________________
શ્રીરાજરોખરસૂરિષ્કૃત [૬ શ્રીવૃદ્ધવાવિ-વિલેન
'
નાંખશે. ત્યાર પછી સૌથી પ્રથમ વીજળીના તેજની જેમ તડાત્કાર પૂર્વક જ્યોતિ નીકળી. ત્યાર બાદ શ્રીપાર્શ્વનાથની પ્રતિમા પ્રકટ થઈ. તેની વાદીએ વિવિધ સ્તેાત્રા વડે સ્તુતિ કરી અને ક્ષમા યાચી. રાજા વિક્રમાદિત્યે પૂછ્યું કે ભગવન્ ! પૂર્વે નહિ જોયેલું એવું આ શું દેખાય છે? આ કયા નૂતન દેવ પ્રગટ થયા? સિદ્ધસેને ત્યારે કહ્યું કે હું નરેશ્વર ! પૂર્વે આ જ અવંતી 'માં શેઠાણી ભદ્રાના પુત્ર અને બત્રીસ પત્નીઓના યૌવનની સુગંધના સર્વસ્વને ગ્રાહક એવા અવન્તીસુકુમાલ નામથી પ્રસિદ્ધ શેઠ (રહેતા ) હતા. શાલિભદ્રની પેઠે તે કરો એ ઘરના વ્યાપાર કરતા ન હતા, પરંતુ તેની માતા જ ઘરની સમગ્ર ચિન્તા કરતી હતી—બધી સંભાળ રાખતી હતી. એક હ્રાડા દશપૂર્વધર અને ‘ મૌર્ય ’વંશને વિષે મુકુટ સમાન સંપ્રતિ રાજાને ગુરુ નામે આર્યસુહસ્તિ ગચ્છ સહિત વિહાર કરી ‘અવંતી’ આવીને ભદ્રાની અનુજ્ઞા પૂર્વક તેના ઘરના એક ભાગમાં રહ્યા. રાત્રે તે ' નિલનીગુલ્મ ' નામના સ્વર્ગીય વિમાનને વિચાર ગણતા હતા. તપેાધન જનાએ વિશ્રાંતિ લીધી એટલે તે વિચારને સાંભળતાં, ચન્દ્રપ્રભાથી સાન્દ્ર એવી રજનીને વિષે ધીમે પગે ચાલીને અવન્તિ મુકુમાલ ત્યાં આવ્યા અને રૂડી રીતે તે (વિચાર )નું તેણે શ્રવણ કર્યું. અને આવીને ગુરુને તેણે કહ્યું કે હે ભગવન્ ! આપ આ શું ગણેા છે? આર્યે કહ્યું કે હે વત્સ ! નલિનીગુલ્મ ' વિમાનને વિચાર. અવન્તીમુકુમાલે કહ્યું કે આ જ २० પ્રમાણેના ગયા ભવમાં મેં અનુભવ કર્યાં છે. (હવે) એ કયા ઉપાયથી મળે ? ચારિત્રથી એમ આર્યે કહ્યું. વહાણું વાયું, ત્યારથી (જ) જેમણે ‘નલિનીગુલ્મ’ વિમાનને ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા લઇ જાતે લેાચ કર્યાં, અને પાછળથી ગુરુએ પણ જેમને સામાયિકરૂપ ચારિત્ર આપ્યું અને જેમણે ‘કંથારકુ ંગ ’ નામના સ્મશાનમાં જઈને કાયોત્સર્ગ કર્યાં ( તે અવન્તીમુકુમાલના શરીરમાં ) દર્ભની સૂચી (સળી) વીંધાવાથી તેમના શરીરમાંથી ) વહેતી લેાહીની ધારાની વાસ વડે લેાભાઈને બચ્ચાં સહિત આવેલી ભૂખી શિયાળણી જે પૂર્વ ભવમાં તેમની પત્ની હતી તેના દ્વારા ( પોતાના દેહનું ) ભક્ષણ થતાં તેમણે સદ્દભાવના વડે પાપકર્મની નિર્જરા કરી ‘ નલિનીગુલ્મ ’ પ્રાપ્ત કર્યું. સવારના ગુરુમુખથી પુત્રને વૃત્તાન્ત જાણી પુત્રવધૂ સાથે તે (ભદ્રા) સ્મશાનમાં આવી વિવિધ વિવિધ પ્રકારે વિલાપ કરવા લાગી. પછી પાછી ઘેર આવી. એક સગર્ભા વહુને ઘરમાં મૂકીને ૩૧ વહુએ સાથે સંમમ લઇ તે સ્વર્ગે ગઇ. સગર્ભા અવસ્થામાં રહેલી
'
For Private & Personal Use Only
www.jainelibrary.org
૩૪
૧
૧૫
૨૫
૩૦
Jain Education International