________________
કહe] ચતુર્વિશતિપ્રબળે
૧૪૫ ચતુર્થ ક્ષણમાં ધૂળ દૂર કરાતાં સેનાના તારથી સીવેલું અને તિની જાળની જટાથી યુક્ત માણેકથી જડેલું એવું એક મોટું પગરખું જવામાં આવ્યું. અચંબો પામેલા રાજાએ (તે) લઈને હૃદય ઉપર ચાંપ્યું તથા માથા ઉપર મૂક્યું અને તે બોલી ઊઠ્યો કે) અહે આ રત્નની જાતિ માન્ય છે ! ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હે દેવ ! મેચીની પત્નીના આ પગરખાને તારા જેવા રાજાએ અડકવું એગ્ય નથી. (ત્યારે) વિકમે કહ્યું કે તે મોચણ પણ ધન્ય છે કે જેનું આવું પગરખું છે. તે કહે કે આ શી કથા છે? ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે હે પૃથ્વીપતિ! જ્યારે શ્રીરામ રાજ્ય કરતા હતા ત્યારે અહીં મેચીનાં ઘરે હતાં. આ એક મેચીનું ઘર છે. તેની પત્ની બહુ લાડકી હતી. એથી તે અભિમાન ધારણ કરતી. તે વિનય સાચવતી ૧૦ નહિ. તેથી તેણે તેને મારીને હાંકી કાઢી. વળી દુઃખ (કંકાસ)ને લઇને જા એમ તેણે કહ્યું. તેથી ગુસ્સે થઈ આ એક પગરખું તટમાં પડતાં તે પહેર્યા વિના અને બીજું તો પહેરીને તે પોતાને પિયર ગઈ. જઈને પતિનું કઠેર વચન તેણે પિતાને કહ્યું. પિતાએ બે દિવસ રાખી અને તેનું આવર્જન કર્યું. પછીથી તેણે કહ્યું કે હે બેન! કુલીન સ્ત્રીને પતિ જ ૧૫ શરણ છે. ત્યાં જ તું જા. તેણે કહ્યું કે તમારું) માનભંગ થાય તેમ હોવાથી હું નહિ જાઉં. બે વાર, ત્રણ વાર ઉક્તિઓ અને પ્રયુક્તિઓ કહેવામાં આવી. માતાપિતાના કહેવા છતાં જ્યારે તે સાસરે ન ગઈ ત્યારે પિતાએ કહ્યું કે હે બેન! હું એમ માનું છું કે જે શ્રીરામ પિતે સીતા અને લક્ષમણ સાથે અહીં આવીને તારે અનુનય કરી તેને સાસરાના કુળમાં મોકલે તે તું ત્યાં જાય. મિથ્યા અભિમાનવાળી તેણે પણ કહ્યું કે આ (વાત) એમ જ છે. જો રામ જ આવે તો હું જાઉં, નહિ તે નહિ. ચરરૂપે નીમાયેલા અને ગુપ્ત રહેલા સુરેએ જઈને રામને આ વૃત્તાના જણાવ્યા અને કહ્યું કે હે દેવ! મેચીની પુત્રીનો આ વૃત્તાત છે. તે ઉપરથી દેવ શ્રીરામ પ્રજાવત્સલ હાઈ સવારે સીતા, લક્ષ્મણ અને પ્રધાન સાથે પેલા ૨૫ મોચીને ઘેર ગયા. અને તેમાં દાખલ થયા. અચંબે પામેલા મેચીઓએ તેમની પૂજા કરી અને વિજ્ઞપ્તિ કરી કે હે દેવ ! આપે અમારા જેવા કીડા ઉપર આ કેટલે બધે પ્રસાદ કર્યો? સ્વને પણ એવું સંભવતું નથી કે દેવ અમારી સેવા કરે. આવવાનું શું કારણ છે? શ્રીરામે કહ્યું કે તારી પુત્રીને સાસરાના કુળમાં મોકલવા માટે અમે આવ્યા છીએ. ૩૦ તે વરાકીની તેવી જાતની પ્રતિજ્ઞા છે. તે ઉપરથી રાજી થયેલા પિતાએ ઓરડામાં જઈ પુત્રીને કહ્યું કે હે મુગ્ધા ! તારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે. દેવી સહિત શ્રીરામ દેવ પણ આવ્યા છે. ચાલ (અને) તે જગન્નાથને વંદન કર. ત્યાર બાદ સંતોષ પામી તે રામ પાસે આવી. અને તેણે તેને ૧૯.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org