________________
૧૨૫
ઝા]
ચતુવિજ શતિપ્રબળે હરણ કરવું અર્થાત અણી ચૂકાવવી એ ન્યાયપૂર્વક રાજા પાસે તું કેટલાક દિવસની મુદત માગ (અને) બધે દેવીનું હરણ કરનારાને શેધ, કેમ તું એકાએક જ પિતાની વીરતાની કીતિને દૂર કરે છે–ઝાંખ લગાડે છે? તેણે કહ્યું કે ત્યારે રાજા પાસે જાઓ (અને) એ માટે રાજાને વિન. તેમણે પણ તેમ કર્યું એટલે રાજાએ શુદ્રકને પાછા બોલાવ્યું. તેણે પણ સ્વમુખે વિનતિ કરી કે હે મહારાજ ! મુદત આપો જેથી પ્રત્યેક દિશામાં દેવીને તેમજ તેનું હરણ કરનારને હું શોધું. રાજાએ દશ દિવસની મુદત આપી. શદ્રકના ઘરમાં બે કૂતરા હતા જે તેની સાથે રહેતા હતા. રાજાએ કહ્યું કે આ બે કૂતરાને જામીન તરીકે અમારી પાસે મૂક (અ) દેવીનો પત્તો મેળવવા માટે તું જાતે ભૂમંડળમાં ૧૦ ફર. એ પણ આદેશ પ્રમાણ છે એમ કહીને (એ) પરાક્રમી નીકળી પડો. પૃથ્વી પતિએ તે બે કૂતરાને સાંકળે બાંધી ખાટલાના પાયા સાથે બાંધ્યા. શદ્રક તે ચારે બાજુ ફર્યો-ખો. ફરવા છતાં પણ જ્યારે પ્રસ્તુત અર્થની કેવળ ખબર પણ કોઈ ઠેકાણે તેને ન મળી ત્યારે તેણે વિચાર્યું કે અહે મારી આ અપકીતિને પ્રાદુર્ભાવ થયો કે ૧૫ આ સ્વામીને દ્રોહી બની દેવીને હરી ગયો. તે (દેવી)ને કઈ પણ ઠેકાણે પત્તો મળે (મળ) નથી; વાસ્તુ મરણ એ જ મારું શરણું છે. એમ વિચારી તેણે લાકડાં વડે ચિતા રચી-ખડકાવી અને અગ્નિ સળગાવ્યો. જેવો તે તેમાં દાખલ થવા જતો હતો તેવામાં પેલા બે દેવાધિષિત કૂતરાઓએ જાણ્યું કે અમારા નાથ મરણું ઇચ્છી રહ્યો છે. તે ઉપરથી ૨૦ દેવતાઈ શક્તિ વડે સાંકળો ભાંગીને તે બે વિના વિલંબે ત્યાં ગયા કે
જ્યાં શતકે ચિતા ખડકવેલી હતી. દાંત વડે કેશ બચીને તેણે શુકને બહાર કાઢો. એકાએક તે (બે કૂતરાને જોઇને અચંબે પામેલા ચિત્તવાળા તેણે કહ્યું કે હે મહાપાપી ! તમે દુષ્ટએ આ શું કર્યું? રાજાના મનમાં વિશ્વાસનો ઘાત થશે કે જામીનરૂપ (બે કૂતરાઓ)ને ૨૫ પણ તે પોતાની સાથે લઈ ગયો. કૂતરાએાએ કહ્યું કે તું ધીરજ ધર અને બતાવેલી દિશાને જલદી તું અનુસર. તારે શી ચિન્તા છે? એમ કહીને આગળ થઈને તેઓ તેની સાથે ઉપડ્યા. ક્રમે તેઓ “કલ્લાપુર” પહોંચ્યા. ત્યાં આવેલા મહાલક્ષ્મી દેવીના મંદિરમાં તેઓ દાખલ થયા. ત્યાં તે દેવીની પૂજા કરી કુશના સ્તરે બેસી શુદ્રક ત્રણ રાત કુક રહ્યો. ત્યાર બાદ ભગવતી મહાલક્ષ્મીને પ્રત્યક્ષ થઈ તેને કહ્યું હે વત્સ! તું શું શોધે છે? શકે કહ્યું કે હે સ્વામિની ! સાતવાહન રાજાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org