________________
૧૪૪
શ્રીરાજશેખરસૂરિકૃત [૭ વિક્રમાદિત્યઉત્તમ થયા નથી એમ અમે કહીએ છીએ. પુરોહિતે કહ્યું કે હે નૃપ ! આ રત્નગર્ભા અનાદિ છે. (અને) ચાર યુગોનો સમૂહ (પણ) અનાદિ છે. યુગે યુગે નરને ઉત્પન્ન થાય છે. હું જ મુખ્ય છું એવું અભિમાન
કલ્યાણકારી નથી. વળી તે ચાલતું (પણ) નથી; કેમકે તારા પિતા વિક્ર૫ માદિત્યના મનમાં એક દહાડે એમ થયું કે જેમ રમે વ્યવહાર કરી
લોકને સુખી કર્યા તેમ હું પણ કરું. તે ઉપરથી તેણે રામાયણની વ્યાખ્યા કરાવી. તેમાં જેમ રામનાં દાન, (ધર્મ)સ્થાનની સ્થાપના, વર્ણાશ્રમની વ્યવસ્થા અને ગુરુભક્તિ હતાં--સંભળાયાં તેમ તેણે બધું આરંળ્યું. તે
ઉપરથી તે પિતાને “અભિનવ રામ' કહેવડાવા લાગ્યા. તે જોઇને પ્રધા૧૦ એ વિચાર્યું કે આપણા સ્વામી કે જે ગર્વથી પિતાને તેના જેવા માને
છે તેઓ અનુચિત કરે છે. પ્રસંગ મળતાં એમને આ ગર્વ ઉપાયથી ઉતાર જોઈએ.
આ તરફ તારા પિતા વિક્રમાદિત્યે પૂછ્યું કે લોકમાં એવું કઈ પણ ક્યાં છે કે જે પૂર્વ નહિ સાંભળેલું એવું રામનું આચરણ ૧૫ અમને જણાવે? તે ઉપરથી બીજા મંત્રીથી પ્રેરાયેલા એક વૃદ્ધ મંત્રીએ
કહ્યું કે હે રાજેશ્વર! “કેશલામાં એક ઘરડે બ્રાહ્મણ (રહે) છે. તે શ્રીરામની પરંપરાગત કેટલીક વાર્તાઓ સારી રીતે જાણે છે. બેલાવી પૂછી જોઈએ. રાજાએ તેને બેલાવ્યો. ગૌરવપૂર્વક આવેલા તેની પૂજા કરીને તેણે પૂછયું કે હે બ્રાહ્મણ ! રામની કોઈ નવી કથા તું કહે. બ્રાહ્મણે કહ્યું કે હે પૃથ્વી પતિ ! જે તું ‘કાશલા” આવે તે રામને કોઈ પ્રબંધ સાક્ષાત બતાવું. અહીં રહીને તો તે કહેતાં પાર ન આવે. ત્યારે રાજાએ રાજ્યનો ભાર પ્રધાને ઉપર મૂક્યા. તે પોતે મોટા સૈન્ય સાથે ઘરડા બ્રાહ્મણની જોડે અયોધ્યાની સમીપમાં ગયે (અને) છાવ
ણીમાં રહ્યો. તે વારે તે જ સર્વ દિશાને માલીક છે એમ (સમજી) નિર્ભય ૨૫ બનેલા બ્રાહ્મણને રાજાએ કહ્યું કે રામ દેવનું ચરિત્ર દેખાડે. તે ઉપરથી
બ્રાહ્મણે એક રાજાને સ્થળ બતાવીને કહ્યું કે આ પૃથ્વીને ભાગ ખોદાવો. ત્યાર બાદ રાજાએ (તે) ખોદા. ખાણ ખોદાતાં સૌથી પ્રથમ સોનાને કળશ અને ત્યાર પછી સોનાની “મંડપિકા પ્રગટ થયાં. ઉપરની ધૂળ દૂર કરવામાં આવી. રાજાએ પશ્ચાનુપૂર્વીથી પહેલી, બીજી અને ત્રીજી ક્ષણો સેનાની જેઇ.
૧ આને અર્થ “પાલખી' સચવાયો છે. જે છેલ્લેથી પહેલાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WW