________________
ख-परिशिष्टम् કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિએ પિતાના પ્રાકૃત વ્યાકરણમાં ઉદાહરણરૂપે આ મહાકાવ્યનાં પડ્યો નિર્દેશ્યાં છે. વિશેષમાં જયવલ્લભક્ત વજાલગ જે વિજાલય, વિદ્યાલય અને પદ્યાલય એ નામથી પણ ઓળખાવાયા છે તેમાંની કેટલીક ગાથાઓ આ મહાકાવ્યમાં હોવાનું ડો. ભાંડારકરે સૂચવ્યું છે. આને કપૂરમંજરી (પૃ. ૧૯૩)માં ઉલ્લેખ કરાય છે. ૫ (૮) મહા(મહુ)મહવિજય મહાકાવ્ય
શ્રીબપ્પભદિસરિચરિત્ર (પૃ. ૭૭) તેમજ એનું ભાષાંતર (પૃ. ૬૭) વિચારતાં વાક્ષતિએ ગેડવધ નામનું પ્રાકૃત મહાકાવ્ય રચ્યા પૂર્વે એ મહાકાવ્ય રચ્યું છે એ ધ્વનિ નીકળે છે. ગિાડવધના નિમ્નલિખિત"महुमहविययपउत्ता वाया कह णाम मउलउ इमंमि। १० पढमकुसुमाहि तलिणं पच्छाकुसुमं वणलयाण ॥ ६९॥" -પદ્ય ઉપરથી જણાય છે કે મહુમવિયય યાને મધુમથવિજય ગોડવધ પૂર્વે રચાયું છે અથવા તો તે દિશામાં કવિરાજ પ્રવૃત્ત થયા છે. ગમે તેમ છે પરંતુ એ મહાકાવ્ય અદ્યાપિ કોઈ સ્થળે ઉપલબ્ધ થયેલું જણાતું નથી, જોકે એ કાવ્યનાં કેટલાંક અવતરણો છૂટાછવાયાં જોવાય છે. જેમકે ૧૫ હાલની સપ્તશતીની ટીકામાં જે બે પદ્યો વાતિની કૃતિ તરીકે નિર્દેશાયેલાં છે અને જે ગૈાડવધુમાં જણાતાં નથી તે એ મહાકાવ્યનાં હોવાં જોઈએ એમ મનાય છે. વિશેષમાં વન્યાલક્ષ્મી અભિનવગુપ્તકૃત ટીકા ( નિર્ણયસાગરીય આવૃત્તિ પૃ. ૧૫૨)માં એક અવતરણ તેમજ સરસ્વતીકંઠાભરણમાં બે અવતરણો નજરે પડે છે. આનંદવર્ધને વન્યાલોકમાં ૨૦ અને શ્રી હેમચન્દ્રસૂરિવરે અલંકારચૂડામણિમાં એ કાવ્યનો ઉલ્લેખ કર્યો છે. એ કાવ્યનું નામ વિચારતાં મધુ દૈત્યને નાશ કરનાર વિષ્ણુની સ્તુતિ એને વિષય હશે એવું અનુમાન કરાય છે.
૧ ૧-(૨૧) ૬ના દૃષ્ટાંત તરીકે ૧૮મું પઘ, ૧-૭ના ઉદાહરણાર્થે ૮૬મું અને ૧૮૮મું, ૧-૦ના ઉદાહરણરૂપે ૩૧મું અને ૧-૧૪પના ઉદાહરણ તરીકે ૨૫ ૪૧મું પદ્ય રજુ કરાયેલ છે.
3 og at Bhandarkar, Report. ३ मधुमथविजयप्रयुक्ता पाक् कथं नाम मुकुलयस्वस्मिन् ? ।
प्रथमकुसुमात् तलिन पश्चात् कुसुमं वनलतानाम् ॥
x mani Pichel's Prakrit grammatik, Encyclopædia of 30 Indo-Aryan Research (p. 11 ff.).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org