા ] ચતુર્વિશતિપ્રમન્ય ૧૫ પ્રસિદ્ધ કરાયું. આપ્ત મનુષ્યા દ્વારા રાજ્યનાં સર્વ અંગેાની રક્ષા કરાવી. તે વીસલને લઇ ઉત્તમ ઘેાડાના ૧ખુરપુટ વડે ક્ષુણ્ણ બનેલ ભૂમિપીઠ ઉપરથી ઉછળતી રજના સમૂહ વડે આકાશને ભ્યાસ કરતા અને રાજયના ક્રૂર તરવાર, શલ્ક અને ભાલાનાં કરણાથી સૂર્યનાં કિરણાને અમણાં પ્રકાશિત કરતા તે વીરમની સામે ગયા. ભીષણ યુદ્ધ થયું. પેાતાના બળને માટે અવકાશ નથી એમ માની વીરમ નાસીને પોતાના સસરા રાજા ઉદયસિંહુ વરે અધિષ્ઠિત જાવલપુર' ભણી ગયેા. ચતુરાથી તેને આશય જાણીને મંત્રીએ સેળ યાજન જાય તેવા પુરુષાને ઉદયસિંહ પાસે મેાકલ્યા અને કહેવડાવ્યું કે રાજા સાથે દુશ્મનાવટ રાખનારા આને જો તમે જમાઇના સંબંધથી તમારે ત્યાં આશ્રય આપશે તે તમારૂં રાજ્ય નહિ રહે તેમજ તમે જીવતા પણ નહિ રહેશે; (વાસ્તે) એને મારી જ નંખાવશે. ત્યાર બાદ વીરમ ‘ાવાલિપુર’ના ઉદ્યાનમાં પહોંચ્યા ત્યારે થાક લેતા, અંગરક્ષિકાને ઉતારતા અને આળસ મરડતા (?) એવા તેના શરીરને ઉદ્ભયસિંહે નીમેલા બાણાવલિઓએ સેંકડા બાણા વડે ચાલણી જેવું કરી નાંખ્યું. (અને એથી) એ ત્યાં મરણ પામ્યા. ઉદયસિંહે તેનું મસ્તક વીસલદેવને મેાકલી આપ્યું. તેથી વીસલદેવનું રાજ્ય નિષ્કંટક બન્યું. જેટલું (રાજ્ય) વીરધવલે કબજે કર્યું હતું તેનાથી (વીસલદેવનું) જરા પણ ન્યૂન ન હતું, કિન્તુ પ્રસાર વધવાથી વીસલે શ્રીવસ્તુપાલને લધુ રૂપે જોયા. જેમ જેમ પુરુષ સંપત્તિઓના અગ્ર ભાગે ચઢતા જાય છે તેમ તેમ તે મેાટાઓને પણ નાના તરીકે જુએ છે. રાજાએ નાગડ નામના બ્રાહ્મણને પ્રધાન બનાવ્યેા. (પેલા) એ મંત્રીએને કેવળ લધુ શ્રીકરણ આપ્યું. રાજાને એક સમરાક નામે પ્રતીહાર હતા. તે સ્વભાવે નીચ હતા. પહેલાં અન્યાય કરતા એવા તેને મંત્રી શ્રીવસ્તુપાલે પીડા કરી હતી. અવકાશ મળતાં તેણે રાજાને કહ્યું કે આ એની પાસે અનંત ધન છે તે તમે માગા. રાજાએ પણ તેમને ખેલાવી કહ્યું કે ધન આપે!. તેમણે કહ્યું કે ‘શત્રુંજય' વગેરે (સ્થળેા)માં દ્રવ્ય ખર્ચી નાંખ્યું હાવાથી અમારી પાસે દ્રષ્ય નથી. રાજાએ કહ્યું કે તે દિવ્ય આપે (કરા ?). મંત્રીઓએ કહ્યું કે આપને જે દિવ્ય ગમે તેની આજ્ઞા આપે. રાજાએ ઘટસર્પ આગળ ધર્યાં. લવણપ્રસાદ તેવારે જીવતા હતેા. તેણે એ અકૃત્યના નિષેધ કર્યાં, પરંતુ નવીન ગર્વને લીધે રાજાએ તેનું વચન કાને ધર્યું નહિ. તેવારે ૧ ખરી. ૨૧૫ ૧૦ ૨૦ ૨૫ ૩. Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખરસૂરિષ્કૃત [ શ્રીવસ્તુપાઇ સામેશ્વરે વીસલને એક કાવ્ય કહ્યુંઃ હું સમીર ! એક માસમાં જ માંસલ પાટલના સુવાસના બ્યાલેાલ (?) ભ્રમરાથી આ મેટા પ્રભાવને પામીને અરેરે, તેં શું કર્યું ? જેમણે અંધારાના નાશ કર્યાં છે એવા સૂર્ય અને ચન્દ્રના દૂરથી તિરસ્કાર કરી તેમને ઢાંકી દઇ તેમને સ્થાને આકાશમાં પગના સ્પર્શને લાયક રજતેતે સ્થાપી રાજાએ દિવ્ય માંડી વાળ્યું. ત્યાર બાદ ક્રાઇક વાર મંત્રી ‘ધોળકા'માં વસતા હતા ત્યારે (ત્યાં) એક પૌષધશાળા હતી. તેના ઉપરના પુંજો વાળીને એક ક્ષુલ્લક નીચે નાંખતા હતા. તેમના અજ્ઞાનથી તે પુંજો વીસલદેવ સિંહુ નામને મામા જે વાહન ઉપર આરૂઢ થઇ નીચે શેરીમાંથી જતા હતા તેના માથા ઉપર પડયો. (તેથી) તે ગુસ્સે થયા. અંદર આવીને લાંખા તર્જનથી તેમને પીઠ ઉપર સખત પ્રહાર કરી ‘જે મને જે ુઆકને કે જેનું નામ સિંહુ છે અને જે રાજાના મામે થાય છે તેને તું શું નથી જાણતા' એમ ખેલતા તે પોતાને ઘેર ગયા. તે વૃત્તાન્ત મધ્યાહને વસ્તુપાલને ભાજનની શરૂઆતમાં તેને પહેલા જ કાળીએ મેાંમાં મૂક્યો તે વેળાએ ક્ષુલ્લકે આવીને રડતાં રડતાં પેાતાની પીઠ ઉઘાડી ક્થા. જમ્યા વિના જ ઊભા થઇને મંત્રીએ ક્ષુલ્લકને ધીરજ આપી પ્રસ્થાપન કરીને શાળામાં માકલી આપ્યા. ત્યાર બાદ તેણે પાતે પેાતાના પગ્રિડને કહ્યું કે હે ક્ષત્રિયેા! તમારામાં એવા કાઇ છે કે જે મારા મનની બળતરાને શાંત કરે ? તેમાંથી ભૃણપાલ નામના એક રાજપુત્રે કહ્યું કે હે દેવ ! મને આજ્ઞા આપે. પ્રાણ આપતાં પણ આપના પ્રસાદરૂપે ઋણુથી અમે મુક્ત ન થઇ શકીએ. તેને એકાંતમાં લઇ જઇ મંત્રીએ ગુપ્ત રીતે કાનમાં કહ્યું કે તું જા અને ‘જેઠુઆ’ વંશના સિંહ (નામના) રાજાના મામાના જમણા હાથ કાપીને મારી પાસે આવ. ‘તે પ્રમાણે કરીશ' એમ કહીને તે રાજપુત્ર એકલા મધ્યાહ્નના સમયે સિ'હુના ધરના દ્વારે (જ૪) ઊભા. તેવામાં રાજકુળથી સિંહુ આવ્યેા. ૨૫ રાજપુત્રે આગળ જને નમન કરી સહુને કહ્યું કે મંત્રી વસ્તુપાલે મને તમારી પાસે ક્રાઇક ગૂઢ કાર્ય માટે મેાકલ્યા છે. તેથી આ તરફ આવીને કૃપા કરી તે અવધારેા. એમ કહેવાયેલા તે કંઇક જઈને પરાસ્મુખ થઇ જેવા વાત સાંભળવા પ્રયત્ન કરતા હતા તેવામાં મંત્રીના ( પેલા ) સેવકે સિનેા હાથ પેાતાના હાથમાં લઇને એકદમ છરી વડે કાપી નાંખ્યા. તે છેદેલા હાથને લઇને ‘હું વસ્તુપાલના નેાકર છું, ફરીથી શ્વેતાંબરા પરભાવ કરો' એમ ખેલતા તે ભ્રૂણપાલ પગના બળથી નાસીને મંત્રી પાસે આવ્યા અને તેણે સિહુના હાથ બતાવ્યા. મંત્રીએ તેની ૧૬ ૫ ૧૦ ૧૫ २० Fo Page #234 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશતિપ્રબન્ય ૨૧૭ તારીફ કરી. તેણે તે હાથને પિતાના મહેલના અગ્ર ભાગ ઉપર બાંધ્યો અને પોતાના માણસને અત્યંત આત પુરુષને ઘેર મૂક્યા. (પછી) તેણે પિતાના પરિગ્રહને કહ્યું કે જેને જીવનની આશા ( ઇચછા) હેય તે પિતાને ઘેર જાય, અને લાંબા કાળ જીવે; (કેમકે) અમે પરાક્રમી સાથે વેર ઉપાર્જન કર્યું છે. મરણ હાથમાં રહેલું છે. જીવનને વિષે સંદેહ છે. તે સર્વેએ કહ્યું કે દેવની સાથે મરણ અને જીવન છે. આ અમે રહ્યા. એ માટે નિશ્ચય જાણો. ત્યાર પછી દરવાજા બંધ કરીને માણસે વડે પોતાની જાતને આત કરી તે પિતે તૈયાર થઈ પિતાના મહેલ ઉપર ભા, બખ્તર અને ધનુષ્ય લઈ ઉભે રહ્યો. ત્યાર બાદ સિંહને પણ બાંધવ વગેરે માટે પરિવાર મળ્યો. તે સર્વેએ કહ્યું કે જઈને શ્રીવાસ્તુ. - ૧૦ પાલને પુત્ર, પશુ અને બાંધવ સહિત અમે હણીશું. એ પ્રમાણે પ્રતિજ્ઞા કરવામાં આવી. “જેઆક'નું લશ્કર ચાલ્યું. જેવું તે કલકલ કરતું રાજમંદિર આગળ આવ્યું ત્યારે એક મોટી વયના માણસે કહ્યું કે આ વૃત્તાંત રાજાને જણવાય તે સારું. આપણે એકાએક કાર્ય કરીએ તેથી તે (પછી) ગુસ્સે ન થાય. તે ઉપરથી તેમણે તે રાજાને જણાવ્યું. ૧૫ (એ) વાત જાણી વિચારીને રાજાએ કહ્યું કે કેઈ અપરાધીને વસ્તુપાલ જરા પણ પીડા કરતું નથી, (વાસ્તે) તમે અન્યાય કર્યો હશે. તેમણે કહ્યું કે મંત્રીના ગુરુને પીડા કરવામાં આવી છે. (રાજાએ કહ્યું કે, જો આમ કરાયું છે તે હવે અહીં જ છે. અમે પિતે જે યોગ્ય હશે તે કરીશું. ત્યાર બાદ તેણે સોમેશ્વરદેવને પૂછયું કે હે ગુરુ ! અહીં શું વ્યાજબી છે? ગુરુએ ૨૦. કહ્યું કે મને તેમની પાસે મોકલે. તેણે તેને મોકલ્યો. તે મંત્રીના મહેલને દરવાજે પહોંચ્યા. મંત્રીની રજાથી મંત્રી પાસે પહોંચેલા પુરોહિતે કહ્યું કે હે મંત્રી ! આ અ૫ કાર્ય (વાત)ને વિષે આપે કેટલું કર્યું છે? જેકે ભેગા મળ્યા છે. રાજા પણ તેને ભાણેજ થાય છે. તમે ગુસ્સો શમા જેથી સંધિ કરવું. ત્યાર બાદ મંત્રીશ્વર બેલ્યો કે શું ૨૫ મરણની બીક છે ? છત થતાં લક્ષ્મી મળે અને મરણ થતાં સુરાંગના મળે. શરીર ક્ષણમાં નાશ પામે તેવું છે. તે મરણ અને યુદ્ધને વિષે શી ચિન્તા ? પરંતુ ગુરુનું (થયેલું) અપમાન સહન કરવું મુશ્કેલ છે. હવે શો વ્યાપાર બાકી છે ? ખાધું, પીધું, દીધું, લીધું અને ભોગવ્યું. ગમે ત્યારે ગમે તેમ કરવાનું (તે) છે જ. (તે પછી) આ પ્રમાણે ૩૦ આજ મરણ છે. જીવનના અદ્વિતીય ફળરૂપ અને ઉદ્યમ વડે મળેલી એવી કીર્તિ પ્રથમથી જ જેમણે લૂંટી છે તે મનસ્વીએ શરીરરૂપ પરાળ૨૮ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી રાજશેખરસુરિત [ ધોવસ્તુપાઇનું શા માટે પાલન કરે ઇત્યાદિ વચનેથી મંત્રીને મરણ માટે નિશ્ચય કરેલો-મરણીઓ થયેલ જાણીને ગુરુએ જઈને રાજાને કહ્યું કે હે રાજેન્દ્ર! આ ઝઘડામાં મંત્રી મરશે. તે આગળ પણ યુદ્ધમાં શરીર હાઈ તે તે સ્થાનમાં તેણે જ્યોનો વર મેળવ્યો છે એ કહેતાં પાર આવે તેમ નથી. વળી શરીરનું જીવન (તેને મન) તૃણ છે એવું વચન હેવાથી આવા સુભટને કેઈ વિષમ કાર્યમાં આગળ ધરી હણુવો, નહિ કે નકામ. (વળી) એણે આપ ઉપર ઘણી રીતે ઉપકાર કર્યો છે. વિશેષમાં શું એ સ્વામી છે કે જે પિતાના જૂના સેવકના બે ત્રણ અપરાધને સહન કરતો નથી? (આપ આમ કરશે તે) અમારા જેવાના મનમાં પણ આપને માટે કેવી આશા રખાશે? ઈત્યાદિ મજબૂતપણે કેમળ અને સારભૂત વચન કહીને તેણે રાજાને (પિતાને) હાથ કર્યો. કહ્યું પણ છે કે વેલ, રાજાનું ચિત્ત, વ્યાખ્યાન, જળ અને નારીઓને દૂર્વો જ્યાં દેરી જાય ત્યાં તે સદા વર્તે છે. રાજાએ કહ્યું કે મંત્રીને ધીરજ આપી (તેને) સન્માન કરી તેને (અહીં ) લાવો. ગુરુ ત્યાં ગયો. રાજાએ કહેલું કહીને તે મંત્રીને લઈ આવ્યા, પરંતુ તે (મંત્રી) બખ્તર પહેરીને જ તેને મળ્યો. રાજાએ તેણે (કરેલા) વિવિધ ઉપકાર યાદ કરાવી આર્ટ નેત્ર અને મનથી પિતાની