________________
શ્રીપાદલિપ્તાચાર્યને પ્રબન્ધ કૌશલા” નામની નગરી હતી. ત્યાં નીતિ અને પરાક્રમના સમુદ્ર સમાન વિજયવર્મા (નામ) રાજા (રાજ્ય કરતા) હતે. (ત્યાં) કુલ્લ નામને શેઠ જૈન, વિચક્ષણ અને દાનભટ હતો. તેની પ્રતિમાથું ૫ નામની પત્ની રૂપ શીલ અને સત્યની ભંડારભૂમિ હતી. પુત્ર નહિ હેવાથી તે ખિન રહેતી. (તે ઉપરથી) કેઈએ કહ્યું કે તું વૈરેશ્યા દેવીનું આરાધન કર. તપ, નિયમ અને સંયમ વડે તેનું આરાધન કરતાં તે પ્રત્યક્ષ થઈ અને તેણે કહ્યું કે હે વત્સ ! તે મને શા માટે સંભારી છે? શેઠાણીએ કહ્યું કે પુત્રને માટે. વૈયાએ ઉત્તર આપ્યો કે હે વત્સ ! ૧૦ સાંભળ. “વિદ્યાધર' વશમાં શ્રી કાલિકાચાર્ય થઈ ગયા. તેમને વિદ્યાધર' નામને ગચ્છે છે. ત્યાં આર્ય નાગહસ્તી નામના સૂરિ છે. (શુદ્ધ) ક્રિયા અને જ્ઞાનના સમુદ્રરૂપ તેઓ હાલમાં આ નગરીમાં આવ્યા છે. તેમનું ચરણોદક તું પીજે. (એ સાંભળી) શેઠાણ ભાવનાના સમૂહથી ભરેલી ત્યાં ગઈ. એવામાં ગુરુનાં ચરણ ધોયેલા જળવાળું ૧૫ પાત્ર હાથમાં લઈને શિષ્યને સામા આવતા તેણે જોયા. શેઠાણીએ પૂછવું કે હે તપોધન ! આ શું છે ? શિષ્ય કહ્યું કે ગુરુનું ચરણોદક. (એટલે) તેણે (ત) પીધું. પછી ગુને તેણે વંદના કરી. ગુરુએ કહ્યું કે મારાથી દશ હાથના અંતરે રહીને તે જળ પીધું તેથી તારો પુત્ર તારાથી દશ એજન દૂર રહેશે. અને તે પછી સારની લક્ષ્મીરૂપ બીજા નવ પુત્ર (તને) ૨૦ થશે. ચંપાના ફુલના રસના પાનથી ઉન્મત્ત બનેલા ભ્રમરના ધ્વનિ ( ગુંજારવ )ના જેવી કોમળ વાણીથી તે બેલી કે પ્રથમ પુત્ર મારે તમને આપો. એમ કહીને તે પોતાને ઘેર ગઈ. પતિને ગુરુએ કહેલું તે અને પિતે કહેલું તે પણ તેણે કહ્યું. તે રાજી થયા. શેઠાણીએ (યોગ્ય) સમયે નાગેન્દ્રના સ્વમ (વડે સૂચિત ) પ્રભાવવાળા પુત્રને જન્મ ૨૫ આપ્યો. (એથી) મંગલ-ઉત્સવને પ્રસાર થશે. ગુરુની પાસે રહેલે તે વધવા લાગે. નાગેન્દ્ર એવું તેનું નામ ( પાડવામાં આવ્યું.) સર્વ લકાને સ્પૃહા ઉત્પન્ન થાય એવાં શરીરના અવયવો વડે તેમજ ગુણોથી તે વૃદ્ધિ પામતે ચાલે. ગુરુએ આવીને આઠમે વર્ષે તેને દીક્ષા આપી.
૧ પગ ધોયેલું પાણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org