________________
૧૯ર
૧૦
શ્રી રાજશેખરસૂકિત [છીવતુપાઈદાનને ઘડપણની પેઠે શીર્ષાપૂર્વક કાણે અનુભવ કર્યો નથી ? તેણે તે (ચાર) કવિઓને દશ કરોડ આપ્યા. ગાયક, ભાટ વગેરેને પણ તેણે એ પ્રમાણે આપ્યા. સવાર પડી કે તરત જ મહલવાદીએ
પિતાને સેવકને જિનમંદિરના દ્વારે ઊભા રાખ્યા. એક કાર બીજી ૫ દિશામાં હતું; એક મઠની દિશામાં હતું. વળી તેમણે તેમને કહ્યું કે મંત્રી
મંદિરમાંથી બહાર નીકળે ત્યારે ખબર આપશો. ક્ષણમાં વસ્તુપાલ મઠના દ્વારથી જે બહાર નીકળે છે તેવામાં સેવકે દ્વારા જાણ કરાયેલા સૂરિ આવી સંમુખ ઊભા રહ્યા. મત્રીએ તિરસ્કારપૂર્વક (કેવળ) ભવાંથી જાણે પ્રણામ કર્યો. આચાર્યે કહ્યું કે દૂરથી કર્ણરસાયન અને પાસેથી તે તૃષ્ણા પણ ન શમે. તમે જયવંતા વર્તે. તમે તીર્થોની પૂજા કરો. આ પ્રસ્તાવનાનો અંત શો છે તે વિચારતે મંત્રી કૌતુકથી તે જ સ્થિતિમાં ત્યાં જ (૧) ઊભો રહ્યો, અને (છેવટે) બોલ્યો કે તમે શું કહે છે તેનું પરમાર્થ અમે જાણતા નથી. આચાર્યે કહ્યું કે આગળ જાઓ, આગળ જાઓ, આપને ઘણાં કાર્યો છે. મંત્રીએ વિશેષ પૂછપરછ કરી. સૂરિએ કહ્યું કે હે ઉત્તમ પ્રધાન ! સાંભળે. કાઈક વેળા “મરુ' ગામમાં ગામડીઆઓ પશુની પેઠે બહુ જાડા અને રૂંવાટીવાળા વસતા હતા. તેઓ સભા ભરી બેસતા અને ગાલરૂપ ઝાલર (?) વગાડતા. ત્યાં એક દિવસ સમદ્રને કિનારે ફરનારો મુસાફર આવ્યા. તે નો હોઈ ગામડીઆઓએ તેને બોલાવ્યો અને તેને પૂછયું કે તું કર્યું છે અને ક્યાંથી આવ્યો છે ? તેણે કહ્યું કે હું સમુદ્રના તટ ઉપર રહું છું. મુસાફર હેઠ હું આગળ જાઉં છું. તેમણે પૂછ્યું કે કોણે સમુદ્ર ખેદાવ્યો છે ? તેણે કહ્યું કે તે સ્વયંભૂ છે. ફરીથી તેમણે પૂછયું કે તે કેવડો છે ? મુસાફરે કહ્યું કે તેને પાર પમાય તેમ નથી. ત્યાં શું છે એમ પૂછતાં તેણે કહ્યું
કે પત્થરો મણિ છે, હરિ જળચર છે, લક્ષ્મી મનુષ્ય છે, રેતી મોતીના ૨૫ સમૂહે છે, સેવાલ પ્રવાહની લતાઓ છે, પાણી અમૃત છે અને તીરે
કલ્પવૃક્ષો છે, (પછી) બીજું શું ( જઈએ)? નામથી પણ તે રત્નાકર છે. એ પ્રમાણે ત્રણ ચરણે બોલી અને તેની વ્યાખ્યા કરી તે મુસાફર આગળ ગયે. તે ગામડીઆઓ પૈકી એક કૌતુકથી પૂછતો પૂછતો સમુદ્રના
તટે આવ્યો. તેણે સમુદ્રને મજાની માળા વડે આકાશના અગ્ર ભાગને ૩૦ ચુંબન કરતો જોયો. તે પ્રસન્ન થયા અને તેણે વિચાર કર્યો કે અહીંથી બધી સંપત્તિઓ મળશે. સૌથી પહેલાં તે તરસ્યો હાઈ હું પાણી પીઉં.
૧ ઘડપણમાં સાંભળવાની શકિત મદ પડે છે. “બ” અને “વીને એક ગણતાં શરીરે વળિયાં પડી જાય છે અને શક્તિ ઘટવાથી માથું પણ હાલી જાય છે એ અર્થ સરે છે.
૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org