________________
શ્રીરાજશેખરસૂતિ [૨ આર્થવિજ
(૨)
આર્યદિલને પ્રબન્ધ પતિનીખંડ' નામના નગરમાં પદ્મપ્રભ નામને રાજા (રાજ્ય કરત) હતો. તેને પદ્માવતી નામની ) સ્ત્રી હતી. તે નગરમાં પદ્મદત્ત નામે ૫ શેઠ રહેતો હતો. તેને પદ્મયશા નામની પત્ની હતી. તેમને પદ્મ નામે પુત્ર
થયો હતો. વરદત્ત (નામના) સાર્થવાહે પોતાની વિટયા નામની પુત્રી તેને આપી હતી. તેણે તેની સાથે લગ્ન કર્યું હતું.
એક સમયે વૈરાગ્યને પિતા વરદત્ત પરિવાર સહિત દેશાંતરમાં
જતાં જતાં વનમાં દાવાનળથી બળી મુ. સાસુની શુશ્રુષા કરતી હોવા ૧૦ છતાં વૈટિયાનું તેની સાસુ નબાપા કહી અપમાન કરતી. કહ્યું છે
કે રૂપ, રહસ્ય, પૈસો, તેજ, સૌભાગ્ય અને પ્રભુતા, એ પિતાના પ્રભાવથી જ અવશ્ય સ્ત્રીઓને પ્રાપ્ત થાય છે. કુકૂલના અગ્નિ જેવાં કઠેર સાસુનાં વચનથી પીડાતી હોવા છતાં તે દેવને ઠપકો આપતી હતી,
( કિન્તુ ) સાસુની (કદાપિ) નિન્દા કરતી ન હતી અને ઉલટી ૧૫ વિચારતી કે સર્વ પૂર્વે કરેલાં કર્મોને અનુભવ કરે છે અને અપરાધ તેમજ ગુણને વિષે અન્ય નિમિત્ત માત્ર છે.
એક દિવસ વિટયાએ નાગેન્દ્રના સ્વપ્ન વડે સૂચવાયેલ ગને ધારણ કર્યો. (આથી) એને પાયસના ભોજનનો દેહદ ઉત્પન્ન થયે. તેવામાં આય રક્ષિત સ્વામીની પેઠે સાડા નવ પૂર્વના ધારક નદિલાચાર્ય નામના સૂરિ ઉદ્યાનમાં સમવસર્યા. વેરાની સાસુ એમ કહેતી કે આ વહુને પુત્રી આવશે; નહિ કે પુત્ર. આવાં તેનાં, કાનને વિષે કરવતના જેવાં કઠોર વચનથી પીડાયેલી હોઈ તે સતી વહુ સૂરિને વંદન કરવા ગઈ. સૂરિને વંદન કર્યું (અને) પિતાની સાસુ સાથે (જે) વિરોધ
(ચાલતો હતો) તે (તેમને ) કહ્યો. ૨૫ આચાર્યે કહ્યું કે હે વત્સ! આ પૂર્વ કર્મને દોષ છે ક્રોધ સંસારના
કારણરૂપ હોવાથી તેની વૃદ્ધિ ન કરવી. (કહ્યું પણ છે કે, ક્રોધ આ લેકમાં પણ ખરેખર શરીરમાં સંતાપ, કંકાસ અને વેર (ઉત્પન્ન) કરે છે અને પરલેકને વિષે નરકાદિનાં અત્યંત ભયંકર દુઃખ (ઉત્પન્ન)
કરે છે. વળી તને પુત્રની પ્રાપ્તિ થશે. અને તેને જે પાયસને દેહદ ૩૦ ૧ ફેતરાં. ૨ કહેવાનો મતલબ એ છે કે નિશ્ચય-દષ્ટિએ વિચારતાં કોઈ
કેઈને અપરાધી કે ઉપકારક નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org