________________
શ્રીરાજશેખરસૂરિકૃત [દશી વારિરિસેર
તેને જે પુત્ર અવતરે) તે અન્ય સ્થાનેથી પહેલેથી સંગ્રહેલું કોઈ મરેલું બાળકને ત્યાં તારે સંચાર કરે; અને તેને અવતરેલ બાળક જે પુત્રી હોય તે તેને તારે લઈને ગામથી દૂર મૂકી આવવી. (તેના બદલામાં ) આ સુવર્ણ લે. આ પ્રમાણે તેણે મંત્રણા કરી. દેવવશાત તેમ જ થયું અને તેણે તેમજ કર્યું. રાજપુત્ર ઉત્પન્ન થતાં જ તેને ગામથી દૂર ફેંકી દેવામાં આવ્યા. તે રાજપુત્રનું પુણ્ય અધિક હેવાથી તેની કુલદેવતાએ ગાયરૂપે તેને દૂધ આપીને (પાઈને) પાળીને લગભગ આઠ વર્ષને કર્યો. ત્યાર બાદ અહીં જ “કાર' નગરને વિષે શિવમંદિરના અધિકારી ભરડાએ
તેને જે, બેલા અને પિતા(ના પંથ)ની દીક્ષા આપી. ૧૦ એક દિવસ “કન્યકુજ' દેશને અધિપતિ રાજા કે જે જન્મથી
અંધ હો તે દિગ્વિજયનું કાર્ય કરતાં કરતાં પાસે આવીને વસ્યા. તેવામાં) રાત્રે નાના ભરડાને શિવની આજ્ઞા થઈ કે તારે “કન્યકુજ'ના રાજાને શેષા આપવી. એથી એની આંખ સાજી થશે. નાના મોટા ગુરુને તે
વાક્ય કહ્યું અને તેની આજ્ઞાથી શેષા લઈને, છાવણની મધ્યમાં આવીને ૧૫ તેણે રાજાના પ્રધાને કહ્યું કે હે (પ્રધાને !) તમારા સ્વામીને અમારી
સંમુખ લાવો, કે જેથી કમળના પત્રના જેવાં મનહર, પિતાના વિષયને ગ્રહણ કરવામાં સમર્થ એવાં નેત્રવાળો જલદી અમે એને બનાવીએ. તે ઉપરથી પ્રધાન વડે પ્રેરાયેલે રાજા ત્યાં આવ્યા. ઋષિએ આપેલ શેષા લઈને આંખમાં તે આંજતાં તેનાં નેત્ર સાજો થયાં. (આથી) ખુશ થઈને ભક્તિપૂર્વક (એ) શાસનને વિષે સેંકડો ગામે તેણે આપ્યાં. આ જ “ઓંકાર' (નગર)માં આ ઊંચું મંદિર તેણે કરાવ્યું. અમે આ નગરમાં રહીએ છીએ (પરંતુ) જૈન મંદિર કરાવવાનું (બળ અમને) પ્રાપ્ત થયું નથી. (કેમકે) મિથ્યાત્વીઓ પરાક્રમી છે. તેથી તમે એમ કરે કે જેથી આથી અધિક ઊંચું અને મનોહર ચૈત્યનું નિર્માણ થાય. તમે જ પરાક્રમી છો (ઘારશો તે કરી શકશે). તેમનું વચન સાંભળીને વાદીએ.
અવન્તી” જઈ હાથમાં ચાર કે લઈ, વિક્રમાદિત્યની (સભા)ના દરવાજે આવી દ્વારપાળ મારફતે રાજાને એક લેક કહેવડાવ્યો. તેણે તે કહ્યો. જેમકે (તમારા) દર્શનને અભિલાષી અને હાથમાં ચાર ગ્લૅક લઈને આવેલ ભિક્ષુ અટકાવવાથી બારણે ઊભે છે. તે આવે કે જાય ? એ લેક સાંભળીને વિક્રમાદિત્યે પ્રતિશ્લેક કહેવડાવ્યું. જેમકે દશ લાખ (મુદ્રા) તેમ જ ચૌદ
૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org