જેમ મંત્રીને શાંત પાડો. તેણે મામાને (તેને) પગે લગાડવો. મંત્રીએ પેલો સિંહને છેદાવેલે હાથ (તેણે) લેકને બતાવ્યો અને ઘણું રાજલક સમક્ષ શબ્દ ઉચ્ચાર્યો કે જે મંત્રીના દેવ અને ગુરુને હણશે તેને હું જાન લઈશ. એમ કહીને વીસલદેવે જિનમતનું તેમજ મંત્રીનું ગૌરવ વધાર્યું. હવે વિક્રમાદિત્યથી ૧૨૯૮ મું વર્ષ પ્રાપ્ત થયું. શ્રીવાસ્તુપાલ તાપરૂપ રોગના કષ્ટથી પીડા પાપે. તે વેળા તેણે પુત્ર અને પૌત્ર સહિત તેજ:પાલને તેમજ પોતાના પુત્ર જયન્તસિંહને કહ્યું કે હે વત્સ ! સંવત ૧૨૮૭ મા વર્ષે ભાદરવા વદ ૧૦ ને દિને “માલધારી” શ્રીનરચન્દ્રસૂરિએ પિતાના સ્વર્ગગમનના સમયે અમને કહ્યું હતું કે હે મંત્રી ! આપનું સ્વર્ગગમન ૧૨૯૮માં વર્ષમાં થશે. તેઓ વચનસિદ્ધિથી સંપન્ન હેવાથી તેમનાં વચન ફરતાં નથી. તેથી અમે “શત્રુંજયે” જઈશું જ. ગુરુએ વૈદ્ય, યુગાદશનું પ્રણિધાન એ રસાયન અને સર્વ જી પ્રતિ દયા એ પથ્થ. એ બધાં મારા સંસારરૂપ રોગના નાશ માટે થાઓ. મેં લક્ષ્મી મેળવી છે, સુખને સ્પર્શ કર્યો છે, પુત્રોનું મુખ જોયું છે, અને જૈન દર્શનની પૂજા કરી છે. (એથી) મને મરણને ભય નથી. કુટુંબે તે ૨૫ Page #236 -------------------------------------------------------------------------- ________________ vas ] ચતુર્વિતિપ્રબન્ધ ૧૯ (વાત) માની. “શત્રુંજયે જવાની સામગ્રી તૈયાર થઇ. આંસુ સહિત વીસલદેવે મંત્રીને રજા આપી મોકળો કર્યો અને તે કેટલાંક પગલાં મૂકવા ગયો. ત્યાર બાદ મંત્રી જાતે નાગડ મંત્રીને ઘેર ગયો. તેણે તેનો આસન વગેરે દ્વારા સત્કાર કરી ખાસ કામ પૂછયું એટલે મંત્રીએ કહ્યું કે અમે ભવાંતરની શુદ્ધિ માટે વિમલગિરિ તરફ જઈએ છીએ. આપે આ પ સરળ જૈન મુનિઓનું (કિલષ્ટ લેકેથી) રક્ષણ કરવું, કેમ કે આ ગૂર્જરેનું રાજ્ય વનરાજથી માંડીને (આજ પર્યત) જેન મંત્ર (મંત્રી)ના સમુદાય વડે સ્થપાયેલું છે તે હકીકત) તેના પીને આનંદ આપતી નથી એ જાણજે. મંત્રી નાગડે કહ્યું કે હું ભક્તિથી શ્વેતાંબરોનું ગૌરવ કરીશ, તમે ચિન્તા કરશો નહિ. તમારું કલ્યાણ છે. એ પ્રમાણેનાં ૧૦ વચનોથી તેણે તેને સંતોષ પમાડ્યો. ત્યાર બાદ વસ્તુપાલ ચાલ્યો. તે અંકેવાલિઆ' ગામ સુધી પહોંચે. ત્યાં શરીરને અત્યંત શિથિલ (બનેલું) જોઈ તે થોભો. સાથે આવેલા સૂરિઓએ ત્યાં તેની નિયમણ કરાવી. મંત્રીશ્વરે પણ બધું સમાધિપૂર્વક સાંભળ્યું, અને તેના ઉપર શ્રદ્ધા રાખી. અનશન અંગીકાર કર્યા બાદ એક યામ વ્યતીત થતાં તે પિતે ૧૫ બો કે મેં મારરૂપ અદ્વિતીય સારવાળા સજજનોને યાદ રાખવા ગ્ય એવું કશું સુકૃત કર્યું નથી. એમાં (?) એકલી જ ઉમર (એમને એમ) ગઈ. જિનશાસનની સેવાથી મેં જે પુણ્ય ઉપાર્જન કર્યું હોય તેનાથી મને ભવે ભવે જિનશાસનની સેવા જ છે. રાગીને વિષે જે સ્ત્રીઓ વિરાગી છે તેને કોણ ચાહે ? જે વિરાગીને વિષે રાગી છે એવી ર૦ મુક્તિને હું ચાહું છું. જ્યાં સુધી મને મેક્ષ મળે ત્યાં સુધી ભવે ભવે મને શાસ્ત્રનો અભ્યાસ, જિનેશ્વરની સ્તુતિ, સદા આર્યો સાથે સંગતિ. સચ્ચારિત્રવાળાના ગુણોના સમુદાયની કથા, દેષ કહેવામાં મૌન, સર્વને પ્રિય અને કલ્યાણકારી વચન અને આત્મ-તત્વને વિષે ભાવના હો. એમ બોલતા જ જૈન શાસનરૂપ ગગનના ફાંગારરૂપ ચન્દ્રના સમાન શ્રીવાસ્તુપાલને ૨૫ અસ્ત થઈ ગયો. તે વખતે નિર્ઝન્થાએ પણ ઊંચે સ્વરે રુદન કર્યું. (તે પછી) બાંધવાની તે શી વાત (કરવી) મંત્રી સ્વર્ગે જતાં શ્રી વર્ધમાનસૂરિએ વૈરાગ્યથી “આંબિલ વર્ધમાન” તપ કરવું શરૂ કર્યું. તેઓ મરીને શંખેશ્વરના અધિષ્ઠાયકરૂપે ઉત્પન્ન થયા. તેમણે મંત્રીની ગતિ વિચારી પણ તે જાણવામાં આવી નહિ. તે ઉપરથી “મહાવિદેહ માં જઈ સીમં. ધરને નમીને તેણે પૂછ્યું. (સીમંધર સ્વામીએ કહ્યું કે આ જ વિદેહ'માં “પુષ્કલાવતી'માં પુંડરીકિણું” નગરમાં તે કુ ચન્દ્ર Page #237 -------------------------------------------------------------------------- ________________ ૫ શ્રી જશેખરસૂરિકૃત [ છીeતુપરરાજા થયો છે. એ ત્રીજે ભવે મોક્ષે જશે. અનુપમદેને છવ તે અહીં જ પૂર્વ કેટિના આયુષ્યવાળી શેઠની પુત્રી(રૂપે અવતરેલ છે અને એ) આઠ વર્ષની થતાં મેં એને દીક્ષા આપી છે. અત્તમાં તેને કેવલજ્ઞાન અને મેક્ષ (મળશે). એ સાધ્વી વ્યંતરને બતાવી. ત્યાર બાદ તે વ્યંતરે અહીં આવી એ બેની ગતિ પ્રસિદ્ધ કરી. ત્યાં તેજ:પાલે વિલાપ કર્યો કે કુમુદાકરને આનંદ, સમુદ્રની વૃદ્ધિ અમૃત ઝરતા પ્રકાશ વડેચકારરૂપ વનિતાનાં નેત્રકમલને આનંદિત કરવાં, એ સર્વને તિરસ્કારથી અનાદર કરીને હૃદય વિનાને રાહુ ત્રણ જગતની લક્ષ્મીના લલાટને વિષે તિલકસમાન ચન્દ્રને અરેરે ગળી ગયો. જયન્તસિહે કહ્યું કે કેવલ ખઘાત જેટલા (જ) પ્રભાવાળા કેટલાએ વિવિધ તારાઓ આકાશના અંતરાલને શું ચમકાવતા નથી ? (પરંતુ) એક પેલા ચન્દ્ર વિના આજે બધી દિશાઓ મલિન વદન વહન કરે છે. કવિઓએ કહ્યું કે અમને એમ લાગે છે કે હે વિધાતા ! તું મદ મતિવાળાની સીમા છે--મૂર્ખને સરદાર છે. સેવાના અભિલાષીઓ સાથે (તારે) વેર હોવાથી તે વરેચન, સાતવાહન, બલિ, શ્વેત, અન્જ, ભેજ વગેરે કે જે વિશ્વના જીવનરૂપ હતા તેમને તે ક૯પના અંત પર્યત જીવતા ન રાખ્યા અને માર્કડ, ઘુવ અને લોમશ મુનિએને પુષ્કળ આયુષ્યવાળા બનાવી તૃપ્ત કર્યા. લેકાએ કહ્યું કે અમે શું કરીએ ? કેને ઠપકે આપીએ? કોનું ધ્યાન ધરીએ? કેની સ્તુતિ કરીએ? કેની આગળ દુઃખથી મલિન એવું અમારું મેહું હવે બતાવીએ? દેવગે અરેરે આંગણામાં રહેલું કલ્પવૃક્ષ સુકાઈ ગયું, ચિન્તામણિ ચૂર્ણ () થઈ ગયું, કામધેનુ ક્ષીણ થઈ ગઈ અને કામકલશ ભાંગી ગયો. પછી તેજપાલે અને જયન્તસિંહે “શનું જયના એક પ્રદેશમાં મંત્રીના દેહને (અગ્નિીસંસ્કાર કર્યો. તેમણે સંસ્કારભૂમિની પાસે “સ્વર્ગારોહણ” નામને પ્રાસાદ બનાવ્યો કે જેને તેમણે નમિ અને વિનમિથી યુક્ત રાષભ વડે સનાથ કર્યો. લલિતાદેવી અને સેવૂ (એ) બે મંત્રિણીઓ અનશનપૂર્વક મરણ પામી. શ્રી તેજપાલ તે અનુપમા સાથે મધ્યમ વ્યાપાર અને ભેગ યુક્ત બની લેશથી પણ તે જ પ્રકારે દાન આપતે ૧૭૮૦મે વર્ષે સ્વર્ગે ગયે. ધીરે ધીરે શ્રીજયન્તસિંહ પણ પરલેક પામ્યો. શ્રી અનુપમાએ પણ તપશ્ચર્યાથી કલ્યાણકારી સ્વર્ગ મેળવ્યું. શ્રીવાસ્તુપાલ અને તેજપાલ (એ) બેનાં ધર્મસ્થાનોની ગણત્રી કરવા કણિ સમર્થ છે ? તેમ છતાં ગુરૂમુખે સાંભળેલું કંઈક અમે લખીએ છીએ ૧ અનુપમા દેવી. ૨ માર્કય (). Page #238 -------------------------------------------------------------------------- ________________ XT ] ચતુર્વિશતિપ્રમન્ય તેમણે સવા લાખ જિનબિંષા કરાવ્યાં. ૧૮ કરોડ અને ૯૬ લાખ દ્રવ્ય શ્રી‘શત્રુંજય' તીર્થ ઉપર, ૧૨ કરોડ અને ૮૦ લાખ શ્રી‘ઉજયંત' ઉપર તેમજ ૧૨ કરોડ અને ૫૩ લાખ ‘આબુ' ગિરિના શિખર ઉપર (આવેલ) ‘ભૂણિગ’વસતિમાં ખરચાયું. ૯૮૪ પૌષધશાળા કરાવવામાં આવી. પ્રત્યેક સૂરિને બેસવા માટે આપવાને ૫૦૦ દંતમય સિંહાસના કરાવાયાં. શ્રીકલ્પની વાચના-સમયે માંડવા માટે ૫૦૫ જાદરમય સમવસરણા કરાવાયા. ૭૦૦ બ્રહ્મશાળા, ૭૦ સત્રાગાર, ૭૦૦ તપસ્વી અને કાપાલિક્રાના મઠ તેમજ સર્વને માટે ભેજન, ભિક્ષા વગેરે (માટે) દાન કરાયું. ૩૦૦૨ મહેશ્વરાયતને અને ૧૩૦૪ શિખરબદ્ધ જૈન પ્રાસાદા. ૨૩ (સા) જીણું ચૈત્યના ઉદ્ધાર કરાયા. ૧૮ કરોડ ખરચીને ‘ ધાળકા ’, ‘સ્તંભતીર્થ’, ‘પાટણ’ વગેરેમાં ત્રણ અને અન્ય સ્થાને (?) સરસ્વતીભાંડાગારા કરાવાયા. ૫૦૦ બ્રાહ્મણા રાજ વેદના પાઠ કરતા હતા. તેમના ઘરના માણસેાને નિર્વાહ કરાતા. એક વર્ષમાં સંધની ત્રણ વાર પૂજા થતી. ૧૫૦૦ શ્રમણા રાજ ઘેર વિહરતા. ૧૦૦૦ થી અધિક ટિક અને કાપડી રાજ જમતા. સંઘપતિ થઈને લેાકેાને તેર યાત્રાએ કરાવાઇ. તેમાં પ્રથમ યાત્રામાં શય્યાપાલક સહિત ૪૫૦૦ ગાડાં, ૭૦૦ સુખાસના, ૧૮૦૦ વાહિની, ૧૯૦૦ શ્રીકરી, ૨૧૦૦ શ્વેતાંબરા, ૧૧૦૦ દિગંખરા, ૪૫૦ જૈન ગાયકા, ૩૩૦૦ મંજિતા, ૪૦૦૦ ઘેાડાઓ, ૨૦૦૦ ઊઁટા, ૧૩૪ દેવાર્યાં અને સાત લાખ મનુષ્યા. આ પ્રથમ યાત્રાનું પ્રમાણ છે. આગળ(ની યાત્રાએ માટે) તેથી અધિક સમજવું. જેમકે ૮૪ તળાવા, ૪૬૪ વાવા, ૩૨ પત્થરના કિલ્લા અને ૬૪ મસી બંધાવાયાં. એમ મન વિના લૌકિક (કાર્ય) પણ કરાયું, તેમજ ૨૪ દંતમય જૈન રથા, ૨૦૦૦ શાકટિકા અને ૨૧ આચાર્યપદે કરાવાયાં. કવિજને સરસ્વતીકુંડાભરણ ઇત્યાદિ ૨૪ બિસ્તા ખાલ્યા. દક્ષિણુ દિશામાં ‘શ્રીપર્વત’ પર્યંત, પશ્ચિમમાં ‘પ્રભાસ' સુધી, ઉત્તરમાં “કાર' પર્યંત અને પૂર્વમાં ‘વારાણસી' સુધી શ્રીવસ્તુપાલનાં કીર્તને સંભળાતાં હતાં. બધું મળીને ૩૦૦ કરોડ, ૧૪ લાખ, ૧૮ હજાર અને ૮૦૦ દ્રવ્ય પુણ્ય સ્થાનમાં ખરચાયું. યુદ્ધમાં ૬૩ વાર વિજયપદ મળ્યું, તેમના કારભાર ૧૮ વર્ષ ચાલ્યેા. વસ્તુપાલનાં ૨૪ બિરુદા. જેમકે (૧) પ્રાગ્ગાટ' જ્ઞાતિના ભૂષણ, (૨) સરસ્વતીકંઠાભરણુ, (૩) સચિત્રચૂડામણિ, (૪) કૂચલસરસ્વતી, (૫) સરસ્વતીધર્મપુત્ર, (૬) લધુ ભેાજરાજ, (૭) જેંડરાતુ, (૮) ૧ ૧૦ ૧૫ ૨૦ ૨૫ ૩. