________________
૧૫૦
૫
૧૦.
૧૫
શ્રી રાજશેખરસૂરિકૃત ૨૮ નાગાર્જુનપ્રત્યક્ષ કરી પૂછયું કે શ્રી પાર્શ્વનાથની દિવ્ય કળાના પ્રભાવવાળી પ્રતિમા કહેબતાવો. તેણે કહ્યું કે ધારવતી'માં સમુદ્રવિજય દશાર્વે શ્રી નેમિનાથને મુખે મેટા અતિશયથી યુક્ત એવા શ્રી પાર્શ્વનાથની પ્રતિમા જાણીને (તેને) મંદિરમાં સ્થાપી પૂછ હતી. ધારવતી’ બળી ગયા પછી તે પ્રતિમા સાગરમાં ડૂબેલી હતી તેવી જ સ્થિતિમાં સાગરના મધ્યમાં રહી. વખત જતાં કાન્તી' ના રહેવાસી ધનપતિ નામના વહાણવટીનું વહાણ દેવતાના અતિશયથી અલિત થયું–ચાલતું અટક્યું. અહીં તીર્થકરની મૂર્તિ છે એમ અદષ્ટ વાણીથી નિશ્ચય કરીને ત્યાં ખલાસીઓને ઉતારી તેણે સાત કાચા સૂતરના તાંતણ વડે (એ) પ્રતિમા બાંધી ઊંચકી અને પિતાના નગરમાં લઈ જઈ મંદિરમાં સ્થાપી. ધાર્યા કરતાં અધિક લાભ વડે ખુશી થયેલ તે દરરોજ (તેની) પૂજા કરતે. તે ઉપરથી સર્વ અતિશયથી યુક્ત તે પ્રતિમાને જાણીને નાગાર્જુને રસની સિદ્ધિના નિમિત્તે તેને હરી લાવી સેડી” નદીના તટ ઉપર સ્થાપી. તેની સમક્ષ રસ સાધવા માટે સાતવાહન રાજાની ચન્દ્રલેખા નામની મહાસતી દેવીને, વશ કરેલા વ્યંતર દ્વારા રોજ રાત્રે અણુવી તેની પાસે તે રસનું મર્દન કરાવતા. એ પ્રમાણે ત્યાં વારંવાર જા આવથી તેણે તેને ભાઈ તરીકે સ્વીકાર્યો. તેણે પેલી ઔષધિઓને મદન કરવાનું કારણ પૂછયું. તેણે કટિવેધ રસને વૃત્તાન્ત ખરેખર કહ્યો. એક વેળા તેણે (અર્થાત રાણીએ ) પિતાના બે પુત્રને નિવેદન કર્યું કે “સેડી” નદીના તટ ઉપર નાગાર્જુનને રસની સિદ્ધિ થનાર છે. રસના લેભી એવા તે બંને પિતાનું રાજ્ય મૂકીને નાગાર્જુન પાસે આવ્યા. કપટથી તે રસ લેવાની ઈચ્છાવાળા તે બે છુપે વેશે જે ઘરમાં નાગાર્જુન જમતા તેની સમીપમાં ભમતા. (એક વેળા) તેમણે રાંધનારીને કહ્યું કે તું નાગાર્જન માટે બહુ મીઠાવાળી રસોઈ બનાવજે. જ્યારે તે રાઈને ખારી કહે ત્યારે તું (તે) અમને કહેજે. તેણે હા કહી એ (વાત) સ્વીકારી. ત્યાર પછી તેણે તે જાણવા માટે તેને માટે મીઠાવાળી રસોઈ કરવા માંડી. છ મહિના થયા ત્યારે રસોઈ ખારી છે એમ તેણે દેષ કાઢો. રાંધનારીએ રાજપુત્રે આગળ કહ્યું કે આજે નાગાર્જુને ખારાશ જાણી. તેમણે પણ તેની રસસિદ્ધિને નિશ્ચય કર્યો. ત્યાર બાદ તેના વધના ઉપાયનું ચિંતન કરવા તેમણે તેના જાણકાર લેકને પૂછ્યું. પૂછતાં જણાયું કે વાસુકિએ જ દર્ભના અંકુરથી એનું મરણ કહ્યું છે. નાગાર્જુને સિદ્ધ શુદ્ધ રસના બે કૃપા (?) ભરી “ઢક” પર્વતની ગુફામાં મૂક્યા. મૂકીને પાછો ફરતે નાગાર્જુન સામે મળતાં તેમણે તેને દર્ભના અંકુરથી
૨૫
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org