________________
પ્રવચ્છ]
ચતુર્વિશતિપ્રબન્ધ
વહુથી ઉત્પન્ન થયેલા પુત્રે યૌવન પ્રાપ્ત થતાં આ પ્રાસાદ કરાવ્યો. મારા પિતાને મહાકાલ અત્ર થ માટે “મહાકાલ” એવું (તેણે તેનું) નામ પાડયું. શ્રીપાશ્વની પ્રતિમા મધ્યમાં સ્થાપવામાં આવી. કેટલાક દિવસ લેકમાં તેની પૂજા થઈ. અવસર મળતાં (લાગ જોઈ) બ્રાહ્મણોએ તેને ઢાંકી દઈને તેની જગ્યાએ ) આ શિવનું લિંગ સ્થાપ્યું. હમણાં મેં કરેલી ૫
સ્તુતિથી સંતુષ્ટ થયેલ શ્રીપાશ્વનાથ(ની પ્રતિમા )નો પ્રાદુર્ભાવ થયો. મે પ્રેરેલા શાસનદેવતાએ બળથી શિવલિંગ ભાંગી નાંખ્યું. સત્ય અને અસત્યનું અંતર તું છે. તે સાંભળી રાજાએ (જૈન) શાસનને વિષે દેવને સેંકડો ગામે આપ્યાં. ગુરુ પાસે સમ્યકત્વ પૂર્વક બાર (?) વ્રત તેણે ગ્રહણ કર્યો. વળી તેણે વાદીન્દ્રની પ્રશંસા કરી કે દેડકાંને ખાઈ ૧૦ જવામાં ચતુર એવા સર્પો પુષ્કળ છે, (પરંતુ) પૃથ્વી(ને ભાર) ધારણ કરવામાં સમર્થ એ તે શેષ એક જ ખરેખર છે. આપ તેવા છે. અહો તમારી કવિત્વની શક્તિ! સાકરમાં પકાવેલું હોય તેના જેવું (મીઠું) પદ એકદમ કેને સ્ફરતું નથી ? કેરીના રસમાં તરબોળ એવી ઉક્તિનો વૈભવ કેને નથી ? (પરંતુ) અવર્ણનીય ઉભયને એકત્રિત કરી) અમૃ. ૧૫ તના નિર્ઝરના ઉદ્દગારોથી યુક્ત રસ વડે (શ્રોતાના મનને ) તરંગે ચડાવે તે (કવિ) તે કદાચિત જ એકાદ મળે. સુકવિઓનાં મધને ઝરતાં આ વચને તે મોટા પુણ્યના પરિણામથી સ્વેચ્છાપૂર્વક જગતમાં વિપકવ બને છે, નહિ કે નામથી, નહિ ટીકાથી, નહિ છંદ સંબંધીના પરિચયના વશથી, નહિ શબ્દની વ્યુત્પત્તિથી કે નહિ ગુરુના ગુપ્ત ઉપદેશથી. ૨૦ આ પ્રમાણે સ્તુતિ કરીને એ સમ્રા પિતાને સ્થાને ગયા. પ્રભાવના વડે ખુશ થયેલા સંઘે વાદીન્દ્રને પણ સંઘમાં લીધા.
એક દહાડે સિદ્ધસેન વિહાર કરતાં “માલવ' (દેશ)માં “ઓંકાર નગરમાં ગયા. ત્યાં ભક્ત શ્રાવકેએ સૂરિને વિનય પૂર્વક નિવેદન કર્યું કે હે ભગવન ! આ જ નાગરની પાસે એક ગામ હતું. ત્યાં સુન્દર નામને ર૫ રાજપુત્ર ગામને નાયક હતો. તેને બે પત્નીઓ હતી. એકે પ્રથમ પુત્રીને જન્મ આપ્યો તેથી તે ખિન્ન થઈ. તે વારે જ સપત્નીને પણ પ્રસવની તૈયારી જ હતી. એ પુત્રને જન્મ આપીને પતિને વિશેષ પ્રિય ન થઈ પડે એવી સ્ત્રીત્વને એગ્ય તુચ્છ બુદ્ધિ વડે તેણે એક સૂતિકાને કહ્યું કે જે આ મારી પત્ની પ્રસવ-સમયે દૈવયોગે તને બોલાવે (અને ૩,
૧ શેક, પતિની બીજી સ્ત્રી. રસોઇયાણી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org