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ • ૧ શ્રી‘પ્રશ્નવાહન' કુળમાં ક્રાટિક' નામના જગપ્રસિદ્ધ ગણુમાં શ્રીમધ્યમ ’શાખામાં ‘ હર્ષપુરીય ' નામના ગુચ્છમાં, મલધારી ’ બિરુદથી જાણીતા શ્રીઅભયસૂરિના સંતાનીય શ્રીતિલકસૂરિના શિષ્ય શ્રીરાજશેખરસૂરિ વિજયી વર્તે છે. મુગ્ધ જાતે મેષ (પમાડવા)ની અભિલાષાવાળા તેણે મૃદુ ગદ્યો દ્વારા આ મુગ્ધ પ્રબન્ધકાશ રચ્યેા કે જે જિનપતિના મત પર્યંત જયવંતા વર્તા, વળી ‘ કટ્ટારવીરદુઃસાધ' વંશને વિષે મુગટ સમાન, રાજાના સમૂહ વડે જેના ગુણે ગવાયા છે એવા તેમજ બમ્બૂલી' પુરમાં કરાવેલાં જિનપતિગૃહેા વડે જેની કીત ઉછળી રહી છે એવા, અપ્પક સાધુના પુત્ર ગણદેવ ‘સપાદલક્ષ’ ભૂમિમાં ઉત્પન્ન થયા. તેના નક નામને પુત્ર, તેને પુત્ર દૃઢ બુદ્ધિવાળા સાઢક, તેને પુત્ર તેના કુળને વિષે તિલક સમાન સામંત જગસિહ થયા કે જેણે દુષ્કાળના દુઃખનું દળન કર્યું અને જે (એ દ્વારા) શ્રીમહમદ સાહિ તરફથી ગૌરવ પામ્યા. તેને સિરિ દ્વારા ઉત્પન્ન ૨૦ થયેલા પુત્ર મહસિંહ કે જે છ દર્શનના પોષક હતા તેણે ‘દિલ્લી'માં પેાતે આપેલી વસતિમાં આ ગ્રંથ કરાવ્યા. સંવત્ ૧૪૦૫માં જેઠ માસની શુલ સાતમે રચાયેલું આ શાસ્ત્ર સાંભળનારાના અને ધ્યાન ધરનારાના સુખના વિસ્તાર કરો. इति चतुर्विंशतिप्रबन्धाः सम्पूर्णाः ॥ ૧૦ શ્રીરાજશેખરસૂરિષ્કૃત [ શ્રીવસ્તુપાઃ દાતારચક્રવર્તી, (૯) બુદ્ધિમાં અભયકુમાર, (૧૦) રૂપમાં કંદર્પ, (૧૧) ચતુરાષ્ટ્રમાં ચાણાક્ય, (૧૨) જ્ઞાતિ વારાહુ, (૧૩) જ્ઞાતિ ગેાપાલુ, (૧૪) ‘સેદ’વૈશક્ષયકાલ, (૧૫) સાંખુલારાયમદમર્દન, (૧૬) મજાજ્જૈન, (૧૭) ગંભીર, (૧૮) ધીર, (૧૯) ઉદાર, (૨૦) નિર્વિકાર, (૨૧) ઉત્તમ જનમાનનીય, (૨૨) સર્વજન-માનનીય, (૨૩) શાન્ત અને (૨૪) ઋષિપુત્ર. કૃતિ શ્રીવસ્તુપાત્રવધઃ ॥ ૨૪ || ૧૫ ૧ શ્રીઅભય એવું પદ્મ જેની સમીપમાં છે એવા સૂરિ એટલે કે શ્રીઅભય ( દેવ )સૂરિ. C Page #240 -------------------------------------------------------------------------- ________________ क - परिशिष्टम् || श्रीपादलिप्तसूरिकृता वीरस्तुतिः ॥ ( सावचूरिः ) गाहाजुयलेण जिणं मयमोहविवज्जियं जियकसायं । थोसामि तिसंघारण तिन्नसंगं महावीरं ॥ १ ॥ अस्यावचूरिर्लिख्यते, यथा- अस्यातिलघीयस्त्वेऽपि स्तवनत्वं स्यादेव, आगमे पद्यचतुष्कादारभ्य यावदष्टोत्तरं पद्यशतं स्तवेषु सङ्ख्याभिधानात् । अथ गाथाऽर्थः कथ्यते-- अस्य स्तवस्य गाथा चतुष्टयात्मकत्वेऽपि भायान्त्यगाथयोर्यथासङ्ख्यं प्रस्तावनानिगमनरूपत्वाद् गाथायुगलेनैव भगवतो लोचनचङ्क्रमितमुखानि वर्णयति - सुकु० न च० व्याख्यावीर त्ति लुप्तषष्ठीविभक्तिकं पदं प्राकृतत्वात् । श्रीवीरस्य सम्बन्धिनां लोयण लोचने-नेत्रे चङ्क्रमणं - पादविहरणात्मिका गतिरित्यर्थः, मुखं च[न्द्र ]वदनम् । द्वन्द्वः तेषां लीलां - शोभां सादृश्यमित्यर्थः हातुं गन्तुं प्राप्तुं न चयन्ति - न शक्नुवन्ति, " शकेश्चयतरतीरपारा: " ( सिद्ध० ८-४-४६ ) इति सिद्धमप्राकृतलक्षणात् । हातुमिति "ओहां क् गतावित्यस्य धातोः प्रयोगः । जे इति पादपूरणे, "इजेरा: पादपूरणे " इति (सिद्ध० ८ - २ - ११७ ) प्राकृतवचनात् । के न शक्नुवन्तीत्याह -- पंक० कमल १ महागज २ शशिनः ३ । अत्र यथासङ्ख्यमलङ्कारः । पङ्कजं भगवन्नेत्रयोर्लीलां हातुं न शक्तं तस्मादप्यत्यन्तराये नेत्रे । गजेन्द्रचङ्क्रमितलीलां नेतुमशक्तः, गजेन्द्रगतितोऽप्यनन्तप्रकर्षशालित्वाद् भगवद्गतेः । चन्द्रस्तु मुखलीलां गन्तुं न शक्तः, तस्मादप्यात्यन्तिकगुणोपेतत्वाद् भगवद्वदनस्य । पङ्कजादयः किंविशिष्टाः ? सुकु० तत्र सुकुमारं - कोमलं प्रकृत्या मृदुलं पङ्कजम्, धीरःनिष्प्रकम्पः शौण्डीर्ययुक्तत्वाद् गजेन्द्रो धीरः, सौम्यो-नेत्राह्लादकारी चन्द्रोऽपि स्वभावात् तापनिर्वापणप्रवणत्वात् (सौम्यः) । पुनः किंवि० १० ૧૫ २० ૨૫ Page #241 -------------------------------------------------------------------------- ________________ २२४ श्रीवीरस्तुतिः ते? रत्त० पङ्कजं हि कुमुदोत्पलादिविशेषनिर्देशं विना कविसमये रक्तमेव वर्ण्यते । नागेन्द्रो हि प्रायः कृष्ण एव स्यात् । चन्द्रस्तु पाण्डुर एव । पुनस्त्रये किंवि० ? सिरिनि० श्री:-लक्ष्मीदेवता तस्या निकेता-निवासाः । लक्ष्मीर्हि पङकजे गजे चन्द्रे च वसतीति ५ रूढिः । तथा च लक्ष्मीस्तवे " गजे शो मधौ च्छत्रे चन्द्रे पद्मे जिनालये। मौक्तिके विहामस्वर्णे या नित्यं परमेश्वरी ॥१॥" पुनः किंवि० ते? सीयंकु० शीतं अङ्कुशो ग्रहश्च तेभ्यो भीरवःकातराः। पङ्कजं हि तुषारेण दह्यते इति शीतभीरु । गजेन्द्रस्त्वङ्कुशतोदनाद् भीरुः।चन्द्रश्च ग्रहात्-सामर्थ्यात् राहुतो भीरुः।पुनः किंविशिष्टाः? जलथ०जलं च स्थलं च नभश्च तानि मण्डयन्ति-अलङ्कुर्वन्तीत्येवंशीला जलमण्डनाः । तिन्नि त्रयस्त्रिसङ्ख्याः। पुनः किंवि० सुरहि० पङ्कजं सुगन्धि गजेन्द्रः मत्तः-उन्मदिष्णुः चन्द्रस्तु प्रतिपूर्णः-सम्पूर्णमण्डलस्त स्यैव हि सुखेनौपम्य ग्रहभीरुत्वं युज्यते । एवंप्रकारनैसर्गिकोपाधिक१५ गुणविशिष्टा अपि न शक्ता इति गाथाद्वयार्थः। ___ अथ चतुर्थगाथया स्तुतिं निगमयन् प्रणिधानमाह-एवं० पूर्वोक्तप्रकारेण जिना-रागादिजेतृत्वात् सामान्यकेवलिनस्तेविन्द्रः ३४अतिशयसमृद्धयनुभवनाज्जिनेन्द्रः । वीरश्चासौ जिनेन्द्रश्च वी० । अप्सरसो-देवाङ्गना गणयन्ति-भोगार्हत्वात् बहु मन्यन्तेऽप्सरोगणाःदेवास्ते च सधश्च-चतुर्वर्णः श्रमणसङ्घस्ताभ्यां संस्तुत इति गम्यते भगवान् ॥ 'ऐश्वर्यस्य सम०" (इति) षड्विधभगयुक्तः । पालि० पालयन्ति-रक्षन्तीति पालिन:-पालकास्तेषां (त्रयं) पालित्रयम् । तत ऊर्ध्वलोकपाला इन्द्राः, तिर्यग्लोकपाला नरेन्द्रव्यन्तरेन्द्रज्योतिष्केन्द्राः, अधोलो० भवनपतीन्द्रा इति । अनेन पालित्रयेण क; मदेन करणभूतेन १ सम्पूर्ण पद्यं त्वेवम् - " ऐश्वर्यस्य समग्रस्य रूपस्य यशसः श्रियः । धर्मस्यार्थस्य यत्नस्य षण्णां भग इतीङ्गना ॥" Page #242 -------------------------------------------------------------------------- ________________ क- परिशिष्टम् esप्यामोदवन्मदः " इत्यमरकोश (का. ३, व. ३, श्लो. ९१ ) - वचनात् हर्षेण कृत्वा महितः -पूजितः सर्वदुरितानां - दारिद्यरोग जरादीनां क्षयं दिशतु इति ॥ ४॥ " अथाद्यगाथार्थमाह-गाथायुगलेन - मात्राच्छन्दोविशेषरूपकद्वयेन । जिनं - रागादिजेतारं मयमो० मद्यपानजनितो विकारो मद:क्षीवता, मद इव मदः पारवश्यत्वात् मदश्चासौ मोहव- मोहनीयकर्म च मदमोहः " "9 " जह मज्जपाणमूढो, लोए पुरिसो परव्वसो होइ । तह मोहेण विमूढो, जीवो वि परव्वसो होइ ॥ १॥ इति तेन वर्जितम् । मदशब्दस्याहङ्कारत्वे व्याख्यायमाने जितकषायमित्यनेन सह पौनरुच्यं स्यात् । कषायाणां मोहान्तर्गतत्वेऽपि पृथगुपादानं संसारकारणेषु प्राधान्यख्यापनार्थम् । 'त्रिसङ्घातेन' सम्यग्दर्शनज्ञान चारित्ररूपरत्नमीलकेन साधकतमेन । 'तीर्णसङ्ग' तीर्णः सङ्गः - कर्म्म नोकर्मसम्बन्धरूपः संयोगो येन तम्, अशरीरमित्यर्थः । अथवा त्रिसङ्घातेन स्तोष्ये इति योज्यम् । तत्र त्रयाणां वक्ष्यमाणलोचनादिवर्ण्यवस्तूनां सङ्घातः तेन । अथात्र स्वर्णसिद्धिप्रकारेण व्याख्या - तिसृणां ओषधीनां रक्तदुग्धिका सोमवल्लो बहुफलीनां सङ्घातेन - सम ( वा ) येन 'थोसामि' त्ति स्वेदन मुखोद्घाटनजारणादिविधिं विधास्यामि । तत्र स्वेदनं गोमहिष्यऽजानरखरमुत्रैः काञ्जिकसहितैर्दोलायन्त्रेण । जारणं बिडनिष्फाटनेन गोरोचना स्फटिकी नवसारगन्धकह रितालस्यन्दसौभाग्यरूपमौषधषट्कचूर्ण समांशं अजापित्तके निक्षिप्य मासमेकं चुल्लया उपरि धार्यम् । इत्थं बिडं निष्फाट्य मुखमुद्घाटयते । तचेत्थम् - कृष्णाभ्रामक पत्रं कृत्वा यवारनालमध्ये प्रहराष्टकं निक्षिप्य फागकन्दलैर्दुर्वाना लैर्वा सह वस्त्रेण गाल्यते । तद्द्रव्य (ध्व) रूपं स्थान विवर्जितम् । रसस्य हि त्रयो दोषाः-मलं शिखी विषं चेति । ततो मयमोहविवज्जियं इति अनेन मलविपलक्षणदोषद्वयवर्जितत्वं उक्त्वा सम्प्रतिदहनदोषनिरासार्थं विशेषणमाह- जियकसायं ति । जित: ૨૫ १० ૧૫ २० ૨૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૧૦ ૧૫ ૨૫ श्रीवीरस्तुतिः स्वात्मनि निलीनः कृतः कषायः - त्रिफलाख्यो येन स तथा तम् । अनेनेदं उक्तं भवति यत् त्रिफलया तस्य शिखिदोषोऽपनीत इति । तथा च रसग्रन्थ: “ मलशिखिविषनामानो रसस्य नैसर्गिकास्त्रयो दोषाः । गृहकन्या हरति मलं त्रिफलाऽग्निं चित्रकस्तु विषम् ॥ १॥ " इति । थोसामि स्तम्भयिष्यामि | केन कृत्वा ? त्रिसङ्घातेन सितास्रकं तालकं तार एतेषां त्रयाणां सङ्घातेन - योगेनेत्येके । अन्ये तु व्याचक्षते - दुग्धिकादीनां स्वरसं रसमध्ये दद्यात् । ओषधीनां शुष्कवे तु तासां काथं कृत्वा तद्रसं निक्षिपेत् । अत्र च रक्तदुग्धिका सोमवल्लीबहुफलीनामन्यतमयाऽपि कार्य सिद्धयति तथापि तिस्रो ग्राह्या इत्याम्नायः । पुनः कथम्भूतं जिनम् ! पारदं तीर्णसङ्ग मृत सप्तगुणसङ्गोत्तीर्णम् । अस्य सम्प्रदायो गुरुमुखाच्छ्रोतव्यः । एतावता श्वेता ओलिदर्शिता । अधुना पीतविधिमाह - महावीरं म इति हेममाक्षिकं हा इति हाटकं वी इति कृष्णाभ्रकं र इति रसः । तं स्तोष्यामि । शेषा ओषधयः समाना एव । इति प्रथमगाथाऽर्थः ॥ १ ॥ । सुकुमालधीरसोमा रत्तकसिणपंडुरा सिरिनिकेया । सोयंकुसगह भीरू जलथलनहमंडणा तिनि ॥ २ ॥ सुकुमाल इति नाइणि, धीर इति नाइ, सोमा इति सोमवल्लीत्रयम्, सोमा वा कुची । रत्त इति रक्तदुग्धिका, कसिण इति कृष्णा बहुफली काञ्चनिका, पण्डुरा इति देवदालो । सि इति शृङ्गिकविषम्, रि इति लघुरिङ्गिणी, निकेया इति केतकी तन्निर्यासः । सीया इति लानु - लिका, (अं) कुसगह इति अहिखराबीजानि अपामार्गबीजानि वा. भीरु इति लज्जालुका । जलमण्डनिका मण्डूकब्राह्मी, स्थलमण्ड निका अम्बावनी अम्बचङ्गेरी, नभोमण्डनिका सुनाली आकाशवल्ली चेत्येके । एतास्तिस्र ओषधयः । ओषधीनां बहुत्वेऽपि तिन्नि त्ति अभिधानं मण्डनशब्दयोजनासाम्यात् । इति द्वितोयगाथार्थः ॥ २ ॥ Page #244 -------------------------------------------------------------------------- ________________ રર૭ क-परिशिष्टम् न'चयंती वीरलीलं हाउं जे सुरहिमतपडिपुन्ना । पंकयगइंदचंदा लोयणचं कमियमुहाणं ॥ ३ ॥ इदानी रोचनक्रामणोद्घाटनविधिमाह-न चयंति० वीर:-अग्निस्तस्य लीलां अग्निरूपतां हातुं-त्यक्तुं न शक्नुवन्ति, भास्वरकार्तस्वररूपत्वात् । के ते? 'पंकयगइंदचंदा' पंकय इति गगनमभ्रमित्यर्थः, ५ गइंद इति मृतनागम् , चंद इति हेम, हेमत्रितयमपि वा । एते च पङ्कजादयः कीदृशाः सन्तो वीरलीलां न त्यजन्तीत्याह-'सुरहिमत्तपडिपुन्ना — सुरभिमात्राप्रतिपूर्णाः ।। " सुरभिहेम्नि चम्पके । जातोफले मातृभेदे रम्ये चैत्रवसन्तयोः ॥ सुगन्धौ गवि सल्लक्याम् " इत्यनेकार्थ(का० ३, श्लो० १०५९-१०६०)वचनात् । सुरभिः रसगन्धानुसारितया रम्या या मात्रा-परिमाणनियतिस्तया प्रतिपूर्णा:समग्राः, यथोक्तमात्रोल्लङ्घने हि न सिद्भिः, अतस्ते सुरभिमात्राप्रतिपूर्णा इति । केषां कार्याणां सम्पादयित्री सा मात्रा ? अत आह-लोयणचंकमि- १५ यमुहाणं ति । लोयण इति रलयोरैक्यात् रोचनम्, वेध इत्यर्थः । चंकमिय इति क्रामणम् । "चुंचुधरिसव्वंगं महिला मयटंकणेण कयलेवं । सव्व हुंदेसु कमणं निद्दिटुं वीयरागेण ॥१॥" मुह इति उद्घाटनम् । श्वेते नागोत्तारणम्, पीते पुटदानम् । यदुक्तं २० सूतसंहितायाम्१ अयं प्रयोगोऽशुद्ध इति न वाच्यम् , उक्तं च" नीया लोवमभूया य आणीया दीह-बिंदु-दुब्भावा । अत्यं गति तं चिय जो तेसिं पुश्वमेवासी ॥" नीता लोपमभूताश्चानीता दीर्घबिन्दुविर्भावाः । २५ अर्थ गमयन्ति तमेव यस्तेषां पूर्वमेवासीत् ॥] Page #245 -------------------------------------------------------------------------- ________________ भोवीरस्तुतिः "उद्घाटने पुटा नान्यः क्रामणे कान्तमिच्छति । न शुल्बारज्जकः कश्चिन्न माक्षीकात् प्रकाशकः ॥ १॥" इत्यत्राप्युक्तम्" तारिहिं तारु सुवन्नु सुवन्निई सूओरें(?) नहु बज्झई अन्निइं । कामण वेह उघाडण नाई दन्नीकरणु होइ रसराई ॥१॥" इति तृतीयगाथार्थः ॥ ३ ॥ एवं वीरजिणंदो अच्छरगणसंघसंथुओ भयवं । पालित्तयमयमहिओ दिसउ खयं सव्वदुरियाणं ॥४॥ इति श्रीपादलिप्तसूरिविरचितः स्वर्णसिद्धिगर्भः श्रीमहावीरजिन१. स्तवः ॥ छ अं. ५ ___ अथ निगमयन्नाह-एवं-पूर्वप्रकारेण वी० रसेन्द्ररसज्ञः, अच्छ० अः अम्लवर्गः, छः क्षारवर्गों मूत्रलवणादिः, रः रसवर्गः, एषां त्रयरूपो गणस्तस्य सङ्घः समवायस्तेन सं० परिचितः संस्तुत्य स्तम्भितः । भगवानैश्वर्यात् पूज्यः । पालि० पादलिप्तो रसविद्यासिद्धः १५ सूरिः तस्य मतेन-अभिप्रायेण म(प)ठितः "अणसेइओ न तरलो न निम्मलो होइ मद्दणारहिओ । ___ सो रणरहिओ पसरइ कामेओ नेय कमइ लोहेसु ॥ १॥" इत्यादि युक्तया परिकम्भितो दिशतु क्षयं सर्वे० दारिद्यरोगजरादीनाम् । पाठान्तरे पादलिप्तस्य मत्या मथितः । चतुर्थगाथार्थः ।। इत्थं स्तवरूपतया लवतः सितपीतसिद्धिरूपतया । श्रीपादलिप्तरचिते रचिता वीरस्तवे मया वृत्तिः ॥ १ ॥ इति श्रीजिनप्रभसूरिभिः संवत् १३८० वर्षे कृतायाः श्रीवीरस्तववृत्तेः सङक्षिप्ताऽवचूरिः ग्रन्थाग्रं ९० श्री'थिराद्रपद्रे' सा०नरपतिवाचनार्थ लिखापिता । स्वपरोपकाराय ॥ शुभं भवतु ॥ Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રકીર્ણક ટિપ્પનક (૧) વરાહમિહિર - વરાહમિહિરે ૪૦૦૦ લોક પ્રમાણ જેટલી બહુસંહિતા રચી છે. એ ૫ 21. B (H. Kern) &121 zuild ud Bibliotheca Indica Seriesમાં પ્રસિદ્ધ થયેલી છે. બૃહજજાતક, બહુ યાત્રા પણ એમની કૃતિ મનાય છે. (૨) કાલિ(લ)કાચાર્ય – કાલકસૂરિને ઉદ્દેશીને સંસ્કૃત, પ્રાકૃત તેમજ જૂની ગુજરાતી ભાષામાં પણ અનેક કથાઓ રચાયેલી છે. તેમાં ખાસ કરીને “ઉજજયિની’ના રાજા ગભિલને પરાસ્ત કરનાર, શાલિવાહન નૃપતિની વિનતિથી પર્યુષણ-પર્વ પાંચમને બદલે એથે કરનાર અને ઇન્દ્રને પ્રતિબંધ પમાડનાર તરીકેનાં વર્ણન મુખ્ય સ્થાન ભોગવે છે. આ વર્ણને એક જ કાલકસૂરિને લાગુ પડે છે કે કેમ એ ૧૫ સંબંધમાં વિદ્વાન તરફથી ઊહાપોહ થતો રહ્યો છે. મુનિ શ્રીવિદ્યાવિજયને “ કાલકાચાર્ય' નામને લેખ “જેન શૈખ્ય મહોત્સવ સ્મરણાંક” (પૃ. ૨૨૯-૨૧૩)માં અને ઈતિહાસ મુનિ શ્રી કલ્યાણવિજ્યનો એક લેખ “ત્રિવેદી સ્મારક.ગ્રંથ”માં પ્રસિદ્ધ થયેલ છે. આ ઉપરાંત પ્રો. બ્રાઉન પણ “The story of Kalak” નામના ૨૦ પુસ્તકમાં એ સંબંધમાં વિસ્તૃત ગવેષણ કરનાર છે. શ્રીહર્ષનિધાનસૂરિકૃત રત્નસંચયમાં ચાર કાલિક (કાલક) સૂરિ થઈ ગયાને નીચે મુજબ નિર્દેશ છે – " सिरिवीराऊ गएसु पणतीसहिएसु तिसयवरिसेसु । पढमो कालगसूरि जाओ सामन्जनामु त्ति ॥ २७२ ॥ ૨૫ ૧ આવી એક જૂની ગૂજરાતી ભાષામાં ગુંથાયેલી કથા પ્રસ્થાન(પુ. ૧૭, ૮, ૫-૬)માં પ્રસિદ્ધ થયેલી છે. ર સંબંધસસતિની ટીકા, ઉપદેશપ્રાસાદ અને દેવચંદ્રકૃત મનેત્તરમાં આ ગ્રંથની સાક્ષી અપાયેલી છે એમ આની પ્રસ્તાવનામાં સૂચવાયેલું છે, Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૧૦. -જુfિચાઇ - चउसयतिपन्नवरिसे कालिगगुरुणा सरस्सती गहिया । चिहुसयसत्तरिवरिसे वीराऊ विकमो जाओ ॥ २७३ ॥ पंचेव य वरिससए सिद्धसेण दिवायरो पयडो । सत्तसय वीसअहिए कालिकगुरू सक्कसंथुणिओ ॥ २७४ ॥ नवसयतेणूएहिं समइकंतेहि वद्धमाणाओ । qનુકવળા રસથી વાસ્ટિાફૂર્દિ તો ઠાચા ૨૫ ” અર્થાત શ્રીવીરના નિર્વાણ થયા પછી ૩૫ વર્ષ પહેલા કાલકસૂરિ થયા જેમનું નામ શ્યામાર્ય પણ છે. (વીરના નિર્વાણથી) ૪૫૩ વર્ષે (બીજા) કાલિકગુરુએ સરસ્વતીને (પછી) મેળવી. વીરથી ૪૭૦ વર્ષે વિક્રમ ઉત્પન્ન થયા. પ૦૦ વર્ષ સિદ્ધસેન દિવાકર થયા. ૭૨૦ વર્ષે (ત્રીજા) કાલિક ગુરુ થયા કે જેમની શકે પ્રશંસા કરી. વર્ધમાન(ના નિર્વાણ)થી ૯૯૩ વર્ષ વીતતાં કાલિકસૂરિએ પર્યુષણ ચયનું કર્યું. (૩) પાદલિપ્તસૂરિ – ૧૫ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિવરે પિતાની કૃતિ દશનામમાલા (૧, ૨)માં જે પાદલિપ્તસૂરિને “દેશી” કેશકાર તરીકે ઉલ્લેખ કર્યો છે તેમને આ ગ્રંથમાં આપેલા પાદલિપ્તસૂરિપ્રબંધગત પાદલિપ્તસૂરિ સાથે કશે સંબંધ છે કે નહિ તે વિચારવું બાકી રહે છે. (૪) સુવર્ણસિદ્ધિ: શ્રીપાદલિપ્તસૂરિના પ્રબન્ધમાં જે હેમસિદ્ધિવિદ્યાને ઉલ્લેખ જોવાય છે તેને લગતી કેટલીક હકીકત પ્રથમ પરિશિષ્ટમાં અત્ર રજુ કરાયેલી છે. આ સુવર્ણસિદ્ધિના જિજ્ઞાસુને અનેકાર્થરત્નમંજૂષા (પૃ. ૧૩૨૧૩૩) જેવા ભલામણ છે. વિશેષમાં શ્રીદશવૈકાલિકસૂત્રની આઘ ગાથા પણ સુવર્ણસિદ્ધિ ઉપર પ્રકાશ પાડે છે. જૈન વિદ્યાઓ, લબ્ધિઓ ૨૫ ૧ અન્ન પાદલિસને આચાર્ય તરીકે સંબોધ્યા છે. એમના ઉપરાંત ફક્ત દ્રોણને તેમણે આવું માન ૮-૧૭માં આપ્યું છે. ૨ આનું વિશિષ્ટ સ્વરૂપ શ્રીજિનપ્રભસૂરિએ રચેલી વીરતવવૃત્તિમાં આલેખાયેલું છે. એ વૃત્તિ હજી સુધી કોઈ સ્થળેથી મુદ્રિત થયેલી જણાતી નથી. ૩ મારે હાથે સંપાદિત થયેલ આ ગ્રંથ શ્રેષ્ઠિ દેવચંદ લાલભાઈ જૈન ૩૦ પુસ્તકેદ્ધાર ગ્રંથમાલામાં ૮ મા ગ્રંથાક તરીકે પ્રસિદ્ધ થયેલો છે. ૪ પૂજ્યપાદ પ્રવર્તક શ્રીકાન્તિવિજયના પ્રશિષ્ય વિદ્વાવલંભ મુનિ Page #248 -------------------------------------------------------------------------- ________________ ख- परिशिष्टम् ઇત્યાદિ પરત્વે ગુજરાતીમાં તેમજ અંગ્રેજીમાં મૈં તૈયાર કરેલ લેખમાં આ વિષયને સ્થાન આપવામાં આવ્યું છે એટલે એ સંબંધમાં હું અહીં વિશેષ ઊહાપેાહ કરવા ઇચ્છતા નથી. (૫) લક્ષણાવતી:— ૫ ગાડવધની પ્રસ્તાવના ( પૃ. ૧૪૬, ૧૫૭)માં સૂચવાયું છે કે ‘લક્ષણાવતી ' એ દક્ષિણ દેશમાં આવેલ છે, નહિ કે ગાંડ દેશમાં.