________________
ચતુર્વિશતિપ્રબન્ધ છું, (વાસ્તે) મને પીડા ન કરે; તમારા સંઘનું બાંધવની પેઠે હું રક્ષણ કરીશ. રાજા વગેરે સર્વે નવાઈ પામી સરિના ભક્તો બન્યા. સૂરિ
જ્યારે મંદિરમાંથી નીકળી બહાર ગયા ત્યારે તે પત્થરની મૂતિવાળો યક્ષ સાથે ચાલ્યો. બે પત્થર, બે પત્થરની કુંડીઓ અને સૂક્ષ્મ યક્ષે સાથે ગયા. શહેરના ગઢના દ્વાર આગળ આવેલા સૂરિએ યક્ષાદિનું ૫ વિસર્જન કર્યું એટલે તેઓ પિતાપિતાને સ્થાનકે ગયા. લોકમાં કીર્તિ મેળવવાના હેતુથી બે કુંડી તે શહેરના દરવાજે સૂરિએ સ્થાપી.
રાજાને બંધ પમાડી તેને શ્રાવક બનાવ્યું. (પછી) તે પિતાને મહેલે ગયો, પ્રભાવનારૂપ નર્તકીને વિષે રંગાચાર્ય છે એમ ચારે વર્ણ સૂરિનું ત્યાં વર્ણન કર્યું.
૧૦ તે જ સમયે ભગુપુરથી બે સાધુઓ આવ્યા. તેમણે પ્રભુને કહ્યું કે હે ભગવાન! ભૃગુપુરથી અહીં આવતાં આપે જે કારિકા (?) ગૂઢ રાખી હતી તે આપના ભાણેજે વાંચી. વાંચતાં તેમને આકર્ષણ—લબ્ધિ મળી. આની મદદથી ધનિકાને ઘેર તૈયાર થયેલી રાઈનું આકર્ષણ કરી લાવી તે ખાય છે. એ તેમ કરે છે એમ ગચ્છના જાણવામાં આવતાં ૧૫ ગછે તેનો નિષેધ કર્યો છતાં રસના-ઈન્દ્રિયને પરવશ બનેલો હોવાથી તે અટક્યો નહિ, તેથી સંઘે તેને હાંકી મૂક્યો. ક્રોધાયમાન થયેલે તે જઈને બૌદ્ધોને મળે છે અને તેના આચાર્ય જે થઈ રહ્યો છે. બાંનાં પા મઠથી આકાશ (માર્ગે) ગૃહસ્થને ઘેર તે પહોંચાડે છે. ત્યાર બાદ ભજનથી પરિપૂર્ણ એવાં તે (પાત્રો) આકાશ (માર્ગે) જ મઠમાં આવે ૨૦ છે. તે જોઈ લેક બૌદ્ધોના ભક્ત બનતા જાય છે. જે તમને) ઉચિત લાગે તે કરો. તે અવધારીને આર્ય ખપાટ દેવ “ભગુપુર' ગયા અને ત્યાં ગુપ્ત રીતે રહ્યા. બૌદ્ધોનાં પાત્ર અન્નથી ભરપૂર આવે છે (તે જોઈને) તેમણે શિલા વિકુવીં આકાશમાં તેને ભાંગી નાંખ્યાં. પાત્રોમાંથી ભાત, માંડા, લાડુ વગેરેના અંશો લોકના માથા ઉપર પડ્યા. ૨૫ (આથી) સૂરિના આગમનની સંભાવના કરી ચેલો બીધે અને એ બાપડે નાઠો. સૂરિ સંઘ સહિત બૌદ્ધોના મંદિરમાં ગયા. પાષાણમૂર્તિ બુદ્ધ સામા ઊઠીને જ્યા જય મહર્ષિકુલશેખર ! ઈત્યાદિ ( સૂરિની) સ્તુતિ કરી. (તેથી) ફરીથી જિનેશ્વરના શાસનની પ્રભાવના પુષ્કળ થઈ. અને આર્ય ખપટ અન્યત્ર વિહાર કરી ગયા.
આ બાજુ “પાટલીપુત્ર” નગરમાં બ્રાહ્મણના ભક્ત દાહડ નામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org