________________
ઘs]
ચતુર્વિશતિપ્રબન્ધ વૃષભધ્વજનું ચરિત્ર નાટકરૂપે રચ્યું. તેમણે નટને તે) શીખવ્યું, અને) આમ રાજા પાસે (નાટક ભજવી બતાવવા) અવસરની યાચના કરી. રાજાએ અવસર આપ્યો. તે તે રસના ભાવના જાણકાર સભ્યો મળ્યા. (એટલે) તેમણે નાટક દેખાડો શરૂ કર્યો. ભરત અને બાહુબલિના યુદ્ધના અવસરનો અભિનય થવા લાગ્યા. બૃહની રચના, શસ્ત્રને રણરણાટ, ૫ વીરની વર્ણના, ભટ્ટોને કોલાહળ, ઊઠતી વેળા ઘુઘરીઓને ઝણકાર ઇત્યાદિનું વર્ણન કરવાનું તેમણે (અભિનયપૂર્વક) જ્યારે આરંભ્ય અને રસનું ધારારૂઢ અવતરણ થયું–રસની ધારા છૂટી ત્યારે શ્રી આમ તેમજ તેના સુભટો કાલિન્દીના પ્રવાહના જેવી સ્પામ અને લાંબી તરવારે ખેંચીને ઊભા થઈ માર મારે એમ બોલવા લાગ્યા. એટલામાં ૧૦ નન્નસૂરિએ પિતાનાં રૂપ અને મુદ્રા પ્રગટ કરી કહ્યું કે હે રાજા ! હે રાજા ! હે સુભટ ! હે સુભટો! સાંભળે. આ (તો) કથાયુદ્ધ છે, નહિ કે સાક્ષાત (યુદ્ધ) છે: (વાસ્તે) સંભ્રમથી સ. એમ કહીને લજિત બનાવેલા અને વિસ્મય પામેલા તે રાજા વગેરે આકાર ગોપવીને રહ્યા. તે વેળા ગોવિન્દરિએ અને નન્નસૂરિએ રાજાને કહ્યું કે (તારી સમજ ૧૫ પ્રમાણે) અમે ખરેખર શુંગારના અનુભવી તેની યથાર્થ રીતે વ્યાખ્યા કરવાનું જાણીએ છીએ. શું યુદ્ધક્ષેત્રમાં પણ અમે આપની જેમ પ્રવેશ કર્યો છે? (ખરી વાત તો એ છે કે, શસ્ત્ર દેખતાં હરણની જેમ અમે બીએ છીએ. બાળપણુથી (જ) વ્રત ગ્રહણ કરેલા એવા અમે પાપથી ડરીએ છીએ, પરંતુ ભારતીના પ્રભાવથી ઉવતી વચન-શક્તિ વડે સર્વ રસોને જીવંત જેવા દર્શાવી (શકીએ) છીએ. હે રાજન ! મોઢેરકમાં જેમણે તારી (સમક્ષ) વાસ્યાયનના ભાવોનું વ્યાખ્યાન કર્યું હતું તે નન્નસૂરિ અમે છીએ અને આ ગોવિન્દસૂરિ છે. તેવારે તને મિથ્યા વિકલ્પ થયો. રાજા સવર શરમાઈ ગયો. તેણે તે બે સૂરિઓની ક્ષમા વાચી અને બપભષ્ટિની પૂજા કરી. તે બે (સૂરિઓ) કેટલાક દિવસ ૨૫ રાજા પાસે રહીને બપ્પભદિની અનુજ્ઞાપૂર્વક પાછા મઢેરપુર ગયા. કેટલેક સમય વીત્યો. ત્યાર બાદ એક દહાડે ગાનારાનું ટોળું આવ્યું. તેમાં તમાલના જેવા નીલ કમળ જેવાં નેત્રવાળી, ચન્દ્રના જેવા મુખવાળી અને કિન્નરના જેવા સ્વરવાળી એક વિદુષી બાલિકા (સુંદર ગાયન) ગાતી હતી. તેને જોઈને કામદેવના બાણથી (ઉદ્દભવેલ) તાપ વડે જર્જરિત થયેલે, ૩ વિવેક વિનાને બનેલ તેમજ જેને શૌચધર્મને અભિનિવેશ લગભગ જતો રહ્યો છે એ “કન્યકુન્જ'ને સ્વામી પ્રભુની સમક્ષ બે પદ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org