________________
કાલભ્ય ] ચતુર્વિશતિપ્રબન્ધ
૧૯૩ એમ (વિચારી) તેણે જઇને તે પીધું તે કઠો બળી ગયે. તે ઉપરથી તે બેલ્યો કે દૂરથી કર્ણરસાયન અને પાસેથી તે તૃષ્ણ પણ શમતી નથી.
જ્યાં માણસ બેબે ખોબે ઘુટ ઘુટ (પાણી) પીએ તે જળને લઘુ પ્રવાહ સાર; સાગરમાં ઘણું પાણી છે, પરંતુ તે ખારું હોવાથી તે શું કામનું? તે જ પગલે પગલે નાસીને તે પિતાને સ્થાને ગયા. અમે પણ ૫ તેવા (જ) છીએ. પ્રધાને કહ્યું કે જે તે ગામડીઓ છે તેવા તમે કેવી રીતે છે? સૂરિએ મેટેથી કહ્યું કે હે મેટા પ્રધાન ! અમે અહીં શ્રી પાર્શ્વનાથના સેવકે ત્રણ વિદ્યાના જાણકાર અને સમસ્ત ઋદ્ધિવાળા અહીં રહીને સાંભળીએ છીએ કે “ધોળકા'માં શ્રીવાસ્તુપાલ પ્રધાન સરસ્વતીકંઠાભરણ, ભારતી દ્વારા પુત્ર તરીકે સ્વીકારાયેલો, વિબુધજન- ૧૦ રૂ૫ ભ્રમરે પ્રતિ આંબા જે તેમજ સાર અને અસાર વિચારને જાણકાર છે. એ ઉપરથી ત્યાં આવવાને અમે આતુર હતા, પરંતુ ઐશ્વર્યને લીધે અમે કઈ ઠેકાણે જતા નથી. વળી અમે (એમ) વિચાર્યું કે કોઈક વાર અહીંના તીર્થને પ્રણામ કરવા) માટે પ્રધાન અહીં આવશે. તેમની આગળ સ્વેચ્છાથી સુભાષિતે અમે કહીશું. એ વિચારમાં અમે ૧૫ હતા તેવામાં મંત્રિમિશ્ર અહીં આવ્યા. કંઈક બેલાઈ રહે તેટલામાં તે અસતની સંભાવના કરી તમે (અમારે) તિરસ્કાર કર્યો. તે પછી શું કહેવું? તમે જાઓ, તમે જાઓ, મેવું થાય છે. મંત્રીએ કહ્યું કે મારો અપરાધ ક્ષમા કરે. આપે શું કહેવા માંડ્યું હતું? આચાર્ય કહ્યું કે હે દેવ! જ્યારે તમને બે ભાઈઓને શ્રાવકની શ્રેણિની આગળ રાજરાજેશ્વર અને દિવ્ય અલંકારવાળા જોયા તેમજ શ્રાવકોને ધનાઢ્ય જોયા અને ગીતાદિ ચાલતાં જોયાં ત્યારે અમારા મનમાં થયું કે જગતમાં સ્ત્રીજાતિ જ ધન્ય છે કે જેના ગર્ભમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, નલ, કર્ણ, યુધિષ્ઠિર, વિકમ, સાતવાહન વગેરે ઉત્પન્ન થયા છે. અત્યારે પણ એવા (પુરુષ) છે. તેથી શ્રીસાંબ, શ્રી શાંતિ, બ્રહાનાગ, ૨૫ આમદત અને નાગડના વંશના શ્રીઆભૂની પુત્રી કુમારદેવી પ્રશંસા કરવા લાયક છે કે જેણે કલિયુગરૂપ મહાન અંધકારમાં ડૂબતા જિનધર્મનું પ્રકાશન કરનારા આવા બે પ્રદીપને જન્મ આપે. આ પ્રમાણે વિચારતા એવા અમારા મુખમાંથી બે ચરણે નીકળી ગયાં અને જિનેશ્વરને વંદન વગેરે વિસરી જવાયું. હવે તમે ઉત્તરાર્ધ સાંભળોઃ ૩૦ જેની કુક્ષિમાંથી હે વસતુપાલ ! આપ જેવા ઉત્પન્ન થાય છે. તેમણે વિસ્તારથી એની વ્યાખ્યા કરી. પ્રધાનેન્દ્ર લજવાઈ ગયે. સૂરિને પગે
૨૫ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org