૨ Indian Antiquary (વ. ૧૧, પૃ. ૨૫૩ )માં ‘લક્ષણાવતી'ને ગૌડ દેશમાં આવેલી જે જણાવી છે તે ભૂલ છે. ગાદાવરીને તીરે એક ગામમાં રહ્યા પછી આમ નરેશ ‘ લક્ષણાવતી ' જાય છે. આ પ્રસંગે ઉલ્લેખાયેલ ખંડદેવલને બદલે પ્રસ્તાવનાકાર ખંડદેવ દેવકુલ વાંચતાં હાય એમ જણાય છે. ‘ ખંડદેવ '. તે દક્ષિણના ગામદેવ તરીકે પ્રચલિત ‘ ખંડાબા ' છે અને મરાઠીમાં ‘દેઉલ ’ તરીકે સુપ્રસિદ્ધ શબ્દ તે ‘દેવકુલ ' છે એવું તેમણે સૂચવ્યું છે. (૬) વ્પભિક, વાક્ષિત અને યશોવર્માઃ ' પભિટ્ટ, વાતિ અને યરરાવમાં તેમજ તેમના સમય પરત્વે જૈન ઉલ્લેખા પૈકી (૧) ઉપટ્ટિરિચરિત્ર, (૨) ૪પ્રશ્નન્દકેશ, (૩) પ્રભાવકચરત્ર, (૪) તીર્થંકલ્પ, (૫) ગાથાસહસ્રી, (૬) વિચારસારપ્રકરણ, અને (૭) રવિવધ નગણિકૃત પટ્ટાવલી (વિ. સં. ૧૭૩૯)ના ઉપર્યુક્ત પ્રસ્તાવનામાં વિચાર કરાયા છે. અપ્પભટ્ટિસૂચિરિત્ર, પ્રબન્ધકાશ, પ્રભાવકચરિત્ર અને પટ્ટાવલી પ્રમાણે બપ્પભટ્ટસૂરિના શ્રીપુણ્યવિજય પાસે એક હસ્તલિખિત પ્રતિ છે અને એમાં સુવર્ણસિદ્ધિ વિષે ગૃહાપેાહ કરાયેલા છે. એ મળતાં તે પરિશિષ્ટ તરીકે અત્ર પ્રસિદ્ધ કરાશે. ૧ આ બંને લેખે ટુંક સમયમાં પ્રસિદ્ધ થનારા છે. ૨ સરખા વિ‘શતપ્રગન્ધના ૬૨મા પત્રગત નિમ્નલિખિત પતિ.दिनैः कतिपयै' is 'देशान्तविहरन् 'लक्षणावती 'नामायाः पुरो बहिरारामे समासात् । "C ', ૩ આની શૈલી વિદ્વત્તાપૂર્ણ નથી તેમજ વ્યાકરણ-દૃષ્ટિએ પણ એ વિચારણીય છે એમ પ્રસ્તાવનામાં સૂચવાયું છે. વિશેષમાં આ પ્રત્ર ધનેા સાર અંગ્રેજીમાં ત્યાં આપવામા આવ્યા છે, એ અત્ર આપેદ્ય અપટ્ટિસપ્રબન્ધને મળતા આવે છે. ૪ આના પ્રારંભિક વિભાગના ટુંક સાર ઉપયુક્ત પ્રસ્તાવનામાં અગ્રેજીમાં અપાયેલે છે. ખપટ્ટિસૂરિપ્રખમાંથી પૂર્વોક્ત બપ્પભટ્ટસૂરિચરિત્ર દ પાડેલું ( detached copy )હેવું જોઇએ એમ પ્રસ્તાવનાકારનુ માનવું છે. ૨૩૧ ૧૦ ૧૫ ૨૦ ૨૫ ૩૦ Page #249 -------------------------------------------------------------------------- ________________ ख-परिशिष्टम् જન્મ વિ. સં. ૮૦૦ (ઇ. સ. જજ)માં થયે હતે. તીર્થકલ્પ પ્રમાણે એમને જન્મ વીરનિર્વાણ પછી ૧૩૦૦ વર્ષે અર્થાત વિ. સં. ૮૩૦માં થયે હતું, જોકે ત્યાં જ ઉલ્લેખ છે કે વિ. સં. ૮ર૬માં એમને હાથે મથુરામાં મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ જ જન્મસમય ગાથાસહસ્ત્રી અને વિચાર સારપ્રકરણમાં પણ નજરે પડે છે. પ્રસ્તાવનાકારનું માનવું એ છે કે બપ્પભકિસૂરિના વૃત્તાન્તગત તારીખ વિશ્વસનીય નથી, કેમકે તેમ માનવા જતાં આમ રાજાનું આયુષ્ય ૧૦૧ વર્ષ જેટલું હતું અને તેનો જન્મસમય મેડામાં મોડ વિ. સં. - ૭૮૯નો હતો એમ સ્વીકારવું પડે છે. વિશેષમાં ઉપર્યુક્ત પ્રાથમિક ત્રણ ગ્રંથમાં વાક્ષતિને જે હેવાલ રજુ કરાયો છે તે વિશેષતઃ શંકાસ્પદ છે. એને પ્રસ્તાવનાકાર “Jain forgery” તરીકે ઉલ્લેખ છે. એ પ્રસ્તાવનાકારના મત મુજબ દુદુકને પુત્ર ભેજ તે સં. ૯૮ના દેવગઢના શિલાલેખમાં નિર્દેશેલ ભેજ છે. યશવર્મદેવના રાજયને લગતે “નાલંદા ને એક શિલાલેખ ૧૫ Epigraphica Indica (વ ૨૦, ભા. ૧, પૃ. ૩૭)માં પંડિત હીરાનંદ શાસ્ત્રી દ્વારા પ્રસિદ્ધ થયેલ છે. આ યશોવર્મદેવ તે પ્રસ્તુત યશોવર્મા છે એમ શ્રીયુત મજમુદારનું માનવું છે, જ્યારે શાસ્ત્રીજીનું મંતવ્ય એથી જુદું છે. (૭) ગેંડવધ– - વાસ્થતિએ આ મહાકાવ્ય રચ્યું છે. એનું ગાડવધ એવું નામ રાવણવધ અને સેતુકાવ્ય ઉપરથી તેમણે સ્કુયું હશે એવી કલ્પના કરાય છે. આ પ્રાકૃત મહાકાવ્યમાં કુલ ૧૨૦૯પદ્યો છે. આમાં ક્યા ક્યા વિષયોને સ્થાન આપવામાં આવેલું છે એ હકીક્ત Bombay Sanskrit & Prakrit seriesમાં ૩૪મા અંક તરીકે પ્રસિદ્ધ થયેલ ગઉડવોના સૂચીપત્ર ઉપરથી જાણી શકાય છે. આ કાવ્યને સારાંશ વગેરે હકીકત એની પ્રસ્તાવનામાં વિચારાયેલી હોવાથી તે અત્ર રજુ કરવી આવશ્યક જણાતી નથી. આ મહાકાવ્યની મહત્તા કેવી છે તે સંબંધમાં એટલું જ નિવેદન કરવું બસ થશે કે પરમહંત કવીશ્વર ધનપાલે પોતે રચેલી તિલકમંજરી (અ. ૧) માં ગડવધની ગૌરવપૂર્વક નોંધ લીધી છે. ૧ ગાથાસહસ્ત્રીમાં વીરનિર્વાણનો સમય વિકમથી ૭૦ વર્ષ પૂર્વ સૂચવાય છે. ૨ જુઓ Indian Historical Quarterly (વ, ૭, અં, ૩, ૫, ૬૬૪). ૩ પ્રાકૃતને મહિમા પણ અહીં સારી રીતે નિર્દેશાયેલ છે. ર૫ Page #250 -------------------------------------------------------------------------- ________________ ख-परिशिष्टम् કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિએ પિતાના પ્રાકૃત વ્યાકરણમાં ઉદાહરણરૂપે આ મહાકાવ્યનાં પડ્યો નિર્દેશ્યાં છે. વિશેષમાં જયવલ્લભક્ત વજાલગ જે વિજાલય, વિદ્યાલય અને પદ્યાલય એ નામથી પણ ઓળખાવાયા છે તેમાંની કેટલીક ગાથાઓ આ મહાકાવ્યમાં હોવાનું ડો. ભાંડારકરે સૂચવ્યું છે. આને કપૂરમંજરી (પૃ. ૧૯૩)માં ઉલ્લેખ કરાય છે. ૫ (૮) મહા(મહુ)મહવિજય મહાકાવ્ય શ્રીબપ્પભદિસરિચરિત્ર (પૃ. ૭૭) તેમજ એનું ભાષાંતર (પૃ. ૬૭) વિચારતાં વાક્ષતિએ ગેડવધ નામનું પ્રાકૃત મહાકાવ્ય રચ્યા પૂર્વે એ મહાકાવ્ય રચ્યું છે એ ધ્વનિ નીકળે છે. ગિાડવધના નિમ્નલિખિત"महुमहविययपउत्ता वाया कह णाम मउलउ इमंमि। १० पढमकुसुमाहि तलिणं पच्छाकुसुमं वणलयाण ॥ ६९॥" -પદ્ય ઉપરથી જણાય છે કે મહુમવિયય યાને મધુમથવિજય ગોડવધ પૂર્વે રચાયું છે અથવા તો તે દિશામાં કવિરાજ પ્રવૃત્ત થયા છે. ગમે તેમ છે પરંતુ એ મહાકાવ્ય અદ્યાપિ કોઈ સ્થળે ઉપલબ્ધ થયેલું જણાતું નથી, જોકે એ કાવ્યનાં કેટલાંક અવતરણો છૂટાછવાયાં જોવાય છે. જેમકે ૧૫ હાલની સપ્તશતીની ટીકામાં જે બે પદ્યો વાતિની કૃતિ તરીકે નિર્દેશાયેલાં છે અને જે ગૈાડવધુમાં જણાતાં નથી તે એ મહાકાવ્યનાં હોવાં જોઈએ એમ મનાય છે. વિશેષમાં વન્યાલક્ષ્મી અભિનવગુપ્તકૃત ટીકા ( નિર્ણયસાગરીય આવૃત્તિ પૃ. ૧૫૨)માં એક અવતરણ તેમજ સરસ્વતીકંઠાભરણમાં બે અવતરણો નજરે પડે છે. આનંદવર્ધને વન્યાલોકમાં ૨૦ અને શ્રી હેમચન્દ્રસૂરિવરે અલંકારચૂડામણિમાં એ કાવ્યનો ઉલ્લેખ કર્યો છે. એ કાવ્યનું નામ વિચારતાં મધુ દૈત્યને નાશ કરનાર વિષ્ણુની સ્તુતિ એને વિષય હશે એવું અનુમાન કરાય છે. ૧ ૧-(૨૧) ૬ના દૃષ્ટાંત તરીકે ૧૮મું પઘ, ૧-૭ના ઉદાહરણાર્થે ૮૬મું અને ૧૮૮મું, ૧-૦ના ઉદાહરણરૂપે ૩૧મું અને ૧-૧૪પના ઉદાહરણ તરીકે ૨૫ ૪૧મું પદ્ય રજુ કરાયેલ છે. 3 og at Bhandarkar, Report. ३ मधुमथविजयप्रयुक्ता पाक् कथं नाम मुकुलयस्वस्मिन् ? । प्रथमकुसुमात् तलिन पश्चात् कुसुमं वनलतानाम् ॥ x mani Pichel's Prakrit grammatik, Encyclopædia of 30 Indo-Aryan Research (p. 11 ff.). Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ૧૦ -fe (૯) શ્રીહેમચન્દ્રસૂરિના જીવનવૃત્તાંતને લગતાં સાધને– શ્રી હેમચન્દ્રસૂરિના જીવન અને કૃતિકલાપ ઉપર પ્રકાશ પાડનારાં સાધનોમાં મુખ્યત્વે કરીને નીચે લખેલાંને અત્રે ઉલ્લેખ કરાય છે – (૧) ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્રની પ્રશસ્તિ (૨) પ્રભાવચરિત્ર (૩) શ્રીસેમપ્રભસરિકૃત કુમારપાલપ્રતિબંધ (૪) શ્રીજિનમંડનગણિત કુમારપાલપ્રબંધ (૫) શ્રીમેતુંગસૂરિપ્રણીત પ્રબંધચિન્તામણિ (૬) પ્રબધેકેશ (ચતુર્વિશાંતપ્રબન્ધ) () št. 241221 Über das Leben das Jainas Mönches Hemacandra (૮) પ્રો. પિટર્સનને હેવાલ (૯) યશપાલકૃત મહારાજયની સ્વ. દલાલકૃત પ્રસ્તાવના (૧૦) કુમારપાલપ્રતિબંધને શ્રીયુત જિનવિજયકૃત ઉપક્રવાત (૧૧) પ્રમાણુમીમાંસાની પ્રસ્તાવના (આહંતમ પ્રભાકર આવૃત્તિ) (૧૨) આઉટનું Calalogus Catalogorum મને પ્રસ્તુત ભાગ. (૧૦) વત્સરાજ ઉદયન અને ચડપ્રાત:– ચતુર્વિશતિ-પ્રબન્ધના ૧૯મા પ્રબન્ધમાં વત્સરાજ ઉદયન અને ચંપ્રદ્યોતને ભેડેક વૃત્તાન્ત નજરે પડે છે. એ સંબંધમાં વિશેષ માહિતી તે આપણને (૧) આવશ્યકસૂત્રની ચૂર્ણિ, (૨) એ સૂત્રની શ્રીહરિભસૂરિકૃત ટીકા, (૩) ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, (૪) કુમારપાલપ્રબન્ધ, (૫) ભાસપ્રણીત પ્રતિજ્ઞા ગંધરાયણ અને (૬) કથાસરિત્સાગર પૂરી પાડે છે. આ પૈકી છેલ્લા ત્રણ ગ્રંથોમાં આપેલી હકીકતેની સરખામણી, કુમારપાલપ્રતિબોધને પ્રાસ્તાવિક વિભાગ તથા તેનો અંગ્રેજીમાં સાર, તેમજ બીજી કેટલીક પ્રાસંગિક બાબતોને ઊહાપોહ ઇત્યાદિ વિષય ઉપર “Annals of the Bhandarkar Oriental Research “ Institute”ના ઇ. સ. ૧૯૨૦ના જાલાઈના અંકમાં પ્રસિદ્ધ થયેલ “Pradyota, Udayana and S'renika-a Jain Legend” લેખ સુંદર પ્રકાશ પાડે છે. ૧૫ ૨૦. Page #252 -------------------------------------------------------------------------- ________________ ख-परिशिष्टम् ૨૩૫ વસુદેશને ઉદયન, અવંતિને પ્રદ્યોત અને મગધને દર્શક એ રાજાઓ ઇ.