________________
PC ]
ચતુર્વિશતિપ્રમન્ધ
પુરુષને જોયા. તે વળી જીભ પ્રસારી અંદર પાણી પીતા અને જલચદિને ખાતા તેમની નજરે પડ્યો. શૂકે પૂછ્યું કે તું કાણુ છે અને શા માટે આ પ્રમાણે લટકે છે? તેણે કહ્યું કે હું માયાસુરને સૌથી નાનેા ભાઇ છું. તે મારા મેટા ભાઇ કામદેવના ગર્વને અધીન બની ‘પ્રતિષ્ઠાન’ના અધિપતિ સાતવાહન રાજાની મહિષી સાથે ક્રીડા કરવાની અભિલાષાવાળા, રાવણે સીતાનું હરણ કર્યું હતું તેમ એને હરી લાગ્યે (છે). એ પતિવ્રતા એને ઋચ્છતી નથી; તેથી મેં મારા માટા ભાઇને કહ્યું કે પરસ્ત્રીનું હરણ કરવું તે તારે માટે મેગ્ય નથી. પરાક્રમથી જેણે જગત્નું આક્રમણ કર્યું હતું. તેવા દૃશકધર પરસ્ત્રીને વિષે ક્રીડા કરવાની ઇચ્છા (કરવા)થી કુળને નાશ કરી નરકે ગયે।. આ પ્રમાણેનાં વચનેાથી નિષેધાયેલ માયાપુરે મારા ઉપર ગુસ્સે થઇ આ વડની ડાળીએ મને ટાંગીને આ પ્રમાણે મારી વિડંબના કરી છે. હું (મહામહેનતે) જીભ પસારી સમુદ્રમાં સંચરતા જળચર વગેરેને ખાતા પ્રાણયાત્રા ક છું-જીવું છું. એ પ્રમાણે સાંભળીને રાકે પણ કહ્યું કે હું તે જ રાજાને તેાકર નામે શૂદ્રક તે જ દેવીને શોધવા માટે આવ્યો છું. તેણે કહ્યું કે જો એમ હાય તેા મતે હેાડાવ જેથી હું સાથ આપી તેને તેમજ તે દેવીને બતાવું. તેણે પોતાના સ્થળની આસપાસ લાખનેા કિલ્લા કર્યાં છે. તે નિરંતર બળતેા જ રહે છે. તેથી તેને એળંગી તેમાં દાખલ થઇને અને તેને પાડીને દેવી પાછી લાવવી જોઇએ, એ પ્રમાણે સાંભળીને પેલી તલવાર વડે તેનાં લાકડાંનાં બંધના છેદીને તેને આગળ
કરી શૂદ્રક દેવગણાથી પિરવરાયેલા ઉપડીન અને કિલ્લો મેળંગીને તે સ્થાનમાં પેઠા. દેવગણાને જોઇને માયાસુરે પોતાની સેનાને યુદ્ધ માટે મેકલી. તેને નાશ થતાં તે પેાતે લડવાને તૈયાર થયા. તે ઉપરથી ક્રમે કરીને શૂદ્રકે તે ખડ્ગથી તેના વધ કર્યાં. ત્યાર બાદ દેવીને ‘ધંટાવલંબ’ વિમાનમાં બેસાડીને દેવગણા સાથે તે ‘પ્રતિષ્ઠાન' તરફ ઉપડયો.
આ તરફ અવધિ પ્રમાણે ફેરવેલા દશમા દિવસને આવેલા જાણીને ભૂપતિએ વિચાર્યું કે અહે। મારે મહાદેવી નથી, મારે નથી ચૂક વીર તેમજ નથી (મારે) પેલા કૂતરાએ. દુષ્ટ મુદ્ધિવાળા એવા મેં જ બધું નષ્ટ કર્યું છે. આ પ્રમાણે શેકથી પરિવાર સહિત જ પ્રાણને ત્યાગ કરવાની અભિલાષાવાળા તેણે ચંદનાદિ લાકડાંથી શહેરની
1 શવષ્ણુ,
Jain Education International
For Private & Personal Use Only
૧૨૯
૫
૧૦
૧૫
૨૦
૨૫
૩૦
www.jainelibrary.org