________________
૨૦૦
શ્રીરાજશેખરસૂરિકૃત [ રીવરનુuraપૂજ, ધ્યાન, દાન, પૂજા કર્યા. તેવારે કવિઓ બેલ્યા. એકે કહ્યું કે હે છભ! જેઓ પાપ (કરવા)માં તત્પર, સ્વભાવે કંજુસ અને સ્વામીની મહેરબાનીથી ફાટી ગયેલા છે તે મટ્યરૂપ કૂતરાઓની પણ તે દ્રવ્યના
કણ માટે સ્તુતિ કરી છે, તેથી તે પાપને નાશ કરવા માટે આદરવાળી ૫ થયેલી તું કલ્યાણના સ્થાનના વિધાનથી કલિને ધિક્કાર કરનાર
શ્રાવસ્તુપાલની સ્તુતિ કર. બીજાએ કહ્યું કે રણમાં સૂર, પગે પડેલાઓને વિષે ચંદ્ર, અતિશય વક્ર ચરિત્રવાળાનો વિષે મંગળ, અર્થના બોધને વિષે બુધ, નીતિમાં ગુરુ, કવિજનમાં કવિ અને અક્રિયાને વિષે
મંદ હોવા છતાં તે વસ્તુપાલ! તું ખરેખર પ્રહમય નથી (જ). અન્ય કહ્યું કે શ્રીજના મુખકમળના વિયેગથી વિધુર એવા (પિતાના) ચિત્તને ભારતી શ્રીવાસ્તુપાલના વદનચન્દ્રને વિષે વિનોદ પમાડે છે. બીજાએ કહ્યું કે લક્ષ્મીના નિવાસરૂપ કમળ મુખરૂપે પરિણમ્યું છે. પાંચે દેવમ પાંચ આંગળીને મિષથી દક્ષિણ પાંચ શાખમયતાને પામેલ છે.
અને સ્નેહીઓના મનોરથ પૂર્ણ કરનાર ચિતામણિ તે જીભ જ છે. આ ૧૫ પ્રમાણે જેના સંબંધમાં બન્યું છે તે વસ્તુપાલનું શું પ્રશંસાપાત્ર નથી ?
બધે લાખનું દાન (દેવાયું). આઠ દિવસ વીત્યા બાદ મંત્રીએ ગદ્દગદ વાણુએ ઋષભદેવની રજા લીધી. તારી કૃપાથી કરાયેલા માળામાં વસતે અને તારા ગુણો સાંભળતો એવો હું પક્ષી સંઘના દર્શનથી પ્રસન્ન આત્માવાળો થાઉં. જુગારીનું પિતાના દાવ ઉપર, વિયેગીનું પ્રિયા ઉપર, અને રાધાવેધ કરનારનું લક્ષ્ય ઉપર જેવું ધ્યાન હેય છે તેવું મારું તારા મતને વિષે છે. ઇત્યાદિ તેણે કહ્યું. એ પ્રમાણે સંધ પણ ચાલ્યો. સંધ સહિત મંત્રી અરુદેવાના શિખરથી આગળ કેટલેક ગયો તેવામાં તેણે શ્રમવશાત નીકળતા પરસેવાથી ભીંજાયેલાં શરીરવાળા અને વસ્ત્રવાળા અને ફૂલના કરંડિયાઓ માથે મૂકેલા એવા કેટલાક માળીઓને જોયા. તેણે તેમને પૂછયું કે તમે કેમ ( ચિંતાથી) આતુર જણાઓ છે ? તેમણે જણાવ્યું કે હે દેવ! અમે દૂરથી ફૂલો લાવ્યા છીએ. (એમ માનીને કે) સંઘ ખરેખર “શત્રુંજયના શિખરે છે (તે તેને એ વેચીને) અમે બહુ મૂલ્ય મેળવીશું. પરંતુ તે અન્યથા થયું છે. સંઘ (તે) ચાલી નીકળ્યો છે એટલે અમે અભાગીએ છીએ. તેમની દીનતા જોઇને મંત્રીએ કહ્યું કે અહીં જ તમે એક ક્ષણ દમ ખાઓ. એવામાં પાછળને સર્વ (સંઘ) આવ્યો. શ્રીવાસ્તુપાલે પિતાના કુટુંબને ૧-૩ સૂર્ય, શુક્ર અને શનિ આ પ્રમાણે પક્ષાંતરમાં અર્થે થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org