________________
શ્રીરાજશેખરસૂરિકૃત દિશીવૃત્તવારિરિલેદિવાકર” એ આચાર્યની સંજ્ઞા હતી. વૃદ્ધવાદી અન્ય સ્થળે વિહાર કરી ગયા. સિદ્ધસેન તે “અવંતી.” ગયા. સંઘ સામે (લેવા) આવ્યા અને તમે સર્વ પુત્ર છે એવું બિરુદ બેલતાં બોલતાં “અવન્તી’ના ચતુષ્પથમાં તેમને લઈ આવ્યો. તે સમયે વિક્રમાદિત્ય રાજા હાથીના સ્કંધ ઉપર આરૂઢ થઇને સંમુખ આવતો હતો. સર્વપુત્ર એ (શબ્દ) રાજાને કાને પડ્યો. તેની પરીક્ષા કરવા માટે હાથી ઉપર બેઠાં બેઠાં મનથી જ તેણે સૂરિને પ્રણામ કર્યા; નહિ કે વચન દ્વારા કે કાયા દ્વારા, પાસે આવી સૂરિએ ધર્મલાભ કહ્યો. રાજેશ્વરે કહ્યું કે નહિ વંદન કરતા
એવા અમને શે ધર્મલાભ હોઈ શકે ? શું આ સસ્ત મળે છે કે ? ૧૦ સરિએ એ સાંભળીને કહ્યું કે કરોડ ચિંતામણિ (રત્ન) કરતાં પણ
અધિક (મૂલ્યવાળો) એવો આ ધર્મલાભ) વન્દન કરનારાને (જ) અપાય છે; તે અમને પ્રણામ કર્યા નથી એમ નથી, કેમકે મન (તે જ) સર્વમાં મુખ્ય છે. અમારી સર્વજ્ઞતાની પરીક્ષા કરવા માટે તે અમને મનથી પ્રણામ
કર્યો છે. એથી તુષ્ટ થયેલા રાજેશ્વરે હાથીના સ્કંધ ઉપરથી ઉતરી સંઘ ૧પ સમક્ષ ( રૂરિને) પ્રણામ કર્યા અને એક કરોડ સેનૈયા મંગાવ્યા
(અને સૂરિને આપવા માંડ્યા, પરંતુ) લેભ રહિત હેવાથી સૂરિએ તે સ્વીકાર્યા નહિ. સંકલ્પ કરેલો હોવાથી રાજાએ પણ તે (પાછા) ન લીધા. તેથી આચાર્યની રજાથી સંઘના પુરુષોએ જીર્ણોદ્ધારમાં તે વાપર્યો. રાજાની વહીમાં તે એમ લખાયું કે દૂરથી હાથ ઊંચા કરીને ધર્મલાભ એમ કહેનારા સિદ્ધસેનસૂરિને રાજાએ એક કેદી (સુવર્ણ) આપ્યું. અવસર આવતાં એ જ ભગવાન શ્રીવિકમ આગળ કહ્યું કે એક હજાર, એક સો અને નવાણું વર્ષ પૂર્ણ થતાં હે વિકમ રાજા ! તારા જેવો કુમાર(પાલ) રાજા થશે.
એક દિવસ સિદ્ધસેન ચિત્રકૂટમાં ફરતા હતા. ત્યાં એક પ્રાચીન ચિત્યને વિષે એક મેટા થાંભલાને જોઈને કેઈકને તેમણે પૂછયું કે આ મોટે થાંભલે છે ? એ શેને બનેલો છે? તેણે કહ્યું કે પ્રાચીન આચાર્યોએ રહસ્ય-વિદ્યાનાં પુસ્તકે અહીં રાખેલાં છે (અને) થાંભલે તે તે તે ઔષધદ્રવ્ય બને છે. વજની જેમ જળ વગેરેથી એ ભેદાય તેમ નથી. તેનું વચન સાંભળીને તે થાંભલાની ગંધ લઈને પ્રત્યૌષધના રસ વડે સિદ્ધસેને તેને છાંટવો. તે વડે તે સવારે સૂર્ય કમળ જેમ વિકાસ પામે તેમ વિકસિત થશે. મધ્યમાંથી પુસ્તક પડ્યાં. તે પિકી એક છોડીને વાંચતાં પહેલે પાને જ બે વિદ્યા તેમને મળ-(૧) એક
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org