________________
૧૪૮
શ્રીરાજશેખરસૂતિ [૧૭ ત્રિમાહિત્યઆપત. તેમાંનું આ એક છે. તે બ્રાહ્મણને મળ્યું છે. મોટે ભાગે બધાં રન્ને પૃથ્વીમાં ગયાં છે, કેમકે કાળ ઘણો થઈ ગયો છે. તે ઉપરથી યુધિષ્ઠિર જ રાજા છે; તું કોણ ? વિક્રમે કહ્યું કે હે દેવ ! એ સાચું
છે. હું રાજી થઈ (એ જાણવા ) ઈચ્છું છું કે યુધિષ્ઠિર પાસે આટલી ૫ (બધી) સંપત્તિ ક્યાંથી આવી)? બલિએ કહ્યું કે ચાર ભાઈઓએ
દિવિજય કરી (તેને) ધન આણી આપ્યું હતું. પૂર્વે દરિદ્રતામાં મગ્ન હાઈ મદત્ત નામના કાપડીએ સવનું આરાધન કર્યું. તેણે તુષ્ટ થઈ પિતાની ઈચ્છાથી કલાસ પાસે મૂળથી તે શિખા પર્યત નગરને સુવર્ણમય બનાવી
તેને આપ્યું. તે નગર તેણે ભગવ્યું. તે મરણ પામતાં છે ધૂળની વૃષ્ટિ ૧૦ વડે તેને ઢાંકી દીધું. જ્યારે યુધિષ્ઠિરને ભાઈ સહદેવ ઉત્તર દિશા સાવવા
માટે ઉપડ્યો ત્યારે રુદ્ધ તે નગરને પિતાના ગુણોથી ઉઘાડી પેલી બધી સુવર્ણાદિ વિભૂતિને યુધિષ્ઠિરના ઘરમાં દાખલ કરી. તેથી યુધિષ્ઠિરની દાન દેવાની ઇચ્છાની સિદ્ધિ થઈ. તેથી તે રાજા છે. મંડલીક તે રાવણ
છે; કેમકે લોકમાં તેના જેવાં બળ અને વિદ્યાના ગર્વને વેગ નથી. ૧૫ કુમાર તે કાર્તિકેયને કહેવો વ્યાજબી છે કે જેણે સાત દિવસ જેટલી
ઉમ્મરે તારકને મારી નાંખ્યો. લક્ષ્મણ પણ કુમાર (કહેવાય તેમ) છે કે જેણે મેઘનાદને હ. વળી પાહુલિને પુત્ર ધવલચ પણ કુમાર છે કે જે જગતને ઝેર વડે મારી નાંખવાને શક્તિમાન છે તેમજ વિષને પણ અમૃતરૂપે પરિણુમાવવાને સમર્થ છે. સંધિમાં કે લડાઇમાં હું દૂત હતાં (રાવણનાં) દશ માથાં અક્ષત કે ક્ષત ભૂમિ ઉપર આળોટશે ઇત્યાદિ (કહેનારા તરીકે) પ્રસિદ્ધ અંગદ પણ સમર્થ છે. (એથી એ કુમાર કહેવાય). વંઠ તે ખરેખર હનુમાન છે કે જેણે પ્રિયાના વિયોગના તાપથી જર્જરિત દેહવાળા (પિતાના) સ્વામી રામને સભામાં ધીરજ આપી કે હે દેવ ! હુકમ કરે. હું શું કરું? શું લંકા” ને અહીં જ લઈ આવું કે જંબૂ દ્વીપને અહીંથી ત્યાં લઈ જાઉં ? સમુદ્રને હું જોષી લઉં કે લીલાથી ઉપાડેલા “વિધ્ય’ પર્વત, ‘હિમાચલ” “મેરે અને ત્રિકટાચલને નાંખવાથી ક્ષાભ પામી વધતા જતા જળવાળા સમુદ્રને બાંધું ? ઇત્યાદિ સ્વામીનાં કાર્યની ચમત્કારી સફળતાની સારતાને લઈને હનુમાન જ વંઠ છે. તલાક્ષિક તે તું છે. તું જા (અને) બ્રાહ્મણને કહે કે રત્નની કિમત (થાય તેમ) નથી. તે સાંભળીને વિક્રમ પિતાની નગરીએ ગે. રત્ન આપી અને બલિએ કહેલું કહી તેણે બ્રાહ્મણને તેને ગામ વિદાય કર્યો. તેણે ચિરકાળ રાજ્ય કર્યું.
॥ इति विक्रमार्कचरित्रम् ॥
૨૫
& o
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org