________________
પ્રતાપ ]
ચતુર્વિશતિપ્રબન્ધ એક દહાડે પેલા બે ભાઈઓ કે જેઓ બંને મંત્રીશ્વરે હતા તે મહાસમૃદ્ધિવાળા સંધ સાથે શ્રીપાને નમન કરવા “તંભનકપર ગયા. પહેલે દિવસે સંધ સહિત તે બંને શ્રીપાની સામે શ્રાવકની હાર પુરસ્સર ઊભા. તે વેળા ગીત, ગાન રાસ વગેરેને મહારસ પ્રવર્તત હતો. તે અવસરે ત્યાંના સંધના આગ્રહથી ત્યાંના અધ્યક્ષ મલવાદીસૂરિને ૫ બોલાવાયા. તેઓ જ્યાં સુધી દેવમંદિરમાં પેઠા ત્યાં સુધી આ અસાર સંસારમાં મૃગાક્ષી (જ) સારભૂત છે એમ તેમણે બેલ્યા કર્યું. પ્રધાનોએ એ સાંભળ્યું અને વિચાર કર્યો કે અહે મઠાધિકારીના ઘરની પેઠે દેવમંદિરમાં પણ સંગારરૂપ અંગારમય બે પદ આ બોલી રહ્યો છે. દેવને પ્રણામ ઇત્યાદિ ઉચિત એ અત્ર બેલ નથી, તેથી એનું દર્શન કરવું એગ્ય નથી. એ ૧૦ સૂરિ બેઠા. બીજા પણ સેંકડે સૂરિઓ શ્રેણીમાં બેઠા. મંગલદીપને અંતે બીજા સૂરિઓએ મલવાદીને જ આશીર્વાદ આપવા) માટે પ્રેર્યા. મંત્રી સામે ઊભો હતો. તેઓ આ અસાર સંસારમાં ઇત્યાદિ બે ચરણે બેલ્યા અને તેમણે તેની જ વ્યાખ્યા કરી. મંત્રી હાથ વડે વંદન કરી વિરક્ત થઈ પિતાને ઉતારે ગયો. એ પ્રમાણે દિવસે અને અડધા લોકો પાઠ ચાલ્યા. ૧૫ મંત્રીને તિરસ્કાર ખૂબ વધી ગયે. તે આઠમી રાતે મુકલાપનિકા કરવા માટે દેવરંગ મંડપમાં બેઠે. સામે ધનબદરકના ઢગલા હતા. કોઈ કવિએ કહ્યું કે હે શ્રીવાસ્તુપાલ ! તારા લલાટમાં તીર્થકરની આજ્ઞા, સુખે વાણી, હદયમાં દયા, કરપલ્લવમાં લક્ષ્મી અને શરીરે ક્રાંતિ વિકસે છે, એથી જાણે ગુસ્સાથી કીર્તિ પિતામહના સ્થાનમાં એકદમ ખરેખર જતી ૨૦ રહી (છે.) અન્ય કહ્યું કે ઘરના ગભારાની પણ બહાર નહિ નીકળતી એવી અજેની કીતિને કવિઓ અસતી કહે છે, પરંતુ સ્વેચ્છા મુજબ ભટકતી એવી તારી કીતિને કવિઓ હે વસ્તુપાલ! સતી કહે છે. બીજાએ કહ્યું કે હે ઉત્તમ પ્રધાન વસ્તુપાલ ! સમુદ્રરૂપ વસ્ત્રવાળી અને ચારે બાજુ પૂરરૂપ ઉત્તરીય વડે ઢાંકેલાં અવયવવાળી તારી દાનકીર્તિ ૨૫ અદ્યાપિ કર્ણ રહિત છે એમ જે જણાતું નથી તે આશ્ચર્યજનક નથી. કોઈકે તે એમ કહ્યું કે હે વસ્તુપાલ ! કમે કરીને કર્ણની શક્તિને જેણે મંદ કરી છે એવા અને બલિના સ્વભાવને પ્રકાશ કરનારા એવા તારા
૧ અસતી અને સતી શબ્દથી ‘વિધાભાસ' અલંકાર ઉદભવે છે. અસતીને અર્થ બેટી અને સતીને અર્થ ખરી એમ કરવાથી એને પરિહાર ૩૦ થાય છે.
૨ કહેવાનું તાત્પર્ય એ છે કે તમે કર્ણ જેવા દાનેશ્વરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org