સ. પૂર્વે પાંચમી સદીમાં થયા હતા. જુઓ સાચું સ્વપ્ન (પૃ. ૧૬) તેમજ Parpiters Dynasties of the Kali age અને Smith's Early History of India. વત્સરાજનું ચરિત્ર એક વેળા વિક્રમચરિત્રના જેવું લોકપ્રિય હતું. ઈ. સ. પૂર્વે ચોથા સૈકાની કથામાં ૫ અવિચારક અને ઉદયનની કથાઓ અગ્ર સ્થાને ભગવતી જેવાય છે; કેમકે એકને કામસૂત્રમાં અને બીજાને (ઉદયનને) કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં નિર્દેશ જવાય છે. જુઓ ૧-૭. “ દિકરતઃ પુનરાવૃત્તિ ” ચા કુપોચનાખ્યામુ વિશેષમાં ગુણાઢયે અને હર્ષ વત્સરાજનું ચરિત્ર વખાણ્યું છે. ૧૦ (૧૧) મંત્રીશ્વર શ્રીવાસ્તુપાલ – ભીમ બીજાના બાહેશ મંત્રી, “વાઘેલા” વંશના સહાયક, જેને ધર્મના મહાન ભક્ત અને પ્રચારક પરંતુ તેમ છતાં પરમતસહિષ્ણુતાના પૂર્ણ ઉપાસક, અનેક મંદિરોના રચયિતા અને ઉદ્ધારક, મુસલમાનોના હુમલાઓને ફત્તેહથી સામનો કરનાર, જૈન ધર્મ એ બાયેલાઓને ધર્મ છે ૧૫ એ વાતનું યુદ્ધોમાં ભાગ લઇ નિરસન કરનાર તેમજ કવિ અને કવિઓના આશ્રયદાતા એવા “પ્રાગ્વાટ” વંશના વસ્તુપાલના ચરિત્ર ઉપર અનેક ગ્રંથ, લગભગ ૪૦ શિલાલેખ વગેરે પ્રકાશ પાડે છે. તેમાંથી કેટલાકને અત્ર નીચે મુજબ નામનિર્દેશ કરાય છે – (૧) સેમેશ્વરકૃત રીતિકૌમુદી (૨) અરિસિંહપ્રણીત સુકૃતસંકીર્તન ૧ આની યાદી માટે જુઓ વસન્તવિલાસ મહાકાવ્યની શ્રીયુત દલાલકત પ્રસ્તાવના, વિ. સં. ૧૨૮૧ના ખંભાત સંબંધી શિલાલેખ તેમજ બીજા o falaul Hiled Hinggil Annals of B. O. R. Institute (Vol. IX, pp. 173–182). ૨ “ Bombay Sanskrit Series ” માં આ પ્રકટ થયેલી છે. એના સંબધમાં જુઓ Prof. Winternitz's Geschichte der Indischen Litteratur (Vol. III, p. 93 ). ૩ આત્માનંદ સભા (ભાવનગર) તરફથી પ૧માં ગ્રંથાક તરીકે આ પ્રસિદ્ધ થયેલ છે. આ કાવ્યને લગતે ડે. બીહલરે લખેલ લેખનો બગસે કરેલા અનુ. ૩૦ વાદ “Indian Antiguary” (Vol. 31, pp. 477-495)માં છપાયેલો છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ख- परिशिष्टम् (૩) શ્રીઉદયપ્રભસૂરિસૂત્રિત ધર્માલ્યુય મહાકાવ્ય (૪) શ્રીહેમવિજયકૃત સુતકીતિ કલ્લેાલિની (૫) શ્રીજયસિ’હરિરચિત રહમ્મોરમદમર્દન વસ્તુપાલ તેજ:પાલની પ્રશસ્તિ (૬) 39 (૭) શ્રીમાલચન્દ્રસૂરિષ્કૃત વસન્તવિલાસમહાકાવ્ય (૮) પ્રબન્ધચિન્તામણિ (૯) શ્રીજિનપ્રભસૂરિષ્કૃત વિવિધતીર્થંકલ્પ (૧૦) ચતુર્વિ‘શતિપ્રમન્ય (૧૧) શ્રીજિનહુષંગકૃિત વસ્તુપાલરિત્ર (૧૨) ઉપાધ્યાય શ્રીસમયસુન્દરગણિકૃત પાલના રાસ ” "" ૧ આ મહાકાવ્યની તાડપત્ર ઉપર શ્રીવસ્તુપાલે લખાવેલ પ્રાંત ખભાતના શ્રીયુત નગીનદાસના ભડારમાં છે એમ સંભળાય છે. વસ્તુપાલ તેજઃ 66 ૫ ૧ Gaekwad Oriental Series ''માં નવમા ગ્રંથાંક તરીકે આ પ્રસિદ્ધ થયેલ છે, આનું સંપાદનકાર્યં સદ્ગત ચીમનલાલ ડી. દલાલને હાથે થયેલું છે અને તેમણે આ ગ્રંથની પ્રસ્તાવના લખી આની શેશભામાં વધારા કર્યાં છે. ૩ વસ્તુપાલ અને તેજ!પાલે કેવાં કેવાં સત્કૃત્યા કરી પેાતાની લક્ષ્મીને સદુપયોગ કર્યા છે તેનુ વર્ણન આની પહેલી ઢાલમાં નજરે પડે છે, Page #254 -------------------------------------------------------------------------- ________________ (૧૨) શ્રીવાસ્તુપાલની કુલપરપરા ચંડ૫. ચંડ પ્રસાદ (જયશ્રી) સૂર સેમ (સીતા) આશારાજ (કુમાર દેવી) ત્રિભુવનપાલ -પિfe ભૂણિગ મલ્લદેવ વસ્તુપાલ તેજપાલ જાલુ માઊ સાજૈ ધનદેવી સેહગ વયજૂ પદ્મલાદેવી છે. (લૂણદેવી) (લીલૂ, પાત) (અનુપમાદેવી, સુહડાદેવી) (સોખુ, લલિતાદેવી) - સુહસિંહ સજલદે સદમલદે પુણ્યસિંહ પૂર્ણસિંહ જેત્રસિંહ (જયંતસિંહ) બાલદે લાવણ્યસિહ (સુહડાદે, સુલખણુદે (આહલનદેવી) (ઝાહલણદે, મહાસુદેવી) | | | (રયણદે, લખમાદે) પૃથ્વીસિંહ : || જયંતલદે સુહદે રૂપાદે પેથડ વલાલદે * ગડરદે ? mani Annals of B. O. R. I. (Vol. X, pp. 176; 178 ). ૨૩૭ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૨૩૮ ख-परिशिष्टम् (૧૩) સેમેશ્વરદેવ આ કવિરાનના પૂર્વજો આનંદપુર (વડનગર)ના વતની હતા. સૂચવાય છે તેમ એમની નવમી પેઢીએ થઈ ગયેલે સેલ વેદી હતા, અને તેનું ગોત્ર “વસિષ' હતું. એ મહાવિદ્વાન હોઈ મૂળરાજ (પહેલા)ને પુરોહિત બની શકો હતે. સેલ-લલ્લશર્મા-મુંજ-સોમ-આમશર્મા કુમાર (પહેલે)-સર્વદેવ–આમીંગ-કુમાર (બીજો)-સેમેશ્વરદેવ. આ પ્રમાણે સોમેશ્વરદેવના પૂર્વજોનો ક્રમ જોવાય છે. સુરત્સવ, રામશતક, ઉલ્લાસરાઘવ, કીતિકામુદી, કાવ્યપ્રકાશની ટીકા, વસ્તુપાલ અને તેજપાલે બંધાવેલા જૈન મંદિર “લૂણસરી - ૧૦ ની ૭૪ કલોકની પ્રશસ્તિ, અને એ મંત્રીશ્વરોએ બંધાવેલાં “ગિરિનાર’ ગિરિ ઉપરનાં ભવ્ય મંદિરની પ્રશસ્તિ, વિરધવલ નરેશ્વરે બંધાવેલા “વીરનારાયણ મંદિરની ૧૦૮ શ્લેકની પ્રશસ્તિ અને “ડાઇ” ના કિલ્લાની પ્રશસ્તિ એ સર્વને આ ગુર્જરેશ્વર પુરોહિત સેમેશ્વરદેવને કૃતિકલાપ તરીકે ઓળખાવાય છે. આ કવીશ્વરનું થોડું ઘણું જીવનચરિત્ર આ પ્રસ્તુત ચતુર્વિશતિબંધ ઉપરાંત ૪પ્રબન્ધચિન્તામણિ, ઉપદેશતરંગિણી, વસ્તુપાલચરિત્ર, સુકૃતસંકીર્તન અને જગડુચરિત્રમાં દષ્ટિગોચર થાય છે. એને અસ્તિત્વકાલ સં. ૧૨૩૫ થી સં. ૧૩૧૮ સુધી મનાય છે. (૧૪) ચતુરંગ સેન્ય:૨૦ ચતુરંગ સૈન્યનાં ચાર અંગે છે. જેમકે (૧) હાથી, (૨) ઘોડા, (૩) રથ અને (૪) પાયદળ. આ પ્રમાણેનાં લશ્કરનાં ચાર અંગે ઘણું ૧ આ બધાને લગતી ઘડી ઘણી હકીક્ત નાગરી પ્રચારિણી પત્રિકામાં તેમજ એને આધારે યોજાયેલા “ગુર્જરેશ્વર પુરોહિત કવિ સંમેશ્વરદેવ' નામના લેખમાં નજરે પડે છે. આ લેખ પ્રસ્થાન (પુ. ૧૩, અં. ૩, ૫, ૨૬૬-૨૭૦)માં પ્રસિદ્ધ થયેલ છે. ૨ સોમેશ્વરદેવે પોતાના પૂર્વજોની આછી રૂપરેખા આ કાવ્યને “કવિપ્ર. શક્તિવર્ણન' નામના સર્ગમાં આલેખેલી છે. ૩ કીતિ મુદીમાં કવિરાજે પોતે પોતાને આ પ્રમાણે પરિચય આપે છે. ૪ આ અન્યાન્ય જૈન ગ્રંથમાં આ કવિરાજની વિદ્વત્તાની તારીફ કરાયેલી છે એ જૈનેની ગુણગ્રાહક્તાનું સૂચન કરે છે, 4 of Journal of the Department of Letters (Vol XIV, 1927) ગત “Notes on War in Ancient India” by Hemchandra Roy M. A. Page #256 -------------------------------------------------------------------------- ________________ ख- परिशिष्टम પ્રાચીન સમયથી પ્રચલિત છે એ વાત નીચે મુજબના ઉલ્લેખા ઉપરથી ફલિત થાય છે:—— જૈન આમિક સાહિત્યઃ— ઉત્તરાધ્યયનસૂત્ર ( અ. ૨૨, શ્લા. ૧૨ )માં તેમજ નિશીથચૂર્ણિમાં ચરિંગણી ( ચતુરંગિણી ) વિષે નિર્દેશ છે. રામાયણ:— (१) नामदइयो गतो रामः प्रयातु चतुरङ्गिणी ( *વિજા૩, ૬૦ ૯૭, ો. રૂ) (२) बलेन चतुरङ्गेण स्वयमेत्य निशाचरम् (3) तद् भवांश्चतुरङ्गेण बलेन महता व्रतम (Sાવાદ, સ૦ ૨૭, મો. ર૭) મહાભારતઃ– (१) शकुन्तला च तदा भूमिचतुरङ्गबलान्विता (ચોળવે, અ. ૯, જો. (૭) (२) महता चतुरङ्गेन बलेनागाद् युधिष्ठिरम (ઉદ્યોગપવ, અ. ૨, મો. ૨) (3) चतुर्विधवलां भीमामकम्पां पृथिवीमिव (ઉદ્યોગપર્વ, અ. ૨૬૨, જો. ૨) માહુ જાતક વિવિધ જાતામાં ચતુરંગ સૈન્ય વિષે ઉલ્લેખ છે. એમાંનાં કેટલાંકના અત્ર નિર્દેશ કરવામાં આવે છેઃ-~~~ (૧) વૈજ્ઞતરજ્ઞાતા ( અંગ્રેજી અનુવાદ, ભા. ૬. પૃ. ૨૯૮. ) (૨) વહો જ્ઞાતા (ભા. ૨, પૃ. ૯૬; અં. અનુ. ભા. ર, પૃ. ૬૬) (૩) કૃષિવાદનજ્ઞાત (ભા. ૨, પૃ. ૧૦૨; અં. અનુ. ભા.૨. પૃ ૭૭-૭૧) (૪) ત્રુતિય-પહાવિજ્ઞાત (ભા. ર,પૃ. ૨૧૯;અં. અનુ. ભા. ૨,પૃ.૧૫૩) (૫) જ્ઞાતિમુલત્તાતTM (ભા. ૩,પૃ. ૨૭૮-૨૩૯; અં. અનુ ભા. ૩,પૃ.૧૫૭) (૬) આસન જ્ઞાતજ (ભા, ૭, પૃ. ૨૪૯; અં. અનુ. ભા. ૩, પૃ. ૧૬૧) (૭) મારચનાતજ (ભા. ૪, પૃ. ૧૨૫; અં અનુ. ભા. ૪, પૃ. ૮૦) (૮) ઝુરાત્તાતત્ત્ર (ભા, પ, પૃ. ૩૧૬; અં. અનુ. ભા. ૧, પૃ. ૧૬૨) (૯) સોન-ન૬નાતTM (તા. ૫, પૃ. ૩૧૯, અં. અનુ. ભા. ૧, પૃ. ૧૬૮) ૨૩૯ ૧૦ ૧૫ ૨૦ ૨૫ ૩૦ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ख-परिशिष्टम् ગ્રીક એલચી મેથાસ્થનિક એક સ્થળે જણાવે છે કે લશ્કરના છ વિભાગ કરવામાં આવ્યા હતા. જેમકે (૧) નૌકાસૈન્ય, (૨) સિપાઈ વગેરે લઈ જવાનું વાહન અને લશ્કરનું મેદીખાનું(transport and commis. sarit), (૩) પાયદળ, (૪) ઘોડેસ્વારે, (૫) રથ અને (૬) હાથીઓ. (૧૫) રણથંભોરના ચેહાણા – ચતુર્વિશતિપ્રબન્ધના પ્રથમ પરિશિષ્ટમાં સપાદલક્ષીય ચાહમાન વંશના ૩૭ રાજાઓનાં જે નામ આપવામાં આવ્યાં છે તેની સાથે સંતુલનાર્થે ગડવધની પ્રસ્તાવના (૫, ૧૨૫)માં પ્રબધેકેશની એક અતિ પ્રાચીન પ્રતિને આધારે અપાયેલી રણભેરના ચૌહાણેની યાદી અત્ર રજુ કરવામાં આવે છે – (૧) વાસુદેવ (વિ. સં. ૬૦૮), (૨) સામંત, (૩) નરેદેવ, (૪) અજયરાજ (અજમેરને સ્થાપક), (૫) વિગ્રહરાજ, (૬) વિજયરાજ, (9) ચન્દ્રરાજ, (૮) ગોવિંદરાજ, વેગવારિસ નામના સુલતાનને હરાવનાર, . (૯) દુલ્લભરાજ, (૧૦) વત્સરાજ, (૧૧) સિંઘરાજ (જેઠન માં હેજિ૧૫ વદિનને હરાવનાર ), (૧૨) દુર્યોધન (નસિરૂદ્દિનને હરાવનાર), (૧૩) વિજયરાજ, (૧૪) વયિવર (શાકંભરીમાં સુવર્ણખાણશોધી કાઢનાર), (૧૫) દુર્લભરાજ, (૧૬) ગંડુરાજ (મહમદ સુલતાનને હરાવનાર ), (૧૭) બાલપદેવ, (૧૮) વિજયરાજ, (૧૯) ચામુંડરાજ (સુલતાનને હરાવનાર), (૨૦) દુસલદેવ (ગુજરાતના રાજાને હરાવનાર ), (૨૧) વિસલદેવ, (૨૨) બૃહત પૃથિરાજ (વલુગીશાહને હાથ ભાંગનાર), (૨૩) અલ્લનદેવ (શાહબુદ્ધિનને હરાવનાર ), (૨૪) અનાલદેવ, (૨૫) જગદેવ, (૨૬) વીસલદેવ (તુરુને હરાવનાર ), (૨૭) અમરગાંગેય, (૨૮) પેથલદેવ, (૨૯) સોમેશ્વરદેવ, (૩૦) પૃથિરાજે (વિ. સં. ૧૨૩૬ પછી, મરણ વિ. સં. ૧૨૪૮ ), (૩૧) હરિરાજ, (૩૨) રાજદેવ, (૩૩) બેલનદેવ (બાવરિયા બિરુદ ધારી), (૩૪) વીરનારાયણદેવ (તુષ્ક શમસુદિનને હાથે યુદ્ધમાં હણાયેલ), (૫) બહડદેવ (માલવાને વિજેતા), (૩૬) જેત્રસિંહદેવ, અને (૩૭) શ્રીહમીરદેવ (વિ. સં. ૧૩૪૨ પછી, વિ. સં. ૧૩૫૮માં યુદ્ધમાં મરી ગયેલ). આ યાદી સાથે ટેડના રાજસ્થાનમાંની તેમજ શ્રીનચરિત ૩. હમીર મહાકાવ્યમાંની યાદી સરખાવતાં ભિન્નતા જોવાય છે. ૧ સદરહુ લેખ પૃ. ૩૬. ૨ રાવબહાદુર નીલકંઠ જનાર્દન દ્વારા ઇ. સ. ૧૮૭૯માં સંપાદન કરાયેલ २० Page #258 -------------------------------------------------------------------------- ________________ ર૪૧. ग-परिशिष्टम् ॥ श्रीदशवैकालिकसूत्रस्याद्या गाथा ॥ ( सुवर्णसिद्धिगर्भिता) नेपालं पारु सोनुं त्रांबु धम्मो मंगलमुकिलु कथीर रातु अगथीउ काल धंतूरु अहिंसा संजमो तवो। १० पीली देवदाली देवावि तं नमसंति जस्स धम्मे सया मणो ॥१॥ पारु धंतूरारसिं मई, हेम राता अगथीआसुं मदर्दीई । त्रांबु कथीर रससिङ मर्दीइं । एतलां सघलां औषध पोली देवदालीनइ रसइं मर्दोई। तेल लई रस नोपजई। बांबु रूपुं धमीई । माहे एकलंक मूकोई । १५ ॥ हेमनिष्पत्ति ॥ १ 'पीत पलाश' इति प्रत्यन्तरे । ૩૧ Page #259 -------------------------------------------------------------------------- ________________ શ્રીરાજશેખસૂરિકૃત ચતુર્વિશતિબન્ધ પરત્વે ( 9 ચતુર્વિશાતિપ્રજરા: વા કવરષાઃ | શ્રીરાજશેખરસૂરિકૃત પ્રથમ સંકરણ, પૃષ્ટ ર૫૯+૪૬, સંક-છે. હીરાલાલ રસિકદાસ કાપડીઆ, એમ. એ, કિંમત ર-૮-૦, પ્રકાશકઃ શ્રીફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૩ર. જૈન પંડિત રાજશેખરસૂરિ વિક્રમ સંવત ૧૪૦૫ માં છએ દર્શનને પોષણ આપનાર મહણસિંહ નામના સામન્તની પ્રેરણાથી દિલહીમાં સંસ્કૃત ગદ્યમાં રચાએલે ચતુર્વેિશતિપ્રબંધ નામનો ગ્રન્થ એતિહાસિક શોધ કરનારા પંડિતો અને જૈન ભાઈઓને જાણીતા છે. તેનું બીજું નામ પ્રબંધકોશ છે અને તે નામ વધારે પ્રચારમાં આવ્યું હોય એમ જણાય છે. આ ગ્રન્થનું પ્રથમ મુદ્રણ હેમચંદ્રાચાર્ય પ્રખ્યાવલિમાં ઈ. સ. ૧૯૨૧માં કરવામાં આવ્યું હતું. ફાર્બ્સ સભાએ પ્રબંધચિન્તામણિ ની માફક આ ગ્રન્થનું સંસ્કરણ કરાવ્યું છે તે પ્રશંસનીય જ છે. જૈન દર્શનમાં રસ લેતા, આ ગ્રન્થને સંસ્કર્તા પ્રો. કાપડીઆએ ત્રણ પોથીઓ અને એક મુદ્રિત પુસ્તકને આધારે આ ગ્રન્થ છાઓ છે, અને દરેક પૃષ્ઠ ઉપર પાઠભેદો આપ્યા છે. ભવિષ્યમાં તેઓ આનું એક સવિસ્તર ઉદ્દબાત સાથે ગુજરાતી ભાષાંતર આપવાના છે એ જાણી હર્ષ થાય એ સ્વાભાવિક છે. આ આવૃત્તિમાં પ્રથમ સંસ્કૃતમાં પ્રસ્તાવના ૨૦ અને પાછળ પરિશિષ્ટો આપી પુસ્તકની ઉપાગિતામાં વધારો કર્યો છે. આ પ્રબન્ધમાં દસ સરિઓનાં, ચાર કવિઓનાં, સાત રાજાઓનાં અને ત્રણ શ્રાવકનાં એમ ચોવીસ પુરુષોનાં ચરિત્ર જોવામાં આવે છે. તેમાં હરિભદ્રસૂરિ, બપ્પભદિ, હેમચંદ્ર, સાતવાહન, વિક્રમાદિત્ય, વસ્તુપાલ વગેરે વ્યક્તિઓની વિગત આપવામાં આવી છે. આમાંના કેટલાક પર વૃત્તાન્ત પ્રબંધચિન્તામણિ અને પ્રભાવ ચરિત્રમાં પણ મળે છે. એ બધાંની તુલના કરી અતિહાસિક પદ્ધતિથી સૂક્ષ્મ વિવેચન ગુજરાતી ભાષાંતરના ઉપોદ્દઘાતમાં આવશે એમ આશા રાખવામાં આવે તે અયોગ્ય ગણાશે નહિ. બીજું, પ્રસ્તાવનામાં છે. કાપડીઆ વાચકનું ૩૦ બે વસ્તુઓ તરફ ધ્યાન ખેંચે છે. એક તે ગુજરાતી ભાષાના Page #260 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાયે શબ્દનાં સંસ્કૃત –દા. ત. છેડયિત્વા, ખટપટાતિ, છુટન્તિ, મુખ્ય પાતયન ઇત્યાદિ. બીજું, ગ્રન્યના અંતમાં આપેલા લેકને આધારે ગ્રન્થકાર વિષેની માહિતી અને તે પ્રસંગમાં બીજા બે રાજશેખર નામના કવિઓથી આ ગ્રન્થકારે સ્પષ્ટ ભેદ. આ ગ્રન્થકારે બીજી ૮૪ કથાઓ પણ રચી છે તે વાત ઉપરથી તેને આ વિષયમાં કેટલે બધે ૫ રસ હશે તે જણાઈ આવે છે. પરિશિષ્ટોમાં ચાહમાનવંશ, વૈરેટયાસ્તવ વગેરે રતો, ઑકાની અનુક્રમણિકા, ગ્રન્થ, નગર વગેરેનાં વિશેષ નામે, અને સંસ્કૃતમાં પ્રકીર્ણ ટિપ્પણું જોવામાં આવે છે. પ્રબન્ધચિતામણિની માફક આ પુસ્તક પણ ઉપયોગી છે અને તેને આવા રૂપમાં મુદ્રિત કરી અભ્યાસકોને સરળતા કરી આપવા માટે પ્રા. ૧૦ કાપડીઆ અને સભાને અભિનંદન આપીએ છીએ. ૧૯ : ૧૧ : ૩૨ ગેવિંદલાલ હરગેવિન્દ ભટ્ટ કૌમુદી ફેબ્રુઆરી ૧૯૩૩, પૃ. ૧૬૪-૬૫ ચતુર્થાિાતિવૃષઃ પ્રસિદ્ધ કરનાર ફાર્બસ ગુજરાતી સભા, ૧૫ મુંબઈ, કિંમત રૂ. ૨-૮-૧, રાજશેખરસૂરિએ ગુંથેલે પ્ર બંધકોશ અથવા ચતુર્વિશતિપ્રબંધ હીરાલાલ રસિકદાસે ઉમેરેલા પરિશિષ્ટ તથા પ્રસ્તાવના સાથે સભાએ પ્રગટ કર્યો છે. આ ગ્રંથ પણ પ્રબંધચિંતામણિ જેટલે જ ગુજરાતનો ઇતિહાસ નક્કી કરવાના કામમાં ઉપયોગી થઈ પડશે. આ ગ્રંથ પણ સંસ્કૃત પ્રાકૃત મિત્ર છે. આને ૨૦ ગુજરાતી અનુવાદ છપાવાનો છે, એ જાણી આનંદ થશે. ભાઈ હીરાલાલે ટીકામાં પ્રાકૃત તથા જૂની ગુજરાતીમાંના કેાનું સંસ્કૃત કરી બતાવ્યું છે. આ ગ્રંથ પણ બીજી આવૃત્તિ રૂપે છે, પહેલાં ૧૯૨૧ માં પ્રગટ થયેલ. આમાં ૨૪ પ્રબંધમાં દસ સૂરિના, ચાર કવિના, સાત રાજાના ૨૫ અને 8 શ્રાવકના છે. આ પ્રબંધની ભાષા જરા આધુનિક છે, ને તેમાં ગુજરાતી શબ્દોને સંસ્કૃત ક્રિયાપદ બતાવ્યાના દાખલા મોજુદ છે. ટાવલાયમાન, છોટયિત્વા, ખટપટાપતિ જેવા તરફ ભાઈ હીરાલાલે ધ્યાન ખેંચ્યું છે. એતિહાસિક સામગ્રી ઉપરાંત જૂની ગુજરાતી ભાષા માટેની સામગ્રી આ ગ્રંથ પૂરી પાડે, એમ અમને લાગે છે. –સાહિત્ય પુ. ૨૦, . ૧૧, નવેંબર ૧૯૩૨, પૃ. ૬૮૬ Page #261 -------------------------------------------------------------------------- ________________ ર૪૪ અભિપ્રાય પ્રબન્ધચિન્તામણિકર્તા મેરૂતુંગ આચાર્ય કે પ્રકાશક શ્રીફાર્બસ સભા. ચતુર્વિશતિપ્રબન્ધ-કર્તા રાજશેખર સૂરિ ઈ મુંબઈ, ૧૯૩૨, આ બે કીંમતી સંસ્કૃત પુસ્તક પહેલાં છપાઈ ગયેલાં તે છે, પણ તેની નકલે ઘણુ વખતથી અપ્રાપ્ય અને લગભગ અદશ્ય થઈ ગયેલી, તે ફરીને છપાવી શ્રીફાબર્સ સભાએ પિતાના ઉદ્દેશોને ઘટતી અને પિતાને કરવાનાં કાર્યોમાં ઉત્તમ પ્રકારની સેવા બજાવી છે. દરેક પડી ગ્ય વિદ્વાનને સોંપાયેલી એટલે પ્રથમ મુદ્રણના કરતાં આ આવૃત્તિમાંના પાઠ વધારે છણાવેલા છે, કેટલાક પાઠભેદ ઉમેરાયેલા છે, એક બે સારી હસ્તલિખિત પ્રતાને લાભ પહેલી વાર જ લેવાએલો છે. વળી એ વિદ્વાન કાર્યપરાયણ સંપાદકે એ મૂળ સાથે ઉપયોગી પરિશિષ્ટ અને સૂચિઓ પણ જોડી આપી છે. એ સર્વ માટે સો લાગતા વળગતાને ધન્યવાદ દેતા ઘણે આનન્દ થાય છે. –બલવન્તરાય કલ્યાણરાય ઠાકર. પુસ્તકાલય કટોબર, ૧૯૩૨, પૃ. ૫૧૯-૫૨૦. Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી ફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ શાળા-પાઠશાળાઓને ઈનામ માટે તેમ પુસ્તકાલયના સંગ્રહ માટે અડધી કિસ્મતની ગોઠવણ સાહિત્યપ્રચારને ઉત્તેજનની જના શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ મુંબઈ ઈલાકાનાં, સરકારી, દેશી રાજ્યનાં તેમજ મ્યુનિપાલીટીઓ અને લેકલ બોડૅનાં કેળવણી ખાતાંએમાં અભ્યાસ તથા વાચનપ્રસાર દ્વારા તથા વિદ્યાર્થીઓને અપાતાં ઈનામો દ્વારા, તેમ જ તેમના હસ્તકની નિશાળોની તથા સાર્વજનિક લાઈબેરીઓ અને પુસ્તકાલયમાં ગુજરાતી સાહિત્યને પ્રસાર બહોળા પ્રમાણ માં સહેલાઈથી ઓછા ખર્ચ થઈ શકે તે માટે પોતાની માલીકીનાં નીચે જણાવેલાં, દશ સુધીના આંકવાળાં પુસ્તકા (રાસમાળા ભાગ ૧-૨ સિવાય) અર્ધ કિસ્મતે ઉપલી સંસ્થાઓને વેચાતાં લઈ શકવાની અનુકૂલતા કરી આપવાને એક યોજના કરી છે. રાસમાળા ભાગ ૧-૨ આ સંસ્થાઓને ૧ર ટકામાં કમીશનથી વેચાતી આપવા ઠરાવ્યું છે. આજનાને લાભ લેવા તે તે કેળવણી ખાતાં અને સંસ્થાઓ પ્રેરાય તે માટે પોતાની માલીકીનાં પુસ્તકનો પરિચય તૈયાર કરી પ્રકટ કરે છે, જેને તે જોઈતા હોય તેને મંગાથેથી મફત મોકલવામાં આવશે. આ પુસ્તકે અડધી કિસ્મતે વેચાતાં લેવા ઇચ્છતી સંસ્થાએ નીચેને શરનામે પત્રવ્યવહાર કરે. રા. . અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. ૩૬૫, શ્રી ફાર્બસ ગુજરાતી સભામંદિર લેમીંગ્ટન રોડની બાજુમાં, કોંગ્રેસ સ્ટ્રીટ, મુંબઈ નં૪ Page #263 -------------------------------------------------------------------------- ________________ શ્રી ફાર્બસ ગુજરાતી સભાની માલીકીનાં પુસ્તકે ૧૯ ૧-૨ રાસમાળા (સચિત્ર) તૃતીય આવૃત્તિ, ભાગ ૧ લે, તથા બીજે; રચનાર સ્વ. શ્રી. એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ. ભાષાન્તરકાર, અને તેમાં વિવિધ વિષયોની ટિપ્પણીઓ તથા પરિશિષ્ટ યોજનાર દિ, બ. રણછોડભાઈ ઉદયરામ દવે, દરેકનું મૂલ્ય ૫-૮-૨ ૩. ફાર્બસ જીવનચરિત–રચનાર, સ. મ. ખરામ સૂર્યરામ ત્રિપાઠી જે. પી. મૂકય ૦૮-૦ ( હાલ અપ્રાય). ૪ માર્કસ ઓરેલીઅસ એટેનાનસ સુવિચારે–ભાષાન્તરકાર, રવ. ઈડરનરેશ, સર કેશરીસિંહજી, ઉપઘાત લખનાર અને સંસ્કૃત સુભાષિત અને તત્વજ્ઞાનનાં સમાન વચન નોધનાર રા. રા. નગીનદાસ પુરૂષોત્તમદાસ સંઘરી. મૂલ્ય