________________
ચતુવિજશતિપ્રબન્ધ માતાની મૂર્તિ છે. ત્યાં મંત્રીશ્વરે નખથી શિખા પર્યત (તે) મૂર્તિ જોઈ. તે જોઈને તેણે રુદન કરવા માંડયું. પ્રથમ તે ફક્ત આંસુ જ ટપકતાં હતાં. પછી અવ્યક્ત ધ્વનિ સંભળાવા લાગ્યો અને ત્યાર બાદ એકદમ સ્પષ્ટ રુદનનો અવાજ આવવા લાગ્યો. પાસે ઊભેલા બધાએ પૂછયું કે હે દેવ ! શા માટે (તમે) રડે છે ? હર્ષને ઠેકાણે શેક છે? નલના મૃતશીલ જેવા, વિષ્ણુના ઉદ્ધવ જેવા, શ્રેણિકના અભય જેવા, નંદના કલ્પક જેવા, વનરાજના જાંબક જેવા, જયનારાજના વિદ્યાધર જેવા, સિદ્ધરાજના આલિંગ જેવા અને કુમારપાલ ના ઉદયન જેવા તમે વીરધવલના મંત્રી છે. આપત્તિથી ભયભીત બનેલા પર્વત જેવા રાજાઓ સાગરના જેવા તમારે આશ્રય લે છે. ૧૦ જેમ ગરુડે સર્પોને હણ્યા તેમ તમે શત્રુરૂપ રાજાઓને હણ્યા છે. ચારો જેમ ચંદ્રને ઇ છે તેમ સ્વજનો તમને ઇરછે છે. “હિમાલયથી ગંગા નીકળે છે તેમ તમારામાંથી રાજનીતિ પ્રવર્તે છે. જેમ પલ્લો સૂર્યના ઉદયની અભિલાષા રાખે છે તેમ સૂરિઓ તમારો ઉદય ઈચછે છે. વિષ્ણુની પેઠે તમારે વિષે લક્ષ્મી રમે છે. તેથી એવું કંઈ નથી કે જે ૧૫ તમને નથી. આમ છતાં તમે શા માટે દુઃખી થાઓ છે ? ત્યારે મંત્રીએ કહ્યું કે તમને) આ દુઃખ છે કે આવું ભાગ્ય, અને સંધના અધિપતિત્વાદિ વિભૂતિ માતાના મરણ બાદ પ્રાપ્ત થયાં (છે). જે તે મારી માતા અત્યારે (જીવતી) હોત તે લેકના દેખતાં પિતાને હાથે મંગલ કરતી અને મને કરાવતી તેને કેટલું સુખ થાત ? પરંતુ શું કરીએ ? ૨૦ વિધાતાએ એકેકની ખોટ રાખીને આપણને હણ્યા છે. તે ઉપરથી “માલધારી શ્રીનચન્દ્રસૂરિએ કહ્યું કે હે મંત્રીશ્વર! જેમ તું પ્રધાને માં છે તેમ આ દેશમાં મુખ્ય રાજાઓમાં સિદ્ધરાજ વિજયી થઈ ગયો. માલવપતિને જીતીને તે “પત્તન” આવ્યો ત્યારે મંગલે કરાતાં તે બે કે માતાના મરણ પછી જેના ભાગ્યનું ફળ મેટું આવે એવા પુત્રને ૨૫ કઈ લલના જન્મ ન આપશે. તેથી હૃદયને નીચું કરી વિવેકીએ રહેવું જોઇએ. મનુષ્યના સર્વે મને રથ પૂર્ણ થતા નથી. ઇત્યાદિ કહીને તેણે મંત્રી પાસે જબરજસ્તીથી આરતી, મંગળદીવો કરાવ્યાં. ત્યાર બાદ ચૈત્યવંદન (પણ) કરાવાયાં. તે વેળા શ્રીનરચન્દ્રસૂરિએ આશીર્વાદ દિધે કે હે વસ્તુપાલ ! ધર્મના ઉપર ઉપકાર કરનારા એવા તમે
અને તમારા ઉપર ઉપકાર કરનારો એ તે (ધર્મ) એ બેનો સમાગમ ઉચિત જ છે ઇત્યાદિ. ત્યાર બાદ રાતે તન્મયતાપૂર્વક તેણે નાભેયની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org