________________
૧૦
શ્રીરાજશેખરસૂરિકૃત [ ક શીકાર્યબ્રન્નતિરાજાએ જેને યતિઓને બેલાવ્યા અને કહ્યું કે બ્રાહ્મણને નમસ્કાર કરે. જૈનોએ કહ્યું કે હે રાજા! આ ગ્ય નથી, કેમકે) આ ગૃહસ્થ છે; અમે યતિઓ વન્દનીય છીએ. દાહડે કહ્યું કે જો તમે વંદન નહિ કરો તે તમારાં માથાં કાપી નાંખીશું. જેને યતિઓએ સાત દિવસની (અવધિની) યાચના કરી. રાજાએ (તે) સ્વીકારી. દેવયોગે આર્ય ખપટના શિષ્ય ઉપાધ્યય નામે મહેન્દ્ર “ભૃગુકચ્છથી ત્યાં આવ્યા. તેમની આગળ યતિઓએ પિતાનું દુઃખ નિવેદન કર્યું. તેમણે તેમને રૂડી રીતે ધીરજ આપી. સવારના એક રાતે અને એક ઘેળો એમ બે કરવીર કંબા લઈને મહેન્દ્ર દાહડ પાસે ગયા. તે વેળાએ સવાર આઠમા દિવસની (જ) હતી. રાજાએ કહ્યું કે બ્રાહ્મણોને પ્રણામ કરવા માટે વેતાંબરને બેલાવો. તેમને લાવ્યા (એટલે ) તેઓ આગળ ઊભા રહ્યા. રાતી કંબા લઈને મહેન્દ્ર રાજાને કહ્યું કે પ્રથમ આમથી નમું કે આમથી નમું? એમ કહેતાંની વાર જ બ્રાહ્મણોનાં માથાં તૂટીને
તાડનાં ફળની જેમ પૃથ્વી ઉપર પડ્યાં. તે જોઈને ભય પામેલે રાજા ૧૫ ખુશામત (કાલાવાલા ) કરવા લાગ્યો. ફરીથી અવિનય કરીશ નહિ
એમ તે બે. ત્યારે મહેન્દ્ર કહ્યું કે સિંહના ગળા ઉપર કેસરની સટી (કેશવાળી)ના સમૂહને ચરણ વડે કાણ સ્પર્શ તીણ ભાલાથી નેત્રના ખાડા (ખૂણા)ને કણ ખજવાળવા ઈચ્છે? નાગેશ્વરના માથાના રત્નના ભૂષણની લક્ષ્મીને (મેળવવા) માટે કોણ તૈયાર થાય તે જ કે જે વન્દનીય શ્વેતાંબર શાસનની આવી નિદા કરે છે. (આથી) વિશેષ કરીને બીધેલે રાજા દર્શન()ને પગે લાગ્યો. તે વારે મહેન્દ્ર સફેદ કરવીર કંબા બંને દિશામાં વહન કરાવી-ધોળા કરેણની સેટી હલાવી. (એટલે) ફરીથી બ્રાહ્મણોનાં માથાં પિતપતાને સ્થાને ચોંટી ગયાં. રાજા તેમજ બ્રાહ્મણ જન પ્રતિબોધ પામ્યા. આ પ્રમાણે પ્રભાવના થઈ.
ભુવન પણ બૌદ્ધોને પરિહાર કરી પોતાના ગુરુને (આવી) મળે. તેમણે પિતાના ગુરુની ક્ષમા માગી. તે ગુરુએ તે ભુવનને બહુમાન આપ્યું. પછી ભુવન ગુણી, વિનયી, ચારિત્ર્યવાન અને મૃતવાન થયા. તેથી આર્ય ખપદે ભુવનને રિપદ આપ્યું અને (પિત) અનશન
કરી સ્વર્ગ સીધાવ્યા. જેઓ જીવન અને મરણ એ બંને આરાધે છે-- ૩૦ ભાવે છે તેઓ જ પુરુષો છે; બાકીના લેક પશુ છે–બીજા બધા જનાવર છે.
इति श्रीआर्यखपटाचार्यप्रबन्धः ॥ ४॥ ૧ કરેણની સેટી.
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org