________________
(૧૮) નાગાર્જુનના પ્રબન્ધ
‘સુરાષ્ટ્રા’ના શૃંગારરૂપ ‘શત્રુંજય’ પર્વતના શિખરના એક ભાગરૂપ ‘ક' પર્વત ઉપર રાજપુત્ર રણસિંહની ભાષાલ નામની પુત્રીને રૂપ અને લાવણ્યથી પૂર્ણ જોઇને અનુરાગ પામી તેને સેવતા વાસુકી નાગને નાગાર્જુન નામે પુત્ર થયો. પુત્ર પ્રતિ સ્નેહથી મેાહિત બનેલા પિતાએ તેને બધી મેાટી ઔષધીઓનાં કળા, મૂળા અને પત્રા ખવડાવ્યાં. તેના પ્રભાવથી તે મહાસિદ્ધિઓ વડે અલંકૃત થયેા. તે ‘સિદ્ધપુરુષ ' એવી પ્રસિદ્ધિ પામ્યા. પૃથ્વી ઉપર ફરતાં ‘પૃથ્વીસ્થાન’ પત્તનમાં સાતવાહન રાજાને તે કલાગુરુ થયા. ‘આકાશગામિની' વિદ્યા શીખવા માટે તે પાલિત્તાનક' પુરમાં શ્રીપાદલિપ્તસૂરિની સેવા કરતા. એક દહાડા ભાજનની વેળાએ તેણે, પગે ( લગાડેલા ) લેપના બળથી તેમને આકાશમાં ઉડતા જોયા. ‘અષ્ટાપદ’ વગેરે તીર્થાને વંદન કરી પેાતાને સ્થાને (પાછા) આવેલા તેમનાં ચરાને ધાઇને ૧૦૭ મહાષધીઓના આસ્વાદથી તેમજ વર્ણ, ગંધ વગેરે વડે તેનાં નામેાને નિશ્ચય કરી ગુરુના ઉપદેશ વિના પગે લેપ લગાડી કુકડાના બચ્ચાની પેઠે ઉડતાં તે વડ ઉપર પડયો. ધાથી જર્જરિત અંગવાળા એવા તેને ગુરુએ પૂછ્યું કે આ શું ? જેવું હતું તેવું તેણે કહ્યું એટલે તેની કુશળતાથી ચિત્તમાં ચમત્કાર પામેલા આચાર્યે તેને માથે કરકમળ મૂકી કહ્યું કે સાડી ચોખાના જળમાં-ધવરામણમાં એ ઔષધાને વાટી પગે લેપ લગાવી આકાશમાં ગરુડની જેમ તું સ્વેચ્છાએ જા–ઉડ, ત્યાર બાદ તે સિદ્ધિ પામીને સંતુષ્ટ ખનેલા તે નાચ્યા. વળી દાઇ વાર ગુરુમુખે તેણે સાંભળ્યું કે રસસિદ્ધિ વિના દાન (દેવાની) ઇચ્છાની સિદ્ધિ થતી નથી. તે ઉપરથી રસ બનાવવાને પ્રવૃત્તિ કરતાં તેણે સ્વેદન, મર્દન, જારણુ અને મારણ કર્યા. પરંતુ રસે સ્થિરતા ધારણ કરી નહિ. ત્યારે તેણે ગુરુને પૂછ્યું ક્રે રસ કેવો રીતે સ્થિર થાય ? ગુરુએ કહ્યું કે દુષ્ટ દૈવતનું દલન કરવામાં સમર્થ એવી શ્રીપાર્શ્વનાથની દૃષ્ટિ સમક્ષ સધાતાં અને બધાં લક્ષણાથી લક્ષિત અને મહાસતી એવી મહિલા દ્વારા શ્રુટાતાં રસ સ્થિર થઇ વેધી બનશે. તે સાંભળીને પાર્શ્વનાથની પ્રભાવશાળી પ્રતિમા શેાધવાની તેણે શરૂઆત કરી, પરંતુ તેવી એણે કાઇ પણ ઠેકાણે દીઠી નહિ. આ તરફ નાગાર્જુને ધ્યાન ધરીને પોતાના પિતા વાસુતિ 20
Jain Education International
For Private & Personal Use Only
૧૦
૧૫
૨૦
૨૫
www.jainelibrary.org