________________
-४२
૧
૧૫
२०
૨૫
૩૦
શ્રી રાજશેખરસૂરિષ્કૃત
[૭ શ્રીમન્નુયાધિ
પાસેના ગામથી ભિક્ષા લાવીને તે પારણું કરતા. કેટલાક દિવસ પછી તે ( બાબત ) શાસનદેવતાએ જાણી.-૩૭
આકાશમાં રહીને તેણે ( તેને ) પૂછ્યું કે મીઠું શું છે? તે બાળકે તે સાંભળીને આકાશ તરફ નજર કરીને પોતાના અનુભવપૂર્વક કહ્યું કે વાલ.-૩૮
વળી છ મહિનાને અંતે આકાશમાં રહીને તેણે કહ્યું કે શેની સાથે ? તે છાલ-મુનિએ કહ્યું કે સુંદર થી અને ગાળની સાથે ૩૯ શાસનદેવતાએ અવધારણ શક્તિને વિષે તેને યાગ્ય જાણી પ્રત્યક્ષ થઇ તેને કહ્યું કે ( હે વત્સ! ) તું પરમતને દૂર કરનારા હા.-૪૦ હું માનદ ! (આ) નયચક્ર (નામનું) તર્કનું પુસ્તક તું લે. ( એથી ) તારી વાણી કુતર્કરૂપ સર્પને ( વશ કરવામાં) જાગુલી સમાન સારી રીતે સિદ્ધ થશે.--૪૧
બાલ–મુનિએ તે તર્કનું પુસ્તક ભાંય ઉપર મૂકવું. (કેમકે બાળ ) ઉમ્મરના લીલાવિશેષથી પ્રમાદ થવા સુલભ છે.—૪૨
( આથી ) ગુસ્સે થયેલી શાસનદેવીએ કહ્યું કે તે અશાતના કરી; ( વાસ્તે) હું તારી પાસે રહીશ પણ પ્રત્યક્ષ નહિ થાઉં.-૪૩
જેમ પાણ્ડના વચલા પુત્ર ( અર્જુન ) ‘પાશુપત' શસ્ત્ર લને દીપવા લાગ્યા તેમ તે પુસ્તક લઇને મીઁવાદી અત્યંત દીપવા લાગ્યા.-૪૪ કલ્પાંત સમયના સૂર્ય·જેવી કાન્તિવાળા તેણે ‘ સુરાષ્ટ્રા ' રાષ્ટ્રના શણગારરૂપ ‘વલભી’પુરમાં આવીને શિલાદિત્યને (નીચે મુજબ) કહ્યું.–૪૫ ઔદ્દોએ ફાગઢમાં દુનિયાનેા ગ્રાસ કર્યાં છે. હું પ્રતિમલ અને અપ્રમાદી એવા અધવાદી ઉપસ્થિત થયા છું. હું તમારી ખેનને પુત્ર છું.-૪૬
શિલાદિત્ય રાજાની પાસે વાચાલ બૌદ્ધ આચાર્ય તર્કના લવારા બહુ કર્યાં.–૪૭
(પરંતુ) નચક્રના સામર્થ્યથી ઉત્ખણ એવા મદ્યવાદી વાચાલ થતાં ( અર્થાત્ એમની સાથેના વાથી ) તે બૌદ્ધરાજ છ મહિનાને અંતે હૃદયમાં હાર્યા-હતાશ થઇ ગયા.-૪૮
છ મહિનાની આખરે રાત્રે તે પોતાના નિવાસસ્થાનમાં ગયા અને કાશમાંથી કાઇક તર્કનું પુસ્તક ખેંચી કાઢી વાંચવા લાગ્યા.-૪૯
૧ સ`ના વિષને વૈધ. ૨ ગારવપાત્ર વસ્તુનું અપમાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org