________________
૧૦
૧૫.
શ્રી રાજશેખરસૂરિકૃત [૨ વરરાજાનવેણી કાપી નાંખી છે. તે તે પાતાલમાં જતી રહી છે). એથી મારે રાજયનું કામ નથી. આ વેણી જ રાજ્ય કરે. તે પ્રમાણે (કરવાની) કબૂલાત આપી તેઓ પણ નગરની બહાર મંડપમાં ઉત્સવપૂર્વક વેણી દ્વારા રામની પાદુકાની પેઠે રાજ્ય ચલાવવા લાગ્યા.
આ તરફ પેલી વસુદત્તિકા સખેદ જઈને પોતાના મહેલમાં સુઈ ગઈ. તેની સખીઓએ તેની વેણી કપાયેલી જોઈને નામ દેવીને બેલાવી (તે) બતાવી. જાગેલી પુત્રીને નામલ દેવીએ પૂછ્યું કે બેન! આ શું? તારે પણ પરિભવ ? પુત્રીએ પણ માને એવું બન્યું હતું તેવું કહ્યું અને તેણે વળી તે પિતાના પતિ નાગરાજને કહ્યું. (એથી) ગુસ્સે થયેલા તેણે તરત જ તક્ષકને બોલાવી (બનેલી) વાત કહી હુકમ કર્યો કે તું જા અને રાજ્ય સહિત ઉદયનને બાળી મૂકી તે પણ તેના હુકમથી ચાલ્યા. તે કૌશાંબી’ પહોંચ્યા. તેના પરિસરમાં-ભાગેળે ઉસે (થતા) જેઈને નરરૂપવાળા તેણે કેઈને પૂછવું કે શા માટે આ ઉત્સવનું સામ્રાજ્ય છે? ત્યાંના માણસે કહ્યું કે આ પ્રમાણે, આ પ્રમાણે રાજાએ દિવ્ય કન્યાની વેણી કાપી નાંખી. (પછી) પશ્ચાત્તાપ ઉત્પન્ન થવાથી તેણે રાજ્ય તેને સોંપી દીધું છે. એથી અહીં વેણુ” રાણી છે. રાજા અહીં જ એક ભાગમાં તપ તપે છે. તક્ષકે ઉત્સવ જે. વચ્ચે ફરતાં તેણે કુશ ઉપર પથારી પાથરીને રહેલા, પદ્માસને બેઠેલા હાથમાં જપમાલાથી યુક્ત, તપશ્ચર્યાથી પાતળા પડી ગયેલા અને પ્રાણને વશ કરી મૌન ધારણ કરી રહેલા એવા રાજાને પણ જે. નરરૂપે તક્ષકે તેને પૂછયું કે તું કોણ છે? તું શા માટે તપ તપે છે? તેણે પણ દીર્ધ અને ઉષ્ણ નિઃશ્વાસ નાંખી કહ્યું કે હે ઉત્તમ પુરુષ! મંદ ભાગ્યવાળા મને તું શું પૂછે છે? મેં એક પુણ્યશાળી હરિણાક્ષીને જેઇ. તેની પાછળ જતાં મેં પાપીએ તે જનારની વેણીને અને સાથે સાથે નિજ પુણ્યની પરિસ્થિતિને તરવારથી છેદી નાંખી. તે ઇચ્છિત સ્થાને જતી રહી. મેં ઉદયન રાજાએ તે રાજ્ય તેને સમર્પણ કર્યું છે અને હવે) હું પોતે તપ કરું છું. એ પ્રમાણે સાંભળીને ક્ષણે થોભી ઉપદ્રવ કર્યા વિના પાતાલમાં જઈ તેણે નાગેન્દ્રને કહ્યું કે હે દેવ ! પાપ વિનાને અને બુદ્ધિશાળી એવો ઉદયન, વેણી’નગર તેમજ રાજ્યને ઉત્સવ મારા જોવામાં આવ્યાં. તે પુણ્યાત્મા કમળ મનને હોઈ અત્યંત પરિતાપ પામે છે. વિનયશીલ હોઈ તે માનને લાયક છે. તે સાંભળીને નાગરાજ રાજી થયો. તેણે તક્ષકને પૂછયું કે શું નકરવું) એગ્ય છે? તક્ષક બોલ્યો કે હે દેવ ! તેની જ સાથે વસુદત્તિનો વિવાહ કરવો યોગ્ય છે.
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org