________________
કપ ] ચતુર્વિશતિપ્રબન્ધ
૧૮૫ લાગ્યાં. સુભટનાં અંગમાં બખ્તર માતાં ન હતાં. પેલા ત્રણ
મારવોએ વર્ષે મેળવવા લાયક પિતાનું ત્રણ લાખ જેટલું દ્રવ્ય ભીમસિંહ પાસેથી સત્વર લઈને અર્થીઓને દાન દેવામાં આપી દીધું. તેઓ પોતે ઘડે ચઢળ્યા. પ્રહારો થવા માંડ્યા. શસ્ત્રોથી અધિકાર મચી રહ્યો. યમના દૂત જેવાં બાણો પડવા લાગ્યાં. એક પ્રહર એટલે દિવસ ચઢવ્યો હતો. વીરધવલ ૫ સાવધાન થઈ રહ્યો) હતું. તેના રક્ષક મંત્રી વગેરે પણ સાવધાન હતા. એવામાં તે ત્રણ “મવીરે આવ્યા. તેમણે સ્વમુખે વિરધવલને કહ્યું: આ તું છે અને આ અમે છીએ; સાવધાન બનીને પિતાનું રક્ષણ કરજે. તારા સુભટ પણ તારું રક્ષણ કરે. વિરધવલે પણ કહ્યું કે અહીં બડાઈ શું મારે છે ? ક્રિયાથી જ બાહુબળને પ્રકાશ કરો. એ પ્રમાણે ૧૦ સામસામી બાલવું થઈ રહેતાં યુદ્ધ શરૂ થયું. આસપાસ માણસે (રક્ષણ માટેના) યત્નમાં તત્પર બની રક્ષણ કરતા હતા, છતાં તેમણે વિરધવલના કપાળમાં ત્રણ ભાલા માર્યા. આ પ્રમાણે અમે તને મારી નાંખી શકીએ, પરંતુ તેવારે અમે તારું એક બીડું ખાધું છે એટલે નિરુપાયે છીએ એમ બેલતાં તેમણે શ્રી વીરધવલની પાસે રહેલાઓને શસ્ત્રો વડે મારી ૧૫ નાંખ્યા. તે ત્રણ મારો પણ સેકડો ઘા વડે જર્જરિત દેહવાળા બન્યા. તેમણે રાજા વીરધવલને ઊપરવટ અશ્વ ઉપરથી પાડે. એ મારોએ ઊપરવટને પોતાને ઉતારે (લઈ જઈ) છાની રીતે બાંધે. (યુદ્ધને લીધે ઉડતી) ધૂળ વડે જગત આંધળું બન્યું ત્યારે ભૂમિ ઉપર પડેલા રાજા શ્રીવરધવલને ભટ્ટ ઉપાડીને લઈ ગયા. તેવામાં સાંજ પડી. બંને ર૦ સૈન્ય (યુદ્ધ)થી નિવૃત્ત થયાં. રાત્રે ભીમસિંહના સર્વે સુભટ બેલતા હતા કે અમે વિરધવલને પાડો છે, અમે વિરધવલને પાડ્યો છે. તે ઉપરથી મારેએ કહ્યું કે તમે પાડશે તેનું અત્ર શું એંધાણ છે ? તેમણે કહ્યું કે શું (ત્યારે) તમે પાડો છે? મારવોએ કહ્યું કે અમે જ પાડે છે. ઊપરવટ સાક્ષી પૂરશે. ઉતારેથી ઊપરવટને લાવીને તેમણે ૨૫ બતાવ્યો. (એથી) ભીમસિંહ પ્રસન્ન થયો અને બોલ્યા કે શુદ્ધ રાજપુત્રોને દીધેલું દ્રવ્ય સે ગણું ફળે છે. (તે વાતનું) આ જ પ્રમાણ છે. શત્રના ઘડાને હરી જવો એ ક્ષત્રિયોનું મોટું ભૂષણ છે. એમ વાતે કરતા સુભટોની રાત (પસાર થઈ ) ગઈ. સવારે વીરધવલ ઘા વડે જર્જરિત બનેલું હોવા છતાં હોશિયાર બની અક્ષ ખેલતો હતો. ભીમ- ૨૦
૧ મારવાડીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org