________________
ઇવ ]
ચતુર્વિશતિપ્રબન્ધ ધ્વનિ સંભળાય છે તેના કારણની પ્રવૃત્તિ જાણવા માટે હું જઈ રહ્યો છું.' આ પ્રમાણે રાજાએ કહ્યું એટલે શુદ્ધકે વિનતિ કરી કે હે દેવ ! પૂજ્યપાદ પોતાના મહેલને અલંકૃત કરવા માટે પધારે. હું જ તે પ્રવૃત્તિ લઈ આવીશ. એમ કહીને ભૂપતિને પાછો વાળી રુદનના અવાજ અનુસાર નગરની બહાર જવા તે પોતે પ્રવૃત્ત થયા. આગળ જતાં કાન દઈને ૫ (સાંભળતાં) તેણે “ગોદાવરી ના પ્રવાહમાં કોઈને રડતો સાંભળ્યો. તે ઉપરથી કમ્મર કસીને શુદ્રક. તરતો તરતો જે નદીના મધ્યમાં જઈ પહોંચે તે તેણે પાણીના પૂરમાં તણાતા એક મનુષ્યને રડતે જોયો તેણે એને કહ્યું કે તું કોણ છે અને શા સારૂ રડે છે? એમ કહેવાતાં તે અતિશય રડ્યો. આ પ્રમાણેના આગ્રહથી તેણે સ્પષ્ટ કહ્યું કે હે સાહસિકમાં ૧૦ શિરોમણિ ! તું મને અહીંથી કાઢીને રાજાની સમીપ લઈ જા જેથી ત્યાં હું મારો વૃત્તાન કહીશ. એમ બોલતા એવા તેને સૂકે ઊંચકવા જેમ જેમ પ્રયાસ કર્યો તેમ તેમ તે ઊંચકાય નહિ. તેથી નીચે કોઈ યાદ (જલજંતુ) વડે એ પકડાય હશે એવી આશંકા લાવી ઢકે તરત જ નીચે તરવાર ફેરવી. ત્યાર બાદ ઉદ્ધાર કરનાર શદ્રકના હાથે કેવળ ૧૫ મસ્તક જ ચડયું. લોહીની ધારા વહેતી હતી એવા મસ્તકને જલદી જોઈ
દ્રક શોકાતુર બની ચિંતવવા લાગે કે મારા ઉપર પ્રહાર નહિ કરનારને હણનારા અને શરણે આવેલાના ઘાતક એવા મને ધિક્કાર છે. એ પ્રમાણે આત્માની નિન્દા કરતો વજથી હણાયે હોય તેમ એક ક્ષણ તે મૂછિત થઈ ગયા. ત્યાર બાદ ચેતન આવતાં તેણે ચિર કાળ વિચાર २० કર્યો કે આ દુગ્રેષ્ટા હું રાજાને કેવી રીતે જણાવીશ? એથી શરમાઈ ગયેલા ચિત્તવાળા તેણે ત્યાં જ લાકડાંની ચિતા રચી અને ત્યાં અગ્નિ સળગાવ્યો. પછી મસ્તકને સાથે લઈને જેવી તેણે ઊંચી જવાળામાં પ્રવેશ કરવા પ્રવૃત્તિ કરી તેવામાં જ તે મસ્તકે કહ્યું કે હે મહાપુરુષ ! તું શા સારૂ આમ કરે છે? રાહુની પેઠે હું સર્વદા મસ્તકરૂપ જ છું; ૨૫ તેથી તું નાહક શેક ન કર, કૃપા કરી અને મને રાજા પાસે લઈ જા. આ પ્રમાણે તેનું વચન સાંભળી અને પામેલા ચિત્તવાળો અને એ જીવે છે એથી રાજી થયેલે શદ્રક તે મસ્તકને પઢાંશુકમાં વીંટીને સવારે રાજા પાસે ગયે. રાજાએ પૂછયું કે હે શુદ્રક! આ શું છે ? એણે પણ કહ્યું કે હે દેવ ! જેના સદનને અવાજ દેવે રાત્રે સાંભળ્યો હતો તે આ ૩૦ છે. એમ કહીને તેનું પૂર્વે કહેલું સર્વ વૃત્તાન્ત તેણે જણાવ્યું. ફરીથી રાજાએ તે જ મસ્તકને પૂછયું કે તું કોણ છે અને તારૂં અહીં શા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org