________________
ख-परिशिष्टम् જન્મ વિ. સં. ૮૦૦ (ઇ. સ. જજ)માં થયે હતે. તીર્થકલ્પ પ્રમાણે એમને જન્મ વીરનિર્વાણ પછી ૧૩૦૦ વર્ષે અર્થાત વિ. સં. ૮૩૦માં થયે હતું, જોકે ત્યાં જ ઉલ્લેખ છે કે વિ. સં. ૮ર૬માં એમને હાથે મથુરામાં મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ જ જન્મસમય ગાથાસહસ્ત્રી અને વિચાર સારપ્રકરણમાં પણ નજરે પડે છે. પ્રસ્તાવનાકારનું માનવું એ છે કે બપ્પભકિસૂરિના વૃત્તાન્તગત તારીખ વિશ્વસનીય નથી, કેમકે તેમ માનવા જતાં આમ રાજાનું આયુષ્ય ૧૦૧ વર્ષ જેટલું હતું અને તેનો જન્મસમય મેડામાં મોડ વિ. સં. - ૭૮૯નો હતો એમ સ્વીકારવું પડે છે. વિશેષમાં ઉપર્યુક્ત પ્રાથમિક ત્રણ ગ્રંથમાં વાક્ષતિને જે હેવાલ રજુ કરાયો છે તે વિશેષતઃ શંકાસ્પદ છે. એને પ્રસ્તાવનાકાર “Jain forgery” તરીકે ઉલ્લેખ છે. એ પ્રસ્તાવનાકારના મત મુજબ દુદુકને પુત્ર ભેજ તે સં. ૯૮ના દેવગઢના શિલાલેખમાં નિર્દેશેલ ભેજ છે.
યશવર્મદેવના રાજયને લગતે “નાલંદા ને એક શિલાલેખ ૧૫ Epigraphica Indica (વ ૨૦, ભા. ૧, પૃ. ૩૭)માં પંડિત
હીરાનંદ શાસ્ત્રી દ્વારા પ્રસિદ્ધ થયેલ છે. આ યશોવર્મદેવ તે પ્રસ્તુત યશોવર્મા છે એમ શ્રીયુત મજમુદારનું માનવું છે, જ્યારે શાસ્ત્રીજીનું મંતવ્ય એથી જુદું છે. (૭) ગેંડવધ–
- વાસ્થતિએ આ મહાકાવ્ય રચ્યું છે. એનું ગાડવધ એવું નામ રાવણવધ અને સેતુકાવ્ય ઉપરથી તેમણે સ્કુયું હશે એવી કલ્પના કરાય છે. આ પ્રાકૃત મહાકાવ્યમાં કુલ ૧૨૦૯પદ્યો છે. આમાં ક્યા ક્યા વિષયોને સ્થાન આપવામાં આવેલું છે એ હકીક્ત Bombay Sanskrit & Prakrit seriesમાં ૩૪મા અંક તરીકે પ્રસિદ્ધ થયેલ ગઉડવોના સૂચીપત્ર ઉપરથી જાણી શકાય છે. આ કાવ્યને સારાંશ વગેરે હકીકત એની પ્રસ્તાવનામાં વિચારાયેલી હોવાથી તે અત્ર રજુ કરવી આવશ્યક જણાતી નથી. આ મહાકાવ્યની મહત્તા કેવી છે તે સંબંધમાં એટલું જ નિવેદન કરવું બસ થશે કે પરમહંત કવીશ્વર ધનપાલે પોતે રચેલી તિલકમંજરી (અ. ૧) માં ગડવધની ગૌરવપૂર્વક નોંધ લીધી છે.
૧ ગાથાસહસ્ત્રીમાં વીરનિર્વાણનો સમય વિકમથી ૭૦ વર્ષ પૂર્વ સૂચવાય છે.
૨ જુઓ Indian Historical Quarterly (વ, ૭, અં, ૩, ૫, ૬૬૪). ૩ પ્રાકૃતને મહિમા પણ અહીં સારી રીતે નિર્દેશાયેલ છે.
ર૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org