________________
૧૬ર
૧
શ્રી રાજશેખરસુરકૃત [મવારસિદ્ધ છે (?). તે દેશમાં લોઢાની ખાણની પેઠે સેનાની અને રૂપાની ખાણ વહે છે, તેથી સૌ કોઈ (સુખી) છે. રાજા કેવો છે એ મેં જોયેલ નથી, પરંતુ મેં એ સાંભળ્યું છે કે તે કામિની કુંજર કદાપિ
સભામાં બેસતું નથી. સાક્ષાત ઈન્દ્રાની જેમ) તે કેવળ હાસ્ય લલિતને ૫ વિસ્તાર કરે છે.
એ પ્રમાણેનું વચન સાંભળીને સેનાના બચાવ માટે લશ્કર મૂકીને મેટી સેના સાથે તે “મહેબક” તરફ ઉપડ્યો. તેની પાસે આઠ કેશને (અંતરે) રહેલા ભૂમિપ્રદેશમાં તે રહ્યો. દેશ ક્ષે પામ્યો. “મહેબિક” સ્થાનથી ચળ્યું. દિવ્ય ઉદ્યાનમાં રહેલા અને હજાર અમદાઓથી પરિવૃત્ત એવા મનવમ પાસે આવીને પ્રધાનએ કહ્યું કે હે. નાથ! “ગૂર્જર' (દેશ)વાળા સિદ્ધરાજ નગર પાસે આવ્યો છે. તેને કેવી રીતે પાછો વાળવે છે? મદનવર્માએ હસીને કહ્યું કે આ સિદ્ધરાજ પેલો જ છે જે “ધારામાં બાર વર્ષ સુધી તેને કબજે મેળવવા રહ્યો હતો. તમારે તે કબાડી’ રાજાને કહેવું કે જો તું અમારા નગરને કે અમારી ભૂમિને લેવાની ઈચ્છા રાખતા હોય તે અમે લડાઈ કરીશું. અને જે દ્રવ્યથી તું સંતોષ પામતે હેય તે દ્રવ્ય લે. ત્યાર બાદ તે બિયારે જે (દ્રવ્ય) માગે તે તમારે આપવું. ધન આપતાં આપણને કંઈ તટે આવે તેમ નથી. જે પૈસા માટે કષ્ટદાયક કાર્યો કરી રહ્યો છે તે પણ લાંબે વખત છો. રાજાના વચનને અનુગ્રહ કરી પ્રધાન પર સૈન્યમાં ગયા. તેવામાં સિદ્ધસેને કહેવડાવ્યું. દંડ આપીને પ્રધાનોએ દૂત દ્વારા રાજાનું વાક્ય કહેવડાવ્યું કે જો તું દ્રવ્ય ઇચ્છા હોય તે દ્રવ્ય ગ્રહણ કર. (પરંતુ) જે ભૂમિ ઈચ્છતા હોય તે અમે લડીશું. મદનવર્મદેવને આપના આવવાની (વાત કહેવામાં આવી ) છે. તે ઉપરથી અમારા સ્વામીએ કહ્યું છે કે તે “કબાડી રાજાને દ્રવ્ય વડે સંતોષ. તેની લીલાથી નવાઈ પામેલા સિદ્ધરાજે ૯૬ કરોડ સુવર્ણ માગ્યું. પ્રધાનોએ તે આપ્યું. (એથી) તરત જ દેશ સુખી થા. તે પણ તે પાછો ફર્યો નહિ. ત્યારે તે પ્રધાનએ કહેવડાવ્યું કે હે નૃપ ! તને દ્રવ્ય મળ્યું; હવે તું કેમ પાછો જતો નથી? સિદ્ધરાજે પ્રધાન આગળ કહ્યું કે તે લીલાના ભંડાર આપના નાથને હું જોવા ઇચ્છું છું. તેમણે
૧ સિદ્ધરાજે, ૨ કહેવડાવ્યું કે દંડ આપે એમ હોય તે તે વધારે ઉચિત જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org