________________
ઘાષ]
ચતુર્વિશતિપ્રબન્ધ રસ પ્રાપ્ત થયો છે તેમને અન્ય કથાઓ ગમતી નથી. ગંધિપણને વિષે પ્રીતિવાળા કસ્તૂરિયુગે ઘાસને ચારે ચરતા નથી. એ સાંભળીને એક લેખ આપી સૂરિએ પ્રધાનને કહ્યું કે બૃહસ્પતિના સમાન વિદ્વાન શ્રીઆમને એમ કહેજે કે તમારે જે અમારે ખપ હોય તે જલદી ધર્મ રાજાની સભામાં જાતે છાનામાના આવી અમને આમંત્રણ આપવું, કેમકે ૫ અમારી ધર્મ રાજા સાથે એવી પ્રતિજ્ઞા (થયેલી) છે કે આમ તમારી સમક્ષ જાતે આવી અમને બોલાવે તે (જ) ત્યાં અમે જઈશું; નહિ તો નહિ. સત્યવાદી અને પ્રતિષ્ઠિત (જન) માટે પ્રતિજ્ઞા લેપ ઉચિત નથી. ત્યાર બાદ મંત્રીઓ “કન્યકુજીના રાજા (આમ) પાસે આવ્યા. સૂરિએ કહેલું તેમણે કહ્યું અને લેખ બતાવ્યું. તેમાં લખ્યું હતું કે “
વિષ્ય” (પર્વત) ૧૦ વિના પણ હાથીઓનું રાજાઓનાં ભવનમાં ગૌરવ જળવાઈ રહે છે. ઘણું હાથીઓ જતા રહે તોપણ વિધ્ય” વષ્ય બનતું નથી. જેમ માનસ' (સરેવર)થી રહિત બનેલા રાજહંસોને સુખ મળતું નથી તેમ તે “માનસ'ના તીરના ઉભંગે પણ તેમના વિના શોભતા નથી. હંસના કુળ વડે ત્યજાયેલું “માનસી” (સવાર) માનસ (જ) છે એમાં સંદેહ નથી. ૧૫ (તેવી જ રીતે) અન્યત્ર ગમે ત્યાં ગયેલા તેઓ પૃથ્વીના ભૂષણરૂપ બને છે. તે મહાસરેવને તેમને વિરહ છે કે જેમને હંસોએ પરિત્યાગ કર્યો છે. નદીના મુખથી જેનો ચંદનનાં ઝાડોને સમૂહ ઘસડાઈ ગયો છે તે મલય ચંદનથી યુક્ત જ છે. “મલયથી ભ્રષ્ટ બનેલું ચંદન પણ મહામૂલ્યવાળું છે. જેમણે કમળોના સમૂહને ત્યજી દીધા છે તેવા ભ્રમરો પણ ૨૦ મકરંદનો સુવાસ (આસ્વાદ) લે છે. ભ્રમર વિનાને કોઈ કમળાનો સમુદાય જેવામાં કે સાંભળવામાં આવ્યો છે ? એક કૌસ્તુભ' (રત્ન) ન હોવા છતાં સમુદ્ર રત્નાકર જ છે. જેની છાતી ઉપર “કૌસ્તુભ' રત્ન છે તે ખરેખર મહામૂલ્યવાન છે. તે ઝાડ ! તે ત્યજેલાં પાંદડાઓનું પત્રત્વ જતું રહેતું નથી. વળી તારી છાયા જે કોઈ પણ રીતે થઈ ૨૫ શકે તે તે પોથી (જ) થઈ શકે. જે કોઈ સ્વામી મહામંડળને વિષે શેરડીના દંડ સમાન છે તેઓ જડને વિષે સરસ હોવા છતાં પાત્રને વિષે નીરસ જણાય છે. હાલ જે પ્રભુએ છે તે પ્રભુઓ છે તે પુરાતન કાળના પ્રભુનું શું કહેવું? દોષમાં ગુણે અને ગુણેમાં દોષો જેમ એમણે સ્વીકાર્યા છે તેમ એ (પ્રાચીન રાજાઓએ) કર્યું નથી.
૧ ભાષાંતરમાં ગ્રન્કિપત્રનો ઉલ્લેખ છે અને તેને વિશેષ તરીકે ઓળખાવેલ છે.
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org