________________
vas] ચતુર્વિશતિપ્રબન્ધ
૧૨૯ પ્રહણ કરો. આદેશ પ્રમાણ છે એમ કહીને બહાર વ્યાપારીઓ પાસે આવી તેણે (તેમને) રાજાને હુકમ કહ્યો. વ્યાપારીઓએ કહ્યું કે હે ખરમુખ! બે “મથુરા” છે. એક (તે) પાંડવોએ રચેલી “દક્ષિણ મથુરા” (અને) બીજી “ પૂર્વ મથુરા' કે જેના ગોષ્ઠમાં કૃષ્ણ ઉત્પન્ન થયા હતા અને જ્યાં વૃન્દાવન વગેરે બને છે. (એ) બેમાંથી કઈ “મથુરાનું ગ્રહણ કરવું તે પૂછ. ખરમુખે કહ્યું કે તે પ્રતાપસૂર્યને પૂછવાને કાણુ સમર્થ છે? તે કહેશે ને કે શું તમે મારું મન જાણતા નથી ? વળી તેને ક્રોધ સત્વર પ્રાણ હરનારો છે. (વાસ્તે) બંને “મથુરા” આપણે લઇશું. સેનાના બે વિભાગ કરી એક જ દિવસે મધ્યાહને ખરમુખે બે “મથુરા” ગ્રહણ કરી. તે બે નગરીના ગ્રહણની વધામણી કહેવા ૧૦ બે પુરુષે આવ્યા. હર્ષપૂર્વક રાજા (એ) બે સાથે બોલતે હતો તેવામાં ત્રીજો એક આવ્યો. તેણે કહ્યું કે હે દેવ ! સદ્દભાગ્યે આપ દ્વારા તૈયાર) કરાવાતા જૈન મંદિરના ભૂમિતલમાં અક્ષય નિધિ પ્રકટ થયેલ છે. તેના સામું એ જોતું હતું તેવામાં પ્રેમમંજાષા દાસી અંતઃપુરમાંથી આવી (અને બોલી કે) હે નાથ! દેવી. ચન્દ્રલેખાને સગે લક્ષણ વાળો પુત્ર આવ્યો ૧૫ છે. ચારેને રાજાએ વધામણ આપી. તે હર્ષથી એને મેટ ઉન્માદ થયે. તેથી લેકેને એકઠા કરી ઘોડે ચઢી “ોદાવરી”ના તીરે આવી ઊંચે સ્વરે તેણે (નદી)ને કહ્યું કે હે ગોદાવરી ! પૂર્વ સમુદ્રથી સાધિત થયેલી તે સાચું બેલઃ તારા તટ ઉપર સાલિવાહનના જેવું કુળ છે? ઉત્તરમાં હિમાલય” અને દક્ષિણમાં સાલિવાહન રાજા, એથી તુલ્ય ભારના ૨૦ બોજાથી આક્રાન્ત પૃથ્વી કઈ તરફ નમી જતી નથી. તેને તે પ્રકારને ગર્વ જોઈ મહામંત્રીઓ માંહોમાંહે મંત્રણ કરવા લાગ્યા કે રાજા લક્ષ્મી વડે ચંચળ બને છે, તેથી કહ્યું પણ છે કે, જે પુરુષ લક્ષ્મી વડે જીતાયો તે બે કે તે હારી ગયે; (પરંતુ) જે એ (લક્ષ્મી) પુરુષ વડે છતાય તે એનાથી બંને લેકે છતાયા. તેથી કરીને એને દુઃખ ઉપજાવીને (તેના) ૨૫ ગર્વરૂપ રોગનો ઉછેદ કરવું ઉચિત છે. એમ વિચારી તેમણે રાજાને ખબર આપી કે હે દેવ! લલાટ તપે એવો સૂર્ય થવા આવ્યો છે. ભેજનને સમય થયો છે. (વાસ્તે) મહેલે પધારો. એમ કહીને તેઓ (તેને) મહેલે લઇ ગયા. ત્યાં પણ ગર્વથી તે થાંભલા વગેરે કૂટવા લાગ્યો. તે ઉપરથી મંત્રીઓએ વીરેને વિષે ભૂષણરૂપ ખરમુખને સંતાડીને રાજાને કહ્યું હે દેવ ! ખમ્મુખ રોગથી તરત જ દેવલોક પામ્યો છે. તેનું શ્રવણ થતાં રાજાએ દુઃખથી અને શોકથી મદ ત્યજી દીધે. શોકથી તે તેણે
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org