________________
૧૫
૧૨૪
શ્રીરાજશેખરસૂરિકૃત [ સંતવાનસારૂ આવવું થયું? તેણે કહ્યું કે હે મહારાજ ! આપની કીર્તિ બંને કાને સાંભળી કરુણ રુદનના મિષથી (મારી) જાતને જણાવી હું આપની પાસે આવ્યું. આપને મેં જોયા. એથી મારાં નેત્રો આજે કૃતાર્થ થયાં છે. તું કઈ કળા યથાર્થ રીતે જાણે છે એવી રાજાની આજ્ઞા (પૃચ્છ)થી તેણે નિરવ (2) ગીત ગાવાનું શરૂ કર્યું. ક્રમે કરીને તેના ગાનની કળાથી રાજા પ્રમુખ આખીએ સભા મેહ પામી. એ માયાસુર નામને અસુર કપટ કરી રાજાની પૂજ્ય રૂપધેયવાળી પટ્ટરાણીનું હરણ કરવાની ઈચ્છાથી આવ્યો હતો. પરંતુ) એ (વાત) કોઈના પણ જાણવામાં ન હતી. જોકેએ કેવળ મસ્તકના દર્શનથી એનું પ્રાકૃત ભાષામાં સીસુલા એવું નામ પાડયું. ત્યાર બાદ દરરોજ તંબૂરાને પણ હઠાવે એવા મધુર સ્વરે તેનું ગાન થતાં તેનું સ્વરૂપ દાસીને મોઢે મહાદેવીએ સાંભળ્યું. રાજાને વિનવીને તેણે તે મસ્તક પિતાની પાસે મંગાવ્યું. રોજ રાણી તેને ગવડાવતી. કેટલેક દહાડે રાત્રે લાગ જોઈને માયાસુરે તેનું તરત જ હરણ કર્યું. તેણે તેને પોતાના ધંટાવલંબિ” નામના વિમાનમાં બેસાડી. રાણીએ કરુણ રુદન કરવા માંડયું. અરેરે મને કઈ હરી જાય છે (આ) પૃથ્વી ઉપર એવો કાઈ વીર છે કે જે મને છોડાવે ? તે સાંભળીને ખૂંદલ નામના વીરે આકાશમાં ઉડીને તે વિમાનને ઘંટ હાથે મજબૂત પકડી લીધે. તેથી હાથ વડે રેકાયેલું તે વિમાન આગળ ચાલ્યું નહિ. ત્યાર બાદ માયાસુરે વિચાર્યું કે આ વિમાન કેમ ચાલતું નથી ? હાથ વડે ઘેટનું અવલંબન લીધેલા વીરને જેવો તેણે જોયો તે(જ) તેણે ખગ વડે તેનો હાથ કાપી નાંખ્યો. (એથી) વીર પૃથ્વી ઉપર પડ્યો અને એ અસુર આગળ ચાલ્યો. ત્યાર પછી દેવીના હરણના વૃત્તાન્તથી વાકેફગાર બનેલા ભૂપતિએ ૪૮ વીરને હુકમ કર્યો કે પટ્ટદેવીનું કોણે હરણ કર્યું છે તેની શોધ કરે. પ્રથમથી જ શદ્રક ઉપર અસૂયા (ધારણ કરવા)માં તત્પર એવા તેમણે કહ્યું કે હે મહારાજ ! શદ્રક જ જાણે; (કેમકે) તે જ તે મસ્તક લાવ્યો હતો (અને) તે જ દેવીને હરી ગયું. તે ઉપરથી તેના ઉપર ગુસ્સે થયેલા રાજાએ તેને શલિએ ચડાવવાનો હુકમ કર્યો. ત્યાર પછી દેશની રીતિ (ચાલ) પ્રમાણે રાતા ચદનથી લિપ્ત દેહવાળા એવા તેને ગાડામાં સુવડાવી અને તેની સાથે તેને મજબૂત બાંધીને જેવા રાજપુરુષે (તેને) શલિ (દેવા) માટે ચાલ્યા તેવામાં ૫૦ વર પણ એકઠા મળી શકને કહેવા લાગ્યા કે હે મહાવીર! શા માટે આપ રાંડની જેમ મરે છે ? અશુભનું કાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org