________________
શ્રીરાજશેખરસૂરિકૃત [૧૭ વારિસ્ટનમન કર્યું. પ્રજાના પિતા (સમાન તેણે) કહ્યું કે હું બેન! તું સસરાને ઘેર જા. તેણે કહ્યું કે (આપ) આદેશ પ્રમાણ છે. ત્યાર બાદ તે સાસરે ગઈ. (અ) રામ પોતાને સ્થાને ગયા. શ્રીવિકમ! આનું બીજું પગરખું ત્યાં પિતાનું ઘર બેદતાં મળશે. હે નાથ! આવ. તે ખેદાવીએ. રાજા ત્યાં ગયો. તે ખેદાવવામાં આવ્યું. બીજું પગરખું પણ મળ્યું. સેનાનું ઘર નજરે પડયું. એ પ્રમાણે બીજા (સ્થળે) તે બ્રાહ્મણે દાવ્યાં અને તે સોનું લીધું. રાજાએ બ્રાહ્મણને પૂછયું કે હે બ્રાહ્મણ ! તું કેવી રીતે આ પ્રમાણેની (વાત) બરાબર જાણે છે? બ્રાહ્મણે કહ્યું કે પૂર્વજોની પરંપરાના ઉપદેશથી મેં જાણ્યું અને તે મેં તને કહ્યું. પરંતુ તે ગર્વ ધારણ ન કર. તે રામ તે તેઓ જ; કેમકે તેમની આજ્ઞાથી જળ અને અગ્નિ થંભી જતાં. તેમની આણ દેતાં પડતી ભીતે પડતી નહિ. ૪૨ (જાતના) અંધગડે, ૨૭ (જાતના) ફોલ્લાઓ, ૧૦૮ (પ્રકારના) વિડવરે અને બધા દોષો નાશ પામતા. તેમની દેવી જે સીતા તેમને તેમના જે ત્રણ ભાઈઓ તેમને, તેમજ તેમના સેવક જે હનુમાન, સુગ્રીવ વગેરે તેમને મહિમા સો વર્ષ પણ (પૂરેપૂરો) કહેવાને બૃહસ્પતિ પણ સમર્થ નથી. એ સાંભળીને વિક્રમે અભિમાન ત્યજી દીધું. તેણે “અભિનવ રામ' એ બિરુદને નિષેધ કર્યો. ફરીથી તે ‘ઉજજયિની ગયો. તેણે શક્તિ અનુસાર લેકનો ઉદ્ધાર કર્યો. અગ્નિવેતાલ અને પુરુષકસિદ્ધિ વડે તેમજ સુવર્ણસિદ્ધિથી તેનું ઉપકારનું ઐશ્વર્ય તે
વેળા અનુપમ હતું. તેથી વિકમ ધન્ય જ છે. તેનાથી અધિક તે કરડે ૨૦ થઈ ગયા છે. એ સાંભળીને વિક્રમસેન વિવેકી બને.
इति विक्रमादित्यप्रबन्धः॥१७॥
વિક્રમચરિત્ર જેન તત્વથી બાહ્ય એવા મુગ્ધ લેકને કેવળ અચંબે ઉત્પન્ન ૨૫ કરવારૂપ ફળવાળો વિક્રમાદિત્યને એક પ્રબન્ધ અમે કહીએ છીએ
“ ઉજજયિની'માં વિક્રમાદિત્ય રાજ્ય કરતા હતા ત્યારે પાસેના ગામમાં હળ ખેડતાં એક બ્રાહ્મણે દિવ્ય અને તિવાળું એક રત્ન ભૂમિ ઉપર પડેલું (જઈ તે) ગ્રહણ કર્યું. તેનું મૂલ્ય પૂછવા માટે તે “ઉજજયિની'માં રત્નની પરીક્ષા કરનાર વેપારી પાસે ગયો. તે રત્ન (તમને) દેખાડવામાં આવ્યું. નવાઈ પામી તેમણે કહ્યું કે અમે આ રત્નની કિંમત કરવા સમર્થ નથી; કેમકે પૂર્વે આવું રત્ન અમે જોયું નથી તેમજ જૂઠું મૂલ્ય કરવાથી તીવ્ર દેષ લાગે. આનું મૂલ્ય જ કેવળ દેવ શ્રીવિકમાદિત્ય જાણતો હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org