________________
૧૦૮
શ્રીરાજશેખરસૂરિકૃત [છી કરતુviસરોવર, અને પ્રાસાદાદિ કીર્તન જેઈ સંઘ સહિત મંત્રી હર્ષ પામ્યો અને
શત્રુંજય ” પર્વત ઉપર અને વિવેકભાવ ઉપર એ આરૂઢ થયો. ત્યાં મંત્રીએ પ્રથમ ઋષભને વંદન કર્યું. તે વેળા કાવ્ય બેલાયું. તેનું મોં જોવાયું નથી? કયે ઠેકાણે સેવા કરવામાં આવી નથી? કોની મેં સ્તુતિ કરી નથી? તૃષ્ણારૂપ પૂરથી હણાયેલા એવા મેં કેની આજીજી કરી નથી ? (પરંતુ) હે રક્ષક! હે “ વિમલ” પર્વતના નન્દન વન ! હે કલિયુગ)ના અદ્વિતીય કલ્પવૃક્ષ! તને (શરણરૂપે) પ્રાપ્ત કર્યા પછી આવી કદર્થના હું કદાપિ ફરીથી સહન કરનાર નથી. પછી આવારિતસત્ર મે ધ્વજારોપણ, ઇન્દ્રપદ અને અસ્થિરંજન ઇત્યાદિ કાર્યો તેણે કર્યા. તેણે દેવોને સેનાનાં આરાત્રિક, તિલક વગેરે આપ્યાં. કુંકુમ, કપૂર, અગુરુ, કસ્તુરી, ચંદન અને પુછપની સુવાસથી એકત્રિત થયેલા ભમરાના સમૂહના ઝંકારના ભારથી આકાશ જાણે ભરાઈ ગયું હોય તેવું થઈ ગયું. ગીત અને રાસના ધ્વનિથી દિશાની ગુફાઓ ભરાઈ ગઈ.
પૂર્વે પ્રધાન શ્રીઉદયને આપેલ સર્વ દેવદાયે તેણે વિશેષ કર્યા. દેવ૧૫ દ્રવ્યને નાશ (થતો) અટકાવવા તેણે શ્રાવકનાં ચાર કુળને પર્વત
ઉપર રાખ્યાં. અનુપમા દાનની અધિકારિણી હતી. સાધુઓને દાન આપતાં ખરેખર મોટું ટોળું એકત્રિત થતાં પડી ગયેલી ઘીની કડાઈથી તેનાં રેશમી વસ્ત્ર ખરડાયાં. તેવારે ચોપદારે કડાઈથી ભરેલ (2) સાધુને લાકડીને જરા ફટકો માર્યો. મંત્રિએ તેને દેશની બહાર રહેવાની આજ્ઞા કરી અને કહ્યું કે અરે, શું તું જાણતો નથી કે હું તેલીની પત્ની કે કંદોઇની પત્ની થઈ હોત તે ડગલે ને પગલે (મારાં) વસ્ત્રોને તેલ અને ઘી લાગવાથી તે મેલાં જ થાત ? આ પ્રમાણે કપડાં બગડવાં તે તે (જૈન) દર્શનની કૃપાથી જ સદભાગ્યે બને. જે આ
ન માનતું હોય તેનું અમારે કામ જ નથી એમ તેણે કહ્યું. અહીં દર્શનની ૨૫ ભક્તિ એ વનિ બધે થયો.
તે એક દહાડો મંત્રીશ્વર દિવ્ય અને શ્વેત વસ્ત્ર પહેરી, ચંદનનું તિલક કરી, દિવ્ય પદક અને હારથી ઉસ્થળને શણગારી નાભેયની સામે આરાત્રિક
માં ઊભો હતો. સૂરિઓ, કવિઓ, શ્રાવક અને શ્રાવિકાઓ પ્રણામ કરતાં
- હતાં. તિલકના ઉપર તિલક અને ફૂલના હાર ઉપર ફૂલને હાર રખાતાં - ૩૦ હતાં. તેવારે કાઈ સૂત્રધારે માતા કુમાર દેવીની લાકડાની મોટી અને
નવી ઘડેલી મૂર્તિ તેની દષ્ટિ આગળ મૂકી. વળી તેણે કહ્યું કે આ
૧ ભદેવ,
૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org