________________
૧૫
( ૧૪ )
મદનીતિને પ્રબન્ધ ઉજજયિની માં વિશાલકીર્તિ (નામે) દિગંબર હતો. તેને મદનકીર્તિ (નામ) શિષ્ય હતે. પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર એ ત્રણ ૫ દિશામાંના સર્વ વાદીઓને છતીને “મહાપ્રામાણિક ચૂડામણિ” એવું
બિરુદ ઉપાર્જન કરી તે પોતાના ગુથી અલંકૃત “ઉજજયિની” ગયો. (અ) તેણે ગુરુને વંદન કર્યું. પહેલેથી જ જનપરંપરા પાસે તેની કીર્તિ તેણે સાંભળી હતી. (એથી) તેણે એ મદનકિતિની ભૂરિસૂરિ પ્રશંસા કરી. તે પણ આનંદ પામે. કેટલાક દિવસ પછી તેણે ગુરુને કહ્યું કે હે ભગવન ! હું દક્ષિણના વાદીઓને છતવાને ઇચ્છું છું. ત્યાં જાઉં? રજા આપો. ગુરુએ કહ્યું કે હે વત્સ ! તું દક્ષિણમાં જઈશ નહિ; કેમકે એ દેશ ભેગોનો ભંડાર છે. ત્યાં ગયેલો ક તત્ત્વજ્ઞાની પણ ખરેખર ભ્રષ્ટ થતું નથી? ગુરુના વચનનું ઉલ્લંઘન કરી વિદ્યાને ગર્વથી ઉન્મત્ત બનેલો તેમજ જાળ, કોદાળી, નિસરણી વગેરે સાથે ઘણું શિષ્યોથી પરવરેલો તે મહારાષ્ટ્ર વગેરેના વાદીઓ(ના મદ)ને ચૂર્ણ કરતે કર્ણાટ' દેશ પહોંચે. ત્યાં “વિજયપુરમાં પિતાની મેળે ત્રણ વિદ્યાના જાણકાર બનેલા, વિબુધને વલ્લભ અને સભામાં બેઠેલા એવા કુતિજ નામના રાજાને દ્વારપાલ દ્વારા નિવેદન કરાયેલા તેણે જોયો અને તેણે તેનું વર્ણન કર્યું હે દેવી! તારા ભુજદંડના ગર્વની ગરિમાના ઉદ્દગારના પ્રતાપરૂપ અગ્નિની જવાળાથી તપેલા (2) કીર્તિરૂપ પારાની ઘડીમાં (બહાર) ફૂટી નીકળતા બિન્દુઓ શેષનાગ, કેટલાક તારા, કેટલાક ક્ષીરસમુદ્ર, કેટલાક હિમાલ, શંખે, છીપ, કરકે. કપૂર, કુન્દ અને ચન્દ્ર(રૂપે પરિણમ્યાં) છે. હે કુતિભેજ ! આપની કીર્તિ સ્વર્ગગામાં સ્નાન કરી દિક્પાની આસપાસ ફરીને સૂર્યમય ગેળાને ધારણ કરતી સાત સમુદ્ર અને પૃથ્વીમંડળને ઓળંગી તમારે વિષે મારું એક પત્નીવ્રત છે–તમે જ મારા પતિ છે એવી પ્રસિદ્ધિ માટે (એક બાજુ) વિષ્ણુના પગને અને બીજી બાજુ) શેષનાગનાં મસ્તકને પણ નિરંતર સ્પર્શે છે. (આ સાંભળીને) રાજાને ચમત્કાર થશે. (એટલે) મહેલની પાસેની જગ્યામાં તેણે દિગંબરને રાખ્યો. રાજાએ કહ્યું કે અમારા પૂર્વજોના વર્ણનથી યુકત એક ગ્રંથ તમે રચે. તેણે કહ્યું કે હે દેવ ! હું એક દિવસમાં પાંચસે કે રચવા સમર્થ છું; પરંતુ તેટલા લખવા સમર્થ નથી. કોઈ લેખક આપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org