________________
૧૨૮
૧૫
શ્રીરાજશેખરસૂરિત [શવ સાતવાદબહાર ચિતા રચાવી. જે ક્ષણમાં પરિજન ચિતામાં અગ્નિ નાંખતે હતા તેવામાં દેવગણમાંથી એક વર્યાપક આવ્યો અને તેણે વિનયપૂર્વક વિનતિ કરી કે હે દેવી! તમારું સદ્દભાગ્ય છે: મહાદેવી આવ્યાં. કાનને મનોહર એવું તે સાંભળીને ભૂપતિ કે જેનું હૃદય
સ્કુરાયમાણુ આનંદથી કંદલિત થયું હતું તેણે ઊંચું જોયું તે આકાશમાં દેવગણ તેમજ શુદ્રક તેની નજરે પડ્યાં. એ તેમજ મહાદેવી પણ વિમાનમાંથી ઉતરી રાજાને પગે પડ્યાં. ભૂપતિએ શુદ્ધકને સાનંદ અભિનંદન આપ્યું. વળી તેણે તેને અડધું રાજ્ય આપ્યું. ઉત્સવપૂર્વક નગરમાં
કને દાખલ કરી તેનું મનહર ચારિત્ર સાંભળનારા રાજાએ મહિલી સાથે રાજ્યલક્ષ્મી બેગવી.
એ સાતવાહનને ચન્દ્રલેખા વગેરે ૫૦૦ પત્નીઓ હતી. બધીએ છ ભાષાની કવિતાની જાણકાર હતી. રાજા તો વ્યાકરણ (પણ) શીખ્યા ન હતો. ઉનાળો આવ્યો. જલક્રીડા શરૂ કરવામાં આવી. ચન્દ્રલેખા શતાલું હોઈ તેનાથી શીત સહન ન થતું. રાજા ને પ્રેમપૂર્વક પીચકારી વડે પાણીથી તેનું નિરંતર સિંચન કરતા હતા. તેથી તેણે સંસ્કૃતમાં કહ્યું કે હે દેવ ! મા મે જૂથ. સંસ્કૃતનું તત્વ નહિ જાણ હેઈ “મેદક’ નામ સાંભળીને હાલે દાસી પાસે માદકની પટલિકા (ટેપલી?) મંગાવી. ચન્દ્રલેખા તે જઇને પતિની બુદ્ધિની ભ્રાંતિના દર્શનથી હસી કે અહે મહારાજની શાસ્ત્રથી ઉત્તેજિત બુદ્ધિની વિશાલતા ! રાજાને પણ (આ) ઉપહાસ જણાયો. રાજાએ પૂછયું કે શા માટે અમારે ઉપહાસ કરે છે? રાણીએ કહ્યું કે હે પ્રિય ! અન્ય અર્થની જગ્યાએ અન્ય અર્થ (આપનાથી) સમજાયાથી આપને હું હસી. રાજાને શરમ લાગી. તરત જ વિદ્યા માટે ત્રણ રાત્રિ સુધી ઉપવાસ દ્વારા ભારતીનું આરાધન કરી તેને પ્રત્યક્ષ કરી અને તેના પરથી મહાકવિ બની તેણે સારસ્વત વ્યાકરણ વગેરે સંકડા શાસ્ત્રો રચ્યાં. એ રાજાના ગુણે કરીને ભારતી દેવીએ પ્રસંગે (સ્વર્ગથી) ઉતરી આવી કહ્યું છે. એક દહાડે તેણે ભારતીને વિનતિ કરી કે સમગ્ર નગરને પહેલા અડધા પ્રહર સુધી શીધ્ર કવિરૂપ બનાવે. દેવીએ તેમજ કર્યું. એક દિવસમાં દશ કરોડ ગાથાઓ થઈ. તે રચાયેલું (પુસ્તક) સાતવાહનનું શાસ્ત્ર થયું. તે પૃથ્વી પતિને ખરમુખ નામને દંડનાયક શૂરવીર, ભક્ત, વિદ્વાન, પુણ્યાત્મા અને આરંભસિદ્ધ હતા. એક વાર હાલે ખરમુખને આજ્ઞા કરી કે “મથુરા ”
,
૨૫
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org