________________
ચતુર્વિશતિપ્રબન્ધ
૩૭
શાસને (એટલું મેં તેને) આપ્યું. (હવે ) હાથમાં ચાર લેક લઈને આવેલ (જોઈએ તે) આવે કે (જોઈએ તો) જાય. તે બ્લેક સાંભળીને વાદીએ દ્વારપાળ મારફતે રાજાને કહેવડાવ્યું કે ભિક્ષ દર્શન જ ઇચ્છે છે, નહિ કે દ્રવ્ય. ત્યાર બાદ રાજાએ પિતાની દૃષ્ટિ સમક્ષ તેને બોલાવ્યા, (આવતાં તરત જ) ઓળખ્યા અને કહ્યું કે હે ભગવન્! ૫ કેમ લાંબે વખતે દેખાઓ છે ? આચાર્ય કહ્યું કે ધર્મકાર્યને વશ હોવાથી ચિરકાળે આવ્યો છું, ચાર લોકો સાંભળ. રાજાના સાંભળતાં તેણે કહ્યું કે આવી) અપૂર્વ ધનુર્વિદ્યા આપ ક્યાંથી શીખ્યા (કે જેથી )
બાણોનો સમુદાય સામે આવે છે અને દેશી દિશાંતરમાં જાય છે? સરસ્વતી તારા મુખમાં અને લક્ષ્મી તારા કરકમલમાં રહે છે. તે હે ૧૦ નરેશ્વર ! શું (એથી) કીતિ ગુસ્સે થઈ છે કે તે દેશાંતર ગઈ છે ? હે પૃથ્વી પતિ ! ચારે સમુદ્રમાં સ્નાન કરવાથી જાણે જડતા પ્રાપ્ત કરી હેય-ટાઢે ડરી ગઈ હોય તેમ કીતિ આતપ માટે ( તાપવા વાસ્તે) સૂર્યમંડળમાં ગઈ છે. તે સર્વદા બધું આપે છે એમ (આપની) લેકે તારી જે પ્રશંસા કરે છે તે ખોટી છે, કેમકે શત્રુઓને તારી પીઠ ૧૫ મળતી નથી તેમ જ પરસ્ત્રીને તારી છાતી મળતી નથી. (આ) સાં. ભળીને સંતોષ પામેલા વિક્રમે યથાસંખ્ય વસ્ત્ર, સુગંધી દ્રવ્ય, સુવર્ણ નાણું, હાર ઇત્યાદિથી પરિપૂર્ણ ચાર હાથીઓ મંગાવી આચાર્યને કહ્યું કે આ ગ્રહણ કર. આચાર્યે કહ્યું કે હું આનો અર્થી નથી. ત્યારે વિકમે કહ્યું કે મારી પૃથ્વીને વિષે ઉત્તમ એવા ચાર દેશે તમારી ઈચ્છાનુસાર ૨૦ ગ્રહણ કરો. વાદીએ કહ્યું કે આની પણ મને ઇચ્છા નથી. ત્યારે રાજાએ કહ્યું કે, ત્યારે તમે શું ઈચ્છે છે? (વાદીએ ઉત્તર આપે કે, હે રાજા! સાંભળ. “કાર” (નગર)માં ચાર ધારવાળું જૈન મંદિર શિવમંદિરથી ઊચું કરાવે અને તું જાતે પરિવાર સહિત ત્યાં આવી) તેની પ્રતિષ્ઠા કરાવ. રાજાએ તે તેમ જ કર્યું. (આ) પ્રભાવનાથી સંઘ ખુશી થા. ૨૫ એ પ્રમાણે જૈન ધર્મને ઉદ્દઘાત કરતા વાદી દક્ષિણ દિશા)માં પૃથ્વીસ્થાન પુર વિહાર કરી ગયા. ત્યાં (પોતાને) આયુષ્યને અંત આવેલ જાણી અનશન લઈ સ્વર્ગલોકમાં તેઓ સંચર્યા. ત્યાંના સંઘ, ચિત્રકૂટમાં (વસતા) સિદ્ધસેનના ગચ્છને તે વૃત્તાન્ત જણાવવા
૧ આને પરિહાર એ છે કે ચાચકને સમૂહ સામે આવે છે અને તેને તમે દાન આપે છે એથી) તમારા ગુણ દિગંતમાં જાય છે વિસ્તરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org