________________
was ]
ચતુર્વિશતિપ્રબ દૈવયોગે બૌદ્ધો જીત્યા (એટલે) કાળના બળના અર્થી સર્વ વેતાંબરેએ વિદેશને આશ્રય લીધે.-૨૫
શિલાદિત્ય રાજા બૌદ્ધોની ભક્તિપૂર્વક પૂજા કરવા લાગ્યો અને “શત્રુંજય” ઉપરના કષભ(દેવ)ને બુદ્ધ બનાવી તેની પૂજા કરવા લાગ્યો.-૨૬
આ તરફ (તેવામાં) પેલી શિલાદિત્યની બેને પતિના મરણથી વિરત બની સુસ્થિત આચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી–૨૭
પિતાના આઠ વર્ષના બાળક (પુત્ર)ને પણ તેણે દીક્ષા લેવડાવી અને તે બુદ્ધિશાળીને કંઈક કંઈક સામાચારી પણ જણાવી (શીખવી).-૨૮
એક દિવસ તે અભિમાનીએ પિતાની માતા સાધ્વીને પૂછયું કે ૧૦ આપણો આ સંઘ અલ્પ કેમ છે?–ર૯
પહેલાં પણ તે અલ્પ શા કારણથી હતા? (તેત્રમાં) અથુપૂર્વક (અર્થાત આંખમાં આંસુ લાવી) તે બોલી કે હે વત્સ! હું પાપિની શું કહું? શહેરે શહેર શ્રીવતાંબર સંઘ તે ઘણે મેટે હતો.-૩૦
પરંતુ તે પ્રકારની પ્રભાવના કરવામાં વીર સૂરીશ્વરના અભા- ૧૫ વથી પ્રારકાઓએ તારા મામા શિલાદિત્ય રાજાને પિતાને કરી લીધે. ( આ પ્રમાણે તેને હાથમાં લઈ તેમણે શ્રી સંઘને પરાભવ કર્યો.)-૩૧
“શત્રુંજય” નામનું જે તીર્થ મેક્ષના કારણ તરીકે જાણીતું છે તેને (પણ) શ્વેતાંબરોના અભાવથી બૌદ્ધોએ ભૂતની પેઠે આશ્રય લીધે છે.-૩૨
વિદેશમાં વસતા કેટલાક વેતાંબરે કે જેમને ગર્વ ખંડિત થયો છે અને જેમનું પરાક્રમ નાશ પામ્યું છે તેઓ કોઈક સ્થળે સમય પસાર કરે છે.-૩૩
એ સાંભળીને (એ) બાળક બૌદ્ધ ભટ ઉપર ગુસ્સે થયે અને ચોમાસાના મેઘના જેવી (ગર્જનાના) ધ્વનિવાળા તેણે ઊંચા સ્વરે પ્રતિજ્ઞા ૨૫ કરી કે નદીને વેગ જેમ (તેના તટ ઉપર રહેલાં) ઝાડોને મૂળમાંથી ઉખેડી નાખે છે તેમ જે હું બૌદ્ધોને મૂળમાંથી ન ઉખેડી નાખું તો સર્વાનું ખૂન કર્યાના પાપને હું ભાગી બનું--૩૪-૩૫
આ પ્રમાણે કહીને અને માતાની સમ્યક્ પ્રકારે રજા લઇને પ્રલયકાળના અશ્ચિના જેવા પ્રકાશવાળો મહેલ નામનો તે બાળક ૧૦ (ક) પર્વત ઉપર ગયે અને ત્યાં તેણે અતિશય તીવ્ર તપ તપ્યું.-૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org