રૂા. ૨૯-૦ ૫-૬ શ્રી, કા. ગુ. સભાનાં પુરતાની સવિસ્તર નામાવલિ ભા. ૧ લે, ૨ . (-૫૦, અને ૫૧ થી ૧૫૦ પુસ્તકોની યાદી) તૈયાર કરનાર રે, ૨. અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. દરેકનું મૂલ્ય રૂા. ૨-૦-૦ (૬-૧) શ્રી ફાર્બસ ગુજરાતી સભાનાં હ. પુસ્તકની સંક્ષિપ્ત યાદી, તૈયાર કરનાર રા. ર. અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. ૭ ગુજરાતનાં ઐતિહાસિક સાધનો ભાગ ૧-૨ (સાથે ભેગા) ગઢે, વંશાવળીઓ, શહેરે, વગેરે સબંધી હકીકતેના લખાણ. સભા પાસેના સાધનોને આધારે તૈયાર કરનાર રા. નર્મદાશંકર વલ્લભજી દ્વિવેદી, મૂલ્ય રૂા. ૧-૧ ૮ રસકલોલ : બાળાઓએ ગાવાનાં સ્ત્રી જીવનનાં પ્રચલિત ગીતે. સંપાદક . રા. છગનલાલ વિ. રાવળ રૂ. ૭-૧૦-૧ ( ૯ પ્રબંધબત્રીશી (કવિ બંધારા માંડણકૃત) અને રાવણમ દેદરી સંવાદ (કવિ શ્રીધરકૃત) બનેય જૂના ગુજરાતીના ગ્રંથ-ટીકા સાથે. સંશોધક સ, રા, મહિલા બ. વ્યાસ, ટીકા તથા ઉપઘાતના લેખક . ર. શંકરપ્રસાદ છગનલાલ રાવળ, મૂલ્ય રૂા. ૦–૧-૦ ૧૦ પ્રાચીન કાવ્યવિદ ભાગ ૧ લે-પ્રાચીન આખ્યાન અને પદે, નાકર આદિ કવિઓના ગ્રંશે, (ભાષા કંઈક અર્વાચીન ગુજરાતી જેવી) સંપાદક રા. રા. છગનલાલ વિ. સવળ મૂલ્ય રૂા. ૧-૦-૦ ૧૧ અહુનવર–એ નામને સજન જૂને મંત્ર, પારસી ધર્મતત્વનું વૈદિક દ્રષ્ટિએ અવલોકન. વિવેચક રા. રા. માનશંકર પિતાંબરદાસ મહેતા મૂલ્ય ૦-૮-૦ ૧૨ વતુર્વારિકા-છો ગણાહૂરિસધા-rfशिष्टेन लमलकृतः संशोधितश्च एम. ए. इत्युपपदधारिणा છે. હોઢાની મૂક્યું છે. ૨-૮-૦ १३ प्रबन्धचिन्तामणिः--श्री. मेरुत्तुंगाचार्यरचितः शास्त्री दुर्गाशंकरेण संशोधितः मूल्यं १-८-० Page #264 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શાતા'પ્રદાય-સિદ્ધાન્ત, ગુજરાતીમાં તેને પ્રચાર અને ગુજરાતી સાહિત્ય ઉપર અસર કાદિ અને હાર્દિ મત્તનાં એ શ્રીચક્રો સાથે લે. દિ. અ. નદાશ કર દેવરા કર મહેતા, બી. એ. મૂલ્ય ૧-૮-૦ ૧૫ ગુજરાતના ઐતિહાસિક ઉત્કીર્ણ લેખે-ભાગ લે. મહારાજા અશે!કના પ્રાચીન યુગથી માંડી છેલ્લા ગુજરાતી વાધેલા વાની સમાપ્તિ પન્તના ગુજર વંશ પોન્ત ગાડવી, સશેાધી, ટીકા અને પાદનોંધા સાથે તૈયાર કરનાર રા. રા, ગિરજાશંકર વલ્લભજી આચાય એમ, એ. ક્યુરેટર, પ્રીન્સ એફ વેલ્સ મ્યુઝીઅમ- મુંબઈ મૂલ્ય રૂા. ૪-૮-૦ ૧૬ મહાભારત-ભાગ ૧ લા. પ્રાચીન ગુજરાતી અનુવાદ, રેકવકિવ હિરદાસકૃત આદિષ્ટ અને નાગરકવિ વિષ્ણુદાસરચિત સભાપ. સંપાદક અને સોધક રા, રા, કેશવરામ કાશીરામ શાસ્ત્રીજી, માંગરોળ ા. ૧-૪-૦ ૧૭ ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગો, તથા વાર્તાઓ વા. ગુજરાતી રાસમાળા. સંગ્રહ કરનાર અને લખનાર સ્વ. કવીશ્વર દપ તરામ ડાહ્યામાઈ, પ્રકાશક રા. રા. અંબાલાદ જી. જાની ખી. એ. મૂલ્ય ૦-૧૨-૦ ૧૮ તુવિ શતિપ્રખ ધ-શ્રીરાજશેખરસૂરિએ રચેલા, ગુજરાતી અતુવાદ અનુવાદક પ્રે. હીરાદ્યાન્ન રસિકલાલ કાપડીયા એમ, એ, મૂલ્ય રૂા, ૧-૦-૦ ૧૯ ૫'ચક્ર'ડ-નરપતિકૃત (સ. ૧૧૪૫) સ`શેાધક રા. રા. શકરપ્રસાદ છગનલાલ રાવળ મૂલ્ય રૂા. ૦૩૨-૭ • મળવાનું ઠેકાણું: એસસ એન. એમ. ત્રિપાઠી એન્ડ કું બુકસેલર્સ એન્ડ પબ્લીશસ પ્રીન્સેસ સ્ટ્રીટ-મુંબઈ ન. ૨ ર સભાના પારિતાષિકથી પ્રસિદ્ધ ગ્રન્થા ૭. (૧) મેટરલીંકના નિબંધો-(ભાષાન્તર) રા. રા. ધનસુખલાલ રૃ. મહેતા. (૨) વૈષ્ણવધર્મના સક્ષિપ્ત ઇતિહાસ-રા. રા. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી ( અપ્રાપ્ય: દ્વિતીય આવૃત્તિ સંશાધાવી શ્રી. . ગુ, સભા તરફથી તૈયાર કરાવાય છે. ) (૩) શૈવમતને સક્ષિપ્ત ઇતિહાસ-રા. રા. દુર્ગાશ કર કેવળરામ શાસ્ત્રી, (દ્વિતીય આવૃત્તિ સશેાધાવી શ્રી, ફા. ગુ, સળા તરફથી તૈયાર કરાવાય છે. ) (૪) દેહ, જીવ અને આત્માની વૈજ્ઞાતિક સીમાંસા (ભાષાન્તર )—— રા, રા, પ્રેમશંકર નારણજી દવે (૫) લાડ મારલીકૃત કાùાસિસ (ભાષાન્તર) સત્યાગ્રહની મર્યાદા રા. રા. મહાદેવ હિરભાઇ દેશાઇ, ખી. એ. એસએલ. બી, મૂલ્ય ।. ૧-~~~-~~ ૩ સભાના આશ્રયથી પ્રસિદ્ધ ગ્રંથા ૭ (૧) ન કાષ-સ્વ. કવિ નમઁદાશંકર લાલશંકર દવે rr (૨) “ ભક્તકવિ શ્રી દયારામનું જીવનચરિત્ર”-લે. રા. શંકરપ્રસાદ છગનલાલ રાવળ, પ્રકાશક રા, રા, નારણદાસ પરમાન દદાસ ડભાઈવાળા (૩-૪) કાઠિયાવાડનું કંઠસ્થ સાહિત્ય, ભાગ ૧ લેા તથા ૨ જો ( પ્રાચીન સ`ગ્રહા )-રા, રા. હરગોવિન્દ પ્રેમશંકર ત્રિવેદી મહુવા Page #265 -------------------------------------------------------------------------- ________________ (૫) અભિમન્યુ આખ્યાન-જન તાપીકૃત (૨. સં. ૧૭૮૫), રા. ઇ. મંજુલાલ રણછોડલાલ મજમુદાર, બી. એ. એલએલ. બી. વડોદરા (૬) સંયુક્તાખ્યાન ( કાવ્ય ] રા રે. ગજેન્દ્રશંકર લાલશંકર પંડયા. એમ. એ. સુરત (૭) શ્રી કૃષ્ણલીલા કાવ્ય-નિરાધલીલા દશમ સ્કંધ (ભાગવત) સંશોધક અને પ્રકાશક રા. ર. અંબાલાલ બુલાખીરામ જાની, બી. એફ રા. રા. નટવરલાલ ઈચ્છારામ દેશાઈ બી. એ. ના ભાગવતસ્વરૂપદશી મમગામી નિવેદન સાથે, મૂલ્ય રૂા. ૧-૪-૦ (સચિત્ર) ૪ મુદ્રણાલયમાં ૯ (1) રૂતમ બહાદુરને પવાડે (શામળ) . રા. અંબાલાલ બુ. જાની, બી. એ. (૨) રા. રા. નરસિંહરાવ ભેળાનાથ દિવેટીનાં “ફાઇલોજીકલ લેકચર્સ ” ભાગ ૧ લાનું ભાષાતર (સચિત્ર)–રા. રા. રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી, બી. એ. (૩) પ્રબંધચિંતામણિ-તુંગાચાર્ય કૃત ગુજરાતી અનુવાદ. તૈયાર કરનાર રા. રા. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી. (૪) મહાભારત ગુજરાતી-ભાગ ૨ જે વૈશ્યકવિ નાકરરચિત આરણયક પર્વ, સંશોધક . . કેશવરામ કાશીરામ શાસ્ત્રી. માંગરોળ (૫) રૂપસુદરથા – છબદ્ધ કાવ્ય પ્રાચીન) સંશોધક રા. રા. ભેગીલાલ જયચંદ સાંડેરારા (૬) ગુજરાતના એતિહાસિક ઉત્કીર્ણ લેખે, ભાગ ૨ જોઃ પ્રાચીન ચક્રવતી અનેક યુગથી માંડી વાઘેલા વંશ સુધી તામ્રલેખે અને શિલાલેખ ગોઠવણ તૈયાર કરનાર રા. રા. ગિરજાશંકર વલ્લભજી આચાર્ય, એમ. એ. (૭) મધુસૂદન વ્યાસકૃત હસાવતીની વાર્તા-સં. ૧૬૫૪ (પ્રાચીન) સંશોધક રા. રા. શંકરપ્રસાદ છગનલાલ રાવળ. પ તૈયાર થતા ૫ (૧) રાસમાળાની પૂરણિકા–દિ. બ. રણછોડભાઈ ઉદયરામ દવેએ સંહીત, ગોઠવી લખનાર રા. રા. ગિરનશ કર વલ્લભજી આચાર્ય એમ. એ. (૨) “પુકિમણીરી વેલી'–(પ્રાચીન) તૈયાર કરનાર છે. રા. નટવરલાલ ઇચ્છારામ દેસાઈ બી. એ. (૩-૪) શિવધર્મ અને વિષ્ણુધર્મ–-તેના સિદ્ધાતે, ગુજરાતમાં પ્રચાર અને ગુજરાતી સાહિત્ય ઉપર તેની અસર, સંશોધિત પરંપત દ્વિતીય આવૃત્તિ કર્તા રા. ર, દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી. (૫) મહાભારત-ગુજરાતી ભાગ 3 જ : વિરાટપર્વ વગેરે સંશોધક છે. રાકેશવરામ કાશીરામ શાસ્ત્રી, માંગરોળ, Page #266 -------------------------------------------------------------------------- ________________ - - શાળા-પાઠશાળાઓને ઇના માટે તેમાં પુસ્તકોના - 2 ગ્રહ માટે રમુડધી કિંમરની ગાઠવણ | મુઈ ઇલાકાનાં, સરકારી, દેશી રાજાની અને લોકલ એનાં કેળવણી ખાતાંને વાચનપ્રસાર માટે તથા શા માટે તેમ જ તેમનાં પુસ્તકાડાચા અને સાર્વજનિક લાઈબ્રેરીના સેન્ડ માટે નીચેનાં પહેલાં દશમાંનાં મઠ ( 3 થી 10 ) પુસ્તકા ( ઉ મ તે ચાતો આપવાની ચેજના , થયુદી છે, માત્ર રાસમાળા ભાગ - ર , સંસ્થાઓનું રા ટેકેટના કુમોશાનથી મૂળશે. આના લાલ! લેવા છલો સંસ્થાએ પથ્યવહાર કરવા. ' 6 - રાસ {Lળા ( સત્રન) 3 જી આવૃત્તિ, ભાગ 1 અને 2 દરેકનું મૂલ્ય રૂા. 5-8-0 4 માસ રેલીમ્મસ એટીનીનસના સુવિખ્યા-મૂહય રૂ, 2) - પ-૬ શ્રી. કા. શુ, સભાનાં પુતકાની સવિસ્વરે ગાવલિ. ભાગ 1 લે, કે ; ( 1 થી 5 0 પુરd&ાતા યાદી) કે તું મૂહું રી, 2) છે ગુજરાતનાં એતિહાસિક સાધુ સૈા ભાગ ; - રે સાથે બે શો) | ગલ્દી, વંશાળીએ, રાહુરા વગેરે સંબંધી હકી તીનાં લખાણુ. !. ૧-૦મ 0 8 રાકલ્લોલ: સ્ત્રીવનનાં શી રી, 8 - 1 0-9 , છે કે , બાધબત્રીશી (કવિ બંધારા મોડલા, કેત, Eaa હાવા દારી સવાદ ( કવિશ્રીધરકૃત ). ટીકા રા મૂ૯ રૂા. 2 , પ્રાન કાવ્યવિનાદ બાગ 1 લા--' : Uીન ખાખ્યાતા અને પદી, નાકર આદિ કવિઓના "! મૂલ્ય રૂા. 1-0-0, 61 હેનવર, પારસી ધર્મતત્વનું વૈદિક દ્રષ્ટિએ અવલોકન મૂલ્ય રૂ. 0 62 થઈ સાતિઝg Fણ :--શશીરાજ રોષafજુઠET :- ખર્ચ રુ. શો 63 પ્રવધુ વિકલાઝfor:- Trગ્રાઇવિસ:-સૂર્ય જે. ?ll 14 શાક્તસ મુદાય સિદ્ધાના યુવર વતી સાહિત્ય ઉપર અસર. કાદિ અને હાદિ મતનાં એ શ્રીચક્રો શુ થે મૂલ્ય - 8 ૬પ ગુજરાતના ઐતિહાસિક લેખે ભાગ 1 લો. મહ ! રાજા જ છેથી વાધેલા વંશની સમાપ્તિ પંથે ત્વના રૂા. 4-8-. - H મહાભારત પ્રાચીન ગુજરાતી ) વાધ, કધ કવિ C રિદાસકૃત - આદિપર્વ અને નાગરકવિ વિઇ દાસ રચિત સભા પૂર્વ મૃદય રૂ. 1-4-0 - 27 ગુજરાતના કેટલાક એ તણા પ્રકાર, તથા વાનાંઆ વા. ગુજ રાતી રસભાળ. મૂલ્ય રૂા. જે તે 2- : - 18 શ્રીyb૧ કલાકા, હરી મ ક ભા), વન 1 પર 9) રચનાર હાથ કવિ કેશવ હૃદયરમ, યુ ટગ રૂા. 6 - 8 (સચિત્ર ) મેસર્સ એન. એમ. ત્રિપાઠી એન્ડ કું.