________________
પs
ચતુર્વિશતિપ્રબન્ધ રાજા રે જ તેમને વદન કરતા. એમણે કવિઓને જીત્યા અને તેમને ખુશ (પણ) કર્યા. પ્રભાવના વૃદ્ધિ પામી. અને કેળા જેવી ત કીતિ (પ્રસરવા લાગી). રાજાએ કહ્યું કે ન જોયા હોય ત્યાં સુધી દર્શનની ઉત્કંઠા રહે છે અને દૃષ્ટિગોચર થતાં વિરહની બીક રહે છે. ( આ પ્રમાણે) આપને જેવાથી તેમજ નહિ જેવાથી પણ સુખ મળતું નથી. (આ પ્રમાણે) અત્યાગ્રહ થતાં ૫ સૂરિએ કહ્યું કે જે આમ જાતે આવશે તે અમે જઈશું આવીશું), નહિ તે નહિ; એવી પ્રતિજ્ઞા કરીને રખાયેલા તેઓ પુણ્ય-લાભ કરવા લાગ્યા.
આ તરફ વિહાર કરી ગયેલા (હેવાથી) બપભક્ટિ જ્યારે સવારે આમ પાસે આવ્યા નહિ ત્યારે તેણે બધે જેવડાવ્યું, પરંતુ તેઓ મળ્યા નહિ. (આથી) રાજા ઝંખવાણો પડી ગયો. અમે જઈએ છીએ, તારું ૧૦ કલ્યાણ હો ઇત્યાદિ કાવ્યો (તેની નજરે પડયાં. અક્ષર ઓળખાયા. એથી જરૂર તેઓ મને મૂકીને કોઈક સ્થળે જતા રહ્યા છે એવો એણે નિશ્ચય કર્યો.
એક વાર બહાર (ફરવા ગયેલા રાજાએ મોટે સર્પ જે. તેને મોઢેથી પકડી અને કપડાથી ઢાંકી તે (પિતાને) મહેલે ગયે, (અને) કવિઓના સમુદાયને તેણે સમસ્યા પૂછી શસ્ત્ર, શાસ્ત્ર, ખેતી, વિદ્યા ૧૫ અને અન્ય જે જેનાથી જીવે છે. બધાએ સમસ્યા પૂરી, પરંતુ હૃદયગત અભિપ્રાય (એક દ્વારા) ન કહેવાવાથી રાજાને ચમત્કાર લાગે નહિ. તેવારે તેને બપભષ્ટિ ખૂબ સાંભર્યા. એ હૃદયસંવાદિની વાણી તે તેમની જ છે. આથી તેણે પટ વગડાવ્યું અને એ ઉઘોષણા કરાવી કે જે મારા હૃદયગત (અભિપ્રાય અનુસાર) સમસ્યા પૂરશે તેને લાખ ૨૦ સુવર્ણ-ટેક આપીશ. (એ ઉપરથી) તે વેળા ‘ગપગિરિનો કાઈ ઘતકાર (જુગારી) “ગૌડ દેશમાં ગયે. તેણે બપ્પભટ્ટસૂરિ આગળ તે સમસ્યાનાં બે પદો કહ્યાં. સૂરિએ ઉત્તરાર્ધ કહ્યો કે કૃષ્ણ સર્પના મુખની જેમ એ (બધા)ને સારી રીતે ગ્રહણ કરવાં. છ વિકૃતિના ત્યાગી, સિદ્ધસારસ્વત અને આકાશમાં જવાની શક્તિથી વિવિધ તીર્થને વંદન કરવાની શક્તિવાળા ૨૫ તે ભગવાન હતા. તેમને આનો શો હિસાબ? તે ધૂતકારે તે બે ચરણે ગોપગિરિમાં જઈને) શ્રીઆમની આગળ નિવેદન કર્યો. રાજાએ કહ્યું કે અહો અર્થની સુસંગતતા ! (પછી તેણે) પૂછ્યું કે તેણે ક્યાં (આ) સમસ્યા પૂરી ? ધૂતકારે કહ્યું. “લક્ષણાવતી 'માં જ્ઞાનથી પરિપૂર્ણ બપભદિસરિએ. (એ સાંભળી તેણે) તેને ઉચિત દાન આપ્યું.
એક દહાડે રાજા નગરીની બહાર ફરવા) . (ત્યાં) વડના વૃક્ષ નીચે એક મરણ પામેલે મુસાફર તેની નજરે પડયો. શાખા પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org