________________
v
]
ચતુર્વિશતિપ્રબન્ધ
(તીવ) ચારિત્ર ધારણ કરતાં તેમણે વિહાર કર્યો. અન્યોન્ય ગુરુઓ પાસેથી ‘પૂર્વમાં રહેલા શ્રતે તેમણે મેળવ્યાં. વૃદ્ધવાદી સ્વર્ગ ગયા.
એક દહાડે સિદ્ધસેને સંઘ મેળવીને કહ્યું કે જો તમે આજ્ઞા કરે તે સર્વે આગમને હું સંસ્કૃતમય કરું. ત્યારે સંઘે કહ્યું કે શું તીર્થકરે અને ગણધરો સંસ્કૃતમય કરવાનું જાણતા ન હતા કે જેથી ૫ તેમણે આગમો અર્ધમાગધીમાં રચ્યા ? વાસ્તે આ પ્રમાણે બેલતા એવા તને મોટું પ્રાયશ્ચિત લાગ્યું. એ તારી આગળ શું કહીએ? તું જાતે જ જાણે છે. ત્યાર પછી વિચાર કરીને તેમણે કહ્યું કે સંઘ ! સાંભળઃ મૌનતાને આશ્રય લઈ મુખવસ્ત્રિકા, રજોહરણ વગેરે જેન લિંગે ગોપવી, પ્રકટપણે અવધૂતનું રૂપ ધારણ કરી ઉપયોગ પૂર્વક બાર વર્ષ ૧૦ પર્યત “પારસંચિક” નામનું પ્રાયશ્ચિત્ત કરીશ. એમ કહીને તે ગચ્છને મૂકીને ગામ, નગર ઇત્યાદિ (સ્થળે) ફરતાં ફરતાં બારમે વર્ષે શ્રીમતી “ઉજજયિની” (નગરી)માં આવીને “મહાકાલ” મંદિરમાં “શેફાલિકા પુષ્પ વડે રંગેલાં વસ્ત્રવાળા અને વિભૂષિત દેહવાળા થઈ ત્યાં બેઠા. ત્યાર બાદ દેવને કેમ તે નમતો નથી એમ લેકા બબડવા છતાં તેઓ ૧૫ બોલ્યા નહિ. જનપરંપરા દ્વારા આ પ્રમાણેની હકીકતો સાંભળીને શ્રીવિમાદિત્ય દેવ (ત્યાં) આવીને બેલ્યા કે હે દૂધ ચાટવાની ઈચ્છાવાળા ભિક્ષુક ! તું દેવને કેમ પ્રણામ કરતો નથી? એ ઉપરથી (આ) વાદીએ રાજાને કહ્યું કે મારાથી પ્રણામ કરતાં લિંગને ભેદ થશે કે જે આપની અપ્રીતિ માટે થશે. રાજાએ કહ્યું કે ભલે તેમ ૨૦ થાય. તે નમસ્કાર કર. તેમણે કહ્યું કે ત્યારે સાંભળ. પદ્માસન વાળીને દ્વત્રિશદ્વાચિંશિકા વડે દેવની સ્તુતિ કરવી તેમણે શરૂ કરી. જેમકે
સ્વયંભૂ, ભૂતસહસ્ત્રનેત્ર, અનેક, એકાક્ષર, ભાવલિંગ, અવ્યક્ત, અવ્યાહતવિશ્વલક, અનાદિ, અમધ્યમ, અનંત, અપુણ્ય, અપાપ ઇત્યાદિ શ્રીવીરદ્વાત્રિશદાવિંશિકા તેમણે રચી. પરંતુ તેનાથી તે પ્રકારને ચમત્કાર ૨૫ નહિ જણાતાં પછી શ્રી પાશ્વનાથદ્વત્રિશિકા રચવા માટે તેમણે કલ્યાણમંદિર સ્તોત્ર રચ્યું કે જેના પહેલા જ લે કે મંદિરમાં રહેલા લિંગમાંથી અગ્નિની શિખાના અગ્ર ભાગમાંથી જેમ ધૂમાડાના ગોટેગોટા નીકળે તેમ ધૂમાડાના ગોટેગોટા નીકળ્યા. તેથી લેકે એમ કહેવા લાગ્યા કે આ આઠ વિદ્યાના સ્વામીના પણ સ્વામી, કાલાગ્નિ રદ્ર ૩૦ ભગવાન (પિતાના) ત્રીજા નેત્રના અગ્નિ દ્વારા ભિક્ષુને ભસ્મ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org